વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.10
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૪૩
104
73285
223201
223073
2026-07-08T16:37:18Z
Amvaishnav
156
/* Proofread */
223201
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૪૧}}
'''</noinclude>કહ્યું: ‘જે કોઈ, દેવની સ્તુતિ, સંપૂર્ણ જ્ઞાન વિના કરે છે, તે પોતાના શીર્ષને નાહકનો ભાર આપે છે. એવી ખોટી પ્રાર્થના કરનારાઓનો શિરચ્છેદ કરો તો પણ અધર્મ નથી. કારણ કે ખોટી પ્રાર્થના જેવું મોટું કોઇ પાપ નથી. અને જેનું આપણને પુરૂં જ્ઞાન નથી, તેના વિષે બોલ બોલ કરવું, એ આપઘાત કરવા જેવું જ નિંદ્ય છે.’
{{gap}}પછી તમામ યજ્ઞપુરુષો તેને પૂછવા લાગ્યા: ‘તમે એમ કહ્યું કે, “દેવની સ્તુતિ સંપૂર્ણ જ્ઞાન વિના કરે છે તે આપઘાત કરે છે ને એનો શિરચ્છેદ કરવો
ઘટે, તો એનો અર્થ શું? અને તમે કયા દેવને પૂરેપૂરા સમજ્યા છો ? ને તેથી તમારી દષ્ટિએ સ્તુતિ કરવા યોગ્ય દેવ કોણ છે? '
{{gap}}ઉષસ્તિએ જવાબ આપ્યો: ‘આપણા પ્રાણ એ સ્તુતિ કરવા યોગ્ય દેવ છે. અને અન્ન વડે પ્રાણ છે, માટે અન્ન એ સ્તુતિ કરવા યોગ્ય દેવ છે. અન્નને આપણે ગંભીરતાથી પ્રાણ જાળવનાર પદાર્થ માનીને એને પવિત્ર સમજીએ. અન્નદેવ માનીએ, કારણ કે પ્રાણ વિના તમે ક્યાં રહેવાના છો એ કહો અને અન્ન વિના પ્રાણ ક્યાં રહેવાના છે. એ<noinclude></noinclude>
6pzic3q088wmsokbgdicqzqvyij2wwr
223207
223201
2026-07-09T03:29:58Z
Snehrashmi
2103
/* Validated */
223207
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૪૧}}
'''</noinclude>કહ્યું: ‘જે કોઈ, દેવની સ્તુતિ, સંપૂર્ણ જ્ઞાન વિના કરે છે, તે પોતાના શીર્ષને નાહકનો ભાર આપે છે. એવી ખોટી પ્રાર્થના કરનારાઓનો શિરચ્છેદ કરો તો પણ અધર્મ નથી. કારણ કે ખોટી પ્રાર્થના જેવું મોટું કોઇ પાપ નથી. અને જેનું આપણને પુરૂં જ્ઞાન નથી, તેના વિષે બોલ બોલ કરવું, એ આપઘાત કરવા જેવું જ નિંદ્ય છે.’
{{gap}}પછી તમામ યજ્ઞપુરુષો તેને પૂછવા લાગ્યા: ‘તમે એમ કહ્યું કે, “દેવની સ્તુતિ સંપૂર્ણ જ્ઞાન વિના કરે છે તે આપઘાત કરે છે ને એનો શિરચ્છેદ કરવો ઘટે, તો એનો અર્થ શું? અને તમે કયા દેવને પૂરેપૂરા સમજ્યા છો ? ને તેથી તમારી દૃષ્ટિએ સ્તુતિ કરવા યોગ્ય દેવ કોણ છે?’
{{gap}}ઉષસ્તિએ જવાબ આપ્યો: ‘આપણા પ્રાણ એ સ્તુતિ કરવા યોગ્ય દેવ છે. અને અન્ન વડે પ્રાણ છે, માટે અન્ન એ સ્તુતિ કરવા યોગ્ય દેવ છે. અન્નને આપણે ગંભીરતાથી પ્રાણ જાળવનાર પદાર્થ માનીને એને પવિત્ર સમજીએ. અન્નદેવ માનીએ, કારણ કે પ્રાણ વિના તમે ક્યાં રહેવાના છો એ કહો અને અન્ન વિના પ્રાણ ક્યાં રહેવાના છે. એ<noinclude></noinclude>
0spfz9348fbo4dv6iskzk9f1mva3quh
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૪૪
104
73286
223202
223074
2026-07-08T16:46:56Z
Amvaishnav
156
/* Proofread */
223202
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૪૨||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>કહો ! આનો જ તમે સાચી દષ્ટિએ વિચાર કરો, એટલે જણાશે કે સ્તુતિ કરવા યોગ્ય મહાન દેવ આપણા પોતાના જ પ્રાણ છે. એ પ્રાણને ધારણ કરનાર આપણે, આપણી પોતાની સ્તુતિ કરીએ, એટલે કે, જીવનનું ઉચ્ચત્તમ શિખર જાણીએ. એ સૌથી મોટો ધર્મ છે. આ જે જાણે છે તે બધું જાણે છે. હુ ચક્રનો પુત્ર ઉષસ્તિ પ્રાણને આ પ્રમાણે સમજ્યો છું.’
{{gap}}ઉષસ્તિની આ વાત સાંભળીને ઋત્વિજ્ર, ઉદ્દગાથા, પ્રતિહતા—બધા આનંદ પામ્યા. કારણ કે એમાં નરી સત્ય હકીકત આવી રહી હતી. અન્ન વડે જ પ્રાણ છે એ જાણવા છતાં માણસ અન્નને કેવું હાડહાડ કરે છે !

