વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.48.0-wmf.4
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૦
104
74043
225828
225442
2026-11-12T18:12:56Z
Meghdhanu
3380
/* Validated */
225828
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૪૬||આમ્રપાલી}}
'''</noinclude>શ્રમણ ગૌતમની પણ નહિ.’
{{gap}}‘હા, પછી?’
{{gap}}‘પછી શું મહારાજ ! જેણે કપિલવસ્તુનું રાજ છોડ્યું હતું, જેણે સંસારની અસારતા અનુભવી લીધી હતી, જેની વાણીમાં ત્યાગ વિરક્તિનો દીપ પ્રકાશ આવી ગયો હતો, એ ડગે એવી વાત કોઈ માને ખરું? એવી ખોટી આશા કોઈ રાખે ખરું? પણ સ્વાર્થી અંધ હોય છે. માંગદીય બ્રાહ્મણે તો ખરેખર પ્રયત્ન કર્યો. એને એમ પણ હશે કે આ બ્રાહ્મણદ્વેષીને પોતે પરાજય આપ્યાનો યશ મેળવશે. પણ એને નિષ્ફળતા મળી. એ મળવાની જ હતી. પછી એ *<ref>*માંગદીય સૂત્ત Life of Buddha Edward J. Thomas. વધારે લંબાણથી The Harward Oriental Series Vol 28th માં છે.</ref>રૂપસુંદરી ઉદયન રાજાની રાણી બની! ખરી વાત જાણવા જેવી હવે આવે છે.
{{gap}}‘રાણી બની પણ એ પોતાનો પરાજય ભૂલી ન શકી. એને લાગ્યું કે એના જગમોહિની રૂપને જેણે એક શંખલાનું માન્યું તે પુરુષ એનો મોટામાં મોટો દુશ્મન. એટલે શ્રમણ ગૌતમના નામે એના અંગમાં ક્રોધ ક્રોધ વ્યાપી જતો. એનું નામ એના રાજમહાલયમાં લેવાય નહિ. એની સમક્ષ એની વાત થાય નહિ. જો કોઈ દાસદાસી ભૂલમાં પણ શ્રમણ ગૌતમનું નામ લે તો એનું આવી જ બને!
{{gap}}‘આવી આ ડંખીલી રાણી શ્રમણ ગૌતમના નામને કૌસાંબી નગરીમાંથી વાળીચોળીને કાઢવા માટે ખડે પગે રાત દિવસ તૈયાર રહેતી.
{{gap}}‘પણ મહારાજ! લોકો અવળચંડીલા હોય છે. જે તમે સત્તાના જોરે કરવાનું ન ઇચ્છો, તે તો એ જાણી જાણીને કરવાના.
{{gap}}‘એટલે રાણી તો જોતી રહી, અને કૌસાંબી નગરીમાં શ્રમણ ગૌતમનું નામ ઘેર ઘેર વ્યાપી ગયું. હવામાં એ ફેલાઈ ગયું. અને નામે ધનના ભંડાર ઠલવાવા લાગ્યા. એના ભિખ્ખુ ઘેર ઘેર સન્માન પામવા લાગ્યા. આ જોઈને રાણીનો ક્રોધ હાથ ન રહે, પણ થાય શું?’
{{nop}}<noinclude>

{{reflist}}</noinclude>
hx4uvo6ed7iomvgardqc5g6bs64mnp8
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૧
104
74044
225829
225444
2026-11-12T18:16:20Z
Meghdhanu
3380
225829
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|શોભિતે શું કહ્યું?||૪૭}}
'''</noinclude>{{gap}}અજાતશત્રુ વિચારમાં પડી ગયો લાગ્યો. એ વિચાર કરી રહ્યો હતો કે રાજગૃહમાં પણ એક દિવસ એ જ સ્થિતિ આવવાની છે. પોતે પોતા વિષે જરાક વિચાર કરતો લાગ્યો. એને પણ શ્રમણ ગૌતમ રાજગૃહમાં હોય એ ખૂંચતું હતું.
{{gap}}વર્ષકાર મહાઅમાત્યને શોભિતની વાતમાં ખરેખરો રસ પડ્યો. પોતે જે રાજનીતિનો મર્મ અજાતશત્રુને આપવા માગતો હતો તેનો જ જાણે કે આ પૂર્વ ભાગ આવી રહ્યો હતો. એને એ મદદગાર થઈ પડશે તેમ લાગ્યું. એણે પોતે ગૌતમની લોકપ્રિયતા રાજગૃહમાં વધતી જોઈ ને મનમાં એક નિશ્ચય કર્યો હતો કે શ્રમણ ગૌતમ સામે એક હરફ ન બોલવો. એમ તો એને હળતા મળતા રહેવું. પણ એનો પગદંડો મગધમાંથી ગમે તે રીતે ઉખેડી નાખવો, નહિતર એ આખા મગધદેશને મૂંડી નાખશે.
{{gap}}એટલે શોભિતની વાત પ્રત્યે મહાઅમાત્ય વધુ ધ્યાન આપી રહ્યો. પોતાના બધા સત્રીઓમાં શોભિત પ્રત્યે એને વધારે વિશ્વાસ હતો. આજે એ વિશ્વાસ સાર્થક લાગ્યો.
{{gap}}શોભિત આગળ વધ્યો. ‘હવે રાજા ઉદયનની એક બીજી રાણી છે. એનું નામ શ્યામિકા. એ શ્રમણ ગૌતમની ઉપાસિકા છે. એના નામે એ જીવન પણ અર્પી દે. એવી એની અવિચળ ગૌતમભક્તિ છે. રાણી માંગદીયાને આ ખબર પડી. પછી એણે શું કર્યું જાણો છો મહારાજ?’
{{gap}}‘શું?’ અજાતશત્રુએ ઉતાવળે જ કહ્યું: ‘શું કર્યું?’ એને પોતાને હલ્લવિહલ્લની માતા યાદ આવી ગઈ.
{{gap}}‘સ્ત્રીની ઈર્ષ્યા જે કરી શકે તે. એણે રાણી શ્યાયિકાનો આખો રાજમહાલય સળગાવી દીધો!’
{{gap}}‘હેં? સળગાવી દીધો? ખરેખર? શું કહે છે શોભિત? સાચું છે? આખો રાજમહાલય સળગાવી દીધો? ત્યારે તો રાજા પણ?’
{{nop}}<noinclude></noinclude>
tjk3tjuo6dd3x9wny1r2rchz7foo0jf
225830
225829
2026-11-12T18:16:32Z
Meghdhanu
3380
225830
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|શોભિતે શું કહ્યું?||૪૭}}
'''</noinclude>{{gap}}અજાતશત્રુ વિચારમાં પડી ગયો લાગ્યો. એ વિચાર કરી રહ્યો હતો કે રાજગૃહમાં પણ એક દિવસ એ જ સ્થિતિ આવવાની છે. પોતે પોતા વિષે જરાક વિચાર કરતો લાગ્યો. એને પણ શ્રમણ ગૌતમ રાજગૃહમાં હોય એ ખૂંચતું હતું.
