વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.4 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૩ 104 72976 222318 222299 2026-05-30T15:33:07Z Meghdhanu 3380 /* Validated */ 222318 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |[ ૫ ] | }} {{સ-મ| |રસ ક્યાં છે? | }} {{gap}}'''એક વખત''' જલેબીને ને મેશુબને તકરાર થઈ પડી. જલેબી કહે : ‘હું ચડું' મેશુબ કહે : ’ના હું ચડું. તને કોઈ કોઈ મીઠાઈનો રાજા ગણે છે તે વિષે મારે તકરાર નથી. તું ભલે મીઠાઈનો રાજા કહેવાય. પણ હું તો મહારાજા.’ {{gap}}તકરાર વધી પડી. તેમાંથી બન્ને એક બીજાના દોષ ઉપર ઉતરી પડ્યા. મેશુબ કહે: ‘તું વાંકી છો ! અને તારો રંગ પણ એક જ. આંખને ન ગમે તેવો. પીળો. અને હું તો એ ચાર રંગ ધારું ! જોનારા જોયા કરે કે આવા વિવિધ રંગ આમાં આવ્યા ક્યાંથી ?’ {{gap}}જલેબી કહે : ’એ બધી વાત સાચી. પણ જમણમાં રાજ જમણ ગોઠવાય, ત્યારે એમાં જલેબીનું નામ પહેલું આવે. તારું નામ મારા હેઠું. એટલે હું રાણી, ને તું વજીર !’ {{gap}}મેશુબ કહે : ‘એનો ન્યાય કોઈ ત્રીજા પાસે<noinclude></noinclude> 45czu32ktoccvft306dc75980c017qf પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૪ 104 72977 222319 222303 2026-05-30T15:36:48Z Meghdhanu 3380 /* Validated */ 222319 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|રસ ક્યાં છે?||૨૫}}
'''</noinclude>કરાવીએ. અને નહિતર હું મહારાજા, ને તું રાજા, તો આપણે તકરાર નથી !’ {{gap}}પણ જલેબી કાંઈ એમ હાર્યો દાવ લ્યે ? એવામાં ત્યાં ટાઢેછાંયે બેઠો બેઠો એક મજુર, રોટલો ને મરચું ખાય. જલેબીએ એને જોયો. જલેબી કહે : ‘આની પાસે આપણે ન્યાય કરાવીએ.’ મેશુબ કહે : ‘અરે ! એને તો મીઠાઈમાં શી સમજણ પડે ? ન્યાય લેવો હોય તો કોઈ ખરા શેાખીનને ગોતીએ !’ {{gap}}જલેબી કહે : ‘એમ નહિ. આ માણસના મનમાં મીઠાઈનું એક સ્વર્ગ બેઠું હશે. કારણ કે એને એ ભાગ્યે જ મળે છે. જેને ત્યાં, હું ને તું બન્ને ઠેબાં ખાઈએ છીએ. ત્યાં તો તને ક્યાં અનુભવ નથી કે તારા કકડાને કુતરું યે સુંઘતુ નથી ! ત્યાં ન્યાય લેવા જઈએ એમાં કાંઈ ન્યાય મળે ? ન્યાય તો આ માણસ આપી શકે. એ આપે તે ન્યાય !’ {{gap}}પછી બન્ને જણાએ એ વાત કબૂલ રાખી. ને બન્ને જણાં પેલા મજુર જેવા માણસ પાસે ન્યાય લેવા ગયાં. પેલો તો એને જોઈને આભો જ બની ગયો ! એણે તો બાપદાદે બેમાંથી એકને ય ભાળેલ નહિ. ત્યાં તો એને ખબર પડી કે એ બન્ને તો તકરારમાં પડ્યાં છે, ને ન્યાય લેવા આવ્યાં છે! મજુર કહે: ‘ભલે, તમારી વાત કરો.’ {{gap}}પહેલાં જલેબીબાઈ બોલ્યાં : ‘જો ભાઈ મજુર ! તેં મને ઘણી વખત છેટેથી જોઈ છે. પાસે ઊભા રહીને પણ, તેં મને એકીટશે ઘણી વખત નિહાળી હશે.<noinclude></noinclude> tedxsgo3u3k8pgdht5x46wsfc7f6mw7 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૫ 104 72978 222325 222307 2026-05-31T08:37:03Z Meghdhanu 3380 /* Validated */ 222325 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૨૬||સુવર્ણરેખા}}
