વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.48.0-wmf.1 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk એર ઇન્ડિયા એક્સપ્રેસ 0 58545 906739 763761 2026-11-03T21:55:34Z Xocolatl 89844 ([[c:GR|GR]]) [[c:COM:FR|File renamed]]: [[File:Food Packet.JPG]] → [[File:Air India Express Food Packet.jpg]] [[c:COM:FR#FR2|Criterion 2]] (meaningless or ambiguous name) 906739 wikitext text/x-wiki એર ઇન્ડિયા એક્સપ્રેસ એર ઇન્ડિયાની ઓછા દર વાળી એર લાયન છે, જે મુખ્યત્વે [[ભારત|ભારતના]] કેરલ રાજ્ય માંથી કાર્ય કરે છે. તે મુખ્યત્વે મધ્ય પૂર્વ અને |દક્ષિણ પૂર્વ એશિયામાં સેવા પ્રદાન કરે છે. આ એર લાયન ચાર્ટર્ડ લિમિટેડેની સાથે સમંધ ધરાવે છે. આજે, એર ઇન્ડિયા એક્સપ્રેસ પ્રતિ - સપ્તાહ લગભગ ૧૦૦ ફ્લાઈટોનું સંચાલન કરે છે, મુખ્યત્વે ભારતના દક્ષિણી રાજ્યો [[તમિલનાડુ|તમિલનાડુ]], [[કર્ણાટક]] અને કેરલથી. ==ઈતિહાસ== આ એર લાયનની સ્થાપના મે ૨૦૦૪ માં કરવામાં આવી હતી. ઓછા મૂલ્ય વાળી આ એર લાયન માટે મધ્ય પૂર્વ માં રહેનારા મલયલ્લી સમુદાય દ્વારા પ્રારંભથી જ માંગ થઇ રહી હતી. એર લાયને પોતાની સેવાઓની શરૂઆત ૨૧ એપ્રિલ ૨૦૦૬ ના રોજ કરી દીધી હતી, જેમાં તિરુવનંતપુરમ થી લઈને અબુ ધાબી સુધીની પ્રથમ ઉડાન ભરવામાં આવતી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે પ્રથમ એરક્રાફ્ટ ની ડિલીવરી 22 ફેબ્રુઆરી 2005 ના રોજ થઈ હતી, જયારે એક નવું ઉત્પાદન બોઇંગ ૭૩૭ – ૮૬ ક્યુ (જે બૌલ્લીઔન એવિએશન સર્વિસ પાસેથી ઉધાર લેવામાં આવ્યું હતું) તેને પ્રદાન કરી દેવામાં આવ્યું. ==કોર્પોરેટ બાબતો == એર લાયનની ઓફીસ મુંબઈ સ્થિત નરીમન પોઈન્ટમાં એર ઇન્ડિયાની બિલ્ડીંગમાં આવેલી છે.<ref>{{cite web|url=http://www.airindiaexpress.in/contact.aspx|title=Contact Us|publisher=એર ઇન્ડિયા એક્સપ્રેસ "Head office address is: Air India Express Air - India Building, Nariman Point, Mumbai - 400 021, India"|date=25 July 2012 |access-date=૫ ફેબ્રુઆરી ૨૦૧૩}}</ref> ડીસેમ્બર ૨૦૧૨ માં એર ઇન્ડિયાની દિગ્દર્શક સમિતિએ આ ઓફીસને મુંબઈથી હટાવીને કોચીમાં નવી ઓફીસ બનાવવાનો નિર્યણ લીધો તથા તેની પુષ્ટિ પણ કરી, જે એક જાન્યુઆરી ૨૦૧૩<ref>{{cite web|first= રામાવરમન|last=ટી.|url=http://www.airindiaexpress.in/contact.aspx|title=Shifting of Air India Express headquarters to Kochi gets nod|publisher=ટાઈમ્સ ઓફ ઇન્ડિયા|date=૧૪ ડિસેમ્બર ૨૦૧૨|access-date=૫ ફેબ્રુઆરી ૨૦૧૩}}</ref> ના રોજથી પ્રભાવમાં આવ્યો. યુનિયન મીનીસ્ટર ઓફ સ્ટેટ ફોર સિવિલ એવિએશનના કે. સી. વેણુગોપાલ એ કહ્યું કે, સ્થાન પરિવર્તન તબ્બકામાં પૂર્ણ થશે, જેના માટેની શરૂઆત કોચીમાં ૧ જાન્યુઆરીના રોજ નવા વર્ષના પર્વ પર નવી ઓફીસ શરૂ કરીને થશે.<ref>{{cite web|first= સ્ટાફ રિપોર્ટર|url=http://www.thehindu.com/news/cities/Kochi/air-india-express-route-scheduling-from-city-soon/article4282465.ece|title=Air India Express route scheduling from city soon|publisher=ધ હિન્દુ|date= ૭ જાન્યુઆરી ૨૦૧૩|access-date=૫ ફેબ્રુઆરી ૨૦૧૩}}</ref> એરલાઈન ના ટેકનિકલ કેન્દ્રને તિરુવનંતપુરમમાં સ્થળાંતર કરવાનું છે. ==લક્ષ્ય સ્થળ== લક્ષ્ય સ્થળ માટે એર ઇન્ડિયા એક્સપ્રેસનો મુખ્ય લેખ જુઓ. ==કાફલો== ફેબ્રુઆરી ૨૦૧૪ ના અંદાજ મુજબ, એર ઇન્ડિયા એક્સપ્રેસમાં નીચે પ્રમાણે એરક્રાફ્ટ છે: <center> {| class="toccolours" border="1" cellpadding="3" style="border-collapse:collapse;text-align:center" |+ '''એર ઇન્ડિયા એક્સપ્રેસનો કાફલો'''<ref name=about>{{cite web|url=http://www.airindiaexpress.in/about.aspx|title=About AIX}}</ref> |- style="background:#e32636;" !<span style="color:white;">એરક્રાફ્ટ !style=width:25px;|<span style="color:white;">સેવા માં !<span style="color:white;">યાત્રી <br><small>(ઇકોનોમિ)</small> !<span style="color:white;">નોંધ |- |બોઇંગ ૭૩૭ – ૮૦૦ |૨૧ |૧૮૬ |૪ એરક્રાફ્ટ વેચી દેવામાં આવ્યા તથા ફરીથી ભાડે લેવામાં આવ્યા |- !કુલ !૨૧ !colspan=3| |} </center> ફેબ્રુઆરી ૨૦૧૪ ના અંદાજ મુજબ, એર ઇન્ડિયા એક્સપ્રેસના કાફલાની સરેરાશ આયુ ૬.૩ વર્ષ છે. ==ફ્લાઈટમાં સેવા == [[ચિત્ર:Air India Express Food Packet.jpg|thumb|200 px|right|AIX's complimentary snack box]] ઓછી કીમતવાળું યાતાયાત માટેનું સાધન હોવા છતાંય, એર ઇન્ડિયા એક્સપ્રેસ શાકાહારી અને બિન શાકાહારી વિકલ્પો સાથે તેના મુસાફરોને એક સ્તુત્ય પૂર્વ નિર્ધારિત વિના મુલ્યે નાસ્તાના બોક્સ અથવા હળવા ભોજન માટેની વ્યવસ્થા કરે છે. મુસાફરો માટે જરૂરી મનોરંજન માટેના સાધનો પણ ઉપલબ્ધ છે.<ref name=about></ref> [[ચિત્ર:Air India Express Boeing 737 2078.JPG|thumbnail|right|એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ ૭૩૭ – ૮૦૦- માંન્ગ્લોરે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ]] ==દુર્ઘટના અને ઘટના== ૨૨ મે ૨૦૧૦ ના રોજ, એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ સંખ્યા ૮૧૨, એક બોઈંગ ૭૩૭ – ૮૦૦(નોધાયેલું વીટી – એએક્સવી) દુબઈ – મેંગલોરના માર્ગ પર ઉડાન કરી રહ્યું હતું અને મેંગલોર હવાઈ મથકના રનવે ૨૪ પર ઉતરણ કરી રહ્યું હતું, કુલ બોર્ડના ૧૬૬ લોકોમાંથી ૧૫૨ મુસાફરો અને ૬ ક્રૂ સભ્યો પણ મૃત્યુ પામ્યા હતાં. આ વિમાન રનવેના અંત પર એક જંગલવાળી ખીણમાં અથડાઈ ગયું અને આગની લપેટમાં આવી ગયું. આ ઘટના ક્રમાંકમાં માત્ર ૮ લોકો જ બચી શક્યા હતાં. ૨૫ મે ૨૦૧૦ ના રોજ, એક એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ ૭૩૭ – ૮૦૦ દુબઈ થી પુણેની તરફ આવી રહ્યું હતું, જ્યારે સહ-પાયલોટ તેની બેઠકની ગોઠવણી કરતો હતો ત્યારે તે નિયંત્રણ સ્તંભ સાથે ટકરાતા વિમાનનું નિયંત્રણ ખોરવાઈ ગયું અને અચાનક વિમાન ૭,૦૦૦ ફૂટની ઉંચાઈએથી નીચે પાડવા લાગ્યું. આ દુર્ઘટના દરમ્યાન, કેપ્ટન, કોકપીટના બહારના ભાગમાં હતો, તે ઝડપથી દોડીને કોકપીટમાં પહોચ્યો અને ૭૩૭ને ખતરામાંથી બહાર લઇ આવ્યો. ==વિમાન પર કલા== દરેક એર ઇન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટના પાછળના ભાગમાં એક વિશિષ્ટ આકૃતિ બનેલી હોય છે જે ભારતીય સંસ્કૃતિ, ભારતીય ઈતિહાસ સાથે સાથે પરંપરાઓનું પ્રદર્શન કરે છે. આમ, આ કલા આપણા ભારત દેશનું ગૌરવ વધારે છે.<ref>{{cite web|url=http://www.cleartrip.com/flight-booking/air-india-express-airlines.html|title=એર ઇન્ડિયા એક્સપ્રેસ|publisher=ચ્લેઅર ટ્રીપ દોટ કોમ}}</ref> ==સંદર્ભ == <references /> [[શ્રેણી:કંપનીઓ]] [[શ્રેણી:પરિવહન]] [[શ્રેણી:ભારતીય એરલાઈન્સ]] mo6m8ygpaxberdytsd4v2w9lujjll6g સભ્યની ચર્ચા:LadyChiru17 3 134480 906741 826459 2026-11-03T23:00:52Z Mfield 86823 Mfieldએ [[સભ્યની ચર્ચા:KittyKinkle02]]ને [[સભ્યની ચર્ચા:LadyChiru17]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/KittyKinkle02|KittyKinkle02]]" to "[[Special:CentralAuth/LadyChiru17|LadyChiru17]]" 826459 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=KittyKinkle02}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૪૨, ૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) bau5qztse9m1qavb08ci5gz3wtnmvl3 સભ્યની ચર્ચા:Martin Sultanov 3 140064 906744 844918 2026-11-04T07:42:00Z EmausBot 4503 Fixing double redirect from [[સભ્યની ચર્ચા:Martin Jalali]] to [[સભ્યની ચર્ચા:Ihsannuri]] 906744 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:Ihsannuri]] nuxudl495vil9s0swppp2r2m6b0umc0 નર્તકી (પ્રાગૈતિહાસિક શિલ્પ) 0 152963 906737 904127 2026-11-03T15:32:24Z Snehrashmi 41463 + Infobox (Infobox artifact) Hidden 906737 wikitext text/x-wiki <!