વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.10
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૮
104
73310
223286
223098
2026-07-12T16:14:27Z
Amvaishnav
156
/* Proofread */
223286
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૬૬||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>

'''[ ૨૨ ] વિવેક દશમો નિધિ !'''

{{gap}}{{મોટો અક્ષર|'''ઘ'''}}ણાં ઘણાં વર્ષો પહેલાં બનેલો આ બનાવ
છે. એક વખત રાજહંસ રાષ્ટ્રપાલ વિચારમાં પડી ગયો. એની પુત્રી કુમારી રાજહંસી ઉમ્મર લાયક થઈ હતી. પણ એ પરણાવવી કોને ? પંખીની સૃષ્ટિમાં તો એને લાયક કોઈ મળે નહિ !
{{gap}}એણે બધાં પંખીને સંભારી સંભારીને ગણ્યાં. સૌથી પહેલા લીધો ગરૂડ. પણ બાપલ્યા રે! એ તો એટલુ ઉંચે ઉડનારો કે ન પૂછો વાત ! પોતાની
પુત્રી એને પરણાવવી એ કાંઈ ઠીક નહિ ! એમ એક પછી એક બધાને સંભાર્યા : છેવટે બધા પંખીને સંભારતાં સંભારતાં એની આંખ મોર ઉપર ઠરી ! મોર કાંઈક ઠીક ! રૂપાતો તો ખરો ! માંહ્યલા ગુણ મા’દેવજી જાણે, પણ દેખાવે તો ઠીક !
{{gap}}એણે પોતાની પુત્રીનો સ્વયંવર રચ્યો. પંખી બધાં ત્યાં પોતપોતાનો ભભકો સજીને આવ્યાં. કાગડો આવ્યો. કેટલાંય પીંછાં ખેાસીને મોરની ચાલ ચાલતો કૂકડો આવ્યો, રોફ મારઓ કોયલ<noinclude></noinclude>
c98sr3j5me4nc1m3j0qmn7xktwypbqr
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૯
104
73311
223287
223099
2026-07-12T16:21:09Z
Amvaishnav
156
/* Proofread */
223287
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૬૭}}
'''</noinclude>આવ્યો. પોતે કાળો. એટલે એણે મધુર આલાપ માંડ્યો ! બિચારું કબુતર પણ આવ્યું. પોતપોતાના મનમાં સૌ સવાશેર ! સૌને એમ કે વખત છે રાજહંસીકુમારી આપણને પસંદ કરે તો ! જાવું ખરું. આપણે ક્યાં કમ છીએ ?
{{gap}}એટલે બધાં ત્યાં આવ્યાં તો ખરાં ! પણ કોઇ મોરને પહોંચી શકે? એની કલગી, એનાં રૂપ રંગ, એની જબરજસ્ત પિંછાની છટા, એની આંખ, એનો ટૌકો, એની પાસે બધાં ફિક્કાં લાગે !
{{gap}}રાજહંસીએ પણ મોરને જ પસંદ કર્યો એના પિતાને પણ એ ઠીક લાગ્યું. એણે એની વાત કબુલ રાખી.
{{gap}}પણ બન્યું એવું કે મોરભાઈની પસદગી થઈ ને મોરભાઈ ફુલાયા ! એ તો માંડ્યાં નાચવા ! આમ જુએ ને નાચે! તેમ જુએ ને નાચે! એમને એમ કે મારા જેવો કોઈ રૂપાળા નથી ને કોઈ હોંશિયારે નથી !
{{gap}}બિચારા મોરભાઇ ! સમજે નહિ કે આ હું નાચું છું પણ પોત મારું ખુલ્લું થાય છે ! અત્યારે નાચવાનનો આ પ્રસંગ નથી, એ મોરભાઈ કાંઈ સમજે ને<noinclude></noinclude>
k0po4d2vvuibqlho3b1l7liurq3lw7p
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૦
104
73312
223288
223100
2026-07-12T16:29:12Z
Amvaishnav
156
/* Proofread */
223288
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૬૮||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>કારવે ! એ તો નાચવે જ ચડી ગયા !
{{gap}}રાજહંસે એ જોઇને બીજાં પંખીને પૂછ્યું : ‘આ નાચે છે કેમ ? અત્યારે તો એવો કોઈ પ્રસંગ નથી ! પંખીઓએ કહ્યું : ‘ તમારી પુત્રી મળવાથી એ
હરખાઈ ગયો છે !’ ‘ ઓહો ! ત્યારે તો એનામાંથી વિવેકને ખસતાં વાર જ નથી થતી !
{{gap}}તાલ જોઈ ને રાષ્ટ્રપિતા રાજહંસ સમજી ગયો. મોરભાઈ દેખાય છે રૂપાળા પણ વાતમાં કાંઈ માલ નથી ! એણે તરત વિચાર ફેરવી તોળ્યો !
{{gap}}મોરભાઈ તો હવે ઢીલા પડી ગયા, નાચવું નાચવાને ઠેકાણે રહ્યું ને દોડ્યા રાજહંસ પાસે ! “ મારામાં શું ખામી દીઠી કે મને હવે નાપસંદ કરો છો મહેરબાન? શુ હું રૂપાળો નથી ? આ કલગીની તાલે કાઈ પંખીની કલગી છે ખરી ? મારા જેવાં રંગ રૂપ કોઈની પાસે છે? ને પીંછાં? ભારો એક પીંછાં કોઇ પાસે હોય તો બતાવો તો ખરા? શા માટે મને હવે નાપસંદ કરવામાં આવે છે?’
{{gap}}રાજહંસે જવાબ દીધો : 'હે મયૂરરાજ ! તમે રૂપાળા છો આંખે પણ નમણા છો. પીછાં તો<noinclude></noinclude>
h2xz266mz3qeiot1yowlr8lj82thrny
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૧
104
73313
223289
223101
2026-07-12T16:36:59Z
Amvaishnav
156
/* Proofread */
223289
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૬૯||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>તમારાં જ એ વાત પણ સાચી. પરંતુ અમે તો રહ્યા રાજહંસ. અમારે મન તો વિવેક–એ પહેલો ગુણનિધિ ! જેનામાં એ ન હોય એનાં રૂપ રંગ શોભા અને વિદ્યા બધાંય અમારે મન એક કોડીનાં ! અમે તો રાજહંસ ! મયૂરરાજ ! આપ હવે સીધાવો. કોઈ ઢેલ ગોતી કાઢો-રાજહંસી તો તમારે ત્યાં નહિ શોભે !’

