વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.3
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૮
104
72879
222053
221996
2026-05-21T15:39:44Z
Snehrashmi
2103
/* Validated */
222053
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૬૩}}<hr>'''</noinclude>
{{gap}}'''કેટલીક''' સ્ત્રીઓ જેમ પ્રૌઢ બને છે તેમ જુવાનીનો મોહક ભાગ તેમનામાંથી ઓછો થાય છે. પણ જેની જગ્યાએ હરકોઇ ને ખેંચી શકે તેવું એક નવું આકર્ષણ જન્મે છે. એ આકર્ષણમાં શરીરનો નહિ, પણ સ્વભાવનો ઘણો મોટો હિસ્સો હોય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પુરુષ''' ગમે તેટલો મહાન અને બળવાન હોય પણ એ જ્યારે ઘરઆંગણે કોઈ પ્રેમભર્યાં હાથની પાસે બેસે છે: ત્યારે એ પોતાનાં વય, પરિસ્થિતિ, પ્રતિષ્ઠા, ગૌરવ, માન સઘળાં વિસારી મૂકે છે: તે એ એમ વિસારી ન મૂકે તે એટલી સ્ત્રી–શક્તિની ખામી છે, અને એની મહત્તાની પણ ખામી છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''નારીને''' એક જગ્યાએ થોભવું પણ ભયંકર લાગે છે: ભીરુ પાસે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''અનેક''' કલાની પેઠે કૌટુમ્બિક જીવનની પણ કલા હોય છે. એ સાધ્ય ઘણા ઓછાને જ હોય છે.
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
27lic0sevtg2cb72ckbsozy6ojefqe3
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૯
104
72880
222059
221997
2026-05-22T03:18:44Z
Snehrashmi
2103
/* Validated */
222059
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૬૪||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''કોઈ''' વખત તમને મનોરમ સ્વપ્ન આવીને ઉંઘમાંથી જગાડી ગયું છે ? દિવસોના દિવસો સુધી એવી કોઈ એકાદ મધુર પળ તમારી સાથે ચાલી આવી છે ? તમે કોઈ વખત એવો અનુભવ કર્યો છે કે જે અનુભવ તમને જીવનમાં ગમે ત્યારે આવીને સઘળું ભૂલાવી દઈ, વર્ષોનાં અંતર ટાળી દઈ, તમને પોતાનામાં ડૂબાડી દઇ, જીવનને એવા રંગે રંગી દે કે તમે જીવનની એ ચાલી ગયેલી પળ સાચી માનો—લાંબા જીવાતા જીવનને મિથ્યા ગણો ! તમને આવો અનુભવ કોઈ દિવસ થયો છે?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''‘આ''' મારું છે’ એમ ધારીને આપણે જે કાંઇ કરીએ છીએ તે જીવનને હણનારું નીવડે છે; કારણ કે ‘આ મારું છે’ એની સાથે જ આપણા અંતરમાં વિશ્વાસ જન્મવો જોઈએ કે : ‘એ સાચું પણ છે.’
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જીવન''' પોતે જ એક પ્રકારની કલ્પના છે: મૃત્યુ એ કલ્પનાનો પડછાયો છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
qmvbhpply062ix0idl3qxxtzis0pg5q
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૦
104
72881
222060
221998
2026-05-22T03:23:06Z
Snehrashmi
2103
/* Validated */
222060
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૬૫}}<hr>'''</noinclude>
{{gap}}'''જ્યારે''' મોહકવપ્નમાંથી માણસ જાગે છે ત્યારે એની સમક્ષ તજવાની ને ગ્રહણ કરવાની એવી બે વસ્તુસ્થિતિઓ બે ભવ્ય પ્રતિમાઓ જેવી આવીને ઊભી રહે છે! એ કોને તજે અને કોને ગ્રહે ? ભગવાન બુદ્ધ કોને તજે—યશોધરાને કે જેના સાન્નિધ્યમાં શોક અશોક થઈ રહે ? કે જનતાને કે જેના દુઃખ પાસે કોઈ સુખનો પડછાયો પણ ફરકી ન શકે? કોને તજે ને કોને ગ્રહે ? રામ કોને તજે? સીતાને કે પ્રજાને ? શંકર કોને છોડી દે? માતાને કે જ્ઞાનને ?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''આપણે''' જીવનમાં અનેક અર્થહીન ક્રિયાઓ કરીએ છીએ. અર્થહીન ક્રિયા આરામવૃત્તિઓને ઉત્તેજે. તેમાંથી સગવડતા પ્રત્યે તૃષ્ણા થાય. તેમાંથી પદાર્થોની આસક્તિ જન્મે. તેમાંથી વિનિપાત આવે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''આપણે''' જેને અતડો માનીએ છીએ તે ઘણી વખત પોતાની કરુણતામાં ડૂબેલો એવા દુઃખી આત્મા હોય છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
lf5x9ew3pkc6ugd3uxqm52vv9lqm5c9
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૧
104
72882
222061
221999
2026-05-22T03:27:01Z
Snehrashmi
2103
/* Validated */
222061
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૬૬||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''કોઇક''' મૃત્યુ એવું સુંદર પણ હોય છે કે જીવનભર જાણે તમે એનું સ્મરણ કર્યા જ કરો; જીવતાં તો ઘણાંને આવડે છે; મરતાં તો કોઈકને જ!
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જીવનમાં''' જેને પ્રેમ નથી મળ્યો હોતો એ લોકો પ્રેમ આપવામાં સંકુચિત બની જાય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જ્યાં''' સુધી માણસ માલિકીપણાના ભાનથી કોઈ પણ કામ કરે છે—પછી ભલેને એ લોકકલ્યાણની જ પ્રવૃત્તિ હોય—પણ જ્યાં સુધી કામ કરનાર પ્તાનામાંથી ‘હું કામ કરું છું’ એ ‘હું’ નો વિનાશ નથી કરી શકતો ત્યાં સુધી કોઈ સાચું સ્થાયી કામ એ નથી કરતો.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''તમે''' માત્ર વિચાર કરો છો, વાતો કરો છો, ત્યાં સુધી તમને ઘણા મિત્રોનો સાથ મળશે; એ વસ્તુ ક્રિયામાં ઉતારશો એટલે તમે તમારી જાતને એ માર્ગ ઉપર એકાકી દેખશો !
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
a2dxc5uz2kng2z9ik4skopqkx34gdp5
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૨
104
72883
222062
222005
2026-05-22T03:35:31Z
Snehrashmi
2103
/* Validated */
222062
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૬૭}}<hr>'''</noinclude>
{{gap}}'''દુનિયાની''' ઘણીખરી ગેરવ્યવસ્થા આમાંથી જન્મે છે: માણસો કામ શોધતાં નથી : જે કામ મળે છે તે લઈ લે છે : અને એનું કારણ એટલું જ છે કે આપણા સામાજિક ને આર્થિક મૂલ્યાંકનો ભયંકર રીતે ખોટાં છે !
{{સ-મ| |◎ | }}
{{gap}}'''ખલિલ''' ગિબ્રાને કહ્યું છે કે, જ્ઞાનને વિંટળાઈને એને ઘેરી રહેલું એક પ્રકારનું પડ છે. જે સાધન વડે એ પડ ભેદી શકાય તેમ છે એ સાધનનું નામ દુઃખ. ઠળિયાએ ગોટલી કે ગોટલામાંથી, ઉપલું પડ ભેદીને બહાર આવવું જોઇએ કે જેથી, એના બીજાંકુરને સૂર્યનો તાપ મળે. તે રીત, દુઃખ અને જ્ઞાન વિષે જાણવી. નિત્યજીવનની સાદામાં સાદી વસ્તુઓમાં જે અદ્ભુતતા રહી છે, તે જીવનને આશ્ચર્યચકિત કરી, એ દ્વારા જ્ઞાનનો ઉદય કરે છે. દુઃખ નિત્યજીવનની આવી એક વસ્તુ છે.
{{સ-મ| |◎ |}}
{{nop}}<noinclude></noinclude>
h01lk8tyfm7djvpx27mrg0hz5f3ftsy
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૩
104
72884
222063
222006
2026-05-22T03:36:43Z
Snehrashmi
2103
/* Validated */
222063
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૬૮||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''બધાને''' નિર્ભય બનાવવા માટે સૌએ સૌના બનવું જોઇએ. નાના નાના વર્ગ ભય ઉત્પન્ન કરે છે. અને ભય મટાડ્ચા વિના, સૌને નિર્ભય બનાવ્યા વિના, માનવતા સરજી શકાતી નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સંતોને''' માટે જેમ સંસારનો ત્યાગ ઘણી વખત અનિવાર્ય હોય છે, તેમ ગરીબી મિટાવવા માટે ગરીબ બનવું પણ અનિવાર્ય હોય છે. કૃત્રિમ ગરીબી ધારીને કોઈ પણ કાંઈ કામ કરી શકે નહિ.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''માણસ''' જેવી સાહજિક વૃત્તિથી ખેતરમાં રમતી અને ચાલી જતી ઋતુઓને સ્વીકારે છે એવી જ સાહજિક વૃત્તિથી એણે હૃદયમાં આવતી ઋતુઓને પણ સ્વીકારી લેવી.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
i1hmtogmuskpxqig4z7ru3cihal1xm5
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૪
104
72885
222064
222007
2026-05-22T03:37:47Z
Snehrashmi
2103
/* Validated */
222064
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૬૯}}<hr>'''</noinclude>
{{gap}}'''ભીરુતા''' કરતાં પણ વધારે ભયંકર આ બે વસ્તુ છે–ઘરજીવનની આરામભરેલી સગવડતા અને એકધારું સરળ જીવન. એ બન્ને વસ્તુઓ માણસને કાયર બનાવે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''માણસ''' સત્યની શોધ કર્યા કરે છે. પણ એને મળતું સત્ય એનું જ રહે છે; સંપૂર્ણ સત્ય તો છૂપાયેલું પડ્યું રહે છે. એમાં જ જીવનનો ને વિશ્વનો આનંદ છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સાધુચરિત''' ન હોય તો માણસને સમૃદ્ધિ ભયંકર બનાવે છે, કારણ કે એ પણ એક જાતનું હિંસાત્મક શસ્ત્ર છે. એ શસ્રને વાપરનારમાં જ્યારે સંયમ નથી હોતો ત્યારે એ ઘણું ભયંકર પરિણામ લાવે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''અકસ્માત''' બનેલા ગુનેગારોને કાયદો વ્યવસ્થિત ગુનેગારો બનાવે છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
ee82uetx7ujqfi8zbpwe1ginh5r0dsj
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૫
104
72886
222065
222008
2026-05-22T03:40:28Z
Snehrashmi
2103
/* Validated */
222065
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૭૦||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''જેમ''' સમૃદ્ધિનો ઉપયોગ છે ને દુરુપયોગ છે, તેમ જ માનવને મળેલી સુંદરતા, બુદ્ધિ, શક્તિ, લાગણી સઘળાંનો ઉપયોગ છે ને દુરુપયોગ પણ છે. વિશ્વ છે તેના કરતાં હજારગણું સુંદર તો બને જો માનવ માનવ બને.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જીવનમાં''' જય મળવો કે પરાજય એ અકસ્માત છે; પણ જીવનમાં ભાવના ને સંસ્કારિતા પૂરવાં એ સ્વયંસિદ્ધ છે. કેળવણી, જો સ્વયંસિદ્ધ વસ્તુઓના વિકાસ માટે હશે, તેા એ કેળવણી માનવને સંપૂર્ણ બનાવશે. પણ આજે છે તેમ, જે કેળવણી, પ્રતિષ્ઠિત હરોલમાં ઉભા રહેવા માટેની એક પ્રકારની તાલીમરૂપે હશે, તો એ કેળવણી નકામી ભારરૂપ બનશે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જીવનની''' યાતના ગમે તેટલી વિકટ હો–માણસને એ યાતનાથી દૂર નાસી જવાનો અધિકાર નથી; કારણકે એ જ એના જીવનપથનું નિયામક બળ છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
ogp45tg8nh353fdh6fe5lqywe6f95ow
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૬
104
72887
222066
222009
2026-05-22T03:42:46Z
Snehrashmi
2103
/* Validated */
222066
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૭૧}}<hr>'''</noinclude>
{{gap}}'''રાજસંસ્થા''' માનવે સરજી છે. એનું સર્જન બાહ્ય પરિસ્થિતિ ઉપર આધાર રાખનારું છે. એ માનવને હણે પણ ખરી; પણ ધર્મસંસ્થા એ અંતર્ગત મૌલિક માનવભાવનાએ સરજી છે. એટલે એ માનવને હણ્યા વિના પણ માનવની રક્ષા કરવાનું સામર્થ્ય ધરાવે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જો''' શબ્દપંડિત થવાથી માણસ શબ્દની પવિત્રતા વિષે શંકા ઉઠાવ્યા કરે, તો વિશ્વનો ઘણોખરો વ્યવહાર વિશ્વાસ ઉપર ચાલવાને બદલે કજિયા, દલીલ, તોપો ને બંદૂકો ઉપર ચાલે: એટલે કે ન ચાલે. માણસ પોતાની સગવડ પ્રમાણે શબ્દોના અર્થો ફેરવ્યા કરે છે ત્યારે એને મહાન રાજદ્વારી પુરુષ કહેવામાં આવે છે; ખરી રીતે આ રાજદ્વારી પુરુષો સામ્રાજ્યના પતનની ખાડીઓ તૈયાર કરે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''માણસ''' ગમે તેટલો સ્વતંત્રતાપ્રિય હોય છતાં એ બીજાના અભિપ્રાય ઉપર જીવનાર પ્રાણી છે!
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
pec4nrhjxabksc4ul4lymq20zq4zq0b
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૭
104
72888
222067
222024
2026-05-22T03:44:17Z
Snehrashmi
2103
/* Validated */
222067
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૭૨||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''જે''' ગૃહસ્થાશ્રમ, સંન્યસ્તની દૃષ્ટિ સમક્ષ રાખીને શરૂ થાય છે તે જ શોભી ઊઠે છે. સંગ્રહ કરનારમાં ત્યાગ કરવા માટે સંગ્રહ છે, એ દૃષ્ટિ હોય તો જ સંસાર શોભે. જે ગૃહસ્થાશ્રમના અંતમાં સંન્યાસ્તાશ્રમ છે, તે માઈકાંગલાનો ખાધાખોરાકી ગૃહસ્થાશ્રમ મટી, જીવનવિકાસમાં એક સોપાનરૂપ બની જાય છે!
{{સ-મ| |◎ | }}
{{gap}}'''માણસે''' તાત્કાલિક બાંધેલો નિશ્ચય એ ખરી રીતે તાત્કાલિક — એટલે તે સમયે કરેલો હોય છે; પણ એવો નિશ્ચય બાંધવા માટે એણે મેળવેલું બળ એ ઘણાઘણા સંસ્કારો વડે પોષાયલી વસ્તુ છે. ને તે હરહમેશાં એના જીવનમાં જાગ્રતસૂતેલ હાજર જ હોય છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
sytud7men7tbxwu2ducbthb14iii3bp
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૮
104
72889
222068
222025
2026-05-22T03:45:06Z
Snehrashmi
2103
/* Validated */
222068
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૭૩}}<hr>'''</noinclude>
{{gap}}'''હું''' એવી ભૂલો કરવામાં માનું છું કે જે ભૂલોથી મારી જાત વધારે સામર્થ્ય મેળવે: વધારે સુંદર બને.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' લોકો સમાન–આનંદ કરતા નથી તે સમાન દુઃખ શી રીતે વહેંચશે?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''ઐકાંતિક''' જીવનને ઘણીઘણી આંતરસામગ્રી વડે ભરી દેવાની, તાકાત માણસ ધરાવતો ન હોય, તો સામાજિક વ્યવહારના માર્ગે કપાઈ જતાં એ એકલો, અટુલો, ખારો ને કટુ બની જાય છે.
