વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.8
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૧૩
104
73170
222951
222707
2026-06-28T16:20:57Z
Amvaishnav
156
/* Proofread */
222951
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૦૪||સુવર્ણરેખા}}
'''</noinclude>પણ એક પુસ્તક છે. એ પણ જ્ઞાન અનુભવ છે. શબ્દોને એવી રીતે વાપરતાં શીખો કે એ વિશ્વાસ જન્માવે તો વાતાવરણમાં વિશ્વાસની હવા આવશે. સત્તાધીશ
બનો તો તમે જ પહેલાં વ્યવસ્થાના કડક પાલક થઈ રહો. વ્યાપાર કરો તો ખેંચતાણ ન કરો. આનંદ વ્યવહાર સ્થાપો. એ તમને આગળ વધવાનો પંથ
બતાવશે. તક આવે તેનો ઉપયોગ કરો. તક શોવાની ધાંધલ ન કરો.
{{સ-મ| | ★| }}
{{gap}}અતિશય તીક્ષ્ણ શસ્રને વધુ તીક્ષ્ણ ધાર આપવાની ઈચ્છા રાખનારા મૂર્ખ છે. એ શસ્રના પહેલો ઘા એને જ થવાનો છે.
{{સ-મ| |★ | }}
{{gap}}ત્રણ ભેગાં થાય પછી માણસ મગતનો બોલ બોલ કરે છે કે હું મરૂ ત્યારે આમ ને હું મરૂ ત્યારે તેમ....કારણ કે ખરી રીતે એ મરી ગયો છે. કયાં ત્રણ ? સસ્તી કીર્તિ, સસ્તા પૈસા, સસ્તી સત્તા.
{{સ-મ| |★ | }}
{{gap}}જીવનની સાધનાનું અતિમ દૃશ્ય તો આ છે. મેળવવુ. આપવું. અને છોડી દેવું.
{{સ-મ| |★ | }}
{{gap}}બધા રંગ એક સાથે ભેગા કરો, એકે રંગની છટા એમાં નહિ હોય. બધા સ્વર એક સાથે પ્રગટાવો, એકેની મીઠાશ ત્યાં નહિ હોય. બધા રસ એક સાથે માણવા
બેસો, એકેનો આસ્વાદ નહિ મળે. બધું એક સાથે<noinclude></noinclude>
rouaxdic3fnonzwxzq1onc53dzynkw7
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૧૨
104
73171
222950
222708
2026-06-28T16:12:49Z
Amvaishnav
156
/* Proofread */
222950
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |[ ૪૩ ]
જ્ઞાનવાણી | }}

{{gap}}'''પાણીની''' જેમ સજ્જન નિર્મળ છે. પાણી બધાને ઉપયોગી થાય છે. પણ ક્યાંય રાગદ્વેષ પક્ષપાત બતાવતું નથી. તે પોતાના એકાંત વાસમાંથી જનવાસ પ્રત્યે વહે છે. ખરી સજ્જનતા એ છે, જે માગ્યા વિના જાણી લે છે.
{{સ-મ| | ★| }}
{{gap}}જ્યાં રહો ત્યાં રહેઠાણ ને જે સ્થળે રહો તે સ્થળને સુદર સ્વચ્છ બનાવો. એને પવિત્ર રાખો. એ સ્થળમાં જ તમે તમારૂં મદિર ઊભું કરી શકશો.
{{સ-મ| |★ | }}
{{gap}}લાગણી થાય, ત્યારે લાગણીની અગાધતા અનુભવો. તમારૂ હૃદય અગાધ બની રહેશે.
