વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.7
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૬૨
104
73139
222815
222550
2026-06-21T16:12:56Z
Amvaishnav
156
/* Proofread */
222815
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સૌથી મહાન ધર્મ : વિવેક !||૧૫૩}}
'''</noinclude>પોતાનું બાપદાદાનું રાજ ખોવા બેઠો. એનામાં રાજ સાચવવાની આવડત ન હતી. પણ સદ્ભાગ્યે તેની પાસે સાત સદ્ગુણી મંત્રીઓ હતા. એ મંત્રીઓએ એનાં કાર્યો ઉપર દેખરેખ રાખી. અને પરિણામે રાજ બચી ગયું.
{{gap}}એવું જ એક બીજું ઉદાહરણ છે. એક રાજદ્વારી સત્તાધીશ પાસે એટલી અધી સત્તા હતી કે એનું ગમે તે ખોટું પગલું રાજને જોખમમાં મૂકી દે. પણ તેના પોતાના જ ત્રણ વિશ્વાસુ નોકરો એવા નિડર અને સત્યપંથી હતા કે એનું એક પણ ખોટું પગલું ચલાવી લેતા નહિ ! પરિણામે એનો રાજકારભાર વખણાઈ ગયો હતો.
{{gap}}આ વસ્તુ જ તમારે બધે સમજવાની છે.
{{gap}}સેગ ઝે એ કહ્યું: ‘ત્યારે માબાપની પણ ખોટી અવિવેકી આજ્ઞા ન માનવી એમ?'
{{gap}}કોન્ફ્યુશ્યસે જવાબ વાળ્યો : 'કોઈ માણસને સાચો મિત્ર હોય તો તે મિત્ર તેને ખોટું કામ કરતાં વારશે. એ જ પ્રમાણે પિતાનું ખોટુ કામ હોય તેને
વારનારો જો ડાહ્યો પુત્ર હોય તેા એથી પિતાનો કારભાર વખણાશે ! અને કુટુબને ખોટી આપત્તિમાંથી ઉગારી લેવામાં સહાયકારક થશે.
{{gap}}જ્યારે આજ્ઞા ખાટી હોય ત્યારે જેમ મંત્રીઓની ફરજ છે કે ખોટી આજ્ઞાને સાચા રાહ ઉપર લેવી, તે જ પ્રમાણે પિતાની વાત ખોટી હોય, તો પુત્રની ફરજ છે કે એ વાતને સાચા રાહ ઉપર લઈ જવી.<noinclude></noinclude>
jtqr1oi9kfcrpronjygp6a1zaphz1z6
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૬૩
104
73140
222816
222551
2026-06-21T16:17:00Z
Amvaishnav
156
/* Proofread */
222816
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૫૪||સુવર્ણરેખા}}
'''</noinclude>ખરાખ મંત્રી ને ખરાબ પુત્ર જ ખોટી આજ્ઞાને પણ વધાવી લે !
{{gap}}ને એ રીતે રાજને તથા કુટુંબને વિનાશને પંથે લઈ જાય.
{{gap}}ખોટું કામ ખોટું છે. એ કોના તરફથી આવે છે એનું કાંઈ જ મહત્ત્વ નથી.
{{gap}}સાચુ કામ સાચું છે. એ કરવાનું કોણ કહે છે એનું પણ ઓછુ જ મહત્ત્વ છે.
{{gap}}એટલે જે પુત્ર ખોટી આજ્ઞા માને-ખોટી જાણવા છતાં માને-એને પુત્રધર્મ બજાવનારો શી રીતે કહી શકાય ?
{{સ-મ| |★ | }}<noinclude></noinclude>
054ck3a6ykmqbr8a2xjtxiiq8j11cwg
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૬૪
104
73141
222817
222552
2026-06-21T16:25:41Z
Amvaishnav
156
/* Proofread */
222817
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |[ ૩૩ ]
વૃત્તિઓ ને માણસ | }}

{{gap}}'''જેવી''' રીતે જંગલી પશુઓ મારકણાં થઈને હિંસા કરવા ધસે, તેમ ઘણી વખત માણસના મનમાં રહેલી એની વૃત્તિઓ મારકણી બનીને એને પોતાને
હણવા માટે ધસે છે. એ વખતે એની અસંખ્ય સદ્વૃવૃત્તિઓ અને સુંદર વિચારો એળે જતાં લાગે છે.
{{gap}}પણ જેમ જગલી બનેલા પશુને હાથ કરવા માટે કુશળ માણસ અનેક યુક્તિ પ્રયુક્તિઓ અજમાવે છે, તેમ રખડતી અને રઝળતી વૃત્તિઓને પણ વશ કરવા માટે, અનેક યુક્તિ પ્રયુક્તિઓ અજમાવવાની હોય છે.
