વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.48.0-wmf.3 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk સર્જક:ડાહ્યાભાઈ દેરાસરી 108 24191 225787 111573 2026-11-06T18:45:48Z Gazal world 1337 [[શ્રેણી:સર્જક]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 225787 wikitext text/x-wiki {{Infobox writer | name= | image= Dahyabhai Derasari.jpg | img_capt= | caption= | birth_date= | birth_place= | death_date= | death_place= | nickname = | occupation= | education= | language = | spouse= | children = | period= | nationality= | influenced= | signature= | awards= }} ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (ઉપનામ: બુલબુલ) (૧૧ ઓક્ટોબર ૧૮૫૭ - ૧૪ માર્ચ ૧૯૩૮) ગુજરાતી સાહિત્યકાર, શિક્ષક અને ભૂસ્તરશાસ્ત્રી હતા. ==કૃતિઓ== * ''[[સાઠીના સાહિત્યનું દિગ્દર્શન]]'' (૧૯૧૧) [[શ્રેણી:સર્જક]] ltoig2y6c2exrtqv7j51co7tqoigkkg પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭૯ 104 74177 225782 225383 2026-11-06T16:19:27Z Amvaishnav 156 /* Proofread */ 225782 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|નગરશોભિનીનું ગૌરવ||૧૬૫}}
'''</noinclude>તોફાનની હવા હતી. પણ થોડીવારમાં શાંતિ થઈ એટલે એ બોલ્યો: 'ભન્તે ગણતંત્ર ! એક વાત સમજવા જેવી છે. જેની પાસે ચીજ જ અલૌકિક છે, તેને પોતાની કોઈ ને કોઈ શરત મૂકવાની ધૂન જાગી આવે, એ શું સ્વાભાવિક નથી? એ વખતે જો એને ન સમજીએ, તો નગરીની અહાનુભાવતા નથી. ઉદાહરણથી સમજો. વત્સદેશના ઉદયન વીણાવાદનનો કેટલો રસિયો આત્મા છે? વૈશાલીમાં આમ્રપાલીની વીણા અલૌકિક છે. એમ ન બને કે વત્સરાજ આ અલૌકિક વસ્તુના આકર્ષણે આંહી આવે ? ' {{gap}}'એ તો આવે . . કેમ ન આવે?' {{gap}}'પણ એ જ વખતે આપણી રાજદ્વારી વસ્તુ એમાં આડે આવવાની ! ' {{gap}}'એ તે બરાબર છે. વૈશાલી નગરી પહેલી ! ’ {{gap}}‘ત્યારે સમજવાનું જ એ છે, ભન્તે ગણતંત્ર: આમ્રપાલી બીજું કાંઈ નથી કહેતી. એ કહે છે હું તો કલાની જુગજુગ પ્યાસી નારી છું. મારી કલા પહેલી. મારી એ વસ્તુ શંકાથી પર. તે જ મારું ગૌરવ. અસંખ્ય રૂપજીવિનીઓ સાથે મને મૂકીને તમે તમારા જ આત્માને હણી નાખો છો.. આ વાત છે. ભન્તે ગણતંત્ર ! મને લાગે છે એની એ શરત આમ સ્વીકારાય. આઠ દિવસ એને ત્યાં આવનારા સહીસલામત. આઠ દિવસ પહેલાં એને ત્યાં કાઈ તપાસ નહિ. આઠ દિવસ એ શંકાથી પર, સત્તાથી પર !' {{gap}}'અરે ! પણ ભન્તે નાયક ! આઠ દિવસમાં તો આડે જુગ વીતી જાશે.' {{gap}}‘એટલું પરાક્રમ જો વૈશાલીમાં નહિ હોય—તો તો વૈશાલી ટકી રહી ભન્તે ગણસંઘ !' {{gap}}સિંહના વાકયે સૌ વિચારમાં પડી ગયા. આ રીતે ઘર્ષણ ટળતું હોય તો ટાળવા જેવું હતું એમ ઘણાને લાગ્યું. એ ઉપરાંત આમ્રપાલીનું<noinclude></noinclude> n11lifbo8t4xixi8gjdzrqxftev4pkb પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૦ 104 74178 225783 225384 2026-11-06T16:23:08Z Amvaishnav 156 /* Proofread */ 225783 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૬૬||આમ્રપાલી}}
