વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.24
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૮
104
74031
225559
225474
2026-10-25T15:23:28Z
Meghdhanu
3380
/* Validated */
225559
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૩૪||આમ્રપાલી}}<hr>'''</noinclude>ચિહ્ન તરીકે પ્રસિદ્ધ છે, જે દેશમાં છે તે કલ્યાણકારી રત્નોની પેઠે દેશને કોઈ આપત્તિ આવતી નથી એમ મગધ લોકો માને છે, તે અઢારસેરની, એક કોટિસુવર્ણની મૌક્તિકમાલા, મહારાજે લૂંટાવી દીધી!’
{{gap}}‘હેં?’ વર્ષકાર મહાઅમાત્યનો અવાજ ઊંચો થઈ ગયો. પણ તેણે તરત પોતાના ઉપર કાબુ મેળવી લીધો. ‘લૂંટાવી દીધી ? કોને આપી દીધી? શ્રમણ ગૌતમને?’
{{gap}}‘ના. રાજકુમાર હલ્લ અને વિહલ્લને.’
{{gap}}‘ઓ હો! આ બીજી વાત છે? એ તો પાછી મેળવી લેવાશે. એમાં શું?’
{{gap}}‘પણ શી રીતે પાછી મેળવી લેવાશે મહાઅમાત્યજી?’ રાજકુમાર તીખા અવાજે બોલ્યો: ‘એ પાછી આપશે તો નાં? પણ નહિ જ આપે તો? જે માળા ભેટ મળી તે એની જ થઈ ગઈ. એ કાંઈ કોઈ પાછી આપે!’
{{gap}}વર્ષકાર જરાક ટટ્ટાર ને સીધો થઈ ગયો. રાજકુમારનો તીખો અવાજ એને ગમ્યો ન હતો. રાજકુમારને પગથી માથા સુધી માપી લેતો હોય તેમ એક તીક્ષ્ણ દૃષ્ટિથી એ એની સામે કાંઈક કરડાકીથી જોઈ રહ્યો. રાજકુમાર એની આ દૃષ્ટિથી પરિચિત હતો. એ દૃષ્ટિમાં લાખ લાખ શસ્ત્રોનું પાણી રહેતું હતું. એ એને ખબર હતી. એ પોતાના તીખા અવાજને સંભારીને કાંઈક છોભીલો પણ પડી ગયો. ત્યાં વર્ષકાર બોલ્યો: એનો અવાજ દૃઢ હતો. શબ્દો વીજળી જેવા હતા.
{{gap}}‘રાજકુમાર! આ રાજગાદી મગધ જેવા દેશની છે. જેવા તેવા દેશની નથી. કઈ વસ્તુ કોને ત્યાં કેટલો વખત રહેવા દેવી, એ મારે આંગળીને વેઢે છે. એવી વાત પણ જો તમારે મને શીખવાડવી પડે તો થઈ રહ્યું. આ ચંપાનગરીમાં જ આવતી કાલે શિયાળિયાં રોતાં દેખાશે! મગધદેશનું મહાઅમાત્યપદું એ કાંઈ સોનારૂપાના<sup>*<ref> *સુવર્ણ, રજત, એ એ વખતના સિક્કા છે. સુવર્ણ કે હિરણ્ય.</ref></sup> આસનનું<noinclude><hr>
{{reflist}}</noinclude>
a2d6dfnh27zo81i82z85lijlb692p9a
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૯
104
74032
225560
225475
2026-10-25T15:25:50Z
Meghdhanu
3380
225560
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૫}}<hr>'''</noinclude>સુંવાળું બીછાનું નથી.<sup>*<ref>*વાદવિવાદ.</ref></sup>કથંકથાની વાત નથી. પણ આ કટાહકને જ આપણે પૂછીએ.’ ખાસ જાણે, રાજકુમારને કોઈ ઉતાવળા પગલા માટે જ એ પ્રેરવા આવ્યો હોય એમ વર્ષકારે હવે સ્પષ્ટ રીતે જોઈ લીધું.
{{gap}}કટાહક ધરતી ઉપર નિશ્ચેતન જેવો ઊભો હતો. પોતાને પૂછવાની કોઈ વાત વિષે સાંભળીને એ એકદમ ચોંકી ગયો. એટલામાં તો મહાઅમાત્યે પોતે જ પૂછ્યું:
{{gap}}‘કટાહક! આ સિવાય તારે બીજુ કાંઈ કહેવાનું છે?’
{{gap}}કટાહકે નકારમાં ડોકું ધુણાવ્યું. તેના મોંમાં જાણે જીભ સિવાઈ ગઈ લાગી. રાજગૃહની એવી કોઈક વાત હતી જે આંહીં પહોંચી ગઈ હતી અને પોતે રાજગૃહમાં હજી એ વિષે અજ્ઞાન હતા. તે સ્તબ્ધ બની ગયો. ત્યાં તો મહાઅમાત્યે ફરીને એ જ સવાલ પૂછયો:
{{gap}}‘આ બે સિવાય કોઈ ત્રીજી વાત તારે કહેવાની છે? બોલ!’
{{gap}}કટાહકે ફરીને ડોકું ધુણાવ્યું. વર્ષકારે ત્રીજીવાર પણ એ જ પ્રશ્ન કર્યો. ઉત્તરમાં વધારે નિશ્ચયાત્મક નકાર મળ્યો.
{{gap}}‘સુનીધ!’ વર્ષકાર હવે સેનાપિત તરફ ફર્યો. ‘તેં કાંઈ જાણ્યું છે?’
{{gap}}સુનીધ આશ્ચર્યમાં તેની સામે જોઈ રહ્યો: ‘મેં? ના દેવ! મારી પાસે તો કોઈ નવી વાત નથી!’
{{gap}}‘થયું ત્યારે.’ વર્ષકાર બોલ્યો.
{{gap}}મહાઅમાત્યની શી વાત હશે એ આશ્ચર્યમાં પડતાં રાજકુમારનો આવેશ ને વેગ સરી જતા લાગ્યા. એટલામાં મહાઅમાત્યે કટાહકને કહ્યું: ‘કટાહક! તું થોડીવાર બહાર જા. હમણાં મંત્રણા કરીને યુવરાજકુમાર તને જવાબ વાળે છે. જા, ત્યાં થોભ!’
{{gap}}કટાહક બે હાથ જોડીને સૌને નમીને ત્યાંથી ચાલતો થઈ ગયો.
{{gap}}એની પાછળ વર્ષકારની દૃષ્ટિ છેક બારણા સુધી જતી જણાઈ.
{{nop}}<noinclude><hr>
{{reflist}}</noinclude>
mqoli16x4obihvpy62n2z3gu49lpf6m
225561
225560
2026-10-25T15:26:10Z
Meghdhanu
3380
225561
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૫}}<hr>'''</noinclude>સુંવાળું બીછાનું નથી.<sup>*<ref>*વાદવિવાદ.</ref></sup>કથંકથાની વાત નથી. પણ આ કટાહકને જ આપણે પૂછીએ.’ ખાસ જાણે, રાજકુમારને કોઈ ઉતાવળા પગલા માટે જ એ પ્રેરવા આવ્યો હોય એમ વર્ષકારે હવે સ્પષ્ટ રીતે જોઈ લીધું.
{{gap}}કટાહક ધરતી ઉપર નિશ્ચેતન જેવો ઊભો હતો. પોતાને પૂછવાની કોઈ વાત વિષે સાંભળીને એ એકદમ ચોંકી ગયો. એટલામાં તો મહાઅમાત્યે પોતે જ પૂછ્યું:
{{gap}}‘કટાહક! આ સિવાય તારે બીજુ કાંઈ કહેવાનું છે?’
