વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.5 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૧ 104 73006 222414 222034 2026-06-03T16:29:35Z Amvaishnav 156 /* Proofread */ 222414 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૫૨||સુવર્ણરેખા}}
'''</noinclude>કલ્યાણ કરવાનો વાદ પણ, શું છેવટે પોતાનાં કહેવાય તેવા માણસોની ભરતીમાં જ રાચતો જણાયો નથી ? એટલા માટે કોઈ એક એવું તંત્ર શક્ય ન બને, જેમાં કોઈ શાસક ન હોય, કોઈ શાસિત ન હોય, જેમાં કોઈ કોઈના કરતાં મોટો હોવાનું ગૌરવ લઈ જ શકતો ન હોય, જેમાં મુરબ્બીનો વટની કોઈ પ્રણાલિકા જ ન હોય, જેમાં એક માણસ, પોતાના પાડોશના બીજા માણસ કરતાં, તાંબાનો એક સિક્કો પણ વધારે ધરાવી શકતો ન હોય, શુ એવું કોઈ શાસન સ્થાપી શ કા ચ જ નહિ ? જેમાં માલિકીપણા જેવું કાંઈ હોય જ નહિ ! કોઈ પણ માણસ કોઇપણ પદાર્થનો માલિક નહિ ! અરે, ખુદ પેાતાના રૂપ રંગ અવાજ કે સૌન્દર્ય કે સર્જક શક્તિનો પણ માલિક નહિ ને ! પોતાને અવાજ મળ્યો હોય, કે રૂપ મળ્યું હોય કે કલા શક્તિ મળી હોય તે બધાને માટે ભલે એ ઉપયાગી બનાવે ! કોઈ વિશિષ્ટ અધિકાર વાળા માટે નહિ, કોઈ વિશિષ્ટ હેતુ માટે નહિ, કોઈ વિશિષ્ટ પ્રસંગ માટે પણ નહિ ! {{gap}}આ કલ્પના શકય બને તો માણસ જાત વધારે સુખી અને સંતેાષી અને સ્વતંત્ર ન થાય ? {{gap}}પણ આ શી રીતે શકય બને ? માણસ જાત પોતાની વિશિષ્ટતાના અહમનો દાસ છે. એ અહમ્ જ્યારે એ ટાળે ત્યારે જ એ વસ્તુ શક્ય હોય. પણ આ અહમ્ ટાળવું અમુક માટે શકય હોય, ટોળાંનાં ટોળાં, આખો જન સમૂહ, એ અહમ્ વિનાનો શી રીતે બને ? કેટલાક કહે છે જ્ઞાનથી, કેટલાક કહે છે<noinclude></noinclude> 7dvjcddq8f87dozd1150kzphqbgb5ma પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૨ 104 73007 222415 222035 2026-06-03T16:37:46Z Amvaishnav 156 /* Proofread */ 222415 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|એક તરંગ||૫૩}}
'''</noinclude>ટેવથી, કેટલાક કહે છે દંડથી. પણ જે જ્ઞાન પાંચ દસ પંદર હજાર વર્ષો થયાં પણ, દરેક માણસને પહોંચાડવાનું બન્યું નથી તે જ્ઞાન થોડાં વર્ષોમાં દરેકને ક્યાંથી મળે? {{gap}}પણ આમાં વિજ્ઞાન મદદ કરે તો ? મગજ ઉપર 'ઓપરેશન’ કરીને અમુક ગ્રંથી કાઢી નાખવાથી રોગ મૂળમાંથી જાય છે. એવું જ આમાં ન બને ? માણસને માલિકીપણાની વૃત્તિ થાય તે વૃત્તિનું સંચાલન જે ગ્રંથી રસ દ્વારા થતું હોય તે ગ્રંથી જ કાઢી નાખવી ! {{gap}}એટલે જ્ઞાનમાર્ગને વિજ્ઞાને મદદ આપી કહેવાય. કુદરતી રીતે બધા માણસો સરખા ગણાવા જોઈએ. પણ માણસો એકબીજાના વ્યવહારમાં એ રીત રાખતા નથી. પરિણામે આંહીં તકવાદી એકહથ્થુ સત્તાના શોખીનો આવે છે. અને બીજા પણ અનેક રંગી રાજપુરુષો આવે છે. સાધુઓ, કવિઓ, જ્ઞાની, તત્ત્વજ્ઞો વાતેા કરતા રહે છે ને તત્રો તો જેમ ચાલતાં હોય તેમ ચાલ્યા કરે છે ! સુશાસન દેખાય, ત્યારે