'''[૧૪] વિદ્યા માટે જીવન !'''

{{gap}}{{મોટો અક્ષર|'''શે'''}}ખસાદીની એક વાત છે. એ વિદ્યાની
ઉપાસના કરવા દેશ પરદેશ ધૂમતા રહેતા. એણે લગભગ ત્રીસ વરસ આમ મુસાફરીમાં કાઢ્યાં હતાં.<noinclude></noinclude>
p2u1qjopiesgb6mrment5aroqjiep1f
223208
223202
2026-07-09T03:31:34Z
Snehrashmi
2103
/* Validated */
223208
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૪૨||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>
કહો ! આનો જ તમે સાચી દૃષ્ટિએ વિચાર કરો, એટલે જણાશે કે સ્તુતિ કરવા યોગ્ય મહાન દેવ આપણા પોતાના જ પ્રાણ છે. એ પ્રાણને ધારણ કરનાર આપણે, આપણી પોતાની સ્તુતિ કરીએ, એટલે કે, જીવનનું ઉચ્ચત્તમ શિખર જાણીએ. એ સૌથી મોટો ધર્મ છે. આ જે જાણે છે તે બધું જાણે છે. હું ચક્રનો પુત્ર ઉષસ્તિ પ્રાણને આ પ્રમાણે સમજ્યો છું.’
{{gap}}ઉષસ્તિની આ વાત સાંભળીને ઋત્વિજ્, ઉદ્ગાથા, પ્રતિહતા—બધા આનંદ પામ્યા. કારણ કે એમાં નરી સત્ય હકીકત આવી રહી હતી. અન્ન વડે જ પ્રાણ છે એ જાણવા છતાં માણસ અન્નને કેવું હાડહાડ કરે છે !

'''[૧૪] વિદ્યા માટે જીવન !'''

{{gap}}{{મોટો અક્ષર|'''શે'''}}ખસાદીની એક વાત છે. એ વિદ્યાની
ઉપાસના કરવા દેશ પરદેશ ઘૂમતા રહેતા. એણે લગભગ ત્રીસ વરસ આમ મુસાફરીમાં કાઢ્યાં હતાં.

