વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.48.0-wmf.4
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૯
104
74211
225805
225626
2026-11-10T16:20:06Z
Amvaishnav
156
/* Proofread */
225805
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વર્ષકારને પત્તો લાગે છે||૧૮૫}}<hr>'''</noinclude>ખંડને પ્રકાશ આપી રહ્યું હતું.
{{gap}}ત્યાં રત્નજડિત સુવર્ણના હિંડોળા ઉપર એક અદ્ભુત રમણીને બેઠેલી એણે જોઈ. વર્ષકાર સમજી ગયો. તે સચેત થઈ ગયો. આમ્રપાલી આંહીં જ હતી. તે શ્રેષ્ઠીને આવતો જોઈને તરત બેઠી થઈ ગઈ. તેના હાથમાં એક સુંદર મૌક્તિકનું બનાવેલું કમળ હતુ. તેમાં સુગંધી તાંબુલ હતું. તે સહેજ શીષ નમાવી અભિવાદન કરીને આગળ વધી.
{{gap}}પેલી દાસીએ બે હાથ જોડીને તેને કહ્યું : ‘તાલિપ્તિના રત્નશ્રેષ્ઠી !’
{{gap}}વર્ષકાર આગળ વધ્યો. તામ્રલિમિનો જે રત્નશ્રેષ્ઠી પોતાને મળવા આવવાનો હતો તે આ છે, એમ આમ્રપાલી સમજી ગઈ.
{{gap}}તેણે રત્નવ્યાપારી તરફ એક દૃષ્ટિ કરી. નેત્રસંજ્ઞાયીજ પાસેના એક સુંદર ચંદનનો બાજોઠ તેણે બતાવ્યો. વર્ષકાર તેના ઉપર એસી ગયો.
{{gap}}'શ્રેષ્ઠીજી ! ક્યાંથી તામ્રલિપ્તિથી આવો છો ? ’
{{gap}}‘ હા, હું તામ્રલિપ્તિનો છું !’
{{gap}}'આમ ક્યાં જશો ?’
{{gap}}વર્ષકારને હવે જવાબ દેવાની હિમ્મત આવી. પોતાને કોઈ કળી શક્યું નથી, એ જાણીને એને પોતાનો વેષ બરાબર જાળવવાનો નિશ્ચય કરી લીધો.
{{gap}}'આમ હું જાઉં છું, શ્રાવસ્તી નગરી !'
{{gap}}'ત્યાં?'
{{gap}}“ ત્યાં મૃગધર મહામંત્રીની કુલવધૂ વિશાખાના પ્રસાધનમાં એક રત્ન આપવાનું છે. એવુ રત્ન તામ્રલિપ્તિ સિવાય બીજે કયાંય મળે તેમ નથી. એટલે એનો સંદેશવાહક આવ્યો હતો !'
{{gap}}'એવું કેવું રત્ન છે શ્રેષ્ઠોજી ? છે આંહીં ? તમારી સાથે છે?' વર્ષકાર મહાઅમાત્યે કેડ ઉપર હાથ મૂકીને એક રત્ન કાઢ્યું. આમ્રપાલીએ કોઈ અદ્ભુત ચીજ જોવાની આશા રાખી હતી. પણ<noinclude></noinclude>
pqjsmto9cqs1ux774fhde9xkj48ve8p
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૦
104
74212
225806
225627
2026-11-10T16:29:29Z
Amvaishnav
156
/* Proofread */
225806
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૮૬||આમ્રપાલી}}<hr>'''</noinclude>રત્નને જોતાં જ એ કાંઈક શંકામાં પડી ગઈ.
{{gap}}વર્ષકાર સમજી ગયો. પોતાના વિષે જ આમ્રપાલીને શંકા પડી હોય તેમ જણાતું હતું. તેણે ધીમેથી કહ્યું: 'દેવી ! આ રત્નની કિમ્મત એમ જોવાથી ખબર પડે તેમ નથી. એને તમે તમારા લલાટ- બિંદુને સ્થાને મૂકી જુઓ. એનુ સ્થાન ત્યાં છે !’
{{gap}}આમ્રપાલીએ રત્નને હાથમાં લીધું.
