વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.1 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૪ 104 72777 221759 221641 2026-05-06T14:45:28Z Meghdhanu 3380 /* Validated */ 221759 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૭૧}}<hr>'''</noinclude> {{gap}}'''ઘણા'''ખરા મનુષ્યો બીજા જીવે છે માટે જ જીવે છે; બીજા સંસાર ચલાવે છે, માટે જ સંસાર ચલાવે છે; બીજાં જે કરે છે, તે પ્રમાણે જ કરે છે. વ્યક્તિગત જરૂરિયાતો એ જીવનનો સાચો પાયો છે, એમ ઘણાને ખબર જ હોતી નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઘાટા''' અરણ્યમાં ચાલી જતી લાંબી લાંબી દંડી જોયા પછી, મને જીવનમાં એક ગહન ડૂબકી મારવાનું મન થાય છે; ભલે પગદંડીના છેડાની પેઠે, એ પ્રયત્નને અંતે ઊંડો નિ:શ્વાસ જ હોય. {{સ-મ| |◎ | }} {{gap}}'''દરેકના''' જીવનમાં અથાગ, અગાધ અને વિવિધ શક્તિ ભરી છે. જે એ શક્તિને જાણતો નથી, તે માત્ર વખત જ કાઢે છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 7biu0xaaro3axceav8w58l7om2hpk2f પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૫ 104 72778 221760 221646 2026-05-06T14:47:20Z Meghdhanu 3380 /* Validated */ 221760 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૭૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''અન્યાય''' ને ન્યાયને માટે જેણે હજારો શબ્દો કહી નાખ્યા છે, એના કરતાં એક પણ હરફ બોલ્યા વિના જેણે અન્યાય સહન કર્યો છે, એ વળી, વધારે મોટો છે; નિર્વીયતાનું ભાન હોય ત્યારે મનુષ્ય જે જલ્પવાદ કરે એના કરતાં પ્રકૃતિસ્થ હોવાથી શાંત રીતે સહન કરે એમાં એનું ગૌરવ છે. મનુષ્ય શું બોલે છે એમાં પરાક્રમ નથી, મનુષ્ય શું ધારીને બોલે છે એમાં પરાક્રમ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''એક''' પણ હરફ બોલ્યા વિના, જે મનુષ્ય સાંખે છે તે, જેણે એક જ હરફ કહ્યો છે, એના કરતાં વધારે હલકો છે; જડની સહનશીલતા નહિ; જીવંતની. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 8khlgd8zvwzr6vaois1l84gte6syfkx પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૬ 104 72779 221761 221649 2026-05-06T14:49:21Z Meghdhanu 3380 /* Validated */ 221761 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૭૩}}<hr>'''</noinclude> {{gap}}'''નિરુપયોગી''' બની ગયેલી વસ્તુ, બીજો ઉપયોગી માને છે, એવું જાણતાં જ ઘણા મનુષ્યો એને ફરીથી ઇચ્છે છે. આ વિચારદારિદ્ર્ય, ઘણું કરીને નફાખાઉ વૃત્તિમાંથી જન્મે છે. ઉપયોગી ન હોય છતાં સસ્તું છે એની ખાતર મનુષ્ય બિનઉપયોગી સંગ્રહ પણ કરે છે. આવો સંગ્રહ એના જીવનવિકાસને રુંધીને એક નિશ્ચિત માર્ગ ઉપરથી એને પાછો પાડે છે. એટલું યાદ રાખવું કે જીવનની સિદ્ધિ, ગાંજાધારી બાવાની નહિ, પણ પોતાને મળેલ શક્તિનો ખરો આવિર્ભાવ, માત્ર સાચી જરૂરિયાતનો જ સંગ્રહ ઇચ્છે છે. ઘણાં મનુષ્યોનાં પુસ્તકાલય એમને જ્ઞાન આપવાને બદલે એમનામાં જ્ઞાન છે એવી ખોટી જાહેર ખબર આપવાનું કામ કરે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''વિનોદ''' માટે, સમયનો દુરુપયોગ અટકાવવા માટે જ્ઞાન એ ઠીક વસ્તુ છે: પરંતુ જીવનનું અતળ ઊંડાણ, જ્ઞાનને નહિ, ચારિત્ર્યબળને જ દેખાય છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> nkayxid0wtvqhzy51x450izk94orf9l પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૭ 104 72780 221762 221650 2026-05-06T14:51:11Z Meghdhanu 3380 /* Validated */ 221762 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૭૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''સાચી''' સિદ્ધિ ગરીબાઈમાંથી જન્મે છે. ગરીબાઈનો એક વિશિષ્ઠ અર્થ આંહીં લેવાનો છે. થોડામાં થોડી પળનો સાચામાં સાચો ઉપયોગ કરી લેવો એ જ સિદ્ધિનોના માર્ગ છે. આવી રીતે થોડામાં થોડી પળને સંગ્રહી લેવાની મનોદશા એ જ ગરીબાઈનો ખરો અર્થ છે. ગરીબ આદમી થોડામાં થોડું, નાનામાં નાનું, નકામામાં નકામું, પણ પોતાની જરૂરિયાત માટે આવશ્યક, એવું સઘળું ભેગુ કરે છે. ગરીબીનો આ સંકેત જીવનસિદ્ધિનો સાચો માર્ગ બતાવે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''વસ્ત્રની''' કરચલી પાડી હોય તેવાં શરદનાં વાદળાં જોઈ ને વૈભવહીન થયેલું, દુ:ખ ભર્યું, ભલું અને સુંદર મોં કોને નથી સાંભર્યુંં ? {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> clgb58vmhwosvnmwaz0k61fckxumvok પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૮ 104 72781 221763 221651 2026-05-06T14:52:50Z Meghdhanu 3380 /* Validated */ 221763 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૭૫}}<hr>'''</noinclude> {{gap}}'''દુઃખને''' જીતવાની વિક્રમ વૃત્તિ ન આપે તો કાંઈ ફિકર નથી. હસતે મોંએ દુ:ખ સહન કરવાની શક્તિ ન આપે તો પણ કાંઈ ફિકર નહિ. {{gap}}દુ:ખની પર જવાની પરમહંસ અવસ્થા ન મળે તો પણ કાંઈ નહિ. {{gap}}એ ત્રણેમાંથી એકે ન મળે, તો કાંઈ જ વાંધો નથી: પણ આટલું તો આપજે કે, હસતે મોંએ હું દુ:ખ તો સહન કરી શકું; હરેક જગ્યાએ હરઘડીએ દુ:ખ ગાનારી, ખંજર કરતાં વધુ તીવ્ર ખોટાં આશ્વાસન મેળવનારી, પામર વૃત્તિમાંથી તો હું ઉગરી જાઉં. બસ; એટલું થાય તો પછી કાંઈ જ કહેવાનું નથી. