વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.48.0-wmf.3 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૬૪ 104 74147 225767 225242 2026-11-03T16:08:59Z Amvaishnav 156 /* Proofread */ 225767 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૫૦||આમ્રપાલી}}<hr>'''</noinclude>{{gap}}‘તું એ જાણીને શું કરશે દીકરી ? વાત તો એવી થાય છે કે વૈશાલી નગરી ઉપર જાણે આકાશમાંથી અગ્નિ વરસે છે !' {{gap}}'સિંંહનાયકની આંખમાં કોઈએ કોઈ દિવસ આંસુ જોયું નથી. આવી વજ્જર જેવી શક્તિને પણ આજે ડગતી જોઈ ને મને કાંઈનું કાંઈ થઈ જાય છે. મહાન પર્વતને ડગતો જોવાય, પણ વૈશાલીના નાયકને ડગતો જોવો, એ તો કોઈ સંકટની અવિધ બતાવે છે. તમને શું લાગે છે પિતાજી ! શું હશે ? ’ {{gap}}'એવું થયું છે કે સિંહનાયકને માં હસતું રાખવું પડશે. અને દિલમાં શોકનો સમુદ્ર હર. મહાધનુર્ધર મહાલીનાં બન્ને નેત્રો અધ થઈ ગયાં છે આમ્રપાલી {{gap}}'હેં ! શું કહ્યું તમે? શું કહો છો? સાચું છે પિતાજી ? કોણે કહ્યું ? શું થયું ? શું જુદ્ધ થયું છે ? બંધુલમલ્લ આવી પણ ગયો એમ ? ’ {{gap}}'થયું કાંઈ નથી. વૈશાલીમાં પણ નગરશોભિનીની એક નેત્રસંજ્ઞાએ હજારોનો સામનો કરનારા પડ્યા છે, એ વાત એ તને બતાવવા ગયો. અતિ ઉત્સાહમાં એણે મહાધનુર્ધરની છટાથી જે બાણ છોડ્યું, એ બળ એને આકરુ થઈ પડ્યું. એનાં બન્ને નેત્રો ખેંચાઈ ગયાં. એ અંધ થઈ ગયો. આ બન્ને ખોટાં રત્ન આવ્યાં એ ભિષગ્વર ચક્રવર્તીનો સંદેશો હતો. સિંહનાયકનું હૃદય એમ ભેદાઈ ગયું છે. ઘર્ષણુ ઊભું છે. ઘર્ષણ આવે છે. ને મહાલી જેવો મહાન યોદ્ધો આમ પરવશ બને છે. આ વાત જરાક પણ હવામાં ફેલાય તો પણ ભયંકર છે. એનાથી વાત બોલાય તેમ નથી. આ ઘા સહેવાય તેમ નથી.' {{gap}}આમ્રપાલી બે પળ વિચારમાં પડી ગઈ, સંથાગારની મહાલીની વીરમૂર્તિ એતી આંખમાં હજી રમી રહી હતી. એ ઊંડી ઊતરતી ગઈ. એ મહાન વૈશાલિક હતો. ઘર્ષણુ ટાળવા માટે જ એણે આ પરાક્રમ બતાવ્યુ હતુ. એણે એના ઉપર વિશ્વાસ મૂક્યો હોવો જોઈએ. આમ્રપાલી આ જોયા પછી તો માનશે જ કે ના વૈશાલી પણ કાંઈક છે !<noinclude></noinclude> 3eg3tqgrib56iw0zxzrgpw40pekkywt પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૬૫ 104 74148 225768 225243 2026-11-03T16:22:50Z Amvaishnav 156 /* Proofread */ 225768 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|અંધ ધનુર્ધર !