વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.17
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૧૫
104
73549
224270
223764
2026-08-27T16:18:10Z
Amvaishnav
156
/* Proofread */
224270
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|દયાનું ઝરણું ||૨૦૭}}
'''</noinclude>જંગલના ગુંદરનો ઈજારા મારે ત્યાં છે ! એમ હું અધિકારી તો હું જ !’
{{gap}}સાધુએ પ્રેમથી હસતાં હસતાં કહ્યું: ‘ ભાઈ ! એમ નથી. આ તો દયાનું ઝરણું છે. ઈશ્વરી દયાનું. એમાંથી થોડો પણ પ્રસાદ પામનારો ધન્ય થઈ જાય છે !'
{{gap}}પેલા માણસે આકળા બની જઈ ને ઉતાવળે ઉતાવળે કહ્યું: 'એ બધી ફિલસૂફી તે મે વાંચી છે, સાંભળી છે, જાણી પણ છે. પણ ઝરણાની બરાબર જગ્યા બતાવો ને !'
{{gap}}સાધુએ પ્રેમભરી માયાથી તેની છાતી ઉપર હાથ મૂકીને કહ્યું: ‘ ભાઈ ! એની ખરી જગ્યા તો આંહી, તારી પોતાની જ છાતીમાં છે ! એ ઈશ્વરી દયાનું ઝરણું કેવળ તેને દેખાય છે, જેને કાંઈક અધિકાર મળ્યો છે. એટલે જેણે પોતે માનવ પ્રત્યે દયા બતાવી છે, તેને જ આ દેવચરણમાંથી વહેતું ઝરણું જોવા મળે છે, બીજાને નહિ. પહેલાં તો તું તારી એ વાત તપાસી જો અને પછી આ મુસાફરીએ નીકળ. કારણ કે તે વિના તો ભલે, એ આંહીંથી માત્ર સો પગલાં દેખાય, પણ તને એ સો પગલાં પૂરાં કરતાં સો વરસ પણ ઓછાં લાગશે ! એટલે
તું તારું ઝરણું તપાસી જો. તેં પોતે કોઈ સ્વાર્થ વિના, કેવળ માનવપ્રીતિથી પ્રેરાઈ ને, કોઈના પ્રત્યે પણ દયા--પ્રીત કરી હશે, તો તને આ દેવઝરણુ જોવા મળશે. અને તેનો પ્રસાદ પણ મળશે. એવું કાંઈ કર્યા વિના કેવળ કુતૂહલથી જો તું આ ઝરણું શોધવા નીકળ્યો હશે તે તારી આખી આયુષમર્યાદા તું એને શોધ્યા કરશે, તો પણ એનો પત્તો નહિ લાગે ! બાકી એ આ દિશામાં માત્ર સો ડગલાં જ આઘે છે !' અને સાધુ ચાલી નીકળ્યા.<noinclude></noinclude>
13gu6c0le3hd82yx6k9n2281i0lc9no
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૧૬
104
73550
224271
223765
2026-08-27T16:23:55Z
Amvaishnav
156
/* Proofread */
224271
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૦૮||તેજબિંદુ}}
'''</noinclude>{{gap}}પેલો માણસ તો આ વાત સાંભળીને ત્યાં જડાઈ જ ગયો.
{{gap}}નથી એ જંગલ તરફ જઈ શકતો. નથી સાધુ સાથે ચાલી શકતો.
{{gap}}તે પોતે પોતાના વિચારમાં પડી ગયો હતો. સાધુએ કહ્યું હતુ તેમ, આ દેવઝરણું તેને જ જોવા મળે તેમ છે જેણે માનવઝરણું જાગ્રત રાખ્યું હોય ! એટલે પોતે હવે એ જોવા ન પામે, તો એમાં, એના પોતાના ઉપર જ એક જબરજસ્ત
ટીકા રહી હતી !
{{gap}}એટલે થોડીવાર પછી પેાતાના વિચારમાં મગ્ન બનીને એ પોતાના ઘર ભણી પાછો ફર્યો.
{{gap}}એણે પ્રથમ માનવ–ઝરણની શોધ કરવી રહી. અને પછી દેવ–ઝરણની ઝાંખી માટે આશા કરવી રહી !
{{સ-મ| |🙒 | }}<noinclude></noinclude>
b5uzlslnaxbho4wn47h3f2se1z7w6ri
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૧૭
104
73551
224272
223766
2026-08-27T16:39:58Z
Amvaishnav
156
/* Proofread */
224272
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[૪૬]
મુરખમાં મુરખ કોણ ?''' | }}

{{gap}}'''એક''' વખત એક સભામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો: ‘મૂરખમાં મૂરખ કોણ ? ’
{{gap}}એક જણાએ કહ્યું: ‘જે બાપને પૈસે પોતાને પૈસાદાર માને તે મૂરખમાં મૂરખ. કારણ કે ક્યારે તે એ ગુમાવી દેશે તેની તેને જાણ નથી !'
{{gap}}બીજાએ કહ્યું: ‘એ મૂરખ ખરો, પણ વધારે મોટો મૂરખ તો આ કે, જે '''આવતી કાલલો''' વિશ્વાસ કરે છે !’
