વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.7 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૫૭ 104 73134 222810 222545 2026-06-20T16:11:39Z Amvaishnav 156 /* Proofread */ 222810 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |[ ૩૧ ]
માણસ અને ઈશ્વર | }}
{{gap}}'''પાણીથી''' જુદું એવું બરફનું અસ્તિત્વ નથી, તેમ ઈશ્વરથી જુદું એવું માણુસનું અસ્તિત્વ નથી. જેને તમે એકલેા ‘માણસ' કહી શકે એવો માણસ ક્યાંય છે નહિ. માણસો આ જાણતાં નથી, એટલે ખોટો જાત્રાનો સંઘ કાઢીને ઈશ્વરને શોધવા જાય છે ! પણ ખૂબી એ છે કે જેને તેઓ શોધવા જાય છે, તે પોતે એમને શેાધવા નીકળ્યો હોય છે ! માણસ ઈશ્વરને શોધે છે એ વસ્તુ તો ઘણી જાણીતી છે. તે ઘણા વખતની છે. પણ નવી નવાઈની વાત તો આ છે કે ઇશ્વર માણસને શોધે છે ! {{gap}}એનું રહસ્ય સમજવા જેવું છે. જેમ મીઠા પાણીના જલસરોવરમાં ઊભેલો માણસ, કાંઠા ઉપરના માણસોને પાવળું પાણી આપવા માટે બૂમ પાડે, ત્યારે સૌને નવાઈ લાગે કે મીઠા પાણીનો સાગર તો એની પાસે છે ને કાં આ પાણીની બૂમ પાડે, એવી જ<noinclude></noinclude> q8o5stnc5deaxjpsd0gwlxps01jni44 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૫૮ 104 73135 222811 222546 2026-06-20T16:18:34Z Amvaishnav 156 /* Proofread */ 222811 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|માણસ અને ઈશ્વર||૧૪૯}}
'''</noinclude>આ વાત નથી, કે જે પોતાની પાસે છે, તે પોતાની પાસે નથી, એમ જાણીને માણસો એને શોધવા નીકળે છે ! {{gap}}એટલે ઇશ્વર ઘણી વખત એમ ઈચ્છે છે કે કોઇ એવો માણસ મળી આવે, જે એમ જાણતો હોય કે એને કાંઈ શોધવા જવાનું નથી. પણ મેળવવાનું જ છે. ને એ મેળવવા માટે પણ બીજે ક્યાંય જવાનું નથી, તો એને એ પોતાનું વાહન બનાવે ! {{gap}}એક ચીની ચિત્રમાં આવે છે કે એક વખત એક પશુ છુટું થઇને ઘાસ ખાવા દોડ્યું. એની પાછળ પાછળ એનો માલિક દોડ્યો. પણ જેમ માલિક એની પાછળ દોડે, તેમ તેમ પશુ તો આગળ ને આગળ દોડે ! {{gap}}આ નિરર્થક દોડમાં ખરી રીતે જે પોષક ઘાસ હતુ તેનો ઘાણ નીકળવા મંડ્યો. {{gap}}એ જોઇને કાઈ ડાહ્યા માણસે કહ્યું કે પશુની પાછળ પાછળ દોડવા કરતાં, એને આગળથી પકડવાની જુક્તિ ગોઠવો. પશુની પાછળ દોડનારા એને ભાગ્યે જ વશ કરી શકે છે. એટલે પશુને આગળથી પકડવાની જુક્તિ ગોઠવી. અને એને દારડે બાંધી દેવામાં આવ્યું. {{gap}}એટલે બાજી પલટાઈ ગઇ. અત્યાર સુધી તો માણસ પશુની પાછળ દોડીને થાકી જતો હતો. એને બદલે હવે એ આગળ ચાલવા મંડ્યો ને પશુ પાછળ ઘસડાવા મંડ્યું !<noinclude></noinclude> dy0mqknuf1hb62vypjhiv9nl9elo5lz પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૫૯ 104 73136 222812 222547 2026-06-20T16:27:27Z Amvaishnav 156 /* Proofread */ 222812 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૫૦||સુવર્ણરેખા}}
