વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.24
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૦૪
104
74087
225548
225182
2026-10-23T16:12:23Z
Amvaishnav
156
/* Proofread */
225548
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૯૦||આમ્રપાલી}}<hr>'''</noinclude>{{gap}}પોતાની આમ્રપાલી કોઈ મહાન ગણતંત્રની શાસન અધિકારિણી થઈ શકે તેવી પ્રભાવશાળી હતી. તેને જનપદકલ્યાણી રાખવાનો આ ગણતત્રને શો અધિકાર હતો ? લિચ્છવીઓને શો હક્ક હતો ?
{{gap}}એણે ગૌરવથી આ વાતને નકારી હતી. વૈશાલીના મહાધનુર્ધર મહાલી એને પક્ષે હતો. અચેલ કોર–મટ્ટક નગનદેવમાં એને શ્રદ્ધા હતી. એ એને પૂછવા આવ્યો હતો. પણ કોરમટ્ટકના હાસ્યમાં શું સમજવું એ એને જ સમજાતું ન હતું !
{{gap}}'શું સમજવું ભન્તે નગનદેવ ! પ્રવેણી પુસ્તકનો આદેશ છે. એ આદેશને ખુદ રાજા, ઉપરાન્ત, સેનાપતિ કોઈ ભંગ કરી શકતા નથી, કોઈ દિવસ કોઈએ ભંગ કર્યો નથી !'
{{gap}}'માત્ર એક જ જણ એ ભંગ કરી શકે છે મહાનમન !' અચેલ કોરમટ્ટક પ્રભાવથી બોલ્યો.
{{gap}}'કોણ ?
{{gap}}'મા—ધરિત્રી અને મા–નારી. એ બે સરખાં છે. મા-ધરિત્રી, એક સહસ્ર વૈશાલીને એક પળમાં પોતાના ખોળામાં પ્રેમથી પોઢાડી દે–ન એને કોઈ શબ્દ કહે. ન એની સામે ઉપાલંભનો હરફ બોલે. એ એનો અધિકાર છે. આંહીં પણ મા-નારીને એકને જ અધિકાર છે. પ્રવેણી પુસ્તકનો આદેશ જે એ સમજે તે. બીજો નહિ. મા–નારીને બોલવા દો !’
{{gap}}સહાનમનના અંતરમાં અજવાળું અજવાળું થઈ ગયું. એક જ વાક્યમાં એને આ નગનદેવ <sup>*<ref>* આ નામ રાહુલ સાંકૃત્યાયનના લેખમાં છે. એ વખતે બીજાન્ન પણ નગરસાધુઓ હતા.</ref></sup>કોર-મટ્ટકે કેટલો બધો પ્રકાશ આપી દીધો હતો !
{{gap}}તે બે હાથ જોડીને ઊંડા ભાવથી એને નમી રહ્યો. પણ્ કોર-મટ્ટક તો એ જોઈને મોટેથી હસી પડ્યો. ને હસતો હસતો જ એ અદૃશ્ય થઈ ગયો. પણ ખૂબી આ હતી. એ આવ્યો હતો તે વાત<noinclude><hr>
{{reflist}}</noinclude>
oyzht8x29oryu7px13u022dy680ehqn
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૦૫
104
74088
225549
225183
2026-10-23T16:22:04Z
Amvaishnav
156
/* Proofread */
225549
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય||૯૧}}<hr>'''</noinclude>સાચી હતી, કે એ ગયો તે વાત સાચી હતી, એની કોઈ જ છાયા ત્યાં રહી ન હતી ! જાણે કે એક આકાશી હવાનું મોજું આવીને ચાલ્યું ગયું !
{{gap}}વર્ષકારને આ નવી નવાઈનો અનુભવ થયો. એટલામાં એણે મહાનમનને જતો જોયો. તેના ગયા પછી પોતે પણ ચૈત્ય તરફ ચાલ્યો.
{{gap}}વહેલી પ્રભાતે એણે વૈશાલી તરફ પ્રયાણ કર્યું. પૂર્વ દિશાનાં રંગ રંગીન આકાશમાં હજી સવારની ઠંડીની અસર પડી હતી. રસ્તાઓ શૂન્ય હતા. પક્ષીઓ સૂતાં હતાં. ખેતરો, નિદ્રામાં હતાં. એ પોતે એકલો વૈશાલીના પશ્ચિમ દ્વાર તરફ ચાલ્યો.