એ સ્થાન પરના માણસનો વિજય હોય છે; કુશાસન દેખાય ત્યારે પણ એ સ્થાન પરના પુરુષોનો જ પ્રતાપ હોય છે ! કોઇ સ્થાયી સિદ્ધાંતોના બળે માનવજાતને શાંતિ આપવાનો અખતરો ફળતો જણાતો નથી ! {{gap}}માણસો કુદરતી સ્થિતિ ઉપર પાછાં ફરે, અને હરેક પ્રકારની મેળવેલી કહેવાતી સિદ્ધિને પાછી સમુદ્રમાં મોકલે, તો એ અશાંતિમાંથી બચે ખરો ? અત્યારે તે એની તીવ્ર બુદ્ધિ એને જ વધારે દુ:ખી<noinclude></noinclude> 55q9oqbjlxii7wrso1ji8h61quvpjbv પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૩ 104 73008 222416 222036 2026-06-03T16:48:08Z Amvaishnav 156 /* Proofread */ 222416 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૫૪||સુવર્ણરેખા}}
'''</noinclude>અનાવે છે. એનું ડહાપણ એને યાંત્રિક એકતા તરફ દોરે છે. એની દલીલ શક્તિ નવા નવા માર્ગો શોધે છે: પોતાનું અસત્ય ઢાંકવાના; બીજાનું સત્ય છાવરવાના. એટલે પરિણામે તો એનું ન્યાય અને સત્યનું દીવાળું વધતું જ રહે છે ! આર્થિક સમાનતા સ્થાપીને બધાને માટે એક સરખી પરિસ્થિતિનો જન્મ પણ એણે અજમાવ્યો છે. પણ એથી માણસ જાત કેટલે અંશે સુધી આગળ વધી એ પ્રશ્ન તો વિવાદગ્રસ્ત જ રહ્યો છે! {{gap}}અલબત, માણસ જાતના ઘણા અન્યાયો દૂર કરવાનો એ રાજમાર્ગ, બહુ જ સમયસર આવી ગયો છે. ને એનાં સુખદ પરિણામો પણ દેખાય છે. છતાં એ પણ છેલ્લો શબ્દ થવાની શક્તિ તો નહિ જ ધરાવતો હોય! અનુભવે જ એ વધુ સ્પષ્ટ થશે. માણસ જાતે શાસન સબંધે આજ દિવસ સુધી ઘણી ભૂલો કરી છે. એણે ધર્માધિકારીઓ સ્થાપ્યા; એ લોભી નીકળ્યા. રાજાઓ સ્થાપ્યા; એ ગાંડા નીવડ્યા.. જમીનદારો રાખ્યા; એ કજીયાખોર થયા. બહુમતવાદ સ્થાપ્યો; એ લુચ્ચાઈ ભરેલી સફાઇ રૂપે પ્રગટ્યો ! કોને ખબર છે, એનો સમાનવાદ એ પણ એક વધુ દગો નહિ આપે? અને ભ્રમ નહિ નીકળે ? {{gap}}પણ માણસ જાતને સુખી થવુ જ હોય તો એણે કાંઈ નવું શીખવાનું નથી. જૂનુ ઘણું ભૂલવાનું છે. એણે પોલીસો, લશ્કરો, ન્યાય કોર્ટો, ન્યાયાધીશીઓ, દોડાદોડી, વાહનો, વ્યવહારા, ભાષણો, વિદ્યાધામો, સીનેમાઓ, વમાનપત્રો, વ્યાખ્યાનો-તમામ ભૂલી<noinclude></noinclude> lx4kae6bs1b1lv1wk4svarpok5yza4n પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૪ 104 73009 222417 222037 2026-06-03T16:57:01Z Amvaishnav 156 /* Proofread */ 222417 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|એક તરંગ||૫૫}}
'''</noinclude>જવાં પડશે. એમને એ ભૂલશે, એટલે એમની દુનિયામાં માત્ર એક જ વસ્તુ રહેશે; જીવન. જીવન ! {{gap}}એ ‘ જીવન ' માં એ પોતાના સ્વજનોની મદદ વડે જ પકાવાય તેટલુ અનાજ પકાવશે. એટલી જ જમીન હાથે ખેાદશે ને ખેડશે. પોતાની જરૂરિયાત જેટલુ કાંતશે. પોતાની આસપાસના સાધનોમાંથી ઝુપડુ બાંધી લેશે. એને આનંદ આપવા માટે ચાંદની હશે. સૂર્યનો તાપ, એને તંદુરસ્તી આપશે. જલ ને માટી ને રેતી અને એની બધી કલા આપી દેશે. એને