{{સ-મ| |★ | }}
{{gap}}મૈત્રી કેળવો, ત્યારે માણસોની સાથે સાદી, સાચી, સીધી રીતે વર્તન રાખવાની કેળવણી લેતા રહો. એ<noinclude></noinclude>
qrxgqhbjhrfpgt7fzy24u27kbzhqayc
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૨
104
73188
222940
222932
2026-06-28T15:06:15Z
Meghdhanu
3380
/* Validated */
222940
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|હલદીઘાટનું મેદાન !||૧૮૩}}
'''</noinclude>{{gap}}તેના ચહેરા ઉપર હજાર મણ જાણે કાળી મેંશ પથરઈ ગઈ. તેણે હાથ જોડ્યા : ’હું સીસોદિયા ભાણ ! અમે તો તને દેવ ધારીને આંહીં અમારા દેહ તારે આડે દેવા માટે આવ્યા છીએ. આ કામ તારે માટે ન હોય બાપ ! તું રાણો સીસોદિયા વંશી, તને આવો અઘટિત લાભ લેવાનો કામો છાજતો નથી. માનસિંહ ઉપર આવે ટાણે આવી રીતે હલ્લો થાશે તો તારી એકોતેર પેઢીને કાળી ટીલી ચડી જાશે. એણે તો તુરકને છોકરીઓ આપી છે. પણ આ ધંધો તો ખુદ તુરકને પણ શરમાવે તેવો છે ! આ ધંધો કરવો હોય તો રઘુવંશનું નામ તમારી વંશગાથામાંથી કાઢી નાખો !‘
{{gap}}રાણો પ્રતાપ ઝાલારાણાના શબ્દો સાંભળતાં જ લેવાઇ ગયો. પોતાને એક પળ પણ આવો છાનો ખોટો છાપો મારવાનું મન થયું, એનો પારાવાર પશ્ચાત્તાપ એને થઈ ગયો.
{{gap}}એ તરત ચેતક ઉપરથી નીચે આવી ગયો.
{{gap}}‘બાપ ! તું સૂરજવંશી તારે કાંઈ અંધારાના આધારે ચડવાનાં હોય? યુદ્ધ ધર્મનો આધાર રાખવા આજ હાથમાં આવેલી તક તેં જવા દીધી છે, તો ભગવાન એકલિંગજી તારું નામ જુગોજુગ રહી જાય એવું જુદ્ધ તને બતાવશે !’ ઝાલા રાણાએ પ્રતાપને કહ્યું.
{{gap}}અને બીજે જ દિવસે પર્ણાશા નદીને કિનારે ખમણીરગાંવ પાસે રાણા પ્રતાપનું અમરનામ રાખનારું હલદીઘાટનું જગપ્રસિદ્ધ યુદ્ધ શરૂ થયું !
{{સ-મ| |☆ | }}<noinclude></noinclude>
pp0azwdl10rpqgqjkcf3d3gl0p12dci
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૩
104
73189
222941
222921
2026-06-28T15:08:06Z
Meghdhanu
3380
/* Validated */
222941
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |[ ૪૦ ]
શ્રેયસ્ અને પ્રેયસ્ | }}

{{gap}}'''જે''' કાંઈ કરવું તે સમજણ વિના, પરંપરા છે માટે કરવું, અથવા તો બીજા કરે છે માટે કરવું, એવી ટેવ ઘણાખરા માણસોને હોય છે. પણ જે પ્રાજ્ઞ છે તે જાણે છે કે કામ કરવા કરવામાં ઘણો ફેર રહે છે. એક શાસનની જ વાત લ્યો. સુશાસન ચાલતું હોય, તો માણસો જેમ વ્યવસ્થામાં તેમ ભયમાં પણ રહેતાં હોય છે. જાણે છે કે ખોટું કરવું એ પકડાઈ જવા જેવું છે; ફજેતી પામવા જેવું છે. પણ સુશાસનને સ્થળે, સુ સંસ્કારનું રાજ સ્થપાયું હોય તો માણસો નિયમને ભયથી નહિ, પણ પ્રીતિ ભરેલી સમજણથી વળગી રહે છે. બન્નેમાં કામ એક જ છતાં, પરિણામમાં
ઘણો જ ફેર છે. બીજી રીતે વિચાર કરો.