{{gap}}‘રત્ન રત્નમાં ફેર છે દેવી !' વર્ષકાર બોલ્યો: 'આ રત્ન તમે કુકમ સેથીની વચ્ચે મૂકી જુઓ ! અને પછી એની શોભા નિહાળો !'
{{gap}}આમ્રપાલીએ રત્નને પોતાના લલાટબિંદુ ઉપર ગોઠવ્યું, સામે, રેતીથી ઘસીઘસીને સ્ફાટિક નિર્મળ બનાવેલી તેજસ્વી આરસભીંત ઉપર એણે દૃષ્ટિ કરી. જેમ રજતના દર્પણમાં માનવનું હુઃબહૂ પ્રતિબિંબ પ્રગટે તેમ આ સ્ફાટિકનિર્મલ આરસભીંતમાં આમ્રપાલીનું રેખા—શુદ્ધ પ્રતિબિંબ દેખાયું !
{{gap}}પણ એ પ્રતિબિંબ જોતાં જ એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ !
{{gap}}એણે એવાં રત્નો વિષે સાંભળ્યુ હતું કે જે શરીર ઉપર મૂકતાં પારદર્શક લાલ રંગ શરીરમાં જાણે પ્રવેશી જાય, અને એક અદ્ભુત શોભા પ્રગટાવે. આવાં પારદર્શક પોખરાજ ભૃગુતીર્થમાં અને નર્મદા નદીની ખીણમાં થતાં એવી વાત એને કાને આવી હતી.<sup>*<ref>*પ્લીની ‘પેરીપ્લસ ઓફ ધ રેડ સી ’ </ref></sup> પણ આ રત્ન કોઈ જુદી જ જાતનું હતુ. એણે એ સેંથીમાં મૂક્યું અને એણે પહેરેલાં તમામ મૂલ્યવાન હીરામાણેક મોતી, આ એક રત્નની પાસે, જાણે એક ખોટા શંખ જેટલી કિમતનાં બની ગયાં !
{{gap}}પણ ખરી વિશેષતા જૂદી જ હતી, એ એક જ રત્ન ત્યાં આવતાં આમ્રપાલીના આખા દેતી શોભા, અવર્ણનીય રંગછટા ધારણ રહી હતી ! જાણે એ પોતે કાઈ તેજસમુદ્રમાં પ્રવેશી હોય, તેમ એના આખા દેહમાં અનેક રંગોની તેજછાયા આવી ગઈ હતી. ઘેલછા લગાડે.<noinclude><hr>
{{reflist}}</noinclude>
7li1rp06lo3x9r6mw8wdqw69e5x6yuy
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૧
104
74216
225807
225658
2026-11-10T16:41:59Z
Amvaishnav
156
/* Proofread */
225807
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વર્ષકારને પત્તો લાગે છે||૧૮૭}}<hr>'''</noinclude>તેના આછા જાંબુડિયા રંગમાં નહાતી કોઈ સ્વર્ગીય સુંદરી હોય, એવી એ બની ગઈ ! પોતાના ઉપર પોતે મોહી પડે એવી અદ્ભુત મોહિની ત્યાં પ્રગટી હતી ! આ દશ્યને એ જોઈ જ રહી !
{{gap}}'આ રત્ન અસલ ક્ષીરસ્ફટિક છે દેવી! એ ભાગ્યે જ મળે છે ! નીલમણિ, જેને લોક શત્રુનદા કહે છે, તેનાથી પણ શુભ શકુન આપવામાં આ વધે ! નીલમણના સુંદર જાબુડિયા રંગની તેજગુંથણી પણ આની પાસે પાણી ભરે ! '
{{gap}}'આનું શું મૂલ્યાંકન છે શ્રેષ્ઠીજી ? ' આમ્રપાલી રત્નશોભાને હજી જોઈ રહી હતી.