તડકો જોઈને રોમાંચ થશે. શિયાળાની ઠંડી એને કવિતા જેવી લાગશે. વરસતો વરસાદ અનેક ચિત્રપટો કરતાં વધુ સુંદર બની રહેશે. એને કોઈની પાસેથી કાંઈ લેવાનુ નહિ હોય—ન્યાય પણ લેવાનો નહિ હોય ! એના ઉપર કોઈનું રાજ નહિ હોય, એ કોઈના ઉપર રાજ કરતો નહિ હોય ! એને કોઈ પ્રધાનના પ્રવચન માટે ધોડા કરવાના નહિ હોય. કોઈ પ્રધાનની પાર્ટીમાં રહી જવાથી એને શોક નહિ થતો હોય ! નવરો હશે ત્યારે એ બેસશે, ને પવનથી ચાલતાં પાંદડાં જોશે. થાકશે ત્યારે લેાટી જશે. એને ત્યાં પંખીઓ કુદરતી સંગીત કરશે. એને જીવનમાં ક્યાંય ખામીનું ભાન પણ નહિ હોય. અને એ બધે કેવળ આનંદ આનંદ, જીવન જીવન જોશે ! એને જીવનના કોઈ અંશની અપૂર્ણતા પૂરવા માટે કોઈનો આધાર જ લેવાનો નહિ હોય ! એ પોતે શાસક, પોતે શાસિત, પોતે રાજા, પોતે રાજ, પોતે જ સ્વામી<noinclude></noinclude> di6sjozzg62qcycpqxf1dumsvghpk0m પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૫ 104 73010 222418 222038 2026-06-03T17:05:33Z Amvaishnav 156 /* Proofread */ 222418 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૫૬||સુવર્ણરેખા}}
'''</noinclude> સેવક ને સેવ્ય ! એની પોતાની બહાર કાંઈ જ નહિ ! એને પરમાત્માની પણ પરવા નહિ. ઠીક પડે તો એ એને રહેવા દ્યે ! ન ઠીક પડે, તો ભલે ઉપાડી લ્યે ! {{gap}}આ જીવનની ઝાંખી સાંભળીને કોઈ કહેશે આ તો ગુફાનુ જીવન થયું ! જ્યારે સર્વત્ર અજ્ઞાન હતું અને અજ્ઞાનમાં ભયંકર અંધકાર હતો ! {{gap}}પણ હું કહું છું, ગુફા વધી વધીને ગગન ચુંબી અની ગઈ, તો પણ એને જે મળ્યું નહિ, તે આમાં સહજ લાગતું નથી ? {{gap}}કોઈ પૂછશે ‘પણ માણસનું' હ્રદય—એ હૃદય તો આમાં પણ રહે છે. અને ભયંકર તો એ હૃદય જ છે ! એ આમાંથી પણ શું નહિ જન્માવે? {{gap}}એનો જવાબ એક ચીની તત્ત્વજ્ઞાનીએ આપ્યો હતો તે મને સાંભરી આવે છે: *<ref> * It is better that men should unlearn their learning, discard their wisdom, and get back to the simple life with which human life bagan. Lao-Tsze. </ref>Be careful not to interfere with the natural goodness of the heart of man. Man's heart may be forced down or stirred up. In each case the issue is fatal.' {{gap}}આપણે માણસના હૃદયને ગુમાવ્યુ. ત્યારથી તો આ સૃષ્ટિ ઊભી થઈ ! {{gap}}એટલે એ એને એની નૈસર્ગિક અવસ્થામાં પાછું મળશે ત્યારે આંહીં કેવળ એક જ વસ્તુ રહેશે. જીવનઃ શાંતિ ! {{સ-મ| | ★| }}<noinclude>
{{reflist}}</noinclude> sqtw70xfyo7fxfxutd75mfnlhbxyos9 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૭૦ 104 73016 222406 222078 2026-06-03T16:09:22Z Snehrashmi 2103 /* Proofread */ 222406 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''
{{rh|શું લખાવ્યું હશે ?||૬૧}}