||૧૫૧}}<hr>'''</noinclude>{{gap}}તે વધારે ને વધારે ઊંડી ઊતરી ગઈ. એણે અચાનક જ મહાનમનને કહ્યું: 'પિતાજી ! ચાલો, આપણે નાયકને પકડી પાડીએ. ક્યાંક એ અદૃશ્ય થઈ જશે. મહાલી હમણાં કયાં હરો ? ' {{gap}}'આપણા આરામવત્થુમાં ! ' {{gap}}'ચાલો ચાલો, સિંહનાયકને આપણે મળીએ . . . ' {{gap}}'પણ મળીને શું ? આમ્રપાલી ! આ વાતની લેશ પણ હવા બહાર જવી ન જોઈએ એ તું જાણે છે? સિંહનાયક પાસે આ વાત થઈ શકે નહિ. આ કહેવાની વાત નથી. આ તો સહેવાની વાત છે. અથવા તો કરવાની છે . . . ' {{gap}}'પણ પિતાજી ! હું મહાલીને મળવા . . . ' {{gap}}મહાનમને જવાબ આપ્યા વિના જ નાક ઉપર આંગળી મૂકી. 'આમ્રપાલી ! આ દીવાલોને કાત છે, ને વૃક્ષોને આંખો છે. વૈશાલી નગરી નીચે અગ્નિભરેલા કુંડ ઉપર બેઠી છે. એક જ ણશબ્દ નીકળશે—અને કૌશલ, મગધ, વત્સ બધાં વૈશાલીને પીંખી નાખશે, આ વાત તારા હૃદયમાં તું મૂકી દે. ' {{gap}}‘ પણ મારે ભન્તે નાયકને કહેવું છે . . . ' {{gap}}‘શું? ' {{gap}}'તે હું ભન્તે નાયકને મળીને કહીશ. ’ {{gap}}'તે ચાલો, નાયક ચાલ્યા જાય તે પહેલાં આપણે એને મળી લઈએ. પણ આજે તારી વાત સાંભળવાનું હવે નાયક પાસે હૃદય હશે ? વૈશાલીમાં જે કોઈ આ વાત સાંભળે તો એ હૃદયમાં ધીરજ રાખી શકે? એના એક મહા ધનુર્ધર પુત્રે આવી રહેલું ઘર્ષણ ટાળવા માટે પોતાનાં મહામોલાં બે . .’ પિતાજી ! બસ બસ હવે. આપણે નાયકને મળવું છે. ચાલો, ચાલો, હું આગળ દોડું છું. ' આમ્રપાલી આગળ દોડતી થઈ ગઈ. {{gap}}મહાનમન તરત જ તેની પાછળ ચાલ્યો. એ બન્ને આરામવત્થુની<noinclude></noinclude> dibhgst4oanw3le5np7n0o7sppxzr6x પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૬૬ 104 74149 225769 225244 2026-11-03T16:32:41Z Amvaishnav 156 /* Proofread */ 225769 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૫૨||આમ્રપાલી}}<hr>'''</noinclude>દિશામાં ગયા. ત્યાં તદ્દન શાંતિ હતી. કેવળ શોકભર્યાં પગલે સિંહનાયક એ તરફ જઈ રહેલો દેખાયો. મહાનમન અને આમ્રપાલી બન્ને નાયકની પાછળ સમીપમાં આવી ગયા. પણ નાયકને શી રીતે વાત કરવી તેની એમને સમજણ મળી નહિ. કાંઈક થાય ને નાયક અટકી જાય, તો પોતે વાત કરવા માટે થોભી જાય, એમ આમ્રપાલીને લાગતું હતું. {{gap}}એટલામાં સામેથી ભિષગ્વર ચક્રવર્તી પોતે જ આવતો દેખાયો. તેના ચહેરા ઉપર શોક હતો. પગમાં ભાર હતો. પોતાની આ નિષ્ફળતાનો એકરાર કરતાં એને મરણુ વધારે મીઠું લાગતું હોય તેમ જણાતું હતું. પણ તે અત્યંત શાંતિથી આવી રહ્યો હતો. {{gap}}નાયક સિંહસેનાપતિ પણ ચાલતો ત્યાં જ અટકી ગયો. આમ્રપાલી અને અહાનમનને આગળ જવું ઠીક લાગ્યું નહિ. તે પણ જરા આઘે થંભી ગયાં. સેનાપતિ અને વૈદરાજ એક પળ એકબીજા સામે જોઈ રહ્યા. પછી તેમણે એક પણ શબ્દ બોલ્યા વિના બન્નેએ એકબીજા સામે ફરીને જોયું. કપાલ ઉપર એક આંગળી કરી. છેવટે આકાશ સામે દૃષ્ટિ કરી. {{gap}}‘ પણ એક મહાન સાંત્વન છે, ભન્તે નાયક ! ’ {{gap}}‘શું’? ' નાયકે એકદમ ઉતાવળે પૂછ્યું. {{gap}}'ઘા સહન કરનારા યોદ્ધાઓ મેં જોયા છે. પણ દુઃખ સહન કરનારા તો એમાં પણ વિરલ છે ! ઘા ને દુઃખ એ જુદી વસ્તુ છે. ધામાં તમને આશ્વાસન હોય છે. તમારા પ્રતિકારધર્મ તમે કરી રહ્યા હતા. દુ:ખ તો આકાશી મંડપમાંથી અચાનક આવે છે, અને તેથી વધુ કાતિલ લાગે છે. પણ ઘા સહન કરનારા પણ દુઃખ પાસે ભાંગી જાય છે. આ મહાન ધનુર્ધર એવા વિરલોમાં પણ વિરલ છે. એને હવે એક મહત્ત્વાકાંક્ષા જાગી છે. એ કહે છે આ કલ્પના મને આવત પણ નહિ, જો આ ન બન્યું હોત તો. હવે તો લાગે છે, આ પ્રસંગ ઈશ્વરે જ ખાસ મોકલ્યો છે !'<noinclude></noinclude> gu5byntkeewb0dqo9g3dtfgktwf0iye પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૬૭ 104 74150 225770 225245 2026-11-03T17:08:02Z Amvaishnav 156 /* Proofread */ 225770 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /> '''<hr>{{rh|અંધ ધનુર્ધર !||૧૫૩}}<hr>'''</noinclude>{{gap}}સિંહનાયક પણ આ વજ્જર શાંતિની વાત સાંભળતાં ડગી ગયો. તે આશ્ચર્યમાં ભિષગ્વર સામે જોઈ રહ્યો. મહાનમન અને આમ્રપાલી એમને જોઈ શકે અને એમની વચ્ચેની વાત સાંભળી શકે એટલે દૂર હતાં. જ્યારે વેલીઓથી વીંટાયેલા વચ્ચેના એક નાનકડા મંડપે, એમને એમનાથી અદૃશ્ય રાખ્યાં હતાં. એ સાંભળી રહ્યાં. {{gap}}સિંહનાયક બોલ્યો : ‘ભિષગ્વર ! આ તો તમે એવી વાત કરો છો કે જે વાત સાંભળતાં, મહાન ધનુર્ધર પણ નાનકડો લાગે. ધનુર્ધરમાં રહેલું આ બળ નવી નવાઈનું. શું કહ્યું છે એણે ?' {{gap}}‘ એણે કહ્યું છે . . . . ’ ભિષગ્વરનો અવાજ જરાક ધીમો થયો. આમ્રપાલી ને અહાનમન અવાજ ન થાય તેમ આગળ સર્યાં. {{gap}}'એણે કહ્યુ છે, ભન્તેનાયકની વાત જ બરાબર છે. બહાર હું દેખાઉં એટલે વાતને હવા લઈ જાય. હું મારે આંહીં ગુફા ગૃહોમાં જ રહીશ. અધારું અજવાળું તો હવે મને સ્પર્શી શકતાં નથી ...' {{gap}}સિંંહનાયકનું મોં પડી ગયું લાગ્યું. {{gap}}ચક્રવર્તી આગળ બોલી રહ્યો : 'એટલે હું ભોયરામાં રહું, ભોંયરાનો જ નિવાસી બનું, અધકારને મારા પિતાની જેમ ભેટુ, એ જ બરાબર છે. તો જ હવામાં વાતની ગૂઢતા ટકી શકે. અને