વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.24
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૦૧
104
74084
225545
225179
2026-10-22T16:53:03Z
Amvaishnav
156
/* Proofread */
225545
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય||૮૭}}<hr>'''</noinclude>વર્ષકારને સાંભર્યું, વૈશાલીમાં એક પ્રભાવશાળી નગનનું ઘણું માન હતું. આ એ જ માણસ હોવો જોઈ એ. એટલામાં એણે ફરીને મોટેથી સાદ કર્યો : ‘ અરે ! એ અહાનમન ! બોલ તો સહી, કે મૂંઝાઈ ગયો છે ?’
{{gap}}પણ વર્ષકાર એનું આ વાકય સાંભળતાં વધારે ચમકી ગયો. એ જે અહાનમનને બોલાવી રહ્યો હતો તે મહાનમન—આમ્રપાલીનો પાલિત પિતા તો ન હોય ? એમ હોય તો તે પેલો શિલા ઉપર બેઠો હતો તે જ, મહાનમન હોવો જોઈએ.
{{gap}}વર્ષકારને કાંઈક નવી નવાઈ જેવી જાણવાલાયક વાત જણાઈ. તેણે એકદમ એક વૃક્ષને આધારે એક મોટા થડની પાછળ જ પોતાની જાતને સંતાડી દીધી.
{{gap}}એટલામાં બીજી તરફથી કોઈ આવતું જણાયું. વર્ષકારને લાગ્યું કે એ જ મહાનસન હોવો જોઈએ. તે પોતે અત્યંત શાંત ઊભા રહી ગયો.
{{gap}}થો!ડીવાર થઈ ત્યાં એ આવી રહેલો માણસ પેલા નાગા અચેલ કોરમટ્ટક તરફ જતો જણાયો. વર્ષકારને લાગ્યું કે મહાનમન આમ્રપાલી સબંધેની વાતનો તોડ મેળવવા માટે જ આવેલો હોવો જોઈએ. વૈશાલીના આ અદ્ભુત નગન જોગંદરની એક અનેાખી જ વાત ચાલતી હતી તે એને ખબર હતી. એ સદા અને સર્વકાલ માતા ધરતીના ખોળામાં રમતા બાળક જેવો જ રહેતો. રંગબેરંગી વસ્ત્રોને રાખતા
લિચ્છવીઓને જોઈ ને એ મોટેથી હસી પડતો ! કહેતો 'માતા કે સામને બાલક બન કર રહો, બાલક બન કર રહો, ઈતને પુરુષાર્થ કે દેખાવ ક્યું કરતે હો ? વૉ માતા એક પલ મે એક સહસ્ર વૈશાલી કુ અપની ગોદમેં લે સકતી હય ! બાલક બન કર રહો, બાલક બન કર રહો ! '
{{gap}}એ સદા આંહી મહાવનમાં ને જંગલોમાં ફર્યા કરતો. કેટલાક એને યક્ષ દેવ જ ગણતા. એ જે હાય તે, પણ એની જ્ઞાનધારા તો નવી નવાઈની હતી. એને અનાજ ખપતું નહિ. એ માંસભોગી હતો. મદ્યને એ પાણી માનતો. વૈશાલીના ચારે દિશાના ચારે ચૈત્યોની હદ<noinclude></noinclude>
5zucfjft5hu23bdavbpek1ies7c4lwj
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૦૨
104
74085
225546
225180
2026-10-22T17:06:31Z
Amvaishnav
156
/* Proofread */
225546
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૮૮||આમ્રપાલી}}<hr>'''</noinclude>બહાર એ કદી પગ પણ મૂકતો નહિ, એ જીવનભરનો અદ્ભુત બ્રહ્મચારી હતો. એ પોતે જ પોતાનો પંથ, અનુયાયી, શિષ્ય ને ગુરુ હતો. પણ વૈશાલીમાં જ્યારે પણ કાઈ સંકટ આવે, તો તે વખતે એને ઘણા પૂછવા આવતા. એવો એનો પ્રભાવ હતો. આજે મહાનમન લિચ્છવી એટલા માટે જ આંહીં આવેલો હોવો જોઈએ. વષઁકાર એને પેલા નગન તરફ જતો જોયો. પોતે પણ ધીમે ધીમે ગુપચુપ એની પાછળ પાછળ ચાલ્યો.
{{gap}}સહાનમનને આવેલો જોઈ ને નગન જોગંદર મોટેથી બાળકના જેવું
રમતિયાળ હાસ્ય હસી પડયો. ‘ ક્યું મહાનમન ! મ ને તુમકુ ચેતાયા થા, યે બાલિકા તારી, એક વખત તો વૈશાલી કુ ભારતભર મેં પ્રખ્યાત કરેગી. ઓર ફિર નગરી કુ ઉજ્જડ ભી બનાયેગી. યે હી સમય સામને ખડા હો ગયા હૈ કિ નહિ ? તને વર્ષો પહેલાં તારા આમ્રવનમાંથી જડી હતી તે જ આ લડકી છે નાં?’
