વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.10
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૪૮
104
73290
223273
223229
2026-07-11T16:14:57Z
Snehrashmi
2103
/* Validated */
223273
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૪૬||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>જાશે ! એનું શું?
{{gap}}એની ચિંતા ને ઉદ્વેગનો કોઈ પાર નથી ! જો ફળ ખાતો નથી તો અમરત્વ ગુમાવે છે. જો ખાય છે તો એનો આ જોડિયો કદરૂપો ભાઈ પણ અમર થઈ જાય છે. બન્ને છે તો સરખા કદરૂપા, પણ એકબીજાના મનમાં એકબીજાને વધારે કદરૂપા માને છે !
{{gap}}છેવટે એણે ફળ તો ખાધું. એટલામાં એનો પેલો ભાઈ જાગ્યો. અને પેલાના મોંમાંથી વાસ આવી એટલે એણે પૂછ્યું : ‘તે કાંઇ ખાધું છે કદરૂપા ?’
{{gap}}‘હા કઢંગા !’ પેલાએ જવાબ વાળ્યો : ‘મને અમરફળ મળ્યું ને મેં ખાધું !’
{{gap}}‘પણ મને પૂછ્યા વિના? તું અમર થઇ ગયો, ને મારે નો’તું થાવું એનું શું? મારે નથી થાવું અમર !’
{{gap}}‘તો તું ન થાતો !’
{{gap}}‘પણ હવે એ શી રીતે થાશે ? આપણું શરીર તો એક છે ! મારે મારો ભાગ અમર નો’તો કરવો ! અમર થઈ ને તો આપણે હેરાન થાવું છે નાં ?’
{{gap}}એમની તકરાર તો લાંબી ચાલત પણ એટલામાં<noinclude></noinclude>
omd65nhud6s6vxzlhovjapy2ckpifjl
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૪૯
104
73291
223274
223231
2026-07-11T16:15:59Z
Snehrashmi
2103
/* Validated */
223274
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૪૭}}
'''</noinclude>ખાવાની એક થાળી ત્યાં આવી પહોંચી એટલે બન્ને જણા શાંત થઈ ગયા !
{{gap}}હવે બીજે દિવસે એવું બન્યું કે એ જ પ્રમાણે એ દરિયાકિનારે હતા. અમરફળ ખાવાવાળો સૂઈ ગયો હતો. ને પેલો બીજો જાગતો હતો. એવામાં
સમુદ્રછોળ ઉપર તરતું તરતુ એક ફળ આવ્યું. એ પણ ગઈકાલની પેઠે આના હાથમાં આવ્યું. એણે એ જોયું ને અને આનંદ આનંદ થઈ ગયો. એના હાથમાં વિષફળ આવ્યું હતું. ગમે તેવા અમરને પણ એ ઘડીના છઠ્ઠા ભાગમાં હતો ન હતો કરી
નાખે એવું હલાહલ ઝેર એનામાં હતું !
{{gap}}એણે એ ફળ ઉપાડ્યું, ને એ પાછો ચિંતામાં પડ્યો. એને પોતાને મરવું ન હતું, પણ પેલાની અમરતા ટાળવી હતી ! હવે થાય શું ? જો ખાય છે તો પોતે પણ મરે છે. નથી ખાતો તો એનો જોડિયો ભાઈ અમરતા પ્રાપ્ત કરી બેઠો છે, તે અમર રહે છે.
{{gap}}એને માટે તો ભારે કોયડો થઈ પડ્યો. ફળ ખાવું કે ન ખાવું?
{{gap}}એણે તો હું મરું પણ તને રાંડ કરું એમ<noinclude></noinclude>
rviiimikhbzwc2aaltwf8v4qagywzq7
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૫૦
104
73292
223275
223232
2026-07-11T16:17:32Z
Snehrashmi
2103
/* Validated */
223275
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૪૮||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>સંતોષ લઈને કચકચાવીને ફળ ખાધું !
{{gap}}પણ આ મહા વિષફળે અમૃતને હણી નાખ્યું તો અમૃતે વિષની વાત ઉડાડી દીધી ! એટલે એ પાછા ધાયેલ મૂળા જેવા, જેવા હતા તેવા થઈ રહ્યા !
{{gap}}પણ ત્યારપછી આ ફળ વિષેની તકરાર એ એમનો નિત્યનો ધંધો થઈ પડ્યો. એક વખત આ પ્રમાણે એ બન્ને આ ફળની તકરારમાં પડ્યા હતા, ત્યાં એક સાધુ મહારાજ નીકળ્યા.
{{gap}}તે એમની તકરાર સાંભળીને બોલ્યા : ‘ઐસા કરો ભાઈઓ ! તુમ તુમારી અલગ અલગ જાતકી બાત છોડ દો. તબ તુમેરા શરીર કુછ તંદુરસ્તી કુ પ્રાપ્ત કર સકેંગે, અલગ અલગ તો દોનોંકો નહિ અમૃતફલ મિલેંગે, નહિ કોઈ દૂસરા ફાયદા મિલેંગે, કેવલ એ કરૂપી ચાલ રહેંગે ! લડાઈ તો કુત્તા ભી કર સકતા હૈ. ઇસમે કોઈ માનવ આકારકી જરૂરત ભી નહિ ! તુમ આપસ આપસમેં સમજોગે તો કુછ ફાયદા નીકલેગા. નહિતર તો યહ આપકી સુકઢંગી રત દેખકર લોક હંસી કરેંગે.’<noinclude></noinclude>
nggs1qx9gm8e8ek6ilj5ifs8tuv2hbh
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૫૧
104
73293
223276
223234
2026-07-11T16:18:48Z
Snehrashmi
2103
/* Validated */
223276
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૪૯}}
'''</noinclude>

'''[૧૬] કલ્યાણ કરે તે રાજા !'''