{{gap}}થોડેક દૂર એ ગયો ત્યાં પ્રભાતના પહેલાં કિરણોની પ્રકાશ પગલીઓએ કાવ્યની વાણી જેવાં પક્ષીઓને જગાડી દીધાં હતાં. ચારે તરફતી નીલી લીલેાતરીની હરિયાળી ભોં, રૂપ અને આકાર લેતી હતી. નદીનાં પાણી ચમકતાં હતાં. આકાશમાંથી રંગતી છટા ઊડતી હતી.
{{gap}}એટલામાં એની નજર પૂર્વ દિશા તરફ ગઈ અને મહાઅમાત્ય વૈશાલી નગરીનુ એ દૃશ્ય જોઈ જ રહ્યો !
{{gap}}સામે સેંકડો અને હજારો રમ્ય પ્રાસાદોથી શેાભતી એક મહાન નગરી દેખાતી હતી. એના ઉત્તુંગ નગરપ્રાકાર ઉપર થઈ ને છેક ગગન સાથે વાતો કરતી રમ્ય હવેલીઓ શોભી રહી હતી. કોઈના શિખર ઉપર તાંબાના કળશ ચમકતા હતા. અનેક ઠેકાણે રજતના કુંભો ઉપર ધ્વજાઓ ફરફરતી હતી. સેંકડો અને હજારો સુવર્ણ મઢ્યા શિખરો ઉપર કેકા કરતા મયૂરો બેઠા હતા. એમની આંખમાં મૂકેલાં લાલ મસ્કતમણિમાંથી અજબ જેવી પ્રકાશ કિરણાવલિ ફેલાતી હતી !
{{gap}}વર્ષકાર મહાઅમાત્ય નગરીને જોઈ જ રહ્યો. એની ચારે તરફ એણે નજર ફેરવી, તો પ્રાસાદો, ઉદ્યાના, આરામગૃહો, વનોપવનો, પુષ્કરિણીઓથી જોજનવિસ્તારી પ્રદેશ, સ્વર્ગની અમરાપુરીને ભુલાવી દે એવો રળિયામણી બની ગયો હતો.<noinclude></noinclude>
0zyiih1avizle6l24bes76korx0ed5c
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૦૬
104
74089
225550
225184
2026-10-23T16:31:29Z
Amvaishnav
156
/* Proofread */
225550
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૯૨||આમ્રપાલી}}<hr>'''</noinclude>{{gap}}આ એ જ વૈશાલી નગરી હતી, જ્યાં સાત હજાર સાતસો ને સત્યોતેર પ્રાસાદો હતા. સાત હજાર સાતસો ને સત્યોતેર સુંદર વન વાટિકાઓ ને ઉદ્યાનો હતાં. સાત હજાર સાતસો ને સત્યોતેર મહાન પુષ્કરિણીઓથી જે, સ્વર્ગગંગા સાથે સ્પર્ધા કરી રહી હતી.
{{gap}}વૈશાલી નગરીને જોતા મહાઅમાત્ય વર્ષકાર ત્યાં થંભી જ ગયો ! પાછળથી આવતા કોઈ રથીએ એને જગાડ્યો ત્યારે જ એને ખબર પડી કે નગરીમાં જવાનો એને માટે હવે તો વખત થઈ ગયો છે !
{{gap}}રથીએ ઉડાડેલી ધૂળના ગોટેગોટામાં મહાઅમાત્ય થોડીવાર અટવાઈ ગયો. વૈશાલી નગરીની ઝાંખી એટલીવાર લુપ્ત બતી ગઈ. ધૂળની ડમરી નીચે બેઠી અને એણે નગરીને ફરીને આંખ ભરીને જોવા માંડી.
{{gap}}નગરી ખરેખર અદ્ભુત લાગતી હતી. પોતાને તો ઉત્તર પશ્ચિમ ભણી નગરીની બહારના શાખાનગર તરફ જવું હતું. વૈશાલી નિવાસ દરમ્યાન ત્યાં ગુપ્ત રીતે રહેવાનુ હતુ, પણ નગરીની આજે એણે જોયેલી આવી ભવ્યતા ફરીને જોવા નહિ મળે કરીને એણે એક વખત આંખભરી એને નિહાળવા માંડી. એ થોડીવાર હતો તેમ જ થોભી ગયો.