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
onn6yatsu8mg1hbqu8lf13fpypm8fkj
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૯
104
72890
222069
222026
2026-05-22T03:46:40Z
Snehrashmi
2103
/* Validated */
222069
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૭૪||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''ગરીબીએ''' દુનિયાને જે સૌન્દર્ય, જે સ્વાર્પણ, જે આત્મસમર્પણ, જે કવિતા, કલા, સાહિત્ય, વિજ્ઞાન આપ્યાં છે તેનો સહસ્રાંશ પણ ગરીબી વિના મળી શકત ખરો?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જીવનમાં''' કેટલાક એવી એવી મૌનવાણી સાંભળે છે કે, પછી, એ વાણીની મોહિનીમાંથી કોઈ દિવસ એ મુક્ત થઈ શકતા નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''નિષ્ફળતા''' જે ક્રોધ પ્રેરે તે ક્રોધ ગાંડો હોય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સિદ્ધાંતને''' ન વરેલાં માણસો પ્રાથમિક અવસ્થામાં નથી: કારણ કે એ બાળક જેવાં નિર્દોષ નથી: અને હાલના વિકસિત જમાનાની પણ એ પેદાશ નથી : કારણ કે એમનામાં સિદ્ધાંતનું બળ નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સાધારણ''' સિદ્ધિ નહિ, અસાધારણ મહેચ્છા, એ વધારે પ્રાણદાયી છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
7ct0t5wn7c3hmhllv7xv81040x2nrxy
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૦
104
72891
222070
222027
2026-05-22T03:48:13Z
Snehrashmi
2103
/* Validated */
222070
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૭૫}}<hr>'''</noinclude>
{{gap}}'''જાતવિલોપન''' નહિ, જાતનું ઉર્ધ્વીકરણ; એકાકી ઉંચાઈએ પહોંચવામાં જે આનંદ છે, તે આનંદની પાસે વળી સેવાનો આનંદ, તુચ્છ – અતિતુચ્છ—યાંત્રિક ઘટમાળ જેવો ભયંકર રીતે તુચ્છ લાગે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''આતતાચીને''' હણવાનો ગીતાધર્મ જે સંસારી માણસ ભૂલે છે તેણે આતતાયીને હાથે મરણ સ્વીકાર્યે જ છૂટકો. જાલિમ હિંસા અને આંધળી અહિંસા – એ બન્ને છેવટે પરિણામ તો એક જ લાવે: સમાજધર્મના વિનાશનું.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જીવનની''' કોઈ પણ ક્રિયાને મહાન બનાવવી હોય તો કેવળ શુષ્ક તર્કવાદથી એ કદી પણ મહાન થઈ શકતી નથી. એને માટે તો તમારે જ્યાં તર્ક વિરામ પામે એવા કોઈ અગોચર આંતર પ્રદેશનો આશ્રય શોધવો પડે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જીવનનો''' શ્રેષ્ઠઅંશ જેમાંથી પોષણ મેળવે ને વિકાસ સાધે એનુ નામ ગ્રંથ.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
4dohnj6xuo2ze8idf3t8t2rhmzvyylb
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૧
104
72892
222071
222028
2026-05-22T03:50:08Z
Snehrashmi
2103
/* Validated */
222071
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૭૬||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''એવા''' જીવનની કલ્પના તમે કરી શકો છો જ્યારે જીવનમાં થોડી
મધુરપળોની સ્મૃતિ સિવાય બીજું કાંઈ જ આશ્વાસન ન હોય ?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''માણસ''' જ્યાંસુધી પોતાની જાતને ઘડી શકે નહિ, ત્યાંસુધી એ જે કાંઈ ઘડવાનો પ્રયત્ન કરશે, એ પ્રયત્ન બહુ બહુ તો ઓપ આપેલો, સંસ્કારી, ચાલુ ફેશનનો, ન કળી શકાય એવો એક પ્રકારનો ઢોંગ હશે: પણ એમાંથી એ કોઈ સ્થાયી વસ્તુનું નિર્માણ ન કરી શકે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''વ્યથા''' ભોગવનારો—અને એને સમજનારો દરેક જીવનનું રહસ્ય પામે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સંપૂર્ણતાની''' ટોચે પહોંચવા મથતો માણસ જ્યારે એક પ્રકારની અપૂર્ણતા અનુભવે છે, ત્યારે એ સંપૂર્ણતાની એટલે વધારે નજીક આવે છે. એ પૂર્ણતા અનુભવે છે માટે જ એ સંપૂર્ણ છે. એવી અંપૂર્ણ સંપૂર્ણતા અવિનાશી છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
niycz97qpwkwwhb5pvk15hqbsrg64mb
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૨
104
72893
222072
222029
2026-05-22T03:51:42Z
Snehrashmi
2103
/* Validated */
222072
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૭૭}}<hr>'''</noinclude>
{{gap}}'''જેમની''' સાથે દુઃખ સહ્યું તે સ્વજનો ચાલ્યાં ગયાં, દુઃખની એ પળો ચાલી ગઈ, પરંતુ કોઈ વખત જ્યારે એ જીવનમાં ફરી ડોકિયું કરું છું ત્યારે એ દુઃખ સાથે સહ્યું — અને દુઃખ સહવામાં હું પણ સ્વજનો સાથે હતો — એ સ્મૃતિ માત્રથી એક પ્રકારની આનંદલહરી આજે પણ જીવનમાં અનુભવી રહું છું ! દુઃખ એ દુઃખ નહિ રહે — માત્ર દુઃખાભાસ બની જશે — ને સમય જતાં એમાંથી જ અનિર્વચનીય સુખની ક્ષણો પ્રગટશે —— એવી કલ્પના તો ત્યારે ક્યાંથી હોય ?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''માણસને''' મળેલો લોહીનો વારસો, સત્તાધીશની આજ્ઞાથી, એને વારંવાર પોતાના તરફ બોલાવે છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
i7mhw82uen60jx6x4i9cippvgejho5l
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૩
104
72894
222073
222030
2026-05-22T03:56:23Z
Snehrashmi
2103
/* Validated */
222073
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૭૮||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''જેટલી''' સહજ શાંતિથી મનુષ્ય શિયાળાની ઋતુનું આગમન સ્વીકારી લે છે તેટલી જ શાંતિથી એણે વિષાદને સ્વીકારી લેવો ઘટે. દુઃખ સ્વયંભૂ છે; માણસ પોતે જ એને જન્મ આપે છે; અને માણસ પોતે જ એને પસંદ કરે છે. અંતરમાં વસી રહેલા મહાન ધન્વંતરી આ કટુ ઔષધનો પ્રયોગ કરે છે કે જેથી રોગી જેવી મનુષ્યની જાત એ દ્વારા વધારે ને વધારે બળવાન બને. એટલા માટે શાંતિથી, મૌનથી, પ્રસન્નતાથી આ ઔષધોપચાર સ્વીકારવો જોઈએ. એ મહાન ધન્વંતરીના ભારે દેખાતા કઠણ હાથમાં અપ્રગટ કોમળતાની છાયા વસી રહી છે. એ જે ઔષધની પ્યાલી લાવે છે તે હોઠ કટુ લાગે, પણ જે કારણ માટે, એ પ્યાલી ધરવામાં આવે છે, એ કારણ ઉપર દૃષ્ટિ રાખવી જોઈએ. ઔષધની આ પ્યાલીને, એના<noinclude></noinclude>
4ocarjxzm0cgnft3n76m9tx75x3en8i
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૦૨
104
72903
222054
221516
2026-05-21T16:17:11Z
Amvaishnav
156
/* Proofread */
222054
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૮૭}}<hr>'''</noinclude>
{{gap}}'''જ્યારે''' ગરીબી—મનની, તનની, ધનની, હરેક પ્રકારની ગરીબી —
સૌ સાથે વહેંચવા બેસો ત્યારે એક અતિ આશ્ચર્યકા૨ક ઘટના બનશે: તેઓ જે વસ્તુ વહેંચવા માગે છે એ ગરીબી જ ત્યાં નહિ હોય !
