વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.14 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪૧ 104 73595 224045 223902 2026-08-11T16:16:46Z Amvaishnav 156 /* Proofread */ 224045 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|પંખી ને માણસ !||૧૩૩}}
'''</noinclude>થાય, એને એમ થાય કે હવેલીવાળાને જો અંતરમાં એમ ઊગે કે માળું આ પંખી આપણાં કરતાં ઊંચું જઈ ને બેઠુંં છે, તો બસ ! પણ પેલા હવેલીવાળા પોતાના તાનમાં મસ્ત હતા. {{gap}}એને આમ કારણ વિના દુ:ખી થતું જોઈ ને એક દિવસે એક બીજા પંખીએ એને કહ્યુ: 'અલ્યા ભાઈ ! એ શ્રીમંતોને એની સૃષ્ટિ છે. તારે તારી સૃષ્ટિ છે. તુ કાં નાહકનું દુ:ખી થા !' {{gap}}એવામાં એક દિવસ એવો તોફાની પવન આવ્યો કે એનો માળો તો વીંખાઈ ને નીચે જ પડ્યો, ડાળીઓ પણ કેટલીક આમતેમ ભાંગીને ઊડી ગઈ ! પંખી તો પોતાનો માળો ગુમાવી બેઠું ! પણ એને એક બીજી લગની લાગી. હવે તે ઊંચે જોઈને બેઠું કે મારો માળો પડી ગયો છે, તો આ હવેલી પણ કાં તો હવે પડવી જ જોઈએ ! પવનનું માઢું તોફાન આવે એ આશામાં ને આશામાં ઊંચે જોયા કરે ! પણ તોફાન તો પાછું શમી ગયું હતું, ને હવેલી એમ જ ઊભી હતી ! એની આવી અવસ્થા જોઈ ને એક પતંગિયાએ એને કહ્યું: 'અલ્યા ! ભાઈ પંખી ! તું અમારા જેટલું પણ સમજતું નથી ? નથી તું તારા માળાનું સુખ લેતું કે નથી અમારી પેઠે ફના થઈ જવાની બહાદુરી બતાવતું ! કેવળ હવેલી ક્ચારે પડે ને ક્યારે હું એ જોઉં એની રાહ કાં જોયા કરે? એક વાત તારે ધ્યાનમાં રાખવા જેવી છે. {{gap}}‘એક વખત એક દીવાએ અમારી જાતના પતંગિયાને ટોણો માર્યો: ‘તું મને કેટલી વખત ઠારી જશે ? એક વખત. અને એટલામાં તો તું ફના થઇ જશે ! અને હું પાછો પ્રગટીશ !’ {{gap}}‘ પતંગિયું બોલ્યું : ‘એ ખરાખર છે, પણ હું ફના થવાનો સંતોષ તો લઈ જઈશ, જ્યારે તું તો દિવસ ઊગતાં<noinclude></noinclude> mh8irf2llrm0zzxggj2mnmxri9cr3xr પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪૨ 104 73596 224046 223903 2026-08-11T16:20:54Z Amvaishnav 156 /* Proofread */ 224046 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૩૪||તેજબિંદુ}}
'''</noinclude>જ તારી મેળે બે કોડીના થઈ જઈશ ! કોઈ ઠારશે પણ નહિ છતાં ઠરી ગયો હઈશ ! {{gap}}'ત્યારે તારું જીવન આ દીવા જેવું કાં કરે ? કાં તો તું પતંગિયાની બહાદુરી બતાવે તો કોઈક કવિ કાંઈક પ્રશસ્તિ તો કરે ! અથવા તો તારા નાના માળામાં સંતોષ માને તો ત્યાં તું સ્વર્ગ ઊભું કરે ! {{gap}}'આ તેા જહાંગીરી મળતી નથી ને ફકીરી લેવાતી નથી ! બાવાનાં બે ય બગડ્યાં જેવું થાય છે ! '<noinclude></noinclude> 7hpn5ky1zmfeo4g5gw95y0k7supr472 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪૩ 104 73597 224047 223904 2026-08-11T16:32:05Z Amvaishnav 156 /* Proofread */ 224047 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[ ૩૦ ]
અંતિમ પળે !''' | }}
{{gap}}'''ભગવાન''' તથાગતના જીવનના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા. {{gap}}એક દિવસ આયુષમાન સારિપુત્ર ભગવાન પાસે આવ્યો અને નમીને ત્યાં બેઠો : પછી એ બોલ્યો: હે ભન્તે! મને એક અત્યંત સુખદાયક અનુભવ થઈ રહ્યો છે !' {{gap}}‘શું અનુભવ છે સારિપુત્ર ? ’ {{gap}}‘ ભન્તે ! મારા અંત:કરણમાં એક દૃઢ વિશ્વાસ જન્મ્યો છે. પરમજ્ઞાનમાં, ભગવાનથી વધે તેવો, ભૂતકાલમાં કોઈ ઋષિ મુનિ શ્રમણ બ્રાહ્મણ થયો નથી, વર્તમાનમાં છે નહિ, ભવિષ્યમાં થશે નહિ ! ’ {{gap}}સારિપુત્રનાં વચન સાંભળીને ભગવાન તથાગત પળ બે પળ તેની સામે જોઇ રહ્યા પછી તેમણે ધીમે શાંત મધુર અવાજે કહ્યું: ‘ સારિપુત્ર ! તારો આ સિંહનાદ તો બરાબર છે. પણ તેં શું ભૂતકાલના તમામ જ્ઞાની ભગવત પુરુષોનું જ્ઞાન ચિત્તમાં જાણી લીધું છે કે તું આવી વાણી બોલે છે? એ<noinclude></noinclude> 5o0ax1z8wiqtgc33chy4n4dn7grtfww પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪૪ 104 73611 224048 223940 2026-08-11T16:40:44Z Amvaishnav 156 /* Proofread */ 224048 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૩૬||તેજબિંદુ}}
'''</noinclude>તમામનાં શીલ, પ્રજ્ઞા, જ્ઞાન, વિચાર બધું તે જાણી લીધું?' {{gap}}ભગવાન તથાગતનું આ વચન સાંભળતાં જમીન તરફ દૃષ્ટિ કરીને અભિવાદન કરતા સારિપુત્ર બોલ્યો: ‘ એવું તો કાંઈ નથી ભન્તે ! ’ {{gap}}સારિપુત્ર ! તો ભવિષ્યમાં જે આંહીં આવવાના, તે સર્વ ભગવંતો વિષે, તેં ચિત્તથી જાણી લીધુ છે ? ’ {{gap}}'ભન્તે ! એવું પણ થયું નથી ! ’ {{gap}}'તો તો સારિપુત્ર ! તારુંં વિજ્ઞાપન ઘણું વધારે પડતું કહેવાય. ભુતકાલના ને ભવિષ્યકાલના ને વર્તમાનકાલના ભગવંતો વિષે તારી પાસે મર્યાદિત જ્ઞાન છે. એટલે આ તારી વાણી અતિશયોક્તિ બતાવે છે. ' {{gap}}‘ ના ભન્તે ! ’ સારિપુત્રે કહ્યું: ' સૌની ધર્મ પ્રણાલિકા વિષે કાંઈ ને કાંઈ તા જણાયેલ છે. ' ભગવાન તથાગતે તે વખતે વધુ કાંઈ કહ્યું નહિ, પણ એમના અંતરમાં જાણે એક નવીન પ્રકાશ આવ્યો હેાય તેમ, ચહેરા ઉપર એક તેજરેખા પ્રગટી ગઈ | એ તેજરેખા શાની હતી તે કોઈ જાણી શક્યું નહિ. {{સ-મ| |[૨] | }} {{gap}}પણ આ વખતનો ભગવાનનો વિહાર એ છેલ્લો વિહાર થવાનું નિર્માણ હતું. નાલંદા, પાટલિગ્રામ, કોટિગ્રામ, નાટિકા, વૈશાલી, એમ વિહાર કરતા કરતો ભિક્ષુસંઘ વેણુગ્રામમાં આવ્યો. {{gap}}વેણુગ્રામમાં વર્ણવાસનુ નક્કી થયું. {{gap}}ત્યાં ભગવાન તથાગતને ભયંકર બિમારી લાગુ પડી. {{gap}}એ બિમારીમાંથી ભગવાનને ધીમે ધીમે સારું થઈ ગયું. {{gap}}પણ એ બિમારી છેલ્લી જેવી હતી.<noinclude></noinclude> mpc1o8g43m7kllkv6bc0xq125cq3ihs પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪૫ 104 73612 224049 223941 2026-08-11T16:51:07Z Amvaishnav 156 /* Proofread */ 224049 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|અંતિમ પળે !||૧૩૭}}
'''</noinclude>{{gap}}એક દિવસ આનંદ ભગવાનની પાસે આવ્યો. અભિવાદન કરીને એક તરફ બેઠો: પછી ધીમેથી બોલ્યો: · ભન્તે ! ભગવાનની બીમારીથી શૂન્ય જેવો થઈ ગયો હતો. હવે આશ્વાસન મળ્યું ને આશા પ્રગટી કે ભગવાન ભિક્ષુસંઘને કાંઈક વધુ સંદેશ આપી જશે !' {{gap}}ભગવાન તથાગતના અંતરમાં એક નવો પ્રકાશ આવતો હોય તેવું થયું. સારિપુત્રની તે દિવસની વાણી તેમને સાંભરી આવી. આનંદની આજની વાણી પણ ચિત્તમાં રહી ગઈ. પ્રમુખ શિષ્યો ધીમે ધીમે પોતાને દેવરૂપ માની, એને આધારે ચાલવાની નિરાધારી કેળવતા જાય છે એ સમજાઈ ગયું. સ્થિર, શાંત, ધીમા, મૃદુ, મધુર અવાજે ભગવાને કહ્યું ‘ આનંદ ! ભિક્ષુસંઘ હવે મારી પાસેથી કયા સંદેશાની વાટ જુએ છે? ધર્મનું કોઈ નવું રહસ્ય હવે બાકી રહ્યુ નથી. તથાગતનું જીર્ણ શીણ શરીર, આનંદ ! હવે તો ટેકે ટેકે નભી રહ્યું છે. આનંદ ! છેવટે તો આત્મદીપ બનો. ધર્મદીપ બનો અને એમ વિહરો ! આથી વિશેષ કાંઈ કહેવાનું નથી. ’ {{gap}}વૈશાલીથી વિહાર કરતા કરતા ભગવાન પાવા ગયા. {{gap}}પાવામાં ચુન્દ લુહારની આમ્રવાટિકામાં ભગવાન ઊતર્યાં. {{gap}}ચુન્દ લુહારે સાંભળ્યું કે ભગવાન એની વાટિકામાં ઊતર્યા છે અને એને આનંદ થયો. {{gap}}ચુન્દે ભગવાનને ભોજન માટે આમંત્રણ આપ્યું. પણ એ ભોજન છેલ્લું હતું. પેટમાં સખ્ત બિમારી ઊઠી. ભગવાને આનંદને કહ્યું: ‘ આનંદ ! કુસીનારા જઈએ ! ’ {{gap}}પણ ચુન્દના ભોજન બાદ ભગવાનને મહાપીડા થઈ રહી હતી. તે આનંદે જોયું.<noinclude></noinclude> s4fm3akkqssvbzrqptffi9mflq9hj55