{{gap}}સુશાસનની નજર લોકોના અર્થતંત્ર ઉપર કેન્દ્રિત થયેલી હોય છે. એ જાણે છે કે બહુ જરૂરિયાત વાળા ગરીબ લોકોની વસ્તી પ્રમાણમાં ઓછી હશે, ને દરેકને<noinclude></noinclude>
jegpfjrjyh8oxs4w1ngp24f7l3ov39k
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૪
104
73190
222942
222933
2026-06-28T15:10:52Z
Meghdhanu
3380
/* Validated */
222942
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|શ્રેયસ અને પ્રેયસ્||૧૮૫}}
'''</noinclude>પોતાની જરૂરિયાત પ્રમાણે મળતું હશે, તો એમાં સુશાસનનો વિજય રહ્યો છે. પણ જેમને સંસ્કાર, શાસન બન્નેનો વિજય સ્થાપવો છે, તે જાણે છે કે સુ–શાસન કરતાં પણ એક વસ્તુ ચડે. અને તે લોકો પોતે પોતાને ઓળખે, પોતાના જ નિયમો ઘડે, પોતાનું રાજ પોતે જ ચલાવે. અને પોતે જ પોતાની જાતને નૈતિક બંધનમાં બાંધી રાખે. કોઈ પણ શાસનનો છેવટનો આદર્શ તો આ હોઈ શકે. એ સંસ્કાર રાજ છે. સુ-શાસનથી એ જુદું જ છે, એક ચીની તત્ત્વવેત્તા '''શનની''' વાત છે. જ્યારે એ જંગલોમાં ને નદીઓમાં ફરતો અને સારસ અને હંસ અને હરણાંની મૈત્રી રાખતો ત્યારે એની અને જંગલી પ્રજાની વચ્ચે ઘણો ઓછો તફાવત માલુમ પડતો. જેવી રીતે જંગલી લોકો ઝુપડાં બાંધતા, ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવી લેતા, એક બીજાના ઉપર આધાર ન રાખતાં, પોતાના પ્રદેશમાં તે સ્વયંંપૂર્ણ હતા, તેમ '''શન''', પણ એવું જીવન ગાળતો. પણ જ્યારે એને જ્ઞાન થયું, ત્યારે એની અવસ્થા બદલાઈ ગઈ. પાણીથી ભરપુર નદી, જેમ પોતાની આસપાસ બધું ફળદ્રુપ કરવા માટે છલકાઈ જાય છે, તેમ એનું જ્ઞાન*<ref>* The abundance of an artist.</ref> છલકાઈને બધાના જીવનને ફળદ્રુપ કરવા માટે દોડ્યું.
{{gap}}આ જ રીત સંત સાધુની અને તત્ત્વજ્ઞાનીઓની છે. સંસ્કાર ફેલાવવો એ ખરું શાસન છે. ને તે વધુ<noinclude>

{{reflist}}</noinclude>
7rqqy8cuszv4d78jsj98h2z0v0bhqru
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૫
104
73191
222943
222922
2026-06-28T15:15:55Z
Meghdhanu
3380
222943
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''
{{rh|૧૮૬||સુવર્ણરેખા}}
'''</noinclude>સાચું શાસન છે. સંસ્કારને અર્થ અનુસરે; અને નહિ
કે અર્થને સંસ્કાર અનુસરે.
{{gap}}હવે વ્યવસ્થા લ્યો.
{{gap}}શાસનમાં ઘણા એવા અધિકારીઓ હોય છે જે
વ્યવસ્થાનો દેખાવ કરે છે. કેટલાકને વ્યવસ્થાની ટેવ
હોય છે. કોઈકને વ્યવસ્થા પ્રત્યે પ્રેમ હોય છે. પણ
બહુજ થોડા માણસો જાણે છે કે, વ્યવસ્થા એ સ્વર્ગીય
દૂત જેવી એક અદ્ભુત વસ્તુ છે. માટે એને અંતરંગ
પ્રેમથી સાચવવી ઘટે છે. આવી રીતે વ્યવસ્થાને,
સ્વર્ગીયદૂત સમજનારા લોકો, સ્વર્ગના પંથ ઉપર
રહેનારા છે. એ સમજે છે કે આ શ્રેયસ્ છે. એ
ખરેખરા મહાન પુરુષો છે, જે વ્યવસ્થાને યંત્રવત
નિયમિતતા ન ગણતાં, અંતરંગ સાથે વણાયેલી હવા
ગણે છે. જેમ હવા વિના માણસ જીવી શકે નહિ,
તેમ જ વ્યવસ્થા વિના પણ જીવી શકે નહિ. પોતાની
આવી વ્યવસ્થા પોતા પૂરતી નીપજાવી કાઢવી, એ
પણ એક શાસન કલા જેવી કલા છે. આમાં
દરેક માણસ પોતે પોતાના રાજા અને ન્યાયાધીશ
બને છે. એ પોતે પોતાના કાયદા ઘડે છે. પોતે જ
એ પાળવાનો આગ્રહ રાખે છે. અને પોતે જ એના
ભંગ વખતે દંડનાયક બને છે, એટલે એ પોતે જ
શાસ્તા, રાજા, અને ન્યાયાધીશ છે. એ રીતે દરેક
માણસ પોતાનું રાજ મેળવવાનો આગ્રહ રાખે તો
એમાંથી આંહીં જ સ્વર્ગ ખડું થાય. કારણ કે, એમાં
શ્રેયસ્ના પંથને જ મુખ્ય માનવામાં આવેલ છે.<noinclude></noinclude>
iq6h9jeran3xws7276i24qg1ktsgqte
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૬
104
73192
222944
222923
2026-06-28T15:25:10Z
Meghdhanu
3380
/* Validated */
222944
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''
{{rh|શ્રેયસ્ અને પ્રેયસ્||૧૮૭}}
'''</noinclude>પ્રેયસ્ને મહત્ત્વ અપાયલું નથી. ત્યારે આ પ્રમાણે વસ્તુ
એકની એક દેખાય છતાં તેના કરવા કરવામાં ઘણો જ
દૂરગામી તફાવત રહે છે.