{{gap}}વર્ષકાર મહાઅમાત્યને શોભિતની વાતમાં ખરેખરો રસ પડ્યો. પોતે જે રાજનીતિનો મર્મ અજાતશત્રુને આપવા માગતો હતો તેનો જ જાણે કે આ પૂર્વ ભાગ આવી રહ્યો હતો. એને એ મદદગાર થઈ પડશે તેમ લાગ્યું. એણે પોતે ગૌતમની લોકપ્રિયતા રાજગૃહમાં વધતી જોઈ ને મનમાં એક નિશ્ચય કર્યો હતો કે શ્રમણ ગૌતમ સામે એક હરફ ન બોલવો. એમ તો એને હળતા મળતા રહેવું. પણ એનો પગદંડો મગધમાંથી ગમે તે રીતે ઉખેડી નાખવો, નહિતર એ આખા મગધદેશને મૂંડી નાખશે.
{{gap}}એટલે શોભિતની વાત પ્રત્યે મહાઅમાત્ય વધુ ધ્યાન આપી રહ્યો. પોતાના બધા સત્રીઓમાં શોભિત પ્રત્યે એને વધારે વિશ્વાસ હતો. આજે એ વિશ્વાસ સાર્થક લાગ્યો.
{{gap}}શોભિત આગળ વધ્યો. ‘હવે રાજા ઉદયનની એક બીજી રાણી છે. એનું નામ શ્યામિકા. એ શ્રમણ ગૌતમની ઉપાસિકા છે. એના નામે એ જીવન પણ અર્પી દે. એવી એની અવિચળ ગૌતમભક્તિ છે. રાણી માંગદીયાને આ ખબર પડી. પછી એણે શું કર્યું જાણો છો મહારાજ?’
{{gap}}‘શું?’ અજાતશત્રુએ ઉતાવળે જ કહ્યું: ‘શું કર્યું?’ એને પોતાને હલ્લવિહલ્લની માતા યાદ આવી ગઈ.
{{gap}}‘સ્ત્રીની ઈર્ષ્યા જે કરી શકે તે. એણે રાણી શ્યાયિકાનો આખો રાજમહાલય સળગાવી દીધો!’
{{gap}}‘હેં? સળગાવી દીધો? ખરેખર? શું કહે છે શોભિત? સાચું છે? આખો રાજમહાલય સળગાવી દીધો? ત્યારે તો રાજા પણ?’<noinclude></noinclude>
fsjcuss1hl5kojg3v5j5807wajmzr8f
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૨
104
74045
225831
225460
2026-11-12T18:18:53Z
Meghdhanu
3380
/* Validated */
225831
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૪૮||આમ્રપાલી}}
'''</noinclude>મહાઅમાત્ય વર્ષકાર આ વાત આવતાં ખરેખર ચોંકી ઊઠ્યો. એને એક પળભર લાગ્યું કે આવી જ વાત રાજગૃહમાં પણ એક દિવસ થઈ જવાની છે. એના મનમાં ઘડીભર એ ભય વ્યાપી ગયો. આંતરઘર્ષણની ભયંકરતાથી એ ધ્રૂજી ઊઠ્યો.
{{gap}}‘ધરાર સળગાવી દીધો મહાઅમાત્યજી!’ શોભિત બોલ્યો : ‘રાજા ઉદયન ઊંઘતો રહ્યો. નગરી કૌશાંબી ઊંઘતી રહી. અને આખો મહાલય ખાખ થઈ ગયો. કાંઈ જ ન બચ્યું. રાણી શ્યામિકાની તો રાખ થઈ ગઈ, પણ તેની સાથેનાં પાંચસો દાસ દાસીઓ પણ ખાખ બની ગયાં!’
{{gap}}‘અરર! ભયંકર, ભયંકર, આ તો અતિ ભયંકર! ત્યારે તો રાજા ઉદયન... પણ..’ વર્ષકારે ઉતાવળે પૂછ્યું.
{{gap}}‘એને કાંઈ નથી થયું દેવ! એ બીજા મહાલયમાં હતો.’
{{gap}}‘એટલે બચી ગયો, બરાબર.’ વર્ષકારે ઉતાવળે એ વાત ટૂંકાવી દીધી. ‘પણ ત્યારે કૌશાંબીમાં તો હાહાકાર થઈ ગયો હશે! રાજાએ શું કર્યુંં પછી?’
{{gap}}‘શું કરે? રોઈને બેસી રહ્યો. જો કાંઈ ઉત્પાત કરે તો આખી નગરીને વાતની જાણ થઈ જાય, જે રાજકુટુંબ જ આવું છે, તે ન જોઈએ એવી હવા એક પળમાં ફેલાઈ જાય અને એ તો વધુ ભયંકર! વિદેહરાજ કરાલ જનકને લોકોએ મારી નાખ્યો, અને ગણતંત્ર રચી કાઢ્યું, અને એ ગણતંત્રને પાછું વૈશાલી જેવા મહા સમર્થ ગણરાજ્યે પોતાની પાંખમાં લઈ લીધું, ત્યાર પછી રાજતંત્રો બધાં વિચારીને પગલું ભરતા થઈ ગયાં છે. એટલે ખુદ કૌસાંબીમાં તો આ વાત હજી પણ અકસ્માતમાં જ ખપે છે. પણ મેં રજેરજ હકીકત મેળવી છે. વાત મેં કહી તેમ જ બની છે. આમાંથી આપણે તો, કૌસાંબીમાં પણ આંતરિક ઘર્ષણ શરૂ થયું છે એટલું જ મહત્ત્વનું છે! ઉદયન રાજા જે અંગદેશને પોતાને ત્યાં રાખવાનું સ્વપ્ન સેવે છે તેને<noinclude></noinclude>
spj4oiq75cyv9s5ve87jjsqx27liaod
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૩
104
74046
225832
225461
2026-11-12T18:21:44Z
Meghdhanu
3380
225832
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|શોભિતે શું કહ્યું?||૪૯}}
'''</noinclude>ત્યાં પણ આંતરઘર્ષણ છે !’
{{gap}}‘ઉદયન રાજા ક્યાં છે?’
{{gap}}‘હમણાં તો એ અવંતી ગયેલ છે!’
{{gap}}‘કેમ?’
{{gap}}‘એની સલાહ લેવા હોય કે પછી વૈશાલી ગણતંત્રમાં *<ref>*નગરશોભિની નારી. દરેક નગરમાં એ વખતે એક સર્વોત્તમ સુંદર સ્ત્રીને જનપદકલ્યાણી એવું બહુમાન આપવામાં આવતું. રાજા, ઉપરાન્ત, સારથિ, નગરશ્રેષ્ઠી, દ્રોણપાલક, દ્વારપાલ ને નગશોભિની એ સાતની, નગરની ગૌરવશોભામાં ગણના થતી. શિશુનાગ વંશનો પહેલો રાજા શિશુનાગ એ નગશોભિનીનો પુત્ર હતો. બિંબિસારનો અભયકુમાર, અને ભિષગ્વર જીવક કૌમારભૃત્ય એ પણ નગરશોભિનીના પુત્રો હતા.</ref> જનપદકલ્યાણીની કોઈ વાત આવી રહી છે ત્યારે ત્યાં આંતરઘર્ષણ થવાનો સંભવ છે એમ લાગે છે.’
