કલિયુગ
From વિકિપીડિયા
વૈદિક કે સનાતન ધર્મ મુજબ ઇ.સ. ૨૦૦૭ કે જ્યારે આ લખાય છે ત્યારે કલિયુગ ચાલે છે તેવું માનવામાં આવે છે. આ યુગમાં લોકો કામને જ સર્વસ્વ માને છે; ધર્મ, અર્થ કે મોક્ષની મહત્તા ઓછી છે. કલિયુગનો સમય ૪,૩૨,૦૦૦ વર્ષ માનવામાં આવે છે પરંતુ આ વર્ષ એટલે પૃથ્વીને સુર્ય આસપાસ લાગતો સમય એવું હોવુ જરુરી નથી. વર્ષની વ્યાખ્યા માટે વિદ્વાનોમાં જુદા-જુદા મત પ્રવર્તે છે.
ઇ.સ.પૂર્વે ૩૦૬૬માં મહાભારતનું યુદ્ધ થયું ગણાય છે જે આશરે આજથી ૫૦૭૩ વર્ષ પહેલા થયું ગણાય. એટલે કલિયુગને આશરે ૫૦૫૦ જેટલા વર્ષ થયા ગણી શકાય.
દક્ષિણ અમેરિકાના લોકોના પંચાંગ મુજબ તેમનો યુગ ઇ.સ.પૂર્વે ૩૧૧૦ માં ચાલું થયેલો. ૩૧૧૦ + ૨૦૦૭ = ૫૧૧૭ વર્ષ તેમના યુગને થયા જે પણ ભારતના કલિયુગની શરૂઆતને મળતા આવે છે.
કલિયુગના અંત પછી સત્યયુગ ફરીથી ચાલુ થાય છે.
[edit] વર્ણન
[edit] અવતારો
બુદ્ધ
કલ્કિ