વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.16
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯૨
104
73526
224192
224191
2026-08-21T15:48:53Z
Snehrashmi
2103
/* Validated */
224192
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૧૮૪||તેજબિંદુ}}
'''</noinclude>આટલું લોહ છે, એવા માણસે ઊઠીને સરહિંદનાં સેંકડો ને હજારો નિર્દોષોના ઘાણ કાઢવાની સવારીની નેતાગીરી લીધી ? અફસોસ ! અફસોસ ! એ કામ પૃથ્વી ઉપર કોઈ ને રુચ્યું નથી, બીજી દુનિયામાં નર્ક સિવાય એનું બીજું કોઈ ફળ નથી !’
{{gap}}અત્યંત દૃઢતાથી પણ અદ્ભુત શાંતિથી બંદાનો જવાબ આવ્યો : ‘હું તમને કહું નામવર ! જ્યારે જ્યારે દેશમાં માણસો એટલાં હીન બને છે, અને દુષ્ટ બને છે, કે માણસ માણસ વચ્ચેની સમાનતાનો પંથ જ જાણે ભૂલી જાય છે, અને હરેક પ્રકારની અતિશયતામાં રાચે છે, ત્યારે કુદરત પોતે જ, જાણે કે મારા જેવા કોઈને ઊભા કર્યા વિના રહી શકતી નથી! મારે તે વખતે આવવું પડે છે, ને હીન બની ગયેલ માણસ જાતને એના કૃત્યનો દંડ આપવો જ પડે છે ! એ દંડ અપાઈ રહ્યા પછી, તમારા જેવા કોઇના હાથે મારો વારો આવે છે ! એમાં કાંઇ નહિ ! છેવટે તો એ માણસની મુક્તિનું ગાણું છે ! ચાલો જલ્લાદજી ! . . . .’
{{gap}}કોઈ પણ પ્રકારની ‘અતિશયતા’ હોય, એમાંથી છેવટે કાળ ભગવાન કેવો રસ્તો કાઢે છે, એ વાત ભવિષ્યની પ્રજાને કહેવા માટે ગુરુની એ વાણી, સોનાના અક્ષરે એક અદૃશ્ય ડોસો લખી રહ્યો હતો. અને તે વૃદ્ધ જર્જરિત ડોસો બીજો કોઈ ન હતો. ઇતિહાસ પોતે હતો !
{{સ-મ| |🙒 | }}<noinclude></noinclude>
k4fypm2x2cc7yeaursjz1sxzascwbc7
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯૩
104
73527
224193
223742
2026-08-21T16:36:05Z
Amvaishnav
156
/* Proofread */
224193
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[ ૪૧ ]
અર્ધદગ્ધ !''' | }}

{{gap}}'''રાજા''' બિંબિસારનો પુત્ર જીવક કુમારભૃત્ય જ્યારે મો ટો થયો ત્યારે એક દિવસ પોતાના સાવકા ભાઈ અભયકુમાર સાથે એ બેઠો હતો.
{{gap}}બન્નેના દિલમાં એ વખતે એક જ વિચાર ચાલી રહ્યો હતો.
{{gap}}મહાલયમાં ને નગરમાં એક વાત ચાલતી હતી : ‘ કુમાર અજાતશત્રુ જ્યારે રાજા થશે, ત્યારે એ શું નું શું કરી નાખશે. કેટલાયને હણી નાખશે. કેટલાયને કાઢી મૂકશે. કેટલાય ફેરફાર કરી નાખશે.’
{{gap}}આ બન્નેના મનમાં પણ એ વાતના પડઘો અત્યારે ઊઠતો હતો. એ વખતે એક રથ હાંકનારો મહેલની નીચેથી નીકળ્યો. એટલો સુંદર એનો રથ હતો કે રસ્તે ચાલનારા એ જોયા જ કરતા હતા !
{{gap}}અભયકુમાર પણ એની એ કારીગરી જોઈ રહ્યો.
