વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.4
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૨
104
72965
222282
222275
2026-05-28T12:02:12Z
Meghdhanu
3380
/* Validated */
222282
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|ગોખમાં દીવો||૧૩}}
'''</noinclude>ત્યાંથી રજા લઈને ચાલ્યો ત્યારે વેપારીએ કહ્યુ : ’બાપજી! મારા ભગવાનને ભેગા ભેગા જરાક જોતા જાવને !‘
{{gap}}મેં કહ્યું : ‘વેપારી મહાજન ! આજ દિન સુધી માણસો ભગવાનની પ્રાર્થના કરતા. હવે ભગવાન માણસોની પ્રાર્થના કરે છે!’
{{gap}}’અરે એવું ઊંધું હોય બાપજી !‘
{{gap}}’ઊંધું કેમ ન હોય ? કાલે મને એમ થયું હતું. કે આટલી નાનકડી જગ્યામાં સત્યનારાયણ વસ્યા છે. આજે થયું કે આંહી પણ સત્યનારાયણ નથી !’
{{gap}}’એમ કેમ બોલ્યા બાપજી?‘
{{gap}}’જો ભાઈ ! આ દીવો કરવો, ભગવાનને સંભારવા, બે હાથ જોડવા, આ બધું આપણે શું કરવા કરીએ છીએ?‘
{{gap}}વેપારીએ કહ્યું : ’આખો મલક કરે છે ને બાપજી !‘
{{gap}}મેં કહ્યું: ‘ત્યારે આ આપણી મોટામાં મોટી સમજણની ખામી છે. જો ભગવાનને આપણા કામમાં સંડોવવા હોય તો આપણો પાયો સાચો જોઈએ. અને નહિતર ભગવાન આપણને પ્રાર્થના કરે છે, કે મારું નામ સંડોવવાનું છોડી દો.‘
{{gap}}’ત્યારે તમને પણ મારે સોની મહાજન ! એ જ કહેવાનું છે. તમે એક મણ પ્રાર્થના કરો, પણ જો એક રતિ કામ ન કરો, તો એ આખો મણકો ફોક જાય. તમે સોની છો. તમારા ઉપર સેંકડો કુટુંબો કાળે દુકાળે દાગીનાની સચ્ચાઈ ઉપર આધાર રાખીને બેઠાં હોય છે.<noinclude></noinclude>
h76rf7sek389q7zsslc2mow5s3y68il
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૩
104
72966
222283
222276
2026-05-28T12:04:33Z
Meghdhanu
3380
/* Validated */
222283
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૧૪||સુવર્ણરેખા}}
'''</noinclude>વિધવાઓને તમારાં ઘરેણાં બેંક જેવાં લાગે છે. મુફલિસોને એમાંથી આશ્વાસન મળે છે. તમે તમારી જાતને ધિક્કારવાનું છોડી દો. ભગવાનને તમે દગો દીધો છે, એ વાત જવા દો. હવે દગો કરવો નથી, એટલી જ વાત આવવા દો. એટલે તમને જાતસુધારણાનું પહેલું પગથિયું મળી ગયું. બોલો, આ તમારાથી બનશે ? તો તમારી આ બધી વાતો તમને મદદ કરશે. અને નહિતર આ વાતો જ તમને છેતરશે. હવે નિર્ણય કરો. નિર્ણય કરતાં વખત લ્યો. નિર્ણય બહુ જ થોડી વાતનો કરો. પણ તમામ વાતોનો સાર આ છે: ‘કેવળ જાતને ધિક્કારવાથી જાત સુધરતી નથી. જાતસુધારણા માટે જાતવફાદારીની પણ જરૂર છે!’
{{gap}}અને જાતવફાદારી એટલે જે કામ તમે કરી રહ્યા હો તેમાં જ સત્યની શરૂઆત કરો. સત્ય બીજે શોધવા કરતાં ત્યાં પહેલું શોધો.
{{gap}}તો જ તમારું મન તમને રસ્તો બતાવી શકે.
{{gap}}કારણ કે આપણને અસત્ય એટલો માર મારતું નથી, જેટલો માર અર્ધસત્ય મારે છે.
