વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.3 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૫ 104 72896 222107 222032 2026-05-24T08:44:09Z Meghdhanu 3380 /* Validated */ 222107 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૧૮૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''કલા''' તે જ છે કે જેમાં નૈતિક સંદેશો રહેલો હોય; પણ એ ઉપરથી કલામાં નીતિ હોવી જ જોઈએ એવો સિદ્ધાંત ઉપજાવી કાઢવો બરાબર નથી. ખરી રીતે કલા નીતિ–અનીતિ બન્નેથી પર છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ક્લાકારને''' માટે બહિર્ પદાર્થ ગૌણ છે. એ પદાર્થ જે ચેતના પ્રગટાવે તે મહત્ત્વની છે, આ દૃષ્ટિએ જોતાં એક વસ્તુ સુંદર હોય, પણ એમાં સામાન્ય મનુષ્ય જે જોતો હોય તેનાથી કલાકાર કાંઈક જુદું જ જોતો હોય. બન્ને જણા સાથે હોય ને બોલી ઊઠે કે કેવું સુંદર ! છતાં બન્નેનો સૌન્દર્યનો ખ્યાલ તદ્દન જુદો જ હોય ! {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> j8ga725elcqn2dh11y11agpcwbpf9aj પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૬ 104 72897 222108 222033 2026-05-24T08:46:38Z Meghdhanu 3380 /* Validated */ 222108 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૧૮૧}}<hr>'''</noinclude> {{gap}}'''દુનિયામાં''' ખરી રીતે કોઈ ચીજ સુંદર નથી, તેમ અસુંદર પણ નથી. ચીજને સુંદર કે અસુંદર માણસની કલ્પના બનાવે છે. કલ્પનાશીલ ને ભાવનાશાળી માનવના માનિસક સ્પર્શે ચીજ સુંદરતા સજે છે; — ચીજ સુંદરતા સજે છે—એમ કહી શકાય; ચીજ સુંદર છે એમ ન કહેવાય. સૌન્દર્યનું આ રહસ્ય છે કે એનું અનોખું અસ્તિત્વ નથી : અને છતાં એના વિનાની સૃષ્ટિ કલ્પી શકાતી નથી ! {{સ-મ| |◎ | }} {{gap}}'''મને''' તો છેક અત્યારે જ ખબર પડી કે ઓ હો હો ! દુ:ખની પણ દરેક પળમાં આટલી બધી મધુર સામગ્રી ભરી પડી છે ! {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 2q0v8fztk59abyudos6hxu6l8w6yuhr પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૭ 104 72898 222109 222047 2026-05-24T08:50:10Z Meghdhanu 3380 /* Validated */ 222109 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૧૮૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જ્યારે''' અવસ્થા મનુષ્યના વિચારને અને ચારિત્રને સંપૂર્ણત્વ આપે છે ત્યારે માણસ વૃદ્ધ હોય તો પણ એનામાં અસુક વિશિષ્ટ પ્રકારનું સૌન્દર્ય આવે છે; કેટલાક જેમ વૃદ્ધ થાય છે તેમ વધારે સુંદર લાગે છે; યુવાવસ્થાનુ સૌન્દર્ય ઘડીભર મુગ્ધ કરે, પણ વૃદ્ધાવસ્થાનું સૌન્દર્ય તો કોઈ ચિરંતન છાપ મૂકી જાય. {{સ-મ| |◎ | }} {{gap}}'''જે''' માણસને ક્યારે નિષ્ક્રિય બની જવું એ નથી આવડતું તે માણસ સંસ્કારિતાની દૃષ્ટિએ જીવનમર્મ સમજ્યો નથી એમ કહેવાય. {{સ-મ| |◎ | }} {{gap}}'''કલાકારનો''' ધર્મ આ: જે આનંદ ને સૌન્દર્ય પોતે જોઇ રહ્યો છે તે જનતાને આપીને સત્ ચિત્ આનંદનુ સામ્રાજ્ય પ્રગટાવવામાં મદદ કરવી. