વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.9 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૨૩ 104 73265 223158 223056 2026-07-04T16:14:26Z Amvaishnav 156 /* Proofread */ 223158 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૨૧}}
'''</noinclude>ખેડૂતોને આંહી આણ્યા છે તે તમામને મુક્ત કરો ને રાજભાગ આ વરસે સાવ જતો કરો !' {{gap}}રાજાએ વચન પ્રમાણે રાજભાગ જતો કર્યો ને ખેડૂતા ખુશ થતા ઘેર ગયા. {{gap}}પણ આ તો ધરતીનાં બાળક ! પ્રેમ જરાક દેખે કે ગાંડા ગાંડા ! હવે બીજે વરસે પાક એવો થયો કે ખેતરમાં અનાજ સમાય નહિ ! ખેડૂતોએ તો એક વરસને બદલે બન્ને વરસનુ અનાજ રાજભાગનું આપવા માંડયું ! હવે પ્રેમની ખેંચતાણ થઈ ! {{gap}}રાજા પાછલા વરસનો રાજભાગ લેવાની ના પાડે છે ને ખેતો કહે છે અમે આપ્યા વિના જવાના નથી ! અમે પણ જમીનનાં બાળક છીએ. કાંઈ ભિખારી છીએ કે મફતનુ અનાજ ધરમાં રાખીશું ? તમે તમારી ફરજ બજાવી. અમારે અમારી બજાવવાની છે. એટલે રાજભાગ લેવો જ પડે ! {{gap}}હવે આ પ્રેમકલહનો નિકાલ કોણ લાવે ? છેવટે એમ ઠર્યું કે રાજકુમાર મૂલરાજ મરણ પામ્યા છે, તેના કલ્યાણ માટે એક મંદિર બંધાય. તેમાં આ રાજભાગ વપરાય !<noinclude></noinclude> 708ode6f3loq7lghy1q9civk4vzl95d પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૨૪ 104 73266 223159 223055 2026-07-04T16:21:13Z Amvaishnav 156 /* Proofread */ 223159 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૨||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>

'''[૫] સાથે આવનારી વસ્તુ'''

{{gap}}{{મોટો અક્ષર|'''ગુ'''}}રુ નાનકદેવ ફરતા ફરતા બગદાદ પહોંચ્યા. એમની પાસે તો અમૃતવાણીનો ધોધ હતો. જે એને સાંભળે એ વિચાર કરતો થઈ જાય. ગુરુદેવ તો મત મતાંતર ને ધર્મ ધર્મના કજીયા મટાડવા નીકળેલા ! {{gap}}બગદાદના ખલીફા બીજી રીતે તો ઠીક, પણ પૈસા બહુ ભેગા કરે. ગુરુદેવે એ સાંભળેલું. {{gap}}ગુરુની ખ્યાતિ તો બહુ હતી. એટલે ખલીફા પણ એને મળવા આવ્યો. ગુરુદેવે આ પ્રસંગને માટે જ પાંચસો કાંકરા ભેગા કરી રાખેલા. ખલીફા આવ્યો એટલે વાતોચીતો થઈ. રજા લઇને એ જતા હતા ત્યાં ગુરુદેવે કહ્યું: ‘તમારે મારું એક કામ કરવાનું છે !' {{gap}}ખલીફાએ આતુરતાથી કહ્યું: ‘શુ ?’ {{gap}}‘બીજું કાંઈ નહિ. એક મારી થાપણ તમે સાચવો, કયામતને દિવસે તમે આવો ત્યારે એ મને પાછી આપજો ! હું તમારી રાહ જોતો બેઠો હઈશ !<noinclude></noinclude> ruz8s2ewta8a0azq5awvnmfebg6kvui પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૨૫ 104 73267 223160 223052 2026-07-04T16:28:02Z Amvaishnav 156 /* Proofread */ 223160 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૨૩}}
'''</noinclude>લ્યો...આ' એમ કહીને ગુરૂએ પાંચસો કાંકરા દેખાડ્યા ! {{gap}}'અરે ! અરે ! પણ હું એ લાવું શી રીતે?' ખલીફાએ ઉતાવળે કહ્યું. {{gap}}ગુરુ હસી પડયા: ‘અરે ! બાદશાહ સલામત ! આટલી મહેલાતો હીરા, માણેક, મોતી, અશરફી, ભેગી કરી છે તે બધુ લેતા આવસો, ને આટલી મારી થાપણ ભારે પડી જાશે ? આમાં કાંઈ ભાર તો છે નહિ !' {{gap}}ખલીફાની આંખ ઉઘડી ગઈ. ગુરુનો વાણીમર્મ કળી ગયો. વાત તો ગુરુની સાચી હતી. કોઈ ચીજ માણસ સાથે લઈ જઈ શકતો નથી—પછી એને એ ગમે તેટલી પ્યારી હોય ! {{gap}}તે જ દિવસે ખલીફાના દ્રવ્યનો ભંડાર ઉઘડી ગયો. અને એમાંથી ગરીબોને ખૈરાત થવા માંડી.

