વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.48.0-wmf.1 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૫૪ 104 74137 225712 225232 2026-11-01T16:41:21Z Amvaishnav 156 /* Proofread */ 225712 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૪૦||આમ્રપાલી}}
'''</noinclude>સૃષ્ટિનો વાસી એ કયારે બને ? એ એક અજબની સૃષ્ટિ હતી કે જેમાં શાંત સમુદ્રનાં નિસ્પન્દ અગાધ જળ રેલી રહ્યાં હતાં. નહિ સંકલ્પ નહિ વિકલ્પ. નહિ રાગ. નહિ દ્વેષ. કાંઈ જ નહિ. અને એ કાંઈ જ નહિ, એની હવા અનેાખી ! એને મનમાં ને મનમાં રટણે ચડી જતું: 'ઇચ્છા હિ અનંતગોચરા, વીતિચ્છાનં નમો *<ref>* ઇચ્છાઓ અનંત [એ અનંતનો અંત લાવનાર ]વીતિચ્છાને અમે નમસ્કાર કરીએ છીએ. </ref>કરોમસે ’ {{gap}}કમળ ઊગે, આવે, ખીલે, સુગંધ રેલાવે, હસે, આનંદ આનંદ થઈ રહે, અને એ એને પંથે ચાલી નીકળે ! નહિ એને જગતની જાણ. નહિ જગતને એની જાણ. સિંંહનાયકને ઘણી વખત એમ નિસ્પન્દ હવામાં નિસ્પન્દ શાંત હવા થઈ જવાનું મન થઈ જતું. પણ વૈશાલી નગરી એને છોડે તેમ ન હતી. અને એ પોતે પણ વૈશાલીને ક્યાં છોડે તેમ હતો ? વૈશાલી છોડવી એ એને માટે પ્રાણ છોડવા જેવી અધરી વાત હતી. એ મહાન નગરીનો મહાન વૈશાલિક હતો એની ઇચ્છા વૈશાલીના સાન્નિધ્યમાં પોતાની રાખોડી રહે એવી હતી. {{gap}}અત્યારે પણ એણે પોતાની જાતને વીણાના અધુર સ્વરોમાંથી અનેાખી લઈ લીધી. તે આમ્રકાનનના આરાવત્થુક તરફ ચાલ્યો. ચક્રવર્તી ત્યાં દ્વાર ઉપર જ એની રાહ જોતો ઊભો હતો. {{gap}}સિંંહનાયક આવ્યો. તેણે બોલ્યા વિના જ ચક્રવતી ભિષગ્વરને બોલાવ્યેા. ભિષગ્વરના ચહેરા ઉપર ચિતાની ઘટ્ટ રેખાઓ જોઈ ને જ એની છાતી છાતીમાં બેસી ગઈ. {{gap}}'ભણે ભિષગ્વર ! શું લાગે છે ? ' {{gap}}'ભન્તે નાયક ! કાલે એ સંથાગારમાંથી સીધા મારે ત્યાં આવ્યા હતા. ત્યારે મને આશા હતી કે કાંઈક થશે. વાત ચોળવાની ન હતી. આ આરાય વત્થુ એને માટે યોગ્ય હતુ. હું તરત આંહીં દોડયો. પ્રયત્ન કર્યા. ઔષધો કર્યાં. '<noinclude>
{{reflist}}</noinclude> oyyfmmu5b3pj6c3o9ksvnxykd80xde4 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૫૫ 104 74138 225713 225233 2026-11-01T17:01:15Z Amvaishnav 156 /* Proofread */ 225713 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|ધનુર્ધર મહાલી||૧૪૧}}