{{gap}}‘એમ થાય તો આ બન્ને એ પ્રસંગનો લાભ લઈ લેવા માટે ખડે પગે તૈયાર થવા માગતા હોય. મગધે પણ જાગ્રત રહેવું પડશે, મહારાજ!’
{{gap}}વર્ષકારને તો વૈશાલીમાં ચાલી રહેલી હિલચાલની જાણ હતી.
{{gap}}તે વખતે વૈશાલીમાં બે પક્ષ ઊભા થવાના ભણકારા પણ વાગી રહ્યા હતા. પોતે એટલા માટે વૈશાલી જવાની યોજના ઘડી જ રહ્યો હતો.
{{gap}}પણ અચાનક શોભિતના શબ્દોએ એને કાંઈક સંભારી આપ્યું લાગ્યું. તે તરત ઊભો થઈ ગયો.
{{gap}}‘સુનીધ! તું ચાલ તો, આપણે પેલી વાત યુવરાજકુમારને કરવાની રહી જાય છે. તે કરવાનો આ વખત છે. કટાહકને પછી વિદાય આપશે! તું થોભજે શોભિત!’
{{gap}}સુનીધ સેનાપતિ, વર્ષકાર ને યુવરાજકુમાર અંદરના ખંડમાં ગયા.
{{gap}}તક્ષકદેવ ને શોભિત ઉદયન વિષેની વધુ વાતમાં પડ્યા.
{{nop}}<noinclude>

{{reflist}}</noinclude>
p43cki294pzlxys2demhsvmu78d9u6s
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૪
104
74219
225820
225810
2026-11-12T15:14:24Z
Snehrashmi
2103
/* Validated */
225820
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૧૯૦||આમ્રપાલી}}
'''</noinclude>અદ્ભુત મોહિની હતી. અવર્ણનીય લાવણ્યતા પ્રગટી હતી. પોતે પોતાના પ્રેમમાં પડી જાય એવી કોઈ અકલ્પ્ય પ્રતિમા એની સામે હસી રહી હતી ! ક્ષીરસ્ફટિક ક્ષીરસ્ફટિક હતો ! પળે પળે એની રંગછટા બદલતી હતી !
{{gap}}પણ ક્ષીરસ્ફટિક ને નીલમણિ બન્ને આપવાની શ્રેષ્ઠી ના પાડતો હતો.
{{gap}}‘શ્રેષ્ઠીજી ! મૂલ્યાંકન મૂકો. અને બન્ને રત્નો વૈશાલી લઈ લેશે !’
{{gap}}‘પણ દેવાનું એક જ છે દેવી ! રત્ન માણિક્યના શ્રેષ્ઠીએ રત્નોની આજ્ઞાને ઉઠાવવાની હોય છે !’
{{gap}}‘બન્ને નહિ ?’
{{gap}}‘ગમે તે એક લઈ લ્યો, દેવી !’
{{gap}}આમ્રપાલી સહેજ ધ્રૂજતી જણાઈ. તેના ચહેરા ઉપરથી એક આછી ફિક્કાશ આવીને સરી જતી દેખાઈ. તેણે એકદમ કહ્યું: ‘આ નીલમણિ રાખું છું શ્રેષ્ઠીજી !’ અને એણે કાંસ્યઘંટાનો ઘોષ કર્યો.
{{gap}}જવાબમાં તરત એક દાસી આવી પહોંચી.
{{gap}}‘દસકોટિ હિરણ્ય લાવો. શ્રેષ્ઠીજીને આપવાના છે !’
{{gap}}થોડીવાર પછી દસકોટિ સુવર્ણને વહતા રથો સાથે અશ્વ ઉપર જઈ રહેલો વર્ષકાર મહામંત્રી અચાનક એક પુષ્કરિણીના કિનાર ઉપર કાંઈક ચિંતનમાં ઘોડો થંભાવતો અટકી પડ્યો. થોડીવાર પછી તે મોટેથી આનંદમાં બોલી ઊઠ્યો: ‘આ હા ! સમજાઈ ગયું! મહાલી ધનુર્ધરની આંખોને તે દિવસે ભયંકર નુકશાન થયેલું હોવું જોઈએ. આ અદ્ભુત સ્ત્રીએ પોતાના જાત સૌન્દર્યને જતું કરીને નીલમણિ લીધો... તેનો એ જ અર્થ છે ! સમજાયું, સમજાયું, સમજાયું !’ તે ઘેલાની પેઠે બોલી ઊઠ્યો.
{{gap}}પોતાને કોઈ સાંભળતું તો નથી નાં એ જોવા એણે એક દૃષ્ટિ પાછળ કરી. સુવર્ણભારને વહતા દાસો અને રથો આવી રહ્યા હતા.<noinclude></noinclude>
4m817d3wg2nmz5vgxb6840tik91qpf3
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૫
104
74220
225823
225811
2026-11-12T16:26:56Z
Amvaishnav
156
225823
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૨૦. રાજા બિંબિસારનું દિવાસ્વપ્ન.''' | }}

{{gap}}'''વર્ષકાર''' મહાઅમાત્ય ચંપાનગરીમાં પાછો આવી પહોંચ્યો. લિચ્છવી અને શ્રાવસ્તી બે બળવાન પાડોશી ગમે તેવખતે હાથ મિલાવી
લે એવી સ્થિતિ હતી. અત્યારે લિચ્છવીગણને તોડવાનો પ્રયત્ન કરવો એ મૂર્ખાઈની પરિસીમા હતી. લિચ્છવીઓ એક હતા અને જાગ્રત હતા. અને શ્રાવસ્તીનો પ્રસેનજીત ગમે તે પળે ગમે તે તરફ ઢળે.
{{gap}}પણ તે ચંપાનગરી આવ્યો ને થોડા દિવસ થયા ત્યાં એક બીજા સમાચાર એને મળ્યા.
{{gap}}શ્રાવસ્તીનો સેનાપતિ બંધુલમલ્લ પાંચસો યોદ્ધાઓ સાથે વૈશાલીમાં
આવ્યો હતો.
{{gap}}અને ખડી જાગ્રત ચોકીદારોની હાર વીધીને એણે અભિષેક પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો હતો.
{{gap}}માત્ર પસંદ કરેલા નવસા નવાણું –લિચ્છવીઓ જ્યાં સ્નાન કરી શકતા અને હજારમો કોઈ જ નહિ, એવો જ્યાં અવિચળ નિયમ હતો તે લિચ્છવીઓની મંગલ પુષ્કરિણીમાં બંધુલમલ્લ પોતે ઊતર્યો. પોતાની રાજરાણી જેવી પત્ની મલ્લિકાને સ્નાન કરાવ્યું. એની દોહદ ઈચ્છા પૂરી કરી. અને પછી વિજય ટંકારવ કરતો ચાલી નીકળ્યો.