{{gap}}લોકોને શાંત રાખવા, સુશાસન ચલાવવું, આર્થિક
નિયંત્રણ કરવું, એ બધું ઘણું સારું છે. છતાં એ
અંતિમ શ્રેયસ્ નથી. માણસના સ્વભાવમાં રહેલી
અંતર્ગત મહત્તા એ જુદી જ વસ્તુ છે. શાસનના
ઉચ્ચત્તમ અધિકારથી એ પ્રાપ્ત થતી નથી; અને પ્રાપ્ત
થતી નથી એમ પણ નથી. તેમ જ અત્યંત ગરીબીમાં
રહેવાથી એ એનાથી દૂર નાસે છે, કે પાસે આવે છે
એમ પણ નથી.
{{gap}}જે સમજે છે કે માણસનું ઉંચામાં ઉંચું કામ,
બીજા માણસમાં રહેલી માણસાઈને બહાર લાવવાનું છે,
તે જાણે છે કે, કેવળ સ્થાનનું મહત્ત્વ માણસને આકર્ષે,
એ હલકટમાં હલકટ રાજનીતિનો હલકટમાં હલકટ
પાઠ ગણાય. પછી એને ગમે તેટલા ભભકાભર્યાં
વેષાંતરોથી ભજવવાનો ભલે ઢોંગ થતો રહે.
{{gap}}એટલા માટે પોતાને મળેલો વેષ એ જ સર્વોત્તમ
ને સર્વોચ્ચ વેષ છે એમ સમજીને ખરા મહાનપુરુષો
એ વેષને જ ભજવી બતાવવામાં શ્રેયસ્ રહ્યું છે એમ
માને છે.
{{gap}}ચીની તત્ત્વજ્ઞાની યાંગની વાત લ્યો. એણે એક
સિદ્ધાંત બાંધ્યો હતો. જયાં દરેક માણસ પોતે પોતાનો
રાજા છે, ત્યાં જે રાજા હોય તે રાજાને સામાન્ય માણસ
થવાની ઈચ્છા ઉદ્ભવે છે. કારણ કે રાજામાં અને સામાન્ય<noinclude></noinclude>
p88jkjca8j6wi4l29wa9ct5d1fmukp3
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૭
104
73193
222945
222934
2026-06-28T15:27:36Z
Meghdhanu
3380
/* Validated */
222945
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૧૮૮||સુવર્ણરેખા}}
'''</noinclude>માણસમાં તત્ત્વતઃ કાંઈ જ ફેર નથી. જે સુશાસન એ ફેર સ્થાપનારાં છે, એ તો આ વ્યવસ્થામાંથી આપોઆપ અદૃશ્ય થઈ જાય છે. એટલે રાજાને એમ થાય છે કે, સામાન્ય માણસ થવાથી જ એ સારો રાજા થઈ શકશે. અને સામાન્ય માણસ થવું એટલે પોતે પોતાની વ્યવસ્થા ઘડી કાઢવી. એ વ્યવસ્થા એવી હોવી જોઈએ કે બીજાને લેશ પણ અન્યાય કરતી ન હોય. અને પોતાને પણ અન્યાય કરતી ન હોય. માણસ જ્યારે પોતાનું એક જ દૃષ્ટિબિન્દુ મહત્ત્વનું માનતો હોય છે, ત્યારે એ ઘણુખરું પોતાને અને બીજાને અન્યાય કરતો હોય છે.