{{gap}}કટાહકે નકારમાં ડોકું ધુણાવ્યું. તેના મોંમાં જાણે જીભ સિવાઈ ગઈ લાગી. રાજગૃહની એવી કોઈક વાત હતી જે આંહીં પહોંચી ગઈ હતી અને પોતે રાજગૃહમાં હજી એ વિષે અજ્ઞાન હતા. તે સ્તબ્ધ બની ગયો. ત્યાં તો મહાઅમાત્યે ફરીને એ જ સવાલ પૂછયો:
{{gap}}‘આ બે સિવાય કોઈ ત્રીજી વાત તારે કહેવાની છે? બોલ!’
{{gap}}કટાહકે ફરીને ડોકું ધુણાવ્યું. વર્ષકારે ત્રીજીવાર પણ એ જ પ્રશ્ન કર્યો. ઉત્તરમાં વધારે નિશ્ચયાત્મક નકાર મળ્યો.
{{gap}}‘સુનીધ!’ વર્ષકાર હવે સેનાપિત તરફ ફર્યો. ‘તેં કાંઈ જાણ્યું છે?’
{{gap}}સુનીધ આશ્ચર્યમાં તેની સામે જોઈ રહ્યો: ‘મેં? ના દેવ! મારી પાસે તો કોઈ નવી વાત નથી!’
{{gap}}‘થયું ત્યારે.’ વર્ષકાર બોલ્યો.
{{gap}}મહાઅમાત્યની શી વાત હશે એ આશ્ચર્યમાં પડતાં રાજકુમારનો આવેશ ને વેગ સરી જતા લાગ્યા. એટલામાં મહાઅમાત્યે કટાહકને કહ્યું: ‘કટાહક! તું થોડીવાર બહાર જા. હમણાં મંત્રણા કરીને યુવરાજકુમાર તને જવાબ વાળે છે. જા, ત્યાં થોભ!’
{{gap}}કટાહક બે હાથ જોડીને સૌને નમીને ત્યાંથી ચાલતો થઈ ગયો.
{{gap}}એની પાછળ વર્ષકારની દૃષ્ટિ છેક બારણા સુધી જતી જણાઈ.<noinclude><hr>
{{reflist}}</noinclude>
hhh3pt7cie7o8yee7dgd7go0tp5iqkh
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૦
104
74033
225562
225476
2026-10-25T15:28:32Z
Meghdhanu
3380
/* Validated */
225562
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૩૬||આમ્રપાલી}}<hr>'''</noinclude>એ અદૃશ્ય થયો કે તરત તે રાજકુમાર તરફ ફર્યો. તેણે શાંત ધીમા દૃઢ અવાજે કહ્યું: ‘રાજકુમાર! આ સિવાય રાજગૃહની બીજી કોઈ વાત તમારી જાણમાં છે? હોય તો હજી બોલી નાખો!’
{{gap}}રાજકુમાર વિચાર કરી રહ્યો. પછી તેણે કહ્યું: ‘ના, બીજી કોઈ વાત મારા ધ્યાનમાં તો નથી!’
{{gap}}‘થયું ત્યારે. હું તમને કહું. પણ હવે ભડકતા નહિ. ઉતાવળા આવેશમાં આવી જતા નહિ. રાજનીતિને અને આવેશને બાપે માર્યા વેર હોય છે!’
{{gap}}‘પણ વાત શી છે મહાઅમાત્યજી?’
{{gap}}‘એ હું કહું છું. જરા શાંતિ રાખો.’
{{gap}}થોડીવાર કોઈ કાંઈ બોલ્યું નહિ. મહાઅમાત્યે ડોકું પાછું વાળીને સુનીધ તરફ એક દૃષ્ટિ કરી. સુનીધ તરત ઊભો થઈ ગયો. તે છેક દ્વાર સુધી જઈ આવ્યો. દ્વારની બહાર પણ જરાક દૃષ્ટિ કરી આવ્યો. આવીને કાંઈ ન હોય તેમ પાછો પોતાની જગ્યાએ શાંત રીતે બેસી ગયો. રાજકુમારે આ બધું જોયા કર્યું. વર્ષકારની રાજનીતિ માટે એને માન હતું. તેણે જોયું કે એક નાનામાં નાની વિગતને પણ ને નજર બહાર જવા દે તેમ નથી. એણે ઘડેલાં માણસો પણ એની તલેતલ વસ્તુને તરત સમજી જઈ શકે છે. તેને આ ઘણું જ આશ્ચર્યજનક જણાયું.
{{gap}}‘રાજકુમાર!’ વર્ષકારે અત્યંત ધીમા અવાજે કહ્યું. એનો અવાજ ધીમો હતો. પણ તેમાંથી એક પ્રકારનો આત્મવિશ્વાસી નિર્ભયતાનો રણકો ઊડતો હતો.
{{gap}}‘રાજકુમાર! મગધનું મહાનમાં મહાન બળ શેમાં છે એ તમે જાણો છો?’
{{gap}}‘એની હાથીસેનામાં. કેમ?’ અજાતશત્રુ બોલ્યો.
{{gap}}બરાબર. તમને મેં શિખવાડયું હતું કે ‘કલિગાંગ ગજાઃ શ્રેષ્ઠાઃ’ કલિંગ અને અંગ દેશના હાથીઓ શ્રેષ્ઠતમ છે, તે તમે બરાબર અવધારણ<noinclude></noinclude>
0pn34ndabrsodd50ogn9t5cz7ap2ekl
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૧
104
74034
225563
225477
2026-10-25T15:31:11Z
Meghdhanu
3380
225563
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૭}}<hr>'''</noinclude>તો કરી લીધું છે. મગધે એટલા માટે, અંગદેશને પોતાનામાં ભેળવી જ લીધો છે. કલિંંગને ભેળવવો બાકી છે. એ ભળશે પછી તામ્રલિપ્તિ અને એક સુવર્ણદ્વીપ સુધી પહોંચવાની આપણી આકાંક્ષા છે. આંહીં સુવર્ણ, રજત, રત્ન, માણિક્ય, મોતીના ઢગલા થશે! પણ એ બધી તો સ્વપ્નાંની વાતો છે. પણ જે મહાન સ્વપ્નાં રાખે છે, તેણે સાથે સાથે એક બીજી વાત પણ રાખવાની હોય છે. શી? તમને ખબર છે?’
{{gap}}અજાતશત્રુએ બોલ્યા વિના જ ના પાડી. વર્ષકાર વાતને કઈ દિશામાં દોરી જવા માગે છે તે હજી એને માટે કુતૂહલનો જ વિષય હતો. એણે વાત ટૂંકાવવા માત્ર માથું હલાવ્યું.
{{gap}}પણ વર્ષકારને કોઈ વાતની ઉતાવળ લાગી નહિ. તે તો બોલતો હતો તેમ જ બોલ્યો:
{{gap}}‘આ પંડિત તક્ષકદેવ, તમને એ કહેશે. પાંડિતજી! સ્વપ્નાં સેવનારે શું રાખવાનું હોય છે?’
{{gap}}‘એક આસન. એક શાંતિ!’ તક્ષકદેવ બોલ્યો : ‘વર્ષોની ઉપાસના, વર્ષોની ધીરજ!’
{{gap}}અજાતશત્રુ વાતમાં હજી કાંઈ સમજ્યો ન હતો. તે મનમાં ને મનમાં ગુંચવાતો હતો. પણ એનો વેગ ધીમે ધીમે શમી રહ્યો હતો. છતાં વર્ષકાર પાસે અધ્યયન કરીને નાનપણથી જ એ શીખ્યો હતો ને એણે જ એને ઘડ્યો હતો, એટલે કુદરતી રીતે તેની મર્યાદામાં રહેવાને એ ટેવાયલો હતો, નહિતર હમણાં ને હમણાં એ ઊભો થઈને, વાતને ઠોકરે ઊડાડી મૂકીને ‘મારું જ ધાર્યું થશે’ એમ કહીને, એ ત્યાંથી ચાલ્યો જ ગયો હોત! એટલી બધી અધીરતા એના મનમાં આવી ગઈ હતી.
