વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.16 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૨ 104 73516 224186 224183 2026-08-20T16:14:04Z Amvaishnav 156 /* Validated */ 224186 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૭૪||તેજબિંદુ}}<hr>'''</noinclude>મર્દાનગી રમતો ગમવા માંડી. આખું ગામ રમત કરવા ભેગું થાય તો એ ત્યાં જઈ ચડે ! અને પોતાનું નામ નોંધાવી દે ! દોડવામાં જો પોતે પહેલો આવી જાય તો એને એવો ઉત્સાહ થઈ જાય કે ત્રણ દિવસ સુધી ઘેટાં ક્યાં પડ્યાં છે એ પણ ન જુએ. {{gap}}હવે આ ઘેટાના ટોળામાં એક ડાહ્યું ઘેટું હતું, અને એક મુરખ ઘેટું હતું. ડાહ્યું ઘેટું મૂરખને કહે કે ‘હવે આપણા સુખના દિવસ આંહીં પૂરા થયા છે. આ એક જણો વાંચવામાં પડ્યો છે. ને બીજો અખાડામાં પડ્યો છે. એમાં આપણો કોઈ ભાવ પૂછે એમ નથી. તો આપણે કોઈ પડખેવાળાના કોઇ ઘેટા રબારીને ત્યાં પહોંચી જઇએ. આપણી જાતભાત જોઈને એને થશે કે આ માલ સંભાળવા જેવો છે. તો એ આપણા આ મૂર્ખ સ્વામીઓ પાસેથી આપણો ઉદ્ધાર કરશે !’ {{gap}}મૂરખ ઘેટું કહે: ‘ના, એમ નહિ. આ આપણા સ્વામીઓની આંખ તો ઊઘડશે જો, આપણે એક વખત ખોવાઈ જઈશું તો. ત્યારે એમને ખબર પડશે કે આપણે માલ જેવો માલ ખોયો !’ {{gap}}ડાહ્યું ઘેટું બોલ્યું: ‘જેને એટલી સમજણ હોય તે કાંઈ પોતાનો ધીકતો ધંધો છોડીને, આવા ખોટનો ધંધા કરે ખરા ? આપણે ખોવાઈ જઈશું તો જઈશું આપણા જીવના ! આને એની કાંઈ અસર થવાની નથી!’ {{gap}}પણ મૂરખ પોતાને ડાહ્યું માનતું હતું, અને ડાહ્યું પોતાનો આગ્રહી મત સ્થાપવામાં મૂરખાઇ ગણતું હતું, એટલે એમની વાત એમ ને એમ રહી. ને મૂરખ ઘેટાએ બધા ઘેટામાં એવો પ્રચાર કર્યો કે ડાહ્યું શાંત બની ગયું. {{gap}}ડાહ્યું શાંત બની ગયું એટલે મૂરખ તરત પોતાની વાતને<noinclude></noinclude> a6d3v2hei7pfhnzk0bwqe3t1mnd3nnf પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૩ 104 73517 224187 223732 2026-08-20T16:22:19Z Amvaishnav 156 /* Proofread */ 224187 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|બે ભાઈઓ !