{{સ-મ| |◎ | }}
{{gap}}'''વેર''' લેવું એ સામાન્ય બાબત છે. વેર ન લેવું એ પણ સામાન્ય બાબત છે. વેરનું કારણ શોધવું અને એનો ઉપાય કરી બતાવવો એ અસામાન્ય
બાબત છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જવાની''' અનિવાર્ય જરૂરિયાત લાગે એવી આતુર અવસ્થા - ઓહો ! મૃત્યુની આવી મનોહારી પળ મેળવવા માટે, માણસને કેટકેટલાં જીવનોનો અર્ક
સાથે રાખવો પડતો હશે !
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
pdna048mm792887w9ld112o4lkuodd5
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૦૩
104
72904
222055
221517
2026-05-21T16:21:58Z
Amvaishnav
156
/* Proofread */
222055
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૮૮||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''જે''' ધર્મ વિજ્ઞાનને દુશ્મન ગણશે તે ધર્મ આ જમાનાની એક કઢંગી
વિચિત્રતા તરીકે રહેશે: સત્ય અને અહિંસાને પણ વિજ્ઞાન જ કસેાટી કરીને મહાન ગણશે. એ જ કહેશે કે ગુનેગારીવૃત્તિના વિનાશ માટે આટલી લેાહીશુદ્ધિ જરૂરી છે: આટલી ધવૃત્તિ આવશ્યક છે. ધર્મ અને વિજ્ઞાન એકબીજાના મિત્રો બનીને રહે તો જ બન્ને ટકી શકે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''નૃત્ય'''—ગરબા—રાસ આટલા માટે છે: એમનાથી વર્ગલોપ થાય છે; મહાન ઉત્સવો પણ વર્ગલોપ માટે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સહન''' કર્યા વિના તો અનેક મનુષ્યોના જીવનમાં મીઠાશ હેાઈ શકે; સહન કર્યો પછી, કોઈકના.
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
sn0ix3oj96hil0ppx3wvgsbczyrpuqm
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૦૪
104
72905
222056
221518
2026-05-21T16:26:55Z
Amvaishnav
156
/* Proofread */
222056
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૮૯}}<hr>'''</noinclude>
{{gap}}'''પ્રેમ''' — એ પુરુષો માટે વિનોદની, ઘડીભર મશ્કરીની આનંદની વસ્તુ બની જતી લાગે છે: પણ સ્ત્રી સાથે પ્રેમની વાત કરવી હો તો એની ગંભીરતા
સમજીને કરવી જોઈ એ; એ વસ્તુ જે જીવનમાંથી સરી જાય ને એના વિષે એક પળ પણ દગાભરી રમત રમાય તે પછી જીવનભર એ વસ્તુ માણસ ગુમાવી બેસે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''આનંદ'''—સાહિત્યનો આનંદ—એવો હોવો જોઈએ કે જેની પાસે બીજા સઘળા આનંદ ક્ષુલ્લક લાગે: એવા સર્વાંગ જીવનવ્યાપી આનદ વિના એમાંથી
સામર્થ્ય ન પ્રગટે !
{{સ-મ| |◎ | }}
{{gap}}''''માનવને''' પામર રીતે જીવવું પડે એના કરતાં વધારે ભયંકર બીજી કોઈપણ સામાજિક હિંસા નથી.
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
rst9bmhfhcrlmeisy0crstjvm45z7h3
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૦૫
104
72906
222057
221519
2026-05-21T16:32:10Z
Amvaishnav
156
/* Proofread */
222057
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૯૦||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''માણસ''' શું છે એ જાણવા માટે માણસ શું નથી એ જાણવું જરૂરી હોય છે. માણસ જે દેખાય છે તે નથી એટલું જ સત્ય પહેલાં મળે તો માણસ શું છે એ શોધ તો ત્યારપછીની થઈ !
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' મનુષ્યો જીવનમાં નવાં મૂલ્યાંકનો સ્વીકારતાં નથી તે ભીરુ છે. દુનિયા ભીરુને માટે નથી. લક્ષ્મી ભીરુને માટે નથી. સરસ્વતી ભીરુને માટે નથી.
સ્ત્રી ભીરુને માટે નથી—મોક્ષ પણ ભીરુને માટે નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' સહવાસથી પરિચય સધાતો નથી તે સહવાસ ગમે તેટલો લાંબો વખત ચાલે તો પણ અર્થહીન ગણાવો। જોઇએ : ઘણાં લગ્નજીવન અર્થહીન હોય છે.
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
jy3jxikeqla1douy6vs5lo8z7fab94t
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૦૬
104
72907
222058
221520
2026-05-21T16:36:16Z
Amvaishnav
156
/* Proofread */
222058
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૯૧}}<hr>'''</noinclude>
{{gap}}'''ઇશ્વરી''' વિધાનમાં આ એક વસ્તુ જણાય છે. માણસ જે જગ્યાએ ઊભો હોય ત્યાં એ જે કામ કરે એ કામ જ એને શાંતિ આપે, માર્ગ દર્શાવે અને મોક્ષ પણ આપે—મહત્ત્વ કામનું નહિ પણ ભાવનાનું, વ્યક્તિનું. તેજ પ્રમાણે સામાજિક રચનામાં પણ દરેક માનવ શક્તિ પ્રમાણે શ્રમ કરે, પણ ફલ તેા એની જરૂરિયાત પ્રમાણે જ મેળવે, એવી સમાજવ્યવસ્થા સ્વીકાર્યા વિના ચિરંજીવી શાંતિની શક્યતા નથી; પરંતુ માનવની જરૂરિયાત વિષેનો અભ્યાસ અને જરૂરિયાતો ઘટાડવાનું તત્ત્વજ્ઞાન એ બે મહત્ત્વની વસ્તુઓને પણ આ સામાજિક ક્રમમાં ઘણું અગત્યનું સ્થાન છે, એ ભૂલવું ન જોઈએ.
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
2j3986rvoqxl5jtkd6ux5v6qi1cy1ay
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૬
104
73012
222074
2026-05-22T07:34:42Z
Snehrashmi
2103
/* Not proofread */
222074
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૫૭||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૫૭}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti
[ ૧૩ ]
શુ લખાવ્યું હશે ?
જાના વખતની એક વાત છે. એક અધિકારીની
જીભ ઘણી જ મીઠી. એટલી બધી મીડી કે એ
અન્યાય કરે તે પણ લેકને તે એમ મનાવી શકે કે
આમાં આ સિવાય બીજો કોઈ રસ્તા જ ન હતા!
એને પોતાને જ્યારે ખાત્રી થઈ ગઈ કે એની આ
મીઠી જીભ ઘણાને અનાવી શકે છે, હોંશિયારમાં
હોંશિયાર પણ એને ભાગ થઈ શકે છે, ત્યારે એને
અંતરમાં એક રીતે આનંદ ભરેલા સંતેાષ મળવા
લાગ્યા. એને પેાતાની જાતને માટે ગવ થવા લાગ્યા.