'''</noinclude>તારા ઉપર કોઈ દેવ પ્રસન્ન થાય અને તને કહે કે તારે જોઈએ તે એક મીઠાઈ તું માગી લે, હું તને એનું એક અક્ષયપાત્ર આપી દઉં, તો તું કોને માગે ? મને કે કોઈ બીજાને ? એનો જવાબ તું વિચારીને આપજે. હવે મેશુબ એની વાત તને કહેશે. {{gap}}મેશુબે કહ્યું : ‘જો મજુર ભાઈ ! તને ભગવાન કહે કે તું એક મીઠાઈ, ગમે તે માગી લે, તું એને સંભારે કે તરત એ હાજર થઈ જશે, પણ જો જે સંભાળીને માગજે હો ! એ મીઠાઈ જ પછી તારો હંમેશનો ખોરાક થઈ રહેશે. તને ગમે કે ન ગમે.પણ જ્યારે તું ખાવાની ઈચ્છા કરે કે તરત એ જ હાજર થશે ! તો તું શું માગે ? મને માગે કે જલેબીને માગે ? તને સત્ત્વ શેમાં લાગે ? તને હંમેશાં કોણ ગમે ? વિચારીને બોલજે હો !’ {{gap}}મજુર તો એ બન્નેની વાત સાંભળીને હસી પડ્યો. {{gap}}પોતાના મોં આગળ રોટલો ને મરચાં પડ્યાં હતાં તે બતાવીને એણે કહ્યું : ‘જુઓ, આ બે છે, રોટલો ને મરચું, એ બે હોય ને શરીરે પરસેવો વળ્યો હોય, ત્યારે એ બન્ને જલેબી ને મેશુબ બની જાય છે ! અને પરસેવો વળ્યો ન હોય તો તમે બે મળો તો તમે ય કુચા બની જાઓ છો ! જાણે ખોળ ખાધો. ભગવાન ઉપરથી ઉતરે તો પણ, હું તમને ન માગું. હું તો આ બન્નેને, રોટલાને ને મરચાને, માગું. હું તો પરસેવો ઉતરે એટલી મજુરી માગું કે જેના પ્રતાપે એ, તમને બન્નેને ફિક્કાં પાડી દે છે ! {{nop}}<noinclude></noinclude> mfe6i0k0wmkgtzdbzjvf7v314zzll2t પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૬ 104 72979 222326 222310 2026-05-31T08:38:04Z Meghdhanu 3380 /* Validated */ 222326 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|રસ ક્યાં છે?||૨૭}}
'''</noinclude>{{gap}}તમારા મનને તમારી જાત મહાન લાગતી હોય. તો ભલે, બાકી દુનિયા તો પહેલેથી આ બન્નેને ઓળખતી આવી છે; ને એ બન્નેને જ ઓળખવાની છે. તમે તો આજ છો ને કાલ નથી !‘ {{gap}}મજુરનાં આ નવી નવાઈનાં વેણ સાંભળીને જલેબીબાઈ ને મેશુબભાઈના મોં જોવા જેવાં થઈ ગયાં. {{સ-મ| |★ | }}<noinclude></noinclude> oagldxw2bu5nvch6bugb8737twsrxx9 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૭ 104 72980 222320 221840 2026-05-30T16:29:13Z Amvaishnav 156 /* Proofread */ 222320 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[ ૬ ]'''
'''રામકળી !''' | }}