{{gap}}એ સાંભળીને લિછ્છવીઓ રથીએ, યોદ્ધાઓ અને સવારો તેની<noinclude></noinclude>
n1komzv3cbg78wfj7vcxx2h64kz0dk4
225833
225823
2026-11-13T03:27:49Z
Snehrashmi
2103
/* Validated */
225833
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |'''૨૦. રાજા બિંબિસારનું દિવાસ્વપ્ન.''' | }}

{{gap}}'''વર્ષકાર''' મહાઅમાત્ય ચંપાનગરીમાં પાછો આવી પહોંચ્યો. લિચ્છવી અને શ્રાવસ્તી બે બળવાન પાડોશી ગમે તે વખતે હાથ મિલાવી લે એવી સ્થિતિ હતી. અત્યારે લિચ્છવીગણને તોડવાનો પ્રયત્ન કરવો એ મૂર્ખાઈની પરિસીમા હતી. લિચ્છવીઓ એક હતા અને જાગ્રત હતા. અને શ્રાવસ્તીનો પ્રસેનજીત ગમે તે પળે ગમે તે તરફ ઢળે.
{{gap}}પણ તે ચંપાનગરી આવ્યો ને થોડા દિવસ થયા ત્યાં એક બીજા સમાચાર એને મળ્યા.
{{gap}}શ્રાવસ્તીનો સેનાપતિ બંધુલમલ્લ પાંચસો યોદ્ધાઓ સાથે વૈશાલીમાં આવ્યો હતો.
{{gap}}અને ખડી જાગ્રત ચોકીદારોની હાર વીધીને એણે અભિષેક પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો હતો.
{{gap}}માત્ર પસંદ કરેલા નવસો નવાણું–લિચ્છવીઓ જ્યાં સ્નાન કરી શકતા અને હજારમો કોઈ જ નહિ, એવો જ્યાં અવિચળ નિયમ હતો તે લિચ્છવીઓની મંગલ પુષ્કરિણીમાં બંધુલમલ્લ પોતે ઊતર્યો. પોતાની રાજરાણી જેવી પત્ની મલ્લિકાને સ્નાન કરાવ્યું. એની દોહદ ઈચ્છા પૂરી કરી. અને પછી વિજય ટંકારવ કરતો ચાલી નીકળ્યો.
{{gap}}એ સાંભળીને લિચ્છવીઓ રથીઓ, યોદ્ધાઓ અને સવારો તેની<noinclude></noinclude>
98bq09fpv3t23bncgfhsc6fyeab0luo
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૬
104
74221
225834
225814
2026-11-13T03:38:18Z
Snehrashmi
2103
/* Validated */
225834
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૧૯૨||આમ્રપાલી}}
'''</noinclude>પાછળ દોડ્યા. પણ બંધુલમલ્લ, બંધુલમલ્લ હતો. એની વિદ્યા, એની વિદ્યા હતી. તક્ષશિલાથી આવીને, પહેલવહેલી એણે પોતાની યુદ્ધકલા મલ્લ ગણસંઘને જ્યારે કુશિનારામાં બતાવી હતી, ત્યારે સો સો લીલા વાંસની ભારીને તલવારથી એક ઝપાટે એ ભાગમાં વહેંચી નાખવાનો પ્રયોગ એણે કરી બતાવ્યો હતો. કહેનારા કહેતા હતા કે એ વખતે બંધુલમલ્લે એંશી હસ્તમાપ પ્રમાણ કૂદકો લઈ ને એ પરાક્રમ કરી બતાવ્યું હતું ! એ ગમે તેમ હો, સાચું ખોટું જે હો તે હો, પણ છેલ્લી લીલીવાંસ લાકડીમાં જ્યારે એની સમશેર કોઈ ખણણ અવાજ સાથે ભટકાણી, ત્યારે એ ચોંકી ગયો. ‘અરે ! આ તો બધા પોલા વાંસમાં લોહયષ્ટિઓ મૂકી લાગે છે !’
{{gap}}એની આંખમાં એ વખતે આંસુ આવી ગયાં ! તક્ષશિલાની વિદ્યાના પ્રતાપે અને એની સમશેરના અદ્ભુત લોહપાણીને લીધે, એ આ પ્રયત્નમાં પાર તો નીકળ્યો હતો, પણ એના જે સ્વજનોએ, એની વિદ્યાને વાંઝણી બનાવવાનો આ હીચકારો પ્રયત્ન કર્યો હતો, તે સ્વજનો તરફ એને એટલી ઘૃણા થઈ આવી કે તેણે મલ્લગણતંત્ર જ છોડી દીધુંં ! કુશિનારા તજી દીધું. રાજતંત્રમાં જઈ ને વસ્યો. શ્રાવસ્તીના પ્રસેનજીતનો એ સહપાઠી હતો. ત્યાં એ સેનાપતિ બન્યો.
{{gap}}આ બંધુલમલ્લે વૈશાલીની અભિષેક પુષ્કરિણીમાં ધરાર સ્નાન કર્યું, અને વિજયટંકારવ કરતો એ પાછો ફરી ગયો. એ સમાચાર જ્યારે વર્ષકારને મળ્યા ત્યારે તેને એક વાતની વધારે ખાત્રી થઈ ગઈ. ધનુર્ધર મહાલી ચોક્કસ રીતે એવો અંધ થઈ ગયેલો હોવો જોઈએ કે એ આ યુદ્ધમાં ભાગ લઈ શકે તેમ જ નહિ હોય ! આમ્રપાલીએ તે દિવસે લીધેલા નીલમણિની વાત એને યાદ આવી. લિચ્છવીગણનું નાક કાપીને બંદુલલમલ્લ ચાલ્યો જાય એ વાત, મહાલી હોય તો બને જ નહિ.
{{gap}}એ ગમે તેમ હોય. પણ વર્ષકારને આ સમાચાર જોઈતા હતા. શ્રાવસ્તી અને વૈશાલી તોફાને ચડે એવા આ સમાચાર હતા. તે વધુ<noinclude></noinclude>
hdpveyudbf264c8vyzecdvnygb358vn
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૭
104
74222
225822
225815
2026-11-12T16:26:24Z
Amvaishnav
156
225822
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|રાજા બિંબિસારનું દિવાસ્વપ્ન||૧૯૩}}
'''</noinclude>સમાચારની રાહ જોતો બેઠો.
{{gap}}પણ આ સમાચારે જેમ એ ચોંકી ગયો હતો તેમ મગધમાં બેઠેલો ગોપાલ પણ ચોંકી ગયો હતો !
{{gap}}તે સમજી ગયો કે લિચ્છવી ગણતંત્રમાં નબળી કડી દેખાતી હતી. અત્યારે રાજા બિંબિસાર જો શ્રમણ ગૌતમને પંથે ઢળી પડશે તો રાજ અજાતશત્રુનું થઈ જશે. અજાતશત્રુ આવતાં જ મગધ યુદ્ધનો પંથ લેશે, અને ગણતંત્રો ઊગ્યાં તેવાં નાશ પામશે !
{{gap}}એટલે મગધમાં બેઠેલા ગોપાલ અને સિંહનાયક બન્ને ચિંતામાં પડ્યા. રાજા બિંંબિસાર ભિખ્ખુ બનીને ક્યાંક શ્રમણ ગૌતમને પંથે ન પળે ! બન્નેને માટે એ સમાન રસનો વિષય બની ગયો.
