વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.48.0-wmf.4
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭
104
73997
225817
225337
2026-11-12T10:53:31Z
મીરા પરમાર
2828
225817
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |'''પ્રવેશ''' | }}

{{gap}}'''પાટલીપુત્ર''' હજી જ્યારે સ્થપાયું પણ ન હતું, હજી અશોક રાજાનું નામનિશાન જ્યારે ઇતિહાસમાં સંભળાયું પણ ન હતું, મહાન ચક્રવર્તી રાજા વીર વિક્રમનું સ્વપ્ન ભારતવર્ષે જાણ્યું ન હતું, તે સમયની, ઈસવીસન પૂર્વે પાંચમી–છઠ્ઠી સદીની, આ ઇતિહાસકથા છે.
{{gap}}રાજા વીર વિક્રમના જન્મ પહેલાંના ચારસોથી પાંચસો વર્ષનો ગાળો, એ આ કથાનો સમય કહી શકાય.
{{gap}}એ વખતે વિક્રસ સંવત હુજુ જન્મ્યો ન હતો. એટલા માટે સાલની
ગણતરી, ‘વિક્રમ સંવત પૂર્વે’ 'ઈસ્વીસનની પહેલાં' એવી રીતે થાય છે.
{{gap}}તે વખતે ભારતવર્ષમાં બે પ્રકારની રાજવ્યવસ્થા ચાલી રહી હતી. એક પ્રકારમાં, રાજા મુખ્ય હતો. તે રાજ ચલાવતો. તે ન્યાય આપતો. દંડ કરતો. સૈન્યો દોરતો. એને મદદ કરનાર પ્રધાન મંડળ રહેતું. તેના પર સામાજિક ને ધાર્મિક સંસ્થાઓનો કાબૂ રહેતો. નગર પરિષદ્, ગ્રામ પરિષદ ને વ્યાપારીઓની શ્રેણીના શ્રેષ્ઠીઓનો તેના પર અંકુશ રહેતો. એ ધર્મમર્યાદામાં રહેવાવાળો હોય, તો પ્રજાની ઇચ્છાવિરુદ્ધ કાંઈ ન કરવાનો સંકલ્પ રાખતો. છતાં આ પ્રકારમાં કેન્દ્રસ્થાને તો રાજા જ હતો. એ રાજસત્તાને ધારનારો હતો.
{{gap}}રાજવ્યવસ્થાનો બીજો પ્રકાર પણ એ વખતે અસ્તિત્વમાં હતો. એ પ્રકાર પ્રમાણે રાજતંત્રનું સંચાલન એક પરિષદ્ કે સભા કે ગણતંત્ર દ્વારા થતું. ગણ એટલે સંધ. આ ગણરાજમાં રાજની બધી જ સત્તા સભા પાસે<noinclude></noinclude>
0wpn14kbymjxst5886hj6t0c1xeqjo4
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮
104
74001
225818
225339
2026-11-12T11:42:52Z
મીરા પરમાર
2828
225818
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૪||આમ્રપાલી}}
'''</noinclude>રહેતી. સભામાં સભ્યો બેસતા. અને બધાં કામકાજ લોકસભામાં રજુ થઈને બહુમતે કે સર્વાનુમતે થતાં. લોકસભાની એવી જગ્યા માટે ‘સંથાગાર’ શબ્દ પ્રચલિત હતો.
{{gap}}આજની બહુમતવાદી લોકશાસનની રીત પ્રમાણે જ એની વ્યવસ્થા ચાલતી હોય તેમ લાગે છે. એનો અર્થ એમ નહિ, કે અક્ષરશઃ આજની રીત પ્રમાણે જ કાર્ય થતું. પણ પ્રજાજનોની સભા દ્વારા લોક શાસન ચાલતું, એ નિર્વિવાદ છે. લોકશાસન આપણે ત્યાં યુરોપથી આવ્યું છે, એ વિચારનો જે ઇતિહાસભ્રમ થઈ ગયો છે તે કાઢી નાખવા માટે આ ગણતંત્રની વાત યાદ રાખવી જરૂરી છે.