{{gap}}એને થયું. પિતા આજ છે ને કાલ નથી. પછી શું ખનશે કોને ખખર ? દેશિવદેશમાં પણ હાથે ચડેલી વિદ્યા હોય તો અપ આવે. આપણે આ રથ બનાવવાનો હુન્નર હાથ્ કરીએ !<noinclude></noinclude>
n46ok8dki4otk39fvmi424tzjbrxriv
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯૪
104
73528
224194
223743
2026-08-21T16:49:54Z
Amvaishnav
156
/* Proofread */
224194
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૮૬||તેજબિંદુ}}
'''</noinclude>{{gap}}એણે તરત પેલા રથીને ઉપર બોલાવ્યો. તેને પૂછ્યું: ‘તું કેટલી કમાણી કરે છે ? '
{{gap}}રથીએ જવાખ આપ્યો : ‘ હું સુખેથી જીવું છું કુમાર !'
{{gap}}ત્યાર પછી એ બન્ને રાજા બિંબિસાર પાસે ગયા. જઈને અભયકુમારે પિતાને વાત કરી ‘મારે રથ બનાવવાનો ઉદ્યોગ શીખવો છે !’
{{gap}}રાજાએ કહ્યુ: 'અરે ! એવો ઉદ્યોગ શીખવો છે? શું એમાંથી કાર્ષાપણ રળવા છે? ’
{{gap}}અભયકુમારે જવાબ વાળ્યો: ‘ રાજપુત્રોએ દેશમાં વ્યાપક તમામ ઉદ્યોગનો પરિચય મેળવવો જોઈએ !'
{{gap}}રાજાએ કહ્યું: ‘એમ હોય તો ભલે, શીખો !’
{{gap}}હવે એ જ પ્રમાણે જીવકે એક દિવસ એક શ્વેત વસ્ત્રધારી વૈદરાજને જોયા. અનેક માણસો એને વીંટળાઈ વળ્યા હતા. અને ભિષક્વર દરેકને કાંઈ ને કાંઈ સૂચના આપતા હતા.
{{gap}}એ જોઇને જીવકે પેાતાના પાત્શ્વવર્તીને પૂછ્યું : ‘ એ કોણ છે?’
ક{{gap}}'એ વેદરાજ છે, કુમાર !''
{{gap}}‘એ શું કામ કરે છે?'
{{gap}}'માણસોના રોગ હરવાનું | ’
{{gap}}'એમાં એનો જીવનનિર્વાહ ચાલતો હશે ?’
{{gap}}'જીવનનિર્વાહ પણ ચાલે ને બીજાને જીવન પણ આપે. આ બીજી વાત કયાં ઓછી મહત્ત્વની છે ?’
{{gap}}જીવકે નિશ્ચય કર્યાં કે પોતે ભિષક્વર બનવું. તે પણ રાજા પાસે ગયો. જઈ ને એને પ્રણામ કર્યા: ‘ મહારાજ ! મારે વૈદવિદ્યા શીખવી છે !'<noinclude></noinclude>
hyh9fxq6ztw45p0vk7cr827s15d6ydo
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯૫
104
73529
224195
223744
2026-08-21T16:59:10Z
Amvaishnav
156
/* Proofread */
224195
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|અર્ધદગ્ધ !||૧૮૭}}
'''</noinclude>{{gap}}'અરે પુત્ર ! તુ તો રાજાનો પુત્ર છે. તારે કયાં વૈદરાજોનો તોટો છે કે જાતે એ વિદ્યા જાણવા જવુ પડે ? તારે એ જાણીને શુ કરવું છે? '
{{gap}}જીવકે બે હાથ જોડીને કહ્યું: ’ મહારાજ ! આ દેશમાં રાજકુમારો તમામ વિદ્યાના પરિચયમાં રસ લેતા આવ્યા છે. મારે પણ આ વિદ્યા જાણવી છે ! ’
{{gap}}રાજા બિંબિસારે કહ્યું : ‘ એમ હોય તો ભલે, શીખો !’
