વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.11
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૮૨
104
73242
223319
223027
2026-07-14T16:42:52Z
Amvaishnav
156
/* Proofread */
223319
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૮૦||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>એમના જીવનમંત્ર એમણે સિદ્ધ કરી બતાવ્યો. દેશને પરાધીન થતો ખચાવવા માટે તો આવા મહાત્યાગ કરવા પડે છે. દેશ ટકે ત્યારે. રાણો પ્રતાપ જ્યારે મૃત્યુશય્યા ઉપર પડ્યોયા ત્યારે એનો જીવ કેમે કર્યો જ જાય નહિ. એણે મેવાડ તો પાછું મેળવ્યું હતું, પણ મેવાડના નાક સમો ચિત્તોડગઢ મેળવ્યા વિનાનો રહી ગયો હતો ! એના મનમાં એ દુ:ખ થાય ! જ્યારે સરદારોએ સોગન લઈ ને કહ્યું કે અમે મેવાડને
સ્વતંત્ર નહિ કરીએ ત્યાં સુધી મહેલ હવેલી નહિ બાંધીએ, ત્યારે રાણાનો જીવ શાંતિ પામ્યો !
{{gap}}દેશ પ્રેમનો આ અદ્ભુત દાખલો છે. દેશની સ્વાધીનતા કેવા કેવા ભોગ માગે છે એ એમાંથી જોવા મળે !

'''[૬] ખોટો શોક !'''

{{gap}}{{મોટો અક્ષર|'''એ'''}}ક માણસનો એકનો એક જુવાન પુત્ર ઝડપાઈ ગયો. એના શોકનો કોઈ પાર રહ્યો નહિ. જુવાન દીકરો; વળી એકમો એક હોંશિયાર. કામ<noinclude></noinclude>
ocxhijdgu69sbnw59obwuzryvqp62g4
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૮
104
73320
223315
223108
2026-07-14T16:18:08Z
Amvaishnav
156
/* Proofread */
223315
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૭૬||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>{{gap}}મન ચંગા તો કથરોટમાં ગંગા તે આનું નામ !
{{gap}}મન જીત્યો તે જગત જીત્યો એમ અમસ્તું કહેવાણું હશે? સુખદુ:ખના ઘોડા ઘડનાર કોણ? મન કે બીજું કોઈ ? એ ઘોડા ઘડતું બંધ થાય, એટલે
સુખ ન હોય, દુ:ખ ન હોય, કેવળ શાંતિ હોય !
{{gap}}એ મન તમે નિશ્ચળ રાખો એટલે બસ !

'''[૨૫] દેશપ્રેમ એટલે શું?'''