{{gap}}પશુ ગમે તેટલું તોફાની હોય પણ જો એક વખત નથાઈ જાય તો એક સાદા દોરડાથી એના ઉપર કાબુ મેળવી લેવાય છે. એ જ રીત, માણસે પોતાની વૃત્તિઓમાંથી લશ્કરો ઊભાં થાય ત્યારે અજમાવવાની હોય છે. પશુ પણ નાથ્યા છતાં છુટવા માટે ફાંફાં મારતું હોય છે ને જોર બતાવતું રહે છે.<noinclude></noinclude>
frtu8ef8mbjicegir0fhq25fu9sbzpx
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૬૫
104
73142
222818
222553
2026-06-21T16:31:56Z
Amvaishnav
156
/* Proofread */
222818
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૫૬||સુવર્ણરેખા}}
'''</noinclude>માણસની વૃત્તિઓનું પણ એ જ પ્રમાણે બને છે. એને જરાક જ તક મળે તો માણસને પછાડીને એને ભાગી જવું છે! ભાગીને એને ક્યાં જવું છે એની તો ઘણી
વખત એને પોતાને પણ જાણ હોતી નથી. કારણ કે એનું કોઈ ધ્યેય હોતું નથી. એને તો કેવળ ભાગવું છે ને ભાગીને બધું ભાંગી નાખવું છે. એનું ધ્યેય વિનાશનું હોય છે. એ પણ એનું ધ્યેય હોતું નથી.
{{gap}}જે વચ્ચે આવે તેનો ગાંડા હાથીની માફક વિનાશ કરવો એટલી આંધળી શક્તિની જ એને દોરવણી હોય છે.
{{gap}}એટલે જેમ આવા આંધળીયાબળ વાળા પશુના હુમલાઓને, એમની સામે થઈને નહિ, પણ એમનું ખળ ખરચાઈ જાય ત્યાં સુધી રાહ જોઇને હાલવામાં
ડહાપણ રહેલું છે, તેમ જ આપણી વૃત્તિઓના હુમલા વિષે સમજવાનુ હોય છે.
{{gap}}પછી પશુ જેમ ડાહ્યુંડમરું થઈને માણસની પાછળ પાછળ ચાલે છે, તેમ જ વૃત્તિઓ પણ માણસને માન આપતાં શીખે છે.
{{gap}}એ એક નવી નવાઈની વાત છે કે, ઘણી વખત માણસ પોતાની વૃત્તિઓનો ત્રાસ ભોગવતો હોય છે. એની ઈચ્છા નથી હોતી, એ ઈચ્છતો નથી, છતાં એની વૃત્તિઓ એને પોતાને ધા૨ે માર્ગે લઈ જ જાય છે.
{{gap}}વૃત્તિઓના આ ત્રાસને જંગલી પશુના ત્રાસ સાથે જ સરખાવી શકાય.
પાળેલું પશુ પછી તે માણસનું મિત્ર પણ બને<noinclude></noinclude>
dh46znhesz8fvgsot0urhwh5smltpvf
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૬૬
104
73143
222819
222554
2026-06-21T16:40:24Z
Amvaishnav
156
/* Proofread */
222819
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|વૃતિઓ ને માણસ ||૧૫૭}}
'''</noinclude>છે. એના વિયેાગથી એ રડે છે. એની સંભાળથી એ આનદે છે. એની પાસે બેસતાં એને હર્ષ થાય છે. આપણી વૃત્તિઓનું પણ આવું જ છે. એને એક
વખત જાણી લઈએ, એટલે એ આપણો મિત્ર બની જાય છે. પછી એ ધાર્યું કામ આપે. સચોટ વિશ્વાસથી માણસને દોરી શકે. અચૂક અનુમાનથી માણસને
આગાહી આપી શકે. એ બધુ વૃત્તિઓની મૈત્રી હોય તો થાય. પણ માણસની ખરી કરુણતા આ છે કે એ પોતાના જ દેહમાં કોણ કોણ વસી રહ્યાં છે તે વિષે
અજ્ઞાન હોય છે! આટલું બધુ જ્ઞાનનું દીવાળું છતાં એ પાછો પોતાને ડાહ્યો માનતો હોય છે ! એટલુ જ નહિ, વાતો તો આખેા દિવસ ડાહી ડાહી જ કરતો હોય છે !
{{gap}}પણ અંદર સુપ્ત પડેલી એની વૃત્તિઓ આખો દિવસ એના આ જ્ઞાનની મશ્કરી કરતી હોય છે ! એ જાણતી હોય છે કે આ બધુ જ પોથીમાંના વંત્યાક જેવું છે. કારણ કે અમને એના નિકટના સાથીઓને તોતે એ ઓળખતો નથી ને બીજા બધાને ઓળખવાનો દાવો કરે છે !
{{gap}}એટલા માટે એક ચીની કથામાં માણસની વૃત્તિઓને પશુ સાથે સરખાવીને એને ધીમે ધીમે કેળવતાં કેળવતાં છેવટે એને કેવળ શુભ્રચાંદનીમાં એકલો આનંદ માણતા કલ્પ્યો છે ! જે વખતે એના દેશમાં કોઈ પશુ હોતું નથી. કોઇ માણસ પણ હોતુ નથી. કેવળ એનું જે અસલ રૂપ-આનંદ, એ આનંદ જ<noinclude></noinclude>
obmc61f7bupni7s9u1a7ya794o2nskm