'''[૨૩] ધનનું રહસ્ય !'''

{{gap}}{{મોટો અક્ષર|'''એ'''}}ક માણસ પાસે ધણી જમીન હતી. હવે
એક વખત, એવા તે માગ્યા મે વરસ્યા, કે એની જમીનમાં જાણે નર્યુંં સોનું પાક્યું એટલો બધો પાક થયો કે એને ક્યાં નાખવો એનો એને વિચાર થઇ પડ્યો. એણે વિચાર્યું કે જોઇતું અનાજ રાખી લેવું. અને બીજું વેચી મારીને રોકડા નગદ કરી
લેવા ! એ નગદને દપટી દેવા ભોમાં. ને પછી નિરાંતે બેસીને ખાધા કરવું ! હવે આપણે કાંઈ મહેનત કરવી ને કારવવી ! ભગવાને આટલું બધું આપ્યુ છે તો ઘેર બેઠાં મજા ન કરીએ<noinclude></noinclude>
clk4cqpx2huuoa1hf3qtxszbcclvkyc
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૨
104
73314
223290
223102
2026-07-12T16:43:57Z
Amvaishnav
156
/* Proofread */
223290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૭૦||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>એમ વિચાર કરીને એણે તો પોતાના આળસુ જીવનનો નકશો પણ ઘડી કાઢ્યો. સવારે મોડું ઊઠવું, ચા પણ નિરાંતે નવ – દસ વાગે પીવી. પછી જરા હરવું, ફરવું, ટેલવું. બજારેથી શાક લાવવું, જમવું, બપારે ખેંચી કાઢવી. સાંજે ફરવા જવું. દેવદર્શન કરી આવવાં. વાળુ કરીને સૂઈ જાવું !
{{gap}}બોલો ! આ જીંદગી કેવી મજાની? ક્યાંય કમાવા જાવું નહિ, કાંઈ મહેનત કરવી નહિ, ને નિરાંતે બેઠા હીંચક્યા કરવું !
{{gap}}ખરેખર એ માણસને લાગ્યું કે મેં તો સ્વર્ગ મેળવ્યું છે.
{{gap}}એ પેાતાના સ્વર્ગનું સ્વપ્નું ઘડતો સુઈ ગયો.
{{gap}}તે રાતે એને એક સ્વપ્નું આવ્યું. સ્વપ્નામાં એણે એક દેવદૂત જોયો. એણે કહ્યું : ‘ ભાઇ ! તેં તારું સમય પત્રક તો બરાબર ઘડી કાઢ્યું છે. પણ તે ભલે, દસ વર્ષ ચાલે એટલા નગદ ભોંમાં ભંડારી દીધા હાય, ને દસ વરસની મ્જાનો નકશો ઘડી કાઢ્યો હોય, પણ એમાં વાંધો એક જ છે. આવતી કાલે તારે જાવુ પડશે તો ? એનો તેં વિચાર કર્યો?’
{{gap}}'એ તો હું ભૂલી જ ગયો !' પેલા માણસે<noinclude></noinclude>
dfggkps26j8f92ksg36zwfublv1faoi