{{gap}}{{મોટો અક્ષર|'''શ'''}}હેનશાહ અકબરની પાસે એક વખત પંડિત ચર્ચા ચાલતી હતી. પંડિતરાજે કહ્યું : ‘કેટલાક અટપટા પ્રશ્નોની પેઠે રાજકર્તાઓનો પ્રશ્ન પણ અટપટો રહ્યો છે . નામદાર ! જુઓને, જુના વખતના ઈતિહાસમાંથી ખબર પડે છે કે કેટલાક રાજવીઓ પ્રજાથી એટલે ઊંચે બેસણે બેસતા કે એમને કંઈ મળવા ધારે તો મળી જ શકે નહિ ને ! પણ એટલે જ એમનું એ ઊંચું બેઠણું એક વખત પ્રજાજનોએ જ તોડી નાખ્યું લાગે છે ! ત્યારે બીજી બાજુ, કેટલાક એવા હતા, આતવા૨ે ને છાશવારે પ્રજાજનોમાં ભળવા દોડતા ! તો એમને પ્રજાજનોએ તો નમાલા ગણીને કાઢી નાખ્યા ! આ તો દેડકાઓને લાકડાનો કકડો પસંદ ન પડ્યો ને બગલો પણ ન ગમ્યો—એના જેવી વાત થઈ ! પ્રજાને કેવું રાજતંત્ર ગમે એ કોઈ શોધી શકતું નથી ! ’
{{gap}}‘મેં શોધી કાઢ્યું છે !’ શહેનશાહ અકબરે<noinclude></noinclude>
niingaoif79nomteykgki5goatavfj3
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૫૨
104
73294
223277
223235
2026-07-11T16:20:38Z
Snehrashmi
2103
/* Validated */
223277
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૫૦||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>
જવાબ આપ્યો : ‘લોકોને તો ભવ્ય રાજાની પણ પડી નથી. ને સામાન્યની પણ પડી નથી. લોકો કોઈ રૂપાળો રાજા લેવા માગતા નથી. એમને તો રાજાનું કામ જોવાની ટેવ પડી છે. પોતાના કામની મારફત જો પ્રજામાં દેખાતો રહે તો એ જીવતો રહે !’

'''[૧૭ ] કીર્તિની ઈચ્છા !'''

{{gap}}{{મોટો અક્ષર|'''એ'''}}ક માણસ પાસે ઘણું દ્રવ્ય હતું. એટલે
એના દાનશીલ સ્વભાવે ધન વાપરવા માંડ્યું, તે છતાં એના મનમાં થોડી લાલસા રહેતી. આ દાનધર્મનો કાંઈક–બદલો કીર્તિ રૂપે કે મહત્તારૂપે, કોઇક રૂપે
મળે તો સારું.
{{gap}}એના એક ગુરુ હતા: એના ઉપદેશથી આ ભાઈ સત્કાર્ય કરવા પ્રેરાયા હતા.
{{gap}}ગુરુએ એના મનની નબળાઈ જાણી લીધી. એક દિવસ ગુરુએ એક પથ્થર એને ભેટ મોકલ્યો. અને એ પથ્થર ઉપર લખ્યું “સત્કાર્યનો બદલો”
પેલો માણસ તે ક્ષણે ગુસ્સે થઈ ગયો. તેણે તો જે<noinclude></noinclude>
5aj7lpn659012gyma0ldgaprigyz5ym
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૫૫
104
73297
223264
223259
2026-07-11T15:49:54Z
Snehrashmi
2103
/* Validated */
223264
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૫૩}}
'''</noinclude>કરે છે. માટે એક વખત તો હું તમામને દુઃખ મુક્ત કરી દઉં. પછી ભલે જેનું જે થાવું હોય તે થાય.
{{gap}}તેણે એક ઢંઢેરો પીટાવ્યો: ‘સાંભળજો રે ! હે દુનિયાનાં માણસો ! જે જે માણસને પોતાના દુઃખનો ત્રાસ અસહ્ય લાગતો હોય તે પોત પોતાનાં દુઃખ આંહી આ મેદાનમાં મુકી જાય. એ દુઃખના બદલામાં એમને એક એક નવી ચીઠ્ઠી પસંદ કરીને લેવા દેવામાં આવશે. એ ચીઠ્ઠીમાં એમને એમની ઈચ્છેલી વસ્તુ મળતી હશે.’