{{gap}}પણ અનેક દૃષ્ટિબિન્દુઓને અનેક દૃષ્ટિબિન્દુઓથી જોનારો વ્યવસ્થા કોને કહેવાય તે સમજે. ચોરના દૃષ્ટિબિન્દુથી તો ચોરી કરવી એ કર્ત્તવ્ય છે. ભૂખ્યો માણસ દરેક ખોરાકને તંદુરસ્તી આપનારો માને છે. એ એમનું પ્રેયસ્ દૃષ્ટિબિન્દુ છે. પણ શ્રેયસ્ દૃષ્ટિબિન્દુ એનાથી જુદું છે. એ દૃષ્ટિબિન્દુથી એ જે મેળવે છે તે બરાબર છે કે બરાબર નથી, એમ જ્યારે એ જાણે છે, ત્યારે માણસ પોતે પોતાનો રાજા થઈ ૨હે છે.
{{gap}}પણ એમ જાણવું દરેકને માટે નથી. ને દરેક એ જાણતો નથી. એટલે આપણે અર્થતંત્ર, સુ–શાસન, અને બીજી અનેક તરકીબો ગોઠવવી પડે છે.
{{gap}}પણ જેમ ભૂખ્યા માણસને માટે ખોરાક જરૂરી છે, ને એ બહુ ભૂખ્યો ન હોય તો જ ખોરાકને સાચા ખોરાક રૂપે, તેની ખરી કિમ્મત સાથે જોઈ<noinclude></noinclude>
2y6wa7cs2l49oywq5ajxluapzgq7efm
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૦૧
104
73197
222946
222759
2026-06-28T15:44:33Z
Amvaishnav
156
/* Proofread */
222946
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૯૨||સુવર્ણરેખા}}
'''</noinclude>છેલ્લી વિદાય છે.
{{gap}}તે રાતે એ માણસને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એણે એક દેવદૂત જોયો. તેના હાથમાં એક મુદ્રા હતી. આ માણસે તરત જ એ મુદ્રા લઈ લેવા હાથ
લાંબો કર્યો, પણ એક તસુ ફેર માટે દેવદૂત આઘો રહી ગયો.
{{gap}}એટલે એ જરાક આગળ સર્યો. વળી એકાદ તસુનું અંતર રહી ગયું ! એટલે એ વધારે આગળ સર્યો. પણ અંતર ઓછું થવાને બદલે, હતું તેટલું જ રહ્યું હતુ. એક જ તસુ !
{{gap}}આ વખતે એણે એ એક તસુનું અંતર્ કાપી નાખવા માટે, એક હાથ જેટલું આગળ સરવાનું કર્યું.
{{gap}}એણે માન્યુંં કે મુદ્રા હાથમાં આ આવી પડી, પણ ના, પોતે પહોંચી વળે તેનાથી બરાબર એક તસુ છેટે, મુદ્રા ધારીને હજી દેવદૂત ઊભો હતો !
{{gap}}એટલે આ માણસ વિચારમાં પડી ગયો. તેને લાગ્યું કે આ એક તસુના અંતરમાં કાંઈક કરામત છે. પણ એવું કાંઇ જણાયું નહિ. એને લાગ્યું કે એક વખત એ બરાબર પ્રમાણ ભાન રાખીને યત્ન કરે તો મુદ્રા હાથમાં આવી પડે !
{{gap}}એટલે એણે આગળનું માપ કાઢ્યું. ચારે તરફ બારિકીથી જોયું. દેવદૂતના પાછળ જવાની જગ્યા તપાસી, મુદ્રા કેટલે ઉચે હતી તે જોયું. પોતે ક્યાં હતો તે બરાબર નિરીક્ષણ કર્યું, ને અચાનક કૂદીને જ મુદ્રા ઝડપી લેવા માટે એ આગળ કુદ્યો.! પણ દેવદૂત<noinclude></noinclude>
magi0l7fv718c082buypjo727g0embk
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૦૨
104
73198
222947
222760
2026-06-28T15:52:04Z
Amvaishnav
156
/* Proofread */
222947
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|જરાક જ તૃષ્ણા !|૧૯૩}}
'''</noinclude>ખડખડાટ હસતો ત્યાં ઊભો હતો, ને મુદ્રા એનાથી બરાબર એક તસુ જ છેટે ચમકી રહી હતી! હવે તો એનો ચળકાટ પણ વધુ આકર્ષક બન્યો હતો !