{{center|'''🙖'''}}<noinclude></noinclude>
19sjgsuwl9sitv9mp6g94alk9l7pwff
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૪
104
72967
222284
221818
2026-05-28T12:08:43Z
Meghdhanu
3380
/* Proofread */
222284
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />'''
{{rh|૧૫||સુવર્ણરેખા}}

{{rh|સુવર્ણરેખા||૧૫}}
'''</noinclude>

{{સ-મ| |[ ૩ ] | }}
{{સ-મ| |એક નાનું બીજ | }}
{{gap}}એક મૂર્ખની વાત છે.
{{gap}}એ કથા હમેશાં સાંભળે, પણ એને કોઈ રીતે
મનમાં ગડ બેસે નહિ કે જડભરત હોય તે જ્ઞાની
કેમ ગણાય? પોતે પણ જડભરત તો છે જ, છતાં એને
કાં કોઈ જ્ઞાની ગણે નહિ !
{{gap}}કેટલાક દિવસ સુધી તો એણે એ શંકા મનમાં
ને મનમાં રાખી મૂકી. જે ગુરૂને પૂછે એ ખુલાસો
આપે કે એ તો ઈશ્વરકૃપાનું ફળ છે.
{{gap}}પણ એનું મન કોઈ રીતે સમાધાન પામે નહિ.
છેવટે એક કથાકાર આવ્યા તેમણે પોતાની કથાથી
અનેકને આકર્ષ્યા. એમાં આ મૂર્ખ પણ ત્યાં ગયો.
{{gap}}જ્યારે કથા પૂરી થઈ ગઈ ત્યારે એ કથાકારને
એકાંતમાં મળ્યો.
{{gap}}જઈને પૂછ્યું : ’માણસ તદ્દન મૂર્ખ હોય તો એ
જેમ સંસારને માટે ઉપયોગી નથી, તેમ ઈશ્વરને માટે<noinclude></noinclude>
t4r1cphpztdtcgnbbutkyk1oilfc6zj
222285
222284
2026-05-28T12:08:59Z
Meghdhanu
3380
222285
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |[ ૩ ] | }}
{{સ-મ| |એક નાનું બીજ | }}
{{gap}}એક મૂર્ખની વાત છે.
{{gap}}એ કથા હમેશાં સાંભળે, પણ એને કોઈ રીતે
મનમાં ગડ બેસે નહિ કે જડભરત હોય તે જ્ઞાની
કેમ ગણાય? પોતે પણ જડભરત તો છે જ, છતાં એને
કાં કોઈ જ્ઞાની ગણે નહિ !
{{gap}}કેટલાક દિવસ સુધી તો એણે એ શંકા મનમાં
ને મનમાં રાખી મૂકી. જે ગુરૂને પૂછે એ ખુલાસો
આપે કે એ તો ઈશ્વરકૃપાનું ફળ છે.
{{gap}}પણ એનું મન કોઈ રીતે સમાધાન પામે નહિ.
છેવટે એક કથાકાર આવ્યા તેમણે પોતાની કથાથી
અનેકને આકર્ષ્યા. એમાં આ મૂર્ખ પણ ત્યાં ગયો.
{{gap}}જ્યારે કથા પૂરી થઈ ગઈ ત્યારે એ કથાકારને
એકાંતમાં મળ્યો.
{{gap}}જઈને પૂછ્યું : ’માણસ તદ્દન મૂર્ખ હોય તો એ
જેમ સંસારને માટે ઉપયોગી નથી, તેમ ઈશ્વરને માટે<noinclude></noinclude>
0qzztqyidydpszd2jnz5sxcys0wm0z9
222289
222285
2026-05-28T16:07:09Z
Amvaishnav
156
/* Validated */
222289
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |[ ૩ ] | }}
{{સ-મ| |એક નાનું બીજ | }}
{{gap}}એક મૂર્ખની વાત છે.
{{gap}}એ કથા હમેશાં સાંભળે, પણ એને કોઈ રીતે
મનમાં ગડ બેસે નહિ કે જડભરત હોય તે જ્ઞાની
કેમ ગણાય? પોતે પણ જડભરત તો છે જ, છતાં એને
કાં કોઈ જ્ઞાની ગણે નહિ !
