વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.48.0-wmf.3 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૪ 104 74206 225800 225621 2026-11-09T16:15:19Z Amvaishnav 156 /* Proofread */ 225800 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૮૦||આમ્રપાલી}}<hr>'''</noinclude>નગરી પણ ઘેલી બની હતી. 'સબ્બ રતિ મહાત્સવ' માં નાનાંમોટાં, આબાલવૃદ્ધ, ગરીબશ્રીમંત, બધાં જ એક હોય તેમ ભળી ગયાં હતાં. ઠેર ઠેર નૃત્યો થતાં હતાં. વાજિંંત્રો વાગતાં હતાં. તંતુવાદ્યોની રમઝટ બોલતી હતી. હવાની લેરખીએ લેરખીમાંથી સંગીતની મનેાહર સ્વરાવલિ ખડી થઈ રહી હતી. આનંદ, વિનોદ, પ્રમાદ, ઉત્સાહ, ઉલ્લાસ, એમણે અનેક રૂપે ધાર્યાં હતાં. લોકસમૂહ ઘેલો બન્યો હતો. અસંખ્ય માનવીઓના મહામેળામાંથી પોતાના રસ્તો કાઢતો, મગધનો મહાઅમાત્ય વર્ષકાર, સપ્તભૂમિપ્રાસાદના આગળના અર્ધગોળ મહાન ભૂમિપટને વીંધીને, પ્રાસાદના મુખ્યદ્વાર પાસે આવીને ઊભો રહ્યો. દ્વાર ઉપર સોનેરી દીપિકાઓમાં અત્તર મહેકતા દીપો પ્રગટી ચૂક્યા હતા. {{gap}}નજરે થંભી જાય એવા મહાન સ્તમ્ભો ઉપર એણે દૃષ્ટિ કરી. મૂળથી ટોચ સુધી અદ્ભુત કારીગરી ભરેલા એ સ્તમ્ભોએ એની નજરને જ પકડી રાખી. છેક ટોચે ત્યાં સાચ્ચાં મૌતિકોનું તોરણ લટકતું હતું. વર્ષકાર આ સમૃદ્ધિ જોઈ ને છક્ક થઈ ગયો. પણ એ હજી એક પગલું આગળ વધે તે પહેલાં નતમસ્તકે ત્યાં ઊભેલી બન્ને દ્વારપાલિકાઓ ઉપર એની દૃષ્ટિ પડી. {{gap}}એણે ધીમેથી કહ્યું: ‘ જનપદકલ્યાણીને મળવા આવ્યો છું. તામ્રલિસિથી આવું છું. ત્યાંના રત્નશ્રેણી આવેલ છે એમ ખબર આપો !’ {{gap}}દ્વારપાલિકા નમીને જરાક જ પાછી સરી. તેણે ત્યાં લટકાવેલી કાંસ્યઘટા ઉપર રજતદંડનો એક પ્રહાર કર્યો. {{gap}}વાતાવરણને રૂપેરી રણકાથી ભરી દેતો પડઘો મહાલયમાં જાણે રમવા જતો હોય તેમ અનેકવ્ષઘો પ્રતિઘોષ કરતો ધીમે ધીમે શમી ગયો. પણ એ શમ્યો ન શમ્યો ને બે દાસ દેખાયા. શ્રેષ્ઠીને અંદર આવવા દેવા માટે સહેજ માથું નમાવીને તેમણે હાથનિર્દેશથી મહાલયમાં જતી એક નાની હરિયાળી પગદંડી બતાવી. {{gap}}વર્ષકાર આગળ વધ્યો.<noinclude></noinclude> r963efo847ex7pgp568g0fqr07bhrv5 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૫ 104 74207 225801 225622 2026-11-09T16:23:40Z Amvaishnav 156 /* Proofread */ 225801 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વર્ષકારને પત્તો લાગે છે||૧૮૧}}<hr>'''</noinclude>{{gap}}એક સુંદર કમળવન ભરપૂર પુષ્કરિણી વચ્ચેથી પગદંડીનો સુંદર માર્ગ આગળ વધતો હતો. {{gap}}વર્ષકાર એ શોભા નિહાળતો આગળ વદ્યો. સામેની એક વિશાળ અટ્ટાલિકા