{{gap}}જે સમયની આ ઇતિહાસકથા છે, તે સમયે ભારતવર્ષમાં મુખ્ય સોળ રાજ્યો હતાં. તેમાં કેટલાકમાં રાજતંત્ર ચાલતું હતું, તો કેટલાકમાં ગણતંત્ર ચાલતું હતું. આ સોળ મહાજનપદો, ગંગા જમના સિંધુથી માંડીને, છેક *<ref>*હાલનું બંગાળા</ref>અંગ દેશ સુધી, અને હિમાલયથી માંડીને વિંધ્યપર્વત સુધીમાં ફેલાયેલાં હતાં. નર્મદાના દક્ષિણ પ્રદેશની વાત આમાં આવતી નથી.
{{gap}}આ સોળ મહાજનપદોમાં જે મુખ્ય હતાં તેમનાં નામ તે વખતે જુદી રીતે બોલતાં. અંગ, વિદેહ, કોશલ, કાશી, મગધ, વૈશાલી, મલ્લ, વત્સ, અવંતી, શાક્ય, કમ્બોજ, ગંધાર, ચેદી, એવાં એવાં નામે એ પ્રસિદ્ધ હતાં. આજની ભૂગોળ પ્રમાણે, એમની નિશ્ચિત તો નહિ, પણ ઠીક ઠીક માહિતી મેળવવા સારુ એમને આ પ્રમાણે મૂકી શકાય. અંગ એટલે બંગાળાનો થોડો નીચલો, ઉત્તર તરફનો, ભાગલપુર પાસેનો ભાગ. વિદેહ એટલે મિથિલા–અને એની આસપાસ-બિહારનો ઉપલો ભાગ. કોશલ, અયોધ્યા નજીક. કાશી એટલે તો વારાણસી. વારણા અને અસી એ નદી ઉપરથી વારાણસી થયું. હાલનું બનારસ. એ દેવનગર ગણાતું. એની લિપિ દેવનાગરી. બધી શ્રેષ્ઠ વસ્તુઓ તે વખતે કાશીના નામે ચડતી,<noinclude>

{{reflist}}</noinclude>
nkvvqh8mwqc180wt6p0ehgwb5mxhru2
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯
104
74002
225819
225340
2026-11-12T11:52:35Z
મીરા પરમાર
2828
225819
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|'''પ્રવેશ'''|||'''૫'''}}
'''</noinclude>એવી એની પ્રતિષ્ઠા હતી. કાશીચંદન એટલે શ્રેષ્ઠ ચંદન. કાશીવસ્ત્ર એટલે શ્રેષ્ઠ વસ્ત્ર. કાશીનું મરણ તે પણ શ્રેષ્ઠ!
{{gap}}મગધ એટલે હાલ બિહાર કહીએ છીએ તે. પટણા ગયા પાસેનો પ્રદેશ. એની રાજધાની પાટલીપુત્ર પાછળથી થઈ. તે વખતે રાજધાની રાજગૃહમાં હતી. વૈશાલી તેની ઉત્તરમાં. વત્સ દેશ, ગંગા જમુના વચ્ચે પ્રયાગ {{SIC|મથુરાં|મથુરા}} પાસે. અવંતી એ તો માલવા, {{SIC|ઉજ્જેન|ઉજ્જૈન}}. શાક્યદેશ નેપાલની ભારતસરહદ ઉપરના તરાઈ પ્રદેશના વધારે ઉત્તર ભાગમાં. નેપાલમાં કહીએ તો ચાલે. શાક્યદેશની રાજધાની કપિલવસ્તુ. ગૌતમબુદ્ધ ત્યાંના રાજકુમાર. મલ્લ, એ ગંડકી નદી પાસે. ચેદી, બુંદેલખંડ. ગાંધાર, પેશાવર નજીક, *<ref>* ચાસ્ક પ્રમાણે કમ્બોજ તે કમ્બલભોજ ઉપરથી છે. કમ્બલ-કામળાનું સ્થાન ઠંડા દેશમાં મુખ્ય હોય જ, કમ્બોજરાજે યુધિષ્ઠિરના રાજસૂચ યજ્ઞમાં ભેટ મોકલેલી, તેમાં મુખ્ય સોનેરી તાણાવાણાના કમ્બલ હતા. કમ્બોજની રાજધાની દ્વારકા નામે પણ ગણાતી હતી. કમ્બોજના અશ્વ ભારતભરમાં વખણાતા. મહાભારત જુદ્ધમાં એમના વિષે ઉલ્લેખ છે. એ અવાજથી ભડક્તા નહિ.</ref>કમ્બોજ એથી આગળ કાશ્મીર પાસે.