{{gap}}પણ પોતાના શિષ્યને કેમ ઘડતો રહેવો તે વર્ષકાર જાણતો હતો. કાંઈ જ ઉતાવળ ન હોય તેમ એ શાંતિથી બોલ્યો: ‘જુઓ રાજકુમાર! મગધનું બળ એની હાથી સેનામાં છે. અંગદેશ હાથીનું<noinclude></noinclude>
8189b8n1qt3j46cyppty1flbkdrid8d
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૯
104
74052
225573
225431
2026-10-26T03:16:48Z
Snehrashmi
2103
/* Validated */
225573
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|ગુરુ અને શિષ્ય||૫૫}}<hr>'''</noinclude>મહાનિપુણ છે. એટલે એણે એને અભેદ્ય બનાવી દીધી છે. છતાં એ પણ સેચનક પાસે કાંઈ નહિ ! ઉદયન પણ આ જાણે છે. એટલે તે કાશીનગરીના દરવર્ષે મળનારા શ્વેત હાથીના મેળામાં એ દોડે છે. આ વખતે પણ એ આવવાનો છે. આ વખતે ત્યાં બધા થઈ ને એક સહસ્ર શ્વેત હસ્તિ આવવાના છે. પણ એ ભલે આવે. સેચનક અદ્વિતીય જ રહેવાનો છે, અવંતીના ચંડપ્રદ્યોતનો હાથી નલગિરિ, મહા બળવાન. રણક્ષેત્રમાં એ આવે એટલે એના સ્વરૂપ પાસે કોઈ ન ટકે. પણ
મગધરાજના સેચનક હાથીથી ચંડપ્રદ્યોત પણ ધ્રૂજે છે. પંચાલનો જન્મચિત્ર હાથી સાંભળ્યો છે. પણ એ રણહાથી આની તોલે આવે તેમ નથી. બધા હત્થીપાલકો આ વાત જાણે છે. એવા મહા બળવાન સેચનક હાથી આપણા હાથમાંથી જવાનો હોય, અને તે છતાં હું તમને એ જવા દેવા સુધીની શાંતિની વાત કરું, ત્યારે તો જાણવું કે, કોઈ બીજો મહા ભયંકર ગર્ત્ત આપણા માટે તૈયાર થયેલો હોવો જોઈએ. તમે એક જ ઉતાવળિયું પગલું ભરો, અને એ ગર્ત્તમાંથી કોઈ જ દિવસ ન નીકળી શકો. એ ગર્ત્તમાં તમારે ડૂબ્યે જ છૂટકો. એવી આ વાત છે યુવરાજકુમાર !’
{{gap}}‘શી વાત છે મહાઅમાત્યજી ?’
{{gap}}વર્ષકારે સાવચેતી ખાતર ચારે તરફ ફરીને એક દૃષ્ટિ કરી. ધીમેથી એ વધારે સ્વસ્થ થઈને બેઠો. જરાક શાંત થયો. દૃઢ, ધીમો, પણ કોઈ ભાવિની આગાહી આપતો હોય તેવો, એનો અવાજ આવ્યો. ‘મહારાજ કુમાર ! હું યુગયુગના બ્રાહ્મણલોહીને વહેનારો શુદ્ધ અકિંચન બ્રાહ્મણ છું. હું ભારતમાં એક મહાન ચક્રવર્તી ભવ્ય સામ્રાજ્ય જોવાની આશા રાખી રહ્યો છું. ભારતવર્ષ તો જ ટકે. પંડિત તક્ષકદેવ જે મહાન ભારતદેશની વાત કરે છે તેનો શતાંશ વારસો પણ, આજે આ સોળ મહાજનપદોમાંથી કોઈની પણ પાસે છે ? કોઈની પાસે દસ સહસ્રનું હાથીદળ છે? કોઈની પાસે બે ચાર લક્ષ પદાતી છે? કોઈ મેદાનમાં સહસ્રોનું અશ્વદળ ખડું કરી શકે<noinclude></noinclude>
6vxzcd391fbu6izvw6lwkmg4xpszxyd
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૦
104
74053
225574
225433
2026-10-26T03:20:26Z
Snehrashmi
2103
/* Validated */
225574
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૫૬||આમ્રપાલી}}<hr>'''</noinclude>તેમ છે? જે ભારતવર્ષ હતું, તેનું આ તો એક ખંડેર છે ! આપણે જે જોઈએ છીએ તે. એ ખંડેરમાં પ્રાણ પૂરવા માટે હું આવ્યો છું. મારે જીવવું છે તો, એટલા માટે. નહિતર મારે મગધ ને હિમાચળ બધાં જ સરખાં છે. પણ મારો બધો આધાર તમારા ઉપર છે કુમાર ! એટલા માટે હું તમને દોરવા મથી રહ્યો છું.’ વર્ષકાર થોડી વાર થોભ્યો ને પછી બોલ્યો:
{{gap}}‘તમે જેટલા આગ્રહી છો, જેટલા વીર છો, જેટલા દૃઢ છો, તેટલા જ શાંત હો તો ટકશો. નહિતર ગમે તે તમારે માટે એક ગર્ત્ત ઊભો કરી દેશે, તમે તેમાં હાથે કરીને દોટ દેશો. પછી જીવનભર મથશો, પણ એ ગર્ત્તમાંથી તમે નીકળી નહિ શકો. અત્યારે આ કટાહકની વાત એવો ગર્ત્ત લાવે છે. તમે તમારી આસપાસ જુઓ. તમારા જ મામા રાજા પ્રસેનજીતને જુઓ. કેવું બળવાન રાજ ? પણ એ એક એવા ગર્ત્તમાં પડ્યા છે કે, એમાંથી એ નીકળવા મથે તો પણ એમાંથી એ નીકળી શકવાના નથી ! જુઓ સાંભળો, નાનકડી જેવી વાત, રાજાઓ માટે કેવા મહાન ખાડા ઊભા કરી જાય છે તે. પ્રસેનજીતની જ વાત સાંભળો. શ્રમણ ગૌતમ શાક્યકુલનો, એટલા માટે પ્રસેનજીતને મોહ થયો કે હું શાક્યકુલની રાજરાણી લાવું. તે કપિલવસ્તુ દોડ્યો. પણ કપિલવસ્તુના શાક્યો જે ઈંદ્રને પણ પોતાનાથી હલકો ગણે, તે રાજાને કન્યા આપે ખરા ? પણ ન આપે તો આ તો કૌશલદેશનો મહાન રાજવી. શાક્ય ગણતંત્રને જ તોડી નાખે. એટલે એણે એક હલકા કુલની કન્યા આપી. તેનું નામ વાસભખત્તિયા. આ રાણીનો પુત્ર તે <sup>*<ref> * વિડુડ્ભ</ref></sup>વિરુધક. અત્યારે એ ત્યાં યુવરાજ છે. પણ રાજા પ્રસેનજીત ઈચ્છે છે કે એ જો શ્રમણ ગૌતમના સંઘમાં ભળી જાય તો ઘર્ષણ ટળે. ત્યાં શ્રાવસ્તીમાં શ્રમણ ગૌતમનું અનોખું જ સ્થાન છે. પણ વિરુધક શેનો માને ? તમે તો આ વાત થઈ ત્યારે નાના હતા. પણ આ<noinclude><hr>
{{reflist}}</noinclude>
81c5d6uo6vctopmcnoemwhbn5fn4vbf
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૧
104
74054
225575
225451
2026-10-26T03:23:48Z
Snehrashmi
2103
/* Validated */
225575
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|શિષ્ય અને ગુરુ||૫૭}}<hr>'''</noinclude>ગર્તમાં એક દિવસ પ્રસેનજીત પોતે જ ડૂબી જવાનો છે !’
{{gap}}અજાતશત્રુ સાંભળી રહ્યો. તેને વર્ષકારની વાણીમાં પિતાનો સ્નેહટંકાર સંભળાતો હતો. તે કાંઈક નમ્ર બની ગયો. સોળ મહાજનપદોની એટલી બધી અટપટી વાતો વર્ષકાર પાસે હતી કે એ સાંભળતાં અજાતશત્રુને લાગતું કે પોતે તો મહા ‘અજ્ઞાન’ છે. એ વખતે એ કુદરતી રીતે પોતાને વર્ષકારના હાથમાં મૂકી દેતો. વર્ષકારને અજાતશત્રુ માટે મોટામાં મોટી આશા આ સ્થિતિમાં જ રહેલી દેખાતી હતી.
