વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.48.0-wmf.3
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૬૯
104
74152
225772
225247
2026-11-04T16:52:01Z
Amvaishnav
156
/* Proofread */
225772
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|અંધ ધનુર્ધર !||૧૫૫}}
'''</noinclude>લાગે છે. પણ તેને મહાલીના સ્થાન વિષે કે મહાલીની કાઈ વાત વિષે જરા પણ અવાજ થાય તે ભયંકર લાગતું હતું. તેણે કહ્યું : ' જે વાતને મૌનથી સમજી શકાય, તેને માટે શબ્દો બોલવા, એ એક પ્રકારની ક્ષુલ્લકતા છે આમ્રપાલી ! મહાન ધનુર્ધર પોતે પણ એ ન ઇચ્છે. બીજી રીતે પણ, અંધકારમાં રહેલ એ માણસ જ અમારું વૈશાલીનું હવે મહાન ગૂઢ બળ છે. એ બળનું માપ કાઢતાં તો પ્રતિસ્પર્ધીઓ પણ ભૂલભુલામણીમાં પડે. એ છે, નથી, અદૃશ્ય છે, અપંગ છે, અધકારમાં છે, એ શું છે ને શું નથી—એ વિષેનો એક શબ્દ પણ બોલવાનો,
જાણવાનો, હવે કોઈ ને અધિકાર નથી. વૈશાલીની દુર્ગંરચના જેવી જ આ વાત અમારે માટે મહત્ત્વની છે. એ હવે ન બને. એ હવે ક્યાં હશે તે કોઈ પણ નહિ જાણે. એની પણ એ જ ઈચ્છા છે, કારણ કે એ મહાન છે. મહાન સિવાય બીજા કોઈ અંધકાર વેઠી શકતા નથી !'
{{gap}}આમ્રપાલી, સિંંહસેનાપતિની તીવ્ર અને તત્કાલ નિશ્ચયની બુદ્ધિને મનમાં ને મનમાં પ્રશંસી રહી. વૈશાલીને સ્પર્શતો એક પણ પ્રશ્ન એની નજર બહાર રહે નહિ.
{{gap}}તેણે અભિવાદન કર્યું : 'ભન્તેનાયક ! હું વૈશાલીને એક ને અખંડ જોવા માટે સંથાગારમાં આવુ છું. સન્નિપાતભેરીનો ભલે ઘોષ હો ! અને ભન્તે નાયક ! નીલપદ્ય ભવનમાં હું હોઈશ. સંથાગારમાં રજૂ કરવાની શરતો લઈને . . . મારા . . .
{{gap}}નાયકે જ વચ્ચે કહ્યું : ‘ના ના, બીજા કોઈનું એ કામ નથી. શરતો રજુ કરવાની જવાબદારી મારી છે. મને સંથાગારે સદેશવાહક નીમ્યો છે. હું જ આવીશ !’
{{gap}}‘તેા ભન્તે નાયક ! એક વાત ન બને ?'
{{gap}}‘ શી ?'
{{gap}}મહાધનુર્ધરના ચરણમાં મારા મસ્તક અભિવાદન કહેવાની, વૈશાલીને મહાન બનાવવાની એમની ઈચ્છા પ્રમાણે જ, વૈશાલી હવે<noinclude></noinclude>
otlibunpfcot4acz974slns8f0i7atj
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭૦
104
74153
225773
225248
2026-11-04T16:54:01Z
Amvaishnav
156
/* Proofread */
225773
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૫૬||આમ્રપાલી}}
'''</noinclude>અખંડ અને અભેદ્ય બની રહે છે, એટલી વાત કહેવાની.’
{{gap}}'એ બનશે ... ' સિંહનાયક બોલ્યો.
{{gap}}‘હુ જ એ કરીશ.’
{{gap}}તેના અવાજમાં હજી ઘેરા શોકનો ભાર હતો.
{{gap}}મહાનમન ને આમ્રપાલી એને નમીને ગયાં.<noinclude></noinclude>
5nvdosy41b8p5c74z1yqtgs8xxadsze
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭૧
104
74162
225774
225271
2026-11-04T17:03:36Z
Amvaishnav
156
/* Proofread */
225774
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૧૭. નગરશેાભિનીનું ગૌરવ''' | }}

{{gap}}'''વૈશાલી''' સંથાગાર વળી જીવંત બની ગયું. સન્નિપાત ભેરીનો ઘોષ સાંભળતાં જ મેદાન આખુ સદસ્યોના વાહનોથી ઉભરાઈ ગયું. સદસ્યો આવી ગયા. મોટી સભા થઈ રહી. સૌના ચહેરા ઉપર 'આજે નિર્ણય લઈ લેવો જ છે! ' એવો નિશ્ચય બેઠેલો જણાયો.