{{gap}}પણ ગોપાલને રાજા બિંબિસારની અનેક વાતો સમજાતી ન હતી. એ ઉદારમાં ઉદાર હતો, સાદામાં સાદો હતો. ધર્મ પ્રત્યેની એની જિજ્ઞાસા મહાન ભિખ્ખુને છાજે તેવી હતી. તો રાજ વધારવાની એની અભિલાષાને પણ કોઈ હદ ન હતી ! યુદ્ધને એ જ્યાં હોય ત્યાંથી આમંત્રી લાવતો. તો ભિખ્ખુનાં ટોળાંને પણ નિમંત્રી લાવતો ! ન્યાય, નિયમન અને ધર્મબંધન એનાં પોતાનાં જ હતાં, તે ગમે
તે પળે, ગમે ત્યાં માનવ સુલભનિર્બળતાથી દોરાઈ જઈ ને સૌન્દર્યની ભીખ મેળવી લેવી, એ પણ એની પોતાની જ વિશિષ્ટતા હતી !
{{gap}}એ સંતોષી હતો, તો અતૃપ્ત આત્મા પણ એ જ હતો. એ સુખીમાં સુખી જીવડો હતો, તો આખી દુનિયાનાં ચિંતા અને દુઃખ એને આંગણે જ ધામા નાખીને પડ્યાં હતાં! એને પાંચસો રાણીઓ હતી. એમાંથી કેટલીકમાં ભારતવિખ્યાત રૂપ હતું. કેટલીકમાં વિશ્વવિખ્યાત રૂપ હતું. અને છતાં રાજા બિંબિસારના મનમાં બેઠેલું રૂપ ક્યાંય ન હતું !
{{gap}}રાજા હજી રૂપને શોધી રહ્યો હતા. અને રૂપ હજી રાજા માટે કોણ જાણે ક્યાં અરૂપ બનીને બેઠું હતું !<noinclude></noinclude>
pk9du4tmaw1yeti9ay3ygh8josvcxxm
225835
225822
2026-11-13T03:51:39Z
Snehrashmi
2103
/* Validated */
225835
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|રાજા બિંબિસારનું દિવાસ્વપ્ન||૧૯૩}}
'''</noinclude>સમાચારની રાહ જોતો બેઠો.
{{gap}}પણ આ સમાચારે જેમ એ ચોંકી ગયો હતો તેમ મગધમાં બેઠેલો ગોપાલ પણ ચોંકી ગયો હતો !
{{gap}}તે સમજી ગયો કે લિચ્છવી ગણતંત્રમાં નબળી કડી દેખાતી હતી. અત્યારે રાજા બિંબિસાર જો શ્રમણ ગૌતમને પંથે ઢળી પડશે તો રાજ અજાતશત્રુનું થઈ જશે. અજાતશત્રુ આવતાં જ મગધ યુદ્ધનો પંથ લેશે, અને ગણતંત્રો ઊગ્યાં તેવાં નાશ પામશે !
{{gap}}એટલે મગધમાં બેઠેલા ગોપાલ અને સિંહનાયક બન્ને ચિંતામાં પડ્યા. રાજા બિંંબિસાર ભિખ્ખુ બનીને ક્યાંક શ્રમણ ગૌતમને પંથે ન પળે ! બન્નેને માટે એ સમાન રસનો વિષય બની ગયો.
{{gap}}પણ ગોપાલને રાજા બિંબિસારની અનેક વાતો સમજાતી ન હતી. એ ઉદારમાં ઉદાર હતો, સાદામાં સાદો હતો. ધર્મ પ્રત્યેની એની જિજ્ઞાસા મહાન ભિખ્ખુને છાજે તેવી હતી. તો રાજ વધારવાની એની અભિલાષાને પણ કોઈ હદ ન હતી ! યુદ્ધને એ જ્યાં હોય ત્યાંથી આમંત્રી લાવતો. તો ભિખ્ખુનાં ટોળાંને પણ નિમંત્રી લાવતો ! ન્યાય, નિયમન અને ધર્મબંધન એનાં પોતાનાં જ હતાં, તે ગમે તે પળે, ગમે ત્યાં માનવ સુલભનિર્બળતાથી દોરાઈ જઈ ને સૌન્દર્યની ભીખ મેળવી લેવી, એ પણ એની પોતાની જ વિશિષ્ટતા હતી !
{{gap}}એ સંતોષી હતો, તો અતૃપ્ત આત્મા પણ એ જ હતો. એ સુખીમાં સુખી જીવડો હતો, તો આખી દુનિયાનાં ચિંતા અને દુઃખ એને આંગણે જ ધામા નાખીને પડ્યાં હતાં! એને પાંચસો રાણીઓ હતી. એમાંથી કેટલીકમાં ભારતવિખ્યાત રૂપ હતું. કેટલીકમાં વિશ્વવિખ્યાત રૂપ હતું. અને છતાં રાજા બિંબિસારના મનમાં બેઠેલું રૂપ ક્યાંય ન હતું !
{{gap}}રાજા હજી રૂપને શોધી રહ્યો હતા. અને રૂપ હજી રાજા માટે કોણ જાણે ક્યાં અરૂપ બનીને બેઠું હતું !
{{nop}}<noinclude></noinclude>
syz1fcijj2zlr1cm3adnftfqmi37zof
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૮
104
74223
225836
225816
2026-11-13T04:28:34Z
Snehrashmi
2103
/* Validated */
225836
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૧૯૪||આમ્રપાલી}}
'''</noinclude>{{gap}}જ્યારે વૈશાલી નગરીમાં આમ્રપાલી જનપદકયાણી બન્યાની વાત પ્રગટ થઈ, ત્યારે રાજા બિંબિસાર પળ બે પળ નિમિલિત નયને કાંઈક સંભારી રહ્યો.
{{gap}}રાજાને એક વાત કોઈ દિવસ સમજાઈ ન હતી. દરેક સ્ત્રી જુદું જુદું રૂપ ક્યાંથી લાવે છે ? જેમ દરેક પ્રભાતની વાદળી, આજે જે હોય તે કાલે હોતી નથી, તેમ કોણ જાણે કયા રૂપસાગરમાં આ સ્ત્રીઓ નાહીને આવી છે, પણ એ જે આજે હોય છે તે કાલે હોતી નથી !
{{gap}}રાજા બિંંબિસાર પોતાના ખંડમાં એકલો બેઠો હતો. નીચેના ખંડમાં વાદિત્રકારો મઘુર છટાથી સૂરાવલી છેડી રહ્યા હતા. દૂર દૂરના રાજાના વેણવનમાંથી ગજબની મીઠાશભરી બંસીના મોહક સ્વર આવી રહ્યા હતા. ચારે તરફની તદ્દન સ્વચ્છ સાદી બેઠકોમાં હવે વૈભવશાળી રાજાને બદલે ધીમે ધીમે કોઈ ભિખ્ખુની ઝાંખી થઈ રહી હતી.