{{gap}}‘મામા આ ગર્તમાં ડૂબી જવાના છે એમ ?’
{{gap}}‘ગર્ત્ત એટલે કુમાર! એવી ભયંકર પરિસ્થિતિ, કે જેમાં તમે ન આમ નીકળી શકો, કે ન તેમ નીકળી શકો. નીકળવા મથો તેમ તેમ ઊંડા ઊતરો. આનું નામ ગર્ત, ખાડો, કાદવ કીચડથી ભરપૂર. પ્રસેનજીત રાજાએ આ ભૂલ કરી, ત્યારે તમે તદ્દન નાના હતા. તમને એ યાદ હોવાનો સંભવ નથી. હવે એ ઈચ્છે છે કે અનેક શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠી કુમારો, સેનાપતિઓ, રાજકુમારો, શ્રમણપંથે પળે છે, વિરુધક પણ જો એ પંથે પળે, તો રાજમાં ઘર્ષણ ટળે. પણ હવે વિરુધક એ ખરેખર વિરુદ્ધ બન્યો છે. એનાં પરિણામ આજે શ્રાવસ્તીમાં દેખાય છે. રાજાએ રાણી અને યુવરાજ બન્નેને પદભ્રષ્ટ કર્યાં હતાં. શ્રમણ ગૌતમના શબ્દે ફરી પાછા મૂળ સ્થાનો સ્થાપ્યાં પણ ખરાં. પણ એ વિષ કુમારના મનમાં બેઠુંં છે. એનો મંત્રી અંબરીષ કોઈક તકની રાહ જોતો લાગે છે; ટૂંકામાં ત્યાં પણ આ અગ્નિ પ્રગટી ચૂક્યો છે ! સમૃદ્ધિ ને વૈભવથી છલકાતી શ્રાવસ્તીને, હું રાજા ઉદયનની રાણી શ્યામિકાના મહેલની જેમ, થોડા જ સમયમાં રાખના ઢગલા રૂપે થઈ જતી નિહાળું છું ! બહુ થોડા વખતમાં શ્રાવસ્તી નગરી નહિ હોય !’
{{gap}}‘અરે !’
{{gap}}‘સાચી વાત છે કુમાર ! પણ એ વાત થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. એ થવાની છે ચોક્કસ. શ્રાવસ્તી ને સાકેતમાં ધનંજય,<noinclude></noinclude>
3k9qthtnxoac51eae9dk8xlx8ezfrm5
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૨
104
74055
225576
225453
2026-10-26T03:28:12Z
Snehrashmi
2103
/* Validated */
225576
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૫૮||આમ્રપાલી}}<hr>'''</noinclude>અનાથપિંડદ, પુણ્યવર્ધન એ બધા શતકોટિપતિ શ્રેષ્ઠીઓ છે તે સાચું. મહાકૌશલનો વિસ્તાર મગધદેશ કરતાં આઠ ગણો છે તે પણ સાચું. શ્રાવસ્તી શ્રેષ્ઠી પુણ્યવર્ધનની વિશાખા જેવી કુલવધૂના એક <sup>*<ref>* માથાનો શણગાર</ref></sup>પ્રસાધનનું મૂલ્યાંકન નવકોટિ એક લક્ષ થાય છે, એવી સમૃદ્ધિ ત્યાં છલકાય છે, તે સાચું. પણ ઈંદ્રનો વૈભવ તમારે ત્યાં કેમ નથી ? આંતરઘર્ષણનું એક જ અગ્નિબિંદુ — અને તમામ સમૃદ્ધિ એક પળના અષ્ટમભાગમાં ખાખ ! આંતરઘર્ષણ પ્રસેનજીતને ત્યાં આવી ચૂક્યું છે. ઉદયનને ત્યાં આવી ચૂક્યું છે. વૈશાલીમાં આવવાના ભણકારા છે. આપણે માત્ર રાહ જોવાની છે કુમાર ! શાંતિથી રાહ જોવાની છે. ક્યાંય દોડવાનું નથી. મગધના વિસ્તાર માટે આ બધાં જ પાડોશી રાજતંત્રો અને ગણતંત્રો થોડા જ વખતમાં ખુલ્લાં મેદાન જેવાં થવાનાં છે ! આપણે ત્યાં જઈને રાજ સંભાળવાનું છે ! રાહ જુઓ! અને જે અગ્નિ ત્યાં સ્થપાઈ ચૂકયો છે, તેને જરા ફૂંક મારતા રહો ! બસ !’
{{gap}}‘તમે કહો છો તે બરાબર છે પણ મહાઅમાત્ય ! આપણને મામા પ્રસેનજીત દર વખતે ડારે, વૈશાલી દર વખત ડારે, ઉદયન ડારે, પ્રદ્યોત ડારે, અને આપણે ડરતું જ રહેવું એમ ? આ ભીરુતા ક્યાં સુધી ? સમાધાન શાંતિ આ બધું ક્યાં સુધી ? મગધરાજનું શ્રેણિય બિરુદ હવે તો લજવાય છે ! મામાએ અંગદેશના ધનંજય જેવા શ્રેષ્ઠીને પોતાને ત્યાં બોલાવી લીધો. આપણે જવા દીધો. એ શ્રેષ્ઠીએ સાકેત નગરી વસાવી છે. શ્રાવસ્તીથી સાત જોજન દૂર. જોનારા કહે છે કે સાકેતનગરી બીજી શ્રાવસ્તી નગરી જ જોઈ લ્યો ! અને ધનંજય શ્રેષ્ઠી અંગ દેશમાંથી જતાં આપણને કેટલું નુકસાન ? આપણી પાસે પ્રસેનજીત મામાએ માગણી કરી, ‘અમારા દેશભરના ગૌરવ જેવો કે વૈભવશાલી શ્રેષ્ઠી નથી, માટે એક શ્રેષ્ઠી તમારે ત્યાંથી અમને મોકલો,’ ત્યારે જ રાજાએ ના પાડી હોત તો ? પણ એમણે તો સંબંધ બંધાય માટે ધનંજય શ્રેષ્ઠીને મોકલ્યા. આ ધનંજય<noinclude><hr>
{{reflist}}</noinclude>
f45tuetkscvgpxedqcisuxs66r0nf0y
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૩
104
74056
225577
225454
2026-10-26T03:34:26Z
Snehrashmi
2103
/* Validated */
225577
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|શિષ્ય અને ગુરુ||૫૯}}<hr>'''</noinclude>શ્રેષ્ઠી જતાં અંગદેશમાંથી શું ગયું તે તમે સંભારોને ! દસ હજાર ધેનુનો એક વ્રજ, એવા ચાર વ્રજ આ ધનંજય શ્રેષ્ઠી રાખતો. ચાલીસ હજાર ચોરસ હાથ એટલે એક નિવર્તન. એવા સો નિવર્તન એટલે એક હળ. આવા પાંચસો હળનો આ શ્રેષ્ઠી માલિક હતો. એ બધો વૈભવ ત્યાં ગયો. એક હજાર ગાડાં એને ત્યાં હમેશાં આવતાં જતાં એ વૈભવ શ્રાવસ્તીમાં ગયો. સંબધો બાંધી બાંધીને રાજ રાખવાની નીતિ ક્યાં સુધી ? અને હજી પણ કાશીનગરી, જે એણે મારી જ માતા કૌશલાદેવી — વૈદેહી માતાને અંગશૃંગાર માટે આપી દીધી છે, તેના ઉપર એ અધિકાર તો પોતાનો જ સમજે છે. રાજમાતા <sup>*<ref>* મહાકોશલની ગણના વિદેહમાં પણ થતી. કૌશલ રાજાઓને ઘણી વખત વૈદેહ કહેતા, રાણી સબંધે વૈદેહી શબ્દ નામ કરતાં વધારે વિશેષણના રૂપમાં વપરાયો લાગે છે. વેદજ્ઞાન. તેમાં ઈહન એટલે પ્રયત્ન કરનાર, તે વૈદેહ. વૈદેહી એટલે પંડિતા. જેમકે વૈદૈહિકા ગૃહપત્ની, દિવ્યાવદાન પ્રમાણે પણ રાજા બિંબિસાર, રાણી, વૈદૈહિ [ કૌશલાદેવી ], અજાતરાત્રુ કુમાર, મહાઅમાત્ય વર્ષકાર એમ આપેલ છે.</ref></sup>વૈદેહિ તો માત્ર ધન ઉપાર્જન લે ! વહેલે મોડે આપણે કાશી નગરી માટે એની સાથે લડવું જ પડશે ! બધાને પ્રસન્ન રાખીને મગધમાં શાંતિ રાખવાની રાજાની નીતિનો હવે અંત ક્યારે ? લિચ્છવીને પ્રસન્ન રાખવા, પ્રસેનજીતને પ્રસન્ન રાખવો, ઉદયનને, પ્રદ્યોતને, શાક્ચોને બધાને પ્રસન્ન જ રાખ્યા કરવા એમ ? અને આટલું પૂરતું ન હોય તેમ રાજા હવે કમ્બોજને પેલો વૃદ્ધ રાજા <sup>×<ref>× પુષ્પ સારિત્ </ref></sup>પુક્કુસાતિ એને ભેટ સાગાદો મોકલે છે ને ત્યાં સંબંધ બાંધવા મથે છે. તમે તો સાંભળ્યુ હશે નાં ?’