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> aeoc22qwqqbg476625t4m3i2j2etl0p પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૮ 104 72899 222110 222049 2026-05-24T08:52:08Z Meghdhanu 3380 /* Validated */ 222110 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૧૮૩}}<hr>'''</noinclude> {{gap}}'''મુશ્કેલી''' હઠાવવામાં નહિ, મુશ્કેલી ન આવે એવું કરી લેવામાં, જ્યારે માણસ પોતાની જીવન – ધન્યતા અનુભવતો થાય છે, ત્યારે એ કંગાલમાં પણ કંગાલ બની જાય છે; મુશ્કેલીને એ મહાન વિપત્તિ ગણે છે કે જે ખરી રીતે જીવનની મહાન સંપત્તિ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''માનવની''' તર્ક શક્તિને જો ભાવનાનું પાણી પાવામાં આવે તો એમાંથી એક, અજેય અને અમર એવી શ્રદ્ધા ઉત્પન્ન થાય. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> pir2g43at97r1n5gaz1np2bey1w1qvl પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૯ 104 72900 222111 222050 2026-05-24T08:54:45Z Meghdhanu 3380 /* Validated */ 222111 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૧૮૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જીવનસંગ્રામ''' તો હમેશાં રહેવાનો જ છે : પણ એ સંગ્રામભારને લીલામાત્રથી ઉપાડી લેનારા નિત્ય યૌવનવાળા મનુષ્યો હાજર હોય, ત્યારે આ સંગ્રામ પૃથ્વીના શણગાર જેવો લાગે છે: નહિતર એ માણસાઈ વિનાનું કસાઈખાનું બની રહે. {{સ-મ| |◎ | }} {{gap}}'''માણસ''' ઇતિહાસ ઘડે છે એટલા માટે, કે ઇતિહાસ પાછો માનવ ઘડે. {{સ-મ| |◎ | }} {{gap}}'''સમાધાન''' એ સમર્થનો હક્ક છે : નિર્બળનું એ ઝેર છે. {{સ-મ| |◎ | }} {{gap}}''''કેટલીક''' ખરી મહત્ત્વની બાબતમાં મનુષ્યને પગલાં ભરવાના હોતાં નથી; ઘણાં પગલાં ભરવાનો સમય પણ હોતો નથી; એમાં તો એક જ પગલું બસ હોય છે. એ પગલું કાં એને પુરુષોત્તમ બનાવે: અથવા તો પામર કરી દેખાડે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> bx5zqjwq7had7mk6pgrh1qja89rokyw પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૦૦ 104 72901 222112 222051 2026-05-24T08:57:04Z Meghdhanu 3380 /* Validated */ 222112 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૧૮૫}}<hr>'''</noinclude> {{gap}} '''પ્રેમજીવન''' એ આંતરવૃત્તિનો પ્રશ્ન છે : એ મુખ્યત્વે આર્થિક પ્રશ્ન નથી. એમ હોત તો લાખોની મિલ્કત ધરાવનારાઓમાંથી જ સુખી દાંપત્યનાં ઉદાહરણો વધારે મળી શકત. મુશ્કેલી આટલી જ છે કે પોતાની આંતરવૃત્તિનો મનુષ્ય ઓછામાં ઓછો જાણભેદુ છે. લગ્ન અને પ્રેમ એ શેાધ છે — એમ ન સ્વીકારાય ત્યાં સુધી અમુક પ્રકારની નિષ્ફળતાઓ લગ્નજીવનમાં અનિવાર્યપણે રહેવાની જ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઠંડી''' બનતી રાત્રિમાં ફૂલો ધીમેથી વાત કરી રહ્યાં છે : ‘આપણને પણ એ ભાગ્ય ફળે જે આપણા મિત્રોને કાલે મળ્યું: કોઈ નિર્દોષ સુંદર મૃતદેહ ઉપર મરણપથારી કરવાનું.’ એટલી શાંતિથી એણે દેહ તજ્યો કે અમને પણ ઘડીભર દેહ ઉપરનો મોહ ઉતરી મૃત્યુ ઉપર મોહ થયો. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> a2czva9h7ppjlrgyfuio2qq59l6wqih પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૧૨ 104 72913 222102 221526 2026-05-23T16:24:19Z Amvaishnav 156 /* Proofread */ 222102 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૯૭}}<hr>'''</noinclude> {{gap}}'''પુરુષ''' અને સ્ત્રી બન્નેને માટે સૌથી શ્રેષ્ઠલગ્ન જેમ પ્રેમલગ્ન છે તેમ પુરુષ ને સ્ત્રી બન્નેને માટે સૌથી શ્રેષ્ઠજીવન કોઈપણ સ્વપ્નસર્જનનું જીવન છે. જે પુરુષ પાસે સ્વન છે, જે સ્ત્રી પાસે સ્વપ્ન છે, એમની પાસે એક રસાયન છે : જે નિદ્રામાં છે તેને