‘હું કેવા ! ’એના કરતાં પણુ, હું ‘ અધાને કેવા
બનાવી શકું છું!' એ ભાનપૂર્વકની હાંશિયારી એને
અમૃત સમાન જણાવા લાગી !
એક વખત એવું બન્યું, એણે રસ્તામાં એક ઝાડ
વવરાવ્યું. પેાતાના ઘરના માર્ગ'થી લેાકમાર્ગ જરા
આઘો રહે, ને એ રીતે ગરબડ ને ઘોંઘાટમાંથી પેતે
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
5pvf7ua2xk6gm5zhse2ms8u2p390gta
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૭
104
73013
222075
2026-05-22T07:35:18Z
Snehrashmi
2103
/* Not proofread */
222075
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૫૮||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૫૮}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
પુ
ખચી જાય માટે એણે આ કર્યું. અને
પણ બધા આઘા ચાલતા રહે માટે એ
ઝડ વાવ્યું !
સુ વ ણું રે ખા
આ ઝાડથી
કાંટાવાળુ
નાનકડું વૃક્ષ તે દિન પ્રતિદિન વધવા માંડયુ.
અને વધતાં જ પોતાના ગુણ પ્રગટ કરવા માંડયુ. જો
કોઈ એની નજીક ચાઢે તે કાંટા વાગ્યા જ છે !
પરિણામે લેાકા જેમ બને તેમ એનાથી દૂર ચાલવા
માંડયા, લાકોને આઘા રાખવા માટે જીભ વાપર્યા વિના
પેાતે આ જુક્તિ કરી શકયો હતા, તેથી અધિકારી
મનમાં ને મનમાં એના આનંદ અનુભવે! અને કયારેક
તે પાતે પેાતાને એટલે કે પેાતાની હેાંશિયારીને-
એકાંતમાં બેઠા બેઠા હસે !
આ દેશના સુમે ઘણા વિચિક્ષણ. એક વખત એ
ફરવા નીકળ્યા અને એણે આ જોયું, એને થયું કે
આ તે લોકોને હંમેશાંની નાની કનડગત છે. અને
મેાટા અન્યાય કરતાં પણ આવી નાની નાની કનડગત.
લેાકેાને વધારે લાગે છે. એણે તે દિવસે પેલા
અધિકારીને એ ઝાડ કઢાવી નાખવાની વાત કરી.
· અધિકારીએ તરતજ હા કહી. પણ ઝાડ હતું.
તેમ જ રહેવા દીધું.
એને ખખર હતી કે માણસાની યાદશક્તિ ઘણી
ટૂંકી હોય છે. ને થાડા વખત ગરખડ કરીને સહી.
લેવાતા અન્યાયને લેાકેા પછી ન્યાય જ માને છે!
ફરી એક વખત સુખે આ રસ્તે નીકળ્યા, ત્યારે
એણે પાછું વૃક્ષને ત્યાં જેયુ'. ક્રી એણે અધિકારીને.
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridhar<noinclude></noinclude>
8nkfpactbnjrzzj5pm9hsrnu5o518n3
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૮
104
73014
222076
2026-05-22T07:38:08Z
Snehrashmi
2103
/* Not proofread */
222076
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૫૯||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૫૯}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti
શું લખાવ્યું હશે!
પ
વાત કરી. અધિકારીએ તત્કાલ એ સ્વીકારી પણ લીધી.
પર'તુ અને માણસ જાતના અનુભવ હતા. એટલે એણે
કાંઇ ફેરફાર ન કર્યો. ટૂંકી યાત્રુ શક્તિ હેવી એ
શાપિત રાજલક્ષ્મીને મળેલા મેટામાં મેટો શાપ છે.
અધિકારીને થયું કે બે વખત, ત્રણ વખત, પશુ
છેવટે તેા એ વાત ભુલાઇ જવાની જ છે !
પણ એ જમાને આટલો બધે! તુમાર લીન નહિ.
એટલે થાડા જ વખત પછી ત્રીજી વાર પણ એ વાત
સુબાએ યાદ કરાવી.
અધિકારીએ હાથ જોડીને કહ્યું! ‘સુખા સાહેબ !
આ ઝાડ મે એટલા માટે વાળ્યું છે કે એ દ્વારા
લેાકાને થાડુ શિક્ષણ આપવું !’
સુખાને નવાઈ લાગી. પોતાના કોઈ અધિકારી
આ પ્રમાણે અંગત રસ લે તે એને ગમ્યું. એણે
પૂછ્યું : · આમાં શું શિક્ષણ મળવાનું હતું ?'
*
*
ઝાડ
લોકેા પેાતે જ હંમેશાં જુએ છે કે આ
અડચણ કરે તેમ છે. એક દિવસ એવેા આવશે, જ્યારે
એમાંથી કાઈ ને કાઈ ભેગા થઈને કાં અને ખેાદી
કાઢશે. કાં એને ખેાઢી નાખવાનું કહેવા માટે જૂથમાં
મળવા આવશે. અન્ને રીતે એ વસ્તુ, લોકેા માટે એક
પ્રકારે જાતઅભ્યાસની જ ગણાશે. એટલે હું રાહુ
ન્નેઉં છું’'
એનેા આ ખુલાસા સુમાને સુંદર દૃષ્ટાંત પુરુ
પાડનારા જણાય. એટલે એણે વૃક્ષ એમ ને એમ.
રહેવા દીધું. સુમે ગયા, એટલે આંખ મીંચકારતા
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
9kl2jrw6lqaacg671nx8qa1mbszrz1a
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૯
104
73015
222077
2026-05-22T07:38:26Z
Snehrashmi
2103
/* Not proofread */
222077
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૬૦||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૬૦}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૬.
સુ વ ણું રે ખા
અધિકારી પોતે પેાતાને પ્રસન્નતાથી હસી રહ્યો !
· ચાલા! આગે આગે ગેારખ જાગે !'
પણ ઘણા વખત ગયા છતાં ઝાડ ત્યાંથી ખસ્યું
નહિ ને હવે તે એ ખાસ્સું મેાટુ' બનીને સૌને ઠીક
ઠીક દૂર રાખવા લાગ્યું'. સુખાએ એક વખત અધિકારીને
ફ્રીને એ વાતની ચાદી આપી.
આ
વખતે અધિકારીએ તત્કાલ 'દોબસ્ત કરવાની
વાત કરી !
પણ વાત તે હતી તેમને તેમ રહી. હવે સુખાને
લાગ્યું' કે આમાં કાંઈ ભેદ છે. એટલે એ પેાતે ખીજે
દિવસે છાને વેષે ત્યાં ગયા. અસંતુષ્ટ લેાકેા પસાર
થતા થતા ટીકા કરતા હતા કે ‘જીએ, પેાતાની ભીંતને
જરા જેટલેા પણ ઘસારો ન લાગે માટે આ થયું છે!
પણ આંખ કોને છે ??
સુખાની આંખ હવે ઉઘડી. એને તરત સમજાઈ ગયું
કે એ અધિકારીની હોંશિયારી ભરી વાચાળતા સિવાય
· બીજું કાંઈ જ દષ્ટાંત આંહીંથી ઊભું થવાનું' નથી !
પણ એણે જુક્તિ કરી. બીજે દિવસે સવારમાં જ
પેાતે એ કુહાડા સાથે ત્યાં આવ્યેા. અધિકારીને ત્યાં
માણસને મેાકલ્યા. એની સાથે કહેવરાવ્યું : · ચાલેા !