{{gap}}જીવક આ પ્રમાણે વૈદવિદ્યા શીખવા માંડ્યોયા. એમ કરતાં કરતાં ધીમેધીમે એ એમાં હોંશિયાર થઈ ગયો.
{{gap}}પણ ત્યાં એના જાણવામાં આવ્યું, કે આ વિદ્યાની ટોચ તો શસ્રક્રિયામાં રહી છે. અને એ શસ્ત્રક્રિયાની ટોચ શિરની શસ્ત્રક્રિયામાં છે. પણ તે જાણનારા કેવળ તક્ષશિલા વિદ્યાલયમાં છે.
{{gap}}એટલે એ રાજાને ફરીને મળ્યો : ‘ મહારાજ ! મારે તક્ષશિલા જવું છે.’
{{gap}}'કેમ કુમાર ? ત્યાં કેમ જવું છે?'
{{gap}}‘ મહારાજ ! શસ્ત્રક્રિયાના ખરા જાણકાર વિદ્વાન આચાર્યો ત્યાં છે.'
{{gap}}‘ પણ કુમાર ! તારે એટલી બધી વિદ્યા જાણીને શું કરવું છે? આ તેં જાણી છે તે બસ છે. તારે ક્યાં એમાંથી જીવનનિર્વાહ કરવો છે ? ’
{{gap}}જીવકે જવાખ આપ્યો : 'મહારાજ ! એમ નથી, અર્ધું જાણવું તો નકામું ગણાય. જાણવું તો પૂરું જાણવું ! ' અર્ધદગ્ધનાં બે ય બગડે ! આ લોક ને પરલોક. આ લોકમાં એને અપકીર્તિ મળે કે પૂરું જાણતો નથી. પરલોકમાં એને ઉપાલંભ મળે કે આપેલી શક્તિનો એણે ઉપયોગ કર્યો નહિ !<noinclude></noinclude>
cjf57bunelwq8o8ovm23vvkql2yr18e
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯૬
104
73530
224196
223745
2026-08-21T17:08:44Z
Amvaishnav
156
/* Proofread */
224196
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૮૮||તેજબિંદુ}}
'''</noinclude>{{gap}}રાજાએ કહ્યું : ‘એમ હોય તો ભલે જા. હું ત્યાંના રાજા પુષ્કરસારિન્ ઉપર એક પત્ર આપું છું. તે તને ત્યાં તક્ષશિલા વિદ્યાલયમાં લઈ જશે !’
{{gap}}જીવક તક્ષશિલા પહોંચી ગયો. અને વિદ્યાના સાગર પાસે પોતે કાંકરા વીણનારો શિશુ હોય તેમ પોતાના કામમાં લીન થઈ ગયો.
{{સ-મ| |[૨] | }}
{{gap}}આચાર્યોની પ્રીતિ એના ઉપર વધતી ચાલી.
{{gap}}પણ તક્ષશિલા વિદ્યાપીઠમાં એક છાનો છાનો અસંંતોષ વિદ્યાર્થીઓમાં ફેલાઈ રહ્યો છે. બધે વાત ચાલે છે કે 'મગધરાજ બિંબિસારનો કુમાર આંહી આવ્યો છે. આચાર્યોની પ્રીતિ એના ઉપર વધતી જાય છે ! ભેં! કાર્ષાપણ-કાર્ષાપણ, શું ન કરે? એણે એક સહસ્ર કાર્ષાપણની કોથળી આપી છે એનો
આ બધો પ્રતાપ છે ! એમાં પણ આચાર્ય આત્રેય—જયાં જાય ત્યાં એને જ સાથે તેડી જાય છે ! બીજા કેટલાય, એનાથી જૂના છે તે એ હવા ખાય ! અને બ્રાહ્મણ છે છતાં !'
{{gap}}ધીમે ધીમે આ વાત ગુરુ આત્રેયને કાને આવી.
