વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.10
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૫૫
104
73297
223259
223085
2026-07-10T16:02:35Z
Amvaishnav
156
/* Proofread */
223259
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|સંસ્કાર કથાઓ||૫૩}}<hr>'''</noinclude>કરે છે. માટે એક વખત તો હું તમામને દુ:ખ મુક્ત કરી દઉં. પછી ભલે જેનુ જે થાવુ હાય તે થાય.
{{gap}}તેણે એક ઢંઢેરો પીટાવ્યા: ‘ સાંભળો રે ! હે દુનિયાનાં માણસો ! જે જે માણસને પોતાના દુ:ખનો ત્રાસ અસહ્ય લાગતો હોય તે પોત પોતાનાં દુ:ખ
આંહી આ મેદાનમાં મુકી જાય. એ દુ:ખના બદલામાં એમને એક એક નવી ચીઠ્ઠી પસંદ કરીને લેવા દેવામાં આવશે. એ ચીઠ્ઠીમાં એમને એમની ઈચ્છેલી વસ્તુ મળતી હશે.’
{{gap}}આ ઢંઢેરો સાંભળીને તો આખી દુનિયા હાલક ષોલક થઈ ગઈ. સૌને દુ:ખ હતુ. દુ:ખ વિનાનો કોઈ મળે જ નહિ ! રાજા, પ્રધાન, શેઠ, નોકર,
ચાકર, લેાફર, ચોર, લફંગા, ઠગ, શઠ, સાધુ, સંત, તમામ દુ:ખી હતા. સૌ પોતપોતાના દુ:ખનાં પોટલાં બાંધી બાંધીને દોડ્યા મેદાનમાં.
{{gap}}દરેકને એમ હતુ કે એમનું દુ:ખ અસહ્ય હતું ! એ દુ:ખ કરતાં બીજું જે મળશે, તે હજાર દરજ્જે સારું હશે !
{{gap}}જ્યારે વિધાતાએ તેા કૃપાવંત થઈને દુ:ખના બદલામાં એમની ઈચ્છેલી વસ્તુ આપવાની જાહેરાત<noinclude></noinclude>
ovy3ygob3z7iq8b94nsfyc8g98dgqt8
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૫૬
104
73298
223260
223086
2026-07-10T16:08:39Z
Amvaishnav
156
/* Proofread */
223260
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૫૪||સંસ્કાર કથાઓ}}<hr>'''</noinclude>પણ કરી હતી !
{{gap}}માણસોનો તો આનંદ ક્યાંય માતો ન હતો, પળ બે પળમાં હવે સ્વર્ગ દેખાશે એવી આશા દરેકના મનમાં પ્રગટી હતી. ઉંધું ઘાલીને, પોતપાતાના
દુ:ખનુ પોટલું બાંધી, દરેક જણ એ ઝટ ઝટ મૂકી દેવા માટે દોડ્યો !
{{gap}}એક જણાએ સોળ સત્તર વરસના આંતરડાના વ્યાધિનું પોટલું બાંધ્યું હતું. બીજા પાસે બદહજમી હતી. ત્રીજાએ તરિયો તાવ ઉપાડ્યો હતેા. રાજા પાસે
હાથીપગાના રોગ હતો. પ્રધાને પ્રમેહ લીધો હતો ! કોઈને છોકરું ન હતું એનું દુ:ખ હતું. કોઇને ઝાઝાં છે।કરાં થાતાં હતાં એનુ દુ:ખ હતું ! કોઈ ને ઘર
ન હતું. કોઇની વહુ મરી ગઈ હતી. બીજાને બૈરી સાથે છુટાછેડા લેવા હતા. કોઈકને ખાવાના વાંધા હતા. કોઈકનું મોઢું લાંબું હતું. કોઈકનું નાક ચપટું
હતું. એને એ બદલાવવાનુ મન હતુ. જેને કાંઈ દુ:ખ ન હતું એને પણ લાગ્યું હતું કે એને કાંઈક દુઃખ છે !
{{gap}}ત્યાં મેદાનમાં તો દુ:ખનાં પોટલે પોટલાંના ઢગલા થવા માંડ્યાં. કેવાં વિચિત્રને જુદાં જુદાં પ્રકારનાં<noinclude></noinclude>
beg8ejpxfvp675wm0m67fiuh8c6wnlz
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૫૭
104
73299
223261
223087
2026-07-10T16:21:00Z
Amvaishnav
156
/* Proofread */
223261
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|સંસ્કાર કથાઓ||૫૫}}<hr>'''</noinclude>દુ:ખ !
{{gap}}જ્યારે બધાનાં દુ:ખ ત્યાં આવી ગયાં ત્યારે એક અત્યંત સુંદર સ્ત્રી ત્યાં આવી. તેણે આવીને એક મોટો પડીકાના ઢગલો કર્યો. આ પડીકામાં તમારી ઈચ્છેલી વસ્તુઓ છે, જેને જે જોઇતી હોય તે ઉપાડી લ્યો !'
