વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.17 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૨૦ 104 73576 224275 223835 2026-08-28T16:17:02Z Amvaishnav 156 /* Proofread */ 224275 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૨૧૨||તેજબિંદુ}}<hr>'''</noinclude>કુશંકા કરનારો માણસ, આ જ્ઞાનીની જ્ઞાનવાર્તામાં, હમેશાં કુશંકા કર્યા કરે. કહેશે એનો સાચો ઉપયાગ બતાવો. એનું ખરું મહત્ત્વ સમજાવો. {{gap}}એને તત્ત્વજ્ઞાનની પરિભાષા ગમે તેટલી આપો તેની તો કાંઈ સમજણ પડે નહિ. {{gap}}જ્ઞાની પણ મૂંજીયો. આ ભાઇને મારે શી રીતે સમજાવવું કે આપણે દિક્ કાલમાં જ જીવી રહ્યા છીએ ? શી રીતે દાખલો આપવો કે જીવનની તમામ ગણતરીમાં આ બન્ને પણ મહત્ત્વનાં છે. {{gap}}છેવટે એણે એક પ્રયોગ કર્યો. પોતાને રહેવા માટે એણે એક નાની સરખી માટીની ઝૂંપડી તૈયાર કરવા માંડી. પણ એ બંધાતી હતી ત્યાં એણે કડિયાઓને કહ્યું : ‘ આ ઝૂંપડીમાં આપણે બારીઓ મૂકવી નથી ! ’ {{gap}}કડિયાઓએ જાણ્યું કે કાંઈક યોગ આસન માટે ઝૂંપડી તૈયાર થતી હશે એટલે બારીઓ નહિ મૂકવી હોય. એમણે કહ્યું બહુ સારું. {{gap}}ત્યાં તો બીજે દિવસે વળી એણે કહ્યું: ‘આપણે આ ઝૂંપડીમાં બારણું પણુ મૂકવું નથી ! ’ {{gap}}કડિયાઓએ તો આશ્ચર્યથી એની સામે જોઈ રહ્યા : ‘ પણ બારણું મૂકયા વિના તો અંદર જ શી રીતે જવાશે ? બારીઓ ન હોય તો ચાલે, બારણાં વિના કાંઈ ચાલે ? ’ {{gap}}પેલાએ કહ્યું : ‘ એ તો ચાલશે. ગમે તેમ જવાશે. તમે હું કહું તેમ કરોને !' {{gap}}કડિયાઓએ તો આશ્ચયમાં ને આશ્ચર્યમાં ઝૂપડી પૂરી કરી, માથે બરાબર છાઈ ગારગોરમટી વગેરે બરાબર બનાવી,<noinclude></noinclude> s4yad2uj1q6m6w1jzs1bggqmk62yjj6 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૨૧ 104 73577 224276 223836 2026-08-28T16:25:19Z Amvaishnav 156 /* Proofread */ 224276 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|દિક્‌ અને કાલ||૨૧૩}}<hr>'''</noinclude>ઘેર ગયા. હવે પેલા જ્ઞાનીએ બીજે દિવસે પેલા કુશંકા કરનારા માણસને બોલાવ્યો. તેને કહ્યું : 'આપણા નિવાસ માટે મેં એક ઝુંપડી તૈયાર કરાવી છે. તમારી દિક્ અને કાલ વિષેની શંકા આપણે ત્યાં રહીશુ એટલે એની મેળે નીકળી જશે. આજ આપણે એ જોવા જોઈએ ! ’ {{gap}}પેલો માણસ તે મનમાં ને મનમાં આનંદ પામ્યો કે અનેકે અનેક શંકાઓ આ જ્ઞાની પાસે કરી હશે, પણ કોઈ પોતાના જેવી, એને હંફાવી દે તેવી શંકા કરી શક્યો ન હતો ! એને પોતાની