{{gap}}આ યાદી તો તદ્દન જ ઉપરટપકેના ખ્યાલ માટે છે. પણ આ સોળ મહાજનપદોમાં તે વખતનું ભારતવર્ષ હતું, એમ કહીએ તો ચાલે.
{{gap}}આ સોળ મહાજનપદોમાં અરસપરસ સ્પર્ધા હતી. નાની મોટી તે જમાના પ્રમાણેની લડાઈઓ પણ ચાલતી. અને એમાંનો દરેક પોતાના પાડોશી કરતાં આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
{{gap}}પણ એમની સ્પર્ધાનાં મુખ્ય નિયામક બળો, તો રાજતંત્ર ને ગણતંત્રની વ્યવસ્થાને લીધે, એક કે બીજી તરફ ઢળતાં જતાં હતાં. મુખ્ય ગણતંત્રોમાં વૈશાલી, વિદેહ, મલ્લ અને કપિલવસ્તુના શાક્યો હતા. મુખ્ય રાજતંત્રમાં મગધ, કોશલ, વત્સ અને અવંતી એ હતાં. આમાંથી વૈશાલીના લિચ્છવી જાતિના લોકો ઘણા બળવાન મનાતા. એમણે વિદેહ સાથે મળીને વજ્જિસંઘ ઊભો કર્યો હતો. તેમાં મલ્લ પણ ભળ્યા<noinclude>

{{reflist}}</noinclude>
7q24w9dswdwqs63eot3r3so40bnhgqr
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૪
104
74219
225810
225661
2026-11-11T16:17:02Z
Amvaishnav
156
/* Proofread */
225810
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૯૦||આમ્રપાલી}}
'''</noinclude>અદ્ભુત મોહિની હતી. અવર્ણનીય લાવણ્યતા પ્રગટી હતી. પોતે પોતાના પ્રેમમાં પડી જાય એવી કોઈ અકલ્પ્ય પ્રતિમા એની સામે હસી રહી હતી ! ક્ષીરસ્ફટિક ક્ષીરસ્ફટિક હતો ! પળે પળે એની રંગછટા બદલતી હતી !
{{gap}}પણ ક્ષીરસ્ફટિક ને નીલમણિ બન્ને આપવાની શ્રેષ્ઠી ના પાડતો હતો.
{{gap}}'શ્રેષ્ઠીજી ! મૂલ્યાંકન મૂકો. અને બન્ને રત્નો વૈશાલી લઈ લેશે !'
{{gap}}'પણ દેવાનુ એક જ છે દેવી ! રત્ન માણિક્યથના શ્રેષ્ઠીએ રત્નોની આજ્ઞાને ઉઠાવવાની હોય છે !'
{{gap}}'બન્ને નહિ ?'
{{gap}}‘ ગમે તે એક લઈ લ્યો, દેવી !'
{{gap}}આમ્રપાલી સહેજ ધ્રૂજતી જણાઈ. તેના ચહેરા ઉપરથી એક આછી ફિક્કાશ આવીને સરી જતી દેખાઈ. તેણે એકદમ કહ્યું: ' આ નીલમણિ રાખું છું શ્રેષ્ઠીજી ! ' અને એણે કાંસ્યધટાનો ઘોષ કર્યો.
{{gap}}જવાબમાં તરત એક દાસી આવી પહોંચી.