{{gap}}આ ઢંઢેરો સાંભળીને તો આખી દુનિયા હાલક ડોલક થઈ ગઈ. સૌને દુઃખ હતું. દુઃખ વિનાનો કોઈ મળે જ નહિ ! રાજા, પ્રધાન, શેઠ, નોકર, ચાકર, લોફર, ચોર, લફંગા, ઠગ, શઠ, સાધુ, સંત, તમામ દુઃખી હતા. સૌ પોતપોતાના દુઃખનાં પોટલાં બાંધી બાંધીને દોડ્યા મેદાનમાં.
{{gap}}દરેકને એમ હતું કે એમનું દુઃખ અસહ્ય હતું ! એ દુઃખ કરતાં બીજું જે મળશે, તે હજાર દરજ્જે સારું હશે !
{{gap}}જ્યારે વિધાતાએ તો કૃપાવંત થઈને દુઃખના બદલામાં એમની ઈચ્છેલી વસ્તુ આપવાની જાહેરાત<noinclude></noinclude>
56n4d5oert67ckyc8j9rp50fy7z8u1m
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૫૬
104
73298
223265
223260
2026-07-11T15:51:40Z
Snehrashmi
2103
/* Validated */
223265
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૫૪||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>પણ કરી હતી !
{{gap}}માણસોનો તો આનંદ ક્યાંય માતો ન હતો, પળ બે પળમાં હવે સ્વર્ગ દેખાશે એવી આશા દરેકના મનમાં પ્રગટી હતી. ઉંધું ઘાલીને, પોતપાતાના દુઃખનુ પોટલું બાંધી, દરેક જણ એ ઝટ ઝટ મૂકી દેવા માટે દોડ્યો !
{{gap}}એક જણાએ સોળ સત્તર વરસના આંતરડાના વ્યાધિનું પોટલું બાંધ્યું હતું. બીજા પાસે બદહજમી હતી. ત્રીજાએ તરિયો તાવ ઉપાડ્યો હતો. રાજા પાસે હાથીપગાનો રોગ હતો. પ્રધાને પ્રમેહ લીધો હતો ! કોઈને છોકરું ન હતું એનું દુઃખ હતું. કોઇને ઝાઝાં છોકરાં થાતાં હતાં એનુ દુઃખ હતું ! કોઈ ને ઘર ન હતું. કોઇની વહુ મરી ગઈ હતી. બીજાને બૈરી સાથે છુટાછેડા લેવા હતા. કોઈકને ખાવાના વાંધા હતા. કોઈકનું મોઢું લાંબું હતું. કોઈકનું નાક ચપટું હતું. એને એ બદલાવવાનું મન હતુણ્. જેને કાંઈ દુઃખ ન હતું એને પણ લાગ્યું હતું કે એને કાંઈક દુઃખ છે !
{{gap}}ત્યાં મેદાનમાં તો દુઃખનાં પોટલે પોટલાંના ઢગલા થવા માંડ્યાં. કેવાં વિચિત્રને જુદાં જુદાં પ્રકારનાં<noinclude></noinclude>
h8fxh8g5dqpp0l6nxux3mkpxuvnhqd1
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૫૭
104
73299
223266
223261
2026-07-11T15:52:58Z
Snehrashmi
2103
/* Validated */
223266
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૫૫}}
'''</noinclude>દુઃખ !
{{gap}}જ્યારે બધાનાં દુઃખ ત્યાં આવી ગયાં ત્યારે એક અત્યંત સુંદર સ્ત્રી ત્યાં આવી. તેણે આવીને એક મોટો પડીકાનો ઢગલો કર્યો. આ પડીકામાં તમારી ઈચ્છેલી વસ્તુઓ છે, જેને જે જોઇતી હોય તે ઉપાડી લ્યો !’
{{gap}}માણસો ઉપડ્યાં. પોતપોતાની ઈચ્છેલી વસ્તુનું પડીકું ઉપાડવા માંડ્યાં.
{{gap}}આનંદ તો કોઈનો માતો નથી; સૌને એમ કે હવે તો એ સ્વર્ગમાં જ બેઠા છે !
{{gap}}પણ હાયરે ! પડીકું ઉઘડ્યું ને પછી આંખ ઉઘડી ગઇ ! જેણે પેટનો વ્યાધિ આંહીં ફેંકી દીધો હતો, અને જે ખાવાનું મળ્યું, એના બદલામાં તરત અતિસારની દવાની શીશી લઈ ડોક્ટરને ત્યાં ધક્કા ખાવા માંડ્યા ! જેને એક સંતાનની તૃષ્ણા હતી, એના પડીકામાં સંતાન તો નીકળ્યાં! એકને બદલે બે ! પણ બે’ય એવા કે ડોસાનાં હાડકાં ખોખરાં કરે તેવા !
{{gap}}એક જણાને રૂપાળી બૈરી જોઈતી હતી. એની કરૂપડી બૈરીથી તે
થાકી ગયો હતો. એને બૈરી તો<noinclude></noinclude>
lcnrlyz2zeit4s6a8bneceynzidl60u
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૫૮
104
73300
223267
223262
2026-07-11T15:54:09Z
Snehrashmi
2103
/* Validated */
223267
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૫૬||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>રૂપાળી મળી. પણ એવી કે એને સૂતો વેચે એવી ! એટલે એ માથે હાથ દઈને એની સાદી બૈરીને સંભારવા બેઠો !