||૧૭૫}}<hr>'''</noinclude>આગળ ધપાવવા મંડ્યુ. {{gap}}હવે એક વખત એવુ બન્યું કે સમી સાંજે ગામમાં ઢોલ વાગ્યો. મર્દાનગી વાળાએ જાણ્યુ કે કોઈક ખેલાડી આચ્યા છે, એટલે એ ભાગ્યો. પુસ્તકવાળાએ એને જતો જોયો. એટલે આવી હલકી રસવૃત્તિ માટે અંતરમાં ને અંતરમાં એને ઉપાલંભ આપીને, એ પેાતાનું પુસ્તક લઈ ને વાંચવા ચાલ્યો ગયો ! {{gap}}દરમ્યાન બન્યું એવું કે પેલા મૂરખ ઘેટાએ જે વાત કરેલી તેની અસર અધા ઉપર થઇ ગયેલી. એટલે જેવો પેલા મર્દાનગીવાળો માણસ, દોડતો દોડતો રમતગમતમાં ભાગ લેવા ગામ તરફ ઊપડ્યો, કે પેલું મુરખ ઘેટું પણ એની પાછળ દોડ્યું. અને જેવું એ દોડવું કે એની એ નિશાની ઉપર આખું ટોળું દોડ્યું ! ને ઘડીના છઠ્ઠા ભાગમાં અદૃશ્ય થઈ ગયું. {{gap}}ત્યાં ડાહ્યું ઘેટું એકલું ઊભું રહ્યું. {{gap}}હવે જ્યારે પેલા માલિકો પોતપોતાની ધૂનમાંથી નવરા થયા ત્યારે ત્યાં વાડામાં આવીને જુએ છે તો કેવાં ઘેટાં ને કેવી વાત ! {{gap}}એ જોઈ ને પેલા મર્દાનગીવાળાએ કહ્યું, કે તું ઊંધે ધંધે ચડ્યો, એમાં આ ઘેટાં ખોયાં.' {{gap}}ત્યારે પુસ્તકવાળો કહે, 'તું ઊધે ધંધે ચડ્યો એમાં આ ઘેટાં ખોયાં !' {{gap}}મર્દાનગીવાળો કહે : ‘તું આંહીં હતો ને તેં ધ્યાન આપ્યું નહિ ! ’ {{gap}}પુસ્તકવાળો કહે : ‘તું ઢોલ સાંભળીને ગાંડાની જેમ દોડ્યો, એ જોઈ ને ઘેટાં પણ દોડી ગયાં ! ' {{gap}}એમ એ બન્ને જણા એક બીજાને દોષ આપતા આપતા<noinclude></noinclude> 3a08guif9ni5yrwmzpbmiu5suwlal75 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૪ 104 73518 224188 223733 2026-08-20T16:28:20Z Amvaishnav 156 /* Proofread */ 224188 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૭૬||તેજબિંદુ}}<hr>'''</noinclude>મારામારી ઉપર આવી ગયા. ત્યારે પેલુ ડાહ્યું ઘેટું બોલ્યું કે તમે બન્ને એકબીજાના દોષ કાઢવામાં જે વખત ગુમાવેા છે તે વખત ઘેટાંનાં ટોળાંને ફરી શોધવામાં કાઢો ને ! {{gap}}બન્ને જણાને ત્યારે ભાન આવ્યુ કે અલ્યા ! આપણે માલ તો ગુમાવ્યો ને નિરર્થક લડ્યા. પણ હવે એમાંથી રહી સહી વેરિવખેર તો ભેગી કરવા દોડો ! {{gap}}એ વખતે બન્ને જણા ભેગા થઈ ને પછી પેાતાનાં ટોળાં શોધવા નીકળ્યા. {{gap}}પણ ત્યાં તો રસ્તામાં જ એમને સ્નાન સૂતકના સમાચાર મળી ગયા ! {{gap}}એક કૂવામાં એક ઘેટું પહેલ ખાબક્યુ હતું અને એની પાછળ આખુ ટોળું કૂવો પૂરવા પડ્યું હતું ! {{gap}}પેલું ડાહ્યું ઘેટુ એ સાંભળીને બોલ્યું કે 'જે મળવાનું નિશ્ચિત નથી, એની મેાહિનીમાં, જે મળેલ છે તે ગુમાવે છે, એનાથી દેવો પણ એમ જાણીને દૂર ભાગે છે કે, વખતે એના સંગથી આપણને પણ માણસો મૂરખ માનીને પૂજવાને બદલે પૂજશે !' {{સ-મ| |🙒 | }} ઇ * CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> 4ty7qxfyodf1ui54m01zc5zs6xkaqiy પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯૦ 104 73524 224189 223739 2026-08-20T16:36:46Z Amvaishnav 156 /* Proofread */ 224189 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૮૨||તેજબિંદુ}}<hr>'''</noinclude>જ રહ્યો હતો ! {{gap}}અનેક પ્રયત્નો બંદાને હંફાવવા માટે થયા. તમામ નકામા નીવડ્યા. હવાને બંધનમાં લેવાય તો ગુરુ બંદાને બંધનમાં લેવાય ! {{gap}}છેવટે લોહગઢમાં તેઓ ઘેરાયા હતા. ચારે તરફ ડુંગરમાળ હતી. નીકળવાનો રસ્તો ન હતો. અનાજ ખૂટવા આવ્યું હતુ. ગુરુ બંદાનું જીવન જોખમમાં હતું. {{gap}}એ વખતે એક તમાકુનો વેપારી, ગુરુની અગ્નિવાણીના સ્પર્શથી નવજીવન પામ્યો. {{gap}}તેણે પોતાની જાતને, કોઈ ને કહ્યા વિના જ ગુરુની જેમ શણગારી. જઇ ને એ ગુરુના આવાસ પાસે બેસી ગયો. બધાને એક વાત કહ્યા વિના જ સમજાઈ ગઈ. ગુરુ બંદાને ખચાવવાનો આ એક જ રસ્તો છે. કોઈકે આંહી રહેવું પડશે, તો જ દુશ્મને માનશે કે સામનો આંહીં થઈ રહ્યો છે, માટે ગુરુ બંદાનો મુકામ હજી આંહી છે, અને તો જ બીજે સ્થળે બીજાથી સહીસલામત નીકળી જવાશે ! {{gap}}તમાકુનો વેપારી ત્યાં ગુરુ બનીને રહ્યો. ધોર અંધારી રાત્રે કોઈ ન જાણે તેમ ગુરુ બંદા સાથે ચુનંદા સૈનિકો ચાલી નીકળ્યા ! {{gap}}શાહી સૈન્યને ખબર પડી. દરવાજો તોડ્યો. કિલ્લામાં પ્રવેશ કર્યો, એમને ભાગી જનારાની પડી ન હતી, ગુરુ આંહી હતા અને હવે કેદમાં પડ્યા હતા ! {{gap}}સેનાપતિ ખાનખાનાના આનંદનો પાર ન હતો. ઔરગઝેખ પછી આવેલા બાદશાહ ખહાદુરશાહ પાસે આ સમાચાર લઈ જનારા પણ ફાવી ગયા ! એમને માન અકરામ મળ્યાં. ભેટ સોગાદો મળી. ખાનખાનાનો હોદ્દો વધ્યો. આ બધું થયા<noinclude></noinclude> tjjiq11u98xtz87p6t5ftcmpdv0qvt4 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯૧ 104 73525 224190 223740 2026-08-20T16:46:00Z Amvaishnav 156 /* Proofread */ 224190 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|અજિત !||૧૮૩}}<hr>'''</noinclude>પછી, છેવટે ઘડો લાડવો ફૂટ્યો: કોઈ કે ખબર આપી : ‘ બાજ ભાગી ગયેલ છે. પિંજરામાં પડયું છે તે તો ઘુવડ છે ! ’ {{gap}}દિલ્હીથી સરર્હિદ સુધીની ધરતી આ વાત સાંભળીને પાંસળી દુખે ત્યાં સુધી સશ્કરીમાં ને મશ્કરીમાં હસી રહી ! {{gap}}પણ પછી આખી શહેનશાહત ગુરુ સામે મેદાને પડી. ઠેર ઠેરથી નવાં નવાં સૈન્યો આવ્યાં. {{gap}}ગુરુદાસપુરમાં સૌ છે એ ખબર પડી. ગુરુદાસપુર પાસે ઘેરો નંખાયો. એક તરણું ક્યાંયથી આવતું નથી. એક દાણો અંદર પ્રવેશ કરતો નથી. ઘેાડાં, ગધેડાં, બળદ જે આવ્યું તે ખાઈ ને પણ નમવાની, ડગવાની કે શરણે થવાની ઘેરાયેલાઓના મનમાં વાત જ નથી ! {{gap}}પણ એ બધું કર્યા છતાં, છેવટે ભૂખમરાએ એમના હાડપિંજરમાં રહેલા લોહને ગાળી નાખ્યું ! એક આશા જન્મી. શરણે થવાથી થોડાક તો બચી જશે ! મુખ્ય મુખ્યને ભલે હણી નાખે પણ બીજા તો બચશે ! {{gap}}સાતસા વીર લોહપિંજરમાં પડ્ચા. દિલ્હીમાં એક પછી એક, સો સોનો શિરચ્છેદ ચાલી રહ્યો. પણ એક તો એમાંથી નબળો નીકળે ! લોહ, લોહ, કેવળ લોહની મૂર્તિઓએનાં માથાં ઉડાવીને, માથાં ઉડાવનારાનાં માથાં ફરી જાય છે ! એમને મનમાં થાય છે આ પાણી કાંનું ? નખશિખ નર્યું વજ્જર દેખાય છે ! {{gap}}છેવટે ગુરુ બંદાનેા વારો આવ્યો. {{gap}}ચહેરો જોઈ ને એક અમીર મહમ્મદ અમીનખાન બોલી ઊઠ્યો: આ કેવી કુદરતી કરામત છે કે, જેના ચહેરામાં આટલી દૃઢતા છે, વર્તણૂંકમાં આવી બહાદુરી છે, શરીરમાં<noinclude></noinclude> 31xrgde16w0162q97ddkxwz2apgwfi5 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯૨ 104 73526 224191 223741 2026-08-20T16:52:56Z Amvaishnav 156 /* Proofread */ 224191 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૮૪||તેજબિંદુ}}<hr>'''</noinclude>આટલું લોહ છે, એવા માણસે ઊઠીને સરહિંદનાં સેંકડો ને હજારો નિર્દોષોના ઘાણ કાઢવાની સવારીની નેતાગીરી લીધી ? અફ્સોસ ! અફસોસ ! એ કામ પૃથ્વી ઉપર કોઈ ને રુચ્યું નથી, બીજી દુનિયામાં નર્ક સિવાય એનું બીજું કોઈ ફળ નથી ! ’ {{gap}}અત્યંત દૃઢતાથી પણ અદ્ભુત શાંતિથી બંદાનો જવાબ આવ્યો : ‘હું તમને કહું નામવર ! જ્યારે જ્યારે દેશમાં માણસા એટલાં હીન બને છે, અને દુષ્ટ બને છે, કે માણસ માણસ વચ્ચેની સમાનતાનો પંથ જ જાણે ભૂલી જાય છે, અને હરેક પ્રકારની અતિશયતામાં રાચે છે, ત્યારે કુદરત પોતે જ, જાણે કે મારા જેવા કોઈને ઊભા કર્યા વિના રહી શકતી નથી ! મારે તે વખતે આવવું પડે છે, ને હીન ખની ગયેલ માણસ જાતને એના કૃત્યનો દંડ આપવો જ પડે છે ! એ દંડ અપાઈ રહ્યા પછી, તમારા જેવા કોઇના હાથે મારો વારો આવે છે ! એમાં કાંઇ નહિ ! છેવટે તો એ માણસની મુક્તિનું ગાણું છે ! ચાલો જલ્લાદજી ! . . . .' ’ {{gap}}કોઈ પણ પ્રકારની ‘અતિશયતા ’ હોય, એમાંથી છેવટે કાળ ભગવાન કેવો રસ્તો કાઢે છે, એ વાત ભવિષ્યની પ્રજાને કહેવા માટે ગુરુની એ વાણી, સોનાના અક્ષરે એક અદૃશ્ય ડોસો લખી રહ્યો હતો. અને તે વૃદ્ધ જર્જરિત ડોસો બીજો કોઈ ન હતો. ઇતિહાસ પોતે હતો ! {{સ-મ| |🙒 | }}<noinclude></noinclude> tbmk5w75ira3nek5qi05tq4nlykdoue