{{gap}}'દસકોટિ હિરણ્ય લાવો. શ્રેષ્ઠીજીને આપવાના છે ! '
{{gap}}થોડીવાર પછી દસકેાટિ સુવર્ણને વહતા રથો સાથે અશ્વ ઉપર જઈ રહેલો વર્ષકાર મહામંત્રી અચાનક એક પુષ્કરિણીના કિનાર ઉપર કાંઈક ચિંતનમાં ઘોડો થંભાવતો અટકી પડ્યો. થોડીવાર પછી તે મોર્ટથી આનંદમાં બોલી ઊઠ્યો:' આ હા ! સમજાઈ ગયું! મહાલી ધનુર્ધરની આંખોને તે દિવસે ભયંકર નુકશાન થયેલું હોવું જોઈએ. આ અદ્ભુત સ્ત્રીએ પોતાના જાત સૌન્દર્યને જતું કરીને નીલમણિ
લીધો. . . તેનો એ જ અર્થ છે ! સમજાયું, સમજાયું, સમજાયું ! ' તે ઘેલાની પેઠે બોલી ઊઠ્યો.
{{gap}}પોતાને કોઈ સાંભળતું તો નથી નાં એ જોવા એણે એક દૃષ્ટિ પાછળ કરી. સુવર્ણ ભારને વહતા દાસો અને રથો આવી રહ્યા હતા.<noinclude></noinclude>
ij0kxop4iy2l3butpm9fsc6mcs4pcn0
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૫
104
74220
225811
225662
2026-11-11T16:26:18Z
Amvaishnav
156
/* Proofread */
225811
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૨૦. રાજા બિબિસારનું દિવાસ્વપ્ન.''' | }}

{{gap}}'''વર્ષકાર''' મહાઅમાત્ય ચંપાનગરીમાં પાછો આવી પહોંચ્યો. લિચ્છવી અને શ્રાવસ્તી બે બળવાન પાડોશી ગમે તેવખતે હાથ મિલાવી
લે એવી સ્થિતિ હતી. અત્યારે લિચ્છવીગણને તોડવાનો પ્રયત્ન કરવો એ મૂર્ખાઈની પરિસીમા હતી. લિચ્છવીઓ એક હતા અને જાગ્રત હતા. અને શ્રાવસ્તીનો પ્રસેનજીત ગમે તે પળે ગમે તે તરફ ઢળે.
{{gap}}પણ તે ચંપાનગરી આવ્યો ને થોડા દિવસ થયા ત્યાં એક બીજા સમાચાર એને મળ્યા.
{{gap}}શ્રાવસ્તીનો સેનાપતિ બંધુલમલ્લ પાંચસો યોદ્ધાઓ સાથે વૈશાલીમાં
આવ્યો હતો.
{{gap}}અને ખડી જાગ્રત ચોકીદારોની હાર વીધીને એણે અભિષેક પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો હતો.
{{gap}}માત્ર પસંદ કરેલા નવસા નવાણું –લિચ્છવીઓ જ્યાં સ્નાન કરી શકતા અને હજારમો કોઈ જ નહિ, એવો જ્યાં અવિચળ નિયમ હતો તે લિચ્છવીઓની મંગલ પુષ્કરિણીમાં બંધુલમલ્લ પોતે ઊતર્યો. પોતાની રાજરાણી જેવી પત્ની મલ્લિકાને સ્નાન કરાવ્યું. એની દોહદ ઈચ્છા પૂરી કરી. અને પછી વિજય ટંકારવ કરતો ચાલી નીકળ્યો.
