વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.17
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૨૫
104
73599
224280
223918
2026-08-29T16:21:16Z
Amvaishnav
156
/* Proofread */
224280
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[ ૪૮ ]
રાજાધિરાજ !''' | }}

{{gap}}'''સિકંદર''' બાદશાહને ઈરાનની હરિરયાળી ભોં દેખીને
અને દ્રાક્ષના અનેક માંડવા, સરુનાં વૃક્ષ, ઝરા, ઝરણાં, ગુલાબના બગીચા બધું નિહાળીને, એક ઘડીભર એમ થઈ આવ્યું કે હવે આંહી જ અઠે દ્વારકાં કરી નાખીએ !
{{gap}}પણ એ કેમ બને? એનો મહત્ત્વાકાંક્ષી સ્વભાવ એને એમ શાંત રહેવા દે તેમ ન હતો.
{{gap}}એણે નિશ્ચય કર્યો કે આગળ ધસવું, ભારતદેશ જોવો. ત્યાં પણ વિજય મેળવવો. અને પૃથ્વીના સ્વામી થઈને ગ્રીસમાં પાછા ફરવું.
{{gap}}ઈરાનને ને ગ્રીસને વર્ષો જૂનાં જુદ્ધ ચાલતાં હતાં. આ ઈરાનને વારંવાર ભારતી જોદ્ધાઓ મદદ કરતા રહેતા હતા. હવે આજ એ વર્ષોં જૂનું વૈર પૂરું થતું હતું. ઈરાન એના ચરણમાં પડ્યું હતું. દેશ આખો એને કબજે હતો. હવે તો
એક કોઈ રાજકુટુંબી આંહી એના ખંડિયા તરીકે રાજ કરે તો પોતે પહેરેલો મુગટ જેમ અનેક રત્નથી શાભે છે, તેમ<noinclude></noinclude>
1si3ati7d82qmkutt7etjq8b3yjajpy
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૨૬
104
73600
224281
223919
2026-08-29T16:29:37Z
Amvaishnav
156
/* Proofread */
224281
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૧૮||તેજબિંદુ}}
'''</noinclude>એની વિજયયાત્રા પણ અનેક રત્નોથી શોભી ઊઠે. વિજયયાત્રામાં અનેક નૃપતિને નમાવીને પોતાના ચરણમાં નમાવ્યાનું મહાન માન એને મળી રહે.
{{gap}}એણે ઇરાનના એવા કોઈ રાજકુટુંબીની શોધ માંડી.
{{gap}}ત્યાં એને ખખર મળ્યા, કે દૂર દૂરની ગિરિકંદરાઓમાં સ્મશાનભૂમિ પાસે એક રાજકુટુબી વસી રહ્યો છે. ઈરાનનો હવે પછીનો ખરા મુગટધારી એ છે. અલેકઝાંડરે તરત નિશ્ચય કર્યાં, કે એને વશ કરી લેવો ને રાજમુગટ એના માથા ઉપર જ મૂકવો.
{{gap}}આવા અનેક રાજમુગટો વડે જ એને વિજયમુગટ વધારે ભભકાભર્યો લાગશે. જીતીને સર્વનાશ કરવા કરતાં પરાજિતને વશવર્તી બનાવવામાં શું મોટું માન નથી રહ્યું ?
{{gap}}એ પોતે ઈરાનના આ ભાવિ રાજવીને વશ કરવા ચાલી નીકળ્યો. પણ ત્યાં જઈ ને એણે જોયું કે આ રાજકુટુંબી તો ખરેખર દુનિયાથી વિરક્ત થઈ ગયો હતો. એની પાસે ઊભા રહેતાં જાણે હવા જ બદલાઈ જાતી હતી ! ઊભા રહેનારને દુનિયાનો વૈભવ તુચ્છ લાગે. એની ક્ષણિકતા જ ચિંતન કરવા જોગ જણાય !
