વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.48.0-wmf.3 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭૪ 104 74165 225777 225275 2026-11-05T16:18:40Z Amvaishnav 156 /* Proofread */ 225777 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૬૦||આમ્રપાલી}}<hr>'''</noinclude>હોય ! ’ {{gap}}'પણ તો તો . . . જાણે એ જ નગરની અધિષ્ટાત્રી ! ’ {{gap}}'એ તો તમે એને સ્થાપો છો. એટલે તો એ આ ગૌરવ માગે છે. વિશ્વાસ માગે છે. નગરશોભિતી શંકાથી પર હોવી જોઈએ !' {{gap}}આ નિયમ ઘણાને રુચ્યો લાગ્યો નહિ. ગણરાજો શ્રેષ્ઠીઓ અને બીજા ‘ઠીક છે.' એટલું બોલ્યાલા. પણ એ આગળના વિરોષ નિયમ જાણવા માટેની સૂચના હતી. {{gap}}'એક વધુ આકરી શરત પણ હજી છે. ' {{gap}}'શું ? ’ સંથાગારમાં હવે અધીરતા આવતી હતી. જાણે કોઈ બળવાન રાજસત્તા પોતાની શરતો મૂકવા માટે આવેલ હાય તેવો દેખાવ કેટલાકને ખટકી રહ્યો હતો. તેમને મહાજન મંડળનું આ અપમાન લાગતું હતું. સિંહે શાંત ધીમા મક્કમ અવાજે કહ્યું: 'છેલ્લી ગણો કે પહેલી, પણ એક સરત આ છે. આમ્રપાલીના સપ્તભૂમિપ્રાસાદની તપાસ નહિ થાય ! કોઈનાથી એમાં કોણ છે, ને કોણ નથી એની તપાસ નહિ થાય !’ {{gap}}ઠેર ઠેર આ નિયમ આવતાં જ ગણગણાટ થઈ રહ્યો. {{gap}}'નગરી આખીની શોધ તપાસ ચાલતી હાય તો પણ ? ' {{gap}}'હા તો પણ. આમ્રપાલીનો પ્રાસાદ, એ આમ્રપાલીનો પ્રાસાદ. એ શંકાથી પર રહેવો જોઈ એ. ગણજનતંત્રની સત્તાથી પર રહેવો જોઈએ.’ {{gap}}'અરે ! એમાં તો વૈશાલીમાં આગ લાગી જાય. ગમે તે આવે. . ' {{gap}}'હા ગમે તે આવે, ગમે તે રહે, એનો પ્રાસાદ એ એનો પ્રાસાદ રહેશે. ઉન્નત, ગૌરવશીલ, સ્વતંત્ર, શંકાથી પર. તપાસથી પર. સત્તાથી પર !' {{gap}}'એ નહિ બને ભન્તેનાયક ! એમાંથી તો વૈશાલી નાશ પામે !’ {{gap}}'તમારા આંતરવિગ્રહ કરતાં એ નાશ એછો ભયાનક નહિ હોય ? ' સિંંહે પ્રશ્ન કર્યો.<noinclude></noinclude> 9q358tmwhtonh8x27aibo6vdgdggcto પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭૫ 104 74166 225778 225276 2026-11-05T16:28:12Z Amvaishnav 156 /* Proofread */ 225778 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /> '''<hr>{{rh|નગરશોભિનીનું ગૌરવ||૧૬૧}}<hr>'''</noinclude>{{gap}}'પણ ભન્તે નાયક ! આમ શા માટે ? ’ {{gap}}'શા માટે ? એ હું શું જાણું. ભણે તો ... પણ લ્યો, આ આમ્રપાલી પોતે જ આવી રહેલી છે. તમે એને જ પૂછો, મને પણ આ શરત ભયંકર લાગે છે...' {{gap}}એટલી વારમાં આમ્રપાલીનો રથ આવતો દેખાયો. તે