વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.2 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૭ 104 72878 221995 221490 2026-05-16T16:14:04Z Amvaishnav 156 /* Proofread */ 221995 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૬૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''કોઈપણ''' નારીએ ગમે તેવા કપરા સંયોગોમાં પણ એક વસ્તુ છોડવાની નથી અને તે એનો વિશ્વવ્યાપી જનનીભાવ. રખડુ, લફંગા, ઠગ, ચોર, ખૂની, શઠ, ઘરવિનાના, ભિખારી—સૌના અંતરમાં એક અવિચલ શ્રદ્ધા નથી કે, તેઓ ભલે ગમે ત્યાં રખડતા હોય ને ગમે તેવા દુષ્ટ હોય, પણ ગમે તે પ્રદેશના ગમે તે એકલદોકલ ઝાડ નીચે, કોઈપણ અજાણી નારી એમને બે ઘડી માટે જનની ભાવથી છાઈ દેશે ? એમને પાણી પાશે; એમની વાત સાંભળશે; એમને કટકા રોટલામાંથી બટકુ આપશે? આ મહાન આશા વિના તો કેઈપણ માણસ કાંઈપણ સાહસ કરી શકે ખરો ? {{સ-મ| |◎ | }} {{gap}}'''દરેક''' માનવના અંતરમાં અગાધ પ્રેમનું એક છાનુ ઝરણું છે. જે એ શોધી શકે તે પ્રેમ પામી શકે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 1b7wxf55w94coc7kxy42h5ucpqs9kaa પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૮ 104 72879 221996 221491 2026-05-16T16:19:52Z Amvaishnav 156 /* Proofread */ 221996 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૬૩}}<hr>'''</noinclude> {{gap}}'''કેટલીક''' સ્ત્રીઓ જેમ પ્રૌઢ અને છે તેમ જુવાનીનો મોહક ભાગ તેમનામાંથી ઓછો થાય છે. પણ જેની જગ્યાએ હરકોઇ ને ખેચી શકે તેવું એક નવું આકર્ષણ જન્મે છે. એ આકર્ષણમાં શરીરનો નહિ, પણ સ્વભાવનો ઘણો મોટો હિસ્સો હોય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''પુરુષ''' ગમે તેટલો! મહાન અને બળવાન હોય પણ એ જ્યારે ઘરઆંગણે કોઈ પ્રેમભર્યાં હાથની પાસે બેસે છે: ત્યારે એ પોતાનાં વય, પરિસ્થિતિ, પ્રતિષ્ઠા, ગૌરવ, માન સઘળાં વિસારી મૂકે છે: તે એ એમ વિસારી ન મૂકે તે એટલી સ્ત્રી-શક્તિની ખામી છે, અને એની મહત્તાની પણ ખામી છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''નારીને''' એક જગ્યાએ થોભવું પણ ભયંકર લાગે છે: ભીરુ પાસે. {{સ-મ| |◎ | }} {{gap}}'''અનેક''' કલાની પેઠે કૌટુમ્બિક જીવનની પણ કલા હોય છે. એ સાધ્ય ઘણા ઓછાને જ હોય છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> lfk4uyli6pq9zeie6froza8tuf7hqfk પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૯ 104 72880 221997 221492 2026-05-16T16:25:43Z Amvaishnav 156 /* Proofread */ 221997 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૬૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''કોઈ''' વખત તમને મનેારમ સ્વપ્ન આવીને ઉંઘમાંથી જગાડી ગયું છે ? દિવસોના દિવસો સુધી એવી કોઈ એકાદ મધુર પળ તમારી સાથે ચાલી આવી છે ? તમે કોઈ વખત એવો અનુભવ કર્યો છે કે જે અનુભવ તમને જીવનમાં ગમે ત્યારે આવીને સઘળું ભૂલાવી દઈ, વર્ષોનાં અંતર ટાળી દઈ, તમને પોતાનામાં ડૂબાડી દઇ, જીવનને એવા રંગે રંગી દે કે તમે જીવનની એ ચાલી ગયેલી પળ સાચી માનો—લાંબા જીવાતા જીવનને મિથ્યા ગણો ! તમને આવો અનુભવ કોઈ દિવસ થયો છે? {{સ-મ| |◎ | }} {{gap}}'''આ''' મારું છે’ એમ ધારીને આપણે જે કાંઇ કરીએ છીએ તે જીવનને હણનારું નીવડે છે; કારણ કે ‘આ મારું છે’ એની સાથે જ આપણુા અંતરમાં વિશ્વાસ જન્મવો જોઈએ કે : 'એ સાચું પણ છે.’ {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવન''' પોતે જ એક પ્રકારની કલ્પના છે: મૃત્યુ એ કલ્પનાનો પડછાયો છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 2xqhi3ico3n52tn5z6jphjy5cm3kiq6 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૦ 104 72881 221998 221493 2026-05-16T16:34:55Z Amvaishnav 156 /* Proofread */ 221998 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૬૫}}<hr>'''</noinclude> {{gap}}'''જ્યારે''' મોહકવપ્નમાંથી માણસ જાગે છે ત્યારે એની સમક્ષ તજવાની ને ગ્રહણ કરવાની એવી બે વસ્તુસ્થિતિઓ બે ભવ્ય પ્રતિમાઓ જેવી આવીને ઊભી રહે છે! એ કોને તજે અને કોને ગ્રહે ? ભગવાન બુદ્ધ કોને તજે—યશોધરાને કે જેના સાન્નિધ્યમાં શોક અશોક થઈ રહે ? કે જનતાને કે જેના દુ:ખ પાસે કોઈ સુખનો પડછાયો પણુ ફરકી ન શકે? કોને તજે ને કોને ગ્રહે ? રામ કોને તજે? સીતાને કે પ્રજાને ? શંકર કોને છોડી દે? માતાને કે જ્ઞાનને ? {{સ-મ| |◎ | }} {{gap}}'''આપણે''' જીવનમાં અનેક અર્થહીન ક્રિયાઓ કરીએ છીએ. અર્થહીન ક્રિયા આરામવૃત્તિઓને ઉત્તેજે. તેમાંથી સગવડતા પ્રત્યે તૃષ્ણા થાય. તેમાંથી પદાર્થોની આસક્તિ જન્મે. તેમાંથી વિનિપાત આવે. {{સ-મ| |◎ | }} {{gap}}'''આપણે''' જેને અતડો માનીએ છીએ તે ઘણી વખત પોતાની કરુણતામાં ડૂબેલો એવા દુ:ખી આત્મા હોય છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> pvooezewepg8yzt75mdf3wkyyzgetmv પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૧ 104 72882 221999 221494 2026-05-16T16:43:37Z Amvaishnav 156 /* Proofread */ 221999 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૬૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''કોઇક''' મૃત્યુ એવું સુંદર પણ હોય છે કે જીવનભર જાણે તમે એનું સ્મરણ કર્યા જ કરો; જીવતાં તે ઘણાંને આવડે છે; મરતાં તા કોઈકને જ! {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનમાં''' જેને પ્રેમ નથી મળ્યો હોતો એ લોકો પ્રેમ આપવામાં સંકુચિત બની જાય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જ્યાં''' સુધી માણસ માલિકીપણાના ભાનથી કોઈ પણ કામ કરે છે—પછી ભલેને એ લોકકલ્યાણની જ પ્રવૃત્તિ હોય—પણ જ્યાં સુધી કામ કરનાર પ્તાનામાંથી 'હું કામ કરું છું' એ ‘હું' નો વિનાશ નથી કરી શકતો ત્યાં સુધી કોઈ સાચું સ્થાયી કામ એ નથી કરતો. {{સ-મ| |◎ | }} {{gap}}'''તમે''' માત્ર વિચાર કરો છો, વાતો કરો છો, ત્યાં સુધી તમને ઘણા મિત્રોનો સાથ મળશે; એ વસ્તુ ક્રિયામાં ઉતારશો એટલે તમે તમારી જાતને એ માર્ગ ઉપર એકાકી દેખશો ! {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> dcxysn53cvnpkqntq0025vdu2otphzr