વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.16 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૧ 104 73515 224182 224176 2026-08-19T16:56:04Z Amvaishnav 156 /* Validated */ 224182 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[ ૩૯ ]
બે ભાઈઓ!''' | }}
{{gap}}'''જૂના વખતની''' એક વાત છે. બે ભાઈઓ હતા. બન્નેને ત્યાં સો સો ઘેટાં હતાં. બન્ને પોતપોતાના માલ વિષે અભિમાન રાખતા. {{gap}}રાત્રે પાસે પાસે બેસે ને વાતો કરે ત્યારે વાતડાહ્યા બનીને કહેશે: ‘આપણા માલ જેવો માલ ક્યાંય નથી.’ {{gap}}એક કહેશે: ‘મારા શીંગલા જેવો શીંગલો ખુદ રાજા બાદશાહને ત્યાં નથી !’ {{gap}}ત્યાં બીજો કહેશે: ‘તારો શીંગલો સાચો, પણ મારી રેશમડી જેવી ઊન, આખો મલક ગોતી વળોને, ક્યાંય ન મળે !’ {{gap}}આમ ને આમ બન્ને જણા પોતપોતાના માલની પ્રશંસા કર્યા કરે. {{gap}}હવે એવું બન્યું કે એમાંથી એક ભાઈ ને પુસ્તકોનો શોખ થયો. એવો શોખ થયો કે ન પૂછો વાત ! પુસ્તક દેખે તો ખાવાનું ભૂલી જાય ! એને એમાં આનંદના સાગર દેખાય ત્યારે બીજો ભાઈ હતો એને બીજો જ શોખ લાગ્યો. એને<noinclude></noinclude> e3plu9l55z1nhfvgkhjbyprp4kpwe86 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૨ 104 73516 224183 223731 2026-08-20T03:26:27Z Snehrashmi 2103 /* Proofread */ 224183 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''
{{rh|૧૭૪||તેજબિંદુ}}
'''</noinclude>મર્દાનગી રમતો ગમવા માંડી. આખું ગામ રમત કરવા ભેગું થાય તો એ ત્યાં જઈ ચડે! અને પોતાનું નામ નોંધાવી દે ! દોડવામાં જો પોતે પહેલા આવી જાય તો એને એવો ઉત્સાહ થઈ જાય કે ત્રણ દિવસ સુધી ઘેટાં ક્યાં પડ્યાં છે એ પણ ન જુએ. {{gap}}હવે આ ઘેટાના ટોળામાં એક ડાહ્યું ઘેટું હતું, અને એક મુરખ ઘેટું હતું. ડાહ્યું ઘેટું મૂરખને કહે કે ‘હવે આપણા સુખના દિવસ આંહીં પૂરા થયા છે. આ એક જણો વાંચવામાં પડ્યો છે. ને બીજો અખાડામાં પડ્યો છે. એમાં આપણો કોઈ ભાવ પૂછે એમ નથી. તો આપણે કોઈ પડખેવાળાના કોઇ ઘેટા રબારીને ત્યાં પહોંચી જઇએ. આપણી જાતભાત જોઈને એને થશે કે આ માલ સંભાળવા જેવો છે. તો એ આપણા આ મૂર્ખ સ્વામીઓ પાસેથી આપણો ઉદ્ધાર કરશે !’ {{gap}}મૂરખ ઘેટું કહે: ‘ના, એમ નહિ. આ આપણા સ્વામીઓની આંખ તો ઊઘડશે જો, આપણે એક વખત ખોવાઈ જઈશું તો. ત્યારે એમને ખબર પડશે કે આપણે માલ જેવો માલ ખોયો !’ {{gap}}ડાહ્યું ઘેટું બોલ્યું: ‘જેને એટલી સમજણ હોય તે કાંઈ પોતાનો ધીકતો ધંધો છોડીને, આવા ખોટના ધંધા કરે ખરા ? આપણે ખોવાઈ જઈશું તો જઈશું આપણા જીવના ! આને એની કાંઈ અસર થવાની નથી!’ {{gap}}પણ મૂરખ પોતાને ડાહ્યું માનતું હતું, અને ડાહ્યું પોતાનો આગ્રહી મત સ્થાપવામાં મૂરખાઇ ગણતું હતું, એટલે એમની વાત એમ ને એમ રહી. ને મૂરખ ઘેટાએ બધા ઘેટામાં એવો પ્રચાર કર્યો કે ડાહ્યું શાંત બની ગયું. {{gap}}ડાહ્યું શાંત બની ગયું એટલે મૂરખ તરત પોતાની વાતને<noinclude></noinclude> aibd9cmq9eyzi5s9wy3n34yejjscpqe પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૫ 104 73519 224177 223734 2026-08-19T16:20:15Z Amvaishnav 156 /* Proofread */ 224177 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[૪૦ ]
અજિત !''' | }}
{{gap}}'''ગુરુ''' ગોવિંદસિંહ પાસે સમાચાર આવ્યા. પાડોશમાં એક વૈરાગી સાધુ આવેલ છે. એની પાસે અદ્ભુત વિદ્યા છે. એની રજા લીધા વિના કોઇ એની પાસે બેસે, તો તરત એ જમીન ઉપર ઢળી પડે છે ! એવું એનું મંત્રબળ છે. અદ્ભુત જાદુના સ્વામી કોણ હશે એ જાણવાની ગુરુને ઇચ્છા થઇ આવી. {{gap}}ત્યાં તો અનુયાયીઓએ કહ્યુ : ‘અને જેવી એની પાસે મંત્રવિદ્યા છે. એવી જ એની પાસે શસ્ત્રવિદ્યા છે. શસ્ત્રનો જાણકાર એના જેવો આટલામાં તો કોઈ જાણ્યો નથી !’ {{gap}}ગુરુ ગોવિંદસિંહ બીજે દિવસે વૈરાગીને મળવા ગયા. સાથે શિષ્યેાનો સમુદાય હતો. માની લીધુ કે વાત થઈ ગઈ છે, એટલે ગુરુજી રજા વિના તો આ વૈરાગીની પાસે નહિ જ બેસે. એટલા માટે ફરીને કોઈએ ગુરુને વાત સંભારી નહિ {{gap}}ત્યાં પહોંચ્યા ત્યારે ગુરુ રજા લીધા વિના જ એની પાસે બેસી ગયા ! શિષ્હ્યો જોઈ રહ્યા. ગુરુનું અપમાન થાય તો શું થશે, એની ચિંતામાં પડી ગયા. વૈરાગીના ગુસ્સાનો પણ પાર ન હતો.<noinclude></noinclude> 1pwjl5eq3pmdfnnpz27fe4gj2j57qsx 224184 224177 2026-08-20T03:36:01Z Snehrashmi 2103 /* Validated */ 224184 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |'''[૪૦ ]
અજિત !''' | }}
{{gap}}'''ગુરુ''' ગોવિંદસિંહ પાસે સમાચાર આવ્યા. પાડોશમાં એક વૈરાગી સાધુ આવેલ છે. એની પાસે અદ્‌ભુત વિદ્યા છે. એની રજા લીધા વિના કોઇ એની પાસે બેસે, તો તરત એ જમીન ઉપર ઢળી પડે છે ! એવું એનું મંત્રબળ છે. અદ્‌ભુત જાદુના સ્વામી કોણ હશે એ જાણવાની ગુરુને ઇચ્છા થઇ આવી. {{gap}}ત્યાં તો અનુયાયીઓએ કહ્યું : ‘અને જેવી એની પાસે મંત્રવિદ્યા છે. એવી જ એની પાસે શસ્ત્રવિદ્યા છે. શસ્ત્રનો જાણકાર એના જેવો આટલામાં તો કોઈ જાણ્યો નથી !’ {{gap}}ગુરુ ગોવિંદસિંહ બીજે દિવસે વૈરાગીને મળવા ગયા. સાથે શિષ્યોનો સમુદાય હતો. માની લીધું કે વાત થઈ ગઈ છે, એટલે ગુરુજી રજા વિના તો આ વૈરાગીની પાસે નહિ જ બેસે. એટલા માટે ફરીને કોઈએ ગુરુને વાત સંભારી નહિ {{gap}}ત્યાં પહોંચ્યા ત્યારે ગુરુ રજા લીધા વિના જ એની પાસે બેસી ગયા ! શિષ્યો જોઈ રહ્યા. ગુરુનું અપમાન થાય તો શું થશે, એની ચિંતામાં પડી ગયા. વૈરાગીના ગુસ્સાનો પણ પાર ન હતો.<noinclude></noinclude> sd6dr88tnxhm8n70ggvt39e015bk49l 224185 224184 2026-08-20T03:36:21Z Snehrashmi 2103 224185 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |'''[ ૪૦ ]