શંકા કરવાની શક્તિ માટે, પ્રશ્નો પૂછવાની તાકાત માટે, કાંઈ પણ એમ ને એમ સ્વીકારી ન લેવાના બુદ્ધિબળ માટે, ઘણું માન હતુ. એટલે જ્ઞાનીની આ પરાજયકથા જેવી કથા સાંભળીને એને આનંદ આનંદ થઈ ગયો ! એણે મનમાં ને મનમાં સંકલ્પ કર્યો કે ભલેને, એ આપણને ઝૂંપડીમાં રાખીને, ગમે તેટલી જ્ઞાનવાર્તા કરે અને દિક્ અને કાલ વિષે કથા કર્યાં કરે, આપણે તો એક જ વાત કહેવાની રાખવી કે એ બન્નેનો, પૈસાના જેવો કે ભૌતિક પદાર્થો જેવો, ઉપયોગ બતાવો તેા હા, નહિતર ના ! {{gap}}બન્ને જણા પેલી ઝૂંપડી તરફ ગયા. ઝૂંપડી છેટેથી રળિયામણી લાગતી હતી, પણ બન્ને પાસે ગયા, ને પેલો માણસ મોટેથી હસી પડ્યો : 'અરે ! ભાઈ ! વેદિયા કાંઈ અમસ્તા કહેવાયા હશેા ? આ ઝૂંપડી તો ઠીક, પણ આમાં જાશો ક્યાંથી? આમાં રહેવા જાશો કયે ઠેકાણેથી ?’ {{gap}}પેલા જ્ઞાનીએ એના જવાબ આપવાને બદલે એક નવી નવાઈની ચેષ્ટા કરી. તેણે પડખેથી એક ડબલું લીધું. પછી આસપાસથી માટી ભેગી કરી એને કહ્યું : 'તમે નદીમાંથી<noinclude></noinclude> 9k1847y50sz4e4eoityv5cbgsmecifp પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૨૨ 104 73578 224277 223837 2026-08-28T16:36:09Z Amvaishnav 156 /* Proofread */ 224277 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૨૧૪||તેજબિંદુ}}<hr>'''</noinclude>થોડું પાણી લઈ આવો તો ! પછી હું તમને વાત સમજાવું!' {{gap}}પેલો માણસ નદી ઉપર ગયો ને પાણી લઈને આવ્યો. {{gap}}એ પાણી લઈને આવ્યો, એટલે પેલા જ્ઞાનીએ માટી પલાળી ગારો કર્યો. પછી એને માટલા જેવા આકાર કર્યો. પેલો માણસ તો જોયા જ કરે કે આણે આ શું આદર્યું છે ! {{gap}}છેવટે માટલા જેવો આકાર તૈયાર થઈ ગયા, ને એને ત્યાં રાખ્યો. {{gap}}હવે પેલો જ્ઞાની પેલા માણસ તરફ ફર્યો : ‘બોલો આ ઝૂંપડીમાં આપણે રહેવું છે ? ’ {{gap}}'અરે ! રહેવું તો છે, પણ એમાં પેસશો જ ક્યાંથી ?' {{gap}}'કેમ ક્યાંથી ?' {{gap}}‘અરે! એમાં બારણું ક્યાં છે? બારણાની જગ્યા જ નથી ને !’ {{gap}}'હેં ! હેં ! હેં ! શુ કહ્યું? બારણું નથી ? ત્યારે તમે હવે પેલી વાત સમજી ગયા નાં?' {{gap}}'કઈ ?' {{gap}}'દિકના ઉપયોગની. આમાં space– જગ્યા—મૂકી નથી તો એ આખી રચના નકામી લાગે છે. ખરું નાં ? બારણું એટલે જગ્યા કે બીજું કાંઈ ? બાકી બીજી બધી રીતે તો એ બરાબર છે નાં ?' {{gap}}પેલો માણસ હવે કાંઈ શંકા કરી શકે તેમ લાગ્યું નહિ. તે શાંત થઈ ગયો. 