{{gap}}કેટલાક દિવસ સુધી તો એણે એ શંકા મનમાં
ને મનમાં રાખી મૂકી. જે ગુરૂને પૂછે એ ખુલાસો
આપે કે એ તો ઈશ્વરકૃપાનું ફળ છે.
{{gap}}પણ એનું મન કોઈ રીતે સમાધાન પામે નહિ.
છેવટે એક કથાકાર આવ્યા તેમણે પોતાની કથાથી
અનેકને આકર્ષ્યા. એમાં આ મૂર્ખ પણ ત્યાં ગયો.
{{gap}}જ્યારે કથા પૂરી થઈ ગઈ ત્યારે એ કથાકારને
એકાંતમાં મળ્યો.
{{gap}}જઈને પૂછ્યું : ’માણસ તદ્દન મૂર્ખ હોય તો એ
જેમ સંસારને માટે ઉપયોગી નથી, તેમ ઈશ્વરને માટે<noinclude></noinclude>
14vlibk9eemwxservwcihrmw15w0dmd
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૫
104
72968
222286
221819
2026-05-28T12:16:16Z
Meghdhanu
3380
/* Proofread */
222286
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />'''
{{rh|૧૬||સુવર્ણરેખા}}
'''</noinclude>
પણ ઉપયેગી નહિ જ હોય. ઈશ્વર પણ મૂર્ખને શું
કરે ?’
{{gap}}કથાકારે શાંતિથી જવાખ વાળ્યો : ‘ભાઈ ! ઈશ્વરને
ત્યાં કોઈ ડાહ્યો નથી, કોઈ મૂર્ખ નથી. ડાહ્યામાં ડાહ્યો
પણ મૂર્ખથી વધારે ડાહ્યો નથી!’
{{gap}}પેલાનું મન કાંઈક પ્રોત્સાહન પામ્યું. તેણે
વળી પૂછ્યું :
{{gap}}‘ત્યારે મૂર્ખમાં મૂર્ખને માટે પણ ઈશ્વર માર્ગ
ખુલ્લો છે એમ ?’
{{gap}}કથાકારે કહ્યું: ‘હું તમને એક કથા કહું. એમાં
એનું રહસ્ય આવી જાય છે. એક વખત એક વિદ્વાન
રખડતા રખડતા એક ગરીબ બાઈને ત્યાં જઈ ચડયા.
એના ગરીબ ઝુંપડામાં અરધોએક ડઝન છોકરાં સિવાય
બીજું કાંઈ હતું નહિ. છતાં એણે તો આંગણે આવેલા
માણસને જે સત્કાર આપવો ઘટે તે સત્કાર આપ્યો.
બાઈનાં છોકરાં બધાં સાજાતાજાં. માત્ર એક છોકરો
અપંગ અને મૂર્ખ જેવો.
{{gap}}રાત્રે વિદ્વાન સૂતા. પણ અને ઉંઘ આવે નહિ.
બાઈનાં બધાં છોકરાં તંદુરસ્ત, દેખાવડાં, શક્તિશાળી
હતાં. છતાં જે એક સાવ કઢંગો કરૂપડો ને અપંગ
હતો, ત્યાં પેલી બાઈ વારંવાર આવે ! અને આ
અપંગને સંભાળ્યા કરે ! વિદ્વાનથી રહેવાયું નહિ,
એટલે એમણે એને કહ્યું: ‘અરે બાઈ ! તમે પણ આ
ઠીક, મૃર્ખ વેવલાપણું બતાવી રહ્યાં છો ! જે છોકરાં
તંદુરસ્ત છે, તમને પાળે તેમ છે, એમની સંભાળ પણ
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
5ecj64wtidat6saapoih55wh48wqfz0
222287
222286
2026-05-28T12:16:40Z
Meghdhanu
3380
222287
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />'''
{{rh|૧૬||સુવર્ણરેખા}}
'''</noinclude>
પણ ઉપયેગી નહિ જ હોય. ઈશ્વર પણ મૂર્ખને શું
કરે ?’
{{gap}}કથાકારે શાંતિથી જવાખ વાળ્યો : ‘ભાઈ ! ઈશ્વરને
ત્યાં કોઈ ડાહ્યો નથી, કોઈ મૂર્ખ નથી. ડાહ્યામાં ડાહ્યો
પણ મૂર્ખથી વધારે ડાહ્યો નથી!’