--{{Infobox artifact | name = ડાન્સિંગ ગર્લ | image = Dancing girl of Mohenjo-daro.jpg | material = કાંસ્ય | created = આશરે ઈ.સ. પૂર્વે ૨૦૦૦ | discovered_place = સિંધ પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન સિંધ, પાકિસ્તાન) | discovered_date = ૧૯૨૬ | location = રાષ્ટ્રીય પુરાતત્વિક સંગ્રહાલય, [[નવી દિલ્હી]], ભારત | height = 10.5 cm }}---> '''નર્તકી''' (ડાન્સિંગ ગર્લ) એ કાંસ્ય શિલ્પ છે જે આશરે ઇ.સ.પૂ. ૨૩૦૦-૧૭૫૦ની આસપાસ સિંધુ ખીણ સંસ્કૃતિના પ્રાચીન શહેરોમાંના એક શહેર [[મોહેં-જો-દડો]] (આધુનિક પાકિસ્તાનમાં)માં મીણના કાસ્ટિંગથી બનાવવામાં આવ્યું હતું.<ref>Harle, J.C., ''The Art and Architecture of the Indian Subcontinent'', p. 17, 2nd edn. 1994, Yale University Press Pelican History of Art, {{ISBN|0300062176}}</ref> આ પ્રતિમા ૧૦.૫ સેન્ટિમીટર (૪.૧ ઇંચ) ઊંચી છે, અને તેમાં એક નગ્ન યુવતી અથવા કન્યાને શૈલીયુક્ત આભૂષણો સાથે, આત્મવિશ્વાસપૂર્ણ, પ્રાકૃતિક મુદ્રામાં ઊભી રહેલી દર્શાવે છે. નર્તકી (ડાન્સિંગ ગર્લ)એ પ્રાગ ઐતિહાસિક કલાના નમૂના તરીકે ખૂબ જ ખ્યાત છે. આ પ્રતિમા ૧૯૨૬માં મોહેં-જો-દડોના "એચઆર વિસ્તાર"માંથી બ્રિટિશ પુરાતત્વવિદ્ અર્નેસ્ટ મેકે દ્વારા ખોદકામ કરવામાં આવી હતી.<ref name=national>{{cite web|title=Collections:Pre-History & Archaeology|publisher=National Museum, New Delhi|url=http://nationalmuseumindia.gov.in/en/collections/index/6|access-date=3 February 2014|archive-date=28 September 2020|archive-url=https://web.archive.org/web/20200928223217/http://nationalmuseumindia.gov.in/en/collections/index/6|url-status=live}}</ref> તે હવે નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં છે, જે ૧૯૪૭માં ભારતના ભાગલા સમયે ભારતને ફાળવવામાં આવ્યું હતું. ==ઇતિહાસ== ૧૯૨૬માં મોહેં-જો-દડોમાં ખોદકામ પછી, નર્તકી તથા અન્ય કલાત્મક વસ્તુઓને શરૂઆતમાં લાહોર મ્યુઝિયમમાં જમા કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને નવી દિલ્હી ખાતેના પુરાતત્વ સર્વેક્ષણના મુખ્યાલયમાં ખસેડવામાં આવી હતી, જ્યાં બ્રિટિશ રાજની નવી રાજધાની માટે એક નવું "સેન્ટ્રલ ઇમ્પિરિયલ મ્યુઝિયમ" બનાવવાની યોજના હતી, જેમાં પસંદગીની કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવશે. તે સ્પષ્ટ થઈ ગયું કે ભારતની સ્વતંત્રતા નજીક આવી રહી છે, પરંતુ પ્રક્રિયાના અંત સુધી ભારતના ભાગલાની અપેક્ષા નહોતી. નવનિર્મિત પાકિસ્તાનના અધિકારીઓએ તેમના પ્રદેશમાં ખોદકામ દ્વારા મળી આવેલા મોહેંજો-દારોની ચીજવસ્તુઓ પરત કરવાની વિનંતી કરી, પરંતુ ભારતીય અધિકારીઓએ તેમની માગણીનો ઇનકાર કર્યો. આખરે એક કરાર થયો, જેમાં મળી આવેલી લગભગ ૧૨,૦૦૦ વસ્તુઓ (મોટાભાગના માટીકામના ટુકડા) દેશો વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવી; કેટલાક કિસ્સાઓમાં, કેટલાક ગળાના હાર અને કમરપટ્ટાની માળાઓના મણકાઓને બે ઢગલામાં વિભાજિત કરવામાં આવ્યા. "બે સૌથી પ્રખ્યાત શિલ્પવાળી મૂર્તિઓ" ના કિસ્સામાં, પાકિસ્તાને કહેવાતા પૂજારી રાજા (પ્રિસ્ટ-કિંગ)ની મૂર્તિની માંગણી કરી અને પ્રાપ્ત કરી, જ્યારે ભારતે કદમાં પ્રમાણમાં ઘણી નાની નર્તકી (ડાન્સિંગ ગર્લ)ની પ્રતિમાને જાળવી રાખી.<ref>Singh, 111-112 (112 quoted)</ref> ભાગલા સમયે મોહેં-જો-દડોની ચીજવસ્તુઓના વિભાજન અંગે બંને સરકારો દ્વારા સહમતી હોવા છતાં, કેટલાક પાકિસ્તાની રાજકારણીઓએ ત્યારબાદ ડાન્સિંગ ગર્લને પાકિસ્તાન પરત કરવાની માંગ કરી હતી.<ref>{{cite news |last=Mansoor |first=Hasan |date=11 October 2016 |title=Pakistan needs to do homework for Dancing Girl's return |url=http://www.dawn.com/news/1289410 |work=Dawn |access-date=11 October 2016 |archive-date=11 October 2016 |archive-url=https://web.archive.org/web/20161011125257/http://www.dawn.com/news/1289410 |url-status=live }}</ref> ૨૦૧૬માં, પાકિસ્તાની બેરિસ્ટર, જાવેદ ઇકબાલ જાફરીએ લાહોર હાઇકોર્ટમાં પ્રતિમા પરત કરવા માટે અરજી કરી હતી, અને દાવો કર્યો હતો કે "દિલ્હીમાં રાષ્ટ્રીય કલા પરિષદની વિનંતી પર તેને ૬૦ વર્ષ પહેલાં પાકિસ્તાનથી લાવવામાં આવી હતી પરંતુ ક્યારેય પરત કરવામાં આવી નથી". તેમના મતે, નર્તકીની પ્રતિમા (ડાન્સિંગ ગર્લ) પાકિસ્તાન માટે એટલી જ અગત્યની હતી જેટલી દા વિન્સીની મોનાલિસા યુરોપ માટે હતી.<ref name="dawn">{{Cite news |date=2016-10-11 |title=Move to bring 'Dancing Girl' back from India |url=https://www.dawn.com/news/1289393 |access-date=2017-04-18 |work=DAWN.COM |language=en |archive-date=19 April 2017 |archive-url=https://web.archive.org/web/20170419101305/https://www.dawn.com/news/1289393 |url-status=live }}</ref> જોકે, પાકિસ્તાની સરકાર દ્વારા ભારતને કોઈ જાહેર વિનંતી કરવામાં આવી નથી. == વિવરણ == નર્તકી એ મોહેં-જો-દડોમાં મળેલી બે કાંસ્ય મૂર્તિઓમાંથી એક છે જે અન્ય ઔપચારિક મુદ્રાઓની તુલનામાં વધુ લવચીક વિશેષતાઓ દર્શાવે છે. આ યુવતી નગ્ન છે, અનેક બંગડીઓ અને ગળાનો હાર પહેર્યો છે અને તેના કમર પર એક હાથ રાખીને સ્વાભાવિક રીતે ઊભી રહેલી સ્થિતિમાં બતાવવામાં આવી છે.<ref name="jane">{{cite book|last1=McIntosh|first1=Jane R.|title=The Ancient Indus Valley : New Perspectives|date=2008|publisher=ABC-CLIO|location=Santa Barbara, California|isbn=9781576079072|pages=281, 407|url=https://books.google.com/books?id=1AJO2A-CbccC&q=dancing+girl|access-date=15 November 2014}}</ref> તેણીના ડાબા હાથમાં ૨૪ થી ૨૫ બંગડીઓ અને જમણા હાથમાં ૪ બંગડીઓ છે, અને તેના ડાબા હાથમાં કોઈ વસ્તુ પકડેલી છે, જે તેની જાંઘ પર ટકેલી છે; બંને હાથ અસામાન્ય રીતે લાંબા છે.<ref name="singh">{{cite book|last1=Singh|first1=Upinder|title=A History of Ancient and Early Medieval India : from the Stone Age to the 12th century|date=2008|publisher=Pearson Education|location=New Delhi|isbn=9788131711200|page=162|url=https://books.google.com/books?id=H3lUIIYxWkEC&q=dancing+girl+harappa&pg=PA162|access-date=15 November 2014|archive-date=19 November 2023|archive-url=https://web.archive.org/web/20231119083024/https://books.google.com/books?id=H3lUIIYxWkEC&q=dancing+girl+harappa&pg=PA162#v=snippet&q=dancing%20girl%20harappa&f=false|url-status=live}}</ref> તેના ગળાના હારમાં ત્રણ મોટા પેન્ડન્ટ છે. તેણીના લાંબા વાળ એક મોટા અંબોડામાં સ્ટાઇલ કરેલા છે જે તેના ખભા પર ટેકવેલા છે.