ફરી જગાડવાનું, મૃત્યુમાંથી જીવન ફરી સરજવાનું. {{સ-મ| |◎ | }} {{gap}}'''આ''' જમાનામાં માણસ ભણીને ભૂખે મરે છે: ને એ ભૂખે મરે છે માટે ભણે છે: આવું દુષ્ટ વર્તુલ તો કોઈ વિષયમાં નહિ હોય ! {{સ-મ| |◎ | }} {{gap}}'''પ્રેમ''' શું છે એ ઘણાને ઘણાં વર્ષો સુધી ખબર પડતી નથી. કેટલાકને તો જીવન આખું ચાલ્યું જાય અને એનો પડછાયો પણ મળતો નથી. યૌવનને આંગણે તેા પ્રેમનુ એક નાનકડું પુષ્પ જ અર્ધવિકસિત દશામાં મળે છે. જીવનરસાયનથી જે એને પાષે એને એનો પરિમલ મળે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> kpsi77vz26wbc0yj84nt1yjx5l7nmzx પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૧૩ 104 72914 222103 221527 2026-05-23T16:30:14Z Amvaishnav 156 /* Proofread */ 222103 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૯૮||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''પ્રેમ''' એ જીવનવ્યાપી વસ્તુ છે. જીવનથી તમે એને જુદી પાડીને જોઈ ન શકો. એને તમે કાળના અંધનથી બાંધી પણ ન શકો. જેનામાં પ્રેમનો સાચો જરાક પણ અંશ હોય છે, એ માનવની મધુરતા કાંઈ ઓર જ હોય છે: પ્રેમની ખરી કસોટી આ છે કે તે બીજામાં પણ પ્રેમ પ્રગટાવે. {{સ-મ| |◎ | }} {{gap}}'''સૌંદર્ય''' કેવળ દેહનું નથી. માનવજીવનમાં ક્યારેક જ એવી પળ આવે છે કે જાતીય આકર્ષણ, સૌન્દર્યપિપાસા અને પ્રેમ ત્રણે એકરૂપ બનીને જીવનને સામર્થ્યથી છલોછલ ભરી દે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''લગ્ન''' સાચું હોય તો એ ધાર્મિક કરાર કરતાં પણ કાંઈક વધુ છે. એ એક વ્યક્તિ, જાણે, બીજી વ્યકિતને ઓળખી કાઢે છે ને પછી તો એના વિના જીવનયાત્રા નિભાવી ન શકે એવી વિરલ અવસ્થા છે. એ વિરલ છે, માટે અશક્ય પણ નથી, અને અસંગત પણ નથી. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> hdwre7iqbcyw2i5f9szxsc925b0bic9 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૧૪ 104 72915 222104 221528 2026-05-23T16:36:11Z Amvaishnav 156 /* Proofread */ 222104 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૯૯}}<hr>'''</noinclude> {{gap}}'''કોઈ''' પણ હેતુ માટે પરણવું એને હું સુધરેલી બજારવૃત્તિ માનું; કેટલીક સ્ત્રીઓ — ખાસ કરીને શ્રીમંત કુટુંબમાં જવાનો મોહ રાખનારી — પરણે છે, મોટર બેસવા મળે માટે. કુટુંબના જુનવાણી સંબંધો તાજા કરવા ઘણા પરણે છે. કેટલાક પૈસાને પરણે છે. વિદ્યા પ્રત્યેના માનથી પણ લગ્ન થાય છે. ઊગતી જુવાનીમાં સમજણ ન હોવાથી દેહનું આકર્ષણ પણ ઘણો મોટો ભાગ ભજવે છે. આ સઘળાં લગ્ન બજારુ છે. પ્રેમ — જે જીવનના કોઈ પણ ખૂણામાં બેઠો હાય તા— પ્રેમ એ એક જ લગ્નનો હેતુ હોઈ શકે. {{સ-મ| |◎ | }} {{gap}}'''હિમાદ્રિશૃંગની''' ઊંચાઈ માટે તમને તમારી જાત ક્ષુલ્લક લાગે તો ભૂલવું ન જોઈએ કે હિમાદ્રિને પણ શિખરઢક ઢાંકી દે એવા ગહન મહાસાગર પણ પડ્યા છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 6e73aiaz068ca1ezm1cv1ikmogvuo3h પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૧૫ 104 72916 222105 221529 2026-05-23T16:42:44Z Amvaishnav 156 /* Proofread */ 222105 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૨૦૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''ચપટી''' ચપટી લોટ મેળવી જે બ્રાહ્મણોએ વર્ષોનાં વર્ષો સુધી સુધી કેવળ ગરીબીનો વારસો