વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.9 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk જેસલ કરી લે વિચાર 0 545 223168 217526 2026-07-06T09:48:40Z ~2026-38293-73 4608 223168 wikitext text/x-wiki {{header | title = જેસલ કરી લે વિચાર | author = સતી તોરલ | translator = | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Bhajan Sar Sindhu.pdf" from="351" fromsection="351b" to="352" tosection="352a"></pages>}} }} ==અન્ય સંસ્કરણ==
જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી…
હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા,
ફૂટે ઇ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી…
ગુરુના ગુણનો નહિ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર,
નુગરા શું જાણે એનો સાર, હે જી એનો એળે ગ્યો અવતાર.
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી…
અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુનો આધાર,
જાવુ મારે હરિને દરબાર, બેડલી ઉતારો ભવ પાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી…

[[શ્રેણી:સતી તોરલ]] [[શ્રેણી:ભજન]] a0k4l0jirmufvk4p7nd8gucmmes2r6l પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૨૮ 104 73270 223163 223057 2026-07-05T15:57:40Z Amvaishnav 156 /* Proofread */ 223163 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૬||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>આપવાનું કહ્યું. {{gap}}ત્યાં શ્રી સમર્થ રામદાસ મેલ્યા: ‘આ સંન્યાસી ભિક્ષા લઈ ને જતો રહે તેવો નથી માડી !’ {{gap}}આંખનું અજવાળું જાણે અંધારામાં ઉગ્યું હોય તેમ માતા, નારાયણનો અવાજ પારખી ગયાં ! 'અરે આ તો નારાયણ ! કોણ નારાયણ છે?’ {{gap}}ત્યાં તો શ્રી સમર્થ રામદાસ માતાના ચરણમાં પડ્યા ! {{gap}}આવા આ મહાનપુરુષે મહારાષ્ટ્ર ધર્મ ગાઈને દેશને જાગ્રત કર્યો હતો. જ્યારે તે મરણ શય્યા ઉપર પડ્યા ત્યારે કેટલાક શિષ્યોને અંતરમાં દુ:ખ થવા માંડ્યું: અરેરે, હવે અમે કોની સાથે બોલશું ? વાતચીત કરીને સમાધાન ક્યાંથી મેળવશું ?’ {{gap}}તે વખતે શ્રી સમર્થ બોલી ઉઠ્યા: ‘આ તે કેવી વાત છે? હું તો તમારી સાથે નિત્ય વાત કરવા આંહીં જ રહ્યો છું 'દાસબેાધ' સાથે બોલજો. 'દાસબોધ’ મારો જવાબ આપશે !’<noinclude></noinclude> 7x9s2tqpd1fz6p7gheqqkiyzu8qf0do પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૨૯ 104 73271 223164 223058 2026-07-05T16:07:02Z Amvaishnav 156 /* Proofread */ 223164 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૨૭}}
'''</noinclude>

'''[૮] પાવાવાળો'''