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=e--vDQAAQBAJ&q=aesthetics+of+the+dancing+girl+mohenjodaro&pg=PA34|title=Origin of Indians and their Spacetime|last=Nalapat|first=Dr Suvarna|date=2013-02-16|publisher=D C Books|isbn=9789381699188|language=en|access-date=16 October 2020|archive-date=19 November 2023|archive-url=https://web.archive.org/web/20231119083045/https://books.google.com/books?id=e--vDQAAQBAJ&q=aesthetics+of+the+dancing+girl+mohenjodaro&pg=PA34#v=snippet&q=aesthetics%20of%20the%20dancing%20girl%20mohenjodaro&f=false|url-status=live}}</ref> == અર્થઘટન == {{multiple image | perrow = 2 | total_width = 350 | caption_align = center | align = right | direction = horizontal | header = | image1 = The Dancing Girl, in a photogravure by Alfred Nawrath,1938.jpg | caption1 = | image2 = Bronze dancing girl (back view).jpg | caption2 = | footer = Bronze dancing girl (front and back views) }} ૧૯૭૩માં, બ્રિટિશ પુરાતત્વવિદ્ મોર્ટિમર વ્હીલરે આ વસ્તુને તેમની પ્રિય પ્રતિમા તરીકે વર્ણવી: <blockquote> તે લગભગ પંદર વર્ષની હશે, મને લાગે છે કે તેનાથી વધુ નહીં, પણ તે હાથ ઉપર બંગડીઓ પહેરીને ઉભી છે અને બીજું કશું પહેર્યું નથી. એક છોકરી, જે આ સમયે સ્વયં પર અને દુનિયા પર પૂર્ણ રીતે આશ્વસ્ત છે. મને લાગે છે કે દુનિયામાં તેના જેવું કંઈ જ નથી.<ref>{{cite web|title=The Dancing Girl of Mohenjo-Daro – Who Was She?|publisher=thoughtco.com|url=https://www.thoughtco.com/the-dancing-girl-of-mohenjo-daro-171329|access-date=29 March 2017|archive-date=30 March 2017|archive-url=https://web.archive.org/web/20170330085519/https://www.thoughtco.com/the-dancing-girl-of-mohenjo-daro-171329|url-status=live}}</ref></blockquote> મોહેં-જો-દડોના પુરાતત્વવિદ્ જોન માર્શલે, જેમણે આ આકૃતિ શોધી કાઢી હતી, તેમણે આ આકૃતિનું વર્ણન "એક યુવાન છોકરી તરીકે કર્યું, તેનો હાથ તેના કમર પર અર્ધ-ઉદ્ધત મુદ્રામાં રાખેલો છે, અને પગ થોડા આગળની બાજુએ છે કારણ કે તે તેના પગ અને પાની વડે સંગીત સાથે તાલ મિલાવી રહી છે".<ref>{{cite book|last=Possehl|first=Gregory|title=The Indus Civilization: A Contemporary Perspective|url=https://archive.org/details/induscivilizatio0000poss|publisher=AltaMira Press|year=2002|pages=[https://archive.org/details/induscivilizatio0000poss/page/113 113]|isbn=978-0-7591-0172-2}}</ref> આ મૂર્તિ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હોવાનું જાણવા મળે છે. તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું, "જ્યારે મેં પહેલી વાર તેને જોઈ ત્યારે મને માનવું મુશ્કેલ લાગ્યું કે તે પ્રાગૈતિહાસિક સમયગાળાની છે."<ref>{{Cite book|title=Mohenjo daro and Indus Civilization|year=1931|url=https://archive.org/details/dli.ministry.17386|last=Marshall|first=John|publisher=Arthur Probsthain}}</ref> પુરાતત્વવિદ્ ગ્રેગરી પોસેહલે ડાન્સિંગ ગર્લને "સિંધુ સ્થળની સૌથી મનમોહક કલાકૃતિ" ગણાવી હતી અને તેણીને નૃત્યાંગના તરીકે વર્ણવતા કહ્યું હતું કે "આપણે નિશ્ચિત રીતે નક્કી નથી કરી શકતા કે તે નૃત્યાંગના હતી, પરંતુ તેણી જે કરતી હતી તેમાં તે સારી હતી અને તેણી તે જાણતી હતી."<ref name="gregory" /> અમેરિકન આઇવીસી નિષ્ણાત જોનાથન કેનોયરના અનુસાર, એક નર્તકીના રૂપમાં આ પ્રતિમાને નિહાળવી એ "ભારતીય નર્તકો પ્રત્યેની વસાહતી બ્રિટિશ ધારણા પર આધારિત છે, પરંતુ તેની અધિક સંભાવના છે કે આ પ્રતિમા એક મહિલાને ભેટ લઈને જતી હોવાનું દર્શાવે છે",<ref>Jonathan Mark Kenoyer in Matthiae, P; Lamberg-Karlovsky, Carl Clifford, ''Art of the First Cities: The Third Millennium B.C. from the Mediterranean to the Indus'', p. 391, 2003, Metropolitan Museum of Art (New York, N.Y.), [https://books.google.com/books?id=8l9X_3rHFdEC google books]</ref> જોકે મોટાભાગના સ્ત્રોતો, જેમ કે ભારતના રાષ્ટ્રીય સંગ્રહાલય, તેણીને નૃત્યાંગના તરીકે જોવાનું ચાલુ રાખે છે.<ref name="national" /> [[File:Mohenje-daro statuette, Mackay.jpg|thumb|upright|પાકિસ્તાનના કરાચી મ્યુઝિયમમાં પ્રદર્શિત નર્તકીની બીજી કાંસ્ય પ્રતિમા[૧૪]<ref>{{cite book |last1=Mackay |first1=E. J. H. |title=Further excavations at mohenjo-daro-vol.ii |date=1937 |page=Plate LXXIII |url=https://archive.org/details/in.gov.ignca.9954/page/n159/mode/1up}}</ref>|left]] [[File:Dancing Girl engraving on a potsherd.jpg|alt=કુંડા પર કોતરણી કરેલી નૃત્ય કરતી કન્યા|thumb|upright|ભારતના ભીરાનામાં મળી આવેલા લાલ માટીના વાસણના ટુકડા પર કોતરણી કરતી ડાન્સિંગ ગર્લ (નર્તકી)]] આ પ્રતિમાથી સંસ્કૃતિ વિશે બે મહત્વપૂર્ણ શોધ થઈ: પ્રથમ, તેઓ ધાતુનું મિશ્રણ, કાસ્ટિંગ અને અન્ય અત્યાધુનિક પદ્ધતિઓ જાણતા હતા, અને બીજું, મનોરંજન, ખાસ કરીને નૃત્ય, સંસ્કૃતિનો એક ભાગ હતું.<ref name="national" /> કાંસ્ય કન્યા મીણ કાસ્ટિંગ તકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી અને તે સમય દરમિયાન કાંસ્ય કૃતિઓ બનાવવામાં લોકોની કુશળતા દર્શાવે છે.<ref name="jane" /> ૧૯૩૦-૧૯૩૧ની તેમની છેલ્લી પૂર્ણ સિઝન દરમિયાન, મેકેને મોહેં-જો-દડો ખાતે ડીકે-જી વિસ્તારમાં એક ઘરમાંથી આવી જ કાંસ્ય પ્રતિમા મળી આવી હતી. તેની કારીગરી તેમજ તેની જાળવણીની ગુણવત્તા, જાણીતી ડાન્સિંગ ગર્લ કરતા ઉતરતી છે.<ref name="gregory">{{cite book|last1=Possehl|first1=Gregory L.|title=The indus civilization : a contemporary perspective|date=2002|publisher=AltaMira Press|location=Walnut Creek, California|isbn=9780759101722|page=114|edition=2. print.|url=https://books.google.com/books?id=pmAuAsi4ePIC&q=dancing+girl+harappa&pg=PA112|access-date=15 November 2014|archive-date=19 November 2023|archive-url=https://web.archive.org/web/20231119083044/https://books.google.com/books?id=pmAuAsi4ePIC&q=dancing+girl+harappa&pg=PA112#v=snippet&q=dancing%20girl%20harappa&f=false|url-status=live}}</ref> આ બીજી કાંસ્ય સ્ત્રી પ્રતિમા પાકિસ્તાનના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવી છે.<ref>{{cite web|title=Bronze female figure, Mohenjodaro|url=http://www.masterfile.com/stock-photography/image/841-02824318/Bronze-female-figure-Mohenjodaro-Karachi-Museum-Pakistan-Asia|website=Masterfile|access-date=15 November 2014|archive-date=29 November 2014|archive-url=https://web.archive.org/web/20141129022937/http://www.masterfile.com/stock-photography/image/841-02824318/Bronze-female-figure-Mohenjodaro-Karachi-Museum-Pakistan-Asia|url-status=live}}</ref> હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં આવેલા હડપ્પા સ્થળ, ભીર્રાનામાં મળી આવેલા લાલ કુંડાના ટુકડા પર મળી આવેલી કોતરણી ડાન્સિંગ ગર્લની ભાવનાત્મક છબી દર્શાવે છે. ઉત્ખનન દળના નેતા, એલ. એસ. રાવ, અધિક્ષક પુરાતત્વવિદ્, ખોદકામ શાખા, ASI, એ ટિપ્પણી કરી કે, ચિત્રણ "(પાત્રના ટુકડાઓ પર રેખાઓનું) કાંસાના હાથની સ્થિતિ સહિત, એટલું સાચું છે અને એટલું પ્રતીત થાય છે કે ભીર્રાના શિલ્પકારોને કાંસાનું પ્રત્યક્ષ જ્ઞાન હતું".