પાસે એ પગદંડી પૂરી થતી હતી, વર્ષકાર ત્યાં ઊભો તરત જ સુગંધીજલ ભરેલા બે તામ્રકુંભ લઈને ત્યાં ઊભેલી બે દાસીઓ એની નજરે પડી. એની બહુમૂલ રત્નમંડિત મોજડીને એક બાજુ રાખીને પાદપ્રક્ષાલન થયું. તરત જ બીજા રૂપેરી કુંભોમાં સુગંધી દ્રવ્યમિશ્રિત જલ લઈ ને બીજી બે દાસીઓ ઊભી રહી ગઈ હતી. {{gap}}મહાનમાં મહાન સમ્રાટ્ને ત્યાં પણ ન મળે એવું આ સ્વાગત નિહાળતાં વર્ષકાર મહાઅમાત્ય આ સપ્તભૂમિપ્રાસાદના વૈભવની કલ્પના કરતાં ચકિત્ત થઈ ગયો. એ જરાક આગળ વધ્યો. એક અદ્ભુત રૂપવતી રમણી, ત્યાં પ્રથમ સોપાન ઉપર જ, જાણે કોઈ પ્રતિમા ઊભી હાય તેમ ઊભી રહી ગયેલી એની દૃષ્ટિએ પડી. એના એક હાથમાં સોનેરી કુંભ હતો. બીજા હાથમાં રત્નમાણિક્ય જડિત જલપાત્ર હતું. જલપાત્રમાં એણે એવો તો આસવ રેડ્યો હતા કે આસપાસની હવામાંથી સુગંધી માદકતા ઊભી થતી હતી. માણસ આ મોહક વાતાવરણમાં પોતાની જાતને ભૂલી જાય એવી ખુશનુમા હવા આવી રહી હતી. કમળપત્ર જેવો દાસીનો હાથ આસવ ધરીને સહેજ જ લંબાયલો હતો. {{gap}}વર્ષકાર મહાઅમાત્યે બે હાથ જોડીને માથું નમાવ્યું. આસવને સ્પર્શ કર્યા વિના જ એ આગળ વધ્યો. {{gap}}પણ ઉપરિતલ ઉપર દોરી જનારી સોપાનપરંપરા નિહાળીને એ આશ્ચર્યોંમાં ગરકાવ થઈ ગયો. સોપાને સાપાને પ્રગટેલી સુવર્ણદીપિકાના પ્રકાશમાં આખી સોપાનશ્રેણી જાણે સોનેરી જલમાં નાહી રહી હતી ! વર્ષકારને દરેકે દરેક સોપાન ઉપર પગ મૂકતાં ભ્રમ થતો હતો કે પોતે ક્યાંક કોઈ જલખંડમાં નીચે ઊતરી પડશે ! એવી સુંદર સ્ફટિક સમી પારદર્શક સોપાન રચના ત્યાં હતી કે પ્રકાશના પરાવર્ત્તનથી CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Handwar<noinclude></noinclude> 7ag5njw7p6pzcfeioumfu5yxrxgqrim પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૬ 104 74208 225802 225623 2026-11-09T16:31:25Z Amvaishnav 156 /* Proofread */ 225802 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૮૨||આમ્રપાલી}}<hr>'''</noinclude>પોતે કોઈ મહાન જલશ્રેણીનાં સોનેરી સોપાન ચડી રહ્યો છે, એવું વર્ષકારને પળે પળે લાગતું હતું. અને એ પળે પળે થોભી જતો આગળ વધતો હતો ! {{gap}}દીપિકાઓની વિવિધ પ્રકાશરચના જોતાં આગળ વધવું કે હવે પાછળ જવું એવા ભ્રમમાં એ પડી ગયો. એક સ્થળે સુવર્ણ પ્રતિમાના હસ્તમાં બેસારેલા શંખમાં દીપ પ્રગટ્યો હતો. બીજે સ્થળે એક કમળપત્રમાં સોનેરી દીપ પ્રગટ્યો હતો. એક સ્થળે રાજહંસના કંઠમાંથી સોનેરી દીપિકા નીચે લટકતી હતી. અને રહી રહીને થતા એના મીઠા કલરવથી વાતાવરણમાં કૈલાસની શોભા પ્રગટતી હતી ! {{gap}}વર્ષકાર મહાઅમાત્યને એક પળભર તા થઈ ગયું કે આ મહાલયની રચના