'''</noinclude>{{gap}}'અને હવે?' {{gap}}ચક્રવર્તીએ આકાશ સામે દૃષ્ટિ કરી: 'બધાનાં નેત્ર સૂર્યમાં છે ને સૂર્ય બધાના નેત્રમાં છે. ભન્તે નાયક ! વૈશાલીનું ભવિષ્ય ઉજ્જવળ રહે. . . . એટલું જ કહેવાય તેમ છે !' {{gap}}‘ પણ લાગે છે કેમ ?' {{gap}}'ભન્તે નાયક ! કાલે એમણે જે ઉત્સાહમાં આવીને અગાધ બળ બતાવ્યું હશે, તેની નેત્ર ઉપર ભયંકર અસર પડી ગઈ છે. *<ref>મહાલીએ ઉત્સાહમાં આવીને ધનુષનો પ્રયોગ કરતાં આંખ ખોઈ એવો ઉલ્લેખ છે. ત્યાં જ અંધાપામાં એણે પાંચસો શિષ્ય તૈયાર કરવાની વાત છે. </ref>નેત્રો જાણે બહાર આવ્યાં છે !' {{gap}}'આ . . . હા ! ત્યારે હવે ?' {{gap}}'બરાબર નેત્રબંધન કર્યું છે. ઉપચાર કર્યાં છે. બંધન આજે છૂટશે . . . . ત્યારે જ ખરી વાત ખબર પડે ! ' {{gap}}સિંહનાયકના ચહેરા ઉપર હવે ખરેખરો વિષાદ આવી ગયો. મહાલી ધનુર્ધરને વૈશાલી ખુએ તો તો થઈ રહ્યુ, અને આ વાતની લેશ પણ ગંધ બહાર જાય તો પણ થઈ રહ્યું. {{gap}}તેણે ભિષગ્વરને કહ્યું: ‘ભણે ચક્રવર્તી ! આ વાત ઉપર વૈશાલીની પ્રતિષ્ઠા છે. એક જરા જેટલી હવા બહાર જશે, તો થઈ રહ્યું !' {{gap}}'આંહી કોઈ પ્રકારની હવા રહેવા જ દીધી નથી ભન્તે નાયક ! તમારા સિવાય કોઈ ફરકી શકે તેમ રહેવા દીધું નથી ! ' {{gap}}‘ તોભણે ભિષગ્વર ! મને પણ તમે કોઈ સાથે કાંઈ સંદેશો મોકલાવતા નહિ. હું આવીશ. હમણાં હું આંહી મહાનમન પાસે જઈ રહ્યો છું. ભણે ભિષગ્વર ! મારે મહાલીના ચરણમાં માથું ઝુકાવવું છે, એ અત્યારે બને ? ’ {{gap}}· ના, ભન્તે નાયક ! માણસનું મનસ્પન્દન એ જ ખરું ઔષધ<noinclude>
{{reflist}}</noinclude> 4jzi4as9974b9r9rwexsf2dv1psu1dv પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૫૬ 104 74139 225714 225234 2026-11-01T17:04:17Z Amvaishnav 156 /* Proofread */ 225714 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૪૨||આમ્રપાલી}}
'''</noinclude>છે. ઔષધ તો પછી છે. આ વીણા એટલા માટે મેંં વગાડવાનું કહેવરાવ્યું છે. સાંભળો, આ સ્વરો આવે ! નેત્રને અમૃતધારા આપે તેવા એ સ્વરો છે. પણ કોને ખબર છે શું થશે? બંધન મુક્ત નેત્રો જે વાત કહેશે, છેવટે એ જ સાચી ઠરશે ! ' {{gap}}‘ પણ મહાનમનને તમે આ વાતને બહુ સ્ફોટ તો નથી કર્યો નાં ? ’ {{gap}}'મહાનમન બીજું કાંઈ જાણતા નથી. બીજા કોઈને પણ જાણ નથી.' {{gap}}સિંંહનાયક ત્યાંથી ધીમે પગલે મહાનમન તરફ ગયો.<noinclude></noinclude> sral8crnfofiru0citago1xeuvzhqyg પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૫૭ 104 74140 225715 225235 2026-11-01T17:13:17Z Amvaishnav 156 /* Proofread */ 225715 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૧૫. રૂપકીર્તિનો ભય''' | }}