રાખીને, જનસેવા કરી હતી તે ‘મિશન'નો પુનરુદ્ધાર કર્યો વિના ઘેરઘેર સંસ્કારિતા પહોંચાડવાનો બીજો કોઈ વધારે સસ્તો રસ્તો આપણે મેળવી શકવાના નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''જે''' માણસ સમય પ્રમાણે બોલી શકે છે ને સમય પ્રમાણે ફરી શકે છે તે માણસ પોતાની ઉન્નતિ તો સાધી શકે છે, અને એ ઉપરાંત, લોકયાત્રામાં પણ અગત્યનું કામ કરે છે; એવી વસ્તુને કુનેહ કે છેતરપીંડી ન ગણતાં વ્યવહારુવિવેક ગણી શકાય. {{સ-મ| |◎ | }} {{gap}}'''જ્યારે''' તમે પ્રેમની સૃષ્ટિમાં હો, ત્યારે તમને તમારી જાત બળવાન ને નિર્ભય લાગવી જોઈએ. {{સ-મ| |◎ | }} {{gap}}'''પૈસા''' સાચવવામાં જડતા ચાલે, પણ વાપરવામાં તો સંસ્કારિતા જ જોઈએ. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> bslqmlmfpdr596zriqs3rn1p51fqja5 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૧૯ 104 72920 222106 221533 2026-05-23T16:52:34Z Amvaishnav 156 /* Proofread */ 222106 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૨૦૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''મને''' તો વહેતું ઝરણું, ચાલતાં પાણી, તરંગી જલિનિધિ, બોલતાં વન—એ બધાં જ્યારે સાંભરે છે—ત્યારે એક ઘડીભર તો આ સઘળા સ્વાંગ ફૂંકી દઈ, એમની સાથે એમના જેવા આકાશી, ધ્યેય વિનાના રખડુ બની જવાનું મન થઈ જાય છે ! જાણે મારું લોહી પોતે જ મને બોલાવી રહ્યું હોય—એવો સત્તાવાહી એ અવાજ ઘણી વખત—ઘણી વખત—આવી આવીને બોલાવી જાય છે ! {{સ-મ| |◎ | }} {{gap}}'''માનવને''' જીવનમાં એક પળ એવી આવે છે જ્યારે એ પોતે પોતાપણું ભૂલી જવા મથે છે. જ્યારે એનો ‘હું ' કોઈ ‘તું ’ને શેાધે છે: એ શરૂઆતની જાતીય આકર્ષણથી ભરપૂર જીવનપળ છેવટે તો ‘હું' અને ‘તું’ ના અલેાપમાં પરિણમે છે: જ્યારે એ બન્ને—સ્ત્રી અને પુરુષ–એકબીજાંને એકબીજામાં સમાવી દે છે, ત્યારે ઋતુરાજ વસંત, જેમ કુદરતને નવજીવન આપે છે, તેમ આ પ્રેમ માનવને નવી શક્તિ આપે છે: લગ્ન એ એક રીતે નવું સામર્થ્ય મેળવવાનો મહોત્સવ છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> ecu7rrsra4tx4hwkhqy87578uz2mfgq પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૨૦ 104 72921 222113 221534 2026-05-24T09:02:27Z Meghdhanu 3380 /* Proofread */ 222113 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૨૦૭}}<hr>'''</noinclude> સ્ત્રીપુરુષનો પ્રેમ એ વ્યવસ્થા કે બુદ્ધિપૂર્વકના જીવન-વ્યવહારમાંથી જન્મતી વસ્તુ નથી. એનો જન્મ એટલો છાનો છે કે એનામાં કોઈ પ્રકારનું સામર્થ્ય છે. પ્રેમ એ માનસની સૌન્દર્ય શોધના છે. જ્યારે મનુષ્યને સઘળે સુંદરતા લાગવા માંડે, ત્યારે એણે પ્રેમની શેાધ કરવી જોઈએ. {{સ-મ| |◎ | }} તમને કોઈ સ્ત્રીનાં રૂપરંગ આકર્ષે છે, કોઈમાં અજબ મોહિની દેખાય છે, કોઈમાં અતૃપ્ત લાલસાનું પ્રતિબિંબ નજરે પડે છે, કોઈક વળી અદમ્ય પિપાસા જગાવે છે, કોઈકનું રૂપ અરૂપ બનીને તમને જગાડે છે, કોઈ નો ધીમો મીઠો મંજુ અવાજ સ્પર્શી જાય છે, કોઈનામાં આકર્ષણ ક્યાં છે એ જણાતું નથી, ને આકર્ષ્યા વિના એ રહેતી નથી—પણ કોઈ નારીમાં સુંદર કાવ્યપંક્તિના જેવી અજબ ધ્વનિમય મધુરતા તમે જોઈ ? નહિ ? ત્યારે તમારું સ્ત્રીનું દર્શન અપૂર્ણ હતું: અથવા સ્ત્રીને જોવાની તમારી પાસે દૃષ્ટિ ન હતી. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> qlhq5tyincu03rqq0cn9zj840x34kse