વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.48.0-wmf.1
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૪૯
104
74132
225704
225227
2026-10-31T16:40:58Z
Amvaishnav
156
/* Proofread */
225704
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|ધનુર્ધર મહાલી||૧૩૫}}<hr>'''</noinclude>{{gap}}રસ્તામાં જ એક ભેદ મળ્યો. સિંંહનાયકનો અશ્વ વેગભર્યો જઈ રહેલો તેમને મળ્યો. તે કુંડગ્રામ થઈ ને દક્ષિણ દિશા તરફ મહાનમનના આમ્રકાનન ભણી વળ્યા લાગ્યો.
{{gap}}'કદાચ આમ્રપાલીને મળીને સમજાવવા માટે નાયક જતા લાગે છે ! ' આર્યકે કહ્યુંં.
{{gap}}પણ વર્ષકારને તેમ ન લાગ્યું. એણે વિચાર કર્યાં. આમ્રપાલીને મનાવી લેવાતુ અનિવાર્ય હતું એ ખરું. એમ ન થાય તો મહાઘર્ષણ જાગે. સિંંહનાયક ઘણો કુશળ હતો. એના શબ્દોમાં અજબ જેવું સામર્થ્ય હતું. આ પ્રશ્ન ઉપર લિચ્છવીઓનાં મન ઊંચાં હતાં. પણ હવામાં મહાલીની વાત હતી. તેની સાથે આ જવાને સંબધ હોવો જોઈએ.
{{gap}}મહાનમન બોલ્યો ન હતો. એ બોલે તે જેવો તેવો વિરોધનો વંટાળ ન ઊઠે. એ પણ શત કોટ્યાધિપતિ જેવો મહાસમર્થ પુરુષ હતો. એના પક્ષે સેંકડો ઊઠવાના. આવુ ઘર્ષણ એક યુદ્ધ જગવી દે. એટલે સિંંહ નાયક તરત જ આમ્રપાલીને મળવા માટે ઊપડ્યો, એમાં મહાનમન મહાલી એ બન્નેતી પણ કોઇક વાત હોવી જોઇએ. વર્ષકારને આ વાતની ગડ બેઠી નહિ. પણ બીજું કાંઈ અત્યારે બને તેમ ન હતું. પોતે મહાનમનને હીરામાણેક દેખાડવા જાય ત્યારે ઝીણવટથી બધું જોવાનું એટલી ગાંઠ વાળી.
{{gap}}સિંહ નાયક મહાનમનના આમ્રકાનન પાસે આવીને અટક્યો. એ ઉતાવળમાં હતો. તેણે અશ્વને અંદર જ લીધો.
{{gap}}અંદર આરાસવત્થુમાં તે પહોંચ્યો. ત્યાં બહાર એક માણસ ઊભો હતા. સિંહ નાયકને જોઈ ને તે આગળ આવ્યો, તેણે બે હાથ જોડ્યા : અંદર ભિષગ્વર છે. કોઈને ન આવવાનું કહ્યું છે ? '
{{gap}}'કોણ ભિષગ્વર ચક્રવર્તી છે? પોતે આવેલ છે? '
{{gap}}'પોતે જ છે !'
{{gap}}સિંંહનાયક ભિષગ્વરને મળવા આતુર હતો. પણ તેણે ના કહેવરાવી.<noinclude></noinclude>
66kkortftarkwrgu0sbb3gq8szi2qlh
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૫૦
104
74133
225705
225228
2026-10-31T16:48:46Z
Amvaishnav
156
/* Proofread */
225705
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૩૬||આમ્રપાલી}}<hr>'''</noinclude>એટલુ જ જણાવ્યું: 'ધનુર્ધરની વાત કાલે ખબર પડે. અત્યારે કોઈ નહિ મળે.'
{{gap}}સિંહ નાયકને ખબર ન પડી કે થોભવું અથવા જવું.
{{gap}}મહાનમન ને આમ્રપાલી આ બાજુ આવતાં હતાં, તે જો આવી ચડે તો એમને કાને વાત નાખીને પછી જવાનો તેણે નિર્ણય કર્યો.