<ref>{{cite news |url=http://www.frontline.in/navigation/?type=static&page=flonnet&rdurl=fl2502/stories/20080201504012900.htm |title=Discoveries made at Bhirrana in Haryana provide the missing link in the evolution of Harappan civilisation archaeology |work=Frontline |date=2008-01-19 |access-date=2016-01-20 }}</ref><ref name="pot">{{cite news|last1=Subramanian|first1=T. S.|title=The ageless tale a potsherd from Bhirrana tells|url=http://www.thehindu.com/todays-paper/article1909703.ece|access-date=15 November 2014|work=The Hindu|date=12 September 2007|archive-date=29 November 2014|archive-url=https://web.archive.org/web/20141129021905/http://www.thehindu.com/todays-paper/article1909703.ece|url-status=live}}</ref> == નોંધ == {{reflist}} ==સંદર્ભ== *Craddock PT. 2015.&nbsp;[http://www.insa.nic.in/writereaddata/UpLoadedFiles/IJHS/Vol50_2015_1_Art05.pdf The metal casting tradiitons of South Asia: Continuity and innovation.]&nbsp;''Indian Journal of History of Science''&nbsp;50(1):55–82. *During Caspers ECL. 1987.&nbsp;[http://cat.inist.fr/?aModele=afficheN&cpsidt=11835529 Was the dancing girl from Mohenjo-daro a Nubian?]''Annali, Istituto Oriental di Napoli''&nbsp;47(1):99–105. *Jonathan Mark Kenoyer, 1998. Seals and sculpture of the Indus cities.&nbsp;''Minerva''&nbsp;9(2):19–24. *Gregory Possehl, 2002.&nbsp;''The Indus Civilization: A Contemporary Perspective''. Walnut Creek, California: Altamira Press. *Prakash B. 1983.&nbsp;[http://www.bcin.ca/Interface/openbcin.cgi?submit=submit&Chinkey=68234 Metallurgy in India through the ages.] {{Webarchive|url=https://web.archive.org/web/20160412081747/http://www.bcin.ca/Interface/openbcin.cgi?submit=submit&Chinkey=68234 |date=12 April 2016 }}&nbsp;''Bulletin of the Metals Museum of the Japan Institute of Metals''&nbsp;8:23–36. *Sadasivan B. 2011.&nbsp;''The Dancing Girl: A History of Early India.''&nbsp;Singapore: Institute of Southeast Asian Studies. *Singh, Kavita, "The Museum Is National", Chapter 4 in: Mathur, Saloni and Singh, Kavita (eds), ''No Touching, No Spitting, No Praying: The Museum in South Asia'', 2015, Routledge, [https://www.academia.edu/12710849/The_Museum_is_National PDF on academia.edu] (nb this is different from the article by the same author with the same title in ''India International Centre Quarterly'', vol. 29, no. 3/4, 2002, pp.&nbsp;176–196, [https://www.jstor.org/stable/23005825 JSTOR], which does not mention this work) o4xl5c203mv4wpmv8k6wi1o084vr4s2 નારાયણ સ્વામી (ભજનીક 0 155502 906747 906716 2026-11-04T10:36:48Z Hookstar1993 89820 સંતશ્રી બ્હ્રામલીન નારાયણ સ્વામી (પૂરું નામ: શક્તિદાન મહીદાન લાંગાવદરા), જેઓ '''નારાયણનંદ સરસ્વતી''' તરીકે પણ જાણીતા હતા, ગુજરાતી ભજનિક, સંતવાણી ગાયક, હાર્મોનિયમ વાદક અને આધ્યાત્મિક સાધક હતા. 906747 wikitext text/x-wiki {{માહિતીચોકઠું વ્યક્તિ | નામ = નારાયણ સ્વામી | મૂળ નામ = શક્તિદાન મહીદાન લાંગાવદરા | અન્ય નામ = નારાયણનંદ સરસ્વતી, નારાયણ બાપુ | જન્મ તારીખ = ૨૯ જૂન ૧૯૩૮ | જન્મ સ્થળ = આંકડીયા, સૌરાષ્ટ્ર | અવસાન તારીખ = ૧૬ સપ્ટેમ્બર ૨૦૦૦ | અવસાન સ્થળ = માંડવી, કચ્છ, ગુજરાત | વ્યવસાય = ભજનિક, સંતવાણી ગાયક, હાર્મોનિયમવાદક | જીવનસાથી = નાથુબા | સંતાનો = ૩ | ગુરુ = સંત હરિહરાનંદજી }} '''નારાયણ સ્વામી''' (મૂળ નામ: શક્તિદાન મહીદાન લાંગાવદરા; ૨૯ જૂન ૧૯૩૮ – ૧૬ સપ્ટેમ્બર ૨૦૦૦) ગુજરાતી ભજનિક, સંતવાણી ગાયક, હાર્મોનિયમવાદક અને સંન્યાસી હતા. તેઓ ''નારાયણનંદ સરસ્વતી'' તથા ''નારાયણ બાપુ'' તરીકે પણ ઓળખાતા હતા. ગુજરાતી ભજન, સંતવાણી અને લોકસંગીતના ક્ષેત્રે તેમણે પોતાની વિશિષ્ટ ગાયકી અને સંગીતસાધના દ્વારા ઓળખ મેળવી હતી. તેઓ કચ્છના માંડવી ખાતે આવેલા ચપલેશ્વર મહાદેવ આશ્રમ તથા જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા આશ્રમ સાથે સંકળાયેલા હતા. તેમના ભજન કાર્યક્રમો ગુજરાતના વિવિધ વિસ્તારો ઉપરાંત અન્ય સ્થળોએ પણ યોજાતા હતા.<ref name="shradha">{{Cite web |title=Shaktidan Mahidan Langavadra – Biography and Family |url=https://www.shradhanjali.com/profile/shaktidan-langavadra-57 |website=Shradhanjali.com}}</ref><ref name="dinvani">{{Cite web |title=સંત વાણીનો સૂરીલો સિંહ નારાયણ સ્વામી |url=https://dinvani.wordpress.com/2014/01/21/સંત-વાણીનો-સૂરીલો-સિંહ-નારાયણ-સ્વામી/ |website=દીનવાણી |date=21 જાન્યુઆરી ૨૦૧૪}}</ref> == પ્રારંભિક જીવન અને જન્મ == નારાયણ સ્વામીનો જન્મ ૨૯ જૂન ૧૯૩૮ના રોજ સૌરાષ્ટ્રના આંકડીયા ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ શક્તિદાન હતું. તેમના પિતાનું નામ મહીદાનજી લાંગાવદરા અને માતાનું નામ જીવુબાબેન લાંગાવદરા હતું. તેમનો પરિવાર આઈ જાનબાઈની પરંપરા સાથે સંકળાયેલો હતો. તેમના પિતા મહીદાનજીને ભજન, છંદ અને દુહા બોલવાનો શોખ હતો. તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા હતા. માતા જીવુબાબેન પણ સાધુ-સંતો પ્રત્યે આદર અને ભક્તિભાવ ધરાવતાં હતાં. પરિવારના ઘરમાં ભજન-કીર્તન અને ધાર્મિક વાતાવરણ રહેતું હતું. શક્તિદાનના બાળપણનો કેટલોક સમય સૌરાષ્ટ્રના ચિતલ નજીક આવેલા ભેલા-ભીલડી ગામમાં વીત્યો હતો. તેમના મોસાળમાં પણ ભજન અને ધાર્મિક પરંપરાનું વાતાવરણ હતું. તેમણે ગુજરાતી ભાષામાં બે ધોરણ સુધી અભ્યાસ કર્યો હોવાનું જીવનવર્ણનમાં જણાવાયું છે. બાળપણથી જ તેમને સંતોનો સમાગમ, ભજન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિશેષ રસ હતો.<ref name="shradha"/><ref name="dinvani"/> == બાળપણમાં સાધુસેવા અને ભજનની શરૂઆત == શક્તિદાન આશરે આઠ વર્ષના હતા ત્યારે ઢસા નજીક ગુંદાળા ગામથી થોડા અંતરે આવેલા રાસવદરના જંગલ વિસ્તારમાં હનુમાનજીના મંદિરમાં રહેતા દિગંબર સાધુ બાલાનંદજી બ્રહ્મચારીના સંપર્કમાં આવ્યા હતા. બાલાનંદજી બ્રહ્મચારી આશ્રમમાં સાધના અને સેવાકાર્ય કરતા હતા. શક્તિદાન દરરોજ પોતાની માતા પાસેથી દૂધ લઈને આશ્રમમાં જતા અને ત્યાં સાધુની સેવા કરતા હતા. તેઓ બાલાનંદજી સમક્ષ ભજન અને છંદ રજૂ કરતા હતા. આ પ્રવૃત્તિ આશરે ચારથી પાંચ વર્ષ સુધી ચાલુ રહી હતી. આ સમયગાળા દરમિયાન શક્તિદાનને ભજન ગાવાની સાથે સંતો અને સાધુઓના જીવનનો નજીકથી પરિચય મળ્યો હતો. તેમના ભજનો સાંભળવા આસપાસના લોકો પણ આશ્રમમાં આવતા હોવાનું જીવનવર્ણનમાં જણાવાયું છે.<ref name="shradha"/><ref name="dinvani"/> == રામદાસબાપુ ગોદડિયા સાથે સંપર્ક == બાળપણ દરમિયાન શક્તિદાનનો પરિચય સ્વામી પ્રેમદાસજી અને તેમના ગુરુ રામદાસજી સાથે થયો હતો. રામદાસજી ઢસામાં શેઠ મોતીલાલ સથરાવાળાની ધર્મશાળામાં આસોપાલવના વૃક્ષ નીચે બિરાજતા હતા. સ્થાનિક લોકો તેમને ''ગોદડિયા બાપુ'' તરીકે ઓળખતા હતા. સ્વામી પ્રેમદાસજી શક્તિદાનને રામદાસબાપુ પાસે લઈ ગયા હતા. ત્યાં શક્તિદાને ભજનો રજૂ કર્યા હતા. તેમના ભજનથી પ્રભાવિત થઈ રામદાસબાપુએ તેમને વધુ ભજન રજૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ શક્તિદાન ગોદડિયા બાપુના આશ્રમમાં વારંવાર જવા લાગ્યા હતા. આ સમય દરમિયાન તેમના ભજન સાંભળનારા લોકોની સંખ્યા વધવા લાગી હતી.