આજે આપણે જ દૃષ્ટાંત પૂરું પાડવાનું છે ! ’
અધિકારી હાંફળા ફાંફળા આબ્યા. એણે એક કુહાડા
એના તરફ ધરીને કહ્યું:
• લઉં છું. ઝાડ આપણે જ
આ તમે ત્યા! આ હું
પાડવાનું છે! ’
૮ અરે ! પણ આવતી કાલે જ . . . '
...
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
85ou87fszffrxdr0030yegataozc4si
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૭૦
104
73016
222078
2026-05-22T07:38:40Z
Snehrashmi
2103
/* Not proofread */
222078
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૬૧||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૬૧}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti
શું લખાવ્યું હશે ?
૬૧
આવતી કાલને શે! ભરેસે ? આપણે આજે જ
શર્કરા ! ’
એટલુ બેલીને સુબાએ પહેલા ઘા માર્યાં.
અને પછી તે પેલો અધિકારી થાકીને લાથ થઈ
ગયા ત્યાં સુધી પોતે જ દેખરેખ રાખીને કામ આગળ
ચલાવ્યુ'!
પણ તે દિવસે સાંજે આખા શહેરમાં વાત થતી
હતી કે સુબાએ એટલી ઘેાડી જગ્યામાં એક નાનકડી
તકતી પણ મૂકાવા ધારી છે! એમાં એ શુ' લખાવશે
એ સૌને માટે કુતુહુલના વિષય થઈ પડ્યો !
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
4mkx9vi48ppzquiw3zntfmxksxkinyd
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૭૧
104
73017
222079
2026-05-22T07:39:59Z
Snehrashmi
2103
/* Not proofread */
222079
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૬૨||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૬૨}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ ૧૪ ]
વાચાળતા !
એક માણસને એક વખત એક દેવ મળી ગયા.
દેવે એને કહ્યુ કે તારે જેઈ એ તે તું માગી લે !
દેવે ધાર્યું' હતું કે એ પૈસા માગશે. કારણ કે
પૃથ્વીના બધા માણસેાને પૈસાના રોગ જન્મથી જ
લાગુ પડેલા હોય છે. પણ આ માણસ વિચિત્ર
નીકળ્યા : એણે કહ્યું : ' હે દેવ ! હું ડાહી ડાહી વાતા
કરી શકું ને લેાકનું મનર ંજન કરી શકે તેવી ભેટ
તમે મને આપે !'
k અલ્યા
દેવને નવાઈ લાગી, તેણે ફરીને કહ્યું :
· ભાઇ ! શ્રીને વિચાર કરી જો ! પૈસા માગ. કીતિ માગ.
પણ આવું તુ શું માગે છે?'
પણ પેલે માજીસ એકના બે થયા નહિ. એને
ખબર હતી કે એકલા પૈસાથી માણસને જીવનમાં
મહત્ત્વ મળતું નથી. કીર્તિના કાંઈ ફાકડા ભરાતા
નથી. પણ જો તમે દુનિયામાં ડાહીડાહી વાત કરે,
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridhar<noinclude></noinclude>
grzvrj8y3dck98m2ghdyrul59w0giku
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૭૨
104
73018
222080
2026-05-22T07:40:13Z
Snehrashmi
2103
/* Not proofread */
222080
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૬૩||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૬૩}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
વાચાળતા !
૬૩
તે ઢાકા એવા ઘેલા છે કે તમને પૈસા તે આપે,
અને કીર્તિ પણ આપે, પણ એ ઉપરાંત પેાતાની ગરદન
જ તમારા હાથમાં મુકી દે અને કહેશે કે હે સાહેબ!
તમે જ અમારા પ્રભુ ! લોકને શબ્દોથી ને વાતાથી
જેવા અનાવાય તેવા ખીજી કોઈ રીતથી બનાવાય નહિ.
માટે ડાહીડાહી વાતા જ માગવામાં સાર છે! એટલે
એણે તે એ જ માગ્યું, કે હું વાતેા કરું તે ડાહી
ડાહી લાગે, ને લોકરંજન થઈ જાય, ને એ મારામાં
પ્રભુ દેખે એવું મને આપે.
પરિણામે દેવે એ વરદાન આપ્યું. અને એ અદૃશ્ય
થઈ ગયા. પશુ કહેતા ગયા કે થાક લાગે તેા
સભારજે. પાછો આવીશ.
પછી આ માણસ તે લોકેાને ડાહી ડાહી વાતા
કહેવાના ઈજારો લઈને બેઠા. આમ થાય ને તેમ
થાય, આમ જોઈ એ ને તેમ જોઇએ. એની જાણે કે
અને ત્યાં એક મેટી વખાર જ હોય ! એમાંથી તમારે
જે જોઈ એ તે મળે!
સૂત્રેા તે એની પાસે પાર વિનાનાં. લોકેને લાગે
કે આના ડહાપણને કોઈ પાર જ નથી!
એમ ને એમ ગાડું ચાલ્યુ. લોકેા પણ એવા ઘેલા
કે એની વાતને ઈશ્વરની વાત ગણવા લાગ્યા!
પશુ આને તે કેવળ વાતડહાપણુની જ પડી
હતી! એટલે ઘેાડા વખત થયા ત્યાં પરપોટો ફૂટવા
માંડયા.
ja
સૌ જોવા મંડ્યા કે માળે, આ વાત તા મહુ
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
p3qcjwla8de16eg3oiqw3oz34pr9g89
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૭૩
104
73019
222081
2026-05-22T07:40:27Z
Snehrashmi
2103
/* Not proofread */
222081
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૬૪||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૬૪}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૬૪
સુ વ ણું રે ખા
મોટી કરે છે, પણ એનેા એક શતાંશ પણ કયાંય
એના જીવનમાં કેમ દેખાતા નથી? આનું કારણ શું ?
અને એમ કરતાં કરતાં તે એ માણસને પેાતાને
પણ કંટાળેા આવવા મડયો. કેવળ શબ્દો ને કેવળ
ડાહી વાતાથી, એને જીવનનેા થાક લાગવા મડયો,
આ થાક એવા અકારો થઈ પડયા કે એને એમ
થયું કે હવે આના કંઈક પણ ઉતાર નહિં મળે તે
જીવન બહુ જ કઢંગું લાગવા મ'ડશે.
એટલે એણે ફ્રીને દેવને સભાર્યા.
દેવ હાજર થયા. તેણે કહ્યુ ! · કેમ ભાઈ ! ફરીને
કેમ સંભાર્યાં? થાક લાગ્યા છે કે શું?'
પેલાએ કહ્યું; ‘હા થયું છે એવુ ’
‘ત્યારે જે ભાઈ! હું’ તને એક વાત કહું. તારા
મનને એમ હતુ' કે 'હું ડાહી ડાહી વાતેા કરીશ, એટલે
ઘેટાંની પેઠે લેાકેા ભાળવાઈ જશે. લેાકેા ઘેલા છે એટલે
ભેાળવાય છે એ ખરું, પણ કુદરતી રચના એવી છે
કે માણસ જે કાંઇ કહે અને જે કાંઇ કરે, એ બન્નેની
વચ્ચે થાડીક પણ તડજોડ રાખે, તેા જ એને સુખની
કેડી મળે. નહિતર એ ભલે ધોડા કર્યો કરે, એને
ઘણાં ‘ અતિ ’ મળે, અતિ પૈસા મળે, અતિ ક્રીતિ મળે,
અતિ નામના મળે, અતિ સત્તા મળે, છતાં પણ એ
કોઈ ‘અતિ ’ થી એ સુખ ન પામે!
*
સુખની કેડી તા એને ત્યારે જ મળે, જ્યારે એ.
હજાર શબ્દોની સામે, ભલે એ શબ્દો જેટલુ પણુ,
કામ કરી બતાવે તેા.