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 9qeaykufcuiu0qsmndq5qgonpy5o1ad પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૯ 104 72782 221764 221652 2026-05-06T14:55:05Z Meghdhanu 3380 /* Validated */ 221764 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૭૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''પૈસા''' આપવા માટે તેં અક્કલહીન મનુષ્યો ગોત્યાં. બુદ્ધિનો ચમત્કાર રાજદ્વારી પુરુષોને સોંપ્યો. લાગણી, સંગીત ને પ્રેમ સ્ત્રીને આપ્યાં. અને મને માત્ર આટલું પણ ન આપ્યું ? લીલાછમ ડુંગરા ઉપર બેસીને જીવનભર વાંસળી વગાડવાનું ? {{સ-મ| |◎ | }} {{gap}}'''ગાઢ''' તિમિરને ભેદીને ચમકતી વીજળી વધારે શક્તિમાન હશે, પણ ગાઢ અંધકારમાં એકલો સ્થિર અને શાંત પ્રકાશતો દીપક વધારે સુંદર છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''મહત્ત્વાકાંક્ષા''' એ દોષ નથી; મહત્ત્વાકાંક્ષા છુપાવવી એ દોષ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''અંતઃકરણને''' કેળવણી આપ્યા વિના કોઈ પણ મનુષ્ય મહાન બની શકતો નથી. મહાન બનવું અને મહાન દેખાવું એ બેની વચ્ચે જીવન અને મૃત્યુ જેટલો તફાવત છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> tvooymjaft5px9tjn5j2gj6g9zwmh3p પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૦ 104 72783 221765 221672 2026-05-06T14:59:04Z Meghdhanu 3380 /* Validated */ 221765 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૭૭}}<hr>'''</noinclude> {{gap}}'''બુદ્ધિનો''' મોહ નથી; ઘણા ખરા બુદ્ધિશાળીઓ હરરોજ એક એક મૃત્યુ પામે છે. લાગણીની તમન્ના નથી; એણે ઘણાને છેતર્યા છે. કલ્પના, પાણીના પરપોટા જોયા પછી, કોને ગમે? માગવાનું તો આટલું જ છે : રસભર્યો સંયમ. બાવળના સૂકા ઠુંઠા જેવો, વૈયાકરણી કવિતા વાંચે તેવો, સંયમ ન આપતો; એના કરતાં તો મને મારા સ્વચ્છંદમાં જ ફના થઈ જવા દેજે. અથવા, રેતીના મેદાન જેવો, વાણિયાની તાજવા પર રહેલી નજર જેવો, સંયમ ન આપતો; એનાં કરતાં તો મને મારા વિલાસ, કે જે કાંઈ હોય તે, ભલે ફના કરી નાખે. આપજે તો બન્ને આપજે; રસ પણ આપજે; સંયમ પણ આપજે. એકલા સૂકા સંયમથી તો પાપી બનેલું જિગર મારે નથી જોઈતું: કાં તો બન્ને મેળવીશ અથવા એકે નહિ રાખું. {{સ-મ| |◎ | }} {{gap}}'''મુડદું''' જોઈને શું રડો છો ? હેતુ વિનાના જીવનની દરેકે દરેક પળ એક એક મુડદું છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> mlw1epampjftxazgn4ckcsibbbh3glv પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૧ 104 72784 221766 221673 2026-05-06T15:05:43Z Meghdhanu 3380 /* Validated */ 221766 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૭૮||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''નાના''' નાના વિજયમાં હંમેશાં રાચવા કરતાં, એકાદ સ્વપ્ન ઘડીને પોતાની બધી શક્તિ, આગ્રહ ને પુરુષાર્થ તેની પાછળ ખરચી નાખવાં, એમાં કંઈ ઓર મજા નથી ? {{સ-મ| |◎ | }} {{gap}}'''જે''' મનુષ્ય જીવનની સઘળી અશાંતિ ભવિષ્યની એક શાંત પળને માટે જ વેઠી લે છે, તે સાચી શાંતિ મેળવે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''હરામખોરમાં''' હરામખોર વકીલને હંફાવનારી હરામખોરી, એ આજની વ્યવસ્થાશક્તિ માટે અનિવાર્ય વસ્તુ થઈ પડી છે. એ હરામખોરી એક તરફ કર્મયુગનું બીજ રોપી શકશે. બીજી તરફ સત્તા, પ્રતિષ્ઠા, દંભ ને શઠતાનાં બીજ રોપશે. શુભ હેતુ માટે ધારણ કરેલી હરામખોરી વિના આજની એક પણ સંસ્થા–એક પણ તંત્ર–એક પણ રાજકીય પ્રવૃત્તિ ચાલી શકે જ નહિ. આ યુગનો પ્રધાન વાસ વિષ્ણુગુપ્તને ત્યાં છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 4iuebul3wxm5kx2h6lk568ycofqjnqc પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૨ 104 72785 221767 221674 2026-05-06T15:08:35Z Meghdhanu 3380 /* Validated */ 221767 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૭૯}}<hr>'''</noinclude> {{gap}}'''જ્યાંસુધી''' કોઈ એકાદ સત્યની ઝાંખી કરવા મન તૈયાર નથી ત્યાંસુધી જ મનુષ્યને આરામ છે, શાંતિ છે : નિષ્ક્રિય આનંદ છે. એ નિષ્પ્રાણ શાંતિને હલાવનારી પળ જેણે કોઈ દિવસ અનુભવી નથી, તેને મૃત્યુ જ નથી. જેને જીવન જ ન હોય પછી એને મૃત્યુ શું ? {{સ-મ| |◎ | }} {{gap}}'''ધર્મ''' સમાજમાં ત્રણ સ્વરૂપે રહે છેઃ શક્તિ રૂપે, આશ્વાસન રૂપે, વ્યાધિ રૂપે. નિષ્કામવૃત્તિવાળાને એ અદ્‌ભુત શક્તિ આપે છે. ગમે તેવી નિરાશ પરિસ્થિતિમાં પણ આશાનું બિંદુ બતાવીને, આશ્વાસન રૂપે, એ અનેક સાદા ભોળા અજ્ઞાન માણસોનો શ્વાસોચ્છવાસ છે. રોગરૂપે એ લાખો અને કરોડો માણસોનો વંશપરંપરાગત માનસિક દોષ છે. એવો દોષ કે જેમાં દલીલ કામ ન કરે, બુદ્ધિ સમજાવી ન શકે, સાચી લાગણી જાગ્રત ન બને. જીવનમાં બળ પૂરવાને માટે અથવા જીવનના દોષ ધોવાને માટે જ્યારે ધર્મનો ઉપયોગ નથી થતો ત્યારે પછી ધર્મ કેવળ આનુવંશિક રોગ બની જાય છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> gyg4i0jlzra9lu1if4e87zsxayfa87p પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૩ 104 72786 221768 221675 2026-05-06T15:10:41Z Meghdhanu 3380 /* Validated */ 221768 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૮૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''શક્તિપૂજા''' પ્રજામાં જગાડવી અને સાચી શક્તિને સંયમની એ પાળોની વચ્ચે વહેતી કરવી એ જ પ્રશ્ન હમેશાં હરકોઈ પરિવર્તનમાં મોખરે હોવો જોઈએ. {{સ-મ| |◎ | }} {{gap}}'''નિરાશા''' એ નવરાશમાંથી જન્મતી માનસિક નબળાઈ છે. જેમ પ્રયત્નનો છેડો નથી, તેમ આશાનો પણ ખરી રીતે છેડો નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''દોષ''' હોય છતાં દેખાતો ન હોય તો માણસ પોતાને સહીસલામત માને છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''અનુકરણની''' વૃત્તિ એ હલકા પ્રકારની