{{gap}}ગુરુ ધીર ગંભીર શાંત હતા. તેમણે વિચાર કર્યો કે સીધી રીતે વાત કહેવા જતાં વાતનુ વતેસર થાશે, અને અસંતોષ ઊંડો ઊતરશે. એટલે કહ્યા વિના કહેવાનુ કહેવાઈ જાય તો ઠીક.
{{gap}}એક દિવસ બધા શિષ્યોને ભેગા કર્યાં. વિદ્યાની વાત ચાલી. ઔષધોના ગુણદોષદર્શનનો પ્રસંગ નીકળ્યો. ગુરુએ જ જાણી જોઈને કાઢ્યો. એમને પ્રત્યક્ષ પઠ આપીને શિષ્યોના મનનો<noinclude></noinclude>
16lqdb13vl7nbjdgsgvh4b7hp5lttce
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯૭
104
73531
224197
223746
2026-08-21T17:22:32Z
Amvaishnav
156
/* Proofread */
224197
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|અર્ધદગ્ધ !||૧૮૯}}
'''</noinclude>કાંટો કાઢી નાખવો હતો. બધા એકચિત્ત સાંભળી રહ્યા હતા. બ્રાહ્મણ વિદ્યાર્થીઓ હતા, રાજકુમારો હતા, વિદેશીઓ હતા,વિખ્યાત પુરુષોના પુત્રો હતા. ચીન, તુરુષ્ક, પારસિક ને ગાંધારના વિદ્યાર્થીઓ પણ હતા. બધા શિષ્યભાવે ગુરુની વાણી સાંભળી રહ્યા હતા.
{{gap}}અચાનક જ ગુરુએ એક બે બ્રાહ્મણકુમારો તરફ જોયું. અસંતોષનો અગ્નિ પ્રગટાવવામાં એ મુખ્ય હતા. ગુરુએ તેમના તરફ જોયું અને સામાન્ય વાત ચાલતી હૈાય તેમ બોલ્યા :
{{gap}}ઔષધોના ગુણદોષ, સ્થળ, સમય બધું જાણવું જોઇએ. અને એમનું મૂલ્યાંકન પણ જાણવું જોઈએ. કૌશિક ! આજ તમે આંહી આવો ! તમે ને બ્રહ્મદત્ત ! દેવદત્તને પણ સાથે લો. તમે સૌ આટલી ઔષધિનાં મૂલ્યાંકન જાણી લાવો, જાઓ ! તક્ષશિલાના મુખ્ય માર્ગથી ડાબે હાથે દસ પગલાં જશો ત્યાં
કાશ્મીરના પંડિતરાજ રહે છે, એમને ત્યાં તપાસ કરો !’
{{gap}}દેવદત્ત ને બ્રહ્મદત્ત ને કૌશિક ને બીજા પણ એક બે બ્રાહ્મણ બટુકો દોડતા ગયા.
{{gap}}એમનો હર્ષ માતો ન હતો. ગુરુએ એમને કામ સોંપ્યું હતુ. આખે રસ્તે વાતો ચાલી રહી કે આપણે જરા જરા અસંતોષનો ધ્વનિ પ્રગટ કર્યો તે ઠીક થયું. તો ગુરુજીને અસર થઇ, ને આજે આપણને કામ સોંપ્યું. નહિતર તો પેલા રાજકુમાર જીવકને જ મોકલત ! ’
{{gap}}આંહીં વ્યાખ્યાન ચાલતું રહ્યું. ને આ બ્રહ્મકુમારો જેવા દોડતા ગયા તેવા જ ભાવતાલ બધું લઈને, જાણે ગયા નથી તેમ પાછા આવ્યા.
{{gap}}ગુરુ આત્રેયે આનંદથી એમણે કહી તે વાત્ સાંભળી.<noinclude></noinclude>
hp0mxkwvgq9ocaw4r49ot9h2q9fgspd