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
cpndx9woguc0xwnbvpc9w0ylj0mj983
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૭૪
104
73020
222082
2026-05-22T07:40:40Z
Snehrashmi
2103
/* Not proofread */
222082
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૬૫||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૬૫}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
વાચાળતા !
૬૫
તારે હવે આ થાકથી ખચવુ હોય તે થાડું ક
પણ સાચું કામ, સારી રીતે ને સાચ વાટીને, શરુ કર.
તરત ચમત્કાર જોવા મળશે.
સમજીએ તે આ રૂપકકથા એ જ આપણી સૌની
જીવનકથા પણ છે.
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
0p3o66bkv3icuz6nyvnxe72gcze7fzz
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૭૫
104
73021
222083
2026-05-22T07:40:56Z
Snehrashmi
2103
/* Not proofread */
222083
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૬૬||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૬૬}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ ૧૫ ]
ફરિયાદ ગઈ!
એક માણસની વાત છે. એને પેાતાના જીવનની
કમનશીબી અંદરથી કારી ખાય. એવું હતું કે એ
લશ્કરમાં નાકર હતા. પેાતે લડાઈ લડવા ગયા તે
પહેલાં એક સ્ત્રી સાથે પ્રેમમાં પડયેા. ખન્ને જણા
પરણ્યાં. પછી એ લડાઈમાં ગયા. લડાઈમાંથી આવ્યા
ત્યારે એણે જોયું કે એની સ્ત્રી બન્ને પગે લંગડી થઈ ગઈ
હતી. સ્ત્રીએ માન્યું કે હવે એ એને તજી દેશે. પણ
આ માણસે દિલમાં એમ વિચાર કર્યા કે કદાચ હું આ જ
પ્રમાણે લ’ગડા થઈ ને આવ્યા હાત તે ? તા જે વન-
ની આશા મેં રાખી હોત, તે વન મારે હવે રાખવુ
ઘટે છે. એટલે એણે ઉદારતાથી પેાતાની સ્ત્રી સાથે મીઠા
જીવનવ્યવહાર નભાવી રાખ્યા. પણ તે છતાં એના
મનમાં એક પ્રકારના અસતાય તે આવી જ ગયે।.
એને પોતાની આ કમનશીબી ખૂંચવા માંડી. એ ખાલે
નહિ પણ એના દિલમાં કટુતા રહ્યા કરે.
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
ps5p9gkqv2ug9hhcsou6g8ruxw7aywz
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૭૬
104
73022
222084
2026-05-22T07:41:11Z
Snehrashmi
2103
/* Not proofread */
222084
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૬૭||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૬૭}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
ફરિયાદ ગઈ !
૬૭
હવે એક વખત એવું બન્યું કે એ પેાતાની
પત્ની સાથે ફરવા ગયા. એની પત્ની ચાલી શકે નહિં,
એટલે એણે એવી હાથ ગાડી રાખી લીધેલી. ફરતાં ફરતાં
તે આઘા નીકળી ગયા, ને વાતેામાં કાંઈ ધ્યાન રહ્યું નહિ,
એવામાં તરસાદ આવ્યેા, અને પાછા ફરાય તેવું રહ્યું નહિં.
એ પડખેના કોઈના ઝુંપડામાં આશ્રય લેવા ગયાં,
પણ ત્યાં એક નવી નવાઈની વાત દીડી. ઝુંપડામાં
સાદી ગરીબી બધે દેખાતી હતી. સાધના પણ એવાં
જ હતા. છતાં ત્યાં બેઠેલ દંપતીના મન જાણે ભરેલાં
લાગતાં હતાં. એક બે સુંદર છે।કરાં પણ ત્યાં રમતાં હતાં.
પેલા માણસને લાગ્યું કે આ ઘરમાં ગરીબી તે
છે, પણ આ ગરીબી સહન કરવાની છે, એવી સમજણુ
પણ છે, ને તેથી આંહીં કટુતા નથી.
એવામાં એને નવી વાત મળી. ઘરની સ્ત્રી લગડી
હતી. અને એને પતિ અહુ સાધન સંપન્ન ન હતા.
તેણે ઘર આંગણે બચ્ચાંને રમતાં જોઈને એમને પૂછ્યું
પણ ખરું', તમને આ છેકરાંઆને લીધે, આવી અપંગ
અવસ્થામાં બહુ હેરાનગતી થતી હશે?
દંપતીએ પ્રેમથી જવાખ વાગ્યે : ના ભાઈ,
ઉલટાનું અમારું આ અપંગપણુ, એમને લીધે સહી
શકાય તેવું લાગે છે. કદાચ જીવનને સ્થિર શાંત ને
પ્રેમાળ બનાવવા માટે, ખાળકની જરૂરિયાત પણ છે.
લેાકેા સંતાન માટે કાંઈ અમસ્તા ઝંખતા હશે ?’
ત્યાર પછી બીજે દિવસે આ સૈનિક તે ઘેર ગયા.
પણ ત્યારથી એના જીવનમાં નવા વિચાર પ્રવેશ્વે.
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
t4q2rmqrqfw3gt8qrad11qz3iumlm9l
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૭૭
104
73023
222085
2026-05-22T07:41:27Z
Snehrashmi
2103
/* Not proofread */
222085
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૬૮||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૬૮}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૬૮
સુવ ણું રે ખા
એને થયું કે જીવનમાં જે મળ્યું હાય, પ્રયત્ન કરવા
છતાં જે આવી મળ્યું હોય, તે પ્રત્યે બહુ ફરિયાદ
ન કરવાથી જ, જીવનને સુખી મનાવી શકાય તેમ છે.
ત્યારથી એણે પોતાના જીવનમાં કટુતા છેડી દીધી.
આપણને હાલતાં ને ચાલતાં, માણસે પાસેથી
જે કડવી વાણી સાંભળવા મળે છે તે કડવી વાણીના
મૂળમાં તે માણસને જીવન પ્રત્યેના અસતાય જવા
બદાર હોય છે.
*
આ અસતે।ષ માટે જેટલી જવાબદારી એની પેાતાની
હાય, એમાં એ સુધારા કરે, તો પણ ઘશેા ફેરફાર થઈ શકે.
આ સૈનિકે ત્યાર પછી સુખી જીવન વ્યવહાર.
ચલાવ્યેા. તેણે નોંધ્યું છે કે સામાંથી નવાણું ટકા
માણસા પોતાના અજ્ઞાનથી પોતે દુઃખી થાય છે.
પણ જયારે જ્યારે આપણને બહુ જ દુઃખના
અનુભવ થાય, ત્યારે મનને આ સવાલ પૂછવાઃ
આના કરતાં વધારે દુઃખમય બનાવે! દુનિયામાં અને
છે કે નહિ ?' આ પ્રશ્ન નવેા જ પ્રકાશ દેશે !
તે સૈનિકે પેાતાની રોજનીશીમાં ખીજી આ વાત
નાંધી છે કે, કોઈ પણ તક, જો કોઇનું સારૂં થઈ શકે
તેવી, તમારા જીવનમાં આવી ચડે, તે કાઈ પણ
હિસાબે, એ તકને જવા દેતા નહિં.
આવી અનેક તકે તમે ભેગી કરશે, તે એમાંથી
જ તમને, તમારા જીવન સંતાષનું એક પરમ ઔષધ
મળી રહેશે !
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridhar
-<noinclude></noinclude>
2ozv9veoo7ak3l83hb8spdxq5igku7p
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૭૮
104
73024
222086
2026-05-22T07:41:42Z
Snehrashmi
2103
/* Not proofread */
222086
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૬૯||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૬૯}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ ૧૬ ]
બધે જ માનવતા !