{{gap}}છતાં અલેક્ઝાંડરે તેને સંભારી આપ્યું કે એ મહાન નૃપકુલનો હતો. એક મહાન રાજવંશી, આ પ્રમાણે દુનિયાનો વૈભવ છોડી દે ને આંહીં આવા સ્થળમાં રહેવા માટે આવે, એ કોઈ રીતે યોગ્ય ન હતું. ત્યાં મહાન મહાલયો ને મોંઘાં સિંહાસનો એની રાહ જોતાં હતાં, જ્યારે એ આંહીં માટી ધૂળમાં બેઠો હતો !
{{gap}}સિકંદરે તેને કહ્યું: ‘ રાજવંશી છો, જુવાન છો, તમારું રાજ સભાળો. રૈયતને પાળો. મહાન કાર્યો કરો. દેશ વિદેશમાં<noinclude></noinclude>
8vaqk8dtbyrsxndcpa8e9c2ui2a11zu
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૨૭
104
73601
224282
223920
2026-08-29T16:39:18Z
Amvaishnav
156
/* Proofread */
224282
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|રાજાધિરાજ !||૨૧૯}}
'''</noinclude>ખ્યાતિ મેળવો. આંહી શાંતિ સ્થાપો. રાજમુગટના મહાન હીરા બનીને પ્રકાશો !
{{gap}}જુવાન રાજવંશી દરવશે કહ્યું : ‘તમે તમારો દેશ છોડીને આંહી કેમ આવ્યા છો. '
{{gap}}અલેક્ઝાંડરે કહ્યું : ‘હું વિજયયાત્રા કરવા નીકળ્યો છું !’
{{gap}}'વિજયયાત્રા પૂરી થઈ ગઈ? ’
{{gap}}‘ના, હજી તો મારે આગળ જવાનુ છે. હજી અનેક અણદીઠી ભૂમિ દેખવાની છે. અનેક વિજયો મેળવવાના છે. સામુદ્રો પર્યંત ફેલાયલા એક મહાન સામ્રાજ્યનો! હું પાયો નાખી રહ્યો છું. તમે આમાં ભળો, ને મહારાજના એક તેજસ્વી રત્ન લેખે તમારું સ્થાન લો–તમારું સ્થાન ત્યાં છે, આંહી નહિ !'
{{gap}}દરવેશે શાંતિથી કહ્યું : ' પણ કોઈ તમને વિજયયાત્રા પડતી મૂકવાનું કહે તો ? ’
{{gap}}'એ હવે શી રીતે બને? આટલી જીતો મેળવ્યા પછી, આવડું મોટું સૈન્ય આંહી લાવ્યા પછી, એમ કહેનારને હું મારો મોટામાં મોટો શત્રુ ગણું !'
{{gap}}'એમ ? તો તો હે જુવાન વિજયી રાજા ! હું પણ એક મહાન વિજયયાત્રા કરવાના પંથે જ જઈ રહ્યો છું. એ યાત્રા પૂરી થયા પહેલાં એમાંથી હું રજ પણ્ન પાછો ફરી શકું નહિ । મારી પાસે પણ અગણિત સેના છે, ને તે આગળ ધપી રહી છે !’
{{gap}}સિકંદરને એના જવાબથી નવાઈ લાગી. આ ભિખારી માણસ પણ પોતાની અગણિત સેનાની વાત કરી રહ્યો હતો ! શેખીપણાની હદ હતી નાં? એણે કહ્યું:
{{gap}}'આંહી કેવળ હાડકાં જ પડ્યાં છે અને રાખ<noinclude></noinclude>
7wxednj9cx6o3bz3sla0mzcd7ha1bsj
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૨૮
104
73602
224283
223921
2026-08-29T16:49:46Z
Amvaishnav
156
/* Proofread */
224283
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૨૦||તેજબિંદુ}}
'''</noinclude>માટીના ઢગલા છે, ત્યાં આવી વાતો કરવાથી કોઇને શું ફાયદો છે? હાડકાંના કકડાઓને કોઈએ વિજયયાત્રા માટે સંઘર્યાંનું મને તો યાદ આવતું નથી ! આ હાડકાં તમારી અગણિત સેના હશે ? ’
