વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.48.0-wmf.3 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૯ 104 74187 225795 225393 2026-11-08T16:19:59Z Amvaishnav 156 /* Proofread */ 225795 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|અલૌકિક વૈશાલી||૧૭૫}}
'''</noinclude>તજવાની આ છેલ્લી પળે પોતે શું તજતી હતી, તેને હવે ખરેખરો ખ્યાલ આવી રહ્યો હતો. પોતે ગમે તેટલું મહાન સ્વાર્પણ કરે, પણ જનસમાજની દૃષ્ટિએ એ આમ્રપાલી રહેતી ન હતી, જે અદ્ભુત આમ્રપાલી એ હતી, એ આમ્રપાલી જ આળસી જતી હતી! ઈશ્વરે એને અદ્ભુત સ્ત્રીત્વ આપ્યું હતું. આજે એ એને છોડીને હમેશને માટે જતું રહેતું હતું ! {{gap}}તે અત્યંત દુઃખથી શોકઘેરા અવાજે બોલી: ‘ નાયક ! મને ઈશ્વરે સ્ત્રી બનાવી છે. અને સ્ત્રી મટાડવી એ એક એના જ હાથમાં છે. હું સૌથી પહેલી અને છેલી સ્ત્રી છું. બીજું બધું એની પછવાડે છે. હું સ્ત્રી; નાયક ! હું સ્ત્રીત્વ નહિ છોડું !' {{gap}}સિંંહનાયક ખિન્ન થઈ ગયો: 'થયું ત્યારે આમ્રપાલી ! આ વૈશાલીનગરી હવે ગણતરીના દિવસેાની અતિથિ બની રહે છે. જે વૈશાલી અત્યારે તક્ષશિલા, રાજગૃહ, શ્રાવસ્તી, અવંતી, કાશી, ચંપા, બધાને ટક્કર આપે તેવી છે, તે થોડા વખતમાં હતી ન હતી થઈ જશે. તારું સ્ત્રીત્વ અમર રહે ! આમ્રપાલી ! હું જાઉંં છું. . . . ' તે જવા માટે બેઠો થયો . {{gap}}આમ્રપાલીના હૃદય સોંસરચો એક ઘા થઈ રહ્યો હતો. પોતે જ વૈશાલીના વિનાશનું કારણ બની રહી હતી. તે દુ:ખિત હૃદયે બોલી ઊઠી : ‘હાય રે ! વૈશાલી ! તું લઈ લઈને મારું સ્ત્રીત્વ લેશે ? પછી મારી પાસે શું રહેશે ? ’ {{gap}}‘લોકકલ્યાણ માટે સ્વાર્પણ કરેલો દેહ, આમ્રપાલી ! એ દેહ તો મહાન આત્માનું મંદિર બની જાય છે. આત્મા શરીરમાં નથી રહેતો. વિચારમાં રહે છે. ભાવનામાં રહે છે !' {{gap}}આમ્રપાલી એક ઘડીભર શાંત થઈ ગઈ. થોડીવાર પછી તે દૃઢ દુઃખભર્યાં, આકરા અવાજે બોલી ઊઠી: ‘નાયક ! આ બધા તર્કવાદ ભયંકર છે. પણ વૈશાલી માટે થઈને હું મારું યૌવન, યશ, જીવન<noinclude></noinclude> ndqilke26p9e7c3r63bu5j6bcd1lmzk પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૦ 104 74188 225796 225394 2026-11-08T16:35:38Z Amvaishnav 156 /* Proofread */ 225796 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૭૬||આમ્રપાલી}}