'''</noinclude>{{gap}}‘આવતી કાલનો શો ભરેસો ? આપણે આજે જ શરૂ કરો !’ {{gap}}એટલું બોલીને સુબાએ પહેલો ઘા માર્યો. {{gap}}અને પછી તો પેલો અધિકારી થાકીને લોથ થઈ ગયો ત્યાં સુધી પોતે જ દેખરેખ રાખીને કામ આગળ ચલાવ્યું! {{gap}}પણ તે દિવસે સાંજે આખા શહેરમાં વાત થતી હતી કે સુબાએ એટલી થોડી જગ્યામાં એક નાનકડી તકતી પણ મૂકાવા ધારી છે! એમાં એ શું લખાવશે એ સૌને માટે કુતુહુલનો વિષય થઈ પડ્યો ! {{સ-મ||★|}}<noinclude></noinclude> odsjl8ryj7ntqxq5skz3fg568xras5k 222410 222406 2026-06-03T16:19:36Z Amvaishnav 156 /* Validated */ 222410 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''
{{rh|શું લખાવ્યું હશે ?||૬૧}}
'''</noinclude>{{gap}}‘આવતી કાલનો શો ભરેસો ? આપણે આજે જ શરૂ કરો !’ {{gap}}એટલું બોલીને સુબાએ પહેલો ઘા માર્યો. {{gap}}અને પછી તો પેલો અધિકારી થાકીને લોથ થઈ ગયો ત્યાં સુધી પોતે જ દેખરેખ રાખીને કામ આગળ ચલાવ્યું! {{gap}}પણ તે દિવસે સાંજે આખા શહેરમાં વાત થતી હતી કે સુબાએ એટલી થોડી જગ્યામાં એક નાનકડી તકતી પણ મૂકાવા ધારી છે! એમાં એ શું લખાવશે એ સૌને માટે કુતુહુલનો વિષય થઈ પડ્યો ! {{સ-મ||★|}}<noinclude></noinclude> 6m4cpqfplghuvzymto2zvqpu2p4j59w પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૭૧ 104 73017 222407 222079 2026-06-03T16:14:19Z Snehrashmi 2103 /* Proofread */ 222407 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |[ ૧૪ ]
વાચાળતા ! | }}
{{gap}}'''એક''' માણસને એક વખત એક દેવ મળી ગયા. દેવે એને કહ્યું કે તારે જોઈએ તે તું માગી લે ! {{gap}}દેવે ધાર્યું હતું કે એ પૈસા માગશે. કારણ કે પૃથ્વીના બધા માણસોને પૈસાનો રોગ જન્મથી જ લાગુ પડેલો હોય છે. પણ આ માણસ વિચિત્ર નીકળ્યો : એણે કહ્યું : ‘હે દેવ ! હું ડાહી ડાહી વાતો કરી શકું ને લોકનું મનોરંજન કરી શકું તેવી ભેટ તમે મને આપો !’ {{gap}}દેવને નવાઈ લાગી, તેણે ફરીને કહ્યું : ‘અલ્યા ભાઇ ! ફરીને વિચાર કરી જો ! પૈસા માગ. કીર્તિ માગ. પણ આવું તું શું માગે છે?’ {{gap}}પણ પેલો માણસ એકનો બે થયો નહિ. એને ખબર હતી કે એકલા પૈસાથી માણસને જીવનમાં મહત્ત્વ મળતું નથી. કીર્તિના કાંઈ ફાકડા ભરાતા નથી. પણ જો તમે દુનિયામાં ડાહીડાહી વાત કરો,<noinclude></noinclude> c5rfydztyonmtzoe5vyficrc8ffat09 222412 222407 2026-06-03T16:20:41Z Amvaishnav 156 /* Validated */ 222412 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |[ ૧૪ ]
વાચાળતા ! | }}