અજિત !''' | }}
{{gap}}'''ગુરુ''' ગોવિંદસિંહ પાસે સમાચાર આવ્યા. પાડોશમાં એક વૈરાગી સાધુ આવેલ છે. એની પાસે અદ્‌ભુત વિદ્યા છે. એની રજા લીધા વિના કોઇ એની પાસે બેસે, તો તરત એ જમીન ઉપર ઢળી પડે છે ! એવું એનું મંત્રબળ છે. અદ્‌ભુત જાદુના સ્વામી કોણ હશે એ જાણવાની ગુરુને ઇચ્છા થઇ આવી. {{gap}}ત્યાં તો અનુયાયીઓએ કહ્યું : ‘અને જેવી એની પાસે મંત્રવિદ્યા છે. એવી જ એની પાસે શસ્ત્રવિદ્યા છે. શસ્ત્રનો જાણકાર એના જેવો આટલામાં તો કોઈ જાણ્યો નથી !’ {{gap}}ગુરુ ગોવિંદસિંહ બીજે દિવસે વૈરાગીને મળવા ગયા. સાથે શિષ્યોનો સમુદાય હતો. માની લીધું કે વાત થઈ ગઈ છે, એટલે ગુરુજી રજા વિના તો આ વૈરાગીની પાસે નહિ જ બેસે. એટલા માટે ફરીને કોઈએ ગુરુને વાત સંભારી નહિ {{gap}}ત્યાં પહોંચ્યા ત્યારે ગુરુ રજા લીધા વિના જ એની પાસે બેસી ગયા ! શિષ્યો જોઈ રહ્યા. ગુરુનું અપમાન થાય તો શું થશે, એની ચિંતામાં પડી ગયા. વૈરાગીના ગુસ્સાનો પણ પાર ન હતો. {{nop}}<noinclude></noinclude> t3mzvwgva2heh9ekdxmhtlai8t0lt6s પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૬ 104 73520 224178 223735 2026-08-19T16:29:31Z Amvaishnav 156 /* Proofread */ 224178 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૭૮||તેજબિંદુ}}
'''</noinclude>{{gap}}પોતાનો ચમત્કાર બતાવી દેવા માટે એ ક્યારનો મંત્ર મનમાં ભણી રહ્યો હતા. ગુરુ ત્યાં દૃઢતાથી પણ શાંત બેઠા હતા. વૈરાગીને નવાઇ લાગી. એનો મંત્રો અફળ થઈ રહ્યા હતા. પણ જ્યારે આ પ્રમાણે પોતાનુ. મંત્રબળ નકામું નીવડ્યું, એટલે તરત એ વાત સમજી ગયો. આવનાર કોઇ સાધારણ નથી. તે ગુરુના ચરણમાં પડી ગયો. હાથ જોડીને વિનંતિ કરી: ‘તમે કોણ છો ? અને કેમ આવ્યા છો ?' {{gap}}ગુરુએ શાંતિથી કહ્યું. ‘ હું કોણ છું એ તે તું જાણે જ છે.’ {{gap}}‘હું જાણું છું ? ' વેરાગી નવાઈ પામ્યો. ‘હું તો કાંઈ જાણતો નથી. અને શી રીતે જાણું? આ બાજુ આવું છું જ પહેલી વાર.' {{gap}}ગુરુએ શાંત પ્રેમથી ફરીને એટલું જ કહ્યું: ‘તું જાણે છે. તું જાણે છે કે તુ જાણે છે. ફરી વાર તું વિચાર કરી જો ! તું જાણે છે. તુ ન જાણે તે કેમ બને ?' {{gap}}વૈરાગી મૂંગો મૂંગો વિચાર કરી રહ્યો. થોડીવાર પછી એ બોલી ઊઠ્ચો: ‘ગુરુ ગોવિંદસિંહૈ કહે છે, એમણે તો મને આ માન નથી આપ્યું ? ' {{gap}}ગુરુએ ડાકુ ધુણાવીને હા કહી. {{gap}}‘ત્યારે હવે તમે કેમ આવ્યા છે તે મને કહો.’ વૈરાગી બોલ્યો. {{gap}}ગુરુ ગોવિંદસિંહે એટલી જ શાંતિથી કહ્યું: 'તારે સારી સાથે આવવાનુ છે. અને અમારી સાથે રહેવાનું છે. તને અમે અમારામાં ભેળવી દેવા માટે જ આવ્યા છીએ.’ {{gap}}વૈરાગી એ સાંભળતાં જ ગુરુના ચરણમાં લેટી પડ્યો, {{gap}}થોડા દિવસ આ વાત ઉપર થઈ ગયા. ગુરુ અને શિષ્ય<noinclude></noinclude> eds1k3q02pt7ptzw0p8ovcwj2tbucre પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૭ 104 73521 224179 223736 2026-08-19T16:37:52Z Amvaishnav 156 /* Proofread */ 224179 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|અજિત !||૧૭૯}}
'''</noinclude>અનેક વિશ્રંભ કથાઓ કરતા રહ્યા. ગુરુના દિલની આગ શિષ્યને પણ લાગી ગઇ. એવામાં ગુરુનું મૃત્યુ થવાનો સંયોગ આવ્યો. એક પઠાણે એ પહાડી શરીરને દગો દીધો. ગુરુએ પોતાની મૃત્યુશય્યા ઉપરના છેલ્લા શબ્દો આપવા માટે વૈરાગીને એક દિવસ બોલાવ્યો:: ગુરુએ એને કહ્યુ: · બંદા ! તુ જ મારો વારસ છે. અને તને જ હું રહી ગયેલી નિકાલ કરવાની વાતોનો વારસ નીમું છું ! જે અગ્નિ મારામાં છે, તે તારામાં આવો !'. {{gap}}'પણ શી વાતો રહી ગઈ છે, ગુરુજી? ' {{gap}}'તને બધી જ વાતો કહી છે. પિતાનું, પિતામહનુ<, બે પુત્રોનું—તમામનુ વેર લેવાનુ બાકી છે !' {{gap}}‘ગુરુજી ! એ હું શી રીતે કરવાનો હતો ? જ્યાં આવડી મોટી શહેનશાહત સામે ખડી છે !' {{gap}}'કરીશ તો તું જ કરીશ, ને એકજ રીતે,' ગુરુએ કહ્યું: ‘ મૃત્યુનો ભય તજીને. મોટી મોટી શહેનશાહતો તારાથી ધ્રૂજી ઊઠશે. જે મૃત્યુથી ડરતો નથી, તેને માટે મૃત્યુ જ નથી, એ તેા જીવન જ જીવે છે !’ {{gap}}પછી ગુરુ ગોવિંદે પાંચ તીર પોતાના ભાથામાંથી લીધાં. બંદાને એ પાંચ તીર આપ્યાં. શાંત રાત્રિમાં બંદો એની વાણી સાંભળી રહ્યો: ગુરુ બોલી રહ્યા હતા: {{gap}}'કોઈ પણ સ્ત્રીનો પડછાયો લેતો નહિ, બેટા ! અને આ પાંચ તીરને તજતો નહિ. જ્યાં સુધી આ બે વસ્તુ તારી પાસે હશે, ત્યાં સુધી તારો પરાજય નહિ થાય, જા ! ' {{gap}}ગુરુ તો ત્યાર પછી પોતાને પંથે ચાલી નીકળ્યા. પણ બંદાના મનમાં ગુરુની એક વાતનો ઊંંડો મર્મ ઘા બેસી ગયો છે. તેને ક્યાંય ચેન પડતું નથી ક્યાય આરામ દેખાતો<noinclude></noinclude> cc1mjj4hzhfr83lye0ydd28wvgj0mzh પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૮ 104 73522 224180 223737 2026-08-19T16:46:21Z Amvaishnav 156 /* Proofread */ 224180 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૮૦||તેજબિંદુ}}
'''</noinclude>નથી. રાતદિવસ એને એક જ ઝંખના રહ્યા કરે છે. ગુરુના પેલા બે નિર્દોષ પુત્રોને જે સ્થળમાં જીવતા ચણી લેવામાં આવ્યા હતા, તે સરહિંદનાં એને સ્વપ્નાં આવે છે ! ત્યાંથી આવી રહેલા ભયંકર વૈરના પડઘા એને સંભળાયા કરે છે ! {{gap}}દરેકે દરેક શીખ સરહિંદ પાસેથી પસાર થતાં, આ અમાનુષી કૃત્યની શરમ ભરેલી યાદમાં, એક ઢેફું સતલજ નદીમાં નાખે છે, એમ કહેવા કે આટલો આ ધરતી ઉપર જલપ્રલય થઈ ગયો હોત ! {{gap}}ગુરુ ગોવિદના બે કુમળા પુત્રો, ફત્તેસિંહ અને જોરાવરસિંહ, ત્યાં સરહિંદમાં, કિલ્લાની ભીંતમાં જીવતા ચણાયા હતા. સરહિંદના સૂબાએ એ કર્યુ હતુ. સરહિંદની ધરતીની એ શરમકથા હતી. બંદાને એ વાત જાણ્યા પછી હવે ક્યાંય ચેન નથી પ્રાણાંતે પણ ધર્મ ન તજનારા ગુરુના બન્ને પુત્રો એને યાદ આવે છે. એની વીરવાણીના પડઘા એને જાણે હરપળે સંભળાયા કરે છે ! {{gap}}સરહિંદ સાફ કરી નાખવાની અદમ્ય અગ્નિજવાલા એના દિલમાં પ્રગટી છે ! એને નિદ્રા નથી, આરામ નથી, શાંતિ નથી. {{gap}}એ પંજાબ ભણી ચાલી નીકળ્યેા. ગુરુ ગોવિંદની મૃત્યુવાણીના છેલ્લા વારસને, સૌએ ત્યાં ગુરુના જેટલું માન આપ્યું. બંદાએ મુલુ કોટીલાહ પાસે મુકામ કર્યો. {{gap}}ત્યાં એનો એક પૌત્ર રહે. વૈરાગી ફકીરનુ જીવન ગાળે. અગમ નિગમની વાતો જાણે. સંસારને તુચ્છ ગણે. પોતાની ધૂનમાં પોતે મસ્ત રહે. એનું નામ જ આત્મારામ. બંદાએ આત્મારામને કહ્યુ: 'સરહિંદ જાવું છે, ગુરુના બે અદ્ભુત પુત્રોની જીવનસ્મૃતિને શોણિત અંજલિ આપવી છે. સાથે ચાલો !<noinclude></noinclude> 4cglkh7hoz2a0bo60xxrow84zu8sreg પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૯ 104 73523 224181 223738 2026-08-19T16:54:27Z Amvaishnav 156 /* Proofread */ 224181 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|અજિત !||૧૮૧}}
'''</noinclude>{{gap}}આત્મારામે માથું ધુણાવ્યું, આત્મારામે ના પાડી ‘હું સાથે ચાલું ? આ કામ માટે ? ના ના, હું તો એક રખડુ વૈરાગી ફકીર છું. મારે પ્રેમ શું, વૈર શું, જીવન શું ને જીવનસ્મૃતિ પણ શું ? હવાને પૂછો—એને કોઈ વાત યાદ છે ? એને ક્ચાંય રાગ પ્રેમ તિરસ્કાર અપમાન છે? હું તો હવાની એક લેરખી છુ, આજ આંહી છું, કાલે કોણ જાણે ક્યાં હોઈશ ! ’ {{gap}}'પણ તો આ વાત ઉપર આશીર્વાદ ?' {{gap}}આકાશમાં વહી જતી એક વાદળીની સામે આત્મારામ જોઈ રહ્યો. તેણે ધીમેથી માથું ધુણાવ્યું: ‘ આમાંથી છેવટે કાંઈ જ નહિ મળે, કાંઈ જ નહિ ફળે છેવટે માત્ર મૃત્યુ મળે, બીજું કાંઈ જ નહિ ! ’ {{gap}}આત્મારામની વાણી સાંભળતાં બંદાને હર્ષકારી રોમાંચ થઈ આવ્યો: ‘મારે એ જ જોઈતું હતું, એ જ જોઈતુ હતું, જેમાં કાંઈ ન મળે, પણ માત્ર મૃત્યુ મળે ! હું એની જ ખોજમાં નીકળ્યો છું ! આજ મને ધરપત થઈ કે એ મને ભેટવા માટે આવશે, હવે હું નિર્ભયતાથી મારે આ પંથે જઈશ !' {{gap}}'ગુરુકી ફતેહ ! વાહ !’ એ ઘોષ સાથે સેંકડો મરણિયા લઈ ને એ સરહિંદ તરફ ચાલી નીકળ્યો. {{સ-મ| |[૨] | }} {{gap}}ગુરુદાસપુરના કિલ્લાને શાહી દળે ઘેરો ઘાલ્યો હતો સરહિંદમાં માણસ તો શુ એક પથ્થર પણ એણે જીવતો રહેવા દીધા ન હતો. અને ત્યાર પછી તે દિવસો સુધી એમ ને એમ બાદશાહી ને હંફાવતો બંદાનો વિજયી ધ્વજ વિજયવંત<noinclude></noinclude> 01w41zwdnz38b4vtb19zpjx06n3gfzs