'''</noinclude>બધુ જ સમર્પણ કરું છું. આવતી કાલથી હું પુષ્પવિહાર રહેવા જઈશ જાઓ, પણ નાયક ! લિચ્છવીઓ વિલાસી બન્યા છે માટે તેમનો નાશ નજીક છે ! આવતી કાલથી હું આમ્રપાલી, મહાનમનની પુત્રી, નૌલપદ્મભુવનની અધિષ્ટાત્રી, મારી અદ્ભુત વીણાના સપ્તતારની વાણી, કાલથી હું હવે વારાંગના આમ્રપાલી બની જાઉં છું. હવે મારી અદ્ભુત વીણાના સ્વરો દ્વારા જ જીવન સૌરભની ઝાંખી કરવી રહી ! ભન્તે નાયક ! આવતી કાલથી જ હું પુષ્પવિહારમાં રહેવા જાઉ છું. . . આજ આ છેલ્લો દિવસ છે. . . આવતી કાલથી . . . નગરઘોષ કરાવો . . . .. હું પુષ્પવિહારમાં હોઈશ . . .' {{gap}}એટલું બોલતામાં એનો કંઠ રૂધાઈ જતો લાગ્યો. તે વીજળીની ઝડપથી બેઠી થઈને અંદર દોડી ગઈ. અંદરના ખંડમાં જતાં જ એના દાબેલા રૂદનનો અવાજ સિંહનાયકને કાને આવ્યો. {{gap}}સિહે જવા માટે પગ ઉપાડ્યો હતો તે ખંચાયો : 'દેવી ! વૈશાલી તો પ્રસન્નચિત્તે આપેલો ભોગ લે છે. આમ્રપાલી ! હું પોતે તને બધનમુક્ત કરું છું. જા, હું નગરીના જનસંઘને કેમ વાળવો તે જોઈશ. આવો ભોગ વૈશાલીને ખપતો નથી. ન ખપે. એનું મહાન નગરીનું બિરુદ જોખમાય ! આંસુ સાથે આપેલો ભોગ વૈશાલીને ન ખપે આમ્રપાલી !’ {{gap}}'આંસુ ? ' અમ્બપાલી એકદમ બારણામાં બહાર આવી. તેનો ચહેરો કડક અને ઉગ્ર હતો. {{gap}}આંસુ ક્યાં છે નાયક ? ' તે સીધી ટટ્ટાર ઉન્નત બની ગઈ : 'આંસુ તો નાયક ! હવે શરીરમાં ક્યાંયે નથી, આત્મામાં છે. અને તે તો વહાલી વૈશાલી માટે હમેશાં ખરશે ! આવી નગરી . . અને આવી ? ’ {{gap}}સિંંહનો જવાબ સાંભળવા માટે ઊભી ન રહેતાં તે તરત જ અંદરના ખંડમાં દોડી ગઈ. {{gap}}ચંદનના સુગંધી તેલથી મહેકતી સોનાની દીવીઓ પાસે થઈને નાયક ધીમે ભારે પગલે બહાર ચાલ્યો ગયો.<noinclude></noinclude> haa89n9a23qrohy5442aykknarlrvk1 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૧ 104 74202 225797 225578 2026-11-08T16:50:25Z Amvaishnav 156 /* Proofread */ 225797 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૧૯. વર્ષકારને પત્તો લાગે છે''' | }}

{{gap}}'''વર્ષકાર''' મહાઅમાત્ય જે હેતુ માટે વૈશાલીમાં આવ્યો હતો તે હેતુ હવે પાર પડે તેમ ન હતો. આમ્રપાલી જનપદકલ્યાણી બને એ પ્રશ્ન ઉપર વૈશાલી વિભક્ત થતું બચી ગયું હતું. સિંંહ નાયકની સમાધાન લાવવાની શક્તિનો એક વધુ પરિચય વર્ષકારને મળી ગયો. વૈશાલીના લિચ્છવીઓ બંધુલલમલ્લના આહ્વાનને ઉપાડી લેવા વધારે સંગઠિત બનીને તૈયાર થઈ રહ્યા હતા. મંગલ અભિષેક પુષ્કરિણી એક પળ પણ રેઢી ન રહે એવો પ્રબંધ થઈ ગયો હતો. એક એક સહસ્ર