{{gap}}માણસો ઉપડ્યાં. પોતપેાતાની ઈચ્છેલી વસ્તુનું પડીકું ઉપાડવા માંડ્યાં.
{{gap}}આનંદ તો કોઈનો માતો નથી; સૌને એમ કે હવે તો એ સ્વર્ગમાં જ બેઠા છે !
{{gap}}પણ હાયરે ! પડીકું ઉઘડયું ને પછી આંખ ઉઘડી ગઇ ! જેણે પેટનો વ્યાધિ આંહીં ફેંકી દીધો હતો, અને જે ખાવાનું મળ્યું, એના બદલામાં તરત અતિસારની દવાની શીશી લઈ ડોક્ટરને ત્યાં ધક્કા ખાવા માંડયા ! જેને એક
સંતાનની તૃષ્ણા હતી, એના પડીકામાં સંતાન તો નીકળ્યાં! એકને બદલે બે ! પણ બે’ય એવા કે ડોસાનાં હાડકાં ખોખરાં કરે તેવા !
{{gap}}એક જણાને રૂપાળી બૈરી જોઈતી હતી. એની કરૂપડી બૈરીથી તે
થાકી ગયો હતો. એને બૈરી તો<noinclude></noinclude>
4jkdho94n9dhr6pd07jmtghwpant6f3
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૫૮
104
73300
223262
223088
2026-07-10T16:29:01Z
Amvaishnav
156
/* Proofread */
223262
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૫૬||સંસ્કાર કથાઓ}}<hr>'''</noinclude>રૂપાળી મળી. પણ એવી કે એને સૂતો વેચે એવી ! એટલે એ માથે હાથ દઈને એની સાદી બૈરીને સંભારવા બેઠો !
{{gap}}ગરીબ હતો તેની ગરીબાઈ ગઈ. પણ એ શ્રીમંતાઈના બદલામાં રોટલો ને મરચું ખાતો હતો એ મજા ગઈ ! ખાય તે પચે જ નહિ ને !
{{gap}}આમ બન્યું એવું કે દુ:ખ બધાનાં ગયાં, પણ જૂનાં દુ:ખને બદલે નવાં આવ્યાં !
{{gap}}હવે તો સૌ પાછા માથે હાથ દઈ ને પોક મૂકવા માંડ્યા : ‘હે વિધાતા ! અમને અમારાં જૂનાં દુઃખ પાછાં આપો!'
{{gap}}વિધાતાએ સ્મિત કરીને એટલુ જ કહ્યું: 'અરે ભાઈઓ ! તમે જરાક તો જુઓ. જુનું કે નવું કોઈ દુ:ખ મારી પાસે નથી. ને હું તમને કાંઈ આપતી લેતી નથી, જે આપે છે એ તો પેલી બાઈ આપે છે !'
{{gap}}'કઈ ? કઈ બાઈ? એ કઈ બાઈ છે જે અમને દુઃખ આપે છે ? ’
{{gap}}વિધાતાએ ખડખડાટ હસીને કહ્યું: ‘ એ બાઈનું નામ: તમારી જ કલ્પના !'<noinclude></noinclude>
pzdr9jc53vvjm4r8eh2gtqintygihp4
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૫૯
104
73301
223263
223089
2026-07-10T16:36:55Z
Amvaishnav
156
/* Proofread */
223263
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|સંસ્કાર કથાઓ||૫૭}}<hr>'''</noinclude><br><br>
'''[૧૯] રાજા અશોકનુંં ધર્મચક્ર !'''
<br><br>
{{gap}}{{મોટો અક્ષર|'''રા'''}}જા અશોકનું નામ ઘણું પ્રસિદ્ધ છે. એ
અશોક રાજાએ એક વખત જબરજસ્ત સૈન્ય લઈને કલિંગ દેશ ઉપર ચડાઈ કરી. કર્લિંગ દેશ આજે તો ઓરિસ્સા પ્રાંત તરીકે આળખાય છે. જગન્નાથપુરીનું ધામ ત્યાં છે.
{{gap}}હવે આ અશોકરાજા આખું ભારતવર્ષ જીતવા નીકળ્યો હતો. એની પાસે ચુનંદા સવારો હતા. કસાયલા સેનાપતિઓ હતા. એનુ લશ્કર પણ મોટું હતું. પેાતે આ સૈન્યને દોરી રહ્યો હતો.
{{gap}}પણ કલિંગદેશનો રાજા બળવાન હતો. એની પાસે પણ એક હજાર ધોડેસવાર હતા. સાતસો હાથી હતા. સાઠ હજાર માણસનું પાયદળ હતું.
{{gap}}એ લડાઇ એવી તો ભયંકર થઈ કે ન પૂછો વાત. જીવ જાય તો ભલે પણ કલિંગના લોકો નમતુ આપવાની વાત જ ન કરે ! નહિ નહિ તો, દોઢ લાખ
આદમીને બંધનમાં નાખ્યા; એક લાખ આદમીની<noinclude></noinclude>
svu7e5tomv0s0rhpjp1by6nvz1aarvg