એ ગૂઢતા રહે એ પણ એક બળ છે. માટે હું ભૂગર્ભાનેવાસી તેા બનીશ જ. ભલે. પણ મારી એક અંતિમ ઈચ્છા છે. પાંચસો લિચ્છવીઓ આંહીં આસપાસમાં બેસે, નિવાસ કરે. એમને ભન્તેનાયક પોતે જ પસંદ કરે. મારી બધી જ વિદ્યા હું એમને આપું. અને એ પ્રમાણે હું અંધકારમાં પણ મારી વૈશાલી નગરીને હમેશાં જોતો રહું. એનાથી મને ભારે આનંદ મળશે. વૈશાલી પાસે આ વિરલ વિદ્યાના વારસો રહેશે. હું પાંચસો લિચ્છવીઓને અભ્યાસ કરાવીશ. આટલુ ભન્તેનાયકને કહેજો...' {{gap}}ચક્રવર્તી બોલતો બધ થયો. પણ સિંહનાયકને મહાલીની આ મહત્તા એવી સ્પર્શી ગઈ કે તે કાંઈ બોલી જ શક્યો નહિ.<noinclude></noinclude> pesdwnlnpyo5g9qphfnep8k0pw6hwfc પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૬૮ 104 74151 225771 225246 2026-11-03T17:14:18Z Amvaishnav 156 /* Proofread */ 225771 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૫૪||આમ્રપાલી}}<hr>'''</noinclude>{{gap}}તેણે બે હાથ જોડીને કેવળ અભિવાદન કર્યું —અટકળે ને અટકળે મહાલીની દિશા ભણી દૃષ્ટિ કરી, ને પછી એણે આ કબૂલ કર્યાંની નિશાનીમાં, માત્ર માથું ધુણાવ્યું. એ બોલી તો શક્યો નહિ. મહાલીની વાત હવે બોલવા જેવી ક્યાં રહી હતી ? એના આ વૈશાલીપ્રેમે શબ્દોને મૂંગા કરી દીધા હતા. {{gap}}ચક્રવર્તી સિંહ પાસેથી વિદાય થયો ન થયો ત્યાં આમ્રપાલી અને મહાનમન દેખાયાં. આમ્રપાલી જ એમાં અગ્રેસર હતી. તે આગળ વધી. કેમ શરૂઆત કરવી તે એને સમજાતું ન હતું. મહાલીની જે વાત પોતે હમણાં સાંભળી હતી—પછી તો કવી રીતે બોલવું એ પણ એને સમજાતું ન હતું. હવે એ જે કાંઈ બોલે તે તદ્દન નિસ્તેજ જાણવાનુ હતું. એની ખૂબી મારી ગઈ હતી. {{gap}}છતાં તે આગળ વધીને છેક સિંહનાયક પાસે આવી પહોંચી. સિદ્ધનાયક એને જોતાં જ ચમકી ગયો. આમ્રપાલીએ અભિવાદન કર્યું. ‘ભન્તેનાયક ! સંચાગાર મારી થોડી વાત સ્વીકારે. હું સંથાગારનો શબ્દ ઝીલી લેવા તૈયાર છું ! હું તમને એ કહેવા આવી છું. સંથાગારનો શબ્દ હું માથે ચડાવું છું.’ {{gap}}'શું વાત છે આમ્રપાલી ? ' {{gap}}'તે હું ત્યાં જ કહીશ ! ' {{gap}}ક્યાં ?' {{gap}}‘ સંથાગારમાં ! ’ {{gap}}'ભલે ! ' {{gap}}'ભન્તેનાયક ! મારી એક ઈચ્છા છે.' {{gap}}‘ શી ? ’ {{gap}}‘ મારે મહાધનુર્ધરને એક વખત મળવુ છે !' {{gap}}નાયક થોડીવાર બોલ્યો નહિ. તે સમજી ગયો. મહાલીની વાત પિતાપુત્રી વચ્ચે થયેલી હોવી જોઈ એ. આ પરિવર્તન પણ એને આભારી<noinclude></noinclude> 7ufm2lxykw4lvn2r2t3hipaohdf9pz1