સ્પર્ધા છે. જીવનનાં ઘણાં દુ:ખ આ વૃત્તિમાંથી જ જન્મે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''યોગ્યતા''' વિનાના અધિકારીઓના હાથમાં સત્તા આપવી, એ પતનનો ટૂંકામાં ટૂંકો ને સહેલામાં સહેલો માર્ગ છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> g6rap1b9xkqo3lwaqs1ugt6zdof0mal પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૧૨ 104 72805 221773 221287 2026-05-06T15:57:28Z Snehrashmi 2103 /* Proofread */ 221773 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૯૯}}<hr>'''</noinclude> {{gap}}'''સાધુતા''' એટલે સંચય કરેલી સંયમિત શક્તિ. એમાંથી ક્યાં કેટલી કેવી રીતે વાપરવી એવો વિવેક એમાં સહજ જ હોય છે. અશક્તિ — તનની કે આત્માની — સાધુતા સાથે સંગત નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''પ્રેમના''' કરતાં વધારે કાંઈ નથી પણ પ્રેમ જ્યારે વિકાર પામે ત્યારે એના કરતાં વધારે અધમ પણ કાંઈ નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનની''' નવી વ્યવસ્થા તમને કોઈ પળે જરૂરી નથી લાગી ? જો એવું હોય તો તમે એક પળ પણ જીવ્યા નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''બન્ને''' તરફનાં ‘અતિ’ ભલે જુદી જુદી અસર કરે પણ પરિણામ તો એક જ લાવે છે. અતિશય ઠંડી કે અતિશય ગરમી મરણ ઉપજાવે છે; ફેર એમની ઘા કરવાની રીતમાં જ છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 78t3l7rv32nqo1kncb2ecrw4phc002k 221777 221773 2026-05-06T16:16:48Z Amvaishnav 156 /* Validated */ 221777 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૯૯}}<hr>'''</noinclude> {{gap}}'''સાધુતા''' એટલે સંચય કરેલી સંયમિત શક્તિ. એમાંથી ક્યાં કેટલી કેવી રીતે વાપરવી એવો વિવેક એમાં સહજ જ હોય છે. અશક્તિ — તનની કે આત્માની — સાધુતા સાથે સંગત નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''પ્રેમના''' કરતાં વધારે કાંઈ નથી પણ પ્રેમ જ્યારે વિકાર પામે ત્યારે એના કરતાં વધારે અધમ પણ કાંઈ નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનની''' નવી વ્યવસ્થા તમને કોઈ પળે જરૂરી નથી લાગી ? જો એવું હોય તો તમે એક પળ પણ જીવ્યા નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''બન્ને''' તરફનાં ‘અતિ’ ભલે જુદી જુદી અસર કરે પણ પરિણામ તો એક જ લાવે છે. અતિશય ઠંડી કે અતિશય ગરમી મરણ ઉપજાવે છે; ફેર એમની ઘા કરવાની રીતમાં જ છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 9szyh0rl1i5cfg7iuwmofm833bltnt7 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૧૩ 104 72806 221774 221288 2026-05-06T16:00:22Z Snehrashmi 2103 /* Proofread */ 221774 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{rh|૧૦૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''હજારો''' સાધારણ માણસો જે વ્યવહાર કરે છે તે–તેવી જ રીતે કરવો એનું નામ મૃત્યુ. એમાં વ્યક્તિત્વનો વિચાર નથી ને સમિષ્ટ માટે ફના થઈ જવાની તમન્ના નથી. એમાં વિચારહીન યાંત્રિક ગતિ છે. એટલે જ એનું નામ મૃત્યુ. {{સ-મ| |◎ | }} {{gap}}'''જગત''' જેને માન આપે છે તેની પહેલાં મશ્કરી કરે છે. જગતની મશ્કરી સહન કરવા છતાં કુમાશ નહિ ગુમાવવાની શક્તિ એનું નામ સાધુતા. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનની''' નિષ્ફળતા—આના કરતાં વધારે મોટી હોઈ શકે ખરી ?–ચિત્તની એ પ્રસન્નતા જે ફૂલમાં સુગંધરૂપે ને બાળકમાં અકારણ નિર્દોષ હાસ્યરૂપે વસી રહી છે–મોટપણે કોઈ પણ દિવસ એની ઝાંખી થયા વિના જીવન પૂરું થાય—આના કરતાં વધારે મોટી નિષ્ફળતા હોઈ શકે ખરી ? {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> nngpo44sv16v63lj26uzuf3udw2wqrb 221778 221774 2026-05-06T16:17:37Z Amvaishnav 156 /* Validated */ 221778 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{rh|૧૦૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''હજારો''' સાધારણ માણસો જે વ્યવહાર કરે છે તે–તેવી જ રીતે કરવો એનું નામ મૃત્યુ. એમાં વ્યક્તિત્વનો વિચાર નથી ને સમિષ્ટ માટે ફના થઈ જવાની તમન્ના નથી. એમાં વિચારહીન યાંત્રિક ગતિ છે. એટલે જ એનું નામ મૃત્યુ. {{સ-મ| |◎ | }} {{gap}}'''જગત''' જેને માન આપે છે તેની પહેલાં મશ્કરી કરે છે. જગતની મશ્કરી સહન કરવા છતાં કુમાશ નહિ ગુમાવવાની શક્તિ એનું નામ સાધુતા. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનની''' નિષ્ફળતા—આના કરતાં વધારે મોટી હોઈ શકે ખરી ?–ચિત્તની એ પ્રસન્નતા જે ફૂલમાં સુગંધરૂપે ને બાળકમાં અકારણ નિર્દોષ હાસ્યરૂપે વસી રહી છે–મોટપણે કોઈ પણ દિવસ એની ઝાંખી થયા વિના જીવન પૂરું થાય—આના કરતાં વધારે મોટી નિષ્ફળતા હોઈ શકે ખરી ? {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> egxanhfdfyz74w2hid61fymgcuibbkl પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૧૪ 104 72807 221775 221289 2026-05-06T16:04:33Z Snehrashmi 2103 /* Proofread */ 221775 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૦૧}}<hr>'''</noinclude> {{gap}}'''હૃદયનું''' અતળ ઊંડાણ–એમાંથી જન્મતી શ્રદ્ધા–એણે હજારો બુદ્ધિવાદીઓને ધૂળ ચાટતા કર્યા છે. પણ ખરી મુશ્કેલી અંધશ્રદ્ધા, અશ્રદ્ધા, ને શ્રદ્ધા– એ ત્રણે વચ્ચે દોરાયેલી સોનેરી રૂપેરી રેખા શોધી કાઢવામાં રહી છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''કોઈ''' પણ વિષયમાં જ્યારે મનુષ્યો સિદ્ધાંતને બદલે સગવડતા શોધે છે, ત્યારે એ વિષય સડી ગયેલા ધાન્ય જેવો નિર્માલ્ય બની જાય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઉપહાસ''' ? હાં, હાં, મૂર્ખાઓને કબજે રાખનારું અને શક્તિશાળીઓને ઉત્તેજન આપનારું સમાજે સજેલું શસ્ર. ઘણાઓને એ હંફાવે છે એ ખરું: પણ સાચી શક્તિ પાસે એ પોતે જ નમે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ક્રોધ''' ? અશક્તિનો મોટેથી કરેલો સ્વીકાર. એ સિવાય એનો બીજો કાંઈ જ અર્થ નથી. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> ahp8ygbz0xdsbay8sunx7unox2s2zcc 221779 221775 2026-05-06T16:18:42Z Amvaishnav 156 /* Validated */ 221779 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૦૧}}<hr>'''</noinclude> {{gap}}'''હૃદયનું''' અતળ ઊંડાણ–એમાંથી જન્મતી શ્રદ્ધા–એણે હજારો બુદ્ધિવાદીઓને ધૂળ ચાટતા કર્યા છે. પણ ખરી મુશ્કેલી અંધશ્રદ્ધા, અશ્રદ્ધા, ને શ્રદ્ધા– એ ત્રણે વચ્ચે દોરાયેલી સોનેરી રૂપેરી રેખા શોધી કાઢવામાં રહી છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''કોઈ''' પણ વિષયમાં જ્યારે મનુષ્યો સિદ્ધાંતને બદલે સગવડતા શોધે છે, ત્યારે એ વિષય સડી ગયેલા ધાન્ય જેવો નિર્માલ્ય બની જાય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઉપહાસ''' ? હાં, હાં, મૂર્ખાઓને કબજે રાખનારું અને શક્તિશાળીઓને ઉત્તેજન આપનારું સમાજે સજેલું શસ્ર. ઘણાઓને એ હંફાવે છે એ ખરું: પણ સાચી શક્તિ પાસે એ પોતે જ નમે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ક્રોધ''' ? અશક્તિનો મોટેથી કરેલો સ્વીકાર. એ સિવાય એનો બીજો કાંઈ જ અર્થ નથી. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 6mnzo4vktxyosifc7ts4dhq8m5tovdg પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૧૫ 104 72808 221776 221290 2026-05-06T16:08:14Z Snehrashmi 2103 /* Proofread */ 221776 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{rh|૧૦૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જેમાંથી''' પ્રજાના આદર્શો ઘડાય એનું નામ સાહિત્ય. {{સ-મ| |◎ | }} {{gap}}'''અરધી''' સમજણથી બાંધેલો મત માણસને જે દુઃખ આપે છે, તે દુઃખ પાસે દુનિયાનાં બીજાં દુઃખ કુછ વિસાતમાં નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઉદારતા''' ? જે માણસને જે વિષયમાં રસ ન હોય તેમાંથી એ વિનીત ભાવે દૂર ખસી જાય તે. રાષ્ટ્રીય જીવનમાં તો એના જેવી મોટી બીજી કોઈ ઉદારતા નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''જે''' ન સમજાય તે સઘળું મશ્કરી પાત્ર છે એ માનસ, અભિમાનનું ને ઉછરતી જુવાનીનું. {{સ-મ| |◎ | }} {{gap}}'''શક્તિ''' વિનાની સ્પર્ધા–મનુષ્યજીવનને લાગેલું એ જંતુ એને હણી નાંખે છે: શરીરથી નહિ, મનથી નહિ, આત્માથી. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 3h7akoilhq79jtx1cq90ndzvqin63gs 221780 221776 2026-05-06T16:19:18Z Amvaishnav 156 /* Validated */ 221780 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{rh|૧૦૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જેમાંથી''' પ્રજાના આદર્શો ઘડાય એનું નામ સાહિત્ય. {{સ-મ| |◎ | }} {{gap}}'''અરધી''' સમજણથી બાંધેલો મત માણસને જે દુઃખ આપે છે, તે દુઃખ પાસે દુનિયાનાં બીજાં દુઃખ કુછ વિસાતમાં નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઉદારતા''' ? જે માણસને જે વિષયમાં રસ ન હોય તેમાંથી એ વિનીત ભાવે દૂર ખસી જાય તે. રાષ્ટ્રીય જીવનમાં તો એના જેવી મોટી બીજી કોઈ ઉદારતા નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''જે''' ન સમજાય તે સઘળું મશ્કરી પાત્ર છે એ માનસ, અભિમાનનું ને ઉછરતી જુવાનીનું. {{સ-મ| |◎ | }} {{gap}}'''શક્તિ''' વિનાની સ્પર્ધા–મનુષ્યજીવનને લાગેલું એ જંતુ એને હણી નાંખે છે: શરીરથી નહિ, મનથી નહિ, આત્માથી. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> jzd74y6fvpd1xdelf7d8mixry9dyu31 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૧૬ 104 72809 221781 221291 2026-05-06T16:25:12Z Amvaishnav 156 /* Proofread */ 221781 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૦૩}}<hr>'''</noinclude> {{gap}}'''વિજયગાથા''' એટલે પરાક્રમનાં યશોગાન નહિ અને જીત મેળવનારની પ્રશંસા પણ નહિ : અણનમ રહેલી એકાકી શક્તિનું સ્તવન: એનું નામ વિજયગાથા. {{સ-મ| |◎ | }} {{gap}}'''કેટલાંક''' સૌંદર્ય જુએ છે, કેવળ સૌંદર્યની ખાતર, કેટલાક કેવળ આંખની ખાતર; કેટલાક મધુર લાગણીના કોઈ વિરલ સ્વરની ઝાંખી માટે; કેટલાક વિશ્વવ્યાપી કલાના અંશદર્શન માટે પણ હરિયાળાં ખેતર, વનરાજિમાં ચાલી જતી સુંદર કેડી, ફૂલના ગાલીચા, સમુદ્રતરંગ જેવા ડુંગરા, આસ્માની ઘેરી વાદળીઓથી ભરેલું આકાશ—એ સઘળું જોઈ ને મને તો કેવળ માતાનો ખોળો યાદ આવે છે. એવું થાય છે કે જાણે એ સઘળાં દૃશ્યોમાં વિલીન થઈ જવાની કોઈ શક્તિ મારામાં હોય ! એ દૃશ્યોમાં એકાદ અંશરૂપે, એકાદ રજકણરૂપે ઓતપ્રોત બની જવાની કોઈ તાકાત મારામાં હોય ! {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> fjoo7t0w8e0tapxq4imp6x5nid4ju8d 221787 221781 2026-05-07T03:00:18Z Snehrashmi 2103 /* Validated */ 221787 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૦૩}}<hr>'''</noinclude> {{gap}}'''વિજયગાથા''' એટલે પરાક્રમનાં યશોગાન નહિ અને જીત મેળવનારની પ્રશંસા પણ નહિ : અણનમ રહેલી એકાકી શક્તિનું સ્તવન: એનું નામ વિજયગાથા. {{સ-મ| |◎ | }} {{gap}}'''કેટલાંક''' સૌંદર્ય જુએ છે, કેવળ સૌંદર્યની ખાતર, કેટલાક કેવળ આંખની ખાતર; કેટલાક મધુર લાગણીના કોઈ વિરલ સ્વરની ઝાંખી