'''</noinclude>અલૌકિક રૂપ ભૂલ્યે ભુલાતું ન હતું. એ રૂપમાં સત્તાવાહી અવાજ હતો. હજી પણ એનું ગજબનું આકર્ષણ જાણે આંહીં રહી ગયુ હતું. એ રૂપનું આહ્વાન હવામાં ફરતું હતું. એની સત્તાવાહી આજ્ઞાને માનવી જ પડે એવો એનો પ્રભાવ હતો. {{gap}}એકી સાથે એક અવાજ ઊઠ્યો : ' ભન્તે નાયક ! તમારી વાત કબૂલ છે. જાઓ. પણ હવે સંથાગાર નહિ મળે. આ વાત છેલ્લી છે. એને માન્ય ન હોય તો પછી સંથાગારની આજ્ઞા જ સર્વોપરી છે. મહાનમનને સંભળાવી દેજો. આમ્રપાલીને પણ કહી દેજો. બસ ! {{gap}}વૈશાલીના ધ્વનિ સાથે સંથાગાર વેરાયો.<noinclude></noinclude> js1yzaaqs8mvwkspyxlimlf8xsj8t3q પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૧ 104 74179 225784 225385 2026-11-06T16:33:30Z Amvaishnav 156 /* Proofread */ 225784 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૧૮. અલૌકિક વૈશાલી !''' | }}

{{gap}}'''સિંંહ''' નાયક જો કે રાજદ્વારી પુરુષ હતો અને વળી ગણતંત્રનો આગ્રહી ઉપાસક હતો, છતાં એ વિશાળ દ્રષ્ટિવાળો મહાનુભાવ હતો. એ સમજતો હતા. અલૌકિક પ્રતિભાને સેંકડો મૂર્ખાઓ, કેવળ એક સ્થળમાં ભેગા બેસવાથી કે બોલવાથી, જડ નિયમબંધન આપે, એ બહુમતવાદ પણ નથી, અને ગણતંત્ર પણ નથી ! આમ્રપાલી નારીને માટે કદાચ નિયમ હોય; કાંઈ એની કલા માટે કોઈ નિયમ હોય ! ગણતંત્રની આ એક ભયંકર નિર્મૂળતા હતી. ગમે તેવી પ્રતિભાને પણ, એ અત્યંત સામાન્ય હોય તેમ ગણીને, એને એ પોતાના નિયમ પ્રમાણે જ ઘડવાની ! {{gap}}પણ એવું જડ ગણતંત્ર વહેલેમોડે અપાર શક્તિશાળી વ્યક્તિઓના ઉદ્‍ગમને રૂંધી નાખે. દેશના અલૌકિક બળને વ્યર્થ ફેંકી દે. વ્યક્તિની જુગજુગ જૂની વારસા શક્તિને અત્યંત સામાન્ય માનીને વેડફી નાખે. એવાં ગણતંત્રો–છેવટે પોતાના ક્ષુલ્લક મતભેદોથી જ પોતે મરે.' {{gap}}વ્યક્તિમાં જેમ ગણતંત્ર માટે ત્યાગ કરવાની શક્તિ જોઈએ, તેમ ગણતંત્રમાં અસામાન્ય પ્રતિભાને સમજવાતી મહાનુભાવતા જોઈએ. એવાં ગણતંત્રો જ ટકે. સિંંહ નાયક આ સમજતો હતો. આમ્રપાલી પાસે જે હતું, તે આખી માનવજાતને ફેરવી નાખનારું જબરજસ્ત સામર્થ્ય હતું. વૈશાલીની જનપદકલ્યાણી એ કોઈ સામાન્ય નારી નથી,<noinclude></noinclude> nv4eso0l3vpz3ednotur1e4mvoi3cl0 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૨ 104 74180 225785 225386 2026-11-06T16:44:25Z Amvaishnav 156 /* Proofread */ 225785 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૬૮||આમ્રપાલી}}
'''</noinclude>એ ભાવનાથી જ એ `ઉત્તેજિત થઈ હતી. એની શરતો એટલા માટે હતી. એને મન એની કલાભાવના જ સર્વોપરી હતી. {{gap}}પણ સિંહનાયકને હવે એક બીજી ચિંંતા થઈ. આમ્રપાલી આ શરત ન સ્વીકારે તો ? તો ગણતંત્રે હવે છેલ્લો શબ્દ કહી દીધો હતો. એનો અર્થ એટલો જ કે ઘર્ષણ અનિવાર્ય હતું. તેણે ગમે તે રીતે આમ્રપાલીને મનાવવી રહી. {{gap}}સાંજ પડ્યે તે વૈશાલીમાં ફરવા નીકળી પડ્યો. {{gap}}વૈશાલીના યુદ્ધોદ્યાનમાં એ આવ્યો. ત્યાં ચારે તરફ આવેલા ભવ્ય મહાલયોના રત્નખચિત ઝરૂખા જોતો જોતો તે વૈશાલીના વિશાળ મેદાનમાં આવ્યો. આજે વાતાવરણ બદલાયેલું જણાતું હતું. ક્યાંય સંથાગારના ઘર્ષણની વાત થતી ન હતી. બધે મનાતું હતું કે પ્રવેણી પુસ્તકનુ માન રહ્યું છે. હજારો ધોડેસવારો ને રથીઓ ત્યાં નિયમબદ્ધ રહીને અધારામાં પણ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતા દેખાયા. {{gap}}પરદેશીઓ, સોદાગરો, સાર્થવાહો, દૂરદૂરના