{{gap}}‘શું ?’
{{gap}}‘કમ્બોજરાષ્ટ્રના વ્યાપારીઓ રાજગૃહમાં આવે તેનો કર મગધરાજે માફ કર્યો છે !’
{{nop}}<noinclude><hr>
{{reflist}}</noinclude>
sjp6vz4jwttxknq843lhuv9ua1m3wnr
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૧૪
104
74097
225564
225192
2026-10-25T16:16:56Z
Amvaishnav
156
/* Proofread */
225564
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big>'''૧૦. વૈશાલી સંથાગાર'''</big> | }}
<br/>
<br/>
{{gap}}'''<big>વૈ</big>શાલી''' સંથાગારમાં મહાન પ્રશ્નનો આજે નિર્ણય લેવાવાનો હતો. ત્યાં મોટો કોલાહલ મચી રહ્યો હતો. મેદાનમાં બહાર ઊભેલા
કેટલાક લિચ્છવીઓ આતુરતાથી સંથાગાર તરફ નજર માંડીને કાંઈક ચર્ચામાં પડ્યા હતા. તો બીજા કેટલાક ત્યાં રથમાં બેઠા બેઠા સંથાગાર તરફ દૃષ્ટિ માંડી રહ્યા હતા. થોડા અશ્વારોહી લિચ્છવીઓ આમ તેમ ફરતા જણાતા હતા. મહાવનમાંથી સીધા જ આંહી આવેલા એવા કેટલાક તો હજી શિકારીઓના વેષમાં હતા. એમનાં રગબેરંગી વસ્ત્રો લોકોની દૃષ્ટિને ખેંચી રહ્યા હતા. તેમના સાથે મોટા વાઘ જેવા શિકારી શ્વાનો ઊભા હતા. એમને કબજામાં રાખતાં પગે પાણી ઊતરે તેમ હતું. એમના લીસા સુંવાળા કાળા મોટા વાળ, અને ભયંકર લાલ આંખો મેદનીને
અનોખું આકર્ષણ આપી રહ્યાં હતાં. ચારે તરફ લોકો સંથાગારનો કાર્યક્રમ શરૂ થવાની રાહ જોતા હતા.
{{gap}}એટલામાં સથાગારમાં ટાંગેલી મોટી કાંસ્ય ધંટા ઉપર રજતદંડનો પ્રહાર થયો. સન્નિપાત ભેરીનો નાદ જાગ્યો. શંખ ફૂંકાયો. તૂર્ય વાગ્યાં. સંથાગાર શરૂ થયાની એ નિશાની હતી. થોડીવારમાં જ સભાના સદસ્યોના રથો અને અશ્વો આવતા દેખાયા.
{{gap}}ચારે દિશામાંથી એ આવતા જણાયા. કોઈ ધીમે આવી રહ્યા હતા. કોઈ ઉતાવળમાં હતાં. કોઈ દૂરથી આવતા જણાતા હતા. એક પછી એક બધા સંથાગાર તરફ જતા દેખાયા.
{{gap}}સંથાગારના બહારના મેદાનમાં યોગ્ય જગ્યાએ, એમના રથીઓ<noinclude></noinclude>
64ff8r11s5tktwptitp6e5mzk0wbt36
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૧૮
104
74101
225565
225196
2026-10-25T16:27:55Z
Amvaishnav
156
/* Proofread */
225565
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૦૪||આમ્રપાલી}}<hr>'''</noinclude>તેમ એની મૃદુતાની રેખાને જોનારા, એ રેખા જીવનભર ન ભૂલે એટલી એ મોહક હતી. એવી એ સુંદર હતી. વર્ષકાર મહાઅમાત્ય એક પળભર તો વિચારમાં પડી ગયો. આ માણસ શું જુદ્ધ ખેલી શકે? આ માણસ શું જુદ્ધ લઈ શકે? તેને આનંદ આનંદ થઈ ગયો. વૈશાલીનો આ સેનાપતિ એક નાચીજમાં નાચીજ ચેતનાને પણ પ્રેમભરી દૃષ્ટિથી નિહાળનારો છે. એ જુદ્ધ કરી નહિ શકે, વૈશાલી મગધનું છે !
{{gap}}પણ એણે બીજી વખત એ ચહેરા સામે જોયુ, અને એને એની ભૂલ સમજાઈ ગઈ.
{{gap}}એ પુરુષની મૃદુતાની પાછળ તો વજ્જરલોહ પડ્યું હતું. એવું લોહ તો એણે પોતાના ભવ્ય સેનાપતિ સુનીધમાં પણ જોયું ન હતું. અજાતશત્રુમાં પણ એ ન હતું. અરે ! ખુદ ચંડપ્રદ્યોતમાં પણ એ નહિ હોય ! આ પૃથ્વીના કણેકણ માટે પોતાનું જીવન આપવાની શક્તિ એનામાં હતી.
{{gap}}એને સંથાગાર તરફ જતો જોઈ ને સંથાગારના મંડપમાં સદસ્યોની ભીડ જામવા મંડી. એ વર્ષકાર પાસેથી પસાર થતો હતો. બરાબર એ જ વખતે વર્ષકારના ખભા ઉપર કોઈકે હાથ મૂક્યો.
{{gap}}પોતાનો બ્રાહ્મણ યજમાન આર્યક આવી ગયો હતો. ઉતાવળે તેની સાથે થઈ જવા માટે વર્ષકાર એકદમ ભીડમાંથી આગળ વધી ગયો. સોપાનપરંપરા વટાવીને મંડપમાં આર્યકની સાથે તેણે જગ્યા લીધી ન લીધી ત્યાં ગણપુરક તેની પાસે આવી પહોંચ્યો.
{{gap}}તેણે સદસ્ય આર્યક તરફ જોયું. આ કોણ છે એ ખુલાસો માગવા માટે એ દિષ્ટ હતી.
{{gap}}'અતિથિ !' આર્યકે જવાબ દીધો.