'''</noinclude>{{gap}}આ જોઈ ને કોઈ ત્રીજા માણસે એમ શીખામણ આપી કે આવી રીતે પણ પશુને ખેંચવામાં ફાયદો નથી. {{gap}}એને થોડું' સંતાષો, થોડુંં દોરો. થોડું ખેંચો, થોડું બધનમાં રાખો. એમ થોડું થોડું કરતાં કરતાં એ પશુ તમારી વાતને ટેવાઈ જશે. પછી એ એમ માનશે કે આ માણસની વાત બરાબર છે. એટલે તમારે ખેંચવાનું નહિ હોય. એને ખેંચાવાનું નહિ હાય, ને બન્નેને માર્ગ કાપવામાં આનંદ પડતો હશે ! {{gap}}એમાંથી એક દિવસ એવો આવશે કે તમે આગળ જતા હશો, પશુ ધીમે ધીમે પણ શાંત રીતે તમારી પાછળ પાછળ આવતું હશે ! {{gap}}એ વખતે તમને એમ આશ્વાસન હશે કે આ પશુ છે તો જંંગલ વસ્તીવાળું લાગે છે. પશુને એમ આનંદ હશે કે એ પાતાની મરજી પ્રમાણે આનંદ કરતું ચાલી રહ્યું છે ! {{gap}}જે વાત આ ચિની ચિત્રમાં પશુની આવે છે તે જ વાત માણસ અને એની ઈન્દ્રિયોની છે. {{gap}}એમની સાથે જુદ્ધ કરનારા હારે છે. એની પાછળ દોડનારા માર ખાય છે. એને નાથનારો આરામ ખુએ છે. એને સમજનારો જ કેવળ એમનો મિત્ર બને છે. અને એમને પોતાનાં સાચાં મિત્ર બનાવે છે. {{gap}}છેવટે આ ચિત્રમાં એમ આવે છે કે પશુ ચાલ્યું ગયું. પશુપતિ પણ ગયો. રહ્યું કેવળ શુભ્ર ચંદ્ર જેવું બિમ્બ, અને નલિનીમાંથી વહેતી હવા જેવી હવા !<noinclude></noinclude> lydewt6113xfx3rdfperbhhblqird2e પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૬૦ 104 73137 222813 222548 2026-06-20T16:31:54Z Amvaishnav 156 /* Proofread */ 222813 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|માણસ અને ઈશ્વર||૧૫૧}}
'''</noinclude>{{gap}}અને એ જ સૌથી મહાન આનંદ નહિ હોય ? {{gap}}હજારો માઈલના વિસ્તારમાં સુગંધ લેતાં લેતાં નિર્મુક્ત હવાની પેઠે ફરવાનું ! ક્યાંય જવાનું નિર્માણ નહિ, કોઈ સ્થળનું બંધન નહિ, ક્યાંય રોક ટોક નહિ. {{gap}}કેવળ સામુદ્ર તરંગની પેઠે હવા તરગમાં વહ્યા કરવાનું ! {{gap}}કેટલાક પૂછે છે કેાને ? પ્રશ્ન પૂછનારને સામું જ પૂછવાનું રહ્યું: ‘ તમે જ કહોને કોને નહિ ? {{સ-મ| | ★| }}<noinclude></noinclude> 1yfgsub83l9ha0isd49ckg6kv1grtxq પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૬૧ 104 73138 222814 222549 2026-06-20T16:44:48Z Amvaishnav 156 /* Proofread */ 222814 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |[૩૨]
સૌથી મહાન ધર્મ : વિવેક | }}
{{gap}}'''જ્યારે''' કોન્ફ્યુશ્યસે પુત્ર ધર્મ વિષે ઘણું વિસ્તારથી કહ્યું ને છેવટે એમ કહીને વાર્તાલાપનો છેડો આણ્યો કે ' પોતાના માતાપિતાની સંભાળ રાખવી અને એમની આજ્ઞા ઉઠાવવી એ એક સામાજિક કર્તવ્ય છે, કારણ કે એવી ઘરકેળવણી લીધેલો માણસ આગળ ઉપર સમાજમાં પણ વિવેકથી ચાલતાં શીખે છે.' {{gap}}કોન્ફ્યુશ્યસની આ વાની સાંભળીને સેંગ્ઝે ઊભો થયો. તેણે કહ્યું, 'તમે જે વાત્ કહી તેમાંથી અમારે શું સમજવું કે પિતાની આજ્ઞા સાચી હોય કે ખોટી, છતાં પુત્રે એ માનવી જ જોઈએ? તે વિના એ પુત્રધર્મ ચૂક્યો કહેવાય્? {{gap}}કોન્ફ્યુશ્યસે જવાબ વાળ્યો: 'અરે ! આ તમે શું બોલો છો ? પણ તમારા સવાલનો જવાબ હું એક ઉદાહરણથી આપીશ.' {{gap}}આંહીં ચીનદેશમાં એક્ રાજા થઈ ગયો. એ<noinclude></noinclude> byry5c6lwgf2rdlri1rwwlmvxi0e5au