'પણ આ માટલું તમે શું કરવા ઘડ્યું ?' તે બોલ્યો. {{gap}}જ્ઞાનીએ જવાબ વાળ્યો : ‘એ પણ તમને બતાવવા, કે જુઓ આમાં અવકાશને-spaceને ચારે તરફથી ઘેરી છે તો<noinclude></noinclude> bww2aazf99qcebhrj887irmrp3x3j9a પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૨૩ 104 73579 224278 223838 2026-08-28T16:44:48Z Amvaishnav 156 /* Proofread */ 224278 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|દિક્‌ અને કાલ||૨૧૫}}<hr>'''</noinclude>એ ઉપયોગી નીવડી છે. એનું વાસણ બની ગયું. અને આપણને હરપળે ઉપયોગી થઈ પડ્યું.’ {{gap}}‘પણ એ વાત તો તમે મોંએથી કહી શક્યા હોત. એમાં આ ઝૂંપડી બાંધવાની મહેનત શું કરવા લીધી ?' પેલાએ નવી શંકા કરી. {{gap}}જ્ઞાનીએ જવાબ વાળ્યો : {{gap}}'જુઓ ભાઈ ! એ તો એટલા માટે લીધી કે, આટલી મહેનત લીધી તો એ વાત તમારા મગજમાં હવે બરાબર રહેશે. હવે તમને સમજાશે કે લાખો કરોડોની ઈમારત હોય, પણ એમાં જો space–એટલે અવકાશ રાખવાની યુક્તિ ન હોય, તો એ આખી ઈમારત નકામી નીવડે છે ! ને અવકાશ રાખવાની જુક્તિ હોય તો આવડું નાનકડું વાસણ પણ ઉપયોગી થઈ પડે છે ! એ અવકાશ કહો, દિક્ કહો, પણ એનો હાલતાં ને ચાલતાં જીવનમાં ઉપયોગ છે છે ને છે. અને આમાંથી જ તમે એક નવો પાઠ પણ શીખશો !’ {{gap}}‘શું ?' {{gap}}‘જુઓ, આ ભીંત છે એ ઉપયોગી છે. હવે એ ભીંત પાડીને બાકોરું કર્યું –space–મૂકી, તો એ પણ ઉપયોગી થઇ. તો અવકાશ એટલે વસ્તુનો અભાવ. એમાંથી તો ખબર પડે છે કે પદાર્થનુ હોવું, એનું અસ્તિત્વ, એ જેટલું ઉપયોગી છે, તેટલું જ આ પણ ઉપયોગી છે, પદાર્થનું ન હોવું. {{gap}}'એટલે જ જ્ઞાનીઓ કહે છે કે ભાઈ ! જીવન ઉપયોગી છે ને મૃત્યુ ઉપયોગી નથી એમ નથી: એ પણ ઉપયોગી છે. મૃત્યુ એ શરીરનો અભાવ છે. પણ શરીરના ‘ભાવ' માટે જ આ 'અભાવ' છે !<noinclude></noinclude> hb94jf2ibea3xcuyi3qbstm29aet793 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૨૪ 104 73591 224279 223864 2026-08-28T16:47:58Z Amvaishnav 156 /* Proofread */ 224279 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૨૧૬||તેજબિંદુ}}<hr>'''</noinclude>{{gap}}'એકલી ભીંત શું કામની ? અંદર જગ્યા—space-અવકાશ—નાસ્તિ જોઈએ. {{gap}}નાસ્તિ વિના અસ્તિ કયાંથી ? શરીર, એ ભીંત છે. મૃત્યુ એ દ્વાર છે. એ દ્વારની પેલી તરફ જીવન છે. એ દ્વારની આ તરફ પણ જીવન છે. અને એ જીવનને જાણવા માટે જ આ દ્વાર જરૂરી છે. હવે તમને દિક્ અને કાલ બન્નેનો મહિમા સમજાયો ? {{સ-મ| |🙒 | }}<noinclude></noinclude> f66qys6g2s31md1nqozrysivv31oh9g