<noinclude></noinclude>
b9u8hrf4zl7xu9zwqzmv8yynhxf88f0
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૪૫
104
73287
223203
223075
2026-07-08T16:53:01Z
Amvaishnav
156
/* Proofread */
223203
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૪૩}}
'''</noinclude>એક વખત એવા પ્રવાસમાં એને લૂટારાઓનો ભેટો થઇ ગયેલ. શેખસાદીને એમણે કહ્યું: ‘ શેખજી ! જે કાંઈ હાય તે છોડી દો. ને પછી ખુશીથી જાઓ ! '
{{gap}}શેખસાદીએ જવાબ વાળ્યો : 'સંતાડવી તો એક કોડી પણ નથી. પણ મારી એક વિનતિનો સ્વીકાર કરો તો બધી અશરફી તમને સોંપીને ચાલ્યો જાઉં!
{{gap}}લૂંટારાઓને આ પંડિતનાં પોથાં જોઈ ને નવાઈ તો લાગી હતી. પણ એની આ વાણી સાંભળીને વધારે નવાઈ લાગી. પણ તે તો શંકાશીલ આદમીઓ રહ્યા. સમય કાઢવો એમને પોસાય નહિ. એમણે ઉતાવળે કહ્યું : ‘ શું છે એ ઝટ બોલી નાખો, નહિતર પછી અમે બધું લુટીને જ જઈશું.’
{{gap}}શેખસાદીએ જવાબ વાળ્યો : ‘ ભાઈઓ ! હું તે વિદ્યા માટે, ઈલ્મ માટે, આંહીં તહીં રખડું છું. મારું કામ તમે કરતા હો, તો મારે એટલો બોજો ઓછો. લ્યો, આ બધી અશરફી, અને એ તમે વાપરજો. પણ મારી એક જ વિનંતિ છે, એ બધીને તમે વિદ્યાનાં નવાં નવાં રૂપ મેળવવા માટે કે જાળવવા માટે વાપરજો તમને એમાં સમજણ ન<noinclude></noinclude>
n047u94dk7qfmk7slhmxe193khh0ry7
223209
223203
2026-07-09T03:33:32Z
Snehrashmi
2103
/* Validated */
223209
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૪૩}}
'''</noinclude>એક વખત એવા પ્રવાસમાં એને લૂંટારાઓનો ભેટો થઇ ગયેલ. શેખસાદીને એમણે કહ્યું: ‘શેખજી ! જે કાંઈ હોય તે છોડી દો. ને પછી ખુશીથી જાઓ !’
{{gap}}શેખસાદીએ જવાબ વાળ્યો : ‘સંતાડવી તો એક કોડી પણ નથી. પણ મારી એક વિનંતિનો સ્વીકાર કરો તો બધી અશરફી તમને સોંપીને ચાલ્યો જાઉં!’
{{gap}}લૂંટારાઓને આ પંડિતનાં પોથાં જોઈને નવાઈ તો લાગી હતી. પણ એની આ વાણી સાંભળીને વધારે નવાઈ લાગી. પણ તે તો શંકાશીલ આદમીઓ રહ્યા. સમય કાઢવો એમને પોસાય નહિ. એમણે ઉતાવળે કહ્યું : ‘શું છે એ ઝટ બોલી નાખો, નહિતર પછી અમે બધું લુંટીને જ જઈશું.’
{{gap}}શેખસાદીએ જવાબ વાળ્યો : ‘ભાઈઓ ! હું તે વિદ્યા માટે, ઈલ્મ માટે, આંહીં તહીં રખડું છું. મારું કામ તમે કરતા હો, તો મારે એટલો બોજો ઓછો. લ્યો, આ બધી અશરફી, અને એ તમે વાપરજો. પણ મારી એક જ વિનંતિ છે, એ બધીને તમે વિદ્યાનાં નવાં નવાં રૂપ મેળવવા માટે કે જાળવવા માટે વાપરજો તમને એમાં સમજણ ન<noinclude></noinclude>
39950qvd7foz8dwy9brhnbajxutv6e4
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૪૬
104
73288
223204
223076
2026-07-08T16:59:32Z
Amvaishnav
156
/* Proofread */
223204
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૪૪||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>પડે તો જેમને સમજણ પડતી હોય એમને મદદ કરીને પણ વિદ્યાનો પથ દુનિયામાં ચાલુ રખાવજો. આટલુ તમે કરો, પછી આ બધી અશરફી તમે લઈ જાઓ એનો મને રંજ શોક નથી. લ્યો, વાપરવા માટે તો એ હું ભેગી ફેરવી રહ્યો છું !’
{{gap}}લૂંટારા તો શેખસાદીની વાત સાંભળીને છક્ક થઈ ગયા, અને જ્યારે એમણે જાણ્યું કે એ તો સેંકડો જોજન દૂરથી આ મુસાફરી કેવળ વિધા પ્રીતિથી જ કરી રહ્યો છે, ત્યારે એમણે એનો ભાર બોજ તો ઉપાડી લીધો, પણ એને સહીસલામત રખેવાળી આપવા પોતે સાથે ચાલ્યા.
{{gap}}કોઇ પણ એક વાતની સાચી ભક્તિ, માણસને તારે તારે ને તારે, એ સત્ય જાણે કે લૂંટારાઓ પણ આ રીતે પ્રગટ કરી રહ્યા હતા !