{{gap}}એ સાંભળીને લિછ્છવીઓ રથીએ, યોદ્ધાઓ અને સવારો તેની<noinclude></noinclude>
sgm2whbexzxutfpy0lu3rc8nn06vwef
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૬
104
74221
225812
225663
2026-11-11T16:37:07Z
Amvaishnav
156
/* Proofread */
225812
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૯૨||આમ્રપાલી}}
'''</noinclude>પાછળ દોડ્યા. પણ બંદુલમલ્લ, બંધુલમલ્લ હતો. એની વિદ્યા, એની વિદ્યા હતી. તક્ષશિલાથી આવીને, પહેલવહેલી એણે પોતાની યુદ્ધકલા મલ્લ ગણસંઘને જ્યારે કુશિનારામાં બતાવી હતી, ત્યારે સો સો લીલા વાંસની ભારીને તલવારથી એક ઝપાટે એ ભાગમાં વહેંચી નાખવાનો પ્રયોગ એણે કરી બતાવ્યો હતો. કહેનારા કહેતા હતા કે એ વખતે બંધુલમલ્લે એંશી હસ્તમાપ પ્રમાણ કૂદકો લઈ ને એ પરાક્રમ કરી બતાવ્યું હતું ! એ ગમે તેમ હો, સાચું ખોટું જે હો તે હો, પણ છેલ્લી લીલીવાંસ લાકડીમાં જ્યારે એની સમશેર કોઈ ખણણ અવાજ સાથે ભટકાણી, ત્યારે એ ચોંકી ગયો. ‘ અરે ! આ તો બધા પોલા વાંસમાં લોહયષ્ટિઓ મૂકી લાગે છે !'
{{gap}}એની આંખમાં એ વખતે આંસુ આવી ગયાં ! તક્ષશિલાની વિદ્યાના પ્રતાપે અને એની સમશેરના અદ્ભુત લોહપાણીને લીધે, એ આ પ્રયત્નમાં પાર તો નીકળ્યો હતો, પણ એના જે સ્વજનોએ, એની વિદ્યાને વાંઝણી બનાવવાનો આ હીચકારો પ્રયત્ન કર્યો હતો, તે સ્વજનો તરફ એને એટલી ઘૃણા થઈ આવી કે તેણે મલ્લગણતંત્ર જ છોડી દીધુંં ! કુશિનારા તજી દીધું. રાજતંત્રમાં જઈ ને વસ્યો. શ્રાવસ્તીના પ્રસેનજીતનો એ સહપાઠી હતો. ત્યાં એ સેનાપતિ બન્યો.
{{gap}}આ બંધુલમલ્લે વૈશાલીની અભિષેક પુષ્કરિણીમાં ધરાર સ્નાન કર્યું, અને વિજયટંકારવ કરતો એ પાછો ફરી ગયો. એ સમાચાર જ્યારે વર્ષકારને મળ્યા ત્યારે તેને એક વાતની વધારે ખાત્રી થઈ ગઈ.
{{gap}}ધનુર્ધર મહાલી ચોક્કસ રીતે એવો અધ થઈ ગયેલો હોવો જોઈએ કે એ આ યુદ્ધમાં ભાગ લઈ શકે તેમ જ નહિ હોય ! આમ્રપાલીએ તે દિવસે લીધેલા નીલમણિની વાત એને યાદ આવી. લિચ્છવીગણનું નાક કાપીને બંદુલલમલ્લ ચાલ્યેા જાય એ વાત, મહાલી હોય તો બને જ નહિ.
{{gap}}એ ગમે તેમ હાય. પણ વર્ષકારને આ સમાચાર જોઈતા હતા. શ્રાવસ્તી અને વૈશાલી તોફાને ચડે એવા આ સમાચાર હતા. તે વધુ<noinclude></noinclude>
a8jij2u0l7swfdpb2u3ogjf6qpzciqs
225813
225812
2026-11-11T16:42:15Z
Amvaishnav
156
225813
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૯૨||આમ્રપાલી}}
'''</noinclude>પાછળ દોડ્યા. પણ બંધુલમલ્લ, બંધુલમલ્લ હતો. એની વિદ્યા, એની વિદ્યા હતી. તક્ષશિલાથી આવીને, પહેલવહેલી એણે પોતાની યુદ્ધકલા મલ્લ ગણસંઘને જ્યારે કુશિનારામાં બતાવી હતી, ત્યારે સો સો લીલા વાંસની ભારીને તલવારથી એક ઝપાટે એ ભાગમાં વહેંચી નાખવાનો પ્રયોગ એણે કરી બતાવ્યો હતો. કહેનારા કહેતા હતા કે એ વખતે બંધુલમલ્લે એંશી હસ્તમાપ પ્રમાણ કૂદકો લઈ ને એ પરાક્રમ કરી બતાવ્યું હતું ! એ ગમે તેમ હો, સાચું ખોટું જે હો તે હો, પણ છેલ્લી લીલીવાંસ લાકડીમાં જ્યારે એની સમશેર કોઈ ખણણ અવાજ સાથે ભટકાણી, ત્યારે એ ચોંકી ગયો. ‘ અરે ! આ તો બધા પોલા વાંસમાં લોહયષ્ટિઓ મૂકી લાગે છે !'

8mkwa3b220x9z8o7ha1hph0cac32oiq
225814
225813
2026-11-11T16:42:37Z

{{gap}}ધનુર્ધર મહાલી ચોક્કસ રીતે એવો અંધ થઈ ગયેલો હોવો જોઈએ કે એ આ યુદ્ધમાં ભાગ લઈ શકે તેમ જ નહિ હોય ! આમ્રપાલીએ તે દિવસે લીધેલા નીલમણિની વાત એને યાદ આવી. લિચ્છવીગણનું નાક કાપીને બંદુલલમલ્લ ચાલ્યેા જાય એ વાત, મહાલી હોય તો બને જ નહિ.
{{gap}}એ ગમે તેમ હાય. પણ વર્ષકારને આ સમાચાર જોઈતા હતા. શ્રાવસ્તી અને વૈશાલી તોફાને ચડે એવા આ સમાચાર હતા. તે વધુ<noinclude></noinclude>
3paufj5d621c0gsrtf4p38beikmwwjf
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૭
104
74222
225815
225664
2026-11-11T16:52:30Z
Amvaishnav
156
/* Proofread */
225815
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|રાજા બિબિસારનું દિવાસ્વપ્ન||૧૯૩}}
'''</noinclude>સમાચારની રાહ જોતો બેઠો.
{{gap}}પણ આ સમાચારે જેમ એ ચોંકી ગયો હતો તેમ મગધમાં બેઠેલો ગોપાલ પણ ચોંકી ગયો હતો !
{{gap}}તે સમજી ગયો કે લિચ્છવી ગણતંત્રમાં નબળી કડી દેખાતી હતી. અત્યારે રાજા બિંબિસાર જો શ્રમણ ગૌતમને પંથે ઢળી પડશે તો રાજ અજાતશત્રુનું થઈ જશે. અજાતશત્રુ આવતાં જ મગધ યુદ્ધનો પંથ લેશે, અને ગણતંત્રો ઊગ્યાં તેવાં નાશ પામશે !
{{gap}}એટલે મગધમાં બેઠેલા ગોપાલ અને સિંહનાયક બન્ને ચિંતામાં પડ્યા. રાજા બિંંબિસાર ભિખ્ખુ બનીને ક્યાંક શ્રમણ ગૌતમને પંથે ન પળે ! બન્નેને માટે એ સમાન રસનો વિષય બની ગયો.
{{gap}}પણ ગોપાલને રાજા બિંબિસારની અનેક વાતો સમજાતી ન હતી. એ ઉદારમાં ઉદાર હતો, સાદામાં સાદો હતો. ધર્મ પ્રત્યેની એની જિજ્ઞાસા મહાન ભિખ્ખુને છાજે તેવી હતી. તો રાજ વધારવાની એની અભિલાષાને પણ કોઈ હદ ન હતી ! યુદ્ધને એ જ્યાં હોય ત્યાંથી આમંત્રી લાવતો. તો ભિખ્ખુનાં ટોળાંને પણ નિમંત્રી લાવતો ! ન્યાય, નિયમન અને ધર્મબંધન એનાં પોતાનાં જ હતાં, તે ગમે
તે પળે, ગમે ત્યાં માનવ સુલભનિર્બળતાથી દોરાઈ જઈ ને સૌન્દર્યની ભીખ મેળવી લેવી, એ પણ એની પોતાની જ વિશિષ્ટતા હતી !