{{gap}}પરંતુ પોતાનો છેલ્લો પ્રયત્ન પણ અફળ ગયો તે જોઇને એને લાગી આવ્યું હતું. એટલે હવે એ વિષણ્ણ વદને મુંગો ઊભો રહ્યો.
{{gap}}એ જોઇને દેવદૂતે કહ્યું: 'હે માનવ ! સમજે તો આમાં જ તારે સમજવા જેવું છે ! છેક છેવટનો માર જ માણસને મારે છે !'
{{gap}}એટલું બોલીને પેલો દેવદૂત અદૃશ્ય થઈ ગયો.
{{gap}}શ્રીમંત તો બીજે દિવસે પોતાના કાર્ય સ્થાને ગયો. એને હજી સ્વપ્નાની વાત યાદ આવ્યા કરતી હતી. એ ઉતાવળે આજનો કાર્યક્રમ આટોપી લેવા માટે જ આવ્યો હતો !
{{gap}}પણ જેવો એ ગાદી ઉપર બેઠો કે તરત જ ત્યાં પડેલી એક મુદ્રા એના હાથમાં આવી પડી !
{{gap}}એ વિચાર કરે છે આ મુદ્રા તો આમ અચાનક જ હાથ આવી ગઇ છે. એ કોની છે એ જાણવા એણે સૌને બોલાવ્યા ! પણ કોઈ એ કહ્યુ નહિ કે એ
અમારી છે !
{{gap}}એટલામાં એક કંગાલ ભિખારી ત્યાં હાથ લાંબો કરીને ઊભો હતો, તેના ઉપર તેની દૃષ્ટિ પડી. પણ એને મનમાં થયું કે એક મુદ્રા માંડ અકસ્માત આવી
ચડી છે, તે ખોવી હવે ઠીક નથી. એટલે એણે ભિખારીને ત્યાંથી કઢાવી મૂક્યેા.<noinclude></noinclude>
l0ym5knm1yo6tmfqe7sm0yoycepbdc0
222948
222947
2026-06-28T15:52:34Z
Amvaishnav
156
222948
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|જરાક જ તૃષ્ણા !| |૧૯૩}}
'''</noinclude>ખડખડાટ હસતો ત્યાં ઊભો હતો, ને મુદ્રા એનાથી બરાબર એક તસુ જ છેટે ચમકી રહી હતી! હવે તો એનો ચળકાટ પણ વધુ આકર્ષક બન્યો હતો !
{{gap}}પરંતુ પોતાનો છેલ્લો પ્રયત્ન પણ અફળ ગયો તે જોઇને એને લાગી આવ્યું હતું. એટલે હવે એ વિષણ્ણ વદને મુંગો ઊભો રહ્યો.
{{gap}}એ જોઇને દેવદૂતે કહ્યું: 'હે માનવ ! સમજે તો આમાં જ તારે સમજવા જેવું છે ! છેક છેવટનો માર જ માણસને મારે છે !'
{{gap}}એટલું બોલીને પેલો દેવદૂત અદૃશ્ય થઈ ગયો.
{{gap}}શ્રીમંત તો બીજે દિવસે પોતાના કાર્ય સ્થાને ગયો. એને હજી સ્વપ્નાની વાત યાદ આવ્યા કરતી હતી. એ ઉતાવળે આજનો કાર્યક્રમ આટોપી લેવા માટે જ આવ્યો હતો !
{{gap}}પણ જેવો એ ગાદી ઉપર બેઠો કે તરત જ ત્યાં પડેલી એક મુદ્રા એના હાથમાં આવી પડી !
{{gap}}એ વિચાર કરે છે આ મુદ્રા તો આમ અચાનક જ હાથ આવી ગઇ છે. એ કોની છે એ જાણવા એણે સૌને બોલાવ્યા ! પણ કોઈ એ કહ્યુ નહિ કે એ
અમારી છે !