{{gap}}'''છપનીયા''' દુકાળમાં એક રામરોટી થઈ ગઈ તેની આ વાત છે. રામરોટી જ્યારે સવારમાં એની ઝોળી લઈને નીકળી, ત્યારે આખું ગામ મશ્કરી કરતું હસી પડયું. સૌ બોલ્યાં કે આ ગામમા એક ‘સાડસતી’ પેઠી છે અને એણે આ નવી નવાઈની વાત આદરી છે. {{gap}}આજ દિવસ સુધી ગામમાં લોટ માગવા વાળા બ્રાહ્મણ હતા, સાધુ હતા, ફકીર, ગરીબ ગુરબાં માગતાં હતાં. પણ આ એક નવી નવાઈની વાત આવી. જુવાન સ્ત્રી આ પ્રમાણે રોટલા માગવા નીકળે, અને તે પણ પાછો બાવાનો વેષ ધરીને ! રોટલાના કટકા મટકા સિવાય બીજુ કાંઈ લે નહીં. લોટ લે નહી, એ તેા ઠીક, પણ આખો રોટલો કાઈક આપે તે તો પણ, લે નહી, એ તે કટકાં બટકાં જ ભેગાં કરે. એણે વળી પોતાનું એક નવું અર્થ શાસ્ત્ર ચલાવ્યું હતું. ‘મારે તો કટકા બટકાનો ઉપયોગ કરવો છે.’ એના આ નિર્ણ્યની<noinclude></noinclude> sclilenc4ikrd8b8kvlzx4zwzw6c5f1 222327 222320 2026-05-31T11:55:52Z Meghdhanu 3380 /* Validated */ 222327 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |'''[ ૬ ]'''
'''રામકળી !''' | }}
{{gap}}'''છપનીયા''' દુકાળમાં એક રામરોટી થઈ ગઈ તેની આ વાત છે. રામરોટી જ્યારે સવારમાં એની ઝોળી લઈને નીકળી, ત્યારે આખું ગામ મશ્કરી કરતું હસી પડ્યું. સૌ બોલ્યાં કે આ ગામમા એક ‘સાડસતી’ પેઠી છે અને એણે આ નવી નવાઈની વાત આદરી છે. {{gap}}આજ દિવસ સુધી ગામમાં લોટ માગવા વાળા બ્રાહ્મણ હતા, સાધુ હતા, ફકીર, ગરીબ ગુરબાં માગતાં હતાં. પણ આ એક નવી નવાઈની વાત આવી. જુવાન સ્ત્રી આ પ્રમાણે રોટલા માગવા નીકળે, અને તે પણ પાછો બાવાનો વેષ ધરીને ! રોટલાના કટકા બટકા સિવાય બીજુ કાંઈ લે નહીં. લોટ લે નહી, એ તો ઠીક, પણ આખો રોટલો કોઈક આપે તો એ પણ, લે નહી, એ તો કટકાં બટકાં જ ભેગાં કરે. એણે વળી પોતાનું એક નવું અર્થ શાસ્ત્ર ચલાવ્યું હતું. ‘મારે તો કટકા બટકાનો ઉપયોગ કરવો છે.’ એના આ નિર્ણયની<noinclude></noinclude> 12wtd9desx3u7ssztrr0gsww16maqiz પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૮ 104 72981 222321 221841 2026-05-30T16:37:24Z Amvaishnav 156 /* Proofread */ 222321 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|રામકળી !||૨૯}}
'''</noinclude>પાછળ એક દૃષ્ટિ તો હતી એટલું ચોક્કસ. {{gap}}એ સમય '૫૬ નો ભયંકર દુકાળ પડ્યેા હતો. દાણા ગોત્યા જડતા ન હતા. રંગુની ચોખાના ચાર આનાને બદલે ચાર રૂપિયા બોલી ગયા હતા. ઘાસ રૂપિયાનું અરધો મણ થઈ ગયુ હતુ. અને તે પણ કુચા જેવું. {{gap}}દુકાળ ઘણા પડ્યા છે, પણ છપ્પનિયાએ આડો આંક વાળી દીધો હતો. {{gap}}એ વખતે હણમાનવાળું આખુ ભલકું ગામ, ગામને પાદર વડ હતો ત્યાં ભેગુ થયું. સૌ વિચાર કરવા બેઠા. ગામને સામું ચોમાસુ શી રીતે દેખાડવું ? {{gap}}એ વખતે ગામે અજબ જેવો સંપ બતાવ્યો હતો. {{gap}}રાઘવા ખાંટે ઊભા થઈ ને કહ્યુ` કે, ગામનું તળાવડું ખોદવુ, એ અમારા ઉભડને માથે. {{gap}}પટેલ કરમશી બોલ્યાઃ ‘રંજકો આખા ગામને, ચાર આને મણ, આખું વરસ હું આપીશ. જેને જોઈએ તે લઈ જાય.' {{gap}}મંગુડોશી કહે: ‘આપણી વાડીએ ગાજર વાવવાનાં છે. પૈસે શેર. જેને ખાવાં હોય તે ભલે લઈ જાય. આવતી કાલે ઉપર વાળો લીલા લેર કરી દેશે!’ {{gap}}ગામના ઢેઢ સીખે એમાં ભાગ લેતા હતા. ઢેઢ વર્ગે કહ્યું કે, તળાવડાની આખી પાળ અમે મફત બાંધી દેશું. {{gap}}કેશવજી કામદારે કહ્યું: ‘મારે ત્યાં ત્રણ વરસ પહેલાં જારની ખાણ નાખી છે. ચારે તરફ ઉંચાણુ કર્યું છે, એટલે પાણી તો અંદર જાય તેમ રહેવા દીધું નથી,<noinclude></noinclude> e5ez79vfpmlcg0x5s5t494ep7chwrai 222328 222321 2026-05-31T11:58:33Z Meghdhanu 3380 /* Validated */ 222328 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|રામકળી !||૨૯}}