{{gap}}આમ દ્વિધાવૃત્તિને હીલેાળે ચડેલો રાજા બિંબિસાર પોતાના મનની મુસાફરીમાં ચાલતો ચાલતો છેક ઉજ્જૈની નગરીમાં પહોંચી ગયો હતો. પોતે એક શ્રેષ્ઠી હતો. ઉજ્જૈન નગરીમાં હીરામાણેક લેવા આવ્યો હતો. પણ એને એક ખબર હતી. રત્નપણ્યવીથિકામાં જ ક્યાંક એક અદ્ભુત જનપદકલ્યાણી રહેતી હતી. તેનું નામ પદ્માવતી. એના રૂપની તોલે આવે એવું કોઈ રૂપ વિશ્વકર્માએ સરજ્યું ન હતું !
{{gap}}અને રાજા બિંબિસાર ત્યાં એ રૂપસાગરમાં દિવસો સુધી ખોવાઈ ગયો હતો !
{{gap}}રાજગૃહમાં ખબર પડી કે રાજા તો ઉજ્જૈન નગરીમાં છે ત્યારે ઉજ્જૈનના ચંડપ્રદ્યોતની જ્વાલામાંથી એને બચાવવા માટે ગોપાલ દોડ્યો હતો !
{{gap}}રાજા બિંબિસાર અત્યારે એવા જ એક બીજા દિવાસ્વપ્નમાં પડી ગયો હતો.
{{gap}}તે વૈશાલી નગરીમાં ચાલી રહ્યો હતો... તેણે સપ્તભૂમિપ્રાસાદ<noinclude></noinclude>
m4h9np14i26w7dhpilt1716p87vlx05
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૯
104
74224
225821
225666
2026-11-12T16:25:51Z
Amvaishnav
156
/* Proofread */
225821
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|રાજા બિંબિસારનું દિવાસ્વપ્ન||૧૯૫}}
'''</noinclude>તરફ દૃષ્ટિ કરી અને તે જ્યાં હતો ત્યાં જ થંભી ગયો ! ઉપરિતલની અટારિકામાં, જેમ આકાશમાં કોઈ દ્વાર ઊઘડે ને કોઈ અવર્ણનીય રમણી અચાનક દેખાય, ત્યાં એક અનુપમ સુંદરી રાજાની નજરે પડી !
{{gap}}રાજા એને મોટેથી બોલાવવા જાય છે ત્યાં તેની દિવાસ્વપ્નની આંખ ઉઘડી ગઈ. જુએ છે તો સામે મહામંત્રી ગોપાલ હાથ જોડીને ઊભો હતો.
{{gap}}‘કેમ ગોપાલ ! શું છે?'
{{gap}}'પ્રભુ ! તોમરદેવ પંડિત વૈશાલીથી આવેલ છે ! '
{{gap}}રાજા ચમકી ગયો. પંડિત શા માટે આવે તે તેના કળ્યામાં આવ્યું નહિ. પણ પોતાનું દિવાસ્વપ્ન હજી એના મનમાં રમતું હતું.
{{gap}}તેણે કાંઈક ઉત્સાહથી થોડી ઉતાવળથી પૂછ્યું: 'પંડિત કેમ આવેલ છે ગોપાલ? શું છે એને ?’<noinclude></noinclude>
2pmve3ji7fsrckeki9xj5b9buqvphot
225837
225821
2026-11-13T04:37:38Z
Snehrashmi
2103
/* Validated */
225837
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|રાજા બિંબિસારનું દિવાસ્વપ્ન||૧૯૫}}
'''</noinclude>તરફ દૃષ્ટિ કરી અને તે જ્યાં હતો ત્યાં જ થંભી ગયો ! ઉપરિતલની અટારિકામાં, જેમ આકાશમાં કોઈ દ્વાર ઊઘડે ને કોઈ અવર્ણનીય રમણી અચાનક દેખાય, ત્યાં એક અનુપમ સુંદરી રાજાની નજરે પડી !
{{gap}}રાજા એને મોટેથી બોલાવવા જાય છે ત્યાં તેની દિવાસ્વપ્નની આંખ ઉઘડી ગઈ. જુએ છે તો સામે મહામંત્રી ગોપાલ હાથ જોડીને ઊભો હતો.
{{gap}}‘કેમ ગોપાલ ! શું છે?’
{{gap}}‘પ્રભુ ! તોમરદેવ પંડિત વૈશાલીથી આવેલ છે !’
{{gap}}રાજા ચમકી ગયો. પંડિત શા માટે આવે તે તેના કળ્યામાં આવ્યું નહિ. પણ પોતાનું દિવાસ્વપ્ન હજી એના મનમાં રમતું હતું.
{{gap}}તેણે કાંઈક ઉત્સાહથી થોડી ઉતાવળથી પૂછ્યું: ‘પંડિત કેમ આવેલ છે ગોપાલ? શું છે એને ?’<noinclude></noinclude>
s921eakemv4kz4896i11j4xmo8ojkwb
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૧૦
104
74225
225824
225667
2026-11-12T16:37:00Z
Amvaishnav
156
/* Proofread */
225824
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૨૧. સૌન્દર્યની અભીપ્સા''' | }}

{{gap}}'''ગોપાલે''' કહ્યું : ‘મહારાજ ! એ તો બહુ અગત્યના કામે આવ્યા છે !'
{{gap}}રાજા બિંંબિસાર તરત સ્વસ્થતાથી આસન ઉપર બેઠો. તેને મનમાં શંકા પ્રગટી કે કાં તો વૈશાલીએ પેલા અંદરની તકરાર માટે યુદ્ધનું કહેણ મોકલ્યું લાગે છે. તેણે ઉતાવળે ગોપાલને કહ્યું: 'કેમ શું છે? યુદ્ધનો સદેશો લાવેલ છે?'
{{gap}}'ના પ્રભુ ! આ તો એક નવી નવાઈની વાત છે. વૈશાલીમાં કોઈ
મહામારીનો ભયંકર રોગ ફાટી નીકળ્યો છે. દિવસ ઊગે છે ને પાંચ પચીસ માણસો ઊપડી જાય છે !'
{{gap}}‘ અરે ! ત્યારે તો આપણા રાજભિષગ્ આકાશગોત્રને બોલાવવા માટે આવેલ હશે! આપણે એને મોકલીએ .. આવે વખતે મોકલવાની ના ન પડાય. માત્ર એમણે આકાશગોત્રને નિયમ પ્રમાણે આપવાનું મૂલ્યાંકન કબૂલવું પડશે. ને ભિષગ્વરને પણ કહેવાનું કે રાજને અરધા કાર્ષાપણ દેવાના. એ રીતે ભલે ભિષગ્વર આકાશગોત્ર જાય . . . . પણ પહેલાં . . .. '
{{gap}}ગોપાલે રાજાને બોલવા દીધો. હજી એની વાત અધૂરી હતી.<noinclude></noinclude>
j59bkkxxgp2rco8e97szba1lqqd2saz
225838
225824
2026-11-13T04:42:55Z
Snehrashmi
2103
/* Validated */
225838
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |'''૨૧. સૌન્દર્યની અભીપ્સા''' | }}

{{gap}}'''ગોપાલે''' કહ્યું : ‘મહારાજ ! એ તો બહુ અગત્યના કામે આવ્યા છે !’