{{gap}}ગરીબ હતો તેની ગરીબાઈ ગઈ. પણ એ શ્રીમંતાઈના બદલામાં રોટલો ને મરચું ખાતો હતો એ મજા ગઈ ! ખાય તે પચે જ નહિ ને !
{{gap}}આમ બન્યું એવું કે દુઃખ બધાનાં ગયાં, પણ જૂનાં દુઃખને બદલે નવાં આવ્યાં !
{{gap}}હવે તો સૌ પાછા માથે હાથ દઈ ને પોક મૂકવા માંડ્યા : ‘હે વિધાતા ! અમને અમારાં જૂનાં દુઃખ પાછાં આપો!’
{{gap}}વિધાતાએ સ્મિત કરીને એટલું જ કહ્યું: ‘અરે ભાઈઓ ! તમે જરાક તો જુઓ. જુનું કે નવું કોઈ દુઃખ મારી પાસે નથી. ને હું તમને કાંઈ આપતી લેતી નથી, જે આપે છે એ તો પેલી બાઈ આપે છે !’
{{gap}}‘કઈ ? કઈ બાઈ? એ કઈ બાઈ છે જે અમને દુઃખ આપે છે ?’
{{gap}}વિધાતાએ ખડખડાટ હસીને કહ્યું: ‘એ બાઈનું નામ: તમારી જ કલ્પના !’<noinclude></noinclude>
q2pep3n5i353ony87zozh8ubn56s0oq
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૫૯
104
73301
223268
223263
2026-07-11T15:55:19Z
Snehrashmi
2103
/* Validated */
223268
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૫૭}}
'''</noinclude>

'''[૧૯] રાજા અશોકનુંં ધર્મચક્ર !'''

{{gap}}{{મોટો અક્ષર|'''રા'''}}જા અશોકનું નામ ઘણું પ્રસિદ્ધ છે. એ અશોક રાજાએ એક વખત જબરજસ્ત સૈન્ય લઈને કલિંગ દેશ ઉપર ચડાઈ કરી. કલિંગ દેશ આજે તો ઓરિસ્સા પ્રાંત તરીકે ઓળખાય છે. જગન્નાથપુરીનું ધામ ત્યાં છે.
{{gap}}હવે આ અશોકરાજા આખું ભારતવર્ષ જીતવા નીકળ્યો હતો. એની પાસે ચુનંદા સવારો હતા. કસાયલા સેનાપતિઓ હતા. એનું લશ્કર પણ મોટું હતું. પોતે આ સૈન્યને દોરી રહ્યો હતો.
{{gap}}પણ કલિંગદેશનો રાજા બળવાન હતો. એની પાસે પણ એક હજાર ઘોડેસવાર હતા. સાતસો હાથી હતા. સાઠ હજાર માણસનું પાયદળ હતું.
{{gap}}એ લડાઇ એવી તો ભયંકર થઈ કે ન પૂછો વાત. જીવ જાય તો ભલે પણ કલિંગના લોકો નમતું આપવાની વાત જ ન કરે ! નહિ નહિ તો, દોઢ લાખ આદમીને બંધનમાં નાખ્યા; એક લાખ આદમીની<noinclude></noinclude>
qvyxzemm6ncmo3k79owtd3myxlkss2q
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૦
104
73302
223269
223090
2026-07-11T16:00:22Z
Snehrashmi
2103
/* Proofread */
223269
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''
{{rh|૫૮||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>કતલ થઈ. અને જુદ્ધના પરિણામ રૂપે સેંકડો ને
હજારોની પાયમાલી થઇ ગઇ.
{{gap}}ત્યારે રાજા અશોક આ જુદ્ધ જીત્યો !
{{gap}}પણ જીતી જીતીને શું જીત્યો ? જમીન તો કાંઈ
એની ભેગી આવવાની ન હતી. જીતવાનાં માણસ
હતાં—એ માણસ તો બધાં, એને જમ જેવો લેખવા
માંડ્યાં, એની સામે કોઈ નજર જ કરે નહિ ને!
કારણ વિના આવું જુદ્ધ કરનારને સૌ ચંડાળ
ગણવા માંડ્યાં!
{{gap}}અશોકરાજાના દિલમાં ભારે ગ્લાનિ થઈ આવી.
એનો વિજયનો આનંદ ઉડી ગયો. એનું મન શોકથી
ભરાઈ આવ્યું. લાખો માણસોનો આવો અકારણ
સંહાર થાય એ એને ભયંકર લાગ્યું.
{{gap}}એણે ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા લીધી કે આવું જુદ્ધ
હવે કદાપિ ન કરવું.
{{gap}}એણે ધર્મરાજ્ય સ્થાપવાનું, અને પ્રેમથી સૌને
જીતવાનું નક્કી કર્યું.
{{gap}}આ સમ્રાટ અશોકે કાશ્મીર દેશનું શ્રીનગર
વસાવેલું. ત્યાં એનું રાજ. નેપાલમાં એણે લલિતપટ્ટણ
નામે નગર વસાવ્યું. ત્યાં એનું રાજ. ક્યાં નેપાલ<noinclude></noinclude>
642xbc8baudy0nztt5ey9fh0e48nhxd
223278
223269
2026-07-11T16:28:19Z
Amvaishnav
156
/* Validated */
223278
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''
{{rh|૫૮||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>કતલ થઈ. અને જુદ્ધના પરિણામ રૂપે સેંકડો ને
હજારોની પાયમાલી થઇ ગઇ.