{{gap}}વર્ષકાર મહાઅમાત્ય પણ આવ્યો હતો. એને બ્રાહ્મણ આર્યકનો ઠીક સાથ મળ્યો હતો. તામ્રલિપ્તિના શ્રેષ્ઠી તરીકેની એની ઓળખાણે ઠીક ગાડું ચલાવ્યું હતું. એણે એક રાજન્યને શ્યામ મેાતી બતાવીને ઘેલો કર્યો હતો. એક બીજા આર્યકના મિત્રને, સપ્તરંગી હીરો બતાવીને લગભગ ગાંડો કરી દીધો હતો. લિચ્છવીઓની અલંકાર અને શૃંગારની, વસ્ત્ર આભૂષણ ને આભરણની, ઘેલછા જાણીતી હતી. વર્ષકારે એ વસ્તુદ્વારા માર્ગ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.
{{gap}}પણ એને એક વાત સમજાતી ન હતી. કોઈ એ જાણતુ હોય તેમ પણ જણાતું ન હતું. મહાલી તે દિવસે ગયા પછી એ ક્યાં હતો એ કોઈ કહેતું ન હતું. વર્ષકારને થયું કે આમાં કાંઈ ને કાંઈ ભેદ અવશ્ય છે. પણ એ વાતનું મૂળ મેળવી શક્યો ન હતો. બંધુલમલ્લ પાસે સહપાઠી દાવે મહાલી પહોંચી ગયો હશે કે બીજી કોઈ વાત હશે કે શું હશે તે એનો યજમાન આર્યક પણ જણાવી શક્યો નહિ.<noinclude></noinclude>
skqio5r1u4ok8myej4zd5k6jaul4wge
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭૨
104
74163
225775
225272
2026-11-04T17:12:13Z
Amvaishnav
156
/* Proofread */
225775
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૫૮||આમ્રપાલી}}
'''</noinclude>{{gap}}આજે એ વિષે કાંઈક જાણી લેવાની ઈચ્છાથી એ આંહી સંથાગારમાં બધા તરફ દૃષ્ટિ રાખી રહ્યો હતો.
{{gap}}સંથાગારની આજની એકતા અદ્ભુત હતી. બધા ચહેરા ઉપર એક નિર્ણય બેઠો હતો. ઘર્ષણ હળવું જ જોઈએ એ વાત દીવા જેવી સ્પષ્ટ દેખાતી હતી.
{{gap}}સિંંહ નાયક ઊભો થયો એટલે બધે શાંતિ ફેલાઈ ગઈ. નાયક શું કહે છે તે સાંભળવા સૌ એકકાન થઈ ગયા.
{{gap}}‘ ભન્તે ગણસંધ ! મહાનુભાવો ! મને સાંભળો. હું તમારો સંદેશવાહક હતો. તમારી ઈચ્છા મેં આમ્રપાલીને કહી બતાવી હતી. આમ્રપાલી પોતાના વૈશાલીના નીલપદ્મભવનમાંથી આ તરફ આવવા નીકળી ચૂકી છે. પણ ભન્તે ગણસંધ એક વાત સમજે. આવડી મહાન વિશાળ નગરીની જે અલંકાર શોભા છે, જેની રૂપકીર્તિની ગૌરવગાથા ભારતભરમાં માન મૂકાવે છે, જે વૈશાલી માટે થઈને પોતાનો જીવનક્રમ બદલાવી નાખે છે, એના સ્થાનને કોઈ જ વિશેષ મહત્ત્વ નહિ ? એ શું સામાન્ય વારાંગના છે? જેના વીણા ઝંકારની મધુરતા છેક વત્સદેશ ને અવંતીદેશ સુધી માન મુકાવે છે, એને પોતાની કોઈ જ વિશેષતા મળે નહિ ? જેના નૃત્યને જોવા ત્રિલોકસુંદરીઓ પણ ઘેલી બને છે, તેની પોતાની કોઈ જ વિશેષતા નહિ ? નગરીએ એને આપેલા કોઈ જ ખાસ અધિકાર નહિ ? તો એ નગરશેાભિની શેની ? નામની ? નગરશોભિની આ વસ્તુ કહે છે. વૈશાલી નગરીની આ ગૌરવપ્રથા કઈ જાતની ? એ શું સામાન્ય વારાંગના છે? જેની વીણાના નાદે જગત ઘેલું બની જાય છે, એ સિદ્ધિનું નગરીમાં કાંઈ જ વિશિષ્ટ સ્થાન નહિ ?’
{{gap}}‘ એટલે તો અમે એને નગરશોભિનીનું મહાનપદ આપીએ છીએ. આખી નગરી મહાન ઉત્સવ કરીને એને જનપદકલ્યાણી બનાવે છે. એ માન ઓછું છે ?'
{{gap}}‘એ માન અવશ્ય છે. પણ જેને કુદરતે મુક્ત હાથે ભેટ આપી<noinclude></noinclude>
0kisrymk2rbfwywn6a0lrj9kuwp0l03
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭૩
104
74164
225776
225274
2026-11-04T17:25:09Z
Amvaishnav
156
/* Proofread */
225776
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|નગરશોભિનીનું ગૌરવ||૧૫૯}}
'''</noinclude>છે, એના તમારી પાસે પણ અધિકાર છે. એણે શરતો કહી છે. એ શરતો આપણે પાળવી પડશે. જો સંથાગારને વૈશાલીનો નિયમ અક્ષરશઃ પાળવાનો આગ્રહ હોય તો આમ્રપાલી જે શરતો મૂકે તે મહાજન પરિષદે સ્વીકારવી રહેશે.’
{{gap}}'બરાબર છે, બરાબર છે, પણ શરતો શી છે એ તો બોલે !'
{{gap}}‘ આમ્રપાલી કહે છે મારું ભવન—એ વૈશાલી નગરીના ભવનોની ટોચ હોવી જોઈએ. મને રહેવા માટે સોનેરીકુંભોથી ચળકતા પુષ્પવિહારમાં જ, મહાજને એક સપ્તભૂમિકાપ્રાસાદ આપવો પડશે ! '
{{gap}}'એ તો બરાબર છે, બરાબર છે, વૈશાલીની દેશિવદેશમાં ખ્યાતિ થાય માટે પણ, સપ્તભૂમિકાપ્રાસાદ ગણસંઘ આપશે. બોલો, બીજી શી શરત છે? ’
{{gap}}‘ સહસ્ર સુવર્ણ વિના સૂર્ય દેવ પણ આમ્રપાલીને જોઈ નહિ શકે ! ’
{{gap}}‘ સહસ્ર કે શત ? '
{{gap}}‘એક સહસ્ર. શત નહિ ! અને તે પણ કેવળ દર્શનના.’
{{gap}}'ચાલો, એ પણ બરાબર છે' ગણસંઘે એક અવાજે ઉત્તર વાળ્યો. 'પછી ? '
{{gap}}'આમ્રપાલી કહે છે, મારો સપ્તભૂમિપ્રાસાદ એ જ મારો દુર્ગ છે. એમાં મારી આજ્ઞા વિના કોઈનાથી નહિ અવાય !
{{gap}}'કોઈનાથી ? '
{{gap}}'હા, કોઈનાથી પણ નહિ ! '
{{gap}}'આ વાતને ભન્તે નાયક વધારે સ્પષ્ટતાથી મૂકે ! ' કેટલાક વૃધ્ધ રાજપુરુષો બોલી ઊઠ્યા. 'કોઈનાથી નહિ—એ ઘણી વિશાળ સત્તા નથી ? ’
{{gap}}'કોઈ નહિ એટલે કાઈ જ નહિ. જે જાય તે રજા મેળવે તો જ પ્રવેશે. પછી *<ref>*ચીંથરા વીણીવીણીને પહેરનારો સાધુ.</ref>પાંશુકુલિક હાય, નગરપતિ–પેત્તણક હોય, કે ×<ref>×પ્રદેશનો અધિકારી. </ref>રાષ્ટ્ર્કરઠ્ઠિક<noinclude>

{{reflist}}</noinclude>
lhgj0ebh6m3kv29fl9coqmiuf1b1jbr