<ref name="dinvani"/> == સંતશ્રી હરિહરાનંદજી સાથે પ્રથમ મુલાકાત (૧૯૪૯) == આંકડીયા નજીક આવેલા દેરડી ગામમાં આઈ જાનબાઈની દેરી ખાતે નરનારાયણની મૂર્તિની પ્રતિષ્ઠા નિમિત્તે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સાધુ-સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં સરધારના સંત હરિહરાનંદજી બાપુને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. જૂન ૧૯૪૯માં રામદાસબાપુ સાથે શક્તિદાન આ મહોત્સવમાં ગયા હતા. આ પ્રસંગે તેમને પ્રથમ વખત હરિહરાનંદજી બાપુનાં દર્શન થયાં હતાં. રામદાસબાપુએ હરિહરાનંદજીને શક્તિદાનનો પરિચય કરાવી જણાવ્યું હતું કે તેઓ સારાં ભજનો ગાય છે. હરિહરાનંદજીના આગ્રહથી શક્તિદાને ઉપસ્થિત સાધુ-સંતો અને શ્રોતાઓ સમક્ષ ચાર ભજનો રજૂ કર્યા હતા. તેમના ગાયનથી પ્રભાવિત થઈ હરિહરાનંદજી બાપુએ તેમને સરધાર ખાતેના પોતાના આશ્રમમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું.<ref name="dinvani"/> == સરધાર આશ્રમ અને ગુરુસેવા == સરધાર ગામની બહાર આવેલા હરિહરા આશ્રમમાં ધારેશ્વર મહાદેવનું મંદિર, કાશી વિશ્વનાથ મંદિર અને સંન્યાસાશ્રમ આવેલાં હતાં. હરિહરાનંદજી બાપુ આ આશ્રમમાં સાધના અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરતા હતા. આશરે પંદર વર્ષની ઉંમરે શક્તિદાન હરિહરાનંદજીના આમંત્રણથી સરધાર આશ્રમમાં ગયા હતા. ત્યાં દરરોજ સંતવાણી અને ભજનના કાર્યક્રમો યોજાતા હતા. તેઓ આશ્રમમાં આશરે પંદર દિવસ રોકાયા હતા. આશ્રમના વાતાવરણ અને સંતોના સમાગમથી તેઓ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ હરિહરાનંદજીના સંદેશથી તેઓ ફરી આશ્રમમાં આવ્યા અને આશરે ચાર વર્ષ સુધી ગુરુના સાનિધ્યમાં રહ્યા હોવાનું જીવનવર્ણનમાં નોંધાયું છે. આ સમય દરમિયાન તેઓ ગુરુસેવા, સંતવાણી, શિવપુરાણ અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપતા હતા. હરિહરાનંદજી બાપુ જૂનાગઢની સનાતન ધર્મશાળામાં શિવપુરાણની કથા યોજતા હતા. તેમાં અનેક સાધુ-સંતો ભાગ લેતા હતા. શક્તિદાન પણ ત્યાં સેવા આપતા હતા. એક પ્રસંગે હરિહરાનંદજી બાપુએ શક્તિદાનને રુદ્રાક્ષ આપ્યો હોવાનું જીવનવર્ણનમાં જણાવાયું છે. આ સમયગાળા દરમિયાન તેમનો પરિચય ચારણ સાધુ પ્રેમદાસબાપુ અને કચ્છના પાલુ ભગત જેવા ભજનિકો સાથે થયો હતો.<ref name="dinvani"/> == લગ્ન અને પારિવારિક જીવન == હરિહરાનંદજી બાપુએ શક્તિદાનને લગ્ન કરવાનો આગ્રહ કર્યો હતો. ગુરુની આજ્ઞાને અનુસરીને ઈ.સ. ૧૯૬૨માં તેમના લગ્ન નાથુબા સાથે થયા હતા. લગ્ન બાદ તેમને ત્રણ સંતાનો થયાં હતાં. તેમના સંતાનોમાં એક પુત્રી અને બે પુત્રોનો સમાવેશ થાય છે. * ચંદનબેન * હરેશભાઈ * હિતેશભાઈ લગ્ન અને પારિવારિક જીવન દરમિયાન પણ તેમનો સંતોનો સમાગમ, ભજન અને સંગીત પ્રત્યેનો રસ ચાલુ રહ્યો હતો.<ref name="shradha"/><ref name="dinvani"/> == હાર્મોનિયમની તાલીમ અને સંગીતસાધના == શરૂઆતમાં શક્તિદાન ભજનો ગાતા ત્યારે હાર્મોનિયમ અને તબલાની સંગત અન્ય કલાકારો કરતા હતા. ગુંદાળા ગામમાં રહેતા જીવણ બીજલ રબારી ભજનિક અને હાર્મોનિયમવાદક હતા. તેઓ દૃષ્ટિહીન હોવા છતાં ભજન અને સંગીતમાં કુશળ હતા. શક્તિદાન તેમની પાસે ભજનો સાંભળવા જતા હતા અને પોતે પણ ભજનો રજૂ કરતા હતા. તેમણે જીવણ બીજલ ભગતને હાર્મોનિયમ શીખવવા વિનંતી કરી હતી. જીવણ બીજલ ભગતે તેમને હાર્મોનિયમ શીખવવાનું સ્વીકાર્યું હતું. તેમણે ''જાગો જલારામ વીરપુર નિવાસી'' ભજનની હાર્મોનિયમ પર સંગત શીખી હતી. ત્યારબાદ તેઓ જીવણ બીજલ ભગતનું હાર્મોનિયમ ઘરે લઈ જઈ સ્વાધ્યાય દ્વારા વગાડવાની પ્રેક્ટિસ કરતા હતા. સમય જતાં હાર્મોનિયમ તેમના ભજન કાર્યક્રમોનું મહત્ત્વનું અંગ બન્યું હતું. તેઓ ગાયકીની સાથે હાર્મોનિયમવાદનમાં પણ કુશળતા ધરાવતા હતા. તેમના વિશેના એક પ્રકાશિત લેખમાં તેઓ તબલાવાદન પણ જાણતા હોવાનું નોંધાયું છે.<ref name="shradha"/><ref name="navgujarat"/> == રાજકોટ અને અન્ય સ્થળોએ ભજન પ્રવૃત્તિ == નારાયણ સ્વામી તરીકે ઓળખાતા પહેલાં શક્તિદાન રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ભજન પ્રવૃત્તિ કરતા હતા. રાજકોટના મવડી રોડ પર ફળિયા હનુમાન મંદિર નજીક તેઓ થોડો સમય રહ્યા હતા. ત્યારબાદ શાપર-વેરાવળ નજીક આવેલા પરબવાળા હનુમાન મંદિર સાથે પણ તેઓ સંકળાયા હતા. પરબવાળા હનુમાન મંદિરે દર શનિવારે ભજન યોજવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિમાં સ્થાનિક ભજનપ્રેમીઓ અને અન્ય સાથીદારોનો સહયોગ રહ્યો હતો.<ref name="suresh">{{Cite web |title=નારાયણ સ્વામી – ગુજરાતી પ્રતિભા પરિચય |url=https://sureshbjani.wordpress.com/2013/08/17/narayan-swami/ |website=ગુજરાતી પ્રતિભા પરિચય}}</ref> == સંન્યાસ અને નારાયણનંદ સરસ્વતી નામ (૧૯૬૯) == હરિહરાનંદજી બાપુના અવસાનના સમાચાર મળતાં શક્તિદાનને ઊંડો આઘાત લાગ્યો હતો. તેઓ ગુરુના અંતિમ દર્શન કરવા હલેન્ડા ગયા હતા. ગુરુના અવસાન પછી તેમને વૈરાગ્યની ભાવના વધુ પ્રબળ બની હતી. જીવનવર્ણન અનુસાર, તેમણે ગુરુની સમાધિ પાસે દીક્ષા લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ હરિદ્વારના માયાપુર ગણેશઘાટ ખાતે આવેલા નિરંજન પંચાયતી અખાડામાં સ્વામી ઈશ્વરભારતી દ્વારા તેમને ભગવાં વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યાં હતાં અને ''નારાયણનંદ સરસ્વતી'' નામ આપવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૬૯માં તેમણે સંન્યાસી જીવન સ્વીકાર્યું અને ધાર્મિક સ્થળોની યાત્રા શરૂ કરી હતી.<ref name="dinvani"/><ref name="shradha"/> == લીલાખા આશ્રમ અને તપસ્યા == સંન્યાસ બાદ નારાયણ સ્વામી સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ રહ્યા હતા. રાજકોટ અને શાપર-વેરાવળ પછી તેઓ લીલાખા ગામે ગયા હતા. ત્યાં ગ્રામજનોના આગ્રહથી અને સ્થાનિક આગેવાનોના સહયોગથી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. ઈ.સ. ૧૯૭૦માં લીલાખા ખાતે તેમણે તપસ્યા શરૂ કરી હતી. તેમના જીવનવર્ણન મુજબ તેઓ દિવસ દરમિયાન લાંબા સમય સુધી ઊભા રહી સાધના કરતા હતા અને દિવસમાં એક વખત સાદો ખોરાક લેતા હતા. રાત્રિના સમયે આશ્રમમાં ભજન અને સંતવાણીના કાર્યક્રમો યોજાતા હતા. લીલાખામાં દર પૂનમના દિવસે સંતવાણી યોજાતી હતી. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ હાજરી આપતા હતા. આશ્રમની પ્રવૃત્તિઓનો વિકાસ થયા બાદ સ્થાનિક લોકોએ તેમના નામે કેળવણી ટ્રસ્ટ સ્થાપ્યું હતું અને આશ્રમનું મકાન શાળાની પ્રવૃત્તિ માટે અર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન મુંબઈના ભજનપ્રેમીઓ તરફથી પણ તેમને કાર્યક્રમો માટે આમંત્રણ મળવા લાગ્યાં હતાં.<ref name="dinvani"/> == કચ્છમાં સંતવાણી કાર્યક્રમો (૧૯૭૧) == લીલાખા આશ્રમ દરમિયાન નારાયણ સ્વામીનો પરિચય કચ્છના ભક્તો અને ભજનપ્રેમીઓ સાથે થયો હતો. કચ્છના પીયાકા ગામના લાલજીભાઈ ભાનુશાળીના માધ્યમથી તેમનો પરિચય લાછબાઈ માતા સાથે થયો હોવાનું જીવનવર્ણનમાં જણાવાયું છે. ઈ.સ. ૧૯૭૧માં મોડકુબા ગામે તેમની સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ બાયઠ અને ભોજાય જેવા ગામોમાં પણ ભજન કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો દ્વારા કચ્છ વિસ્તારમાં તેમના શ્રોતાઓનો વર્ગ વધ્યો હતો.