{{gap}}એટલામાં એક કંગાલ ભિખારી ત્યાં હાથ લાંબો કરીને ઊભો હતો, તેના ઉપર તેની દૃષ્ટિ પડી. પણ એને મનમાં થયું કે એક મુદ્રા માંડ અકસ્માત આવી
ચડી છે, તે ખોવી હવે ઠીક નથી. એટલે એણે ભિખારીને ત્યાંથી કઢાવી મૂક્યેા.<noinclude></noinclude>
ni38vhrl560a2s75bnv97rbp4sohl0s
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૦૩
104
73199
222949
222761
2026-06-28T16:00:21Z
Amvaishnav
156
/* Proofread */
222949
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૯૪||સુવર્ણરેખા}}
'''</noinclude>{{gap}}ભિખારી હજી જ્યાં બારણે પણ નહિ પહેોંચ્યો હોય, ત્યાં મુનિમ હાંફતો હાંફતો આવતો દેખાયો 'કાલના હિસાખમાં એક મુ...દ્રા' ઉતાવળે ઉતાવળે એ બોલી ગયો. ને પછી શ્રીમંતને જોઈ ને ચૂપ થઈ ગયો.
{{gap}}પણ શ્રીમંતના પેટમાં ધ્રાસ્કો પડી ગયો. ત્યારે હજી એક કરોડમાં એક મુદ્રા બાકી રહેતી હતી, તે તો રહે જ છે !
{{gap}}અને એ જ વખતે એક કાસદ આવતો દેખાયો.
{{gap}}લાંબો હાથ કરીને પેલા શ્રીમતે કાસદ પાસેથી સંદેશો લીધો. પણ વાંચીને એનું મોં પડી ગયું !
{{gap}}એક હજાર મુદ્રાની કોઇ ઠેકાણે ખોટ આવી હતી, તે મુદ્રાઓ જલદી પહોંચતી કરવાની વાત હતી !
{{gap}}શ્રીમંતને થયું આ તો એક હજાર ને એક્અ ખૂટી !
{{gap}}અને પછી તો નવી નવાઇની વાત બની. થોડા દિવસ તો એક પછી એક સદેશાઓ આવતા જ રહ્યા ! બધા જ ખોટ બતાવનારા !
{{gap}}એની એક મુદ્રાની ઉણપની તૃષ્ણાએ એની બધી મૂડી સાફ કરવા માંડી !
{{gap}}અને એક મુદ્રાનું, એક તસુનુ અંતર, એક તસુનું જ રહી ગયું !
{{સ-મ| |★ | }}<noinclude></noinclude>
ey5uwa9zah3ahcr1areuod35fu9j30m
સભ્ય:Piyushbhai makwana
2
73220
222952
2026-06-28T16:25:26Z
Piyushbhai makwana
4584

222952
wikitext
text/x-wiki
હું એક કવિ છું. અને મારો વિષય આ જગત ની વિવિધતાઓનો પરિચય કરવો છે. હું ગીતો ગાવ છુ અને લખુ છુ તથા આપણી આ ભારત ભોમ જે અઢળક વિવિધતાઓથી ભરપૂર છે, મારી ઇચ્છા એવી છે કે હું આમા પુરો ખોવાઈ જાવ અને તેને પોતાના હૃદયમાં સ્થિત કરું. મારે આ ધરા ને ગાવી છે લખવી છે મારી કલમની સ્યાહી મા કંઠના અવાજ મા આને ઉતારવી છે. તો શું તમે લોકો મને સાંભળશો? મને વાચશો? હું છુ કવિ પિયુષભાઇ હું મહુવા તાલુકાનો વતની છુ મહુવા નજીક ના નેસવડ ગામમાં હું રહુ છુ. મારો જન્મ ૩૧/૦૮/૨૦૦૫ ના રોજ નેસવડ મા થયો હતો. મે ૧થી૮ ધોરણ ૨૦૧૧મા નેસવડ ની કુમાર શાળામાં પુરુ કરુ અને પછી ૯થી૧૨ ધોરણ ૨૦૧૯મા મહુવામાં પુરુ કરુ. મે કોલેજ પણ કરી છે પણ ૨વર્ષ જ કર્યા. તે સમયે મારા પિતાનું અવસાન થયું હતું. એટલે પછી કોલેજ બંધ કરી દીધી.
af40jefybnns8v3drd1433zz5kok6h1
સભ્યની ચર્ચા:Hitesh g rathod
3
73221
222953
2026-06-29T07:48:24Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
222953
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Hitesh g rathod}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૩:૧૮, ૨૯ જૂન ૨૦૨૬ (IST)
cot0j71puuxaaes54xippymjq08f80f