{{gap}}'એનું મૂલ્યાંકન કેવળ શ્રાવસ્તી નગરી માટે જ છે. ત્યાં વિશાખાએ ચોપન કોટી હિરણ્ય શ્રમણુ ગૌતમના સાધુઓના વર્ષાવાસ માટે ખરચ્યા છે. તે આના કાર્ષાપણ આપી શકશે. શ્રાવસ્તી સિવાય બીજી કોઈ નગરીનું એ કામ નથી ! ’
{{gap}}આમ્રપાલી સાંભળી રહી. એની મુખમુદ્રા ઉપર સહેજ જ સ્મિત ફરીને અદૃશ્ય થઈ ગયુ. વર્ષકાર સમજી ગયો. પોતે વાતચીતમાં માત્ર એક જ શબ્દ વધારે પડતો બોલશે, તો આંહીં તરત એ શબ્દનો ધ્વનિ પકડાઈ જાય તેમ છે. પોતે શ્રાવસ્તી નગરીની વાત કરી ત્યારે તેમાં રહેલા જરાક વિશેષ પડતા ભારનો ધ્વનેિ આમ્રપાલીએ એક આછાં સ્મિત વડે પકડી પાડ્યો હતો ! તે તરત જ પોતાના દરેક શબ્દનો ચોકીદાર થઈ ગયો.
{{gap}}‘આનું મૂલ્યાંકન બરાબર <sup>*<ref>ક્ષીર સ્ફટિક બદલાયા કરે તેવા રંગનુ જવાહિર છે. સામાન્ય જનો એને લસણિયો કહે. રોમના બાદશાહ એન્ટોનીઅસના પુત્ર પાસે દસકરોડ 'ડોલર'ની કિમ્મતનો એક અદ્ભુત ક્ષીરસ્ફટિક હતો, તેવો ઈતિહાસમાં એક ઉલ્લેખ છે. </ref></sup>દસકોટિ સુવર્ણ છે !'
{{gap}}'દસકોટિ ? ’
{{gap}}'હા, મહાદેવી ! દસકોટિ. પણ એની કિમ્મત ત્યારે થાય જ્યારે<noinclude><hr>
{{reflist}}</noinclude>
eyok0ld1nkiw1bjt0d9jm0ev8xpks0t
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૨
104
74217
225808
225659
2026-11-10T17:01:22Z
Amvaishnav
156
/* Proofread */
225808
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૮૮||આમ્રપાલી}}<hr>'''</noinclude>કોઈ કટાકટીના રણક્ષેત્રમાં દેશના જયમંગલ ગજરાજના કંઠમાં એ પડે ! ત્યારે આ રત્નની કિમ્મત સમજાય. એનામાં એવી અદ્ભુત આકર્ષકતા છે. એને ધારનારો ગજરાજ અભેદ્ય બની જાય !'
{{gap}}'ખરેખર ?'
{{gap}}‘ દેવી ! રત્નમાણિકયના શ્રેષ્ઠીઓ અસત્ય બોલશે ત્યારે રત્નો જ્યાંથી આવ્યાં છે, ત્યાં પાછાં જશે. રત્નો આકાશનુમ્ તેજ લઈને આવ્યાં છે !'
{{gap}}આમ્રપાલી કાંઈક વિચારમાં પડી ગઈ હોય તેમ લાગ્યું. વર્ષકાર મનમાં વિચારી રહ્યો; આની વૈશાલી-પ્રીતિ આની પાસે આ રત્ન ખરીદ કરાવશે જ. એનું
રણભૂમિ મૂલ્યાંકન એને વધુ આકર્ષક લાગ્યું જણાય છે. ' પણ એ જ વખતે વર્ષકારના મનમાં અચાનક એક બીજો વિચાર આવી ગયો.
{{gap}}પોતાને સ્ફુરેલા આ વિચારથી એ આનંદમાં આવી ગયો. એને એક વાતની કડી અચાનક જડી આવી હતી. મહાલી કદાચ તે દિવસ પછી માંદો જ પડી ગયો હોય ! અને તેથી જ અદૃશ્ય હોય !
{{gap}}તે બોલ્યો: ‘ આ ક્ષીરસ્ફટિક રત્ન મહાદેવી ! એક રીતે આકાશી ચીજ છે. એનુ મૂલ્યાંકન જ ન હોય. રત્નોને જાણવાવાળા જાણે છે કે રત્નો એ રત્નો છે. મારી પાસે જ આ એક બીજું રત્ન છે . . . . નીલમણિ. પાર્શવ દેશમાંથી આવતા વૈદૂર્યમણિ કે નમદા કિનારાનો વૈદુર્ય આની પાસે પાણી ભરે ! એનું મૂલ્યાંકન જ એક રીતે અપૂર્વ છે!' વર્ષકારે પોતાના હાથમાં પુષ્પરાગ બતાવતાં કહ્યું.