કેવળ એક મહાન ભ્રમણા હોવી જોઈએ ! આમાં કાંઈ જ સત્ય ન હોય ! એ ગમે તેમ જ પણ, નગરીમાં આવા મહાલય હતા, તે નગરીના વૈભવની કલ્પનાતીત સમૃદ્ધિ વિષે જ્યારે એને ખ્યાલ આવ્યો ત્યારે એક પળભર એ ઉદ્વિગ્ન થઈ ગયો. આ નગરી સામે પોતે જે શસ્ત્રોને આધારે યુદ્ધ કરવાની આકાંક્ષા રાખતો હતો તે, શસ્ત્રોને ક્યાંયનાં ક્યાંય ફેંકી દે એવાં શસ્ત્રો, આ નગરીમાં અત્યારેજ હોવાં જોઈએ. {{gap}}તે સંચિત મને આગળ વધ્યો. એમ ને એમ એ ઉપરિતલ ઉપર આવ્યો, તે ત્યાં આગળ જવાના નિર્દેશ કરતી બે દાસીઓ ઊભી હતી. {{gap}}વર્ષકાર મહાઅમાત્યે જરાક થોભીને ચારે તરફ દિષ્ટ ફેરવી તો ચારે તરફના ખંડે ખંડમાં ચિત્રકારે બેસીને અનેક ભીંતિચિત્રોની કૃતિ કરતા એની દૃષ્ટિએ પડ્યા. એણે જરાક જ ત્યાં જોયુંં અને એ ચમકી ગયો. બરાબર સામેના ખંડમાં જ રાજા બિંબિસારની માનવમાપ ચિત્રાકૃતિ ભીંત ઉપર ઊભી હતી, એની પાસે જ રાજા પ્રસેન જીત હતો. બીજી તરફ વત્સરાજ, હાથમાં વીણા લઈ ને ઊભા રહી ગયો હતો ! {{gap}}વર્ષકારને નવાઈ લાગી. ચારે તરફના ખંડોમાં અનેક ભીંતિચિત્રો<noinclude></noinclude> jl00ajo46hoxj0ilo384g72u1fvcyap પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૭ 104 74209 225803 225624 2026-11-09T16:38:24Z Amvaishnav 156 /* Proofread */ 225803 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વર્ષકારને પત્તો લાગે છે||૧૮૩}}<hr>'''</noinclude>ત્યાં હોય તેવું તેને લાગ્યું. વધારે બારીકીથી નિહાળવાનો સમય ન હતો. તેણે એક અછડતી દૂષ્ટિ ત્યાં નાખી. ભારતવર્ષના સંખ્યાબંધ મહાઅમાત્યો, શ્રેષ્ઠીઓ, રત્નવ્યાપારીઓ, સાર્થવાહો, સેનાપતિઓ, ધનુર્ધરો એમનો જાણે એક મહાન મેળો ભરાયો હાય તેમ ઠેકાણે ઠેકાણે ભીંતો ઉપર ચિત્રો ઊભાં રહી ગયાં હતાં ! અને હજી ત્યાં કામ ચાલતું હતું. {{gap}}વર્ષકાર આ જોતાં જ ભડકી ગયો. પોતે પણ આમાં હોવો જોઈએ. અને તો તો એક પળના છઠ્ઠા ભાગમાં જ એની સાચી ઓળખ થઈ જવાની ! {{gap}}હવે પાછા તે ફરાય તેમ ન હતું. એને એક જ વાતથી જરા આશા જેવું લાગ્યું. હજી આ ભીંતિચત્રો થઈ રહ્યાં હતાં. કદાચ આમ્રપાલીના આવ્યા પછી જ આ વાતની શરૂઆત થયેલી હોવી જોઇએ. અને તે પોતે વખતે ઝડપાયો ન હોય–એમ પણ બને. {{gap}}એ ગમે તેમ હોય, પણ હવે આગળ વધ્યા વિના છૂટકો જ ન હતો. આગળની સોપાન પરંપરા તરફ એને દોરી જતી એક રૂપરમણી એને નિહાળતી ત્યાં ઊભેલી જણાઈ. તે તરત આગળ વધ્યેા. {{gap}}આગળના બીજા ઉપરિતલ ઉપર પહોંચતાં તેના કાન ઉપર ચારે તરફથી આવી રહેલી મધુર સ્વરાવલિ સભળાઈ ! દૃષ્ટિ કરે છે તો ચારે તરફના ખંડોમાં સંગીતકારોનાં તંતુવાદ્યો બોલી રહ્યાં હતાં ! અને એક જગ્યાએથી ગજબની