માટે; કેટલાક વિશ્વવ્યાપી કલાના અંશદર્શન માટે પણ હરિયાળાં ખેતર, વનરાજિમાં ચાલી જતી સુંદર કેડી, ફૂલના ગાલીચા, સમુદ્રતરંગ જેવા ડુંગરા, આસ્માની ઘેરી વાદળીઓથી ભરેલું આકાશ—એ સઘળું જોઈ ને મને તો કેવળ માતાનો ખોળો યાદ આવે છે. એવું થાય છે કે જાણે એ સઘળાં દૃશ્યોમાં વિલીન થઈ જવાની કોઈ શક્તિ મારામાં હોય ! એ દૃશ્યોમાં એકાદ અંશરૂપે, એકાદ રજકણરૂપે ઓતપ્રોત બની જવાની કોઈ તાકાત મારામાં હોય ! {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> otmxg79nvqwoqgraajzhrfakg3n5zrk પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૧૭ 104 72810 221782 221292 2026-05-06T16:32:04Z Amvaishnav 156 /* Proofread */ 221782 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૦૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''મિત્રો !''' જ્યારે પ્રતિષ્ઠાની જરાએ જરા ધૂળ ખરી જશે, એ જ વખતે એ જ વખતે, તમે મને તજી દેશો.. રાખથી ન ઢંકાયલા અગારા અને પ્રતિષ્ઠાનાં અસત્યોમાં ન છુપાયલો મનુષ્ય; આ બન્ને આશ્રય મેળવે છે, કોઈ વિરલ સાધુ સંત પાસેથી જ. {{સ-મ| |◎ | }} {{gap}}'''કોઈ''' ઝાડ નીચે કે ઓશરીમાં શાંતિમાં ભરત ભરતી ખેડૂતની કન્યાને જોયા વિના આ કવિઓ તે શું કાવ્ય કરતા હશે? {{સ-મ| |◎ | }} {{gap}}'''વિહ્વળતાથી''' કરેલી દયા અને વ્યગ્રતાથી આપેલું દાન—ભલેને એ લાખોનાં હોય-પણ એ બન્ને દેખાય છે સદ્‍ગુણો ને છે દુર્ગુણો. {{સ-મ| |◎ | }} {{gap}}'''સહન''' કરવામાં જેટલો સંયમ જોઈએ તેના કરતાં પણ વધારે સંયમ-ઉલ્લાસ માણવામાં જોઈએ. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 5q6696vpduat7uxkoqwlxd2f6258j9b 221788 221782 2026-05-07T03:01:34Z Snehrashmi 2103 /* Validated */ 221788 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૦૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''મિત્રો !''' જ્યારે પ્રતિષ્ઠાની જરાએ જરા ધૂળ ખરી જશે, એ જ વખતે—એ જ વખતે, તમે મને તજી દેશો.. રાખથી ન ઢંકાયલા અગારા અને પ્રતિષ્ઠાનાં અસત્યોમાં ન છુપાયલો મનુષ્ય; આ બન્ને આશ્રય મેળવે છે, કોઈ વિરલ સાધુ સંત પાસેથી જ. {{સ-મ| |◎ | }} {{gap}}'''કોઈ''' ઝાડ નીચે કે ઓશરીમાં શાંતિમાં ભરત ભરતી ખેડૂતની કન્યાને જોયા વિના આ કવિઓ તે શું કાવ્ય કરતા હશે? {{સ-મ| |◎ | }} {{gap}}'''વિહ્વળતાથી''' કરેલી દયા અને વ્યગ્રતાથી આપેલું દાન—ભલેને એ લાખોનાં હોય–પણ એ બન્ને દેખાય છે સદ્‍ગુણો ને છે દુર્ગુણો. {{સ-મ| |◎ | }} {{gap}}'''સહન''' કરવામાં જેટલો સંયમ જોઈએ તેના કરતાં પણ વધારે સંયમ–ઉલ્લાસ માણવામાં જોઈએ. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> j67x191j16wrwm964zd1ik1hk3amqb2 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૧૮ 104 72811 221783 221293 2026-05-06T16:38:54Z Amvaishnav 156 /* Proofread */ 221783 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૦૫}}<hr>'''</noinclude> {{gap}}'''જ્યાં''' સુધી યૌવન છે ત્યાં સુધી જ જીવન છે. ચૌવન એટલે પોતાના વિકાસ માટે નિત્યનો જાગૃત અસંતોષ. આ અસંતોષ વ્યાકુળતા જાણે નહિ; આરામને ઓળખે નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''એક''' ક્ષણની ઊર્મિને વશ કરવાની તાલીમ મેળવવા માટે વર્ષોનાં વર્ષનું જીવનબળ કેળવવું પડે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઇશ્વર''' નથી એમ 'કહેવું' એ સહેલામાં સહેલું છે. ઈશ્વર છે એમ ‘કહેવું' એ વળી એના કરતાં પણ વધારે સહેલું છે; પણ ઈશ્વર ‘છે’ એમ ‘ જાણવું' એ જ અઘરામાં અઘરું છે. ઘણાં માણસો ઈશ્વર ‘છે' એમ કહેવું અને ઈશ્વર 'છે' એમ જાણવું એ બેનો ભેદ સમજતાં જ નથી. ખરી રીતે એમને મન ઈશ્વર છે, એ પરપરાગત રૂઢીવાદ હોઈ, એ વિષે શંકા લેવા જેવું લાગતું જ નથી. ઈશ્વર છે કે નથી, એ શંકા શરૂ થાય એ જ આધ્યાત્મિક જીવનની નિશાની છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> auvbd48p3infmaqjoneww0kd61ktr7n 221789 221783 2026-05-07T03:03:34Z Snehrashmi 2103 /* Validated */ 221789 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૦૫}}<hr>'''</noinclude> {{gap}}'''જ્યાં''' સુધી યૌવન છે ત્યાં સુધી જ જીવન છે. યૌવન એટલે પોતાના વિકાસ માટે નિત્યનો જાગૃત અસંતોષ. આ અસંતોષ વ્યાકુળતા જાણે નહિ; આરામને ઓળખે નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''એક''' ક્ષણની ઊર્મિને વશ કરવાની તાલીમ મેળવવા માટે વર્ષોનાં વર્ષોનું જીવનબળ કેળવવું પડે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઇશ્વર''' નથી એમ ‘કહેવું’ એ સહેલામાં સહેલું છે. ઈશ્વર છે એમ ‘કહેવું’ એ વળી એના કરતાં પણ વધારે સહેલું છે; પણ ઈશ્વર ‘છે’ એમ ‘જાણવું’ એ જ અઘરામાં અઘરું છે. ઘણાં માણસો ઈશ્વર ‘છે’ એમ કહેવું અને ઈશ્વર ‘છે’ એમ જાણવું એ બેનો ભેદ સમજતાં જ નથી. ખરી રીતે એમને મન ઈશ્વર છે, એ પરંપરાગત રૂઢીવાદ હોઈ, એ વિષે શંકા લેવા જેવું લાગતું જ નથી. ઈશ્વર છે કે નથી, એ શંકા શરૂ થાય એ જ આધ્યાત્મિક જીવનની નિશાની છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> eywnakl4rvi8h07twz0d8w19viqibcx પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૧૯ 104 72812 221784 221294 2026-05-06T16:45:31Z Amvaishnav 156 /* Proofread */ 221784 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૦૬}}<hr>'''</noinclude> {{gap}}'''મને''' ત્યારે જ ખબર પડી કે માણસ પાસે જ્યારે કાંઈ જ રહેતું નથી, ત્યારે એનું હૃદય જે આશ્વાસન મેળવે છે, તે સીધું માતાના હૃદયમાંથી ચાલ્યું આવે છે—એ માતા કે જેણે