વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.48.0-wmf.3 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૪ 104 74182 225789 225388 2026-11-07T16:25:23Z Amvaishnav 156 /* Proofread */ 225789 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૭૦||આમ્રપાલી}}<hr>'''</noinclude>માટે જતી દેખાતી હતી. સિંહનાયક ત્યાં એક પળભર થંભી ગયો. વૈશાલીના આ ભાગમાં સુંદરતાની અવધ હતી. પાણી સુંદર હતાં. ભવનો સુંદર હતાં. <sup>*<ref>વેળુ વકુર. એ ફળીમાં વેરતા </ref></sup>મરૂમ્બવેર્યાં રસ્તાઓ સુંદર હતા. ત્યાંના પુષ્પોની રંગબેરંગી છંટા સુંદર હતી. નારીઓનાં જુથનાં જુથ સુંદરતાની સરિતા વહાવતાં હતાં. વૈશાલી નગરી એક અને અલોકિક, ગંગનાંગણની કોઈ અપ્સરા જેવી, આંહી દેખાતી હતી. સિંહ ત્યાં થંભી ગયો. આ બધું જોઈ જ રહ્યો. થોડે દૂર જઈ ને તે પાછો ફર્યો. પણ તેની મુખમુદ્રા ઉપર હવે ચિંંતાની રેખા આવતી હતી. {{gap}}એના અંતઃકરણમાં એક ઊંડી ઊંડી ગ્લાનિની છાયા જાગી ગઈ હતી. એના મનમાં પ્રશ્ન થતો હતો: 'આટલા બધા વૈભવ ને વિલાસને પરિણામે, પ્રજાનો નારા કરનાર વસ્તુ તો આમાંથી નહિ જન્મે ? લિચ્છવીઓ સુંવાળા રેશમ માટે એમનું લાકડાનું કઠણ આશીકું તો નહિ છોડી દે ને ? ’ {{gap}}તેણે વિચાર કરતાં પોતાનો ધોડો ત્યાં જ થંભાવ્યો. અને પછી એને છોડી દીધા. તાલીમ પામેલો અશ્વ ત્યાં શાંત ઊભો રહી ગયો. થોડે દૂર દેખાતા આમ્રપાલીના ‘નીલપદ્મભવન' તરફ જવા માટે એ આગળ પગપાળો એકલો ચાલ્યો. {{gap}}સિંહ 'નીલપદ્મભવન' પાસે પહોંચ્યો. આમ્રપાલીના કલાલક્ષી અત્યંત આગ્રહી સ્વભાવનુ આજે એને નવું જ દર્શન થયું હતું. એને મનમાં હવે ચિંતા પેઠી હતી. એને ડર તો એ હતો કે જો મહાનમન વિચાર ફેરવી બેસશે, ને કોઈ પણ મહાન ધનુર્ધર સાથે આમ્રપાલી વિષે વાગ્દાન જેવું પણ કરશે, તો હજારો જુવાન લિચ્છવીઓ ધનુષનો ટંકારવ કરતા સામસામા પક્ષમાં તત્કાલ ફેરવાઈ જશે. અને એ એક જ ઘર્ષણ વૈશાલીને હણી નાખશે ! {{gap}}સિંહનાયક મનમાં આ દૃશ્યને જોતો હોય તેમ વ્યથાથી થોડીવાર થોભી ગયો. એ પાસેના એક આરસ ઓટલા ઉપર બેસી ગયો. શૂન્ય<noinclude><hr> {{reflist}}</noinclude> 07wqm1uyhv4b6qqczxgw32rdqvpvh5w પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૫ 104 74183 225790 225389 2026-11-07T16:26:36Z Amvaishnav 156 /* Proofread */ 225790 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|અલૌકિક વૈશાલી||૧૭૧}}<hr>'''</noinclude>દૃષ્ટિએ રૂપભર્યાં 'નીલપદ્મભવન'ને નિહાળી રહ્યો. {{gap}}તેના મનમાંથી શ્રદ્ધાભર્યો મોટો અવાજ અંતે ઉઠ્યોઃ 'વૈશાલી ! વૈશાલી ! સિંહનાયક તો પ્રાણ હશે ત્યાંસુધી તને અખંડ રાખવા ઝઝૂમશે જ ઝઝૂમરો, પરિણાઞ ગમે તે આવે. એ તો ઝઝૂમશે જ.’ આ સંકલ્પથી નવું બળ મળ્યું હોય તેમ તે આગળ વધ્યો. આગળ 'નીલપદ્મભવન'ના દ્વારમાં પેસતાં જ એક કાંસ્યઘંટા વાગી. અને તરત કલ્પનાની મૂર્તિઓ સમી દાસીઓ ત્યાં સામે આવીને ઊભી રહી ગઇ. ઇંદ્રભવન જેવા અનેક સુંદર ખંડોમાં થઈ ને તે આમ્રપાલીના પોતાના ભવનમાં આપ્યો. આમ્રપાલી ત્યાં હીંડાળા ઉપર બેઠી હતી. તે કાંઈક વિચારમાં પડી ગઈ હોય તેમ જણાતું હતું. સિંંહનાયકને જોતાં જ તે બેઠી થઈ ને સામે આવી. તેણે અભિવાદન કર્યું. પાસેના એક ચંદનના રત્નજડિત બાજોઠ ઉપર સિંહ બેસી ગયો. તે વિચાર કરી રહ્યો. વૈશાલીને પોતાને એક મહાન કામ મળ્યું છે. અથવા એણે આગળ પડીને ઉપાડ્યું છે. ગણતંત્રોને સ્થિર કરવાનુ. વૈશાલી નગરીએ એ માટે આમ્રપાલીને આમંત્રી છે. એ જો આંહી જનપદકલ્યાણી હોય, તો ગણતંત્ર તરફ અનેકોને સદ્ભાવ જાગે. ગણતંત્ર સ્થિર થાય. રાજતંત્રો ઊડી જાય. આ વાત પણ આમ્રપાલીને હવે કરવી જ રહી. તે આમ્રપાલીને સામેના એક બીજા બાજઠ ઉપર બેસતી {{SIC|નહાળી|નીહાળી}} રહ્યો. {{gap}}તેણે ધીમા મક્કમ શાંત નિરુપદ્રવી અવાજે વાત શરૂ કરી: {{gap}}‘આમ્રપાલી ! હું કહેવા આવ્યો છું. તારી એ શરત ગણતંત્ર નહિ સ્વીકારે ! ’ {{gap}}આમ્રપાલી દૃઢતાથી તેને જોઈ રહી. {{gap}}સિંંહનાયક આગળ બોલ્યો: 'પણ જનતંત્રપરિષદ્ હજી એક વાત કબૂલે છે. આઠ દિવસની સૂચના આપ્યા પછી જ, તારું ભવન તપાસી શકાય. એટલે એક રીતે તારી શરત ગણતંત્ર માન્યજ કરે છે. તારે<noinclude></noinclude> ne7wvpx2qp5kl949ay3y7d89lsh33jz પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૬ 104 74184 225791 225390 2026-11-07T16:35:11Z Amvaishnav 156 /* Proofread */ 225791 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૭૨||આમ્રપાલી}}<hr>'''</noinclude>હવે ગણતત્રની ઇચ્છાને માન આપવું રહ્યું ! ' {{gap}}પણ હું તો સ્ત્રી છું ભન્તે સિંહનાયક ! હું આ દુષ્ટ નિયમ જ ફેંકી દઉં છું. હું એકલી સહસ્રો સામે ઊભી છુ. તમારા આગ્રહને વશ થઈને જ મેં શરતો મૂકી હતી ! ' {{gap}}'અને કાલે તે કહ્યું હતું તે વાત શું હવામાં ઊડી ગઈ?' {{gap}}'ના. એ વાત છે. એ હવામાં ઊડી ગઈ નથી. પણ કાલે મને મારી કલાનું દર્શન થયું ન હતું. આજે મને એ મળ્યું છે. મારી કલા જો તમારી દાસી બને, તો હું રૌરવ નરકમાં પડું. એવો જીવદ્રોહ હું કરું—એના કરતાં તો જલસમાધિ લઉ, અગ્નિ પ્રવેશ કરું, કે છેવટે મારી વીણા તો મને મૂંગા સ્વરોની અંજલિ અર્પે ! વીણા અને એના તારો એ શું છે, એ મૂંગા તારોની અને મારી વચ્ચે શું ચાલી રહ્યુ છે, એ જાણવાની તમારામાંચો કોઈનામાં જ તાકાત નથી. મારી વીણાને પોતાની સ્વતંત્ર મુક્ત હવા છે .. અને હું નારી, મારે