{{gap}}પેલાનું મન કાંઈક પ્રોત્સાહન પામ્યું. તેણે
વળી પૂછ્યું :
{{gap}}‘ત્યારે મૂર્ખમાં મૂર્ખને માટે પણ ઈશ્વર માર્ગ
ખુલ્લો છે એમ ?’
{{gap}}કથાકારે કહ્યું: ‘હું તમને એક કથા કહું. એમાં
એનું રહસ્ય આવી જાય છે. એક વખત એક વિદ્વાન
રખડતા રખડતા એક ગરીબ બાઈને ત્યાં જઈ ચડયા.
એના ગરીબ ઝુંપડામાં અરધોએક ડઝન છોકરાં સિવાય
બીજું કાંઈ હતું નહિ. છતાં એણે તો આંગણે આવેલા
માણસને જે સત્કાર આપવો ઘટે તે સત્કાર આપ્યો.
બાઈનાં છોકરાં બધાં સાજાતાજાં. માત્ર એક છોકરો
અપંગ અને મૂર્ખ જેવો.
{{gap}}રાત્રે વિદ્વાન સૂતા. પણ અને ઉંઘ આવે નહિ.
બાઈનાં બધાં છોકરાં તંદુરસ્ત, દેખાવડાં, શક્તિશાળી
હતાં. છતાં જે એક સાવ કઢંગો કરૂપડો ને અપંગ
હતો, ત્યાં પેલી બાઈ વારંવાર આવે ! અને આ
અપંગને સંભાળ્યા કરે ! વિદ્વાનથી રહેવાયું નહિ,
એટલે એમણે એને કહ્યું: ‘અરે બાઈ ! તમે પણ આ
ઠીક, મૃર્ખ વેવલાપણું બતાવી રહ્યાં છો ! જે છોકરાં
તંદુરસ્ત છે, તમને પાળે તેમ છે, એમની સંભાળ પણ<noinclude></noinclude>
dwilovksuplgbtxt3dozeuzjnccp72n
222290
222287
2026-05-28T16:09:19Z
Amvaishnav
156
/* Validated */
222290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''
{{rh|૧૬||સુવર્ણરેખા}}
'''</noinclude>પણ ઉપયોગી નહિ જ હોય. ઈશ્વર પણ મૂર્ખને શું
કરે ?’
{{gap}}કથાકારે શાંતિથી જવાખ વાળ્યો : ‘ભાઈ ! ઈશ્વરને
ત્યાં કોઈ ડાહ્યો નથી, કોઈ મૂર્ખ નથી. ડાહ્યામાં ડાહ્યો
પણ મૂર્ખથી વધારે ડાહ્યો નથી!’
{{gap}}પેલાનું મન કાંઈક પ્રોત્સાહન પામ્યું. તેણે
વળી પૂછ્યું :
{{gap}}‘ત્યારે મૂર્ખમાં મૂર્ખને માટે પણ ઈશ્વર માર્ગ
ખુલ્લો છે એમ ?’
{{gap}}કથાકારે કહ્યું: ‘હું તમને એક કથા કહું. એમાં
એનું રહસ્ય આવી જાય છે. એક વખત એક વિદ્વાન
રખડતા રખડતા એક ગરીબ બાઈને ત્યાં જઈ ચડ્યા.
એના ગરીબ ઝુંપડામાં અરધોએક ડઝન છોકરાં સિવાય
બીજું કાંઈ હતું નહિ. છતાં એણે તો આંગણે આવેલા
માણસને જે સત્કાર આપવો ઘટે તે સત્કાર આપ્યો.
બાઈનાં છોકરાં બધાં સાજાતાજાં. માત્ર એક છોકરો
અપંગ અને મૂર્ખ જેવો.
{{gap}}રાત્રે વિદ્વાન સૂતા. પણ અને ઉંઘ આવે નહિ.
