વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.2 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૨ 104 72872 221990 221425 2026-05-15T16:01:01Z Amvaishnav 156 /* Proofread */ 221990 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૫૭}}<hr>'''</noinclude> {{gap}}'''જીવનમાં''' કોઈકે એકાંત પણ સેવવું પડશે. સઘળે જ સભા—અને સભા- અને ટોળાં એ જીવન નથી. એ જીવનનો આભાસ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''રૂપ''' એવી હાથતાળી દેનારી વસ્તુ છે કે જે એને રૂપ માનીને લેવા દોડે એને એ મળે તો નહિ જ, પણ એણે માન્યુ હાય તેમ એ રૂપ ત્યાં હોય પણ નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''ધૂન''' વિના કોઈ માણસ પોતે જીવે છે એમ પોતાને માટે કહી શકે નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''દુનિયામાં''' જે કાંઈ સત્ય છે, જે કાંઈ સુંદર છે, જે કાંઈ સામર્થ્યવાન છે—એ સઘળુ જ મનુષ્યોના અંત:કરણની કલ્પનામાંથી જન્મે છે: વ્યવહારમાંથી કાંઈ જન્મતું નથી: કાંઇ જન્મી શકે નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''જન્મજાતિને''' લીધે થએલી અસ્પૃશ્યતા કરતાં પણ લક્ષ્મીની અસમાનતાએ સ્થાપેલી અસ્પૃશ્યતા વધુ ભયંકર હોઈ શકે છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 3n74asu93rjn6pfo6w30bhngjcf9btx પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૩ 104 72873 221991 221426 2026-05-15T16:06:56Z Amvaishnav 156 /* Proofread */ 221991 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૫૮||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જેમણે''' સિદ્ધાંત પર, સંસ્કાર પર, વર્ષો સુધી ચિંતન કર્યુંં હોય અને જેમનું સર્જન એ સામયિક અકસ્માતનું નહિ, પણ ચિંતનનું પરિણામ હોય——એવી સાચી મહાન વ્યકિતઓ વિના રાષ્ટ્ર ઘડી શકાય નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''ભૂલ''' ને દોષ : એ બન્ને યાદ રાખનાર મનુષ્ય અત્યંત નિર્બળ છે ને કંગાલ છે. એ બતાવે છે કે એના હૃદયમાં કે જીવનમાં કોઈ એવું ચિરંજીવ સામર્થ્યવાળું તત્ત્વ નથી કે જે એને આવી વસ્તુઓ પ્રત્યે ઉપેક્ષા કરવાની શક્તિ આપે. {{સ-મ| |◎ | }} {{gap}}'''નિષ્ફળ''' અને પરાજિતને જે વડે નવી ચેતના મળે તેનું નામ ફિલસૂફ઼ી. એ જીવનની પ્રાણનળી છે. માણસ કોઈ દિવસ પરાજય પામતો નથી, પણ માત્ર પ્રયત્નમાં પાછો પડે છે, એવી સમર્થ આશા એ ફિલસૂફ઼ીનું મુખ્ય લક્ષણ છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 33ptsmba9cy62ri1dbr59j6rhwnxdg4 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૪ 104 72874 221992 221427 2026-05-15T16:13:08Z Amvaishnav 156 /* Proofread */ 221992 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૫૯}}<hr>'''</noinclude> {{gap}}'''કેટલાંક''' સ્થળો એવાં રમણીય હોય છે અને ચાંદની રાત, પોતાનો સાળુ ઓઢાડીને એમને એવાં ભવ્ય બનાવે કે ઈચ્છો કે ન ઈચ્છો, તમને તાર્કિક લાગે કે અતાર્કિક, તમને છોકરવાદ લાગે કે બુદ્ધિહીનતા—ગમે તે લાગે—પણ તમે તે સ્થળના વાતાવરણમાં એક રજકરણરૂપ બની જાઓ છે અને જાણે કે જાત ભૂલીને જાતને શોધવા નીકળો છો. {{સ-મ| |◎ | }} {{gap}}'''દુ:ખમાં''' ઈશ્વરનું એક એવું દર્શન, ક્ચારેક માનવદ્વારા થાય છે કે, જેવું અનેક વર્ષોની ઉપાસનાથી પણ મળી શકતું નથી. દુ:ખ એ આંતરવિકાસ માટેનું મહારસાયન છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''પોતાને''' મળેઓ અન્યાય એ પોતાની જ કોઈ ક્રિયામાંથી ઉત્પન્ન થતી પ્રતિક્રિયા છે, એમ સમજનારો માણસ અન્યાયમાંથી પણ નવું સામર્થ્ય મેળવે છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> pfo8gr9rwnspdbprhwbvwt1jpwcx3dd પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૫ 104 72875 221993 221428 2026-05-15T16:19:17Z Amvaishnav 156 /* Proofread */ 221993 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૬૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''એક''' ઘરમાં અનેક પ્રકૃતિનાં માણસો, તો જ રહી શકે, જો તેમની વચ્ચે સામાન્ય સંસ્કારિતાનું કાંઈ પણ ધોરણ હોય. એવું નથી હોતુ ત્યારે ગરીબ, મધ્યમ કે તવંગર દરેક ઘર એક પ્રકારનું અનેક ક્ષુલ્લકવૃત્તિઓનું સંઘર્ષણ સ્થાન બની રહે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''મનુષ્ય''' પાસે પાસે એક જ ઘરમાં રહીને પણ વાણીદ્વારા એકબીજાને પતનમાર્ગ તરફ ધકેલે છે—ગૃહકંકાસ દ્વારા કે એ રીતે—એટલું પતન તો ચોરડાકુ પણ લાવી શકતા નથી. નિત્યજીવનમાં રહેલી આ ક્ષુલ્લકતા જોઈ શકાતી નથી એ પણ એક કરુણદશ્ય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''કોઈ''' પણ મનુષ્ય જે જીવનને ખરા અર્થમાં સમજવા માગતો હોય તો એણે પોતાનાં બધાં જ મૃત્યુઓની પહેલી ખોજ કરી લેવી જોઈએ. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> o7csfmkwxys3h5h3wyi54770i72radz પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૬ 104 72876 221994 221429 2026-05-15T16:27:36Z Amvaishnav 156 /* Proofread */ 221994 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૬૧}}<hr>'''</noinclude> {{gap}}'''સૃષ્ટિમાં''' માનવ પોતાથી જાત વિના સઘળાંની છાની વાતમાં રસ લઈ શકે છે; એટલું જ નહિ, પોતાની જાત સિવાય સઘળાંનાં રહસ્યોની એ ખબર પણુ રાખી શકે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જડની''' પેઠે સહન કરવામાં તેતોમાત્ર દેહકષ્ટ જ થાય; એવું કષ્ટ ન મન સુધારે—ન ભાવના આપે—ન કલ્પના પ્રેરે—ન જીવન બળ સ્થાપે; ખરી રીતે કષ્ટ એ માનવની જાગૃતિ માટેનો એક પ્રકારનો દેવીસંદેશ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''કોઈકે''' બરાબર કહ્યુ છે કે પવિત્રમંદિરનાં બે દ્વાર હોય તેમ તમારા હોઠને રક્ષો : અંદરથી આવનારા શબ્દોમાં શાંતિ, વિવેક ને સંયમ તો જ આવશે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જેને''' ઘા વાગ્યા નથી, એને ઘાની વેદનાનું જ્ઞાન નથી. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> s17w2j77lvx8e6in3if98mnyxo9q8gc