રાજકુમારો, નગરશ્રેષ્ઠીઓ, આ લિચ્છવી જુવાનોને કૌતુકથી નિહાળતા ત્યાં ઊભેલા તેણે જોયા. {{gap}}એક જગ્યાએ રથીઓની સ્પર્ધા ચાલતી હતી. બીજી જગ્યાએ હાથીઓ યુદ્ધની તાલીમ લેતા હતા. રથીઓ જાંબુડી રેશમી દોરીથી વેગમાં દોડતા રથોને કાબુમાં રાખવા માટે તનતોડ મહેનત કરતા જણાતા હતા. રાજહંસ જેવા ધોળા સુંદર ઉત્તુંગ કમ્બોજ અશ્વો જોડેલા રથમાં બેસીને ક્યાંક ક્યાંક નગરશેષ્ઠીઓ અને જેઠ્ઠકો આ બધું જોતા બેઠા હતા. નગરી આખી, આનંદ, વિનોદ, પ્રમાદ, ઉત્સાહ અને ઉલ્લાસમાં હતી. ઘર્ષણ ટળી ગયાની હવા ફેલાઈ ગઈ હતી. પણ એટલે જ સિંંહને ચિંતા થતી હતી કે હવે જો ઘર્ષણ પ્રગટશે, તો તે અગ્નિની જેમ નગરીને તરત ભરખી લેશે ! {{gap}}ઠેકાણે ઠેકાણે વ્યાયામ થતા હતા. ક્યાંક રથમાં બેઠેલા શ્રેષ્ઠીઓના<noinclude></noinclude> nk1mp2blbnd603l8yl0ysdg9xtiiffi પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૩ 104 74181 225786 225387 2026-11-06T16:54:33Z Amvaishnav 156 /* Proofread */ 225786 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|અલૌકિક વૈશાલી||૧૬૯}}
'''</noinclude>એના હીરામાણિકય મૌક્તિકોનું તેજ જોવા લોકોનાં ટોળાં મળ્યાં હતાં. ક્ચાંક વાતો થતી હતી. ક્યાંક વિનોદ ચાલતો હતો. એક જગ્યાએ એક માણસ તલવારસાં જોઈ ને માણસનાં ને નગરીનાં ભવિષ્ય ભાખતો હતો. એમાં એ મગધની નગરીનું ભવિષ્ય ભાખતો હતો. એનો વિનાશ હતો. {{gap}}સિંંહનાયક આ બધુ જોતા જોતા આગળ વધ્યો. જ્યાં જુઓ ત્યાં સશકત સુંદર અશ્વિતીકુમારો જેવા, દેવના દીકરા હોય તેવા, રૂપાળા લિચ્છવી જુવાનો નજરે પડતા હતા. નગરીમાં કોઈ નિબળ ન હતું. કોઈ અકિંચન ન હતું. ક્યાંય કોઈ ક્ષુદ્ર કે ક્ષુલ્લક દેખાતું ન હતું. બધે જ શૌર્ય હતુ તાલીમ હતી. નિયમ અને શિસ્તપાલન હતાં. વૈશાલી નગરીનો વિચાર આવતાં સિંંહ નાયકની છાતી અભિમાનમાં ને ઉલ્લાસમાં ખૂલી રહી. ઘડીભર એને થયું કે આખા ભારતવર્ષનાં બધાં રાજતંત્રો ભલે ભેગાં થાય વૈશાલી અજેય રહેવાનો ! {{gap}}'આ લિચ્છવી જુવાનને કોઈ રોકી શકે ? ' તેને વિચાર આવ્યો અને એ જ વખતે ધનુર્ધર મહાલી સાંભરી આવતાં તેની આંખ ભીની થઈ ગઈ. અંધ ધનુર્ધરના અલૌકિક ત્યાગની ગાથા એના મનમાં રમી રહી. વૈશાલી માટે થઈ ને એણે વગર દલીલે એકાંતવાસ સ્વીકાર્યો હતો. અને છતાં ત્યાં બેઠાં પાંચસો લિચ્છવીઓને વિદ્યાતાલીમ આપવાની એને તાલાવેલી લાગી હતી ! {{gap}}તે નીલપદ્મસરોવરને કિનારે આવી પહોંચ્યો. સંધ્યાના રંગો પાણીને સોનેરી રંગથી છાઈ રહ્યા હતા. ને પોયણાં ચદ્રને જોવા અરધું છાનું હસતાં હતાં. {{gap}}સરોવરને કિનારે કિનારે અર્ધવર્તુલાકારમાં વૈશાલીનું વિલાસભવન ‘પુષ્પવિહાર,’ આવ્યું હતું. નીચે પાણીમાં સંગેમરમરની મંડપિકાઓના પડછાયા હાલતા હતા. જ્યાં ત્યાં મધુર કંઠની હેલી વરસી રહી હતી, દીપાવલિઓથી શાભતી અનેક જલનૌકા સરોવરમાં રમવા<noinclude></noinclude> qno2qd1xexx8a8f9cp99rakqf3wq9hu સભ્યની ચર્ચા:BHARATBHAI N PATEL 3 74294 225788 2026-11-07T09:42:13Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 225788 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=BHARATBHAI N PATEL}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૫:૧૨, ૭ નવેમ્બર ૨૦૨૬ (IST) 0djeybrvmj8204ex8iqmj59ezj92emx