{{gap}}'''મહાનમન''' વૈશાલીનો હતો. વૈશાલીના પતનમાં પોતે લેશ પણ નિમિત્ત બને એ એને મરવા જેવું લાગતું હતું. અચેલ કોરમટ્ટકે પણ કહ્યું હતું કે મા ધરિત્રી, ને મા નારી, બન્નેની ઇચ્છા એ મહાશક્તિ છે. એટલે આમ્રપાલી પોતે જે જનપદકલ્યાણીનું સ્થાન સ્વીકારી લે, તો જ વૈશાલી ઉપરથી અત્યારે ભય ટળે. બીજો ઉપાય ન હતો. નહિતર વહેલે નહિ તો મોડે, ઘર્ષણ આવે ને આવે. {{gap}}એણે સિંહનાયકને સહાયરૂપ થવાનું કહ્યું હતું તે આ દૃષ્ટિએ. એને લાગ્યુંં કે આ સિવાય બીજો માર્ગ ભયંકર ઘર્ષણનો જ હતો. વૈશાલીના તાત્કાલિક પતનનો હતો. મહાલીની વાતે પણ એને અસર કરી હતી. {{gap}}વૈશાલીમાં પણ આખી રાત એ જ વાત ચાલતી એણે સાંભળી હતી. ‘ સંથાગારનુ` અપમાન ? ’‘સંથાગાર એ નહિ સાંખે ! 'સિંંહનાયક જરા મૃદુ બન્યો છે' એવી એવી વાતો હવામાં રેલાઈ રહી હતી. {{gap}}મહાલીની વાતને સૌ ભૂલી ગયા હતા. કેટલાકને તો લાગતું હતું કે મહાલી જ આમ્રપાલીને અદૃશ્ય કરી દેશે ! {{gap}}અને એથી વધુ દુ:ખદ વાત તો આ હતી. આમ્રપાલીની વાતને એ ગર્વમાં ને ગર્વમાં સમજતા જ ન હતા.<noinclude></noinclude> 7ax2ou5nmbn227l9sltda97zt9mvbea પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૫૮ 104 74141 225716 225236 2026-11-01T17:22:17Z Amvaishnav 156 /* Proofread */ 225716 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૪૪||આમ્રપાલી}}
'''</noinclude>{{gap}}આખી રાત આમ્રપાલીના નીલપદ્મભવનની આસપાસ લિચ્છવીઓનાં ટોળેટોળાં ફરતાં રહ્યાં હતાં. {{gap}}સવારે પણ જ્યારે મહાનમન આમ્રકાનનમાં જવા માટે નીકળ્યો ત્યારે કોઈક આથાભારે લિચ્છવી જુવાને કહ્યું પણ ખરું: 'મહાલીના જોરે અદશ્ય થઈ જવું લાગે છે. કૅમ ? ’ {{gap}}મહાનમન ઘર્ષણની આ હવાથી દુ:ખી થઈ ગયો. પણ તેને સિંહનાયકની પ્રતિમા આંખે ચડી આવી. વૈશાલી પ્રત્યે એને કેટલી પ્રીતિ હતી ? નગરી પોતાને ન સમજે ત્યારે, એ નગરીને સમજતો હતો. સિંંહના ઉદાહરણથી અહાનમન શાંત થઈ રહ્યો. જવાબમાં જરા હસ્યો: ‘ ભણે લિચ્છવીઓ ! સંથાગારમાં મળવાનું ક્યાં દૂર છે ? અત્યારે અમે તો આમ્રકાનનમાં જઈએ છીએ ! ' {{gap}}પણ મહાનમનને એક વાત હવે સમજાઈ ગઈ હતી. આમ્રપાલીની એ વાત બરાબર હતી. જે વખતે આવી મહાન નગરી પોતાની નગરશોભિનીને આવા મહોત્સવના ઘોષ વડે સ્થાપે છે, ત્યારે એની રૂપકીર્તિ દેશિવદેશમાંથી અનેકોને આમંત્રે છે. {{gap}}એ જ રૂપકીર્તિ પાડોશી રાજ્યોને પણ ચમકાવે છે. એક નવો દુર્ગ રચાતાં જેમ નગરીના દુશ્મનો વિરોધીજૂથમાં એકઠા થઈ જાય છે, ને નગરીને આકરી કસોટીએ ચડાવી દે છે, બરાબર એ જ પ્રમાણે એક નગરશોભિનીની રૂપકીર્તિ નગરીને ભયમાં મૂકે છે ! {{gap}}એ ભયનિવારણ કરવાની જાગ્રતિ કે સામર્થ્ય ન હોય તે નગરશોભિની દ્વારા જ નગરી પડે. ને નાશ પણ પામે ! {{gap}}બિંબિસાર રાજા એવી નગરશોભિનીના મોહમાં જ છેક અવંતી સુધી જઈને અવંતીને પણ ડારી આવ્યો ન હતો ?*<ref>*અવંતીની નગરશોભિનીને મળવા રાજા ત્યાં ગયેલો. </ref> {{gap}}વૈશાલીમાં પણ એવો જ ઇતિહાસ આવશે. લિચ્છવી એકતા એટલી બળવાન હશે ? લિચ્છવીઓની સૈન્યવ્યવસ્થા એવી જાગ્રત રહેશે ?<noinclude>
{{reflist}}</noinclude> kykyakqhkgxokvm3otz31rwxo22z6rj 225717 225716 2026-11-01T17:24:58Z Amvaishnav 156 225717 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૪૪||આમ્રપાલી}}
'''</noinclude>{{gap}}આખી રાત આમ્રપાલીના નીલપદ્મભવનની આસપાસ લિચ્છવીઓનાં ટોળેટોળાં ફરતાં રહ્યાં હતાં. {{gap}}સવારે પણ જ્યારે મહાનમન આમ્રકાનનમાં જવા માટે નીકળ્યો ત્યારે કોઈક આથાભારે લિચ્છવી જુવાને કહ્યું પણ ખરું: 'મહાલીના જોરે અદશ્ય થઈ જવું લાગે છે. કૅમ ? ’ {{gap}}મહાનમન ઘર્ષણની આ હવાથી દુ:ખી થઈ ગયો. પણ તેને સિંહનાયકની પ્રતિમા આંખે ચડી આવી. વૈશાલી પ્રત્યે એને કેટલી પ્રીતિ હતી ? નગરી પોતાને ન સમજે ત્યારે, એ નગરીને સમજતો હતો. સિંંહના ઉદાહરણથી અહાનમન શાંત થઈ રહ્યો. જવાબમાં જરા હસ્યો: ‘ ભણે લિચ્છવીઓ ! સંથાગારમાં મળવાનું ક્યાં દૂર છે ? અત્યારે અમે તો આમ્રકાનનમાં જઈએ છીએ ! ' {{gap}}પણ મહાનમનને એક વાત હવે સમજાઈ ગઈ હતી. આમ્રપાલીની એ વાત બરાબર હતી. જે વખતે આવી મહાન નગરી પોતાની નગરશોભિનીને આવા મહોત્સવના ઘોષ વડે સ્થાપે છે, ત્યારે એની રૂપકીર્તિ દેશિવદેશમાંથી અનેકોને આમંત્રે છે. {{gap}}એ જ રૂપકીર્તિ પાડોશી રાજ્યોને પણ ચમકાવે છે. એક નવો દુર્ગ રચાતાં જેમ નગરીના દુશ્મનો વિરોધીજૂથમાં એકઠા થઈ જાય છે, ને નગરીને આકરી કસોટીએ ચડાવી દે છે, બરાબર એ જ પ્રમાણે એક નગરશોભિનીની રૂપકીર્તિ નગરીને ભયમાં મૂકે છે ! {{gap}}એ ભયનિવારણ કરવાની જાગ્રતિ કે સામર્થ્ય ન હોય