'''[ ૧૫ ] જોડિયા દેહ, પણ જોડિયા જીવ નહિ !'''

{{gap}}{{મોટો અક્ષર|'''એ'''}}ક વખત એવુ બન્યું કે બે ભાઈઓ
જોડિયારૂપે જન્મ્યા. જોડિયારૂપે જન્મ્યા એ તો ઠીક<noinclude></noinclude>
5x61pyv1kqphsfkqn1mmtojoxw5hnku
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૪૭
104
73289
223205
223077
2026-07-08T17:04:39Z
Amvaishnav
156
/* Proofread */
223205
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૪૫}}
'''</noinclude>બન્નેનાં શરીર એક. મોં, આંખો, હાથ વગેરે ઇંદ્રિયો જુદી જુદી. બન્ને ખાવા બેસે ત્યારે પણ જો એક જ્ ભોજન હોય તો એમનો આનદ ચાલે ! એક બીજાની થાળીમાં ફેર છે, એમ ખબર પડે તો થઈ રહ્યું ! લડાઈ ચાલે ! બન્નેનાં શરીર એક, પણ મનમાં આસ્માનજમીનનો ફેર ! એકને ગમે તે બીજાને ન ગમે ! એકને ગાવું હોય, ત્યારે બીજો કહેશે મારે રોવું છે! એક ઊંધમાં પડે, ત્યારે બીજો બેઠો જાગરણ
કરે !
{{gap}}હવે એક વખત એવું બન્યું કે બન્ને સમુદ્ર કિનારે બેઠા હતા. એવામાં ઠંડી પવન લેરખીથી એક જણ ઊંધમાં ઘેરાણો. બીજો જાગતો પડ્યો રહ્યો.
{{gap}}એવામાં સમુદ્રની છોળ ઉપર અમૃતફળ ઝુલતું આવે. સદ્ભાગ્યે એની નજીક જ આવીને એ પડ્યું.
{{gap}}એણે ફળ હાથમાં લીધું ને એ કળી ગયો. આ તો અમૃતફળ છે. એને આનદ આનંદ થઈ ગયો. પોતે ખાશે અને પોતે અમર થાશે. પણ તરત એને
સાંભર્યું. એનો આ જોડિયો ભાઇ પણ અમર થઈ<noinclude></noinclude>
6ug1v1zr15s37hv66nrxohyq4r50d2l
223206
223205
2026-07-09T03:28:23Z
Snehrashmi
2103
/* Validated */
223206
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૪૫}}
'''</noinclude>બન્નેનાં શરીર એક. મોં, આંખો, હાથ વગેરે ઇંદ્રિયો જુદી જુદી. બન્ને ખાવા બેસે ત્યારે પણ જો એક જ ભોજન હોય તો એમનો આનંદ ચાલે ! એક બીજાની થાળીમાં ફેર છે, એમ ખબર પડે તો થઈ રહ્યું ! લડાઈ ચાલે ! બન્નેનાં શરીર એક, પણ મનમાં આસ્માનજમીનનો ફેર ! એકને ગમે તે બીજાને ન ગમે ! એકને ગાવું હોય, ત્યારે બીજો કહેશે મારે રોવું છે! એક ઊંઘમાં પડે, ત્યારે બીજો બેઠો જાગરણ કરે !
{{gap}}હવે એક વખત એવું બન્યું કે બન્ને સમુદ્ર કિનારે બેઠા હતા. એવામાં ઠંડી પવન લેરખીથી એક જણ ઊંઘમાં ઘેરાણો. બીજો જાગતો પડ્યો રહ્યો.
{{gap}}એવામાં સમુદ્રની છોળ ઉપર અમૃતફળ ઝુલતું આવે. સદ્ભાગ્યે એની નજીક જ આવીને એ પડ્યું.
{{gap}}એણે ફળ હાથમાં લીધું ને એ કળી ગયો. આ તો અમૃતફળ છે. એને આનંદ આનંદ થઈ ગયો. પોતે ખાશે અને પોતે અમર થાશે. પણ તરત એને સાંભર્યું. એનો આ જોડિયો ભાઇ પણ અમર થઈ<noinclude></noinclude>
bd61ot179knjk7hos2fe51mbp7mfr5o