બાઈનાં બધાં છોકરાં તંદુરસ્ત, દેખાવડાં, શક્તિશાળી
હતાં. છતાં જે એક સાવ કઢંગો કરૂપડો ને અપંગ
હતો, ત્યાં પેલી બાઈ વારંવાર આવે ! અને આ
અપંગને સંભાળ્યા કરે ! વિદ્વાનથી રહેવાયું નહિ,
એટલે એમણે એને કહ્યું: ‘અરે બાઈ ! તમે પણ આ
ઠીક, મૃર્ખ વેવલાપણું બતાવી રહ્યાં છો ! જે છોકરાં
તંદુરસ્ત છે, તમને પાળે તેમ છે, એમની સંભાળ પણ<noinclude></noinclude>
gz8xhfojp3u6u4l4v5cdr7hobms9pj3
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૬
104
72969
222288
221820
2026-05-28T12:27:28Z
Meghdhanu
3380
/* Proofread */
222288
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /> '''
{{rh|થોડા પ્રસંગો||૧૭}}
'''</noinclude>
લેતાં નથી. ને જે આ, ખરી રીતે હાડમાંસનો ઢગલો
છે, અને સંભાળ્યા કરો છો!’
{{gap}}બાઈ એ જવાબ વાળ્યો ‘મહારાજ ! તમારા જ
કોઈ કથાકારે કહેલું તે હું યાદ કરું છું. એમણે
કહેલું કે ઈશ્વરની આ ખૂબી છે. એ પ્રેમઘેલી મા જેવો
છે. પોતાનાં સૌથી વધુ નબળાં સંતાન પ્રત્યે એ સૌથી
વધારે પ્રેમ બતાવે છે !
{{gap}}હવે દિવસો થયાં આ વિદ્વાનના મનમાં એક
વાક્ય ધોળાતું હતું કે ’ઈશ્વરને તોતે માણસની નબળાઈઓ, દુર્ગુણો પણ ખપે ! માત્ર માણસે એ પ્રેમથી
એને ચરણે ધરવાં જોઈએ !’ એ વાક્ય આજે એમને
સમજાઈ ગયું !
{{gap}}’ત્યારે તમારી પાસે ઈશ્વરચરણે ધરવાનું બીજું
કાંઈ જ ન હોય, કેવળ તમારા દુર્ગુણો અને દોષો જ
હોય, તો પણ ડરતા નહિ. સૌથી નબળોળા–એ ઈશ્વરને
સૌથી વધારે પ્રિય છે! પણ એ નબળો હોવા જોઈ એ–
દંભી નહિ !
{{gap}}આમાંથી તમે તમારું સમાધાન મેળવી લ્યો
'''ભાઈ ! કેવળ અસહ્ય એવી''' કોઈ વસ્તુ ઈશ્વર
પણ આપણને આપી શકતો નથી.
{{gap}}ઈશ્વર પણ નકારે છે, સાદા મૂર્ખને નહિ, શક્તિશાળી દંભીને!’<noinclude></noinclude>
ckcu6ohemit65foaswqx8fee8kwj5cl
222291
222288
2026-05-28T16:12:25Z
Amvaishnav
156
/* Validated */
222291
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" /> '''
{{rh|થોડા પ્રસંગો||૧૭}}
'''</noinclude>
લેતાં નથી. ને જે આ, ખરી રીતે હાડમાંસનો ઢગલો
છે, અને સંભાળ્યા કરો છો!’
{{gap}}બાઈ એ જવાબ વાળ્યો ‘મહારાજ ! તમારા જ
કોઈ કથાકારે કહેલું તે હું યાદ કરું છું. એમણે
કહેલું કે ઈશ્વરની આ ખૂબી છે. એ પ્રેમઘેલી મા જેવો
છે. પોતાનાં સૌથી વધુ નબળાં સંતાન પ્રત્યે એ સૌથી
વધારે પ્રેમ બતાવે છે !
{{gap}}હવે દિવસો થયાં આ વિદ્વાનના મનમાં એક
વાક્ય ધોળાતું હતું કે ’ઈશ્વરને તો માણસની નબળાઈઓ, દુર્ગુણો પણ ખપે ! માત્ર માણસે એ પ્રેમથી એને ચરણે ધરવાં જોઈએ !’ એ વાક્ય આજે એમને
સમજાઈ ગયું !