{{gap}}રાજા બિંંબિસાર તરત સ્વસ્થતાથી આસન ઉપર બેઠો. તેને મનમાં શંકા પ્રગટી કે કાં તો વૈશાલીએ પેલા અંદરની તકરાર માટે યુદ્ધનું કહેણ મોકલ્યું લાગે છે. તેણે ઉતાવળે ગોપાલને કહ્યું: ‘કેમ શું છે? યુદ્ધનો સંદેશો લાવેલ છે?’
{{gap}}‘ના પ્રભુ ! આ તો એક નવી નવાઈની વાત છે. વૈશાલીમાં કોઈ મહામારીનો ભયંકર રોગ ફાટી નીકળ્યો છે. દિવસ ઊગે છે ને પાંચ પચીસ માણસો ઊપડી જાય છે !’
{{gap}}‘અરે ! ત્યારે તો આપણા રાજભિષગ્ આકાશગોત્રને બોલાવવા માટે આવેલ હશે! આપણે એને મોકલીએ.. આવે વખતે મોકલવાની ના ન પડાય. માત્ર એમણે આકાશગોત્રને નિયમ પ્રમાણે આપવાનું મૂલ્યાંકન કબૂલવું પડશે. ને ભિષગ્વરને પણ કહેવાનું કે રાજને અરધા કાર્ષાપણ દેવાના. એ રીતે ભલે ભિષગ્વર આકાશગોત્ર જાય.... પણ પહેલાં....’
{{gap}}ગોપાલે રાજાને બોલવા દીધો. હજી એની વાત અધૂરી હતી.<noinclude></noinclude>
2utajbh5j7780rsvp4b14llpy5dhhuk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૧૧
104
74226
225825
225668
2026-11-12T16:45:18Z
Amvaishnav
156
/* Proofread */
225825
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સૌન્દર્યની અભીપ્સા||૧૯૭}}
'''</noinclude>એણે રાજાની વૃત્તિમાં હમણાં કેટલાક નવાઈ જેવા ફેરફાર જોયા હતા. પોતે રાજા હોય પણ રાજ પોતાનું ન હોય તેમ એ ઘણી વખત વર્તતો હતો. અત્યારે આ વાત મૂકી હતી, તેમાં પણ કદાચ એ પ્રમાણે જ એ વશે. હરેક પ્રશ્નનો પ્રત્યુત્તર ચંપાનગરીમાંથી અજાતશત્રુ પહેલાં આવે એવો રાજાનો આગ્રહ રહેતો.
{{gap}}એટલે અત્યારે રાજાએ કહ્યું ખરું કે ભિષગ્વરને મોકલો પણ એ વાત હજી અધૂરી હતી. ગોપાલ રાજાને કાંઈ વધુ માહિતી આપે તે પહેલાં જ રાજા બોલી ઊઠ્યોઃ 'પણ રહે ગોપાલ ! ચંપાનગરી તરફ એક અતિ ઝડપી સવાર મોકલી દે. યુવરાજ કુમારની અનુજ્ઞા આપણે પહેલાં મેળવી લઈએ. કેમ બરાબર નાં ? ’
{{gap}}‘પણ મહારાજ !' ગોપાલે કહ્યુંઃ 'કોઈ આવા મહાસંકટનો પ્રશ્ન હોય, પાડોશીરાજ આપણી મદદ માટે દોડે—ત્યારે ના પાડવાનો સવાલ તો આવતો જ નથી. પછી બીજું શું પુછાવવાનું હતું ? આ કોઈ રાજપ્રકરણનો પ્રશ્ન નથી. લડાઈની વાત નથી. વ્યાપારનો સવાલ નથી !'
{{gap}}‘ તે છતાં ગોપાલ ! આપણે તો પુછાવવું. અજાતશત્રુનું આ રાજ છે. એને પૂછ્યા વિના પાણી પીવું એ પણ ચોરી છે. આપણે પૂછાવી જુઓ !'
{{gap}}રાજા બિંંબિસારના આ જીવન પરિવર્તનની ગોપાલને ખબર હતી.
મહત્ત્વાકાંક્ષી રાજકુમારને એ હરેક રીતે સંતોષવા માગતો હતો. શબ્દથી માંડીને રાજસિંહાસન સુધી. મગધ પ્રદેશને કોઈ ભયંકર દોષમાં કે લડાઈમાં એ સંડોવી ન દે, માટે રાજાએ તમામ સત્તા પણ એને સોંપી દીધી હતી. એની જવાબદારી મોટી કરી મૂકી હતી. એની મહત્ત્વાકાંક્ષા સંતોષ પામે તો એ કોઈ ખોટું કામ ન કરી બેસે, એવી ગણતરીથી રાજાની નીતિ દોરાઈ રહી હતી.
{{gap}}ગોપાલ આ જાણતો હતો. અજાતશત્રુના લોહીમાં એક મહાન<noinclude></noinclude>
r7zftr639omq282p3xpsxu5t50swnpq
225839
225825
2026-11-13T05:09:02Z
Snehrashmi
2103
/* Validated */
225839
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સૌન્દર્યની અભીપ્સા||૧૯૭}}
'''</noinclude>એણે રાજાની વૃત્તિમાં હમણાં કેટલાક નવાઈ જેવા ફેરફાર જોયા હતા. પોતે રાજા હોય પણ રાજ પોતાનું ન હોય તેમ એ ઘણી વખત વર્તતો હતો. અત્યારે આ વાત મૂકી હતી, તેમાં પણ કદાચ એ પ્રમાણે જ એ વર્તશે. હરેક પ્રશ્નનો પ્રત્યુત્તર ચંપાનગરીમાંથી અજાતશત્રુ પહેલાં આવે એવો રાજાનો આગ્રહ રહેતો.
{{gap}}એટલે અત્યારે રાજાએ કહ્યું ખરું કે ભિષગ્વરને મોકલો પણ એ વાત હજી અધૂરી હતી. ગોપાલ રાજાને કાંઈ વધુ માહિતી આપે તે પહેલાં જ રાજા બોલી ઊઠ્યોઃ ‘પણ રહે ગોપાલ ! ચંપાનગરી તરફ એક અતિ ઝડપી સવાર મોકલી દે. યુવરાજ કુમારની અનુજ્ઞા આપણે પહેલાં મેળવી લઈએ. કેમ બરાબર નાં ?’
{{gap}}‘પણ મહારાજ !’ ગોપાલે કહ્યું: ‘કોઈ આવા મહાસંકટનો પ્રશ્ન હોય, પાડોશીરાજ આપણી મદદ માટે દોડે—ત્યારે ના પાડવાનો સવાલ તો આવતો જ નથી. પછી બીજું શું પુછાવવાનું હતું ? આ કોઈ રાજપ્રકરણનો પ્રશ્ન નથી. લડાઈની વાત નથી. વ્યાપારનો સવાલ નથી !’
{{gap}}‘તે છતાં ગોપાલ ! આપણે તો પુછાવવું. અજાતશત્રુનું આ રાજ છે. એને પૂછ્યા વિના પાણી પીવું એ પણ ચોરી છે. આપણે પૂછાવી જુઓ !’