{{gap}}ગણુપૂરક ત્યાંથી તરત ખસી ગયો. પણ એટલામાં જ એક આયુત્તક આવતા દેખાયો. આયુત્તકે એક સદસ્ય વધારે હોવાની નોંધ લઈ લીધી. અતિથિને છંદ આપવાનો અધિકાર ન હતો.<noinclude></noinclude>
hys0z06obh7de2dic6j6ybg9dshjgui
225569
225565
2026-10-26T02:58:01Z
Snehrashmi
2103
/* Validated */
225569
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૦૪||આમ્રપાલી}}<hr>'''</noinclude>તેમ એની મૃદુતાની રેખાને જોનારો, એ રેખા જીવનભર ન ભૂલે એટલી એ મોહક હતી. એવી એ સુંદર હતી. વર્ષકાર મહાઅમાત્ય એક પળભર તો વિચારમાં પડી ગયો. આ માણસ શું જુદ્ધ ખેલી શકે? આ માણસ શું જુદ્ધ લઈ શકે? તેને આનંદ આનંદ થઈ ગયો. વૈશાલીનો આ સેનાપતિ એક નાચીજમાં નાચીજ ચેતનાને પણ પ્રેમભરી દૃષ્ટિથી નિહાળનારો છે. એ જુદ્ધ કરી નહિ શકે, વૈશાલી મગધનું છે !
{{gap}}પણ એણે બીજી વખત એ ચહેરા સામે જોયું, અને એને એની ભૂલ સમજાઈ ગઈ.
{{gap}}એ પુરુષની મૃદુતાની પાછળ તો વજ્જરલોહ પડ્યું હતું. એવું લોહ તો એણે પોતાના ભવ્ય સેનાપતિ સુનીધમાં પણ જોયું ન હતું. અજાતશત્રુમાં પણ એ ન હતું. અરે ! ખુદ ચંડપ્રદ્યોતમાં પણ એ નહિ હોય ! આ પૃથ્વીના કણેકણ માટે પોતાનું જીવન આપવાની શક્તિ એનામાં હતી.
{{gap}}એને સંથાગાર તરફ જતો જોઈ ને સંથાગારના મંડપમાં સદસ્યોની ભીડ જામવા મંડી. એ વર્ષકાર પાસેથી પસાર થતો હતો. બરાબર એ જ વખતે વર્ષકારના ખભા ઉપર કોઈકે હાથ મૂક્યો.
{{gap}}પોતાનો બ્રાહ્મણ યજમાન આર્યક આવી ગયો હતો. ઉતાવળે તેની સાથે થઈ જવા માટે વર્ષકાર એકદમ ભીડમાંથી આગળ વધી ગયો. સોપાનપરંપરા વટાવીને મંડપમાં આર્યકની સાથે તેણે જગ્યા લીધી ન લીધી ત્યાં ગણપુરક તેની પાસે આવી પહોંચ્યો.
{{gap}}તેણે સદસ્ય આર્યક તરફ જોયું. આ કોણ છે એ ખુલાસો માગવા માટે એ દૃષ્ટિ હતી.
{{gap}}‘અતિથિ !’ આર્યકે જવાબ દીધો.
{{gap}}ગણુપૂરક ત્યાંથી તરત ખસી ગયો. પણ એટલામાં જ એક આયુત્તક આવતા દેખાયો. આયુત્તકે એક સદસ્ય વધારે હોવાની નોંધ લઈ લીધી. અતિથિને છંદ આપવાનો અધિકાર ન હતો.
{{nop}}<noinclude></noinclude>
0pg6uhs5ytti72vy2gl64riuhp3u14e
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૧૯
104
74102
225566
225197
2026-10-25T16:38:39Z
Amvaishnav
156
/* Proofread */
225566
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વૈશાલી સંથાગાર||૧૦૫}}<hr>'''</noinclude>{{gap}}થોડીવારમાં જ સેનાપતિ સોપાન પરંપરા ચડીને સંથાગારના મંડપ તરફ આવતો દેખાયો. એ આવ્યો, એણે સદસ્યોની સમિતિને અભિવાદન કર્યું, તમામ સદસ્યોએ સામે નમન આપ્યા, અને મંડપની વચ્ચોવચ્ચના ઊંચા સભામંચ ઉપર જવા માટે તે આગળ વધ્યો.
{{gap}}સભામંચની મંડિપકાની ચારે ચાર સોનેરી સ્તમ્ભિકાઓને પદ્મરાગ, નીલમણિ, રત્ન અને આસમાની હીરકનાં કણોના જડિત્રનકશી કામથી એવી તો સુંદર બનાવી હતી કે, જોનારની આંખ હીરારત્નના પ્રકાશમાં જ નાહ્યા કરે. મંડિપકા ઉપર એક અનુપમ મયૂર મૂક્યો હતો. એના કલા કરતા પિચ્છે પિચ્છમાં રત્નકણિકાઓના ભરચક્ક જડાવથી ઈન્દ્રધનુ રંગની ભ્રાંતિ થતી હતી. પોતે મા સરસ્વતીના દૈવી મયૂરને જોઈ રહ્યો છે ! અને સાથે સાથે અધર લટકતા ઇન્દ્રદેવના ચાપને નિહાળી રહ્યો છે ! સભામંડપમાં ચારે તરફ આયુધધારી સૈનિકો ઊભા હતા. એક તરફ <sup>૧<ref>૧ સભા સંચાલન પ્રત્યે ધ્યાન રાખનારો.</ref></sup>ગણપૂરક, આસન વિજ્ઞાપક અને આયુત્તક દેખાતા હતા. હાથમાં લાલ અને કાળી <sup>૨<ref>૨ મત માટેની સળીઓ. </ref></sup>છંદ શલાકાઓ લઈને <sup>૩<ref>૩ નોકર</ref></sup>ઉપસ્થાક ત્યાં ઊભા હતા.
{{gap}}જનતંત્રની પરિષદ્ તરફ સિંહ સેનાપતિએ એક નજર કરી. તમામ સદસ્યો આવી ગયા લાગ્યા. તેણે ગણુપૂરકને પૂછ્યું. ગણપૂરકે સંખ્યા બતાવી. સાત હજાર સાતસો ને સાત સદસ્યોમાંથી સાત હજાર સાતસો સાતે હજાર હતા. કોઈ ગેરહાજર ન હતો ! વર્ષકારને આ એકતા અનુપમ લાગી. તે આશ્ચર્યમાં પડી ગયો ! એક પણ ગેરહાજર નહિ. એટલામાં સિંહનાયક ઊભો થયો હતો. એક ઝીણી કાંકરી ખરે તો પણ અવાજ સંભળાય એવી ગૂઢ શાંતિ ત્યાં મંડપમાં પથરાઈ ગઈ. સિહનાયક શું બોલે છે તે સાંભળવા સૌ એક કાન થઈ ગયા.<noinclude><hr>
{{reflist}}</noinclude>
bmkxn70q4rkt6d5bkvoodoq2e53ro5y
225570
225566
2026-10-26T03:02:34Z
Snehrashmi
2103
/* Validated */
225570
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|વૈશાલી સંથાગાર||૧૦૫}}<hr>'''</noinclude>{{gap}}થોડીવારમાં જ સેનાપતિ સોપાન પરંપરા ચડીને સંથાગારના મંડપ તરફ આવતો દેખાયો. એ આવ્યો, એણે સદસ્યોની સમિતિને અભિવાદન કર્યું, તમામ સદસ્યોએ સામે નમન આપ્યા, અને મંડપની વચ્ચોવચ્ચના ઊંચા સભામંચ ઉપર જવા માટે તે આગળ વધ્યો.