<ref name="dinvani"/> == સોનબાઈ માતા સાથેનો પ્રસંગ == લીલાખા ખાતે તપસ્યા દરમિયાન એક વખત સ્થાનિક આગેવાન સામતભાઈના આગ્રહથી નારાયણ સ્વામી કણેરી ખાતે સોનબાઈ માતાનાં દર્શન કરવા ગયા હતા. આ પ્રસંગે સોનબાઈ માતાએ તેમને માતૃઋણ અંગે સમજાવ્યું હતું. તેમણે નારાયણ સ્વામી પાસેથી વચન લીધું કે તેઓ પોતાની તપસ્યા અને ઉપવાસ પૂર્ણ કરશે. નારાયણ સ્વામીએ આપેલા વચનનું પાલન કરીને તપસ્યાની પૂર્ણાહુતિ કરી હતી.<ref name="dinvani"/> == ભજન રેકોર્ડિંગ અને કેસેટો == નારાયણ સ્વામીની સંતવાણી અને ભજનોની લોકપ્રિયતા વધતાં તેમના કાર્યક્રમોનું રેકોર્ડિંગ શરૂ થયું હતું. શરૂઆતમાં તેમના કંઠે ગવાયેલાં ભજનોની ગ્રામોફોન રેકોર્ડ તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ ભજનો સમાવતી લોંગ પ્લે રેકોર્ડ પણ બહાર પાડવામાં આવી હતી. મુંબઈના રેડિયો ઘર સાથે સંકળાયેલા ચંદુભાઈ ઠક્કરે તેમનાં ભજનોનું રેકોર્ડિંગ કરાવ્યું હતું. ઈ.સ. ૧૯૮૨થી રેડિયો ઘર દ્વારા તેમની અનેક કેસેટો તૈયાર કરવામાં આવી હોવાનું જીવનવર્ણનમાં જણાવાયું છે. પાર્લા ખાતેના હરિશભાઈએ પણ તેમના ભજનોની કેસેટો તૈયાર કરી હતી. એચ.એમ.વી. (H.M.V.) કંપની દ્વારા પણ તેમના કાર્યક્રમો રેકોર્ડ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના કાર્યક્રમોમાંથી સંતવાણી અને ભજનોના રેકોર્ડિંગ દ્વારા તેમની ગાયકી વધુ મોટા શ્રોતાવર્ગ સુધી પહોંચી હતી.<ref name="dinvani"/> == મોરારી બાપુ સાથેના પ્રસંગો == નારાયણ સ્વામી અને મોરારી બાપુનો પરિચય કચ્છમાં યોજાયેલા રામચરિતમાનસ પારાયણ અને જ્ઞાનયજ્ઞના કાર્યક્રમો દરમિયાન થયો હતો. કચ્છના ખીડોઈ અને માંડવી ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોમાં નારાયણ સ્વામીની સંતવાણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મોરારી બાપુ તેમના ભજન કાર્યક્રમો સાંભળવા શ્રોતાઓની વચ્ચે બેસતા હતા. ત્યારબાદ તલગાજરડા ખાતે યોજાતી ભાગવત સપ્તાહ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓમાં નારાયણ સ્વામી હાજરી આપતા અને સંતવાણી રજૂ કરતા હતા. કચ્છના વિગોડી ગામે રામચરિતમાનસ પારાયણ દરમિયાન પણ તેમની મોરારી બાપુ સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ મોરારી બાપુ માંડવીના આશ્રમે પણ ગયા હતા.<ref name="dinvani"/> == માંડવી ખાતે ચપલેશ્વર મહાદેવ આશ્રમ (૧૯૭૪) == ઈ.સ. ૧૯૭૪માં નારાયણ સ્વામી લીલાખા આશ્રમ છોડીને કચ્છના માંડવી ખાતે આવ્યા હતા. અહીં ચપલેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા મંદિર અને તેની માલિકીની જમીન તેમને આશ્રમની પ્રવૃત્તિઓ માટે આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ચપલેશ્વર મહાદેવ મંદિર ખાતે આશ્રમની સ્થાપના કરી હતી. આ આશ્રમ તેમના જીવનનું મુખ્ય નિવાસસ્થાન અને સંતવાણી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યો હતો.<ref name="dinvani"/><ref name="shradha"/> === ચપલેશ્વર મહાદેવ મંદિર અને પ્રાણપ્રતિષ્ઠા === આશ્રમની પ્રવૃત્તિઓ સાથે ચપલેશ્વર મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર અને વિકાસ કરવામાં આવ્યો હતો. મે ૧૯૮૪માં મંદિરના જીર્ણોદ્ધાર અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું હોવાનું એક જૂના જીવનવર્ણનમાં જણાવાયું છે. જ્યારે ૨૦૨૫માં નવગુજરાત સમયમાં પ્રકાશિત થયેલા લેખમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ઈ.સ. ૧૯૮૬માં થયાનો ઉલ્લેખ છે. આ બંને તારીખો વચ્ચેનો તફાવત મૂળ ટ્રસ્ટના દસ્તાવેજો દ્વારા ચકાસવાનો બાકી છે.<ref name="dinvani"/><ref name="navgujarat"/> પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગ સાથે મોરારી બાપુની રામકથાનું આયોજન પણ જોડાયેલું હતું. આ કાર્યક્રમમાં સાધુ-સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હોવાનું પ્રકાશિત જીવનવર્ણનમાં જણાવાયું છે.<ref name="navgujarat"/> === સંતવાણી અને ભજન કાર્યક્રમો === ચપલેશ્વર મહાદેવ આશ્રમમાં નારાયણ સ્વામી દ્વારા સંતવાણી અને ભજનના કાર્યક્રમો યોજાતા હતા. આ કાર્યક્રમોમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી ભજનપ્રેમીઓ તથા શ્રોતાઓ ઉપસ્થિત રહેતા હતા. તેમના ભજન કાર્યક્રમો ઘણીવાર રાત્રે શરૂ થઈ સવાર સુધી ચાલતા હતા. કાર્યક્રમોની શરૂઆત ગણેશવંદનાથી થતી હતી અને ત્યારબાદ વિવિધ સંતકવિઓની રચનાઓ રજૂ કરવામાં આવતી હતી. માંડવી ખાતે યોજાયેલા તેમના કાર્યક્રમોનાં જૂનાં ઓડિયો રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે. ઈ.સ. ૧૯૭૯ના એક કાર્યક્રમના રેકોર્ડિંગમાં નારાયણ સ્વામી સાથે તબલાવાદક હુસૈન ઉસ્તાદ અને શહેનાઈવાદક મમી ઉસ્તાદનો ઉલ્લેખ છે. ૧૨ ફેબ્રુઆરી ૧૯૯૧ના કાર્યક્રમના રેકોર્ડિંગમાં તબલાવાદક ઓસમાણ મીર અને શહેનાઈવાદક મમી ઉસ્તાદનાં નામ નોંધાયેલાં છે.<ref>{{Cite web |title=દાસી જીવણનું પ્રસંગ – માંડવી ૧૯૭૯ |url=https://www.youtube.com/watch?v=PFqA33uP2AE |website=જય નારાયણ ઓડિયો}}</ref><ref>{{Cite web |title=જટામાં ગંગાજી અટવાણી – માંડવી ૧૯૯૧ |url=https://www.youtube.com/watch?v=6pmheoosMf8 |website=જય નારાયણ ઓડિયો}}</ref> === અન્નક્ષેત્ર અને ભોજનસેવા === આશ્રમની પ્રવૃત્તિઓમાં ભજન અને સંતવાણી ઉપરાંત અન્નક્ષેત્રની સ્થાપનાનો વિચાર પણ મહત્ત્વનો હતો. કચ્છની યાત્રાએ આવતા સાધુ-સંતો અને ભક્તો માટે ભોજનની વ્યવસ્થા ઊભી કરવાની નારાયણ સ્વામીની ઇચ્છા હતી. આ હેતુથી મોરારી બાપુની વ્યાસપીઠે શ્રી રામચરિતમાનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ૨૩થી ૩૧ ડિસેમ્બર દરમિયાન યોજવાનું નક્કી થયું હતું. કાર્યક્રમમાંથી મળનારા દાન અને ફાળાનો ઉપયોગ અન્નક્ષેત્રની પ્રવૃત્તિ માટે કરવાનો હેતુ હતો. આ પ્રવૃત્તિ માટે ''રામપારાયણ જ્ઞાનયજ્ઞ સમિતિ, માંડવી'' નામની ટ્રસ્ટ સંસ્થાની નોંધણી કરવામાં આવી હોવાનું જૂના જીવનવર્ણનમાં જણાવાયું છે. આશ્રમના સરનામા તરીકે ચપલેશ્વર મહાદેવ આશ્રમ, તળાવવાળા નાકા બહાર, માંડવી (કચ્છ)નો ઉલ્લેખ મળે છે.<ref name="dinvani"/> === ગૌશાળા અને ગૌસેવા === નારાયણ સ્વામીની આશ્રમ પ્રવૃત્તિઓમાં ગૌસેવાને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. ચપલેશ્વર મહાદેવ આશ્રમમાં ગૌશાળાની વ્યવસ્થા વિકસાવવામાં આવી હતી. બીમાર અને અશક્ત ગાયોની સંભાળ તથા તેમના ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. ઈ.સ. ૧૯૭૪ દરમિયાન કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ હતી. તે સમયના જીવનવર્ણન અનુસાર, નારાયણ સ્વામીએ વિવિધ સ્થળોએ ભજન અને સંતવાણીના કાર્યક્રમો યોજ્યા હતા. આ કાર્યક્રમોમાં મળેલી ભેટની રકમ દુષ્કાળ રાહત માટે આપવામાં આવી હતી. અનેક ગામડાંઓમાં ગાયોના ઘાસચારા માટે પણ નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.<ref name="dinvani"/> === આશ્રમની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ === ચપલેશ્વર મહાદેવ આશ્રમમાં મંદિરની દૈનિક ધાર્મિક પ્રવૃત્તિઓ, ભજન, સંતવાણી, અન્નક્ષેત્ર અને ગૌસેવા જેવી પ્રવૃત્તિઓ ચાલતી હતી. આશ્રમમાં આવતા સાધુ-સંતો અને ભક્તો માટે રહેવા તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું જીવનવર્ણનોમાં જણાવાયું છે. આશ્રમની પ્રવૃત્તિઓના કારણે માંડવી કચ્છમાં નારાયણ સ્વામીના ભજન અને સંતવાણીના કાર્યક્રમો માટે જાણીતું કેન્દ્ર બન્યું હતું. == કચ્છના દુષ્કાળ દરમિયાન સેવાકાર્ય == ઈ.