{{gap}}વૈશાલીના ભવ્ય લગભગ ત્રીસ હસ્તમાપ ઊંચા વજ્જર જેવા નગરપ્રાકારોની ઉપરવટ થઈને, સહસ્રોના હિસાબે ઉત્તુંગ મહાલયો દેખાતાં હતાં. સોનેરી કળશો, રૂપેરી કળસો અને સહસ્રોને હિસાબે તાંબાના કળશોવાળા શિખરો દેખાતાં હતાં.
{{gap}}નગરીની આ અદ્વિતીય વૈભવ છટાને મહાઅમાત્ય નિહાળી રહ્યો કળશોની સેંકડાની સંખ્યા જોઈ એને આશ્ચર્ય થયું. સાત હજાર સોનેરી કળશોના મહાલયોમાં, ઉત્તમ શ્રેષ્ઠીઓ, ગૃહપતિઓ અને નિગમો વસતા હતા. એમાંના દરેક સંકટ સમયે કરોડોની સમૃદ્ધિ વૈશાલીને ચરણે ઠાલવવાની શક્તિ ધરાવતા હોવા જોઈએ. શ્રેણીજેઠક, મહાજનો અને એવા મધ્યમવર્ગના મહાલયો ઉપરના, રૂપેરી કળશોની સખ્યા,<noinclude></noinclude>
rksgyuweb19wx83dqccy5nuuunam5ys
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૦૭
104
74090
225551
225185
2026-10-23T16:56:58Z
Amvaishnav
156
/* Proofread */
225551
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય||૯૩}}<hr>'''</noinclude>ચૌદહજારની ગણાતી. એકવીશ હજાર તાંબાના કળાશો કનિષ્ઠ નિવાસસ્થાના કૃષિકવર્ગ કમ્મકાર એ નિવાસને સૂચવતા હતા.
{{gap}}આવી સમૃદ્ધ નગરી જ્યારે સામે યુદ્ધમાં ઊતરે, ત્યારે એની વિશાળ સાધનસંપતિથી જ એ ધારે ત્યાં સુધી યુદ્ધ લંબાવી શકે. એના ઉત્તુંગ પ્રાકારો, ત્રણ ત્રણ દુર્ગોની એની રક્ષણ રચના, એની વિશાળ ભયંકર કાદવકીચડને ભયંકર જળચર ભરપૂર ખાઈઓ, અને ઉપરાંત ચારે તરફ જોજનોનામાં ફેલાયલાં મહાકંટક કાંતારો, યુદ્ધ સમયે નગરીને અજેય બનાવી દે તેવાં હતાં. નગરી વૈશાલી ફરતા ત્રણ ત્રણ તો દુર્ગો હતા. એક એક દુર્ગની વચ્ચે એક <sup>*<ref>* ગવ્યૂતી એટલે ૧/૪ જોજન </ref></sup>ગવ્યૂતીનું અંતર હતું. દરેકને ફરતી અભેદ્ય ખાઈઓ હતી. ખાઈઓએ દુર્ગં અને ગોપુરમના ત્રિવિધ રક્ષણથી એક એક દુર્ગ સ્વતંત્ર રીતે પણ અજેય જેવો હતો.
{{gap}}વર્ષકાર મહાઅમાત્ય વિચાર કરી રહ્યો. સામે મોંએ જુદ્ધ આપીને આ નગરીને જીતવા જતાં, જીતવા જનારો જ પાયમાલ થઈ જાય તેમ હતું. કોઈ દિવસ મગધ એને સામે મોંએ જીતી ન શકે.
{{gap}}કેવળ બે વસ્તુના આધારે જ એનો પરાભવ શક્ય હતો.
{{gap}}એક સુનીધ સેનાપતિનાં શસ્ત્રો સફળ નીવડે તો. બીજું વૈશાલીમાં
આંતરઘર્ષણ જાગે તો.
{{gap}}અત્યારે તો પોતાને દક્ષિણ દિશા તરફના બહારના શાખાનગર કુંડગ્રામ તરફ જવું હતું.
{{gap}}શાખાનગર કુંડગ્રામના બે ભાગ હતા. વૈશાલીની ઉત્તર પૂર્વ દિશા તરફ જ્ઞાતૃવંશી ક્ષત્રિયના સન્નિવેશ હતો. પાસે જ કોલ્લાગ સન્નિવેશ હતો. એમાં જ્ઞાતૃવંશી ક્ષત્રિયો રહેતા.