'''</noinclude>પાછળ એક દૃષ્ટિ તો હતી એટલું ચોક્કસ. {{gap}}એ સમય '૫૬ નો ભયંકર દુકાળ પડ્યો હતો. દાણા ગોત્યા જડતા ન હતા. રંગુની ચોખાના બાર આનાને બદલે ચાર રૂપિયા બોલી ગયા હતા. ઘાસ રૂપિયાનું અરધો મણ થઈ ગયું હતું. અને તે પણ કુચા જેવું. {{gap}}દુકાળ ઘણા પડ્યા છે, પણ છપ્પનિયાએ આડો આંક વાળી દીધો હતો. {{gap}}એ વખતે હણમાનવાળું આખું ભલકું ગામ, ગામને પાદર વડ હતો ત્યાં ભેગું થયું. સૌ વિચાર કરવા બેઠા. ગામને સામું ચોમાસુ શી રીતે દેખાડવું ? {{gap}}એ વખતે ગામે અજબ જેવો સંપ બતાવ્યો હતો. {{gap}}રાઘવા ખાંટે ઊભા થઈ ને કહ્યું કે, ગામનું તળાવડું ખોદવું, એ અમારા ઉભડને માથે. {{gap}}પટેલ કરમશી બોલ્યાઃ ‘રંજકો આખા ગામને, ચાર આને મણ, આખું વરસ હું આપીશ. જેને જોઈએ તે લઈ જાય.’ {{gap}}મંગુડોશી કહે: ‘આપણી વાડીએ ગાજર વાવવાનાં છે. પૈસે શેર. જેને ખાવાં હોય તે ભલે લઈ જાય. આવતી કાલે ઉપર વાળો લીલા લેર કરી દેશે!’ {{gap}}ગામના ઢેઢ સીખે એમાં ભાગ લેતા હતા. ઢેઢ વર્ગે કહ્યું કે, તળાવડાની આખી પાળ અમે મફત બાંધી દેશું. {{gap}}કેશવજી કામદારે કહ્યું: ‘મારે ત્યાં ત્રણ વરસ પહેલાં જારની ખાણ નાખી છે. ચારે તરફ ઉંચાણુ કર્યું છે, એટલે પાણી તો અંદર જાય તેમ રહેવા દીધું નથી,<noinclude></noinclude> g985gpnvaeef1e4xt5e3kimqqfdp20q પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૯ 104 72982 222322 221842 2026-05-30T16:45:09Z Amvaishnav 156 /* Proofread */ 222322 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૩૦||સુવર્ણરેખા}}
'''</noinclude>પણ ઉખેળતાં જે નીકળે તે ગામના નશીબની ! બાર આને મણ. ઘર દીઠ બે મણ સૌ લેવાનુ રાખે. વધારે કોઈ માગે નહિ. માગે તો ગૌહત્યાનું પાપ ! ’ {{gap}}આમ એક પછી એક વાતનો બંદોબસ્ત થવા માંડ્યેા. તે વખતે રાજ અગ્રેજ સરકારનું. પ્રાંતના સાહેબ હજી તપાસ કરવા આવવાના હતા. તે પછી રિપોર્ટ કરવાના હતા. એ તુમાર આવતાં આવતાં ગામ ઉચાળા ભરે તેમ હતું ! {{gap}}આ પ્રમાણે બંદોબસ્ત થતો હતો, ત્યાં કોઈકે ટોણો માર્યો: ‘પણ આ મારી બેટી બાવણ રામકળી, હુણમાનના મંદિરનો ઓટલો ભાંગે છે, એ કાંઈ કરવાની છે કે નહિ ?' {{gap}}સૌ હસી પડયા: 'અલ્યા! હા હા ! એ વાત સાચી. રામકળી આખા ગામને માથે પડી છે!' {{gap}}‘હું કોઈને માથે નથી પડી' રામકળીએ કહ્યું, ‘હું પણ મને ભગવાન બતાવશે તેવો રસ્તો લઈશ.' {{gap}}એ વખતે તો રામકળીના શબ્દો હવામાં ઊડી ગયા. પણ જ્યારે પંદરેક દિવસ પછી, ગામનું કામ શરૂ થયું, રંજકો તૈયાર થવા માંડ્યો, ગાજર વાવવાની વાત થઈ, જારની ખાણ ઉખળી, ત્યારે રામકળીએ પોતાની એક જુની ઝોળી હતી તે ખીંતીએથી લીધી અને એને ખંખેરી. પછી એણે પુરૂષ બાવાનો વેષ પહેર્યો. ચોટલો પાઘડીમાં સમાવી દીધો. બંગડી કાઢી નાખી. ધોતિયાનેા કાચ્છો વાળ્યો. ચૂડીબંધ કેડિયું પહેર્યું. હાથમાં ડાંગ લીધી. કપાળમાં મોટો ચાંલ્લો કર્યો. સાત<noinclude></noinclude> s9g6mzyub8ef63ogpszqb22woes6xl2 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૦ 104 72983 222323 221843 2026-05-30T16:53:02Z Amvaishnav 156 /* Proofread */ 222323 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|રામકળી !||૩૧}}
'''</noinclude>આઠ માળા ડોકમાં નાખી. એક પગમાં રૂપાની બેડી પહેરી ને “ રામરોટી ! ” કહેતી કે ને ગામ આખામાં માગવા નીકળી પડી. {{gap}}પહેલાં તો ગામને એ જોણા જેવું થયું. પણ રામરોટીએ એક વાત સિદ્ધ કરી બતાવી. બપેારે બાર વાગે એ હણમાનના ઓટલા પાસે આવી તો એની આખી ઝોળી કટકા ખટકાથી ભરાઈ ગઈ હતી ! {{gap}}ભયંકર દુષ્કાળમાં પણ, માણસની પાસે કાંઈક બચાવવાનું હતું. ઓછામાં ઓછું જે બચાવવાનું હતું અને નહિતર જે નકામુ જવાનું હતુ, તેનો રામકળીએ ઉપયોગ શોધી કાઢ્યો હતો. આ એનું અણઘડનું અર્થ શાસ્ત્ર હતું ! {{gap}}અને નવાઈની હદ તો ત્યારે થઈ, જ્યારે આ રામરોટીએ ગામનાં લુલાં લંગડાં, અપંગ, વૃદ્ધ, અશક્ત, એવા એવાને શોધી શોધીને એમના સ્થાન ઉપર રામરોટી પહોંચાડવા માંડી. {{gap}}ગામના માણસોને એણે કહ્યુ કે ‘તમે સૌએ તમારો ચોકો કરી લીધો. પણ આ ગામના કૂતરાં, લુલાં, લંગડાં, અપગ, અશક્ત એમનું શું થશે એનો કોઈએ વિચાર કર્યો હતો? {{gap}}આવા ભયંકર દુકાળમાં એ બધાં મરવા પડશે, ત્યારે તમે ફાળો ઉઘરાવવા નીકળશો, તે પહેલાં મેં મને સુજ્યું તે કામ કર્યુંં છે.' {{gap}}ત્યારથી આખુ ગામ રામકળીની, પ્રભાતમાં ઉઠતી પેલી બુલંદ સુરાવલી “ રામરોટી કા દાતાર આ<noinclude></noinclude> 75rnlp032vvdxz8ctk3r3vyf6url8cw પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૧ 104 72984 222324 221844 2026-05-30T16:57:34Z Amvaishnav 156 /* Proofread */ 222324 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૩૨||સુવર્ણરેખા}}
'''</noinclude>જાવ !” એને ટેવાઈ ગયુ છે. {{gap}}આખુ વરસ રામરોટીએ આ પ્રમાણે કામ કર્યું. પછી તો એનું પોતાનું નામ જ ‘રામરેાટી’ થઈ પડ્યું ! {{gap}}વરસ પૂરૂ થયું. વરસાદ આવ્યો. લોકો નાચવા માંડ્યા. હળ જોડાયાં. ત્યારે રામરોટી અદૃશ્ય થઈ ગઈ. {{gap}}કોઈએ કહ્યું: 'એ એક ગંજેરીના પ્રેમમાં પડીને ભાગી ગઈ.' {{gap}}કોઈએ કહ્યું: ‘એનું કામ પૂરું થયું.' {{gap}}પણ રામરોટી પછી ક્યાં ગઈ, તે કોયડો હજી પણ એ ગામમાં અણઉકલ્યો રહ્યો છે. {{gap}}પણ સૌ રામરાટીને નામે રામકળીને સંભારે છે. {{સ-મ| | ★| }}<noinclude></noinclude> d9jkhygcrbckjrkkgv5qxjhqggyrpbw