પોતાના અપરિમિત સ્નેહમાં જગતને વિંટાળ્યું છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનનો''' સઘળો થાક જેને છાંયડે માણસ ખંખેરી નાખે છે, તેનું નામ ધર્મ વૃક્ષ. ઊર્મિ ને બુદ્ધિ, એ બે જેનાં દ્વાર પાસે નિત્ય ખડાં રહે છે, ત્યાં અત્યંત વિરલ એવો શ્રી અને સરસ્વતીનો યોગ થાય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''તપ''' વિના પ્રકાશ શક્ય નથી, પ્રકાશ વિના અંતરનો અવાજ શક્ય નથી: નિર્ભયતા વિના સત્ય શક્ય નથી: જીવનના શોધન વિના, હજારો સામાન્યતાઓ ખખેરી નાખવાની શક્તિ સાધ્ય નથી; અને શક્તિ — ચેતન વિના જીવન અને જડતામાં તફાવત નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''અજાણ્યાં''' ને ઊંડાં જળ કાપવામાં વળી કંઈ ઓર મજા છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 90nrx384j4la7sykegr27ikdk8pkpdc 221790 221784 2026-05-07T03:04:53Z Snehrashmi 2103 /* Validated */ 221790 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૦૬}}<hr>'''</noinclude> {{gap}}'''મને''' ત્યારે જ ખબર પડી કે માણસ પાસે જ્યારે કાંઈ જ રહેતું નથી, ત્યારે એનું હૃદય જે આશ્વાસન મેળવે છે, તે સીધું માતાના હૃદયમાંથી ચાલ્યું આવે છે—એ માતા કે જેણે પોતાના અપરિમિત સ્નેહમાં જગતને વિંટાળ્યું છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનનો''' સઘળો થાક જેને છાંયડે માણસ ખંખેરી નાખે છે, તેનું નામ ધર્મ વૃક્ષ. ઊર્મિ ને બુદ્ધિ, એ બે જેનાં દ્વાર પાસે નિત્ય ખડાં રહે છે, ત્યાં અત્યંત વિરલ એવો શ્રી અને સરસ્વતીનો યોગ થાય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''તપ''' વિના પ્રકાશ શક્ય નથી, પ્રકાશ વિના અંતરનો અવાજ શક્ય નથી: નિર્ભયતા વિના સત્ય શક્ય નથી: જીવનના શોધન વિના, હજારો સામાન્યતાઓ ખંખેરી નાખવાની શક્તિ સાધ્ય નથી; અને શક્તિ — ચેતન વિના જીવન અને જડતામાં તફાવત નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''અજાણ્યાં''' ને ઊંડાં જળ કાપવામાં વળી કંઈ ઓર મજા છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 9gmuuznr1de439isr02yxcnhbn987k3 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨૦ 104 72813 221785 221295 2026-05-06T16:53:06Z Amvaishnav 156 /* Proofread */ 221785 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૦૭}}<hr>'''</noinclude> {{gap}}'''અરે''' હિમશૃંગો ! તમારી જોયેલી દુનિયા પણ્ આવી જ હતી ? અર્જુન — દ્રૌપદીનાં ચરણની કાંઈ પણ ઝાંખી તમને રહી જ નથી ? અમને એ મોટાં લાગે છે એ સાચું કે અમે નાનાં બન્યાં છીએ એ સાચું ? અમારી કલ્પના એમને મહારૂપ આપે છે, કે અમારો સાંસ્કારિક ઘસારો એમને નાનાં બનાવે છે? હિંમશૃંગો ! તમને કાંઈક તો યાદ હશે નાં? {{સ-મ| |◎ | }} {{gap}}'''તજવાની''' વૃત્તિ હોય છતાં તજી ન શકાય, ગ્રહણ કરવાની વૃત્તિ હોય છતાં ગ્રહણ ન કરી શકાય એવી જે દ્વિધાવૃત્તિ તે માયા. એનાથી પર જવું એટલે નિશ્ચયાત્મક સિદ્ધાંત સ્વીકારી તે પ્રમાણે વર્તન કરવું—ફના થઈ જતાં સુધી. એવી રીતે ફના થઈ ગયેલા માણસ એટલે વિજયી સરદાર. {{સ-મ| |◎ | }} {{gap}}'''સત્ય''' શોધવાનું છે: શીખવાનું નથી: લેવાનું નથી. એનું દાન થઈ શકે નહિ, પ્રયત્નને અંતે એ દર્શન આપે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> kgrxj77ns4v8uflju4xulquin57ou77 221791 221785 2026-05-07T03:06:34Z Snehrashmi 2103 /* Validated */ 221791 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૦૭}}<hr>'''</noinclude> {{gap}}'''અરે''' હિમશૃંગો ! તમારી જોયેલી દુનિયા પણ આવી જ હતી ? અર્જુન — દ્રૌપદીનાં ચરણની કાંઈ પણ ઝાંખી તમને રહી જ નથી ? અમને એ મોટાં લાગે છે એ સાચું કે અમે નાનાં બન્યાં છીએ એ સાચું ? અમારી કલ્પના એમને મહ્‌દરૂપ આપે છે, કે અમારો સાંસ્કારિક ઘસારો એમને નાનાં બનાવે છે? હિમશૃંગો ! તમને કાંઈક તો યાદ હશે નાં? {{સ-મ| |◎ | }} {{gap}}'''તજવાની''' વૃત્તિ હોય છતાં તજી ન શકાય, ગ્રહણ કરવાની વૃત્તિ હોય છતાં ગ્રહણ ન કરી શકાય એવી જે દ્વિધાવૃત્તિ તે માયા. એનાથી પર જવું એટલે નિશ્ચયાત્મક સિદ્ધાંત સ્વીકારી તે પ્રમાણે વર્તન કરવું—ફના થઈ જતાં સુધી. એવી રીતે ફના થઈ ગયેલો માણસ એટલે વિજયી સરદાર. {{સ-મ| |◎ | }} {{gap}}'''સત્ય''' શોધવાનું છે: શીખવાનું નથી: લેવાનું નથી. એનું દાન થઈ શકે નહિ, પ્રયત્નને અંતે એ દર્શન આપે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> emxgkaqu680giryxnq8iqrk02j5oh6b પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨૧ 104 72814 221786 221296 2026-05-06T17:00:26Z Amvaishnav 156 /* Proofread */ 221786 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૦૮||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જીવનનો''' મર્મ તો આ બે વાક્યોમાં આવી જાય છે : જે મળ્યું હોય તે મેળવી લો. પછી વાઈસરૉય પદથી મેળવે કે ભગલાપગીની કોટડીમાંથી મેળવે—એ માટે, જેણે કાંકરામાં હીરા છુપાવ્યા છે ને હીરામાં કોલસા છુપાવ્યા છે, એને દરકાર નથી. એના શબ્દકોષમાં તો એ બન્ને પદ સરખાં છે. ગમે તે પદ ઉપર હોય, જ્યાં વધારે મનુષ્યત્વ કેળવ્યું એ પદ કીમતી. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનમાં''' મળે છે બન્ને: ગુણ અને દોષ. એને પરિશુદ્ધ કરવાની ઋતુ તે જુવાની; એને અંતે કાં માણુસ વધારે મોટો મૂર્ખ હોય છે; અથવા વધારે સાચો જુવાન હોય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''વાઘની''' ક્રૂરતા ભયકર એટલા માટે છે કે, એનામાં તદ્દન શાંત રહેવાની શક્તિ છે; અને તક આપ્યા પહેલાં દાબી દેવાની ઝડપ છે. કેટલાક મનુષ્યોમાં રહેલી ઠંડી ક્રૂરતા—ખૂની સ્વભાવને મુકાબલે—આટલા માટે જ વધુ ભયંકર ગણાવી જોઈએ. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> hqib8sm7wq9rwootj7268s8smp9q529 221792 221786 2026-05-07T03:07:41Z Snehrashmi 2103 /* Validated */ 221792 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૦૮||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જીવનનો''' મર્મ તો આ બે વાક્યોમાં આવી જાય છે : જે મળ્યું હોય તે મેળવી લો. પછી વાઈસરૉયપદથી મેળવે કે ભગલાપગીની કોટડીમાંથી મેળવે—એ માટે, જેણે કાંકરામાં હીરા છુપાવ્યા છે ને હીરામાં કોલસા છુપાવ્યા છે, એને દરકાર નથી. એના શબ્દકોષમાં તો એ બન્ને પદ સરખાં છે. ગમે તે પદ ઉપર હોય, જ્યાં વધારે મનુષ્યત્વ કેળવ્યું એ પદ કીમતી. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનમાં''' મળે છે બન્ને: ગુણ અને દોષ. એને પરિશુદ્ધ કરવાની ઋતુ તે જુવાની; એને અંતે કાં માણસ વધારે મોટો મૂર્ખ હોય છે; અથવા વધારે સાચો જુવાન હોય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''વાઘની''' ક્રૂરતા ભયંકર એટલા માટે છે કે, એનામાં તદ્દન શાંત રહેવાની શક્તિ છે; અને તક આપ્યા પહેલાં દાબી દેવાની ઝડપ છે. કેટલાક મનુષ્યોમાં રહેલી ઠંડી ક્રૂરતા—ખૂની સ્વભાવને મુકાબલે—આટલા માટે જ વધુ ભયંકર ગણાવી જોઈએ. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> adhq53xhv2m8xkl4xibrnvpny0w86kf પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨૨ 104 72815 221793 221297 2026-05-07T03:30:23Z Snehrashmi 2103 /* Proofread */ 221793 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૦૯}}<hr>'''</noinclude> {{gap}}'''મનુષ્યો'''—ઘણાખરાં મનુષ્યો આનંદને સાધનમાંથી જન્મતી પરિસ્થિતિરૂપે કલ્પે છે અને એ કલ્પના માટે જ સાધનો વસાવવાની ધૂન લગાવે છે. છેવટે એ સાધનો જ એનાં બંધનરૂપ બને છે. જ્યારે આનંદ જે ખરી રીતે એના હૃદય જેટલો જ પાસે છે તે તો વધારે ને વધારે દૂર થતો જાય છે. માનવ સ્વભાવની આ વિચિત્રતાએ ઘણા ફિલસૂફોને હસાવ્યા છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''નિત્યની''' જાગૃતિ વિના જીવનમાં વ્યવસ્થા શક્ય નથી, અને વ્યવસ્થા વિના જીવનમાં વિકાસ શક્ય નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''તારી''' પવિત્રતા તને દોરે : બીજું કોઈ દોરી શકે નહિ ! તારી પવિત્રતા તને રસ્તા બતાવે; બીજું કોઈ રસ્તો બતાવી શકે નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''અદૃશ્ય''' જણાતી ઊર્મિઓ પાસે વિજ્ઞાનનું વિદ્યુતબળ પણ કાંઈ હિસાબમાં નથી. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 0lakid9ny7q6z7qkcjmiyr4lyfeyq32 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨૩ 104 72816 221794 221298 2026-05-07T03:39:09Z Snehrashmi 2103 /* Proofread */ 221794 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{rh|૧૧૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જ્યાં''' સુધી કોઈ પણ કામમાં તું જાતને ગાળી નાખે નહિ ત્યાં સુધી કોઈ પણ કામ તેનું સૌદર્ય તને આપી શકે નહિ—આપવા ધારે તો પણ ! રહસ્યનું દાન થતું નથી; એને તો મેળવવાનું હોય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''આશ્રય''' શોધે છે નાં ?—કે જે મહાન આપત્તિમાં તને આશ્વાસન આપી શકે અને વિપત્તિમાં તને દોરી શકે. એક પૈસો ધર્યે કાંઈ કોઈ મંદિર એવો ‘વેપાર’ કરે ? એકાદ ફૂલ મૂક્યે કાંઈ કોઈ દેવ એવો ‘સોદો’ કરે ? આશ્વાસન એક જ સ્થળેથી મળી શકે. હૃદયમાંથી હૃદય જવાબ ત્યારે જ આપે જ્યારે જીવન પવિત્ર હોય. સઘળા આશ્વાસનની—હરકોઈ આશ્રયની આ રહસ્ય કથા છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''આટલું''' તો ચોક્કસ છે: જીવન દેખાય છે એટલું જ હોય તો આ સઘળી ભયંકર ને ક્રૂર મશ્કરી છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> fu507zuqhag583oqqp6z8soh6olq8h3 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨૪ 104 72817 221795 221299 2026-05-07T03:49:47Z Snehrashmi 2103 /* Proofread */ 221795 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૧૧}}<hr>'''</noinclude> {{gap}}'''હું''' તને મારી નિષ્ફળતાની આજે રહસ્ય કથા કહું. આ હું જ કરી શકું એમ મેં માન્યું જ ન હતું. સઘળા કરે છે. તેમાંનો એક હું. કાર્ય કરતી વખતે હુંકારને આગળ ધરવો ને પરિણામ વખતે હુંકારને ગાળી નાખવો. કાર્યની એ ફિલસૂફ઼ી સમાઈ જ નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''સામાન્યતામાં''' રાચવાની વ્યવહારુ બુદ્ધિએ ઘણા જુવાનોને ઠંડી રીતે હણી નાખ્યા છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જેમ''' સારા કારીગર ખરબચડા પદાર્થોમાંથી મનોરમ સ્વરૂપ સરજાવે છે, તેમ સાચો સાહિત્યકાર ખરખચડા જીવનમાંથી સુંદરમાં સુંદર પ્રસંગો સરજાવીને દુનિયાને છે તેના કરતા વધારે ભવ્ય મનાવે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જુવાની'''–એનું મૃત્યુ ખોટી કોમળ લાગણીમાંથી જન્મે છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> kloj9sox4hobulzc0moxwrolc8v48mf પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨૫ 104 72818 221796 221300 2026-05-07T03:57:28Z Snehrashmi 2103 /* Proofread */ 221796 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૧૨}}<hr>'''</noinclude> {{gap}}'''જ્યારે''' મધરાત પડે છે. ગાઢ અંધારું છવાઈ જાય છે, અને આખી શબ્દસૃષ્ટિ વિરમી જાય છે, ત્યારે અંતરના