{{gap}}એટલામાં મહાનમનનો રથ પણ ત્યાં આવ્યો. પણ એમાં આમ્રપાલી જણાઈ નહિ. પોતાના આવાસમાં એને નગરીમાં રાખીને, મહાનમન આંહી આવ્યા હોય તેમ લાગ્યું. સિંહને જોતાં જ એ રથમાંથી ઊતરીને આગળ આવ્યા.
{{gap}}મહાનમનના ચહેરા ઉપર પણ થાક હતો. વૈશાલીમાં ઘર્ષણ જાગે કે
પ્રવેણી પુસ્તકના નિયમભંગે મહામારી ચાલે, કે પછી મહામારી આવે ને એ નિયમભગે આવી છે એમ્ લોકો માને, ગમે તે થાય, પણ પોતે પોતાની નગરીના વિનિપાતમાં કારણરૂપ બને છે, એની મહા ચિંતા એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ આવતી હતી.
{{gap}}સિંહ નાયકને વૈશાલીના આ મહાન નાગરિક માટે માન હતું. પણ જે પરિસ્થિતિમાં તે મુકાયો હતો તેમાં કોઈ પણ પોતાનું અપમાન માનીને ઉકળી જાય તેવું હતું. છતાં એણે અજબ જેવી શાંતિ જાળવી હતી. એની શાંતિને લીધે જ આ પ્રશ્ન આટલો શાંત જણાતો હતો. નહિતર તો અત્યાર અગાઉ એક મોટું આંતરજુદ્ધ થઈ ગયું હોત. આંતરજુદ્ધ ન થયું હોત, તો સામે સામેના એ બળવાન પક્ષોથી
નગરી રણક્ષેત્ર સમી બની ગઈ હોત. પણ મહાનમને અજબ જેવી શાંતિ દેખાડી હતી. સિંંહ નાયક મહાનમનને આવતા દેખીને સામે ચાલ્યો.
{{gap}}મહાનઅને હાથ જોડ્યા : ‘ ભન્તે નાયક ! શી વાત છે? તમે કેમ ઉતાવળે આંહી આવ્યા ? આરામવત્થુમાં કોઈ વિદેશી આવેલ છે ?'
{{gap}}‘ ભણે નાગરિક !' સિંંહ નાયક બોલ્યો: ધનુર્ધર મહાલી આ તમારા આમ્રકાનનમાં આરામ લેવા આવેલ છે !'<noinclude></noinclude>
apz0vpl7v9rurxo3hmom7r40s3hd0b7
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૫૧
104
74134
225707
225229
2026-10-31T17:07:04Z
Amvaishnav
156
/* Proofread */
225707
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|ધનુર્ધર મહાલી||૧૩૭}}<hr>'''</noinclude>{{gap}}'એમ છે? તો તો મારું એ અહોભાગ્ય ગણાય. હું પોતે એની સેવા કરવા માટે જ આવ્યો છું !'
{{gap}}'પણ વાત જરા વિપરીત બની છે ! '
{{gap}}'વાત વિપરીત બની છે ? એટલે ? શું થયું છે ?'
{{gap}}થયું કાંઈ નથી ભણે નાગરિક ! પણ ભિષગ્વર ચક્રવર્તી કહે છે, ધનુર્ધરને હમણાં કોઈ મળે નહિ !’
{{gap}}‘એમ ? પણ તે થયું છે શું ? '
{{gap}}સિંહ નાયકે ચારે તરફ દૃષ્ટિ ફેરવી. તે મહાનમનની પાસે સર્યો. તેણે ધીમેથી તેના કાનમાં કહ્યું : 'આર્ય મહાનમન વાત્ જરા પણ બહાર જશે તો વૈશાલી ઉપર મોટી આપત્તિ આવશે. આંહીં કોઈને આવવા દેતા નહિ, ધનુર્ધર મહાલીને મંદવાડ છે !'