{{gap}}{{મોટો અક્ષર|'''પો'''}}લ નામે એક જુવાન પાવાવાળો હતો. એ રહેવાશી પેાલાંડ દેશનો. પાવો એવો વગાડે કે ધરતી જવાબ આપે. ડુંગરા ડોલે. ઝરણાં શાંત થઇ જાય. માણસનું હૃદય હાથ ન રહે. એની પાસે એવી જાદુ ભરી કરામત. એ કહેવાય જ 'પાવાવાળો પોલ !' પાવાવાળા પોલને દેશ આખો ઓળખે, એનું નામ સાંભળતાં જ બધા ગીત ઘેલા બને ! {{gap}}હવે એ વખતે એવું બન્યું કે બે દેશ વચ્ચે લડાઈ ચાલે. રશિયા અને પોલાંડ લડે. પાડે પાડા લડે એમ આ બે દેશના સત્તાધીશો લડે ને વચ્ચે ઘાણ નીકળે સામાન્ય માણસોનો ! {{gap}}રશિયાવાળાને એમ હતું કે જે વૉર્સો નગરીનો કિલ્લો પડે તો પેાલાંડ હારે. પણ કિલ્લો કેાઈ દેશનો એમ પડે ખરો? દાંત ખાટા કરી નાખે એવા જુવાનો ત્યાં બેઠા રાતદિની ચોકી ભરતા હોય નાં ? {{gap}}એટલે પોલાંડની રાજધાની વૉર્સો પડે ને રશિયા<noinclude></noinclude> 64hz3fkdo557clnjbvyotn398v1d4p6 પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૩૦ 104 73272 223165 223059 2026-07-05T16:13:31Z Amvaishnav 156 /* Proofread */ 223165 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૮||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>જીતે એ વાતમાં તો માલ નહિ! રાજધાની કોઈ પડવા દે? {{gap}}એક બીજી યુક્તિ રશિયાના સેનાપતિએ શેાધી જો આ પોલ પાવાવાળાને હાથ કર્યો હોય અને કેદમાં રાખ્યો હોય ને પછી અરધી રાતે ગુપચુપ વૉર્સોના દરવાજા પાસે પહોંચી ગયા હોઈએ, તો વૉર્સો હાથ લાગે ! પોલને ભેગો રાખ્યો હોય, અને તેની પાસે પોલાંડની પોલીશ ભાષામાં જ આનંદનું એક ગીત પાવામાં ગવરાવીએ ! નગરજનો જાણે કે પોલ આવ્યો છે. ગીતઘેલી પ્રજા દરવાજો ઉઘાડે, પોલને જોવા ! પણ ત્યાં તો, આપણે ધસારો જ કરી દઈએ ! વૉર્સો કબજામાં ! {{gap}}આ જુક્તિ પાર પાડવા માટે એ પોલની પાછળ પડ્યા. પોલ તોમસ્ત માણસ, જંગલને પાવો સંભળાવતો ફરતો જ હોય. એક વખત એને પકડી પાડ્યો. કૈદ કર્યો ને જુક્તિ સાંગોપાંગ પાર પાડવા એને સાથે રાખ્યો. {{gap}}અંધારી રાતમાં વૉર્સો નગરી પાસે સેન પહોંચી ગયું. હજારો ધોડેસવાર છે, પણ એક જરા જેટલો<noinclude></noinclude> 24px8878tle5jd9r0e8kx26ask9d5he પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૩૧ 104 73273 223166 223062 2026-07-05T16:21:37Z Amvaishnav 156 /* Proofread */ 223166 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૨૯}}
'''</noinclude>તો અવાજ {{SIC|થા|થાય}} ! એવી લશ્કરી તાલીમ ઘોડાઓને પણ આપેલી. {{gap}}પછી પોલને સેનાપતિએ હૂકમ કર્યો: 'અલ્યા ! પાવામાં તારું આનંદગીત ગા ! સરસમાં સરસ ઉપાડજે હો ! ' {{gap}}આનાકાની કરે તો ઉધાડી તલવારવાળા પાસેજ ઊભા હતા. ના પાડે છે, તો ત્યાં ને ત્યાં કપાઈ જાય છે. હા પાડે છે, તો દેશનું નાક જાય છે. પોલ તો નથી હા પાડતો, નથી ના પાડતોતા, પથ્થર જેમ ઊભો છે. {{gap}}સેનાપતિએ દમ ભરાવ્યો: લાલચ આપી: ‘વગાડ અલ્યા ! વગાડ ! તું ન્યાલ થઈ જઈશ. નહિતર પાયમાલ થઈ જઈશ ! ' {{gap}}પોલ બોલતો નથી. વિચાર કરી રહ્યો છે. એના મનમાં મહામંથન જાગ્યું છે. {{gap}}અંતે એણે ધીમેથી પાવો ઉપાડ્યો. મોંએ માંડ્યો. હવે જે સુર એને કાઢવાના હતા, એ એક સુરમાં તો, એનુ જીવન મૃત્યુ ને એની દેશની પાયમાલી ને આબાદી બેઠા હતાં. એ અમસ્તો ગાતો<noinclude></noinclude> 5j431rxtji2r3nfm4c8ou6mag2cq5wy પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૩૨ 104 73274 223167 223061 2026-07-05T16:28:29Z Amvaishnav 156 /* Proofread */ 223167 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૩૦||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>ફરતો હતા એવો આ સુર ન હતો. {{gap}}આ સુર તો એણે, એક પળમાં નગર આખું વીંધી નાખે એવો, ઉપાડવાનો હતો ! {{gap}}પોતાની બધી કરામત, બધી મુડી ને બધી શક્તિ તે ભેગી કરી રહ્યો હતો ! {{gap}}અને પછી એણે પાવો ઉપાડ્યો ! પણ શું એમાંથી સુર નીકળ્યા ! ‘દેશમાં રાક્ષસો આવ્યા છે, અલ્યા દેશજનો ! ઉઠો ઉઠો, રાક્ષસો આવ્યા છે!’ એવી ભેંકાર ભય સુરાવલિ, ઠંડી કાતિલ રાત્રિને વીંધતી, એના પાવામાંથી ઊભી થઈ ! ને નગરી આખી એ એક જ સુરે ઊભી થઈ ગઈ ! {{gap}}પણ પોલનો વધારે મોટો બીજો સુર ઉઠે તે પહેલાં તો,એનો હાથ સેનાપતિની તલવારની ધારે કપાઇને નીચે પડી ગયો ! એનો પાવો ઉડી ગયો. પણ એનું કામ એણે કરી નાખ્યું હતું. નગરજનો તમામ જાગી ઉઠ્યા હતા. કોલાહલ થઈ રહ્યો હતો. સામનો કરવા જુવાનો આગળ ધસતા હતા. {{gap}}બીજે દિવસે વૉર્સોના કિલ્લા પાસેથી ભાગેલા હતાશ રશિયનો પોલને તોપને ગોળે દઈ રહ્યા હતા !<noinclude></noinclude> 2rkoi8a4gl9240sigv0826p6k1jra5e