{{gap}}બ્રાહ્મણ કુંડપુર સન્નિવેશમાં બ્રાહ્મણો રહેતા.તે દક્ષિણ દિશામાં હતો.
{{gap}}વર્ષકાર મહાઅમાત્યે પોતાના અશ્વને દક્ષિણ દિશા તરફ લીધો. એને ત્યાંના બ્રાહ્મણ આર્યક સાથે ઓળખાણ હતી.<noinclude><hr>
{{reflist}}</noinclude>
9fektl6hwgrhbxjbsg8hwkfi96abaqm
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૦૮
104
74091
225552
225186
2026-10-23T17:09:58Z
Amvaishnav
156
/* Proofread */
225552
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૯૪||આમ્રપાલી}}<hr>'''</noinclude>{gap}}બ્રાહ્મણ આર્યક બ્રાહ્મણકુંડપુરમાં રહેતો હતો. એ બ્રાહ્મણ ધર્મનો આગ્રહી પુરુષ હતો. આ નિવાસ દરમ્યાન એ જ એનો યજમાન બનવાનો હતો. તામ્રલિપ્તિના હીરામાણિક્યથ મૌક્તિકના શ્રેષ્ઠી તરીકે પોતે એને ત્યાં ગુપ્ત નિવાસ કરી શકે એવી યોજના થઈ ગઈ હતી. વૈશાલીમાં રહેતા મગધના સત્રીએ એ ગોઠવી હતી. અને એવો સંદેશ મોકલ્યો હતાતો. બ્રાહ્મણ આર્યક સમૃદ્ધ શક્તિશાળી હતો. એને ત્યાં ત્રીસ વાટિકા હતી. ત્રણ આમ્રકુંજો હતી. એ પ્રથમ પંક્તિનો શ્રેષ્ઠી ગણાય તેવો હતો. વર્ષાકાર બ્રાહ્મણ આર્યકને ત્યાં પહાંચ્યો. એ એની રાહ જોઈને જ બેઠેલો લાગ્યો.
{{gap}}બ્રાહ્મણ આર્યકના કપાલમાં ચંદન હતું. ડોકે જનોઈ લટકતી હતી. એણે માત્ર બે વસ્ત્ર ધારણ કર્યાં હતાં. એના હાથમાં કોઈ જૂથી પોથી હતી. તે પોથી વાંચતો બેઠો હતો. એ વર્ષકારની રાહ જ જોઈ રહ્યો હતો.
{{gap}}આર્યક જ્યારે સંથાગારમાં જાય ત્યારે વર્ષકાર તેની સાથે એના અતિથિ<sup>*<ref>* આ પ્રમાણે અતિથિને લાવવાની છૂટ મળતી રહેતી તેવો ઉલ્લેખ છે.</ref></sup> તરીકે જવાનો હતો. આવી રીતે કોઈ વખત અતિથિને લાવવાની છૂટ મળતી હતી. એ અતિથિ વિષે સદસ્યને વિશ્વાસ હોવો જોઈએ. બ્રાહ્મણ આર્યકે આ બધી વાત મહાઅમાત્યને કહી.
{{gap}}બ્રાહ્મણ આર્યકની વાતો સાંભળીને વર્ષકારને આનંદ થયો. એને જવાશે કે નહિ તેની શંકા હતી તે ગઈ. શ્રમણ ગૌતમની નવી વાતો વિષે જાણવાને એ ઘણો આતુર જણાયો. આર્યકને એનો પરિચય ન હતો. પણ બ્રાહ્મણો વિષે જેમ લિચ્છવીગણમાં માન ન હતું, તેમ શ્રમણ ગૌતમની વિચાર પરંપરામાં પણ જાતજન્મ કરતાં ગુણને મહત્તા આપવાની વાત આવતી હતી. આર્યકને એમાં જતે દહાડે બ્રાહ્મણ કુલની અવહેલના થાય તે ગમતું ન હતું. એને લોહીકણમાં અચળ શ્રદ્ધા હતી. એને હતું કે કોઈક દિવસ, હજી વસિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ,<noinclude><hr>
{{reflist}}</noinclude>
h3ew2zbcdcvvrl5jwh3lvlio0rjl1it