{{gap}}'મંદવાડ ? હૈં ? શું કહો છો ? '
{{gap}}'ભિષગ્વર કહે છે કાલે હું ચોક્કસ વાત કહું. પણ હવે આ વાતની પવનને પણ ખબર પડવી ન જોઇએ. વૈશાલી નગરીની ભવ્યતા એટલી ઉન્નત બની છે કે હવે એ છેલ્લા શિખર ઉપર પહોંચેલી નગરીનો ઉતારઢોળાવ મારે હાથે થશે કે શું ? રાત દિવસ મને એ ચિંતા રહ્યા કરે છે. એક ઘર્ષણુ. બીજું આ. ત્રીજું બધુલનું આહ્વાન. અને ચોથું . . . કોને ખબર છે મગધમાં આ સમાચારે શું નવું નહિ પ્રગટે ? '
{{gap}}મહાલીને શું હતું તે તો અહાનમન પૂરું સમજ્યો નહિ. પણ તેને લાગ્યું કે કાંઈક પણ અચાનક બન્યુ છે. સિંંહ નાયકની ચિંંતા એને સ્પર્શી ગઈ.
{{gap}}'ભન્તે નાયક ! મારે નામે — કે મારી પાલિતા પુત્રીને નામે, વૈશાલીના સંથાગારનું લેશ પણ ગૌરવભંગ થાય એ ન બને. સંથાગારનું માન રહે, ને પ્રશ્નનો ઉકેલ આવે, તેવી કોઈ ને કોઈ વાત આપણે હજી સરજવી જ પડશે. '
{{gap}}'તે વિના બીજો ઉપાય નથી ભણે નાગરિક ! પ્રવેણીપુસ્તકનો<noinclude></noinclude>
qxsx2t06nqe7p3p9la5xcndqpqgl9my
225708
225707
2026-10-31T17:07:33Z
Amvaishnav
156
225708
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|ધનુર્ધર મહાલી||૧૩૭}}<hr>'''</noinclude>{{gap}}'એમ છે? તો તો મારું એ અહોભાગ્ય ગણાય. હું પોતે એની સેવા કરવા માટે જ આવ્યો છું !'
{{gap}}'પણ વાત જરા વિપરીત બની છે ! '
{{gap}}'વાત વિપરીત બની છે ? એટલે ? શું થયું છે ?'
{{gap}}'થયું કાંઈ નથી ભણે નાગરિક ! પણ ભિષગ્વર ચક્રવર્તી કહે છે, ધનુર્ધરને હમણાં કોઈ મળે નહિ !’
{{gap}}‘એમ ? પણ તે થયું છે શું ? '
{{gap}}સિંહ નાયકે ચારે તરફ દૃષ્ટિ ફેરવી. તે મહાનમનની પાસે સર્યો. તેણે ધીમેથી તેના કાનમાં કહ્યું : 'આર્ય મહાનમન વાત્ જરા પણ બહાર જશે તો વૈશાલી ઉપર મોટી આપત્તિ આવશે. આંહીં કોઈને આવવા દેતા નહિ, ધનુર્ધર મહાલીને મંદવાડ છે !'
{{gap}}'મંદવાડ ? હૈં ? શું કહો છો ? '
{{gap}}'ભિષગ્વર કહે છે કાલે હું ચોક્કસ વાત કહું. પણ હવે આ વાતની પવનને પણ ખબર પડવી ન જોઇએ. વૈશાલી નગરીની ભવ્યતા એટલી ઉન્નત બની છે કે હવે એ છેલ્લા શિખર ઉપર પહોંચેલી નગરીનો ઉતારઢોળાવ મારે હાથે થશે કે શું ? રાત દિવસ મને એ ચિંતા રહ્યા કરે છે. એક ઘર્ષણુ. બીજું આ. ત્રીજું બધુલનું આહ્વાન. અને ચોથું . . . કોને ખબર છે મગધમાં આ સમાચારે શું નવું નહિ પ્રગટે ? '
{{gap}}મહાલીને શું હતું તે તો અહાનમન પૂરું સમજ્યો નહિ. પણ તેને લાગ્યું કે કાંઈક પણ અચાનક બન્યુ છે. સિંંહ નાયકની ચિંંતા એને સ્પર્શી ગઈ.