{{gap}}ત્રીજાએ કહ્યું: ‘એમ નહિં, હું મૂરખમાં મૂરખ બતાવું. મૂરખમાં મૂરખ માણસ તે છે, જે પોતાની '''આજની''' સ્થિતિનો ગર્વ કરે છે !’
{{gap}}ચોથો બોલ્યો: ‘તમારા બધાના કરતાં મારી પાસે, 'મૂરખમાંમૂરખ’ની સાચી વ્યાખ્યા છે. જે પોતાને ડાહ્યામાં ડાહ્યો માને, તે મૂરખમાં મૂરખ.’
{{gap}}પાંચમાએ જવાબ વાળ્યેા ‘ માણસ પોતાને શું માને છે તેની ખબર બોલે નહિ ત્યાંસુધી ક્યાંથી પડે ? માટે મોટામાં<noinclude></noinclude>
bsrihu0h0v2p5lb5ku9v5222elrqjot
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૧૮
104
73552
224273
223767
2026-08-27T16:49:24Z
Amvaishnav
156
/* Proofread */
224273
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૧૦||તેજબિંદુ}}
'''</noinclude>મોટો મૂરખ આ છે, જે કારણ વિના અપ્રિય વાણી બોલ બોલ કરે છે !’
{{gap}}છઠ્ઠાએ પોતાનો મત આપ્યો : ‘એ બરાબર છે, પણ અપ્રિય બોલનારને તમે હોંકારો ન દ્યો, એટલે મૂંગો થઈ જાય. તો એ મૂરખ શાને ? પણ મૂરખમાં મૂરખ તો આ છે, જે લીધું નાડું મૂકે જ નહિ! તૂટી જાય–પણ વાત મૂકે નહિ.
મંકોડો જ જૂઓ ને!’
{{gap}}એમની આ વાત ચાલી રહી હતી. ત્યાં કોઈ એક જ્ઞાની માણસ ત્યાંથી નીકળ્યો. એટલે એને જોઈ ને સૌએ કહ્યું : 'ભાઈ ! અમારી આ એક વાતનું સમાધાન તમે કરતા જાઓ. અમારી વચ્ચે વાત ચાલે છે કે મૂરખમાં મૂરખ કોણ ? તમે એ પ્રશ્નનો જવાબ આપો. મૂરખમાં મૂરખ કોને ગણવો ?'
{{gap}}જ્ઞાનીએ જવાબ વાળ્યો : 'મૂરખમાં મૂરખ માણસ તો તે છે, જે પોતાની જાતને છેતરે છે. જે ચહેરા ઉપર ફરકતું હાસ્ય રાખે, અને દિલમાં પાપ રાખે, તેના જેવો મોટો મૂરખ કોઈ નહિ ! કારણ કે એ એમ માને છે કે, એ સૌને છેતરી રહ્યો છે. જ્યારે સાચી વાત એ છે કે, એ પોતાને જ છેતરી રહ્યો હોય છે ! જે પગ ઉપર કુહાડો મારે તેના જેવો મૂરખ કોણ ? જે પોતાને જ છેતરે, તેના જેવો મોટો મૂરખ કોણ ?'
{{સ-મ| |🙒 | }}<noinclude></noinclude>
o2mg5drj8v56qg3brajtmt588wop279
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૧૯
104
73575
224274
223834
2026-08-27T16:59:18Z
Amvaishnav
156
/* Proofread */
224274
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[૪૭]
દિક્ અને કાલ''' | }}

{{gap}}'''આ''' બેની વાતો તો તત્ત્વજ્ઞાનીઓ હાલતાં ને ચાલતાં કરે છે. હવે એક વખત એવું બન્યું કે એક ફિલસૂફ, આની વાત કહે, પણ એક માણસ બેમાંથી એકેની વાતમાં સમજે નહિ. એ કહેશે : આ દિક્ શું ને વળી કાલ શું ? એ બન્નેની તે જિંદગીમાં કાંઈ ગણતરી હોતી હશે? આપણે બન્નેની ગણતરી કરીએ છીએ, કારણ કે ન ખાઈએ તો તરત શરીર કામ કરતું બંધ થઈ જાય. આપણને પૈસાની ગણતરી કરવી પડે છે, કારણ કે એ પાસે ન હોય તો, ગાજરવાળા પણ અપમાન કરી નાખે. કહેશે, 'મિસ્તર | પૈસા નથી ને શું કરવા ગાજર લેવા નીકળ્યા છો ?
{{gap}}પણ આ દિક્ શું ને કાલ શુ? એનો જીવનમાં ઉપયોગ શો ? ને એની ગણતરી પણ શી?
{{gap}}હવે દિક્ એટલે Space. અને કાલ–એટલે Time અવકાશ અને સમય, બન્ને મહત્ત્વનાં. પણ જિદગીમાં એવો એમનો ખરો ઉપયાગ ક્યાં બતાવવો ?<noinclude></noinclude>
5mrcjd0dnaofm6dr1dnygfatrpv7xfl