{{gap}}ત્યારે રાજા અશોક આ જુદ્ધ જીત્યો !
{{gap}}પણ જીતી જીતીને શું જીત્યો ? જમીન તો કાંઈ
એની ભેગી આવવાની ન હતી. જીતવાનાં માણસ
હતાં—એ માણસ તો બધાં, એને જમ જેવો લેખવા
માંડ્યાં, એની સામે કોઈ નજર જ કરે નહિ ને!
કારણ વિના આવું જુદ્ધ કરનારને સૌ ચંડાળ
ગણવા માંડ્યાં!
{{gap}}અશોકરાજાના દિલમાં ભારે ગ્લાનિ થઈ આવી.
એનો વિજયનો આનંદ ઉડી ગયો. એનું મન શોકથી
ભરાઈ આવ્યું. લાખો માણસોનો આવો અકારણ
સંહાર થાય એ એને ભયંકર લાગ્યું.
{{gap}}એણે ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા લીધી કે આવું જુદ્ધ
હવે કદાપિ ન કરવું.
{{gap}}એણે ધર્મરાજ્ય સ્થાપવાનું, અને પ્રેમથી સૌને
જીતવાનું નક્કી કર્યું.
{{gap}}આ સમ્રાટ અશોકે કાશ્મીર દેશનું શ્રીનગર
વસાવેલું. ત્યાં એનું રાજ. નેપાલમાં એણે લલિતપટ્ટણ
નામે નગર વસાવ્યું. ત્યાં એનું રાજ. ક્યાં નેપાલ<noinclude></noinclude>
2g8v4rymb5bas3xcw07ia3uc085fjr4
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૧
104
73303
223270
223091
2026-07-11T16:06:10Z
Snehrashmi
2103
/* Proofread */
223270
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૫૯}}
'''</noinclude>ક્યાં જગન્નાથજીનું ધામ ને ક્યાં ગીરનાર ! પણ એ
બધે ઠેકાણે એનું રાજ.
{{gap}}જુદ્ધની દુષ્ટતાનો એને જે ખ્યાલ આવ્યો ત્યાર
પછી, એણે ઠેકાણે ઠેકાણે, માણસાઈ કોને કહેવાય
એના લેખો લખાવવા જ માંડ્યા! એટલું જ નહિ,
ઠેકાણે ઠેકાણે જલાશયો બંધાવ્યાં. રસ્તાઓ કરાવ્યા.
ધર્મશાળાઓ રચી. પશુ, પંખી, માણસ તમામની
સેવા કરવા માટે દવાખાનાઓ કરાવ્યાં. બૌદ્ધ ધર્મના
સાધુ સંન્યાસીઓને દેશ પરદેશ મોકલીને પ્રજાને
માણસાઈ કેળવવાનો ઉપદેશ આપવાનું કામ ઉપાડ્યું!
એણે તો આખી રાજનીતિ જ બદલી કાઢી. જુદ્ધ
માટે નહિ—શાંતિ માટે રાજા છે ને રાજ છે, એ વાત
બધાને કહેવા માંડી!
{{gap}}અશોકરાજાને આ સત્યની એવી લગની લાગી
કે એના પોતાના પુત્ર મહેન્દ્રને એણે લંકા મોકલીને
બૌદ્ધધર્મનો આ શાંતિનો સંદેશ ત્યાંની પ્રજાને
પહોંચાડ્યો. મહેન્દ્ર સાથે એની બેન સંઘમિત્રા પણ
ગયેલી. આ ભાઈ બેનની જોડીએ ત્યાં લંકામાં આ
કામ કર્યું. અશોક રાજાનું આ કામ આજ પણ
દુનિયાના તમામ રાજપુરુષોને અનુકરણ કરવા જેવું<noinclude></noinclude>
fwuw7sbyxqbqbk2v8fi0qk739yf7e2y
223279
223270
2026-07-11T16:29:15Z
Amvaishnav
156
/* Validated */
223279
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૫૯}}
'''</noinclude>ક્યાં જગન્નાથજીનું ધામ ને ક્યાં ગીરનાર ! પણ એ
બધે ઠેકાણે એનું રાજ.
{{gap}}જુદ્ધની દુષ્ટતાનો એને જે ખ્યાલ આવ્યો ત્યાર
પછી, એણે ઠેકાણે ઠેકાણે, માણસાઈ કોને કહેવાય
એના લેખો લખાવવા જ માંડ્યા! એટલું જ નહિ,
ઠેકાણે ઠેકાણે જલાશયો બંધાવ્યાં. રસ્તાઓ કરાવ્યા.
ધર્મશાળાઓ રચી. પશુ, પંખી, માણસ તમામની
સેવા કરવા માટે દવાખાનાઓ કરાવ્યાં. બૌદ્ધ ધર્મના
સાધુ સંન્યાસીઓને દેશ પરદેશ મોકલીને પ્રજાને
માણસાઈ કેળવવાનો ઉપદેશ આપવાનું કામ ઉપાડ્યું!