{{gap}}'ભન્તે નાયક ! મારે નામે — કે મારી પાલિતા પુત્રીને નામે, વૈશાલીના સંથાગારનું લેશ પણ ગૌરવભંગ થાય એ ન બને. સંથાગારનું માન રહે, ને પ્રશ્નનો ઉકેલ આવે, તેવી કોઈ ને કોઈ વાત આપણે હજી સરજવી જ પડશે. '
{{gap}}'તે વિના બીજો ઉપાય નથી ભણે નાગરિક ! પ્રવેણીપુસ્તકનો<noinclude></noinclude>
n10vfe57rxdlh3nkcfg0yn7ckhqxkn3
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૫૨
104
74135
225709
225230
2026-10-31T17:16:53Z
Amvaishnav
156
/* Proofread */
225709
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૩૮||આમ્રપાલી}}<hr>'''</noinclude>એક વખત પણ નિયમભંગ થાય, પછી એ બળ આપનારું શાસ્ત્ર ન રહે. એ થોથું થઈ જાય. કાલે સવારે આમ્રપાલી જો આંહીં આમ્રકાનનમાં આવે, તો આપણે એની વાત જાણીએ. સંથાગાર જ્યારે મળે — હમણાં કે એ દિવસ પછી, પણ આ પ્રશ્નનો ઉકેલ એની પાસે મૂક્યે જ છૂટકો છે. લિચ્છવી એકતા ભૂલે તો તો એ બધું ભૂલે. એમણે એક જ રહેવાનું છે.
{{gap}}'અને એમાં હું ભન્તે નાયકની પડખે જ છું !'
{{gap}}'વૈશાલી એ જ આશા રાખે છે ભણે નાગરિક ! આંહીં આ નગરીમાં સમાજ છે. વ્યક્તિ કોઈ છે નહિ. છે તે બધી જ સમાજ બની ગઈ છે. વ્યક્તિની ઇચ્છા માન લાયક છે. સમાજની ઇચ્છા તો આજ્ઞા છે !'
{{gap}}એટલામાં ભિષગ્વર ચક્રવર્તી બહાર આવીને કાંઈક નિશાની આપતા લાગ્યો.
{{gap}}સિંંહ નાયક તરત તેના તરફ ગયો. ભિષગ્વરે જવાનું કહ્યું લાગ્યું.
મહાનમનને આ જગ્યાની સંભાળ સોંપી. પંખીને પણ ફરકવા ન દેવાની તેણે ભલામણ કરી. પછી તે ચિંતાભર્યે પગલે પોતાના અશ્વ તરફ ગયો. વહેલી પ્રભાતમાં આંહીં બધા પાછા મળવાના હતા.
{{gap}}બીજે દિવસે પ્રભાતે વહેલો જ સિંહ નાયક આમકાનનમાં આવી પહોંચ્યો હતો. આમ્રકાનનમાં કોકિલાના પંચમ સ્વરોથી જાણે દિવ્યવાદન ચાલી રહ્યુ હતું. પક્ષીઓ કલરવ કરતાં હતાં. વન હસી રહ્યું હતું. પુષ્પોના ચહેરા ઉપર હાસ્ય છટા આવી ગઈ હતી. એટલામાં કોઇક ગજબની મોહભરી વીણાના સ્વરો એને કાને આવ્યા. વાતાવરણ બધું જ એક અનોખી સૃષ્ટિ બતાવી રહ્યું હતું. એક પળભર એક શિલાઆસન ઉપર સિંંહ નાયક બેસી ગયો. એને થોડો આરામ જોઈતો હતો. વીણાના સ્વરોની હેલી અમૃતધારા સમી આવી રહી હતી. એણે વૈશાલીમાં ઘણી વીણાઓ સાંભળી હતી. આમ્રપાલીની વીણા પણ<noinclude></noinclude>
7bwkiyzxg68b4wva71vfrbm55lnz3n5
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૫૩
104
74136
225710
225231
2026-10-31T17:28:22Z
Amvaishnav
156
/* Proofread */
225710
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|ધનુર્ધર મહાલી||૧૩૯}}<hr>'''</noinclude>સાંભળી હતી. પણ આ તો કોઈ એવી ગજબની મધુરતા રેલાઈ રહી હતી કે, સિંંહને લાગ્યુંં કે કાંતો આમ્રપાલી આજે દુનિયાને મુગ્ધ કરવા માટે જ નીકળી હોય કે પછી આ એની જીવન ટોચ હોય ! એવી છટાભરી મનેામુગ્ધકર સ્વરોની વર્ષા એની વીણામાંથી વરસી રહી હતી. ઘડીભર સિંંહને શંકા થઈ કે વગાડનાર આત્રપાલી નથી જ ! એ નહિ હોય. બીજું ગમે તે હોય.