{{gap}}સભામંચની મંડિપકાની ચારે ચાર સોનેરી સ્તમ્ભિકાઓને પદ્મરાગ, નીલમણિ, રત્ન અને આસમાની હીરકનાં કણોના જડિત્રનકશી કામથી એવી તો સુંદર બનાવી હતી કે, જોનારની આંખ હીરારત્નના પ્રકાશમાં જ નાહ્યા કરે. મંડિપકા ઉપર એક અનુપમ મયૂર મૂક્યો હતો. એના કલા કરતા પિચ્છે પિચ્છમાં રત્નકણિકાઓના ભરચક્ક જડાવથી ઈન્દ્રધનુ રંગની ભ્રાંતિ થતી હતી. પોતે મા સરસ્વતીના દૈવી મયૂરને જોઈ રહ્યો છે ! અને સાથે સાથે અધર લટકતા ઇન્દ્રદેવના ચાપને નિહાળી રહ્યો છે ! સભામંડપમાં ચારે તરફ આયુધધારી સૈનિકો ઊભા હતા. એક તરફ <sup>૧<ref>૧ સભા સંચાલન પ્રત્યે ધ્યાન રાખનારો.</ref></sup>ગણપૂરક, આસન વિજ્ઞાપક અને આયુત્તક દેખાતા હતા. હાથમાં લાલ અને કાળી <sup>૨<ref>૨ મત માટેની સળીઓ. </ref></sup>છંદ શલાકાઓ લઈને <sup>૩<ref>૩ નોકર</ref></sup>ઉપસ્થાક ત્યાં ઊભા હતા.
{{gap}}જનતંત્રની પરિષદ્ તરફ સિંહ સેનાપતિએ એક નજર કરી. તમામ સદસ્યો આવી ગયા લાગ્યા. તેણે ગણપૂરકને પૂછ્યું. ગણપૂરકે સંખ્યા બતાવી. સાત હજાર સાતસો ને સાત સદસ્યોમાંથી સાત હજાર સાતસો સાતે હજાર હતા. કોઈ ગેરહાજર ન હતો ! વર્ષકારને આ એકતા અનુપમ લાગી. તે આશ્ચર્યમાં પડી ગયો ! એક પણ ગેરહાજર નહિ. એટલામાં સિંહનાયક ઊભો થયો હતો. એક ઝીણી કાંકરી ખરે તો પણ અવાજ સંભળાય એવી ગૂઢ શાંતિ ત્યાં મંડપમાં પથરાઈ ગઈ. સિહનાયક શું બોલે છે તે સાંભળવા સૌ એક કાન થઈ ગયા.<noinclude><hr>
{{reflist}}</noinclude>
oz04m7jkrrm8epro25m7timxlpgm8po
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૨૦
104
74103
225567
225198
2026-10-25T16:54:38Z
Amvaishnav
156
/* Proofread */
225567
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big>'''૧૧. મહાનમનનો ઉત્તર'''</big> | }}
<br/>
<br/>
{{gap}}'''<big>સિંં</big>હ નાયક''' બોલ્યો: ‘ ભન્તે ગણસંધ મને બરાબર સાંભળે. મને સાંભળો. ગણસંઘસદસ્યો ! આર્યપુત્ર મહાનમન પોતે આંહીં આવેલ છે ! ’
{{gap}}' પણ આમ્રપાલી ક્યાં છે ? આવ્યા છે પણ એકલા ? આમ્રપાલી વિના ? ’ કોઈ સદસ્યે તરત જ કહ્યું.
{{gap}}'ભણે સદસ્ય ! હમણાં આવશે. એનો ખુલાસો એ પોતે જ ગણસંઘને
આપશે.'
{{gap}}'સાધુ ! સાધુ ! ' ચારે તરફથી અવાજ આવ્યો. 'વૈશાલીના ગણતંત્રનો વિજય હો ! '
{{gap}}'વિજય હો ! ' પ્રત્યુત્તરમાં ગગનગામી અવાજ ઊઠ્યો.
{{gap}}ભન્તેગણસંઘ ! હવે બરાબર વાત સાંભળો. આર્યપુત્ર મહાનમન તમને હમણાં ખુલાસો આપે છે. પણ ગણતંત્ર એક વાત ન ભુલે. આ મહાનગરી વૈશાલીએ રામચંદ્ર, વિશ્વામિત્ર અને વસિષ્ઠને નીરખ્યા છે. આ <sup>*<ref> * રામાયણમાં બે નામ છે. વિશાલા. ઉત્તમપુરી.</ref></sup>ઉત્તમપુરીએ આજ દિવસ સુધી પોતાનાં ગૌરવ પ્રતિષ્ઠા ને શક્તિ જાળવી રાખ્યાં છે. જ્યાં સુધી વજ્જિસંઘ એક હશે, જ્યાં સુધી ગણતંત્ર એકમતે કામ કરશે, ત્યાં સુધી આ નગરી અજેય હશે. આવુસો ! તમારા છંદના તમે માલિક છો. પણ બીજાને છંદ હોઈ<noinclude><hr>
{{reflist}}</noinclude>
omii8tppyafm8ofje9vpma2z1jfjj6w
225571
225567
2026-10-26T03:08:48Z
Snehrashmi
2103
/* Validated */
225571
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big>'''૧૧. મહાનમનનો ઉત્તર'''</big> | }}
<br/>
<br/>
{{gap}}'''<big>સિંં</big>હ નાયક''' બોલ્યો: ‘ભન્તે ગણસંઘ મને બરાબર સાંભળે. મને સાંભળો. ગણસંઘસદસ્યો ! આર્યપુત્ર મહાનમન પોતે આંહીં આવેલ છે !’
{{gap}}‘પણ આમ્રપાલી ક્યાં છે ? આવ્યા છે પણ એકલા ? આમ્રપાલી વિના ?’ કોઈ સદસ્યે તરત જ કહ્યું.
{{gap}}‘ભણે સદસ્ય ! હમણાં એનો ખુલાસો એ પોતે જ ગણસંઘને આપશે.’
{{gap}}‘સાધુ ! સાધુ !’ ચારે તરફથી અવાજ આવ્યો. ‘વૈશાલીના ગણતંત્રનો વિજય હો !’
{{gap}}‘વિજય હો !’ પ્રત્યુત્તરમાં ગગનગામી અવાજ ઊઠ્યો.
{{gap}}‘ભન્તેગણસંઘ ! હવે બરાબર વાત સાંભળો. આર્યપુત્ર મહાનમન તમને હમણાં ખુલાસો આપે છે. પણ ગણતંત્ર એક વાત ન ભૂલે. આ મહાનગરી વૈશાલીએ રામચંદ્ર, વિશ્વામિત્ર અને વસિષ્ઠને નીરખ્યા છે. આ <sup>*<ref> * રામાયણમાં બે નામ છે. વિશાલા. ઉત્તમપુરી.</ref></sup>ઉત્તમપુરીએ આજ દિવસ સુધી પોતાનાં ગૌરવ પ્રતિષ્ઠા ને શક્તિ જાળવી રાખ્યાં છે. જ્યાં સુધી વજ્જિસંઘ એક હશે, જ્યાં સુધી ગણતંત્ર એકમતે કામ કરશે, ત્યાં સુધી આ નગરી અજેય હશે. આવુસો ! તમારા છંદના તમે માલિક છો. પણ બીજાને છંદ હોઈ<noinclude><hr>
{{reflist}}</noinclude>
p2daokqk1zgnbwdt0a8fxk70hhhw44a
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૨૧
104
74104
225568
225199
2026-10-25T17:03:13Z
Amvaishnav
156
/* Proofread */
225568
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|મહાનમનનો ઉત્તર||૧૦૭}}<hr>'''</noinclude>શકે તે ભૂલતા નહિ. જે કરીએ તે એકમતે કરીએ, આર્યપુત્ર મહાનમન હવે ગણતંત્રને વાત કહે ! '
{{gap}}સિંહનાયક બેસી ગયો, એટલે મહાનમન આગળ આવ્યો. તેના ધોળા નિમાળા, સૌમ્ય મુખમુદ્રા, શાંત વર્તનની છાપ ગણતંત્ર ઉપર પડી. થોડીવારમાં તેની વાત સાંભળવા માટે સૌ શાંત થઈ ગયા.
{{gap}}‘ ભન્તે નાયક અને ગણતંત્ર ! સાંભળો. એક પ્રભાતે આકાશની કોઈ ગુલાબી વાદળી નીચે પડી ગઈ હોય તેમ મારી પાલિતા પુત્રી આમ્રપાલી મારી વાટિકાના એક કદળી સ્થંભ પાસેથી મને જડી. જે આકાશમાર્ગે અચાનક મારે ત્યાં આવી ચડી તે મને વધુ પ્રિય બની ગઈ.