{{gap}}'એવું શું છે એમાં ?’
{{gap}}‘ એમાં ? . . . . ' વર્ષકાર વિચાર કરતો જણાયો. પછી અચાનક
જ વાત સ્ફુરી હોય તેમ તે બોલ્યો : 'દેવી ! આ નીલમણિનો સુંદર સમૃદ્ધ, આછો, ઝાંખો, મંદપ્રકાશ, સમુદ્રના અતળ ઉંડાણમાંથી ઉપર આવેલા આછા નીલા ઠંડા જલ સમાન છે. એને આંખ ઉપર હમેશાં<noinclude></noinclude>
lhtqpxncvbuactz3u9i4v05jv33hdgl
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૩
104
74218
225809
225660
2026-11-10T17:15:57Z
Amvaishnav
156
/* Proofread */
225809
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /> '''<hr>{{rh|વર્ષકારને પત્તો લાગે છે||૧૮૯}}<hr>'''</noinclude>રાખ્યા કરો. જન્માંધને દેખતા કરે એવી અપૂર્વ શક્તિ એનામાં છે !'
{{gap}}આમ્રપાલી વાત સાંભળતાં જ ચમકી ગઈ. એના ઉતાવળા ધીમા મધુર અવાજે વર્ષકારને પણ વિચાર કરતો કરી મૂક્યોઃ
{{gap}}'એનું મૂલ્યાંકન શ્રેષ્ઠીજી ? આને અને .. આ મારી પાસે છે તેનું . . . ? બન્નેનું બોલો વૈશાલી નગરીમાં આ બન્ને જોઈએ !
{{gap}}વર્ષકાર બોલતાં પહેલાં જરાક થંભ્યો. પછી એ ધીમેથી બોલ્યો: 'દેવી ! શ્રાવસ્તી જવાનો રસ્તો ઘણો અટપટો અને વિકટ છે. અંગુલિમાલ લૂંટારાને હજી રાજા પ્રસેનજીતે વશ કર્યો નથી. વળી એમસાંભળ્યું છે કે વિશાખાના મહામૂલ્યવાન નવકોટિ એક લક્ષ સુવર્ણનું પ્રસાધન, જ્યારે એ સાકેતનગરીના પિતૃગૃહેથી શ્વસુરગૃહે આવી, ત્યારે રાજકર્મચારીઓએ લાવી તેનો <sup>*<ref> * વિશાખાના મહામૂલ્યવાન પ્રસાધન વિષેના ઉલ્લેખમાં જણાવ્યા પ્રમાણે આ પ્રસાધન વેચીને એણે બંધાવેલું. આ પ્રસાધન ઉપર લેવાતા ભારે અન્યાયી કર વિષે પણ એણે શ્રમણ ગૌતમને કહ્યું હતું.</ref></sup>કર વસૂલ કરવામાં કાંઈક અન્યાય કર્યો હશે, તેથી વિશાખાને એ અન્યાય ખૂંચી રહ્યો છે. એ સ્થિતિમાં મારું આ મહા
મૂલ્યવાન રત્ન હું રસ્તામાં જતાં વખતે ધૂળમાં જ ખોઈ બેસું, તે કરતાં એ ભલે વૈશાલીને શણગારતું આંહીં રહે. આંહીં રહે તો કોઈક દિવસ કોઈ રત્નશ્રેષ્ઠી એ જોશે. આવાં રત્ન હવે વિરલ બનતાં જાય છે. પણ મારી આ રત્ન આપવાની એક સરત છે ! '
{{gap}}'શી ? ’
{{gap}}'આ બન્ને મૂલ્યવાન રત્નો હું તમને ન આપું. એમાંથી એક લ્યો !'
{{gap}}'કયું એક ?'
{{gap}}'તે તો દેવી ! તમે નિર્ણય કરો. સ્વર્ગનું સૌન્દર્યં તો ક્ષીર સ્ફટિકમાં છે ! '
{{gap}}આમ્રપાલી પોતાની સામેના પ્રતિબિંબને નિહાળી રહી, પોતે જાણે પોતે નથી એવી અદ્ભુત સૌન્દર્યભ્રમણાને એ જોઈ જ રહી. ત્યાં<noinclude><hr>
{{reflist}}</noinclude>
nrm29m63qv650x9q552hyd1cklui71j