{{gap}}’ત્યારે તમારી પાસે ઈશ્વરચરણે ધરવાનું બીજું
કાંઈ જ ન હોય, કેવળ તમારા દુર્ગુણો અને દોષો જ
હોય, તો પણ ડરતા નહિ. સૌથી –એ ઈશ્વરને
સૌથી વધારે પ્રિય છે! પણ એ નબળો હોવા જોઈ એ–
દંભી નહિ !
{{gap}}આમાંથી તમે તમારું સમાધાન મેળવી લ્યો
'''ભાઈ ! કેવળ અસહ્ય એવી''' કોઈ વસ્તુ ઈશ્વર
પણ આપણને આપી શકતો નથી.
{{gap}}ઈશ્વર પણ નકારે છે, સાદા મૂર્ખને નહિ, શક્તિશાળી દંભીને!’
{{સ-મ| | ♦| }}<noinclude></noinclude>
2wcvtfr4o9fh7mfpvscntkd2u7hebwc
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૭
104
72970
222292
221821
2026-05-28T16:22:00Z
Amvaishnav
156
/* Proofread */
222292
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[ ૪ ]'''
'''થોડા પ્રસંગો''' | }}

{{gap}}'''એક''' વિખ્યાત તંદુરસ્તી પ્રચારકની વાત છે. અઢળક સમૃદ્ધિ ધરાવનાર આ માણસ, એક વખત મુફલીસમાં પણ મુફલીસ હતો.
{{gap}}એની મા ક્ષયમાં મૃત્યુ પામી હતી. પિતા પણ એવા જ કોઈ રોગનો ભોગ થયા હતા. એ વખતે એ નાનકડો હતો. સગાસબંધીઓ અને તો એને ટાળવા
માગતા હતા. એનામાં પણ પેલા ભયંકર રોગનો વારસો હોવાનો સંભવ હતો. એ કોઈ સગાને ત્યાં ખાતો. કોઈ સગાને ત્યાં કામ કરતો. વળી કોઈક ત્રીજાને ત્યાં સૂવા જતો.
{{gap}}એક વખત આ પ્રમાણે પોતાનાં એક કાકીને ત્યાં એ સૂતો હતો.
{{gap}}નીરવ રાત્રિમાં પોતાની પથારીમાં પડ્યો પડ્યો જાગતો હતો. અને પોતાને હંમેશાં સતાવી રહેલ ઉધરસ વિષે વિચાર કરતો હતો. અત્યારે પણ કાકા<noinclude></noinclude>
3y665yzq0tho66bg0agsqhgvegvadyy
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૮
104
72971
222293
221822
2026-05-28T16:29:03Z
Amvaishnav
156
/* Proofread */
222293
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|થોડા પ્રસંગો||૧૯}}
'''</noinclude>કાકીની નિદ્રા ઊડી ન જાય માટે એ બહુ બળ કરીને પોતાની ખાંસી રોકી રહ્યો હતો.
{{gap}}એવામાં એણે કાકા કાકીને કાંઈક વાતો કરતાં સાંભળ્યાં. એ સાંભળવા એ એકકાન થઈને ઊભેા. કાકા કાકીને એમ હતુ કે પડખેના ખંડમાં નાનકડો
છોકરો ઊંઘી ગયો છે. તે જરાક મોટેથી બોલી રહ્યાં હતાં. છોકરો એ સાંભળી રહ્યો હતો.
{{gap}}કાકી કહેતી હતી: ‘આ છોકરો પણ એની માના રોગનો વારસો ધરાવતો લાગે છે. આપણે ધીમે ધીમે એને આંહીથી રવાના કરી દઈએ. નહિતર એ આપણુને પણ અસર કરી જશે. એની ખાંસી તમે સાંભળો છો નાં ?' કાકાએ જવાબ વાળ્યો : ' ડૉકટર પણ એમ જ ધારે છે. બહુ દિવસ કાઢે તેમ લાગતું નથી.’
{{gap}}નાનકડા છેાકરાએ આ સાંભળ્યું. એના અંતઃકરણમાં જાણે કે એક ભયંકર ઘા થઈ ગયો.
{{gap}}તે પોતાની પથારીમાં પાછો ફર્યો. એની આંખમાં આંસુ છલકાતાં હતાં. એણે પથારીમાં પડ્યાં પડ્યાં મૂંગા મૂંગા કેટલીએ વાર સુધી રૂદન કર્યા કર્યું.