{{gap}}પણ એટલામાં એને સાંભર્યું. એ પોતે અત્યારે વીણા સાંભળવા માટે ક્યાં નવરો હતો ? બેસી શકે તેમ ક્યાં હતો ?
{{gap}}એને તો હજી મહાલીની વાત જાણવાની હતી. ભિષગ્વર ચક્રવર્તીએ મહાલી પાસે કોઈને ફરકવા જ દીધા ન હતા. આજે મહાલીની સ્થિતિ શું છે તે જાણવાનું હતું. આ વીણાની અજબ કલા બતાવનારને મળવાનું હતું. આમ્રપાલી માને ન માને તો પણ સંથાગારને મહાનમનની મદદ મળી રહે એમ કરવાનું હતું. તો જ ઘર્ષણ ટાળી શકાય. મળનારી સંથાગારસભા માટે સન્નિપાતભેરીનો સમય પણ બરાબર સાચવી લેવાનો હતો. બીજે કોઈ વખતે બે દિવસ મોડી સંથાગારસભા મળે તો ચાલે. આજે તે સંથાગારે મળવું જ જોઈએ. નહિતર એક સહસ્ર ને એક અનુમાનો અને ગપ્પાં વૈશાલી નગરીને ભારેલા અગ્નિ ઉપર મૂકી દે તેમ હતાં. અને એ ઉપરાંત, મગધની કાંઈક અવનવી મળવી જોઈએ.
{{gap}}એણે એક મોટો ભારે નિ:શ્વાસ મૂક્યો. એ જ્યારે જ્યારે નિર્ગ્રન્થ જ્ઞાતપુત્ર મહાવીરને દર્શને જતો, ત્યારે ત્યારે દુનિયાની તમામ ઉપાધિનો અચળો એ બહાર મૂકીને જતો. પણ સો કદમ દૂરથી એ ભગવાન મહાવીરને જોતો, અને એને એક આશ્ચર્ય થતું.
{{gap}}એક એવી તે શાંત પ્રેમભરી હવાની લેરખી જાણે એ તરફથી આવતી એને ત્યાં સ્પર્શી જતી, કે એની કાયાને, એના મનને, કોઈ અનોખી જ સૃષ્ટિનો પરિચય થઈ જતો. એને ઘણી વખત થતું કે એ<noinclude></noinclude>
myeehgm76dq7ccayzef6iudqzbeqhc5
ગંગાસતીના ભજનો
0
74255
225703
2026-10-31T14:08:22Z
~2026-57974-77
4731
Gyan Ni Vat
225703
wikitext
text/x-wiki
Ganga Sati Bhajan
Pari Puran Sat Sang Have...Hee Tamne Karavu Ne Apu Re.. Jone Nirmal Gyan (2)
Janamva Marvanu Tamaru Matadi Ne (2) Dharavu Avinasi Nu Dhyan (2)
pari Puran Satsang ......
Namne Ne Rupne Mithya Jano Mili Dojo Man Ni Tanavat (2)
Avo Re Beso.. Ne Akant Mane Tamne Pad Re apu Nirvan (2)
Pari Puran Satsang Tamne Karavu ...
SadaRe Raho Tame Satsang Ma ne..Re Karo Re Agam Ni Olkhan (2)
Murat Surat Thi Nijnam Pakdi Ne Jethi Thay Hari Ni Jan (20
Pari Pran Satsag Have Tamne Karavu Ne ..
Mel R Gale Nahi Ne Vasana Gale Nahi Ne No Karo Puran No Abhiyas
Ganga Sati Jone Am Baliya RE.. (2) Thay Mul Prakuti No Nass (2)
Pari Puran satsang Tamne Karavu Apu Niraml Gyan
From :- Mansang Prajapati Charada(Gujrat)
m12gj3u09sfskgyxpo227bf2csmhmg6
સભ્યની ચર્ચા:Mansang Bhai
3
74256
225706
2026-10-31T16:56:42Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
225706
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|name=Mansang Bhai}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૨:૨૬, ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ (IST)
569htlqsy3oli2qa2lcaa4slrzgivi2