વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.24 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૦૯ 104 74092 225553 225187 2026-10-24T16:23:20Z Amvaishnav 156 /* Proofread */ 225553 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય||૯૫}}<hr>'''</noinclude>ગૌતમ, પરશુરામ એમાંથી કોઈક જાગશે. વર્ષકારને એણે પૂછ્યું. {{gap}} ‘એ સાચુ’ છે. ભન્તે શ્રેષ્ઠી !–હું તમને શ્રેષ્ઠી જ કહુ એટલે એમ કહેવાનો મહાવરો થઈ જાય, પછી ભૂલ ન થાય . . . આર્યકે વર્ષકારને કહ્યું : 'એ સાચું છે ભન્તે શ્રેષ્ઠી ! કે શ્રમણ ગૌતમના કેટલાક ભિખ્ખુને તો <sup>×<ref> × વિનયપિટક. મહાવગ્ગ.</ref></sup>તિથિ કઈ છે એની પણ ખબર હોતી નથી ? {{gap}} ‘એ સાચું છે બ્રાહ્મણ આર્યક ! ' {{gap}} 'અને એમ પણ મેં સાંભળ્યું છે કે શ્રમણ ગૌતમ તો સમયની દૃષ્ટિએ પહેલાં ભિખ્ખુ બનેલા નાપિતને, પછીથી ભિખ્ખુ બનેલો રાજકુમાર હોય, તો તે પણ માન આપતા રહે, એવી વાત પોતાના સંઘમાં ચલાવે છે. એ સાચું છે ?' {{gap}} 'એ સાચુ છે આર્યક ! શ્રમણ ગૌતમ જન્મજાત શ્રેષ્ઠતાનું અભિમાન ટાળવા માગે છે !' {{gap}} આર્યકને એ સાંભળીને શ્રમણ ગૌતમ માટે જે થોડું ઘણું માન હતું તે અદૃશ્ય થઈ ગયું. તે વર્ષકારની સામે જોઈ રહ્યોઃ 'આવા શ્રમણ ગૌતમને રાજા બિંબિસાર માન આપે અને રાજગૃહમાં એના સેંકડો ભિખ્ખુઓને માન આપવા માટે નગરજનેાને આજ્ઞા પણ કરે, એ કેવી વાત … … … ?' એ મનમાં વિચારી રહ્યો. {{gap}} વર્ષકાર મહાઅમાત્યને આર્યકની વાત ફાવતી હતી. આર્યકને એમ ખાત્રી થાય કે એક એવી મહાન નગરી મગધદેશ સ્થાપવા માગે છે કે જે, આવતા સેંકડો વર્ષોં સુધી આર્યોની ભવ્યતાને જાળવી રાખે. જે બ્રાહ્મણ પરપરામાં જામદગ્ન્યો અને દ્રોણાચાર્યોની શક્તિ વહેતી રાખે. જે ક્ષત્રિય રાજાઓને મહાન ચક્રવર્તી પદે સ્થાપે. અને વિદેશના તમામ હલ્લાઓને હતા ન હતા કરી નાખે. દેશને સ્થિર અને શાંત રાખે. અનુપમ અને ભવ્ય બનાવે. તેજસ્વી, ઉત્સાહી અને સંસારઉલ્લાસી કરે. ભવિષ્યની એવી એક મહાન નગરીના નિર્માણ માટે મગધ<noinclude><hr> {{reflist}}</noinclude> gy8ecfgruy6boec7qa4df7rmnlwkqsl પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૧૦ 104 74093 225554 225188 2026-10-24T16:35:11Z Amvaishnav 156 /* Proofread */ 225554 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૯૬||આમ્રપાલી}}<hr>'''</noinclude>પ્રયત્ન કરી રહેલ છે, એ વાતની આર્યકને પ્રતીતિ થાય, તો એ કરે છે તેના કરતાં વધારે મદદ કરવા તરફ ઢળે. આર્યકના મનમાં શ્રમણ ગૌતમની વાત હજી ઘોળાઈ રહી હતી. તે બોલ્યો: 'એ સાચું છે ભન્તે શ્રેષ્ઠી ! કે શ્રમણ ગૌતમે અંગુકરાય દેશમાં શૈલ બ્રાહ્મણને એમ કહ્યું કે ધર્મ ચક્રની તોલે આખા જમ્બુદ્વીપનું સામ્રાજ્ય પણ ન આવે ? ’ {{gap}}'એ સાચું છે. ભન્તે બ્રાહ્મણ ! શ્રમણ ગૌતમ સંસારત્યાગને વધુ મહાન ગણે છે ! ' {{gap}}'એ તો ઠીક' આર્યક બોલ્યો : ‘ પણ ભન્તે શ્રેષ્ઠી ! ગૌતમ શ્રમણ ભ્રાહ્મણોની શ્રેષ્ઠતાને જ આહ્વાન આપે છે એ ખરું ? અને એ પણ ઠીક, પણ માણવક આશ્વાલયન જેવાને જવાબ આપતાં કહે છે કે, મને ખબર છે કે બ્રાહ્મણી સાત પેઢી સુધી બીજા પાસે સંસર્ગદોષમાં પડી નથી ? અને સાત પેઢી સુધી બ્રાહ્મણ પણ બીજા પાસે ગયો નથી ? <sup>*<ref>* મનિઝમ નિકાય, ૩૮૮, ૩૮૧. </ref></sup>શ્રમણ ગૌતમ આવી વાત કરે છે ?' {{gap}}વર્ષકારે કહ્યું : ‘ ભન્તે આર્યક ! શ્રમણ ગૌતમને કોઈ વાદમાં જીતતું નથી એ વાત ખરી છે !' {{gap}}‘ત્યારે હું તમને એ પૂછું છું ભન્તે શ્રેષ્ઠી ! કે તમે આ શ્રમણ ગૌતમને રાજગૃહમાં રાખેલ છે. રાજા બિંબિસારે એને વેણુવન આપ્યું છે. આ બધું બરાબર છે ?' {{gap}}ભન્તે બ્રાહ્મણ !' વર્ષકાર બોલ્યોઃ 'અમારો ધર્મ તો સમય જાળવવાનો છે. એક સમય એવો આવશે, જ્યારે મગધદેશ એક મહાન નગરી રચશે. એ નગરી સેંકડો વર્ષ સુધી આર્યજીવનની ભવ્યતાને સજીવન રાખશે. એ વાત થઈ રહી છે આર્યક ! {{gap}}'પણ તમે ત્યાં મહાઅમાત્ય છતાં આ બધુ ચાલવા દો છો, તો પછી આ બધી વાત ક્યાં જઈ ને અટકશે ? બ્રાહ્મણ કાંઈ જ નથી એમ ? એની વિદ્યાપરંપરા પણ વાંઝણી ગણવી ? ’<noinclude><hr> {{reflist}}</noinclude> ccna0cdetbpelp6lk643prfn6udhqqr પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૧૧ 104 74094 225555 225189 2026-10-24T16:57:30Z Amvaishnav 156 /* Proofread */ 225555 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય||૯૭}}<hr>'''</noinclude>{{gap}}વર્ષકાર, બ્રાહ્મણ આર્યકના ગુસ્સાને હસી પડ્યો : 'બ્રાહ્મણ આર્યક ! એ બધી વાત ત્યારે અટકશે જ્યારે આ વૈશાલી ગણતંત્ર ટળશે ! આ બધી મોંકાણ ગણતંત્રને લીધે છે ! સમજવાનું તો એ છે. તમારે ત્યાં જ ને ! એક રાજા નહિ - સાતહજાર સાતસો ને સાત રાજા. એટલા જ એના ઉપરાજા. એટલા જ એના સેનાપતિ. એટલા જ એના ભાંડારિકા. જાણે આખી નગરી શાસન ચલાવે. કોઈ એકનુ શાસન નહિ. કાઈ ઉત્તુંગ નહિ. બધા સરખા. અને છતાં ખૂબી એ છે કે આટલી મોટી સખ્યા છતાં બધા વર્તે છે એક હોય તેમ. હજી તેમ જ છે નાં કે એમાં હવે કાંઈ ફેરફાર થયો છે?' વર્ષકારને જે વાતની જરૂર હતી તે ઉપર જ એ આવી ગયેા. એને બ્રાહ્મણ આર્યકના ગુસ્સાથી એક રીતે આનંદ થયો હતો. {{gap}}'હજી એમ જ છે ’ બ્રાહ્મણ આર્યક બોલ્યો. 'અને જ્યાં સુધી સેનાપતિ સિંહ છે, ત્યાં સુધી એમ જ રહેવાનું છે !’ {{gap}}વર્ષકાર એને સાંભળી રહ્યો. {{gap}}‘ આવી રહેલી સંથાગાર પરિષદરમાં કાંઈ ભંગાણુ નહિ પડે ? ' {{gap}}'આપણે જઈશું. તમે નજરે જોશો. સેનાપતિ છે ત્યાં સુધી કોઈ વાતમાં મતભેદ નહિ હોય !' {{gap}}'પણ મહાનમન નહિ માને તો ? આમ્રપાલી ના પાડશે તો ?' {{gap}}'સેનાપતિ સિંહ પાસે એનો રસ્તો હશે !’ બ્રાહ્મણ આર્યક બોલ્યો. {{gap}}'બંધુલ મલ્લની વાત આવી છે ને ?’ {{gap}}'વૈશાલી સથાગાર પાસે બધા પ્રશ્નોના જવાબ છે શ્રેષ્ઠી ! તમે નજરોનજર જોશો ને ખાત્રી થશે !' {{gap}}વર્ષકારને ખાત્રી થઈ ગઈ કે બ્રાહ્મણ આર્યક બરાબર જ કહે છે. એને જો આ વખતે બરાબર વાત સમજાવી હોય તો એ ભવિષ્યમાં ઘણી મદદ કરે તેવો છે. {{gap}}'ભન્તે બ્રાહ્મણ આર્યક ! મધુગોલક ખાવાનો હોય, ત્યારે એને<noinclude></noinclude> sqqz7knndt1ep22fxh376w5fz4mdr9x પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૧૨ 104 74095 225556 225190 2026-10-24T17:07:14Z Amvaishnav 156 /* Proofread */ 225556 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૯૮||આમ્રપાલી}}<hr>'''</noinclude>આકાર વધારે મહત્ત્વનો ગણાય કે સ્વાદ? ’ {{gap}}‘સ્વાદ જ મુખ્ય ગણાય—ભણે શ્રેષ્ઠી ! આકારને શું પૂજવો છે?’ {{gap}}'તો ભન્તે બ્રાહ્મણ ! મહાન કામ કરવાનું હોય ત્યારે નાની નાની વાતેાની ઉપેક્ષા રાખવામાં જ એ કામનો પાયા નથી નખાતો ? {{gap}}'એ તો બરાબર છે !' {{gap}}'ત્યારે આર્યક ! આ મહા નગરી વૈશાલી બળવાન છે. એના ગણતંત્રનો આધાર લઈ ને શ્રમણ ગૌતમ એના ભિખ્ખુ સંધને રચે છે. એવી એની પ્રતિષ્ઠા છે. પણ એ રહેશે-તો પછી મગધ ક્યાં રહેશે ? તો ચક્રવર્તીનાં રાજ્યો ક્યાં રહેશે? તો રાજસૂય યજ્ઞો કયાં રહેશે ? શ્રમણ ગૌતમને તો અમે મિત્ર માન્યા છે. અમને એની વાત અનુકૂળ બને તેમ છે. પછી અમે એનું અત્યારે શા માટે લેશ પણ મનદુઃખ કરીએ ? ભન્તે બ્રાહ્મણ ! <sup>*<ref>* લાડુ.</ref></sup>મધુગોલક સ્વાદિષ્ટ હોય તો એના આકાર વિષે ચર્ચા શું કરવા કરવી ? ’ {{gap}}બ્રાહ્મણ આર્યકના દિલમાં મહાઅમાત્યની વાતે અજવાળું અજવાળું થઈ ગયું. {{gap}}એને લાગ્યું કે આ મગધનો મહાઅમાત્ય જ વાતને ખરેખરી રીતે સમજી ગયો છે. શ્રમણ ગૌતમ જ મગધનું મહારાજ્ય સ્થાપવામાં મદદરૂપ બને તેમ છે. {{gap}}તે તરત આનંદમાં આવી ગયો : ‘ અરે ! મહાઅમાત્ય ! . . . અરે ભૂલ્યો, ભણે શ્રેણી ! તમે માત્ર રત્નોના પારખુ નથી; સમયના પણ પારખુ લાગો છો ! {{gap}}અને તમને એ થવા માટેનુ હું જાતે કહેવા આવ્યો છું. સમય પારખુ થવું ઘટે છે. એક સમય એવો આવશે જ્યારે તમે તમારી જાતને સજીવન ભાળશો. એક બીજી જ મહાન નગરીને તમે ઊભી થતી જોશો. પણ ભન્તે આર્યક ! મધુગોલક મળે ત્યારે એના સ્વાદને<noinclude><hr> {{reflist}}</noinclude> sn2cynn0bll6i4gorkjd7kt5pvuxz1s પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૧૩ 104 74096 225557 225191 2026-10-24T17:12:23Z Amvaishnav 156 /* Proofread */ 225557 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય||૯૯}}<hr>'''</noinclude>માણો. એના આકારને જવા દો. મધુગોલકના વર્તુલ આકાર કરતાં થોડા કઢંગા બનેલા આકારમાં કાંઈ મીઠાશ ઓછી નહિ હોય ! મધુગોલક મળે એટલે થયું. મધુગલક એ મધુગાલક જ છે !' {{gap}}બ્રાહ્મણ આર્યક હવે હસી પડ્યો ! 'બરાબર છે, બરાબર છે, ભણે શ્રેષ્ઠી ! મેં તમારી એ વાત ગ્રહણ કરી લીધી. હવે તમારાં રત્નો તો બતાવો !' {{gap}}વર્ષકાર, બ્રાહ્મણ આર્યકને રત્નો બતાવવા લાગ્યો.<noinclude></noinclude> ez4rdrclx9h37rm4y1sp60fjb9eerib સભ્યની ચર્ચા:Paresh lalabhai raval 3 74201 225558 2026-10-25T07:21:05Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 225558 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=Paresh lalabhai raval}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૨:૫૧, ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ (IST) encbc4030qpa7o2bpi599y1hswlpvti