{{gap}}'એ તો જાણે ઈશ્વરે સ્વયં મારા હાથમાં સોંપી હોય તેવી વાત હતી.
{{gap}}'ભન્તે ગણતંત્ર ! સાંભળો. આ પુત્રી ઉપર મારો નિ:સીમ પ્રેમ છે. એના જીવનની સુંદરતા જો હું ન જાળવી શકું, તો હું રૌરવ નરકનો વાસી બનું. સદાવીરા ગંડક નદીની જલસમાધિ પણ મારા તાપને પછી શમાવે નહિ. ભન્તે સેનાપતિ ! ગણતંત્રની ઇચ્છા છે, મારી પુત્રીને નગરશોભિની રાખવાની, પણ હું એ વાતની સ્પષ્ટ ના પાડું હું ! મારા પોતાનાથી તો એ નહિ બને ! '
{{gap}}મહાનમનના છેલ્લા શબ્દો નીકળ્યા ન નીકળ્યા ત્યાં તો સંથાગારમાં એક મોટો અવાજ થઈ રહ્યો. કેટલાક મહાનમનને ફીટકારતા હતા. કોઈક ગુસ્સે થયા હતા. કોઈના અવાજમાં આહ્વાન હતું. એક જણો ઊભો થઈને બોલતો હતો : ‘મહાનમને ગણતંત્રનું અપમાન કર્યું છે. સેનાપતિની અવજ્ઞા કરી છે. એ વૈશાલિક નથી. એ વૈશાલી નગરીને સમજ્યો જ નથી. એને બેસારી દો, બેસારી દો . . . . . . '
{{gap}}કોલાહલ વધી પડ્યો. કોણ શું બોલે છે તે સમજાતું ન હતું. મહાનમનના શબ્દો જે રીતે આવવા જોઈએ તે રીતે આવ્યા ન હતા. સિંહનાયક એની વાત સમજી ગયો હતો. તે કોલાહલને દાખી દેવા માટે તરત ઊભો થઈ ગયો.<noinclude></noinclude>
7syfev6f7h7uybxrblz6z2xo5ctqxdp
225572
225568
2026-10-26T03:13:15Z
Snehrashmi
2103
/* Validated */
225572
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|મહાનમનનો ઉત્તર||૧૦૭}}<hr>'''</noinclude>શકે તે ભૂલતા નહિ. જે કરીએ તે એકમતે કરીએ, આર્યપુત્ર મહાનમન હવે ગણતંત્રને વાત કહે !’
{{gap}}સિંહનાયક બેસી ગયો, એટલે મહાનમન આગળ આવ્યો. તેના ધોળા નિમાળા, સૌમ્ય મુખમુદ્રા, શાંત વર્તનની છાપ ગણતંત્ર ઉપર પડી. થોડીવારમાં તેની વાત સાંભળવા માટે સૌ શાંત થઈ ગયા.
{{gap}}‘ભન્તે નાયક અને ગણતંત્ર ! સાંભળો. એક પ્રભાતે આકાશની કોઈ ગુલાબી વાદળી નીચે પડી ગઈ હોય તેમ મારી પાલિતા પુત્રી આમ્રપાલી મારી વાટિકાના એક કદળી સ્થંભ પાસેથી મને જડી. જે આકાશમાર્ગે અચાનક મારે ત્યાં આવી ચડી તે મને વધુ પ્રિય બની ગઈ.
{{gap}}‘એ તો જાણે ઈશ્વરે સ્વયં મારા હાથમાં સોંપી હોય તેવી વાત હતી.
{{gap}}‘ભન્તે ગણતંત્ર ! સાંભળો. આ પુત્રી ઉપર મારો નિઃસીમ પ્રેમ છે. એના જીવનની સુંદરતા જો હું ન જાળવી શકું, તો હું રૌરવ નરકનો વાસી બનું. સદાવીરા ગંડક નદીની જલસમાધિ પણ મારા તાપને પછી શમાવે નહિ. ભન્તે સેનાપતિ ! ગણતંત્રની ઇચ્છા છે, મારી પુત્રીને નગરશોભિની રાખવાની, પણ હું એ વાતની સ્પષ્ટ ના પાડું હું ! મારા પોતાનાથી તો એ નહિ બને !’
{{gap}}મહાનમનના છેલ્લા શબ્દો નીકળ્યા ન નીકળ્યા ત્યાં તો સંથાગારમાં એક મોટો અવાજ થઈ રહ્યો. કેટલાક મહાનમનને ફીટકારતા હતા. કોઈક ગુસ્સે થયા હતા. કોઈના અવાજમાં આહ્વાન હતું. એક જણો ઊભો થઈને બોલતો હતો : ‘મહાનમને ગણતંત્રનું અપમાન કર્યું છે. સેનાપતિની અવજ્ઞા કરી છે. એ વૈશાલિક નથી. એ વૈશાલી નગરીને સમજ્યો જ નથી. એને બેસારી દો, બેસારી દો... ...’
{{gap}}કોલાહલ વધી પડ્યો. કોણ શું બોલે છે તે સમજાતું ન હતું. મહાનમનના શબ્દો જે રીતે આવવા જોઈએ તે રીતે આવ્યા ન હતા. સિંહનાયક એની વાત સમજી ગયો હતો. તે કોલાહલને દાબી દેવા માટે તરત ઊભો થઈ ગયો.
{{nop}}<noinclude></noinclude>
7579ncf9szqr594koxmratphw9n886l
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૧
104
74202
225578
2026-10-26T03:35:18Z
Snehrashmi
2103
/* Not proofread */
225578
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૭૭||આમ્રપાલી}}<hr>''' '''<hr>{{rh|આમ્રપાલી||૧૭૭}}<hr>'''</noinclude>________________
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૧૯. વ કારને પત્તો લાગે છે
કાર મહાઅમાત્ય જે હેતુ માટે વૈશાલીમાં આવ્યો હતો તે હેતુ હવે પાર પડે તેમ ન હતો. આમ્રપાલી જનપદકલ્યાણી અને એ પ્રશ્ન ઉપર વૈશાલી વિભક્ત થતું બચી ગયું હતું. સિંહ નાયકની સમા- ધાન લાવવાની શક્તિના એક વધુ પરિચય વકારને મળી ગયા. વૈશાલીના લિઝ્નીએ અલમલ્લના આહ્વાનને ઉપાડી લેવા વધારે સંગઠિત બનીને તૈયાર થઈ રહ્યા હતા. મંગલ અભિષેક પુષ્કરિણી એક પળ પણ રેતી ન રહે એવા પ્રબંધ થઈ ગયા હતા. એક એક સહસ્ર લિચ્છવીઓની જાગ્રત ચાકી ચોવીસે ઘટિકા ત્યાં હાજર રહેતી હતી.
પણ વકારને નવાઈ એક વાતની જણાતી હતી. મહાધનુર મહાલી આ બધામાં કયાં હતો ? પોતાના સહપાઠી બલમાને મળીને ઘણું ટાળવા માટે શ્રાવસ્તી નગરીમાં ગયા હતા ? કે પછી અદૃશ્ય રહીને, છેવટની ઘડીએ પ્રગટ થઈ, અધુલમલ્લ ઉપર મરણુતાલ ધા મારવાની કાઈ યાજના એ ધડી રહ્યો હતો ? કે શું હતું ?
એણે એને રે છેલ્લે સંથાગારમાં જોયા, ત્યાર પછી એ બિલકુલ દેખાયા ન હતા.
o
તેમ જ લિચ્છવીએમાં પણ એની કોઈ વાત થતી ન હતી. આ ભેદી મૌનમાં શું રહ્યું છે એ જાણવું વર્ષીકાર માટે મુશ્કેલ થઈ પડયું
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar
૧૨<noinclude></noinclude>
fnlymxvmmbxi7z517snv8rfquzihrdn