સ. ૧૯૭૪ દરમિયાન કચ્છ વિસ્તારમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ હતી. તે સમયના જીવનવર્ણન અનુસાર, નારાયણ સ્વામીએ વિવિધ સ્થળોએ સંતવાણી અને ભજન કાર્યક્રમો યોજ્યા હતા. આ કાર્યક્રમોમાં મળેલી ભેટની રકમ દુષ્કાળ રાહત માટે આપવામાં આવી હતી. આ ઉપરાંત અનેક ગામડાંઓમાં ગાયોના ઘાસચારા માટે પણ નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિ તેમના આશ્રમ સાથે સંકળાયેલી ગૌસેવા અને સામાજિક સેવાકાર્યનો ભાગ હતી.<ref name="dinvani"/> == બીદડા અને જૂનાગઢ આશ્રમ == માંડવી ખાતે આશ્રમની સ્થાપના પહેલાં અને ત્યારબાદ નારાયણ સ્વામીએ કચ્છ તથા સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ આશ્રમની પ્રવૃત્તિઓ વિકસાવી હતી. ઈ.સ. ૧૯૭૬માં તેમણે કચ્છના બીદડા ગામે બીજો આશ્રમ સ્થાપ્યો હતો. આશ્રમનો વિકાસ થયા બાદ તેની વ્યવસ્થા ગામના લોકોને સોંપવામાં આવી હતી. ઈ.સ. ૧૯૭૮માં તેમણે જૂનાગઢમાં પણ આશ્રમ સ્થાપ્યો હતો. આ આશ્રમ ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા ભવનાથ વિસ્તાર સાથે સંકળાયેલો હતો. અહીં સંતવાણી, હરિભજન અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા હતા.<ref name="dinvani"/><ref name="shradha"/> === જૂનાગઢના ભવનાથ આશ્રમની સ્થાપના અને પ્રવૃત્તિઓ === જૂનાગઢમાં ભવનાથ વિસ્તાર ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો ધાર્મિક વિસ્તાર છે. નારાયણ સ્વામી દ્વારા અહીં આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. આ આશ્રમમાં ભજન, સંતવાણી અને સાધુ-સંતોના સમાગમની પ્રવૃત્તિઓ યોજાતી હતી. જીવનવર્ણન અનુસાર, જૂનાગઢના આશ્રમમાં દર વર્ષે મહાશિવરાત્રિના પ્રસંગે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હતા. આ પ્રસંગે આશ્રમમાં આશરે પંદર દિવસ સુધી સંતવાણી અને હરિભજનના કાર્યક્રમો ચાલતા હતા. વિવિધ સ્થળોના સાધુ-સંતો અને ભજનપ્રેમીઓ આ કાર્યક્રમોમાં ભાગ લેતા હતા.<ref name="dinvani"/><ref name="shradha"/> === મહાશિવરાત્રિ અને ભજન-ભોજન કાર્યક્રમો === ભવનાથ વિસ્તાર ગિરનારની તળેટીમાં આવેલો હોવાથી મહાશિવરાત્રિના પ્રસંગે અહીં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને યાત્રાળુઓ એકત્રિત થાય છે. નારાયણ સ્વામીના આશ્રમમાં આ સમય દરમિયાન ભજન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી. આશ્રમની મહાશિવરાત્રિ સંબંધિત પ્રવૃત્તિઓમાં સંતવાણી, હરિભજન અને સાધુ-સંતોની સેવા મુખ્ય હતી. આ કાર્યક્રમો દ્વારા ભજનપ્રેમીઓ તથા ધાર્મિક યાત્રાળુઓને આશ્રમ સાથે જોડાવાની તક મળતી હતી.<ref name="shradha"/><ref name="dinvani"/> === આશ્રમની વ્યવસ્થા અને સંચાલન === નારાયણ સ્વામીના અવસાન પછી ભવનાથ ખાતેના આશ્રમની પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે તેમના અનુયાયીઓ અને સેવકો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આશ્રમની વર્તમાન સ્થિતિ અને સંચાલન અંગેના કેટલાક વર્ણનોમાં મહંત નવલબાનું નામ આવે છે. તેમના દ્વારા આશ્રમના મકાન અને ધૂણાની વ્યવસ્થાને પુનઃજીવિત કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું એક વિડિયો જીવનપરિચયમાં જણાવાયું છે.<ref>{{Cite web |title=નારાયણ સ્વામી આશ્રમ ભવનાથ તળેટી જૂનાગઢ – ભાગ ૧ |url=https://www.youtube.com/watch?v=jXy0ZbIvL0A |website=Sant Premi Channel |date=૨ જાન્યુઆરી ૨૦૨૨}}</ref> ભવનાથ આશ્રમ નારાયણ સ્વામીની સંતવાણી, ભજન અને ધાર્મિક પ્રવૃત્તિઓની પરંપરા સાથે સંકળાયેલું સ્થળ રહ્યું છે. == અમદાવાદમાં કેસેટ વિમોચનનો પ્રસંગ (૧૯૮૩) == ઈ.સ. ૧૯૮૩માં અમદાવાદના સરખેજ વિસ્તારમાં વિશ્વભારતી મંદિરની સ્થાપના અને મૂર્તિપ્રતિષ્ઠાના કાર્યક્રમ સાથે નારાયણ સ્વામીની સંતવાણીની કેસેટોના વિમોચનનો પ્રસંગ જોડાયેલો હતો. આ કાર્યક્રમમાં મોરારી બાપુ અને દ્વારકાના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ઉપસ્થિત રહ્યા હોવાનું જીવનવર્ણનમાં નોંધાયું છે. કેસેટોનું વિમોચન શંકરાચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ દરમિયાન નારાયણ સ્વામીએ ''શંકર તેરી જટામાં'' ભજન રજૂ કર્યું હતું. જીવનવર્ણન મુજબ શંકરાચાર્ય આ ભજનથી પ્રભાવિત થયા હતા અને તેમણે તે ફરીથી રજૂ કરવાની વિનંતી કરી હતી.<ref name="dinvani"/> == ગાયકી અને સંતવાણીની શૈલી == નારાયણ સ્વામીની ગાયકીમાં ગુજરાતી સંતવાણી, ભક્તિગીતો અને પરંપરાગત ભજનોને વિશેષ સ્થાન હતું. તેઓ ભજનની રજૂઆતમાં વિવિધ રાગ અને રાગિણીનો ઉપયોગ કરતા હતા. તેમની સાથે હાર્મોનિયમ અને તબલાની સંગત રહેતી હતી. તેમના કાર્યક્રમોમાં ગંગાસતી, મીરાંબાઈ, નરસિંહ મહેતા, ભોજો ભગત, દાસી જીવણ, પ્રીતમ, કવિ દાદ, કબીર અને અન્ય સંતકવિઓની રચનાઓ રજૂ થતી હતી. તેમની રજૂઆતમાં જાણીતી રચનાઓ ઉપરાંત ઓછા જાણીતા ભજનકારોની રચનાઓને પણ સ્થાન મળતું હતું. તેમના ભજન કાર્યક્રમો ઘણીવાર રાત્રે શરૂ થઈ સવાર સુધી ચાલતા હતા. કાર્યક્રમોની શરૂઆત ગણેશવંદનાથી થતી હતી અને ત્યારબાદ વિવિધ સંતવાણી તથા ભજનોની રજૂઆત કરવામાં આવતી હતી. તેઓ હાર્મોનિયમવાદનમાં કુશળ હતા. તેમના સંગીત વિશેના એક પ્રકાશિત લેખમાં તેમના તબલાવાદનના કૌશલ્યનો પણ ઉલ્લેખ છે. સાહિત્ય અને સંતવાણીના લેખક વસંત ગઢવીએ તેમના વિશેના લેખમાં તેમની વિશિષ્ટ રજૂઆતશૈલી, ભજનોની વિવિધતા અને વિશાળ શ્રોતાવર્ગનો ઉલ્લેખ કર્યો છે.<ref name="vasant">{{Cite web |title=સંતવાણીનું ગુરુ શિખર – નારાયણ સ્વામી |url=https://vasantgadhavi.com/2024/08/08/સંતવાણીનું-ગુરુ-શિખર-નારાયણ-સ્વામી/ |website=વસંત ગઢવી |date=૮ ઓગસ્ટ ૨૦૨૪}}</ref><ref name="navgujarat">{{Cite web |title=ભજનસમ્રાટની ભાવપૂર્ણ વંદના: સંતવાણીના ગુરુશિખર સમાન નારાયણ સ્વામી |url=https://navgujaratsamay.com/heartfelt-tribute-to-bhajansamrat-narayan-swami-the-spiritual-pinnacle-of-santvani/273332.html |website=નવગુજરાત સમય |date=૨૨ મે ૨૦૨૫}}</ref> == જાણીતા ભજનો == નારાયણ સ્વામીના કંઠે રજૂ થયેલી અને તેમના નામ સાથે જોડાયેલી જાણીતી ભજનરચનાઓમાં નીચેની રચનાઓનો ઉલ્લેખ મળે છે: * કૈલાશ કે નિવાસી * ઓધાજી મારા વાલાને * મેં ગોવાલણ તેરી કાનુડા * માનવ નડે છે માનવીને * શંકર તેરી જટામાં * જાગો જલારામ વીરપુર નિવાસી * માફ કરો ને મોરારી * શંભુ શરણે પડી આ રચનાઓના લેખક અને મૂળ રચનાકાર અલગ હોઈ શકે છે. નારાયણ સ્વામી મુખ્યત્વે તેમની ગાયકી અને રજૂઆત માટે જાણીતા હતા.<ref name="vasant"/><ref>{{Cite web |title=વલો કચ્છ: કર મન ભજનનો વેપાર ધણી! તારા નામનો આધાર |url=https://bombaysamachar.com/news/narayan-swami-bhajan-kutch-santisanjivani-giriraj-article |website=બોમ્બે સમાચાર}}</ref> == પુરસ્કાર અને સન્માન == નારાયણ સ્વામીની ભજનગાયકી અને સંતવાણીના ક્ષેત્રે કરેલી કામગીરીને કારણે તેમને વિવિધ સ્થળોએ સન્માન મળ્યાં હતાં. ઈ.સ. ૧૯૯૫માં ગુજરાત સરકાર તરફથી તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હોવાનું ૨૦૨૫માં પ્રકાશિત થયેલા નવગુજરાત સમયના લેખમાં જણાવાયું છે. આ પુરસ્કારની ચોક્કસ સત્તાવાર શ્રેણી અને પ્રમાણપત્રની વિગતોની વધુ પુષ્ટિ જરૂરી છે.<ref name="navgujarat"/> તેમના જીવન અને સંગીતસાધનાનો ઉલ્લેખ વિવિધ જીવનપરિચય અને સ્મૃતિ લેખોમાં પણ કરવામાં આવ્યો છે. == અવસાન == નારાયણ સ્વામીનું અવસાન સપ્ટેમ્બર ૨૦૦૦માં માંડવી, કચ્છ ખાતે થયું હતું. તેમના અવસાનની ચોક્કસ તારીખ અંગે પ્રકાશિત સ્રોતોમાં મતભેદ જોવા મળે છે. કેટલાક જીવનપરિચયોમાં ૧૫ સપ્ટેમ્બરનો ઉલ્લેખ છે, જ્યારે ''બૃહદ્ ગુજરાત પ્રતિભા દર્શન''માં ૧૭ સપ્ટેમ્બર ૨૦૦૦નો ઉલ્લેખ મળે છે. તેથી તેમની અવસાન તારીખની અંતિમ પુષ્ટિ માટે પરિવાર અથવા આશ્રમના મૂળ દસ્તાવેજોનો આધાર જરૂરી છે.