પણ મારી હવા છે. હું તમારા આ ગણુતંત્રનો આ દુષ્ટ નિયમ જ સ્વીકારતી નથી ! આવાં ગણતંત્રો કેટલા દી ? ’ {{gap}}સિંંહનાયક અપમાન ગળી ગયો. એ અપમાન કાંઈ ન હોય તેમ એણે આગળ ચલાવ્યું: 'આમ્રપાલી ! એવો વખત આવશે જ્યારે આ નિયમ જ ઊડી જશે ! ' {{gap}}'ક્યારે ?' {{gap}}'જો હમણાંં તું વૈશાલીને બચાવશે તો . . . ' {{gap}}'પણ વૈશાલીને બચાવવા માટે હું શું મારો જીવદ્રોહ કરું ? મારા સ્ત્રીત્વને અપમાનું ? મારી કલાને તમારી સત્તાની દાસી બનાવું?' {{gap}}સિંહે પોતાનો શાંત અવાજ વધુ શાંત કર્યો. પણ એમાં અનોખી ગૌરવ વાણી દેખાતી હતી. {{gap}}‘ પ્રજાઓના ઉદ્ધાર માટે એટલું સ્વાર્પણ કર્યે જ છૂટકો છે આમ્રપાલી ! વૈશાલી વતી એ હું માગી લઉં હું. વૈશાલી રહેશે, તો જ એનું<noinclude></noinclude> o8fre5ysfiunobgbvvshoepyv7kazih પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૭ 104 74185 225792 225391 2026-11-07T17:02:11Z Amvaishnav 156 /* Proofread */ 225792 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|અલૌકિક વૈશાલી||૧૭૩}}<hr>'''</noinclude>કામ રહેશે. અને આ બધાં ગણતંત્રો તો જ ટકરશે. તો આપખુદ ભયંકર રાજતંત્રો જશે. હુ તારું, તારા સ્ત્રીત્વનું, તારી કલાનુ, અને તારા જીવનનું ગણે તો તારા જીવનનું, પણ કેવળ સ્વાર્પણ માગી લઉં છું. વૈશાલી વતી માગી લઉં છું. આમ્રપાલી ! તારી કલા અમર રહો. તારું ગૌરવ અખંડ રહો. ત્યાં રૂપની, રસની, રંગની, સંગીતની, જીવનસૌરભની, શાંતમધુરતાની, જે હેલી વરસશે તે કૈંકને જીવનભરના વૈશાલીના ગુણગાન કરતા કરી મૂકશે. વૈશાલીની મહત્તા ગણતંત્રને સ્થિર કરશે. આ કોઈ ક્ષુલ્લક રાજતંત્રનો પ્રપંચ નથી. તું વૈશાલીની છે. હું વૈશાલી માટે આ માગું છું. ગણતંત્રે જે શરત સ્વીકારી છે તેથી તારી કલાનું ગૌરવ હવે સચવાઈ રહે છે. તારે ત્યાં સાચો આવનારો કોઈ પણ સંગીતરસપિપાસુ આત્મા લેશ પણ ક્ષેાભ નહિ અનુભવે. તારી કલા મુક્ત અને સ્વતંત્ર. સત્તાથી પર, અનિયત્રિત. હું માત્ર વૈશાલો માટે,નહિ–પણ અત્યારની અને આવી રહેલી અનેક પ્રજાની મુક્તિ માટે તારી પાસે આ માગું છું. રાજતંત્રોએ અનેક અભાગી નારીઓને યાતના આપી છે, તેમાંથી જો સમસ્ત નારીમંડળનો ઉદ્ધાર કરવા માટે તું આગળ નહિ આવે, તો બીજું કોણ આવશે ? તું વૈશાલીને આજે ઉગારી લે. આમ્રપાલી ! તું એક વખત ભવિષ્યની વૈશાલીની મહા નારીનું પદ મેળવશે.' સિંહ પોતાના શબ્દોની અસર જોવા થોભ્યો. ફરી એણે કહ્યું : {{gap}}‘તેં કાલે શું કહ્યું હતું ? ધનુર્ધર મહાલીને શું પૃથ્વીની હવા અને પંખીનાં ગાન, અને સૂરજનો પ્રકાશ, અને પુષ્પોની વાતો, અને જળતરંગોની સ્વરલીલા, ધનુર્ધર મહાલીને શું એ ગમતું નહિં હોય ? પણ ના, વૈશાલીની ચારે