એણે તો આખી રાજનીતિ જ બદલી કાઢી. જુદ્ધ
માટે નહિ—શાંતિ માટે રાજા છે ને રાજ છે, એ વાત
બધાને કહેવા માંડી!
{{gap}}અશોકરાજાને આ સત્યની એવી લગની લાગી
કે એના પોતાના પુત્ર મહેન્દ્રને એણે લંકા મોકલીને
બૌદ્ધધર્મનો આ શાંતિનો સંદેશ ત્યાંની પ્રજાને
પહોંચાડ્યો. મહેન્દ્ર સાથે એની બેન સંઘમિત્રા પણ
ગયેલી. આ ભાઈ બેનની જોડીએ ત્યાં લંકામાં આ
કામ કર્યું. અશોક રાજાનું આ કામ આજ પણ
દુનિયાના તમામ રાજપુરુષોને અનુકરણ કરવા જેવું<noinclude></noinclude>
lbbd7gc3yk5y9niskk8eldz4nusnyxn
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૨
104
73304
223271
223092
2026-07-11T16:11:56Z
Snehrashmi
2103
/* Proofread */
223271
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''
{{rh|૬૦||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>
લાગે છે. એણે પ્રજા પ્રજા વચ્ચે શાંતિ સ્થાપવાનો
રાજમાર્ગ શોધી કાઢ્યો હતો. જીતવાથી કે જુદ્ધ
કરવાથી પ્રજા પ્રજાનો મેળ નહિ મળે. પણ જો
માણસાઈ કેળવાય, શાંતિનો પ્રેમ વધે, ન્યાય અને
સત્ય ઉપર પ્રીતિ થાય, તો પ્રજા પ્રજાની વચ્ચે
લડાઈઓ ન થાય. આજ પણ હજી એ જ આદર્શ
સૌને અનુકરણ કરવા જેવો લાગે છે. આ અશોકરાજાનું
ધર્મચક્ર પ્રવર્ત્તન, એટલે ધર્મનો જય.
સત્યનો જય.

'''[૨૦] હીરાનો વેપાર !'''

{{gap}}{{મોટો અક્ષર|એ}}ક મોટો વેપારી હતો. હીરામાણેકનો વેપારી.
એની પાસે અનેક નંગ આવે. કોઈ ઓછી કિમ્મતનું
હોય. કોઈ ભારે કિમ્મતનું હોય. હવે એક વખત
એવું બન્યું કે એની પાસે એક બહુ જ કિમતી
હીરો આવી ગયો. એટલો બધો મૂલ્યવાન એ હીરો
હતો કે એના બીજા તમામ હીરા એની પાસે
કથિરના બની ગયા !
{{nop}}<noinclude></noinclude>
fk9jsxxdq2wlzt83hkc2z3pd5etnuzu
223272
223271
2026-07-11T16:12:18Z
Snehrashmi
2103
223272
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''
{{rh|૬૦||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>
લાગે છે. એણે પ્રજા પ્રજા વચ્ચે શાંતિ સ્થાપવાનો
રાજમાર્ગ શોધી કાઢ્યો હતો. જીતવાથી કે જુદ્ધ
કરવાથી પ્રજા પ્રજાનો મેળ નહિ મળે. પણ જો
માણસાઈ કેળવાય, શાંતિનો પ્રેમ વધે, ન્યાય અને
સત્ય ઉપર પ્રીતિ થાય, તો પ્રજા પ્રજાની વચ્ચે
લડાઈઓ ન થાય. આજ પણ હજી એ જ આદર્શ
સૌને અનુકરણ કરવા જેવો લાગે છે. આ અશોકરાજાનું
ધર્મચક્ર પ્રવર્ત્તન, એટલે ધર્મનો જય.
સત્યનો જય.

'''[૨૦] હીરાનો વેપાર !'''

{{gap}}{{મોટો અક્ષર|એ}}ક મોટો વેપારી હતો. હીરામાણેકનો વેપારી.
એની પાસે અનેક નંગ આવે. કોઈ ઓછી કિમ્મતનું
હોય. કોઈ ભારે કિમ્મતનું હોય. હવે એક વખત
એવું બન્યું કે એની પાસે એક બહુ જ કિમતી
હીરો આવી ગયો. એટલો બધો મૂલ્યવાન એ હીરો
હતો કે એના બીજા તમામ હીરા એની પાસે
કથિરના બની ગયા !
{{nop}}<noinclude></noinclude>
qxdwr8vz2ebhkckqfxcil11wn709a6p
223280
223272
2026-07-11T16:30:36Z
Amvaishnav
156
/* Validated */
223280
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''
{{rh|૬૦||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>
લાગે છે. એણે પ્રજા પ્રજા વચ્ચે શાંતિ સ્થાપવાનો
રાજમાર્ગ શોધી કાઢ્યો હતો. જીતવાથી કે જુદ્ધ
કરવાથી પ્રજા પ્રજાનો મેળ નહિ મળે. પણ જો
માણસાઈ કેળવાય, શાંતિનો પ્રેમ વધે, ન્યાય અને
સત્ય ઉપર પ્રીતિ થાય, તો પ્રજા પ્રજાની વચ્ચે
લડાઈઓ ન થાય. આજ પણ હજી એ જ આદર્શ
સૌને અનુકરણ કરવા જેવો લાગે છે. આ અશોકરાજાનું
ધર્મચક્ર પ્રવર્ત્તન, એટલે ધર્મનો જય.
