વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.3 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૧ 104 72871 222041 221981 2026-05-20T15:49:18Z Meghdhanu 3380 /* Validated */ 222041 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૧૫૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}} '''વળી''' જે ગુમાવી ન શકે—આને માટે સર્વસ્વ ગુમાવી ન શકે—તે આમાંથી કાંઈ મેળવી પણ ન શકે. સર્વસ્વ ગુમાવ્યા પછી પણ કાંઈ ન મેળવે. કાંઈ ન મેળવવા માટે જે મુસાફરી કરવા માગતો હોય તેને માટે જ આ પંથ છે. કલાની ખાતર જ કલા—તેમ કેવળ પ્રયત્નની ખાતર પ્રયત્ન એ જેનો મુદ્રાલેખ હોય તે આમાં પડે. બીજાનું એ કામ નથી. {{સ-મ| |◎ | }} {{gap}} '''તમારી''' શ્રદ્ધાને તર્કની મદદ આપવી છોડી દો. તર્કથી પર અવસ્થામાં જ શ્રદ્ધાનો જન્મ છે. આમ હોઈ શકે—એમ ઘણા કહે છે; આમ જ છે એમ કોઈક જ. {{સ-મ| |◎ | }} {{gap}} '''જીવનમાં''' પ્રેમ છે એ વસ્તુ બરાબર નથી; પ્રેમરૂપી સાગરમાં જીવન તો એક જલબિંદુ માત્ર છે. જે માણસ પ્રેમને નામે સ્ત્રીપુરુષની થોડાં વર્ષોની મસ્તી માત્ર વર્ણવે છે, તે તો પ્રેમસાગરના કિનારા ઉપરનાં શંખલાં છીપલાં વીણે છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 2iu2q7ugts6c41hkw84i0870o119l3n પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૨ 104 72872 222042 221990 2026-05-20T16:02:31Z Meghdhanu 3380 /* Validated */ 222042 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૧૫૭}}<hr>'''</noinclude> {{gap}}'''જીવનમાં''' કોઈકે એકાંત પણ સેવવું પડશે. સઘળે જ સભા—અને સભા—અને ટોળાં એ જીવન નથી. એ જીવનનો આભાસ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''રૂપ''' એવી હાથતાળી દેનારી વસ્તુ છે કે જે એને રૂપ માનીને લેવા દોડે એને એ મળે તો નહિ જ, પણ એણે માન્યુ હોય તેમ એ રૂપ ત્યાં હોય પણ નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''ધૂન''' વિના કોઈ માણસ પોતે જીવે છે એમ પોતાને માટે કહી શકે નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''દુનિયામાં''' જે કાંઈ સત્ય છે, જે કાંઈ સુંદર છે, જે કાંઈ સામર્થ્યવાન છે—એ સઘળું જ મનુષ્યોના અંત:કરણની કલ્પનામાંથી જન્મે છે: વ્યવહારમાંથી કાંઈ જન્મતું નથી: કાંઇ જન્મી શકે નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''જન્મજાતિને''' લીધે થએલી અસ્પૃશ્યતા કરતાં પણ લક્ષ્મીની અસમાનતાએ સ્થાપેલી અસ્પૃશ્યતા વધુ ભયંકર હોઈ શકે છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> alivt6qqtb0xoou9ykrr1rru1m65b4r પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૩ 104 72873 222043 221991 2026-05-20T16:04:11Z Meghdhanu 3380 /* Validated */ 222043 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૧૫૮||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જેમણે''' સિદ્ધાંત પર, સંસ્કાર પર, વર્ષો સુધી ચિંતન કર્યુંં હોય અને જેમનું સર્જન એ સામયિક અકસ્માતનું નહિ, પણ ચિંતનનું પરિણામ હોય—એવી સાચી મહાન વ્યકિતઓ વિના રાષ્ટ્ર ઘડી શકાય નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''ભૂલ''' ને દોષ : એ બન્ને યાદ રાખનાર મનુષ્ય અત્યંત નિર્બળ છે ને કંગાલ છે. એ બતાવે છે કે એના હૃદયમાં કે જીવનમાં કોઈ એવું ચિરંજીવ સામર્થ્યવાળું તત્ત્વ નથી કે જે એને આવી વસ્તુઓ પ્રત્યે ઉપેક્ષા કરવાની શક્તિ આપે. {{સ-મ| |◎ | }} {{gap}}'''નિષ્ફળ''' અને પરાજિતને જે વડે નવી ચેતના મળે તેનું નામ ફિલસૂફ઼ી. એ જીવનની પ્રાણનળી છે. માણસ કોઈ દિવસ પરાજય પામતો નથી, પણ માત્ર પ્રયત્નમાં પાછો પડે છે, એવી સમર્થ આશા એ ફિલસૂફ઼ીનું મુખ્ય લક્ષણ છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> gn22r108xmjd0gaiz836backo2e320k પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૪ 104 72874 222044 221992 2026-05-20T16:06:13Z Meghdhanu 3380 /* Validated */ 222044 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૧૫૯}}<hr>'''</noinclude> {{gap}}'''કેટલાંક''' સ્થળો એવાં રમણીય હોય છે અને ચાંદની રાત, પોતાનો સાળુ ઓઢાડીને એમને એવાં ભવ્ય બનાવે કે ઈચ્છો કે ન ઈચ્છો, તમને તાર્કિક લાગે કે અતાર્કિક, તમને છોકરવાદ લાગે કે બુદ્ધિહીનતા—ગમે તે લાગે—પણ તમે તે સ્થળના વાતાવરણમાં એક રજકરણરૂપ બની જાઓ છો અને જાણે કે જાત ભૂલીને જાતને શોધવા નીકળો છો. {{સ-મ| |◎ | }} {{gap}}'''દુ:ખમાં''' ઈશ્વરનું એક એવું દર્શન, ક્યારેક માનવદ્વારા થાય છે કે, જેવું અનેક વર્ષોની ઉપાસનાથી પણ મળી શકતું નથી. દુ:ખ એ આંતરવિકાસ માટેનું મહારસાયન છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''પોતાને''' મળેલો અન્યાય એ પોતાની જ કોઈ ક્રિયામાંથી ઉત્પન્ન થતી પ્રતિક્રિયા છે, એમ સમજનારો માણસ અન્યાયમાંથી પણ નવું સામર્થ્ય મેળવે છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> tnkfydgr581l7ca6kazgjs1wkzj1np7 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૫ 104 72875 222045 221993 2026-05-20T16:07:46Z Meghdhanu 3380 /* Validated */ 222045 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૧૬૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''એક''' ઘરમાં અનેક પ્રકૃતિનાં માણસો, તો જ રહી શકે, જો તેમની વચ્ચે સામાન્ય સંસ્કારિતાનું કાંઈ પણ ધોરણ હોય. એવું નથી હોતું ત્યારે ગરીબ, મધ્યમ કે તવંગર દરેક ઘર એક પ્રકારનું અનેક ક્ષુલ્લકવૃત્તિઓનું સંઘર્ષણ સ્થાન બની રહે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''મનુષ્ય''' પાસે પાસે એક જ ઘરમાં રહીને પણ વાણીદ્વારા એકબીજાને પતનમાર્ગ તરફ ધકેલે છે—ગૃહકંકાસ દ્વારા કે એ રીતે—એટલું પતન તો ચોરડાકુ પણ લાવી શકતા નથી. નિત્યજીવનમાં રહેલી આ ક્ષુલ્લકતા જોઈ શકાતી નથી એ પણ એક કરુણદશ્ય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''કોઈ''' પણ મનુષ્ય જે જીવનને ખરા અર્થમાં સમજવા માગતો હોય તો એણે પોતાનાં બધાં જ મૃત્યુઓની પહેલી ખોજ કરી લેવી જોઈએ. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> fec6zffgtgq3zw2tgf25p2f695ptn1m પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૬ 104 72876 222046 221994 2026-05-20T16:09:40Z Meghdhanu 3380 /* Validated */ 222046 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૧૬૧}}<hr>'''</noinclude> {{gap}}'''સૃષ્ટિમાં''' માનવ પોતાથી જાત વિના સઘળાંની છાની વાતમાં રસ લઈ શકે છે; એટલું જ નહિ, પોતાની જાત સિવાય સઘળાંનાં રહસ્યોની એ ખબર પણ રાખી શકે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જડની''' પેઠે સહન કરવામાં તો માત્ર દેહકષ્ટ જ થાય; એવું કષ્ટ ન મન સુધારે—ન ભાવના આપે—ન કલ્પના પ્રેરે—ન જીવન બળ સ્થાપે; ખરી રીતે કષ્ટ એ માનવની જાગૃતિ માટેનો એક પ્રકારનો દૈવીસંદેશ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''કોઈકે''' બરાબર કહ્યું છે કે પવિત્રમંદિરનાં બે દ્વાર હોય તેમ તમારા હોઠને રક્ષો : અંદરથી આવનારા શબ્દોમાં શાંતિ, વિવેક ને સંયમ તો જ આવશે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જેને''' ઘા વાગ્યા નથી, એને ઘાની વેદનાનું જ્ઞાન નથી. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> fcy5sp3bp2tkkuvj6a6i5wb12b4sa05 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૭ 104 72878 222048 221995 2026-05-20T16:11:37Z Meghdhanu 3380 /* Validated */ 222048 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૧૬૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''કોઈપણ''' નારીએ ગમે તેવા કપરા સંયોગોમાં પણ એક વસ્તુ છોડવાની નથી અને તે એનો વિશ્વવ્યાપી જનનીભાવ. રખડુ, લફંગા, ઠગ, ચોર, ખૂની, શઠ, ઘરવિનાના, ભિખારી—સૌના અંતરમાં એક અવિચલ શ્રદ્ધા નથી કે, તેઓ ભલે ગમે ત્યાં રખડતા હોય ને ગમે તેવા દુષ્ટ હોય, પણ ગમે તે પ્રદેશના ગમે તે એકલદોકલ ઝાડ નીચે, કોઈપણ અજાણી નારી એમને બે ઘડી માટે જનની ભાવથી છાઈ દેશે ? એમને પાણી પાશે; એમની વાત સાંભળશે; એમને કટકા રોટલામાંથી બટકું આપશે? આ મહાન આશા વિના તો કોઈપણ માણસ કાંઈપણ સાહસ કરી શકે ખરો ? {{સ-મ| |◎ | }} {{gap}}'''દરેક''' માનવના અંતરમાં અગાધ પ્રેમનું એક છાનુ ઝરણું છે. જે એ શોધી શકે તે પ્રેમ પામી શકે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> e0n4284i880fm6qanpvttun24rw0vyt પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૭ 104 72898 222047 221510 2026-05-20T16:10:24Z Amvaishnav 156 /* Proofread */ 222047 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૮૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જ્યારે''' અવસ્થા મનુષ્યના વિચારને અને ચારિત્રને સંપૂર્ણત્વ આપે છે ત્યારે માણસ વૃદ્ધ હોય તો પણ એનામાં અસુક વિશિષ્ટ પ્રકારનું સૌન્દર્ય આવે છે; કેટલાક જેમ વૃદ્ધ થાય છે તેમ વધારે સુંદર લાગે છે; યુવાવસ્થાનુ સૌન્દર્ય ઘડીભર મુગ્ધ કરે, પણ વૃદ્ધાવસ્થાનું સૌન્દર્યું તો કોઈ ચિરંતન છાપ મૂકી જાય. {{સ-મ| |◎ | }} {{gap}}'''જે''' માણસને ક્યારે નિષ્ક્રિય બની જવું એ નથી આવડતું તે માણસ સંસ્કારિતાની દષ્ટિએ જીવનમર્મ સમજ્યો નથી એમ કહેવાય. {{સ-મ| |◎ | }} {{gap}}'''કલાકારનો''' ધર્મ આ: જે આનંદ ને સૌન્દર્ય પોતે જોઇ રહ્યો છે તે જનતાને આપીને સત્ ચિત્ આનંદનુ સામ્રાજ્ય પ્રગટાવવામાં મદદ કરવી. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 4hcj00sdfgyedwyehv59gkd578bl0j7 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૮ 104 72899 222049 221511 2026-05-20T16:14:27Z Amvaishnav 156 /* Proofread */ 222049 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૮૩}}<hr>'''</noinclude> {{gap}}'''મુશ્કેલી''' હઠાવવામાં નહિ, મુશ્કેલી ન આવે એવું કરી લેવામાં, જ્યારે માણસ પોતાની જીવન – ધન્યતા અનુભવતો થાય છે, ત્યારે એ કંગાલમાં પણ કંગાલ મની જાય છે; મુશ્કેલીને એ મહાન વિપત્તિ ગણે છે કે જે ખરી રીતે જીવનની મહાન સપત્તિ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''માનવની''' તર્ક શક્તિને જે ભાવનાનું પાણી પાવામાં આવે તો એમાંથી એક, અજેય અને અમર એવી શ્રદ્ધા ઉત્પન્ન થાય. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> gfyksidb8bsaax7uml8nfcg04z24lss પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૯ 104 72900 222050 221512 2026-05-20T16:20:45Z Amvaishnav 156 /* Proofread */ 222050 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૮૪||રજકણ}}<hr>''' '</noinclude> {{gap}}'''જીવનસંગ્રામ''' તો હમેશાં રહેવાનો જ છે : પણ એ સંગ્રામભારને લીલામાત્રથી ઉપાડી લેનારા નિત્ય યોવનવાળા મનુષ્યો હાજર હોય, ત્યારે આ સંગ્રામ પૃથ્વીના શણગાર જેવો લાગે છે: નહિતર એ માણસાઈ વિનાનું કસાઈખાનું બની રહે. {{સ-મ| |◎ | }} {{gap}}'''માણસ''' ઇતિહાસ ઘડે છે એટલા માટે, કે ઇતિહાસ પાછો માનવ ઘડે. {{સ-મ| |◎ | }} {{gap}}'''સમાધાન''' એ સમર્થનો હક્ક છે : નિર્બળનું એ ઝેર છે. {{સ-મ| |◎ | }} {{gap}}''''કેટલીક''' ખરી મહત્ત્વની બાબતમાં મનુષ્યને પગલાં ભરવાના હોતાં નથી; ઘણાં પગલાં ભરવાનો સમય પણ હોતો નથી; એમાં તો એક જ પગલું બસ હોય છે. એ પગલું કાં એને પુરુષોત્તમ બનાવે: અથવા તો પામર કરી દેખાડે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 50c4p2w0snzmw4yb88rfismny6g0l6o પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૦૦ 104 72901 222051 221513 2026-05-20T16:27:42Z Amvaishnav 156 /* Proofread */ 222051 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૮૫}}<hr>'''</noinclude> {{gap}} '''પ્રેમજીવન''' એ આંતરવૃત્તિનો પ્રશ્ન છે : એ મુખ્યત્વે આર્થિક પ્રશ્ન નથી. એમ હોત તો લાખોની મિલ્કત ધરાવનારાઓમાંથી જ સુખી દાંપત્યનાં ઉદાહરણા વધારે મળી શકત. મુશ્કેલી આટલી જ છે કે પોતાની આંતરવૃત્તિનો મનુષ્ય ઓછામાં ઓછો જાણભેદુ છે. લગ્ન અને પ્રેમ એ શેાધ છે— એમ ન સ્વીકારાય ત્યાં સુધી અમુક પ્રકારની નિષ્ફળતાઓ લગ્નજીવનમાં અનિવાર્યપણે રહેવાની જ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઠંડી''' ખનતી રાત્રિમાં ફૂલો ધીમેથી વાત કરી રહ્યાં છે : 'આપણને પણ એ ભાગ્ય ફળે જે આપણા મિત્રોને કાલે મળ્યું: કોઈ નિર્દોષ સુંદર મૃતદેહ ઉપર મરણપથારી કરવાનું.' એટલી શાંતિથી એણે દેહ તજ્યો કે અમને પણ ઘડીભર દેહ ઉપરનો મોહ ઉતરી મૃત્યુ ઉપર મોહ થયો. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> if3bxtuz0f123suru5jxah7aihz4lga પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૦૧ 104 72902 222052 221514 2026-05-20T16:33:25Z Amvaishnav 156 /* Proofread */ 222052 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૮૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}} '''માતૃજીવનનો''' જે અનુભવ છે તે પ્રેમની સૃષ્ટિના સર્વોત્કૃષ્ટ શિખરનો અનુભવ છે ! એ અનુભવ વિનાની ઘણી સ્ત્રીઓ જીવનમાં એટલી અપૂર્ણ લાગે છે કે એમના હરેક કાર્યમાં — વાણીમાં, જીવનમાં, દૃષ્ટિમાં, સ્વભાવમાં, એ અનુભવની ખામી દેખાઈ આવે છે: અને માત્ર એ એક ખામીથી એ સ્ત્રીત્વ વિનાની સ્ત્રી જેવી લાગે છે: જો એ કોઈ બીજે મહાન કલ્યાણપંથે પડીને પોતાના ગુમ માતૃત્વને જગાડી નથી શકતી તો એ અકુદરતી — અને કૃત્રિમ — અને સુધરેલી રીતે જંગલી એવી બની રહે છે. {{સ-મ| |◎ | }} {{gap}} '''દુનિયામાં''' કેટલાકને બહાદુરી મળે છે. કેટલાકને ગરીબી મળે છે. કેટલાકને સમૃદ્ધિ ને સંતાપ મળે છે. એ ચારે વસ્તુઓ, માતા પૃથ્વીનાં સૌ સંતાનો— ભાઈઓએ ભાગ પાડે તેમ ભાગ પાડીને વહેંચી લે, તો નવી દુનિયા જન્મે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> mzu3kse8uuwlf7omqbfvcv4ogunm5ng