ઉત્તરધ્રુવ પ્રદેશમાં બનેલી આ એક ઘટના છે. એક
“ખત એવું બન્યુ એક શિકારી શિકાર કરવા નીકળ્યેા.
ત્યાં તે શિકાર એ જ જીવન છે. અને એ જ
ધાન્ય ભંડાર પણ છે.
શિકારીએ દૂર દૂર એક રીંછનું જોડુ જેયું. તે
ધીમે ધીમે ચારવાટે ત્યાં પહેાંચે. એના જેવા
દ્વિતીય શિકારી ત્યાં બીજો કેાઈ ન હતે. એટલે એણે
Àાડીવારમાં ભાલા ફેંકીને રીંછને વીંધી નાખ્યું.
સામાન્ય રીતે ખીજું પ્રાણી ભયનું માર્યું. આવે
પ્રસંગે નાસી જાય છે. પણ આ જોડામાં જે માદા
ખાકી રહી ગઈ, તે ભાગવાને બદલે, ત્યાં પેાતાના
જીવનસાથીની સંગાથે બેસી જ રહી!
શિકારીએ જાણ્યુ કે થાડા વખત પછી એ ચાલી
જશે, એટલે ત્યારે શિકાર લઈ આવવેા ઠીક પડશે,
એ ત્યાં રાહ જોતા બેઠા રહ્યો. પણ ઘણા વખત
થયા છતાં માદા ત્યાંથી ખસી નહિ !
' CC-0. InPublic Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
3krmstr2iwp2i24mg4wb9y3jeegd61r
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૭૯
104
73025
222087
2026-05-22T07:41:59Z
Snehrashmi
2103
/* Not proofread */
222087
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૭૦||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૭૦}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
9
સુ વ ણું રે ખા
એટલે એને ડરાવવા માટે એણે અવાજો કર્યાં,
ઘા કર્યો. પોતે દોડતા આગળ વધ્યા, ને જાણે એને
પણ ભાલાથી મારી દેવી હોય એવા દેખાવ કર્યાં. પણ
પેલી માદા ત્યાંથી ખસી તેા નહિ, પણ એવા કરૂણ
રૂદનથી એ ત્યાં બેઠી રડતી હતી કે, શિકારીનુ અંતર
એ સાંભળીને વિંધાઈ ગયું !
તેણે વિચાર્યું કે શિકાર બીજે દિવસે આવીને
લઈ જવા એ વધારે ચેાગ્ય છે.
એટલે એ વખતે શિકાર ત્યાં છેડીને એ પાછે
ચાલી ગયા.
બીજે દિવસે એ ત્યાં આળ્યે, તે માદા હજી પણ
ત્યાં બેઠી હતી. હવે એ રૂદન કરતી ન હતી. પણ,
પેાતે જ જાણે રૂદનની આબેહૂબ મૂર્તિ બની ગઈ
હતી. શિકારી આગળ વધ્યા. તેને પેાતાના શિકાર
ત્યાં મૂકી દેવા પાસાય તેમ ન હતેા.
પણ માદાએ એવી કરુણ રૂદનમય દૃષ્ટિથી એની
સામે જોયુ કે એ આગળ વધી શસ્રો નહિ.
એને લાગ્યું કે એક વધુ દિવસ પસાર થશે તે કાંઈ
વાધે નથી. એવા હિમમય પ્રદેશમાં વસ્તુઓને સડા ભાગ્યે
જ લાગે. એટલે એ દિવસે પણ તે પાછા ફરી ગયા!
ત્રીજે દિવસે એ આગ્યે. માદા હજી ત્યાં બેઠી
હતી. એની દૃષ્ટિની રુક્ષ્ણતા એવી વેધક અની ગઈ
હતી, કે શિકારી ત્રીજે દિવસે પણ પાછો કી ગયા.
એની એ દૃષ્ટિમાં જાણે કરુણ પ્રેમને એક મહાન
કવિતાગ્રંથ વાણી પામી રહ્યો હતા!
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar
-<noinclude></noinclude>
damc265rjpvdnvfe8b43p1rtiuec0uf
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૮૦
104
73026
222088
2026-05-22T07:42:14Z
Snehrashmi
2103
/* Not proofread */
222088
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૭૧||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૭૧}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
બધે જ માનવતા !
હ
ચોથા દિવસ, હવે તેા માદાની આસપાસની હવા-
માંથી પણ જાણે રૂદનના પડઘા સંભળાતા હતા.
પાંચમા દિવસ, છઠ્ઠો દિવસ, સાતમે દિવસ, એક
પછી એક દિવસે ચાલ્યા.
પણ માઢા હજી ત્યાં બેઠી હતી – પેાતાના જીવન
સાથીની પાસે ! કેવળ રૂદનની પ્રતિમા ખનીને; આંસુ
માંથી ઊભી થયેલી મૂર્તિ બનીને!
આઠમા દિવસ આવ્યા. આજે શિકારી નિશ્ચય
કરીને આવ્યેા હતેા. આજે એ માદાને કાઢવાના હતા.
શિકાર હાથ કરવાના હતા.
એ આવ્યા, આગળ વધ્યા, પણ જેવી એની
દૃષ્ટિ પેલી માદા ઉપર પડી કે, એનું હૃદય જાણે પાણી
પાણી થઈ ગયું !
પેાતાના જ હૃદયમાંથી ઊઠતા હોય તેવા કોઈ
અકથ્ય વિલાપ એને સ`ભળાઈ રહ્યો હતા! એનાથી
એ સહન થતા ન હતા.
તે પાતે ત્યાંથી રડતા રડતા જ પાછા ફરી ગયા.
તેણે પેાતાનું ભાલુ' ફેંકી દીધું. ત્યાંથી એ ભારે હૈયે,
શિકાર ત્યાં જ છેાડી દઈ ને, ઘર તરફ પાછે ચાલ્યો ગયો.
માદાને પ્રેમ જીત્યો હતા. શિકારીની માનવતા
જાગી હતી.
હિમમય આખા પ્રદેશ આ એક અનેાખી ઘટનાને
નિહાળતાં જાણે પુલકિત થઈ ગયા હતા!
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
awn7burxbxq8479spnbe16ahtdbe5q6
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૮૧
104
73027
222089
2026-05-22T07:42:36Z
Snehrashmi
2103
/* Not proofread */
222089
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૭૨||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૭૨}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ ૧૭ ]
સત્યનું દર્શન !
એ શું હશે એના વિષે દરેકના અનુભવ જુદો
જુદો હાઈ શકે. ઘણીવખત જ્યારે નીરવ રાત્રિ શાંત
રીતે વહેતી હાય છે, ચારે તરફની સૃષ્ટિ અધાર
પછેડામાં છૂપાઈ ગઈ હાય છે, અને આકાશના
અસંખ્ય તારાઓ, કેવળ પેાતાના પ્રકાશવાથી પણ
દુનિયાને આનદ આપી રહ્યા હાય છે, ત્યારે મને
એક વાત સ્ફુરી આવે છે. જે પંથ કાપ્યા, તે પ’થનાં
સંકટા તે વખતે વિહવળતા આપી રહ્યાં હતાં; પણ
આજે એમનુ સ્થાન શુ છે ?
આજે જાણે એ સંકટો, મને પેાતાના સ્વજનની
પેઠે, ફ્રીને ખેાલાવી રહ્યાં છે!
.
એ વખતે મને થાય છે, જીવનને એકડે એકથી
શરૂ કરવાને આનંદ, જે પાછે ફરીને હું પ્રાપ્ત
કરી શકતા હાઉ' ! ઘણી વખત એમ થાય છે કે, હું
આગળ ધપવા માટે પ્રયત્ન કરતા હોઉં, આશા મળતી
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar
-<noinclude></noinclude>
7w4xdv01qf2t8jzslqetlo0q951myau