'''[૬] અફળ કે સફળ ?'''

{{gap}}{{મોટો અક્ષર|'''તુ'''}}લસીદાસજી પાસે બીરબલની વાત થઈ રહી હતી, કોઈકે કહ્યું : 'બાદશાહ અકબરના એના ઉપર<noinclude></noinclude> cfopntdf38u25ssyojldm2avuwsxmb8 પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૨૬ 104 73268 223161 223053 2026-07-04T16:33:38Z Amvaishnav 156 /* Proofread */ 223161 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૪||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>ચારે હાથ હતા. બુદ્ધિ તો બીરબલની જ !’ {{gap}}પ્રસંગ, જહાંગીર બાદશાહ એમને મળવા આવ્યો, એ હતેા. ને અનેક દરબારીઓ બીરબલને સંભારીને એની પ્રશંસા કરી રહ્યા હતા. {{gap}}તુલસીદાસજીએ મૂંગા મુંગા સાંભળ્યા કર્યું: ‘બાદશાહ સલામત ! સમ્રાટની કવિ બીરબલે બહુ સેવા કરી કાં ?' {{gap}}અરે ! એ તો એનેા જમણો હાથ થઇ ગયા !’ {{gap}}‘પણ સમ્રાટ્ની સેવા કરતાં, એણે કોઇ દિવસ સમ્રાટ્ન સમ્રાટ્ને સંભાર્યા ખરા ?’ {{gap}}બધા ચૂપ જ થઈ ગયા. જો ના પાડે છે બીરબલની લઘુતા કરવા જેવુ થાય છે. હા પાડે છે તા ખોટું ઠરે છે. {{gap}}સૌને મુંગા જોઈ ને તુલસીદાસજી બોલ્યા: ‘એટલો બધો બુદ્ધિવિલાસ કેવળ એમણે સમ્રાટ્ને રીજવવામાં વાપરી કાઢયો—એ તો જનમ અફળ ગયો એવું મને લાગે છે ! મારી તો આ સમજણ છે !'<noinclude></noinclude> ky7dbhwa6moxgiime18oxcvkwkh55dd પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૨૭ 104 73269 223162 223054 2026-07-04T16:41:18Z Amvaishnav 156 /* Proofread */ 223162 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૨૫}}
'''</noinclude>

'''[૭] નિરાધારી શાની ?'''

{{gap}}{{મોટો અક્ષર|''' 'જ'''}}યજય શ્રી રઘુવીર ’ સમર્થ સ્વામી રામદાસનો એ ભિક્ષામંત્ર એમણે પોતાના વતન જાંબમાં પોતાને જ ઘરઆંગણે નાખ્યો. {{gap}}જેમ ભગવાન બુદ્ધ પોતાના ગામમાં ભિક્ષાપાત્ર લઈ ને ગયા હતા, જેમ ભગવાન શંકર પોતાની માતા પાસે આવ્યા હતા, તેમ આજ શ્રી સમર્થ પોતાને ઘર આંગણે આવી ભિક્ષામંત્ર બોલતા ઊભા રહ્યા ! {{gap}}ઘરને આંગણે માતા રાણબાઈ બેઠાં છે. પણ એમને તો એમનો નાનકડો પુત્ર નારાયણ સંન્યાસી થઈ ગયો છે એ વાત સાંભરે છે. નારાયણની પાછળ રોઇ રોઈ ને આંખ ખોઈ બેઠાં, આંધળાં થઈ ગયાં, પણ નારાયણ પાછો ન ફર્યો તે ન ફર્યો. {{gap}}એ નારાયણ અત્યારે આવીને ઊભો છે એ તો માતા ક્યાંથી જાણે ? જોઈ તો શકતાં નથી ! {{gap}}એટલે એમણે તો વેરાગી મહારાજને ભિક્ષા<noinclude></noinclude> 1vstjc6ptk8fq9u70cos1g36e3hub36