{{gap}}'''એક''' માણસને એક વખત એક દેવ મળી ગયા. દેવે એને કહ્યું કે તારે જોઈએ તે તું માગી લે ! {{gap}}દેવે ધાર્યું હતું કે એ પૈસા માગશે. કારણ કે પૃથ્વીના બધા માણસોને પૈસાનો રોગ જન્મથી જ લાગુ પડેલો હોય છે. પણ આ માણસ વિચિત્ર નીકળ્યો : એણે કહ્યું : ‘હે દેવ ! હું ડાહી ડાહી વાતો કરી શકું ને લોકનું મનોરંજન કરી શકું તેવી ભેટ તમે મને આપો !’ {{gap}}દેવને નવાઈ લાગી, તેણે ફરીને કહ્યું : ‘અલ્યા ભાઇ ! ફરીને વિચાર કરી જો ! પૈસા માગ. કીર્તિ માગ. પણ આવું તું શું માગે છે?’ {{gap}}પણ પેલો માણસ એકનો બે થયો નહિ. એને ખબર હતી કે એકલા પૈસાથી માણસને જીવનમાં મહત્ત્વ મળતું નથી. કીર્તિના કાંઈ ફાકડા ભરાતા નથી. પણ જો તમે દુનિયામાં ડાહીડાહી વાત કરો,<noinclude></noinclude> qmhiz7lve5lnm4if9lmttvy0m53esoz પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૭૨ 104 73018 222408 222080 2026-06-03T16:18:25Z Snehrashmi 2103 /* Proofread */ 222408 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''
{{rh|વાચાળતા !||૬૩}}
'''</noinclude>તો લોકો એવા ઘેલા છે કે તમને પૈસા તો આપે, અને કીર્તિ પણ આપે, પણ એ ઉપરાંત પોતાની ગરદન જ તમારા હાથમાં મુકી દે અને કહેશે કે હે સાહેબ! તમે જ અમારા પ્રભુ ! લોકને શબ્દોથી ને વાતોથી જેવા બનાવાય તેવા બીજી કોઈ રીતથી બનાવાય નહિ. માટે ડાહીડાહી વાતો જ માગવામાં સાર છે! એટલે એણે તો એ જ માગ્યું, કે હું વાતો કરું તે ડાહી ડાહી લાગે, ને લોકરંજન થઈ જાય, ને એ મારામાં પ્રભુ દેખે એવું મને આપો. {{gap}}પરિણામે દેવે એ વરદાન આપ્યું. અને એ અદૃશ્ય થઈ ગયા. પણ કહેતા ગયા કે થાક લાગે તો સંભારજે. પાછો આવીશ. {{gap}}પછી આ માણસ તો લોકોને ડાહી ડાહી વાતો કહેવાનો ઈજારો લઈને બેઠો. આમ થાય ને તેમ થાય, આમ જોઈએ ને તેમ જોઇએ. એની જાણે કે અને ત્યાં એક મોટી વખાર જ હોય ! એમાંથી તમારે જે જોઈએ તે મળે! {{gap}}સૂત્રો તો એની પાસે પાર વિનાનાં. લોકોને લાગે કે આના ડહાપણનો કોઈ પાર જ નથી! {{gap}}એમ ને એમ ગાડું ચાલ્યું. લોકો પણ એવા ઘેલા કે એની વાતને ઈશ્વરની વાત ગણવા લાગ્યા! {{gap}}પણ આને તો કેવળ વાતડહાપણની જ પડી હતી! એટલે થોડો વખત થયો ત્યાં પરપોટો ફૂટવા માંડ્યો. {{gap}}સૌ જોવા મંડ્યા કે માળો, આ વાત તો બહુ<noinclude></noinclude> dl35cgq8ak004tdlpc7q04pw8nmndg0 222419 222408 2026-06-03T17:07:16Z Amvaishnav 156 /* Validated */ 222419 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''
{{rh|વાચાળતા !||૬૩}}
'''</noinclude>તો લોકો એવા ઘેલા છે કે તમને પૈસા તો આપે, અને કીર્તિ પણ આપે, પણ એ ઉપરાંત પોતાની ગરદન જ તમારા હાથમાં મુકી દે અને કહેશે કે હે સાહેબ! તમે જ અમારા પ્રભુ ! લોકને શબ્દોથી ને વાતોથી જેવા બનાવાય તેવા બીજી કોઈ રીતથી બનાવાય નહિ. માટે ડાહીડાહી વાતો જ માગવામાં સાર છે! એટલે એણે તો એ જ માગ્યું, કે હું વાતો કરું તે ડાહી ડાહી લાગે, ને લોકરંજન થઈ જાય, ને એ મારામાં પ્રભુ દેખે એવું મને આપો. {{gap}}પરિણામે દેવે એ વરદાન આપ્યું. અને એ અદૃશ્ય થઈ ગયા. પણ કહેતા ગયા કે થાક લાગે તો સંભારજે. પાછો આવીશ. {{gap}}પછી આ માણસ તો લોકોને ડાહી ડાહી વાતો કહેવાનો ઈજારો લઈને બેઠો. આમ થાય ને તેમ થાય, આમ જોઈએ ને