{{gap}}'હાં ભન્તે યક્ષદેવ ! એ જ. ઓર યે હી સમય આ ગયા !'
{{gap}}'બોલ, ક્યું આયા હૈ। ? ક્યા બાત હય ? '
{{gap}}'આમ્રપાલીને લિચ્છની ગણસભા આદેશ આપવા માગે છે. એમ વાત ચાલે છે,'
{{gap}}'કે ? '
{{gap}}‘ જનપદકલ્યાણી બનીને એ વૈશાલીને ગૌરવ અપાવે. નગરશોભિની બને. પ્રવેણી પુસ્તકમાં આ આદેશ છે. આનો ભંગ થાય તો વૈશાલીમાં મહામારી ફાટી નીકળે ! એ વાત સાચી ? મહામારી ફાટી નીકળે ? વૈશાલીમાં મહામારી ફાટી નીકળે? તો તો મારું જીવ્યું . . .'
{{gap}}ઓહો ! યે હી વાત હય ? તો તુમ નગરી છોડ કર ચલે જાઓ ! ' મહાનમન ઘડીભર બોલ્યો નહિ. પછી બોલ્યો ત્યારે એનો અવાજ ભારે હતો.
{{gap}}'હું વૈશાલીને તજું ? ભન્તે નગનદેવ ! આ વાત કોઈ દિવસ<noinclude><hr>
વૈશાલી અભિનંદન ગ્રંથને આધારે.</noinclude>
qy5z8fn8kx2c88g8ds637mu5he2idti
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૦૩
104
74086
225547
225181
2026-10-22T17:17:00Z
Amvaishnav
156
/* Proofread */
225547
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય||૮૯}}<hr>'''</noinclude>બને? એ કદી બનવાની નથી. વૈશાલી તો મારી માતા છે. એણે મને રમાડ્યો છે. એને હું તજું ? કદાપિ નહિ !'
{{gap}}અચેલ કોરમટ્ટક કરીને મોટેથી હસી પડ્યો. એને આમ અકારણ મોટેથી હસતા જોવો, એ એક રોમાંચકારી અનુભવ હતો. આવી રીતે એ હસતો ત્યારે લાગે કે હવા, પાણી, ધરતી, વૃક્ષ, છોડવા, ફૂલ, બધાં જાણે એની સાથે હસે છે ! ખરેખર આ માણસની પાસે મોટામાં મોટી સિદ્ધિ આ હતી. હસવાની. એના હાસ્યમાં જ હજારો શબ્દો હતા. અને એ હજારો શબ્દોમાં લાખો અર્થો હતા. એને માત્ર સમજવાવાળા જ સમજતા,
{{gap}}મહાનમનને કોરમટ્ટકના હાસ્યમાં સમજણ પડી નહિ. પોતે વર્ષો પહેલાં, એક સુંદર પ્રભાતે, અત્યંત રમણીય કુંદપુષ્પની કળી હોય તેવી, એક ગુલાબી બાલિકાને પોતાની આમ્રવન વાટિકામાં જોઈ, કોઈ એને ત્યાં મૂકી ગયું હતું. કોણ મૂકી ગયું એ એને ખબર ન હતી. પણ આકાશમાંથી જાણે કોઈ રસળતી સોનેરી વાદળી આવી હોય, અને એને છાના પગરવે આંહી મૂકીને ચાલી ગઈ હોય, એવી સુંદર એ બાલિકા હતી. જાણે કે કોઈ નભકન્યા જલબિંદુમાં રમવા આવી હોય ! એ અકારણ હસી રહી હતી ! લિચ્છવી મહાનમને એને પોતાની પાલિકા પુત્રી કરીને રાખી. આજે એની અત્યંત સુંદર મોહક તરુણાવસ્થા જોઈને વૈશાલી નગરીમાં મોટો કોલાહલ જાગ્યો હતો. મહાન પક્ષો પડ્યા હતા.
{{gap}}‘ આમ્રપાલી જનપદકલ્યાણી થાય ! ' ‘ આમ્રપાલી નગરશેાભિની રહે' 'આમ્રપાલી વૈશાલી નગરીને ગૌરવ અપાવે' 'આમ્રપાલી ભારતભરમાં માન મુકાવે' 'આમ્રપાલીનું નામ અસર થાય ! ' ઠેર ઠેર તરુણ લિચ્છવીઓની આ વાત હતી. આ માગણી હતી.
{{gap}}પણ મહાનમન લિચ્છવી અત્યંત ગૌરવશીલ્સ્વ, સ્વતંત્ર, ભારે સ્વમાની પુરુષ હતો.<noinclude></noinclude>
87amc8vhtb8wr2gej4ewxrekzsggiqc