{{gap}}રાજા બિંંબિસારના આ જીવન પરિવર્તનની ગોપાલને ખબર હતી. મહત્ત્વાકાંક્ષી રાજકુમારને એ હરેક રીતે સંતોષવા માગતો હતો. શબ્દથી માંડીને રાજસિંહાસન સુધી. મગધ પ્રદેશને કોઈ ભયંકર દોષમાં કે લડાઈમાં એ સંડોવી ન દે, માટે રાજાએ તમામ સત્તા પણ એને સોંપી દીધી હતી. એની જવાબદારી મોટી કરી મૂકી હતી. એની મહત્ત્વાકાંક્ષા સંતોષ પામે તો એ કોઈ ખોટું કામ ન કરી બેસે, એવી ગણતરીથી રાજાની નીતિ દોરાઈ રહી હતી.
{{gap}}ગોપાલ આ જાણતો હતો. અજાતશત્રુના લોહીમાં એક મહાન<noinclude></noinclude>
b6ou9cjizg7uhop1gb0qwg74hg5reoa
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૧૨
104
74227
225826
225669
2026-11-12T16:57:38Z
Amvaishnav
156
/* Proofread */
225826
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૯૮||આમ્રપાલી}}
'''</noinclude>ચક્રવર્તી સર્વતંત્ર સ્વતંત્ર સમ્રાટપદની આકર્ષક કલ્પના બેઠી હતી. એને એવું સામ્રાજ્ય સ્થાપવાની ઉતાવળ હતી. એથી ઓછું એને ખપતું પણ ન હતું. અત્યારે તો વર્ષકાર મહાઅમાત્યે એને લડાઈમાં પડતો રોક્યો હતા. નહિતર વૈશાલી મગધ યુદ્ધ અનિવાર્ય જેવું જ હતું.
{{gap}}રાજા બિંંબિસાર કાં ગણતંત્ર જેવી કાઈ રચના કરી નાખે, અથવા તો અજાતશત્રુ કોઈ ઉતાવળું પગલું ભરી બેસે, તો જ વૈશાલી મગધને પહોંચે તેમ હતું. નહિતર પેલો બ્રાહ્મણ વર્ષકારની રાહ જુઓની નીતિ વહેલેમોડે વૈશાલીને ટાળી નાખે તેવી હતી. ગોપાળને એ જાણમાં હતું. પિતાપુત્રઘર્ષણની તક એ ઝડપી લેવા માગતો હતો. પણ વર્ષકારને લીધે હજી સુધી ફાવ્યો ન હતો.
{{gap}}‘પણ મહારાજ ! આ તો વાત જ બીજી છે. .'
{{gap}}રાજા બિંબિસારના ચહેરા ઉપર એક વેદના ભરી રેખા દેખાઈ આવી. તે જાણે ભાવિના કાઈ મહાન ભયને જોઈ રહ્યો હોય તેમ શાંત, ધીમા, મક્કમ પણ ત્યાગની પરિસીમા બતાવતા અત્યંત વિનમ્ર સ્વરે બોલ્યો: 'ગોપાલ ! જે અનિવાર્ય છે એને નિવારવા માટે, એક નાનકડામાં નાનકડો પ્રયત્ન પણ આપણે જતો કરવો નથી. બીજા કોઈ કારણ માટે નહિ તો મારા અંતર સંતોષ માટે પણ, અજાતશત્રુની અનુજ્ઞા મગાવો. કોણ જાય છે ? ને રાજભિષગને તૈયાર રહેવાનું કહો . . .'
{{gap}}ગોપાલે બે હાથ જોડયાઃ 'મહારાજ ! પંડિત તોમરદેવ રાજભિષગ્ માટે આવ્યા હોત તો તો એ બંદોબસ્ત કરીને પછી જ હું મહારાજ પાસે આવ્યો હોત. પણ એ તો બીજા કામ માટે જ આવ્યા છે !'
{{gap}}'શું છે બીજું કામ ?'
{{gap}}'મહારાજ ! એ તો શ્રમણ ગૌતમને વૈશાલી લઈ જવા માટે આવેલ છે. ગૌતમની હાજરી એ જ મહા ઔષધ છે. વૈશાલીમાં એવી હવા ફેલાઈ છે. એ ઔષધોનું ઔષધ છે. તોમરદેવ શ્રમણ ગૌતમને<noinclude></noinclude>
lckv5covazsotak7fvpdm75oj1trqvw
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૧૩
104
74228
225827
225670
2026-11-12T17:14:03Z
Amvaishnav
156
/* Proofread */
225827
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સૌન્દર્યની અભીપ્સા||૧૯૯}}
'''</noinclude>વૈશાલી લઈ જવા માગે છે !'
{{gap}}તો એમાં આપણને પૂછવાથી આપણે શું કહી શકવાના હતા ? એવું હોય તો તો શ્રમણ ગૌતમને એ મળે !'
{{gap}}'શ્રમણ ગૌતમને મળીને પછી એ આંહીં આવેલ છે. શ્રમણ ગૌતમે એને કહ્યું કે આ બાબતમાં મહારાજ બિંબિસારની હા હોય તો જ હું આવી શકું ! '
{{gap}}'ખરેખર ? '
{{gap}}‘હા મહારાજ ! વાત તો એ પ્રમાણે જ બની છે. "એક વખત એમનું આતિથ્ય સ્વીકાર્યું છે, તો હવે આ પૃચ્છા, એમની પાસે પહેલાં જવી જોઈએ !"'
{{gap}}'એમ કોણ કહે છે ? '
{{gap}}'શ્રમણ ગૌતમ પોતે !'
{{gap}}રાજા બિંબિસાર વિનયવિવેકની આ અત્યંત સુક્ષ્મ રેખા વિષે મનમાં ને મનમાં વિચાર કરી રહ્યો. એ વિચાર કરી રહ્યોઃ 'ઓ હો ! આ શ્રમણ ગૌતમ પાસે તો કોણ જાણે કઈ કલા છે, એને જીવનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવ જાણે નજર સમક્ષ દેખાય છે ! એણે આમ કહ્યું છે એ વાત જાણતાં મારા હૃદય ઉપર જાણે કોઈ અમૃતનું સિંચન થઈ રહ્યું છે. મને લાગે છે એણે મગધના આતિથ્યનું બહુ મૂલ્યાંકન મૂકીને અમને બહુ માનના અધિકારી કર્યાં. શ્રમણ ગૌતમની હાજરી
લિચ્છવીઓને આશ્વાસન રૂપ બને, એ મહા પ્રસંગ, વખતે વૈશાલી મગધના મૈત્રી સંબંધને જ વધારનાર ન નીકળે? શ્રમણ ગૌતમની કેવી ઉત્કૃષ્ટ પ્રજ્ઞા ! હવે એના સાન્નિધ્યમાં રહેવાનું મહાભાગ્ય મને મળે ! '
{{gap}}રાજા બિંબિસારના દિલમાં આ વિચાર ચાલી રહ્યો હતો અને એ જ વખતે એનો મહામંત્રી ગોપાલ બીજા જ વિચારમાં ચડી ગયો હતો !
{{gap}}“ રાજાને આટલો સહેજ પણ મીઠો સબંધ વૈશાલી સાથે થશે<noinclude></noinclude>
n8bep63r10111nvdjep38bi2dx54y3o