પણ પછી જાણે કે એ રૂદનમાંથી એને મા એને સ્પષ્ટ દેખાતી હોય તેમ, એના અંતઃકરણમાં એક ભીષણ નિશ્ચય જન્મ્યો.
{{gap}}એણે નિશ્ચય કર્યાં. કોઈપણ હિસાબે જીવવું છે. તંદુરસ્તી ભરેલી રીતે જીવવું છે. અને આ જગ્યા છોડીને જગતમાં પોતાનું સ્થાન મેળવી લેવું છે.
{{gap}}બીજે દિવસે સવારે એ 'સેકન્ડહેન્ડ બુકસેલર’<noinclude></noinclude>
ln2l928moov44e7ah0ir87tj7mql86m
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૯
104
72972
222294
221823
2026-05-28T16:36:35Z
Amvaishnav
156
/* Proofread */
222294
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૦||સુવર્ણરેખા}}
'''</noinclude>ને ત્યાં ગયો. અને ત્યાંથી કસરત અને તંદુરસ્તીના નિયમનાં પુસ્તક એ લઈ આવ્યેા. તંદુરસ્તી વિષે એણે જ્ઞાન મેળવવા માંડ્યું. ને એ પ્રમાણે વર્તનમાં પણ
ફેરફાર કર્યો.
{{gap}}ધીમે ધીમે પોતાના જીવનને એણે ઘડવા માંડ્યું.
{{gap}}અને લાગ્યું કે એ થોડી તંદુરસ્તી મેળવી રહ્યો છે. એના આનદનેા પાર ન રહ્યો.
{{gap}}પછી એણે તરત કાકાનું ઘર છોડી દીધું. બીજી કોઈ જગ્યાએ પોતાને લાયકનું કામ શોધી કાઢ્યું. કુદરતી જીવન અને તંદુરસ્તી આપનારો વ્યાયામ
શરૂ કર્યો. અને એને જ લગતાં પુસ્તકો પણ પોતે પ્રગટ કરવાં માંડ્યાં !
{{gap}}આ છોકરો બીજો કાઈ નહિ, તંદુરસ્તી માટે વધારેમાં વધારે આગ્રહ રાખનાર ને પ્રચાર કરનાર વિખ્યાત મેકફેડન પોતે !
{{સ-મ| |☆ | }}
{{gap}}'''સમુદ્રમાં''' બે ટાપુ હતા. એક બીજાથી આઘે આઘે. બન્નેની વચ્ચે સમુદ્રનાં પાણી ગર્જી રહ્યાં હતાં. ત્યાં સમદર પંખી રહેતાં હતાં. એક ટાપુમાં સમંદર–૫ંખી ટોળાબંધ રહે, એમાં માળા બાંધે. આનંદ–વિનોદ કરે. રાત્રે કલ્લોલ કરે. વહેલી પ્રભાતે ટોળાખધ બીજા ટાપુ ઉપર ખોરાકની શોધ માટે ઉપડે. ખોરાક ત્યાં. રહેવાનું અહીંઆં. આ પ્રમાણે એ જીવન વીતાવે.<noinclude></noinclude>
6i4ryoktw42kk8s4b7avhe6xl73jreh
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૦
104
72973
222295
221824
2026-05-28T16:43:40Z
Amvaishnav
156
/* Proofread */
222295
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|થોડા પ્રસંગો||૨૧}}
'''</noinclude>{{gap}}માળામાં બચ્ચાં હોય તે મોટાં થવા આવે, ત્યારે મા એમને બીજા ટાપુએ જઇને ખારાક શોધી લેવાની જાતમહેનતની કેળવણી આપે.
{{gap}}સમદર પંખીના જીવનનો આ કાર્યક્રમ !
{{gap}}પણ એક વખત આ ટાપુમાં એક નવી નવાઈની વાત બની.