તેમ જોઇએ. એની જાણે કે અને ત્યાં એક મોટી વખાર જ હોય ! એમાંથી તમારે જે જોઈએ તે મળે! {{gap}}સૂત્રો તો એની પાસે પાર વિનાનાં. લોકોને લાગે કે આના ડહાપણનો કોઈ પાર જ નથી! {{gap}}એમ ને એમ ગાડું ચાલ્યું. લોકો પણ એવા ઘેલા કે એની વાતને ઈશ્વરની વાત ગણવા લાગ્યા! {{gap}}પણ આને તો કેવળ વાતડહાપણની જ પડી હતી! એટલે થોડો વખત થયો ત્યાં પરપોટો ફૂટવા માંડ્યો. {{gap}}સૌ જોવા મંડ્યા કે માળો, આ વાત તો બહુ<noinclude></noinclude> 7cy8o00elngwkojbutt125ouiz7a184 સુવર્ણરેખા/પાદુકારામ 0 73068 222405 222346 2026-06-03T16:05:59Z Snehrashmi 2103 222405 wikitext text/x-wiki {{header | title = [[સુવર્ણરેખા]] | author = ધૂમકેતુ | translator = | section = પાદુકારામ | previous = [[સુવર્ણરેખા/રામકળી|રામકળી]] | next = [[સુવર્ણરેખા/શબ્દનું બળ|શબ્દનું બળ]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Suvarna Rekha By Dhumketu.pdf" from="42" to="45"></pages>}} }} e4iim8lsf897l796ki7xg9hpl60hx8u પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૫ 104 73079 222409 2026-06-03T16:19:03Z Snehrashmi 2103 /* Not proofread */ 222409 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૦૬||સુવર્ણરેખા}}

{{rh|સુવર્ણરેખા||૧૦૬}}
'''</noinclude>૧૬ Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri * સુ વરે ખા ‘ હા, હા, એ વાત તેા હું લીંબુમાં ભૂલી જ ગયા.’· • એમ શેણે ભૂલાય ? વ્યવહાર છે તે ચાલે; પણ ધરમના મારગ કેમ ભૂલાય ?’ આઇએ ટીકા કરી ને એ ખન્ને જણાં દન કરવા ચાલ્યાં ગયા. [ s ] કેટલાક કહે છે દુનિયામાં બે પ્રકારનાં માણસે છે; સજ્જન અને દુર્જન. મિત્ર અને શત્રુ. નાના અને મેટા. સાચા અને ખાટા. એમ ગમે તે રીતે ગણે! પણ બે પ્રકારનાં માણસે મળશે. પણ હું કહું છું. માણસમાં પેાતાનામાં જ ત્રણ પ્રકારનાં માણસેા વસી રહ્યાં છે. તેનુ શું ? દરેક માણસમાં ત્રણ માણસો વસી રહ્યાં છે. એ દૃષ્ટિએ જોતાં હરકેાઈ માણસમાં આ ત્રણ. માણસો મહત્વનાં છે. એ ત્રણ માણસા કયા ? એક તા, હરેક માણસમાં, એક માણસ એવે રહ્યો. છે, જે એનુ જીવન સુધારવાનુ કામ કરતા રહે છે. બીજો એક માણસ એવા રહેલ છે, જે જીવનને સુખી કરવાનુ’ કામ કરે છે, ત્રીજો માણસ એવા છે, જે ચિંતન કર્યા કરે છે. પહેલા પ્રકારના માણસ, જે જીવન સુધારવાનું કામ કરે છે, તેને તેા સીધાં ચઢાણ છે. અને એની યાતનાઓના પાર નથી. એ યાતનાએ સહન કરવા માટે એને હું ચાહું છું. મીત્તે માણસ, જીવનને સુખી કરવા મથે છે, તે CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> spkkv2p9w811km9u4fcji6ln95jjswb પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૬ 104 73080 222411 2026-06-03T16:19:43Z Snehrashmi 2103 /* Not proofread */ 222411 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૦૭||સુવર્ણરેખા}}