પડદા આઘે ખસી જઈને હુજારો દિવસ જેના પર વીતી ગયા છે તેવી એક રાત્રિ જાણે બધાથી જુદી પડે છે ને એકલી એકલી યાદ આવે છે. ૨ જ કે સ્ {{સ-મ| |◎ | }} {{gap}}'''તે''' રાત કે જે રાત્રિએ મેં એક ભયંકર જંગલમાં વિસામો લીધો હતો. {{સ-મ| |◎ | }} {{gap}}'''ક્યારેક''' બોલાતા રડ્યાખડ્યા તમરાના શબ્દો સિવાય સઘળું સમસમકાર હતું. ઊંચાં સાગનાં વૃક્ષો, રાત્રિના ખડેપગે ઊભેલા પહેરેગીરો જેવાં, આકાશમાં નજર કરી સ્થિર ઊભાં હતાં. સૃષ્ટિ નિદ્રાધીન હતી. જાગતો હતો માત્ર ધૂણીનો દેવતા અને ધૂણી જગાવનારો એકલડોકલ પેલો ખાખી બાવો! {{સ-મ| |◎ | }} {{gap}}'''સોડિયું''' વાળી ઊભેલી રાત્રી તરફ તેની નજર ન હતી; આકાશમાં ચાલતા તારાની તેને દરકાર ન હતી; એને તો એક જ તમન્ના હતી: દેવતા સંકોરવાની<noinclude></noinclude> i5s51pvnpfu2syqgwuvlcnwoqhmjroc પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૧૬ 104 72917 221771 221757 2026-05-06T15:53:22Z Snehrashmi 2103 /* Validated */ 221771 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|રજકણ||૨૦૧}}<hr>'''</noinclude> {{gap}}'''સ્ત્રીજીવનનો''' આ મહિમા છે કે નાનામાં નાની વાતને પણ એ પ્રેમ વડે મહાન બનાવી શકે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''કેટલીક''' સ્ત્રીઓ મનોરમ વાદળીઓ જેવી હોય છે. મધુર તરુણ કાળે, નિરભ્ર આકાશમાં ફરતી એકાકી વાદળીની જેમ તમને રસથી રંગી દે; ખરેબપોરે તમને છાયાથી છાઈ દે; સંધ્યા સમયે વળી કોઈ અજબ નવદર્શન દઈ તમને સૌંદર્યથી ભરી દે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જંગલના''' કોઈ પણ ખરા પ્રેમીને પૂછો— સુંદર ઝરણું, કોઈ વિશાળ વૃક્ષ, છાયાકેડી, બપોરનાં રમણીય સ્થળો, પ્રભાતે મનોહર લાગતી કુંજો, સાંજે શોભી ઊઠતી વનવાટો, ચાંદનીમાં તેજછાયા ભરેલી વનવાટિકાઓ, એ સઘળું એની કલ્પનામાં હશે; જંગલમાં કેવળ જવું આવવું એ તો હરકોઈ જંગલી મનુષ્ય પણ કરી શકે. પણ જંગલમાંથી જે કાંઈ જ ન લઈ શકે તે માણસે પોતાને જંગલી ગણવો જોઈએ. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> am7i5q0mg0oarchow4nu3edhiorro7j પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૧૭ 104 72918 221769 221531 2026-05-06T15:14:10Z Meghdhanu 3380 /* Proofread */ 221769 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />'''<hr>{{rh|૨૦૨||રજકણ}}<hr>'''</noinclude> સ્ત્રીપુરુષ વચ્ચેનો પ્રેમ પણ આ જંગલપ્રેમ જેવો અદ્‌ભુત અને અનન્ય હોવો જોઈએ, એમાં જીવનવાટની રમણીય લાગતી પળેપળની સમૃદ્ધિ છલકાઈ જવી જોઈ એ. તો જ એ પ્રેમ છે—નહિતર, એ ઠીક હવે, સાથે રહેવાની એક પ્રકારની ટેવ છે. {{સ-મ| |◎ | }} '''દરેક''' જુવાનને વારસામાં પૈસા મળે કે ન મળે એ મહત્ત્વનો પ્રશ્ન નથી : વિદ્યા પણ મળે કે ન મળે: પણ આ એક વસ્તુ તો એને મળવી જ જાઈએ. સંસ્કારી ગરીબી. આળસુ શ્રીમંતાઈ વારસા તરીકે મળે એ ભયંકર વસ્તુ છે: વડકાં કરતી ગરીબી મળે, એ વળી એથી વધારે ભયંકર વસ્તુ છે: પણ સંસ્કારી ગરીબી મળે એ એક જ માર્ગ આધ્યાત્મિક છે. {{સ-મ| |◎ | }} '''બહિર્''' જીવનમાં પુરુષ પરાક્રમી હશેઃ આંતર- જીવનમાં તો સ્ત્રીની તુલનામાં એ ઘણો નિર્મળ માલુમ પડ્યો છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> h1jg2rptc3ltfn1ghho25nkn5kv4f9o 221770 221769 2026-05-06T15:14:45Z Meghdhanu 3380 221770 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />'''<hr>{{rh|૨૦૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''સ્ત્રીપુરુષ''' વચ્ચેનો પ્રેમ પણ આ જંગલપ્રેમ જેવો અદ્‌ભુત અને અનન્ય હોવો જોઈએ, એમાં જીવનવાટની રમણીય લાગતી પળેપળની સમૃદ્ધિ છલકાઈ જવી જોઈ એ. તો જ એ પ્રેમ છે—નહિતર, એ ઠીક હવે, સાથે રહેવાની એક પ્રકારની ટેવ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''દરેક''' જુવાનને વારસામાં પૈસા મળે કે ન મળે એ મહત્ત્વનો પ્રશ્ન નથી : વિદ્યા પણ મળે કે ન મળે: પણ આ એક વસ્તુ તો એને મળવી જ જાઈએ. સંસ્કારી ગરીબી. આળસુ શ્રીમંતાઈ વારસા તરીકે મળે એ ભયંકર વસ્તુ છે: વડકાં કરતી ગરીબી મળે, એ વળી એથી વધારે ભયંકર વસ્તુ છે: પણ સંસ્કારી ગરીબી મળે એ એક જ માર્ગ આધ્યાત્મિક છે. {{સ-મ| |◎ | }} {{gap}}{{gap}}'''બહિર્''' જીવનમાં પુરુષ પરાક્રમી હશેઃ આંતર- જીવનમાં તો સ્ત્રીની તુલનામાં એ ઘણો નિર્મળ માલુમ પડ્યો છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 1bjyuj9pgsj43ejqtiwvmm01djq1oty 221772 221770 2026-05-06T15:54:49Z Snehrashmi 2103 /* Validated */ 221772 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૨૦૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''સ્ત્રીપુરુષ''' વચ્ચેનો પ્રેમ પણ આ જંગલપ્રેમ જેવો અદ્‌ભુત અને અનન્ય હોવો જોઈએ, એમાં જીવનવાટની રમણીય લાગતી પળેપળની સમૃદ્ધિ છલકાઈ જવી જોઈએ. તો જ એ પ્રેમ છે—નહિતર, એ ઠીક હવે, સાથે રહેવાની એક પ્રકારની ટેવ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''દરેક''' જુવાનને વારસામાં પૈસા મળે કે ન મળે એ મહત્ત્વનો પ્રશ્ન નથી : વિદ્યા પણ મળે કે ન મળે: પણ આ એક વસ્તુ તો એને મળવી જ જાઈએ. સંસ્કારી ગરીબી. આળસુ શ્રીમંતાઈ વારસા તરીકે મળે એ ભયંકર વસ્તુ છે: વડકાં કરતી ગરીબી મળે, એ વળી એથી વધારે ભયંકર વસ્તુ છે: પણ સંસ્કારી ગરીબી મળે એ એક જ માર્ગ આધ્યાત્મિક છે. {{સ-મ| |◎ | }} {{gap}}{{gap}}'''બહિર્''' જીવનમાં પુરુષ પરાક્રમી હશે: આંતરજીવનમાં તો સ્ત્રીની તુલનામાં એ ઘણો નિર્મળ માલુમ પડ્યો છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> mkee1v00yqaazngkr37s9ot9g2cm4dt