{{gap}}એવું બન્યું કે એક બચ્ચું બહુ જ બીકણ નીકળ્યું. આ ટાપુ ઉપરથી પેલા બીજા ટાપુ ઉપર જવા માટે, જે મુસાફરી ખેડવી પડે, એ મુસાફરીની એને બીક
લાગે. એને એમ થાય કે વખત છે ને હું, ઊડતાં ઊડતાં વચ્ચે જ સમુદ્રમાં પડી જાઉં તો ! ?
{{gap}}એટલે એ બચ્ચું તો ઉડવાની હિમ્મત જ ન કરે.
{{gap}}પંખીનું બચ્ચુ થઈને ઉડવાની હિમ્મત ન કરે !
{{gap}}એની સાથેનાં બીજા અનેક બચ્ચાં ઊડી ગયાં. બીજા ટાપુ ઉપર જઈને પોતપોતાનો નાસ્તોપાણી ખોળવા માંડ્યાં. સાંજ પડે એટલે કિલ્લોલ કરતાં આ
માળામાં પાછાં કરવા મડ્યા; પણ આ એક બચ્ચું એવું નમાલું કે ઉડે જ નહિ !
{{gap}}માળામાં સૌ ખાવાનું નાખે તે એઠું એઠું ખાય. પાંખો ફફડાવે. આમ તેમ જરા હાલે. ડાહ્યું ડમરું ચઈને ટગર ટગર બધું જુએ! આકાશ દેખે. સમંદર દેખે. બીજા ટાપુને નિહાળે. પણ જેવી ઉડવાની વાત આવે કે અઠે દ્વારકાં !
{{gap}}બીજા બધાં ૫ંખી એની આ ભીરૂતાથી ત્રાસી ગયાં. સૌને લાગવા માંડ્યું કે આ તો આપણી<noinclude></noinclude>
ryzlx4lobgwd0v63wtre0953kpgykbl
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૧
104
72974
222296
221834
2026-05-28T16:50:27Z
Amvaishnav
156
/* Proofread */
222296
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૨||સુવર્ણરેખા}}
'''</noinclude>પંખીની જાત ઉપર કલંક આવી જશે ! ૫ખીનું બચ્ચું ઉડતાં ડરે છે, એ વાત કોઈ સાંભળશે તો પણ હસશે ! એમણે બધાંએ નિશ્ચય કર્યો કે કાલે તો એને ચાંચો
મારી મારીને પણ આપણે પરાણે બહાર કાઢીએ. ૫ખીઓની આ વાત એ બચ્ચાંની મા સાંભળે. તેને કાંઈ કાંઈ થઈ જાય !
{{gap}}પોતાના બચ્ચાને આ બીજા પંખીઓ હેરાન કરશે તે વાત તેનાથી સહન થાય નહિ. તેમ પોતાનું બચ્ચું નમાલું રહે એ પણ એનાથી ખમાય નહિ. તેણે બધાની વાત સાંભળી ને પછી એ બોલી ઊઠી : 'તમે બધાં તમારી બહાદુરી તમારા ઘરમાં જ રાખો. એને કેમ ઊડતાં શીખવવું એ હું જાણું છું. કાલે એને હું પોતે શીખવીશ. તમે જોયા કરજો.'
{{gap}}બીજે દિવસે સવારમાં પેલા સમદર પંખીની મા વહેલી વહેલી કાંઈક નાસ્તો ઉપાડી લાવી. અને પેલા ભીરૂ બચ્ચાની ઉપર જ આવીને બોલ બોલતી ફરી રહી ! એ સાંભળી ભીરૂએ ઊંચે જોયું, તો પોતાની માને દીઠી! અને એની ચાંચમાં સરસ નાસ્તો દીઠો !
{{gap}}તે નાસ્તો લેવા માટે તૈયાર થઈ ગયું. એટલે તરત એની મા નીચે આવી, માથા ઉપર નાસ્તો લટકાવતી હવામાં તરવા મંડી !
{{gap}}એ જોઈને પેલુ બચ્ચું જરાક અદ્ધર થયું. તેણે નાસ્તો લેવા માટે જરાક ઉડવા જેવું કર્યું. પણ થોડા માટે એ માને આંબી શક્યું નહિ. એટલે માળામાં
પાછું બેસી ગયું ! પણ માએ કરીને એને બોલ આપ્યો.<noinclude></noinclude>
lvabug79s8ktagzpbs7fmvmsvbynbef