લિચ્છવીઓની જાગ્રત ચોકી ચોવીસે ઘટિકા ત્યાં હાજર રહેતી હતી. {{gap}}પણ વર્ષકારને નવાઈ એક વાતની જણાતી હતી. મહાધનુર્ધર મહાલી આ બધામાં ક્યાં હતો ? પોતાના સહપાઠી બંધુલમલ્લને મળીને ઘર્ષણુ ટાળવા માટે શ્રાવસ્તી નગરીમાં ગયો હતો ? કે પછી અદૃશ્ય રહીને, છેવટની ઘડીએ પ્રગટ થઈ, બંધુલમલ્લ ઉપર મરણતોલ ધા મારવાની કોઈ યોજના એ ઘડી રહ્યો હતો ? કે શું હતું ? {{gap}}એણે એને છેલ્લે સંથાગારમાં જોયો, ત્યાર પછી એ બિલકુલ દેખાયો ન હતો. {{gap}}તેમ જ લિચ્છવીઓમાં પણ એની કોઈ વાત થતી ન હતી. આ ભેદી મૌનમાં શું રહ્યું છે એ જાણવું વર્ષકાર માટે મુશ્કેલ થઈ પડ્યું.<noinclude></noinclude> 2n7eq8jv8u364qw3i1f17nngfdx57yd પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૨ 104 74204 225798 225612 2026-11-08T17:02:43Z Amvaishnav 156 /* Proofread */ 225798 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૭૮||આમ્રપાલી}}
'''</noinclude>હતું. એ જાણ્યા વિના જવું એ કામને અપૂણું રાખવા જેવુ હતું. {{gap}}કારણ કે શ્રાવસ્તીનો પ્રસેનજીત એ મગધનો વ્યવહારપક્ષે ઘણો નિકટનો સંબંધી હતો. એ ખરું, યુવરાજ રાજકુમાર અજાતશત્રુનો એ સગો મામો હતો, છતાં રાજદ્વારી સંબધ પરત્વે એ કઈ બાજુ ઢળવાનું કરે એ કહી શકાય તેમ ન હતું. એ લિચ્છવીઓનો પ્રશંસક તો હતો જ. {{gap}}શ્રમણ ગૌતમબુદ્ધના અસંખ્ય અનુયાયીઓ શ્રાવસ્તીમાં હતા. અને ધીમે ધીમે રાજા પ્રસેનજીતનું વલણ પણ ગણતંત્ર જેવુ રાજસ્થાપન કરવાનું થઈ જાય એ તદ્દન સ્વાભાવિક હતું. એને રાજકુમાર વિડ્‍ડુભમાં બહુ વિશ્વાસ ન હતો. તે બીજી બાજુ અજાતશત્રુના ઉચ્છ્ર્ંખલ અને સ્વતંત્ર સ્વભાવે એને મગધ પ્રત્યે કાંઈક ઉદાસીન પણ બનાવ્યો હતો. {{gap}}આ સ્થિતિમાં લિચ્છવી મગધ લડે, તેા પ્રસેનજીતનું સ્થાન એમાં ઘણું મહત્ત્વનું હતું. એ જે બાજુ ઢળે તે બાજુ છેવટે છતી જાય એમ પણ બને. {{gap}}આ બધી બાબતનો વિચાર કરતાં વર્ષકારને લાગ્યું કે બંધુલમલ્લનું આક્રમણ ઘણું જ મહત્ત્વનું થવાનું. એટલે મહાલી, બંધુલમલ્લ તરફ ઊપડી ગયો હોય તો નવાઈ નહિ. {{gap}}આ પ્રમાણે મહાલીનો કોયડો ગૂચવાયેલો હતો. એનો કાંઈક ઉકેલ ‘સપ્તભૂમિપ્રાસાદ' માં મળી રહે તો મળી રહે, એમ ધારીને વર્ષકારે એક વખત સપ્તભૂમિપ્રાસાદને નિહાળવાનો નિશ્ચય કર્યો. વૈશાલી છોડતાં પહેલાં આ અદ્ભુત સપ્તભૂમિપ્રાસાદને નિહાળી લેવાની તેને જરૂરિયાત જણાઈ. લિચ્છવીગણે ભવિષ્યમાં કેવાં પગલાં હવે લેવાં એ વિષે જે કાંઈ નિર્ણય સિંહનાયક અને ગોપાલ બન્નેએ કર્યાં હશે, તેનો પણ કાંઈક ધ્વનિ, આ સપ્તભૂમિપ્રાસાદમાંથી મળ્યા વિના નહિ રહે. {{gap}}આખા જમ્બુદ્વીપમાં આ પ્રાસાદ જેવો કોઈ પ્રાસાદ ન હતો. એના સપ્તમહાલયોને જ્યારે દીપશોભાથી અલંકૃત કરવામાં આવતા,<noinclude></noinclude> 6urttyp5jl4gnjis3e82ujrt6tcbmd2 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૩ 104 74205 225799 225620 2026-11-08T17:10:50Z Amvaishnav 156 /* Proofread */ 225799 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|વર્ષકારને પત્તો લાગે છે||૧૭૯}}
'''</noinclude>ત્યારે જોજનો ફરતી મેદની એ શાભા જોવામાં તલ્લીન બની જતી. આસપાસની સેંકડો પુષ્કરિણીઓમાં માણસોથી ભરેલી નૌકાઓ સ્થિર થઈ જતી. એનું સૌંદર્ય અદ્ભુત હતું. એની અંદર એવી એવી રચનાઓ હતી કે જે જોવામાં માણસ અરધી જિંદગી કાઢી નાખે તો પણ એ પૂરી જોઈ ન શકે ! કહેવાતું હતું કે વૈશાલીના સીમાપ્રાન્તથી આવેલા ચાર અશ્વોનો રથ સીધો ત્યાં આવીને ઊભો રહે, એવો એક મહાન ભૂગર્ભપંથ પણ ત્યાં હતો ! સ્ફટિકની અને આરસની અને પથ્થરની, રત્નોની, શંખની, માટીની, વનસ્પતિ વૃક્ષોની, પુષ્પોની, અરે ! જલની, એટલી બધી વિવિધ રંગી જાતો ત્યાં ઠેરે ઠેર પથરાયેલી હતી કે એક વખત સપ્તભૂમિપ્રાસાદમાં પ્રવેશ કરેલો માણસ, પોતે શા માટે આંહી આવ્યો હતો એ મૂળ વાત જ ભૂલી જતો એમ પણ બનતું ! બહાર નીકળીને વૈશાલીની પણ્યવિથિકાઓમાં એ પાછો ફરે ત્યારે તો એની સ્મૃતિ પાછી ફરે, કે એ સપ્તભૂમિપ્રાસાદમાં ગયો હતો : ને એનું કામ તો અધૂરું રહી ગયું ! {{gap}}આ સપ્તભૂમિપ્રાસાદ હવે તો આમ્રપાલીનું નિવાસ સ્થાન બની જતાં ત્યાંની રમણીયતા અનેક ગણી વધેલી હોવી જોઈએ. {{gap}}વર્ષકાર મહાઅમાત્ય ત્યાં જવા માટે તૈયાર થયો. તેણે શ્રેષ્ઠીનો સ્વાંગ બરાબર સજ્યો. કંઠમાં એક મૌક્તિકમાળા નાખી. કાનના કુંડલમાં એક એવો હીરક લટકતો હતો કે માણસ હીરા રત્ન માણેકમાં પડ્યો રહેતા હોય તો પણ, આ હીરકનું તેજ નીરખતાં એના તરફ આકર્ષાયા વિના ન રહે. એક મુદ્રા ધારણ કરી. એમાં દુનિયાને લોભાવનારું કાળું મૌક્તિક હતું ! એ શ્યામરંગ આ પૃથ્વી ઉપર કોઈ ઠેકાણે કોઈએ જોયો ન હતો. આ મૌક્તિકને જોનાર એના ઉપરથી નજર ઉઠાવી ન શકે એવી અજબ મોહિની એ એક મૌક્તિકમાં હતી. કેટલાંક અલભ્ય રત્નો પણ એણે સાથે રાખ્યાં. {{gap}}વર્ષકાર મહાઅમાત્ય સપ્તભૂમિપ્રાસાદ તરફ ગયો. તે દિવસે વૈશાલી<noinclude></noinclude> e2mikicy3ixu0iey275mu5m5dc6ojp0