સંથાગારના ચોગાનમાં આવી. છેક સોપાન પાસે આવી. બધા તેને આવતી નિહાળી રહ્યા. પોતે વૈશાલી માટે થઈને આટલો ત્યાગ બતાવી રહી છે, છતાં લિચ્છવીઓને એની શરતો ખૂચે છે, એમને તો અનેક નગરવારાંગઓનાની જેમ એક વધુ રૂપમોહિની જોઈએ છે, એ વાત જાણે એના મનમાં અત્યારે ઘોળાતી હોય તેમ એની મુખમુદ્રા કાંઈક ગર્વિષ્ટ કડક થતી હતી. એનું નાનું રૂપાળુ નાંક અભિમાન ધારી રહ્યું હતું. તેનાં ભવાં જરાક સંકોચાયા હતાં. પણ તેની રમણીય મોહકતા વિષ પાયેલા તીરની પેઠે સોંસરવી નીકળી જાય તેવી ભયંકર થતી ગઈ હતી. આમ્રપાલીને આવેલી જોઈ ને સિંંહ સેનાપતિ પણ વિચારમાં પડી ગયો. એક વખત મહાલીની વાતે જે પરિવર્તન આણ્યું હતું તે જાણે તપેલા લોહ ઉપર પડેલા જલબિંદુની જેમ ઊડી ગયું લાગ્યું. પાછો એ મહાન ઘર્ષણ બળોની વચ્ચે ઊભા રહેવાનો પ્રસંગ આવતો જોઈ ને સિંહ ધ્રૂજી ગયો. નીલપદ્મભુવનમાંથી એ આવ્યો ત્યારે એને આશા હતી કે સંથાગાર તેની વાત સ્વીકારી લેશે. પણ છેલ્લા નિયમે બધાને વિરુદ્ધ કરી મૂક્યા હતા. ને એ નિયમ તો આમ્રપાલીએ ખાસ કહેવરાવ્યો હતો. {{gap}}આમ્રપાલી ત્યાં આવી. તેણે એક દૃષ્ટિ ચારે તરફ ફેરવી પછી તે શાંત ઊભી રહી. તેણે ધીમા, મક્કમ, શાંત અવાજે કહ્યું, ‘ ભન્તે જનંઘ ! તમારો દુષ્ટ નિયમ હું સ્વીકારું છું—જો તમને મારી શરત કબૂલ હાય તો. ભન્તે નાયક સિંહ સેનાપતિએ તમને એ સંદેશો આપ્યો લાગે છે.'<noinclude></noinclude> i7tmb7ris43d6tbz3jywnimad07u3wy પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭૬ 104 74167 225779 225277 2026-11-05T16:44:22Z Amvaishnav 156 /* Proofread */ 225779 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૬૨||આમ્રપાલી}}<hr>'''</noinclude>{{gap}}'પણ મહાજન મંડળ તમારી શરતો ન સ્વીકારે તો ?’ કેટલાકે ઊભા થઈ ને તરત સીધો જ સવાલ કર્યો. {{gap}}સીધો સવાલ આવતાં જ આમ્રપાલીની દેહ ગૌરવભરી રીતે જરાક ઊંચી થતી સિંહંનાયકે જોઈ. તે સચિંત થઈ ગયો. ત્યાં તો તેજસ્તી દૃઢવાણીમાં આમ્રપાલીએ જવાબ વાળ્યો ‘ તો હું વૈશાલી જનતંત્રને તાબે થવા ના પાડું છું !' {{gap}}‘ના ? હેં ! ગણતંત્ર સત્તાનુ અપમાન ? ભન્તે નાયક ! વાત તો હવે ભયંકર ગણાય ! ’ {{gap}}'ત્યારે તો મહાજન મડપ મને સમજી લે, ' આમ્રપાલીએ અભિમાનમાં—ગૌરવમાં શરીરને ડોક જરાક અદ્ધર કરીને શરીરને ઉન્નત વળાંક આપ્યો. તેના સ્પષ્ટ ટંકારવી શબ્દો સંથાગારમાં ફરી વળ્યાઃ {{gap}}‘ ત્યારે તોગણતંત્ર મારી વાત સમજી લે. પૃથ્વીની કોઈ પણ સત્તાને તાબે ન થવા આર્ટ ઈશ્વરે મને રૂપ આપ્યું છે.’ તેણે અભિમાનથી માથા ઉપરથી ખસી જતી મેતીની સેરને એક હાથથી સમારી. 'મારું રૂપ એ ઈશ્વરી ભેટ છે' તેણે કહ્યું: ‘એ કાઈ મામુલી બજારુ વસ્તુ નથી. સમજ્યા ?' {{gap}}સંથાગારમાં એના આ શબ્દોએ તોફાનનું વાદળ ઊભુ કર્યું. ઘડીમાં મામલો જ બદલાઈ ગયો. સિંંહ પણ ચિંતામાં પદ્યો. બન્ને ધર્ષણ બળો અથડાવા માટે દોડતાં હતાં. સંથાગારમાં આમ્રપાલીના શબ્દોએ વિજળીધક્કાનુ કામ કર્યુંં હતું. {{gap}}'એનો અર્થ તો એટલો જ કે ગમે તે શત્રુ આવીને પણ તેને ત્યાં સલામત રહી શકે!' એક લિચ્છવી જુવાન બોલ્યો. {{gap}}આમ્રપાલીએ તેના તરફ જોયું: ‘દૂધપીતા ભણે લિચ્છવી જુવાન ! હજી તારે સમજવાને વાર છે. દુશ્મન તો આ સંથાગાર માટે છે. આ ભન્તે નાયક માટે છે. તમારે માટે છે. મને, જેને ઈશ્વરે ઉદયન રાજાની મજુઘોષાને એક તરફ મૂકી દે એવી વીણા આપી છે એને, દુશ્મન કેવો ? અને શત્રુ કેવો ?<noinclude></noinclude> 5yet0nsq0qvvrgy67c2w8isj1s0768u પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭૭ 104 74175 225780 225381 2026-11-05T16:55:02Z Amvaishnav 156 /* Proofread */ 225780 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|નગરશોભિનીનું ગૌરવ||૧૬૩}}<hr>'''</noinclude>એનો અરિ કોણ? મારે ત્યાં આવનારો ભલેને મોટો ચમરબંધી હોય, ભલે ને શત કોટીપતિ હોય મારા સાન્નિધ્યમાં 'એ કાં ઘેલો છે. કાં દર્દી છે.’ મારા સાન્નિધ્યમાં કોઈ શસ્ત્રી નથી. કોઈ રાજનીતિજ્ઞ નથી. બધા જ સરખા અકિંચન છે. મારી પાસે બેસનારો કોઈ જ પોતાપણું રાખનારો નહિં હોય તો પછી અમિત્ર કોણ? મારી પાસે દિવ્યવાદન છે, કુદરતદીધી શક્તિ છે. મારી પાસે મારું સ્વરોનું સામ્રાજ્ય છે. મારી પાસે દેવોની સૃષ્ટિ છે. એ સૃષ્ટિ માટે તો ભારતભરમાંથી ગમે તે આવશે. એ દુશ્મન કેવો ને વાત કેવી ? મારા સાન્નિધ્યમાં બેઠેલો માણસ, એ તો રસસરિતાનો તરસ્યો તૃષાતુર આત્મા બની જાય. એ સામાન્ય માણસ રહ્યો છે ક્યાં ? એની તપાસ શી? ને વાત શી ? રૂપ મને ઈશ્વરે આપ્યુ છે, કોઈ પણ અન્યાયી સત્તાને તાબે ન થવા માટે; તો સંગીત, મને ઈશ્વરે આપ્યું છે, કોઈ પણ માણસને દુશ્મન ન રહેવા દેવા માટે. સપ્તભૂમિ પ્રાસાદમાં વૈશાલીનો કોઈ જ દુશ્મન નહિહ હોય તેની ગણતંત્ર ખાત્રી રાખે. મારી પાસે જ મારી વીણા પાસે બેઠેલો માણસ પણ જો રાજદ્વારી માણસ રહી શકશે, તે હું વીણાના એકેએક તારને તોડીને ફેંકી દઈશ. એ રહી શકે જ નહિ. મારી કલા, તમામ રાજદ્વારી ક્ષુલ્લકતાને સળગાવી દેવા માટે છે !' {{gap}}‘ તે હશે. . . ’ગણતંત્રના વૃદ્ધ જનો બોલી ઊઠ્યા : 'પણ આ શરત ન સ્વીકારાય.' ‘આ શરત એ શરત નથી. એ તો જાણે કે ગણતંત્રને ખુલ્લું આહ્વાન છે. એ શરત ન સ્વીકારાય. કદાપિ ન સ્વીકારાય.’ {{gap}}‘આ તો જાણે પોતે સંથાગારની અધિષ્ઠાત્રી, ને સંથાગાર પરિષદ્ એની દાસી ! આવી વાત આંહી ચાલતી લાગે છે. એ નહિ બને. આ શરત નહિ સ્વીકારાય !' {{gap}}એક પછી એક મત આવવા માંડ્યા. {{gap}}મામલો તોફાને ચડતો જતા હતો. એ જોઈને આમ્રપાલીએ<noinclude></noinclude> 1rts4hz9aqp0u1pbdmjgvvvz1j4aise પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭૮ 104 74176 225781 225382 2026-11-05T17:04:16Z Amvaishnav 156 /* Proofread */ 225781 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૬૪||આમ્રપાલી}}<hr>'''</noinclude>તરત પોતાનો પગ ગૌરવભેર ત્યાંથી પાછો વાળ્યો. તે સંથાગાર તરફથી ફરી ગઈ: 'તમે નિશ્ચય કરો મહાજનો ! ' તે દૃઢતાથી બોલી: ‘ મારો નિયમ અચલ છે. . . .અને અચલ રહેવાનો છે. મારી કલાને હું કોઈની દાસી નહિં બનાવું ! ' {{gap}}'ત્યારે ગણતંત્રનો નિશ્ચય જાણી લો. ગણતંત્ર આ નિયમ નહિ સ્વીકારે. અને ગણતંત્રનો નિયમ સ્વીકારવો જ રહેશે ! ' એકી સાથે અનેક અવાજ આવ્યા. {{gap}}પણ આમ્રપાલી એ શબ્દો સાંભળવા ઊભી રહી નહિ. થોડીવારમાં તો એનો રથ નીલપદ્મભવન તરફ જતો દેખાયો. {{gap}}સિંહ સેનાપતિ સચિંંત બની ગયો. જે આમ્રપાલી ગણતંત્રને માન આપવા તૈયાર થઈ હતી, તે આમ્રપાલી ત્યાં રહી ન હતી. માન આપનારી આમ્રપાલી વૈશાલીની એક નગરવાસિની હતી. વૈશાલી એના મનમાં એ વખતે કેન્દ્રસ્થાને હતું. તે વૈશાલીમય બની ગઈ હતી. {{gap}}અને આજે? આજે હવે એ આમ્રપાલીનો કલા આત્મા જાગ્યો હતો. આજે એની વીણા એને માટે મુખ્ય બતી ગઈ હતી. એના મુક્તમાનને કોઈ મર્યાદા નહિ. કોઈ નિયમ નહિ. એ કોઈની દાસી નહિ. આ ભાવના મુખ્ય બની રહી એને ત્યાં રૂપની, રંગની, પ્રેમની, સંગીતની, જાણે કે એક મહાન સરિતા વહેવાની હતી. એમાં આવનાર ઉપર નિયમ્ન આવે તો એની કલાનું એમાં ગૌરવ શું ? આજે એનું મન આ દષ્ટિ રાખતું હતું. આજે એને એની કલા પ્રતિભાનો વિજય ટંકારવ કરવાનો હતો. એના નારીત્વને તો જ કાંઈક આશ્વાસન મળે. સિંંહ સમજતો હતો. ગણતંત્રનો શબ્દ એ વૈશાલીમાં હરેક માટે આજ્ઞા હતી. તો જ ગણતંત્રની એકતા ટકે, પણ આમ્રપાલી જેવી અસાધારણ પ્રાંતભાને કેવળ જડ નિયમોથી બાંધવાની પ્રથા એ ગણતંત્રની પોતાની જ દુર્બળતાનો એકરાર હતો. આમ્રપાલીને મનાવવાની એને હજી આશા હતી. તે ગણતંત્રની સામે જોઈ રહ્યો. હજી ત્યાં સંથાગારમાં<noinclude></noinclude> oni1njatbif77hdyx4zasggqe883db8