{{gap}}{{મોટો અક્ષર|'''રા'''}}ણા પ્રતાપને દિલ્હીના ખાદશાહ અકબર સાથે લડાઈ ચાલી. એ વખતે તમામ રજવાડાં દિલ્હીના ખાદશાહને નમતાં હતાં. બાકી એક મેવાડ રહ્યું હતું. પણ ક્યાં મેવાડના નાનકડા રાજનો ધણી રાણો
પ્રતાપ અને ક્યાં દિલ્હીનો બાદશાહ ? જુદ્ધ થયું તેમાં રાણો પ્રતાપ હાર્યો. પણ રાણા પ્રતાપે તો પોતાની ટેકની ખાતર જુદ્ધ આદર્યું હતું. એટલે એ ટેકમાં ને ટેકમાં એણે આખું રાજ ખેાયુ ! એવો પ્રસંગ પણ આવ્યો કે મેવાડના મહારાણાની પાંદડાની પતરાળીમાં મકાઈનો રોટલો પણ મળવો મુશ્કેલ<noinclude></noinclude>
srb0a45w8cjed5xhvj2yy0yvabrtlxa
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૯
104
73321
223316
223109
2026-07-14T16:23:26Z
Amvaishnav
156
/* Proofread */
223316
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૭૭}}
'''</noinclude>થયો ! જ્યારે આવું દુ:ખ પડવા માંડ્યું, ત્યારે એનુ મન હાથ ન રહ્યું ! માણસ બધું સહન કરે, પણ પોતાનાં સ્રીબાળકને રોટલા માટે ટળવળતાં જુએ ત્યારે
તો હદ થઈ ગઈ નાં? ચિત્તોડના મહારાણા પ્રતાપને આવા દિવસો આવ્યા. રોટલાના એક કટકા માટે રાણા પ્રતાપનાં છોકરાં રડે ! એ મુજવણમાં ને
મુંજવણમાં રાણા પ્રતાપે બાદશાહને તાબે થવાનો વિચાર કર્યો. બીજું કાંઇ નહિ, સુખનો રોટલો તા મળે !
{{gap}}પ્રતાપનું મન ડગ્યું છે એવા સમાચાર ઉડતા ઉડતા અકબર બાદશાહને મળ્યા. બાદશાહને તો એટલું જ કામ હતું. રાણા પ્રતાપની ટેક તૂટે એટલે બસ !
{{gap}}એણે પોતાના દરબારના એક સરદારને આ વાત કરી. એ સરદારનું નામ પૃથુરાજ, બિકાનેરના રાજાનો એ ભાઈ. એ કવિ પણ હતો. એના મનમાં રાણા પ્રતાપની એક અડગ મુર્તિ બેઠી હતી. પ્રતાપની ટેક ઉપર એ ફીદાં હતો ! અકબર બાદશાહની વાત સાંભળીને એના મનમાં એક ઘા પડી ગયો. ‘અરર ! રાણો પ્રતાપ ડગે? તો તો થઇ રહ્યું નાં? પછી રહ્યું કોણ ?'<noinclude></noinclude>
gvu9ro2cfh708526dondcv52lfnv3ki
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૮૦
104
73322
223317
223112
2026-07-14T16:29:09Z
Amvaishnav
156
/* Proofread */
223317
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૭૮||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>{{gap}}એટલે એણે બાદશાહને હિમ્મતથી કહ્યું: ‘જહાંપનાહ ! હિમાલય ડગે, પણ રાણા પ્રતાપ ડગે, એ હું ન માનુ ! હું કાગળ લખીને પૃછાવુ તો સાચી ખબર પડે ! એના કોઇક દુશ્મને ગપ્પુ હાંક્યું હોય તો !’
{{gap}}અકબર બાદશાહે છૂટ આપી એટલે એણે એક સંદેશો રાણા પ્રતાપને મોકલ્યો. એમાં એણે રાણા પ્રતાપને લખ્યું કે ‘ હે રજપુત વીર ! હવે અણનમ તું એક જ રહ્યો છે ! તું ડગીશ ને જો બાદશાહને નમીશ, પછી રજપૂતો કોને નામે
ગૌરવ લેશે? દુ:ખ તેા આજ છે ને કાલ નથી. એ કેટલાક દિવસ રહેશે? એ થોડા દિ રહેશે, પણ નામ તે। અવિચલ રહેશે ! હે વીર પુરુષ ! જો તું ડગીશ તો રજપુતી લુટાઈ જાશે ! ’
{{gap}}રાણા પ્રતાપને આ વીર વાણી વાંચીને ઉત્સાહ આવ્યો. તેણે બાદશાહને શરણે જવાનો વિચાર માંડી વાળ્યો. પોતે સામે મોંએ ટકી શકે તેમ નથી એમ લાગ્યું, ત્યારે મેવાડ છોડી દઈ ને સિંંધમાં જવા નીકળ્યો !<noinclude></noinclude>
d49ipx1u1gf775xeai6ha5xwa1tyt6p
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૮૧
104
73323
223318
223111
2026-07-14T16:36:11Z
Amvaishnav
156
/* Proofread */
223318
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૭૯}}
'''</noinclude>{{gap}}પણ પ્રતાપ મેવાડ છેાડી જાય છે એ સમાચાર એના જૂના કારભારી ભામાશાને મળ્યા ! એને એ વાતનો કારી ઘા લાગ્યો. રાણો પ્રતાપ મેવાડ છોડી
જાય પછી મેવાડમાં રહ્યું શું ? ભામાશાના મનમાં થઈ આવ્યું કે દોલત તો આજ છે ને કાલ નથી ! રાણા પ્રતાપ જેવો ટેકીલો નર, દેશને તજી દેશે તો મેવાડના નામ ઉપર કાળીટીલી આવી જાશે ! એક હજાર ગંગાનદીનાં પાણીથી પણ એ કાળીટીલી પછી નહિ ધોવાય !
{{gap}}એટલે એણે પોતાની સાત સાત પેઢીનો ખજાનો ભેગો કર્યો. તમામ સોના મહોરો લઈ ને રાણા પ્રતાપને પાછા મેવાડમાં લાવવા માટે એ નીકળ્યો. રાણો પ્રતાપ સિંંધમાં પ્રવેશ કરવાની તૈયારી કરતો હતો ત્યાં એણે એને રોક્યોયા. એ રાણા પ્રતાપને મળ્યો. અને જ્યારે એની પાસે પોતાની લાખ્ખો સોનામહોરો ધરી દીધી ત્યારે રાણાજી પણ એ દેશપ્રેમ જોઈને છક્ક થઈ ગયો !
{{gap}}એ પાછો મેવાડમાં ફર્યા. જુદ્ધ આદર્યું. અને જુદ્ધમાં જશ મેળવ્યો. 'મેવાડ પરાધીન નહિ! ' એ<noinclude></noinclude>
qxrqofpwr2pflmi5a5y6l9ivvfh1yrp