સત્યનો જય.

'''[૨૦] હીરાનો વેપાર !'''

{{gap}}{{મોટો અક્ષર|એ}}ક મોટો વેપારી હતો. હીરામાણેકનો વેપારી.
એની પાસે અનેક નંગ આવે. કોઈ ઓછી કિમ્મતનું
હોય. કોઈ ભારે કિમ્મતનું હોય. હવે એક વખત
એવું બન્યું કે એની પાસે એક બહુ જ કિમતી
હીરો આવી ગયો. એટલો બધો મૂલ્યવાન એ હીરો
હતો કે એના બીજા તમામ હીરા એની પાસે
કથિરના બની ગયા !
{{nop}}<noinclude></noinclude>
8et0mhkf6xzcea8ijmcw7syf2n9dzbx
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૩
104
73305
223281
223093
2026-07-11T16:35:57Z
Amvaishnav
156
/* Proofread */
223281
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૬૧}}
'''</noinclude>{{gap}}હવે આ વેપારી એક સાધુ પાસે જાય. હરિકથા સાંભળવા જાય. ધ્યાન દઈને કથા સાંભળે. પણ મનમાં હજી સારાનરસાનો વિવેક આવેલો નહિ !
{{gap}}આ મહામૂલ્યવાન હીરો એને મળી ગયો, એટલે એણે મનમાં વિચાર કર્યો હતો, કે આપણે બીજા તમામ નાના મોટા હીરા કાઢી નાખવા. આ એક હીરો સાચવીશું એટલું બસ છે. નાના મોટા હીરા કાઢતાં જે નગદ રકમ મળી જાશે, તેનાથી આપણો સંસાર ચાલશે. અને મૂલ્યવાન હીરો આપણી પાસે પટારામાં પડ્યો હશે, એટલે ધરપત રહેશે કે, વાંધો નહિ, કાળે દકાળે ખપ આવે એવી એક મહામૂલ્યવાન ચીજ તો આપણી પાસે પડી છે !
{{gap}}એક દિવસ એ કથામાં ગયો. કથા થઈ ગયા પછી આ એનો વિચાર એણે એકાંતમાં પેલા સાધુ મહારાજને કહ્યો. સાધુમહારાજ તો એની સામે જ
જોઈ રહ્યા ! આજે જ કથામાં હરિનામ મહિમાની વાત આવી હતી. એમાં એમણે કહ્યું હતું કે એક નામનો છેલ્લો આધાર, ખરેખરો લેવા હોય તો પછી બીજી આળપંપાળમાં તમને મેાહ ન જોઇએ !
{{gap}}તેણે વેપારીને કહ્યું : 'આ તો ઠીક છે શેઠજી !<noinclude></noinclude>
77m7t9x8j9q6s2wzfxazhrmen5eza9f
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૪
104
73306
223282
223094
2026-07-11T16:42:59Z
Amvaishnav
156
/* Proofread */
223282
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૬૨||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>પણ આ તમારી વાતમાંથી સમજવા જેવુ બીજું છે. જેને એક મોટો હીરો મળી ગયો તેને મન જેમ બીજા હીરાની કિમ્મત નથી, એવું રામ નામ વિષે ખરેખરું બને તો બધી હરિકથા સાંભળી પ્રમાણ ! નહિતર આ કથામાં જવા આવવાનુ પણ, હોટેલમાં ચા પીવાના વ્યસન જેવું વ્યસન થઈ જાય ! ’
{{gap}}સાધુજી આ રીતે વાત સમજ્યા એના વિષે શેઠને નવાઈ તો લાગી. પણ પછી વિચાર કરતાં એને લાગ્યું કે વાત સાધુની સાચી છે. સાચે સાચો રામ નામનો
આધાર ગાવાનો હોય તો આપણી નાની મોટી ક્રિયામાં એનો વણાટ આવવો જોઈએ. નહિતર તો આ કથા વાર્તામાં આવવાની વાત પણ ખોટી થાય !

'''[૨૨ ] કવિતા કોની?'''

{{gap}}{{મોટો અક્ષર|'''જા'''}}મ રાવળના દરબારમાં એક મહાપંડિત
રહે. પિતામ્બર પંડિત એનુ નામ. હવે જામના દરબારમાં એક બરોટ આવે. ઈસરબારોટ. એની પાસે કવિતા દેવી જાણે હાજરાહજુર હોય તેમ<noinclude></noinclude>
agirqufcbvfvshyf6u8hxonsq9hlbi1
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૫
104
73307
223283
223095
2026-07-11T16:49:24Z
Amvaishnav
156
/* Proofread */
223283
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૬૩}}
'''</noinclude>જ્યારે જુઓ ત્યારે એના કંઠમાંથી વાણીનો ધોધ વહે ! ભલભલાનાં માથાં ધૂણી જાય એવી એની કવિતા. અને એવો જ અદ્ભુત એનો કંઠ !