{{gap}}એ સંતોષી હતો, તો અતૃપ્ત આત્મા પણ એ જ હતો. એ સુખીમાં સુખી જીવડો હતો, તો આખી દુનિયાનાં ચિંતા અને દુઃખ એને આંગણે જ ધામા નાખીને પડ્યાં હતાં! એને પાંચસો રાણીઓ હતી. એમાંથી કેટલીકમાં ભારતવિખ્યાત રૂપ હતું. કેટલીકમાં વિશ્વવિખ્યાત રૂપ હતું. અને છતાં રાજા બિંબિસારના મનમાં બેઠેલું રૂપ ક્યાંય ન હતું !
{{gap}}રાજા હજી રૂપને શોધી રહ્યો હતા. અને રૂપ હજી રાજા માટે કોણ જાણે ક્યાં અરૂપ બનીને બેઠું હતું !<noinclude></noinclude>
30fhuwtoqcxhsrcrs1cbs8xb1rotuh6
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૮
104
74223
225816
225665
2026-11-11T17:01:18Z
Amvaishnav
156
/* Proofread */
225816
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૯૪||આમ્રપાલી}}
'''</noinclude>{{gap}}જ્યારે વૈશાલી નગરીમાં આમ્રપાલી જનપદકયાણી બન્યાની વાત પ્રગટ થઈ, ત્યારે રાજા બિંબિસાર પળ બે પળ નિમિલિત નયને કાંઈક સંભારી રહ્યો.
{{gap}}રાજાને એક વાત કોઈ દિવસ સમજાઈ ન હતી. દરેક સ્ત્રી જુદું જુદું રૂપ ક્યાંથી લાવે છે ? જેમ દરેક પ્રભાતની વાદળી, આજે જે હોય તે કાલે હોતી નથી, તેમ કોણ જાણે કયા રૂપસાગરમાં આ સ્ત્રીઓ નાહીને આવી છે, પણ એ જે આજે હોય છે તે કાલે હોતી નથી !
{{gap}}રાજા બિંંબિસાર પોતાના ખંડમાં એકલો બેઠો હતો. નીચેના ખંડમાં વાદિત્રકારો મઘુર છટાથી સુરાવલી છેડી રહ્યા હતા. દૂર દૂરના રાજાના વેણુવનમાંથી ગજબતી મીઠાશભરી બંસીના મોહક સ્વર આવી રહ્યા હતા. ચારે તરફની તદ્દન સ્વચ્છ સાદી બેઠકોમાં હવે વૈભવશાળી રાજાને બદલે ધીમે ધીમે કોઈ ભિખ્ખુની ઝાંખી થઈ રહી હતી.
{{gap}}આમ દ્વિધાવૃત્તિને હીલેાળે ચડેલો રાજા બિંબિસાર પોતાના મનની
મુસાફરીમાં ચાલતો ચાલતો છેક ઉજ્જૈની નગરીમાં પહોંચી ગયો હતો. પોતે એક શ્રેષ્ઠી હતો. ઉજ્જૈન નગરીમાં હીરામાણેક લેવા આવ્યો હતો. પણ એને એક ખબર હતી. રત્નપણ્યવીથિકામાં જ ક્યાંક એક અદ્ભુત જનપદકલ્યાણી રહેતી હતી. તેનું નામ પદ્માવતી. એના રૂપની તોલે આવે એવું કોઈ રૂપ વિશ્વકર્માએ સરજ્યું ન હતું !
{{gap}}અને રાજા બિંબિસાર ત્યાં એ રૂપસાગરમાં દિવસો સુધી ખોવાઈ ગયો હતો !
{{gap}}રાજગૃહમાં ખબર પડી કે રાજા તો ઉજ્જૈન નગરીમાં છે ત્યારે ઉજ્જૈનના ચડપ્રદ્યોતની જ્વાલામાંથી એને બચાવવા માટે ગોપાલ દોડ્યો હતો !
{{gap}}રાજા બિંબિસાર અત્યારે એવા જ એક બીજા દિવાસ્વપ્નમાં પડી ગયો હતો.
{{gap}}તે વૈશાલી નગરીમાં ચાલી રહ્યો હતો. . . તેણે સપ્તભૂમિપ્રાસાદ<noinclude></noinclude>
feed7b5530l89n2aowk6qe34lc7qvkt