<ref name="shradha"/><ref name="book">{{Cite book |last=દેવલુક |first=નંદલાલ બી. |title=બૃહદ્ ગુજરાત પ્રતિભા દર્શન |publisher=અરિહંત પ્રકાશન |year=૨૦૦૩ |page=૫૦૯}}</ref><ref>{{Cite web |title=નારાયણ સ્વામી |url=https://kathiyawadikhamir.com/narayan-swami/ |website=કાઠિયાવાડી ખમીર |date=૨૧ એપ્રિલ ૨૦૧૪}}</ref> તેમના અવસાન પછી તેમના ભજનો, કેસેટો અને સંતવાણીની રજૂઆતો દ્વારા તેમની સંગીત પરંપરા શ્રોતાઓ સુધી પહોંચતી રહી છે. == સ્મૃતિ અને વારસો == નારાયણ સ્વામી ગુજરાતી ભજન અને સંતવાણીના ક્ષેત્રમાં તેમના ગાયન, સંગીતસાધના અને આશ્રમજીવન માટે યાદ કરવામાં આવે છે. તેમના નામ સાથે માંડવીના ચપલેશ્વર મહાદેવ આશ્રમ અને જૂનાગઢના ભવનાથ આશ્રમની પ્રવૃત્તિઓ સંકળાયેલી રહી છે. તેમના અવસાન પછી પણ બંને સ્થળોએ તેમના જીવન અને ભજનસાધના સાથે સંકળાયેલી સ્મૃતિઓ જાળવવામાં આવી છે. ભવનાથ આશ્રમની પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે અનુયાયીઓ અને સેવકો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું પણ નોંધાયું છે. તેમના મૂળ વતન આંકડીયા ગામમાં પરિવાર દ્વારા તેમની સ્મૃતિમાં મૂર્તિ પ્રતિષ્ઠા અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એપ્રિલ ૨૦૨૫માં યોજાયેલા આ કાર્યક્રમમાં મૂર્તિ પ્રતિષ્ઠા, હરિરસ કથા, ભજન અને સંતવાણીના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.<ref>{{Cite web |title=ભજન સમ્રાટ નારાયણ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તેમના વતન આંકડીયા ગામે થશે |url=https://thegreatworld.in/ભજન-સમ્રાટ-નારાયણ-સ્વામી/ |website=The Great World}}</ref> તેમના ભજનોનાં જૂનાં ઓડિયો રેકોર્ડિંગ અને કેસેટો આજે પણ વિવિધ સંગીત સંગ્રહો અને ડિજિટલ માધ્યમોમાં ઉપલબ્ધ છે. આ રેકોર્ડિંગ દ્વારા તેમની ગાયકી અને ગુજરાતી સંતવાણીની પરંપરા નવી પેઢીના શ્રોતાઓ સુધી પહોંચે છે. == સંદર્ભો == <references /> == બાહ્ય કડીઓ == * [https://www.shradhanjali.com/profile/shaktidan-langavadra-57 શક્તિદાન મહીદાન લાંગાવદરા – પરિવાર અને જીવનવર્ણન] * [https://dinvani.wordpress.com/2014/01/21/સંત-વાણીનો-સૂરીલો-સિંહ-નારાયણ-સ્વામી/ સંત વાણીનો સૂરીલો સિંહ નારાયણ સ્વામી] * [https://vasantgadhavi.com/2024/08/08/સંતવાણીનું-ગુરુ-શિખર-નારાયણ-સ્વામી/ સંતવાણીનું ગુરુ શિખર – નારાયણ સ્વામી] * [https://sureshbjani.wordpress.com/2013/08/17/narayan-swami/ ગુજરાતી પ્રતિભા પરિચય – નારાયણ સ્વામી] * [https://www.youtube.com/watch?v=jXy0ZbIvL0A જૂનાગઢ ભવનાથ આશ્રમ – ભાગ ૧] * [https://www.youtube.com/watch?v=eVwUHaxMzPA જૂનાગઢ ભવનાથ આશ્રમ – ભાગ ૨] [[શ્રેણી:ગુજરાતી ગાયકો]] [[શ્રેણી:ગુજરાતી ભજન ગાયકો]] [[શ્રેણી:ભારતીય ધાર્મિક વ્યક્તિઓ]] [[શ્રેણી:૧૯૩૮માં જન્મેલા લોકો]] [[શ્રેણી:૨૦૦૦માં અવસાન પામેલા લોકો]] qa45clu16oxahaht0ll6sydg21ls30l સભ્યની ચર્ચા:Hirenmori888 3 155512 906735 2026-11-03T14:19:41Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 906735 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=Hirenmori888}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૪૯, ૩ નવેમ્બર ૨૦૨૬ (IST) 1tmy4uvw83zr1x7hknv54d8lzmbxfqs સભ્યની ચર્ચા:Chibhdiya jagdish 3 155513 906736 2026-11-03T15:16:41Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 906736 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=Chibhdiya jagdish}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૪૬, ૩ નવેમ્બર ૨૦૨૬ (IST) dnnbg4vdwwfm1mchxivjbewz6rzyqs6 સભ્યની ચર્ચા:Govind Govind chavda 3 155514 906738 2026-11-03T17:14:41Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 906738 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=Govind Govind chavda}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૪૪, ૩ નવેમ્બર ૨૦૨૬ (IST) n9wh0un884mrrcpchjrtdy1kc1rmmgx સભ્યની ચર્ચા:Xocolatl 3 155515 906740 2026-11-03T21:55:35Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 906740 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=Xocolatl}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૩:૨૫, ૪ નવેમ્બર ૨૦૨૬ (IST) g4cehgg1duf02xqtl8w96m04b3iyb6z સભ્યની ચર્ચા:KittyKinkle02 3 155516 906742 2026-11-03T23:00:52Z Mfield 86823 Mfieldએ [[સભ્યની ચર્ચા:KittyKinkle02]]ને [[સભ્યની ચર્ચા:LadyChiru17]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/KittyKinkle02|KittyKinkle02]]" to "[[Special:CentralAuth/LadyChiru17|LadyChiru17]]" 906742 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:LadyChiru17]] dpylthid7tpiklmkomw790y5hd98vre સભ્યની ચર્ચા:KIRTIKANT PURUSHITTAMDAS BHATT 3 155517 906743 2026-11-04T04:26:22Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 906743 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=KIRTIKANT PURUSHITTAMDAS BHATT}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૫૬, ૪ નવેમ્બર ૨૦૨૬ (IST) 6gcumc6aeqsl5xq65wz39nhr7c6xksu દેવેન્દ્ર ગઢવી 0 155518 906745 2026-11-04T08:59:07Z Kavi devgadhavi nanakapaya 89847 પુસ્તક ની માહિતી ઉમેરી 906745 wikitext text/x-wiki દેવેન્દ્ર (દેવ ગઢવી નાના કપાયા) ગઢવી એ હિન્દી, ગુજરાતી, કચ્છી અને વ્રજ ભાષાના કવિ છે. તેઓ કચ્છ, મુન્દ્રા તાલુકા, ગુજરાતના નાના કપાયા ગામના વતની છે. == જીવન == દેવેન્દ્ર ગઢવી ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામના વતની છે. તેમને બાળપણથી જ ગુજરાતી સાહિત્ય અને કવિતામાં રસ હતો. == સાહિત્યિક કાર્ય == તેમની કવિતાઓમાં ફકીરી, મોજ, જીવનની ફિલસૂફી અને પ્રકૃતિ સાથેનો સંવાદ જોવા મળે છે. તેઓ હિન્દી, ગુજરાતી, કચ્છી અને વ્રજ ભાષામાં કવિતા લખે છે. તેઓ માને છે કે "કવિતા એ માત્ર શબ્દોની ગોઠવણ નથી પરંતુ હૃદયના ઊંડાણમાંથી વહેતું લાગણીઓનું ઝરણું છે." == કૃતિ == * મોજ - એ - ફકીરી (કાવ્યસંગ્રહ, ૨૦૨૬) તેમનો કાવ્યસંગ્રહ "મોજ - એ - ફકીરી" ઈ.સ. ૨૦૨૬માં Fanaa Book Publication દ્વારા પ્રકાશિત થયો છે. (ISBN: 979-890136881-7) આ પુસ્તક Google Play Books પર પણ ઉપલબ્ધ છે. == ઓળખ == તેઓ "કવિ દેવ ગઢવી" નામથી ઓળખાય છે. == બાહ્ય કડીઓ == * [https://play.google.com/store/books/details?id=x9X7EQAAQBAJ Google Play Books - મોજ એ ફકીરી] * [https://devgadhavi1983.blogspot.com બ્લોગ] * [[d:Q141738057|Wikidata]] * [https://www.facebook.com/share/1bA1pZF9Pr/ Facebook] * [https://www.instagram.com/p/DeTMmiGy94z/ Instagram] n9z3o3233kxyckiant8gjluqncomhew સભ્યની ચર્ચા:Kavi devgadhavi nanakapaya 3 155519 906746 2026-11-04T08:59:08Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 906746 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=Kavi devgadhavi nanakapaya}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૨૯, ૪ નવેમ્બર ૨૦૨૬ (IST) d04l47oh6q3wv7ypnerjczyyw9t1o9e