{{rh|સુવર્ણરેખા||૧૦૭}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri પ્રસંગ કથાઓ ૧૭- જાણે છે કે સુખ આપવાથી સુખ મળે છે. માટે એના આ જગત ઉપરના આશીર્વાદસમા સ્વરૂપને પણ હું ચાહું છું. ને ત્રીજો, જે ચિંતનમાં લીન છે તેને તેના ડહાપણુ માટે હું' ચાહું છું. આમ કર્મ, ભક્તિ ને જ્ઞાન એ ત્રણે એક જ માણુ- સમાં વસી રહ્યાં છે. પણ જ્યારે માણસ કમ કરતા નથી, જ્ઞાન મેળવતા નથી, ભક્તિ જાણતા નથી, ત્યારે કહી શકાય કે હવે માણસમાં માણસ રહ્યો નથી! માત્ર આકૃતિ ખાકી રહી છે! આકૃતિ એ માણસ નથી. તેમ જ માણસની મહારની સાધનસપત્તિ એ પણ માણુસ નથી. માણસ માણસની અંદર વસી રહ્યો છે. એ માણસ જ ખરો માણસ છે. અને તેને જીવ- નમાં ત્રણ જ સાથે સંબંધ છે. કાં એ કમ કરે. કાં જ્ઞાન મેળવે. અને કાં ભક્તિ કરે. [ ૮ ] એક વખત મે' મારા બાળકો માટે મેળામાંથી રમકડાં આપ્યાં. ર'ગબેરગી રમકડાં આણ્યાં. એ લાવીને માળકોને આપ્યાં અને શું બાળકને આનદ થયા છે! એ નાચ્યાં. કુદ્યાં. હસ્યાં, એમની ગમતને પાર ન રહ્યો. હું ગમે તેમ પણ એમનેા પિતા. એના આનંદથી મને પણ આનંદ આન ંદ થઈ ગયા. CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> o4wg8sgipsqk27d8k2i1tsbzf5tdv0a પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૭ 104 73081 222413 2026-06-03T16:24:24Z Snehrashmi 2103 /* Not proofread */ 222413 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૦૮||સુવર્ણરેખા}}

{{rh|સુવર્ણરેખા||૧૦૮}}
'''</noinclude>૧૮ Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri સુ વ ણું રે ખા પણ તે દિવસથી મને એક વાત સમજાણી. આ દુનિયાના પિતા જાણે કે આપણને—એના શિશુને— આનંદ આપવા માટે રંગબેરંગી રમકડાંની દુકાન માંડીને બેઠા છે. એ રમકડાં કયાં ? સવારમાં આકાશ કેટલા રંગ આપે છે? વર્ષોક્સ- તુમાં મેઘધનુષ કેવું દેખાય છે ? સાગર કિનારે જળની કેવી છેળા નાંખે છે? ભવ્ય પર્વતે, નદી કિનારાએ, વનકુંજો, સરિતા સાગરને મળે છે ત્યાં, કેવાં મનાર દૃશ્ય હોય છે! આ બધાં ઈશ્વરના રમકડાં છે. એ એની બજારનાં રમકડાં છે. અને તે આપણા જેવા શિશુઓ માટે ગેાઠવાયેલાં છે. પણ આપણે આ રમકડાં જોતા નથી, લેતા નથી, એમાં આનંદ પામતા નથી, અને ચારે તરફ પૈસા માટે, સુખ માટે, કાંઈક લાભ મેળવી લેવા માટે, દોડાદોડ કરી મૂકીએ છીએ! * ઈશ્વર કહે છે: ૮ મારું રમકડાં મજાર મેં તમારે માટે ભર્યું છે. એમાં તમે કોઈ વખત આવીને નજર કરી ! તમને આનંદ મળશે !’ જાત્રાએ આટલા માટે આટલા માટે ઊભાં થાય છે. જીને કરે તેને આનંદ મળે. ગાઠવાઈ છે. દિશ આ વાતને આમ સમ ખીજાને ઘેાડા થાય. પૈસા પાણી થાય ને જીવન પણ અફળ જાય. • [ ૯ ] એક માણસે પોતાના જીવનનેા એક નવાઈ ભરેલેા અકસ્માત નોંધપાત્ર મનાવ્યેા છે. CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> 21b5t6f5gozrw10jeq04neuqqgy6afe