મનમોહન મધુર સ્વર આપતી વીણા સંભળાતી હતી ! રાજા ઉદયનની વીણાની અજબ મીઠાશ વિષે વર્ષકારે સાંભળ્યું હતું. પણ અહીં સંભળાઈ રહેલી વીણા તો એણે મહાનમનના આમ્રકાનનમાં સાંભળી હતી તે જ મધુરપ ધારતી બોલી રહી હતી. {{gap}}એને મનમાં એક વાત ઊગી નીકળી. આમ્રપાલી ભારતભરના તમામ નૃપતિઓને આંહીં એકી સાથે ઊભા રાખવા માટે આ કરી રહી ન હોય? આ વીણાવાદન એ પ્રકારનું છે. રાજા ઉદયન સાથે<noinclude></noinclude> l25hgghjrhtgz6x93un1ilf0wdmixu1 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૮ 104 74210 225804 225625 2026-11-09T16:54:53Z Amvaishnav 156 /* Proofread */ 225804 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૮૪||આમ્રપાલી}}<hr>'''</noinclude>સ્પર્ધામાં ઊતરે તેવુંં. {{gap}}સિંંહનાયક અત્યંત કાબેલ પુરુષ હતોતા, એ આ સપ્તભૂમિપ્રાસાદમાં આમ્રપાલીનો એવો કોઈ ઉપયોગ સાધી લે કે મગધ એકલુ પડીને પોતાનો વિનાશ પોતે જ નોતરે ! એમ પણ બને. {{gap}}મગધનોઅમાત્ય હજી આગળ વધ્યો. પેલી રૂપરમણી દાસી એને દોરી રહી હતી. ત્રીજે ઉપરિતલે એ પહેાંચ્યો, તો ત્યાં શિલ્પાકૃતિઓ તૈયાર થતી હોય તેમ લાગ્યું. વર્ષકાર સમજી ગયો કે આમ્રપાલીનુ આ તો એક અદ્ભુત સ્વપ્નસમું સંસ્કારધામ સ્થપાયું છે. આખી વૈશાલીનગરીનું આ પ્રેરણાભવન થઈ જશે. એને તે વખતે જ લાગ્યું કે વૈશાલીનગરીનું અદ્ભુત સંગઠન પણ આંહીંથી જ ઘડાશે. અત્યાર સુધી એને મહાધનુર્ધર માહાલી વિષેની ચિંંતા હતી. સિંંહનાયક વિષેની ચિંંતા હતી. વૈશાલી નગરીના અદ્ભુત સંગઠન વિષેની ચિંતા હતી. પણ આ વૈશાલીની પ્રેરણામૂર્તિ સમાન આમ્રપાલીનુ ભવન જોયા પછી, એક નવી ચિંતા પ્રગટી, આમ્રપાલી જ લિચ્છવીઓની પ્રેરણા બની રહેશે. આમ્રપાલી જ મહાસંગઠનનો દોર હશે. આમ્રપાલી જ પરાક્રમની હવા પ્રગટાવશે. આમ્રપાલી જ અનેક લિચ્છીવી વિરાધી રાજતંત્રોને શાંત કરી દેશે. મગધ એકલું પડશે. લિચ્છવીઓને હાથે મગધ માર ખાશે. {{gap}}વર્ષકાર મહાઅમાત્ય આ બધી વાતનો વિચાર કરી રહ્યો હતો. ત્યાં પંચમ ઉપરિતલના એક અદ્ભુત ખંડ એની દૃષ્ટિએ પડ્યો. {{gap}}આખો ખંડ પ્રકાશના પરાવર્તનમાં જાણે નાહી રહ્યો હતો. તેની ભીંતોમાં જડેલાં રત્નોની પ્રભા એવી એક સુંદર તેજછાયાની વેલ પ્રગટાવતી હતી કે આખો ખંડ જાણે કોઈ સ્વર્ગીય વેલના પર્ણોમાં ઢંકાઈ ગયેલો દેખાતો હતો ! અને તેમાં ઠેર ઠેર રત્નપ્રભાના જ સુભગમિલનથી પુષ્પો ખીલ્યાં હોય તેવો દેખાવ નજરે પડતો હતો ! આંહીંં નવી નવાઈની વાત તો એ હતી કે સુવર્ણ દીપિકામાં કેવળ રત્નોનાં જૂથ પડ્યાં હતાં. અને તેનું સ્થિર, શાંત, અદ્ભુત તેજ આખા<noinclude></noinclude> 6p81txr07isy5k6m7yboiwppnq1ge07