તરફ દુશ્મન છે. તેમાંના કોઈ પણ જાણી જાય કે વૈશાલીનો મહાલી હવે મહાલી રહ્યો નથી, તો એના ભયંકર આધાત પ્રત્યાઘાત ઊપડે. એટલા માટે એણે પોતે સામે પગલે ચાલીને કેવળ અંધકારવાસ સ્વીકારી લીધો ! મહાલી ક્યાં છે એ હવે કોઈ<noinclude></noinclude> gi3daq7p1xj1re7tsnbhj9e2mzlpsuo પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૮ 104 74186 225793 225392 2026-11-07T17:12:10Z Amvaishnav 156 /* Proofread */ 225793 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૭૪||આમ્રપાલી}}<hr>'''</noinclude>નહિં જાણે. અને તેથી જ એ અચાનક નીકળી આવશે, એ ભય બધા પાડોશી રાજતંત્રો સેવી રહેશે ! ' સિંહે જોયું કે એના શબ્દો ધારી અસર કરી રહ્યા હતા. એણે આગળ કહ્યું: {{gap}}‘મહાલીના આ ભવ્ય સ્વાર્પણનો જ્યારે પણ હું વિચાર કરું છું ત્યારે લાગે છે કે વૈશાલી અહાન હશે, મહાલી ધનુર્ધર તો મહાનોમાં પણ મહાન છે ! અને તે પાંચસો લિચ્છવી જુવાનોને તૈયાર કરવાનો છે. ભલે પોતે અપંગ બન્યો, પણ પોતાની વિદ્યાનો વારસો તો વૈશાલીને મળતો જ રહેવો જોઈએ. અને એ અપંગ પણ પ્રેમ કરતાં થયો ? . . એ વાત . .' {{gap}}આમ્રપાલીએ સહેજ હાથ ઊંચો કર્યો. એના મોં ઉપર મહાલીના સંસ્મરણથી વિષાદની છાયા પથરાઈ ગઈ હતી. તેણે શોકઘેરા અવાજે કહ્યું: ‘ભન્તે નાયક ! વૈશાલીના ઉદ્ધાર માટે, પ્રજાઓમાં ગણતંત્રની ભાવનાને ફેલાવવા માટે, શું અમૂલ્ય એવું નારીનું નારીત્વ જ ખપનું છે? બીજો કોઈ માર્ગ જ નથી ?' {{gap}}‘ મહાન બનનારનું સ્વાર્પણ આમ્રપાલી ! મહાન હોય છે. કોઈ બીજો માર્ગ મને દેખાતો નથી ! ’ {{gap}}'વૈશાલીને મારા પ્રાણ આપું તો ? . . . ' આમ્રપાલી અત્યંત દુ:ખથી બોલી. {{gap}}'તો તો ભયંકરતા વધી પડશે અમ્યપાલો ! જબરજસ્ત આંતરવિગ્રહ જાગશે. મહાનમનને ઘા પડશે. એને લાગશે પુત્રીનો ભોગ અપાયો. એના પક્ષનાં તમામ ગણતંત્રને ધિક્કારતાં થઈ જશે. વૈશાલી તો તારું સ્ત્રીત્વ માગે છે, પાલી ! પ્રજાઓના ઉદ્ધાર માટે તારા મૃત શરીરનો નહિ, જીવતા શરીરનો ખપ પડ્યો છે. હું વૈશાલી ગણતંત્રનો સિંંહ સેનાપતિ-હજારો નારીઓ વતી, સેંકડો જનસંખ્યા વતી, આ ભોગ માગું છું !' {{gap}}‘ભન્તે નાયક ! મારા જ આ માટે ખપ પડ્યો છે ? ' આમ્રપાલીના અંતઃકરણમાં હવે તો એક છેલ્લો ભયંકર ઘા થઈ રહ્યો હતો.<noinclude></noinclude> 2exlskp5n9rbhvvbeodjv8mnc1d0en9 સભ્યની ચર્ચા:जीनल 3 74295 225794 2026-11-08T08:17:37Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 225794 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=जीनल}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૩:૪૭, ૮ નવેમ્બર ૨૦૨૬ (IST) dpwywtds58emo0pea8z9s5i69o0nw1l