{{gap}}જામ રાવળ તો ઈસરબારોટનો કંઠ સાંભળે ને ડોલી જાય !
{{gap}}પણ દરબારમાં પેલા પંડિત પીતાંબર બેસે તે કાંઇ બોલે કે કારવે !
{{gap}}પીતાંબર પડિત વિષે જામ રાવળને પણ એવી શ્રદ્ધા કે પંડિત જ્યાં સુધી કાંઈ બોલે નહિ, ત્યાં સુધી એનુ હૃદય ખરેખરૂં ખીલે નહિ. રાજા જેવો રાજા
રીઝે તેા ઈસરબારોટનો બેડો પાર થઈ જાય ! પણ પેલો પડિત પીતામ્બર-એનું ડોકુ હાલે નહિ તેા ! ભલેને ઈસર બારોટ ત્રિલેાકની મોહિની ત્યાં ખડી કરે.
{{gap}}ઈસરબારોટને થયું કે આ પંડિત છે અદેખાઈનો કટકો, એને ઢાળિયેા પાડ્યા વિના આ રાજાનું મન રીઝવાનું નથી !
{{gap}}એક દિવસ ગુપચુપ પડિતને ઘેર પહોંચી ગયો. રાતનો વખત હતો. છુપાઈ ને બહાર ઊભો રહ્યો. એને એમકે પંડિત કાંઈ કામે બહાર નીકળે તો એનો<noinclude></noinclude>
kqinc6gpgpo2jn5fbocw9py4icq89jg
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૬
104
73308
223284
223096
2026-07-11T16:54:53Z
Amvaishnav
156
/* Proofread */
223284
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૬૪||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>ઢાળિયો ઢાળી નાખું. પછી કોણ નાડ પકડવા બેઠું છે કે પંડિતજીને ફલાણાએજ માર્યા. એ તો તકની રાહ જોતો ત્યાં ભીતે ઊભો રહ્યો !
{{gap}}હવે પડિતજીના ઘરમાં એ વખતે વાત ચાલે. પંડિતજી પોતાની સ્ત્રીને કહે કે રાજદરબારમાં કવિ તો ઘણા આવ્યા ને ઘણા ગયા. પણ હમણાં જે આ ઇસરબારોટ આવેલ છે એની તોલે કોઈ ન આવે !'
{{gap}}ઇસરબારોટ મનમાં જ બોલી ગયો: ‘ઓ ત્ તારીની ! આ તો જાણે છે બધુ ય, પણ આપણને કોઈ રીતે ફાવવા દેવા નથી ! એમ વાત લાગે છે !'
{{gap}}પંડિત આગળ વાત કરી રહ્યા હતા. એમની સ્ત્રીને મનઉઠી વાત કહી રહ્યા હતા: ‘પણ હે સ્ત્રી ! આ ઈસરબારોટ પાસે જે અનુપમ વસ્તુ છે, એનો એણે હવે વેપાર માંડ્યો છે. એને રાજાને રીઝવીને થાડાંક ઝાળાં પડાવી લેવાં છે ! પણ જેમ કસ્તુરીમૃગ પાસે કસ્તુરી હાય, ને એ અજ્ઞાનમાં પોતે જાણતો પણ નથી કે એની પાસે આવી અમુલખ ચીજ છે, બરાબર એ જ પ્રમાણે, આ ઈસરબારોટને પણ ખબર નથી કે એની પાસે કેવી<noinclude></noinclude>
rji6t5mn97jo5k0nso51jwua1pfhqkq
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૭
104
73309
223285
223097
2026-07-11T17:00:19Z
Amvaishnav
156
/* Proofread */
223285
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૬૫}}
'''</noinclude>અમુલખ ચીજ છે ! કવિતા તો ભગવાન કોકના અતરમાં ઉગાડે છે. ને આને તો કવિતા ને કંઠ બન્ને મળ્યાં છે. એટલે રાજા તો શું, ચાદલોકનો નાથ પણ એનાથી રીઝી જાય—એવી પ્રાસાદિક વાણી એને મળી છે. હું ઘણો, એટલા માટે પ્રયત્ન કરું છું. એને રાજા ઉત્તેજન આપશે તેા થઈ રહ્યું ! એ કવિતા ખોઈ બેસશે ! પછી તો એ પણ ટારડાં લેશે ને રાજાઓની ભાટાઈ કરશે. અને રાજાનો પણ રાજા છે એને એ ભૂલી જાશે. એને મળેલી ચીજ અદ્ભુત છે. પણ એ ભગવાનને ધરવાની છે કે આવા રાજાઓ માટે વાપરી નાખવાની છે એની આ કવિને ખબર નથી, સમજે તો એનો ભવ સુધરી જાય—પણ એ કાંઇ સાનમાં સમજે?’
{{gap}}ઈસરબારોટની તો આ સાંભળીને આંખ જ ઉઘડી ગઈ. 'ઓ હો હો ! આ પંડિત તો સાક્ષાત્ બ્રહ્મા જેવો છે. આજથી એ જ મારો ગુરુ !'
{{gap}}તેણે દોડીને પિતામ્બર પંડિતના ચરણમાં માથું મૂકી દીધું !<noinclude></noinclude>
mbgmkvdqzcifecw9h4rv5101ntqdsox