તે નગરશોભિની દ્વારા જ નગરી પડે. ને નાશ પણ પામે ! {{gap}}બિંબિસાર રાજા એવી નગરશોભિનીના મોહમાં જ છેક અવંતી સુધી જઈને અવંતીને પણ ડારી આવ્યો ન હતો ? {{gap}}વૈશાલીમાં પણ એવો જ ઇતિહાસ આવશે. લિચ્છવી એકતા એટલી બળવાન હશે ? લિચ્છવીઓની સૈન્યવ્યવસ્થા એવી જાગ્રત રહેશે ? <ref>*અવંતીની નગરશોભિનીને મળવા રાજા ત્યાં ગયેલો. </ref><noinclude>
{{reflist}}</noinclude> 7njz9ugzix9j190oc08tncq7wfpm9rh પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૪૦ 104 74257 225711 2026-11-01T16:08:09Z Snehrashmi 2103 /* Not proofread */ 225711 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૨૨૬||આમ્રપાલી}}

{{rh|આમ્રપાલી||૨૨૬}}
'''</noinclude>Digitized by Arora Samaj Foundation Che LeGangotri ૨૨૬ આમ્રપાલી રાખવા મારે. જાળવવા મારે. પાછા લાવવા માટે. મહારાજના એક વાળ ખરે, તે મારા ધડ ઉપરથી માથું ખડે ! બસ ? ’ લિવીએ રાજા અિબિસારની નાડ બરાબર પકડી લીધી હતી. તેને ખબર હતી. રાજાને પ્રેમસાગરના કિનારા ઉપર પહાંચાડયો હતો. હવે એ સાગરની મુસાકરી વિના પાછે ફરે તે અશકય હતું ! રાજાના સ્વભાવની એને ખબર હતી. - ખીજાનું ગમે તે હો - રાજા બિંબિસાર તે પ્રેમપથનેા મહાન મુસાફર હતો. તે જેમ લડાઈમાં ખાવાઈ જતો, તેમ જ પ્રેમમાં પણ ખાવાઈ જતો ! એ લડાઈ ને આત્મા હતા. પ્રેમના આત્મા હતા. હમણાં હમણાં હવે નિર્માહના આત્મા થતા જતા હતા. વકારે વાતને ડાંભવા માટે યત્ન કર્યો. વૈશાલી સાથે આપણે મૈત્રી તથી ગાપાલ ! તું એ જાણે છે. મહારાજ આંહીંથી ખસી શકે નહિ. આવું સાહસ તારા એકના શબ્દ ઉપર થઈ શકે નહિ. મહા- રાજની જવાબદારી ધણી માટી છે.' ગાપાલ મેથી હસી પડયો. એનું હાસ્ય ભયંકર હતું. એમાં ઉપાલંભ હતા. ઉપેક્ષા હતી. એપરવાઈ હતી. જાણે વાત એટલી સહેલી હતી — કે હસવા જેવી હતી, એવા ભાવ હતા.. k - જુએ મત્રીરાજ !’ તે શાંતિથી ખેલ્યો: મહારાજ વૈશાલી જાય. ધોળે દિવસે જાય. સૌના દેખતાં જાય. અને છતાં મહારાજને કાઈ જુએ નહિ, કાઈ ટોકે નિહ, કાઈ શકે નિહ, કાષ્ઠ પૂછે નહિ, કાઈ જાણે નહિ . . . તે કેમ ? ' ... · પણ મહારાજને વૈશાલી જઈ ને કરવું શું ? વૈશાલી જઈને કરવું શું? અરે ! ત્યાં તે હજાર વાત કરવા જેવી હરશે. પણ છતાં રહેા. હું શું જાણું શું કરવુ ? એ વાત મહા- રાજ જ જાણે ! ’ CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> d7dc3yq60fdlrnci1j0agn6xhkwcavt