{{gap}}જુવાને શાંતિથી જવાબ વાળ્યો :
{{gap}}'માણરોની સ્મરણશક્તિ ઘણી ટૂંકી હોય છે, હે રાજા ! પણ ગઈ કાલે જે રાજા હતા, ગઈ કાલે જ જે વૈભવની છોળમાં ઉલ્લાસ આનંદ માણી રહ્યા હતા, ગઈકાલે જ જેમના માથા ઉપર સોનેરી મુગટ ધરાતા હતા, ગઈ કાલે જ જેઓ ભવ્ય રાજમહાલયમાં વસી રહ્યા હતા, જેમની આગળ પાછળ અગણિત ઘોડેસવારો ચાલતા, સાનેરી છત્ર વિના જે બહાર નહોતા નીકળતા, એવા મહાન પુરુષોનાં હાડકાં, અનેક ગરીબોનાં રખડતાં હાડકાંઓની સાથે આંહી સેળભેળ થઈ ગયાં છે ! હે જુવાન રાજા ! હું એમને બન્નેને જુદાં જુદાં પાડવા મથું છું, પણ
એકનાથી બીજું જુદું પડી શકતું નથી ! કેમ જાણે બન્ને મૂળમાં એક હોય, ને કેવળ ઉપલા શણગારને લીધે થોડો વખત દુનિયામાં જૂદાં જુદાં દેખાયાં હોય ! તમને જો કાંઇ આ બાબતમાં સમજણ હોય, તો તમે મને મદદ કરો. આ સેંકડો વેરાયલાં હાડકામાં ઈરાની રાજવીનાં હાડકાં કયાં છે તે તમે કહી શકશો ? હું એમના વંશમાં છું એટલે એમને શોધવા મથી રહ્યો છું ! અથવા તો ગરીબ કંગાલનાં હાડકાં શોધી આપી શકશો ? તો હુ એમને જુદાં તારવી કાઢીને મારા ભવ્ય પૂર્વ પુરુષોથી જૂદા બેસારું !'
{{gap}}સિકંદર તો આ સાંભળીને ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. પણ તે મહત્ત્વાકાંક્ષી પુરુષ હતો. તેને આવી નિરાશવાણી ગમી નહિ. તેણે કહ્યું: ‘હે જુવાન સાધુ ! તમારી આ બધી જ નિરુત્સાહી<noinclude></noinclude>
eopvh0f691c005fl3xsx1fq6akz96j4
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૨૯
104
73603
224284
223922
2026-08-29T17:00:35Z
Amvaishnav
156
/* Proofread */
224284
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|રાજાધિરાજ !||૨૨૧}}
'''</noinclude>વાણી જીવનમાં કાંઈ ઉપયોગી કામ કરી શકે નહિ !’
{{gap}}સાધુએ કહ્યું: ‘હે રાજા ! હું પણ એ જ જાણવા મથી રહ્યો છું. દુનિયાનાં સેંકડા ભવ્ય નગરોને, આપણાં એવાં ઉપયોગી નગરોને, કોનો હાથ, જાણે એ કેવળ નિરુપયોગી હોય તેમ વારંવાર ફેંદી રહેલ છે? મેં ભવ્ય નગરો વિષે ઘણું જ સાંભળ્યું છે. તમે જાણો છો એ નગરી ક્યાં છે? મને ઘણી વખત થાય છે કે સોનેરી ઇંટોથી બંધાયલી ભવ્ય ઇમારતો જો છેવટે ધૂળમાં જ મળવાની હોય, તેા ધૂળની જ મૈત્રી વધુ સારી નહિ ? જેમાંથી પછી આપણને, કોઈ, બીજે ક્યાં ફેંકી દેશે ? આ મારી હાડકાંની વાટિકાને ફેંદી ફેદી ને કોઈ શું ફેંદી શકશે ? તમને મારા વિજયયાત્રાના પંથનું કાંઈ જ્ઞાન હોય તો એ મને આપો. મારું આ ખોપરીનું પાત્ર એવા જ્ઞાન માટે હર પળે તલસે છે ! અને જો એવું કાંઈ જ જ્ઞાન તમારી પાસે ન હોય, તો મારું સૈન્ય આગળ ધપી રહ્યું છે, ને હું પાછળ પડી જાઉં છું, માટે તમે તમારે પંથે વળો. અને મને મારે રસ્તે જવા દો. છેવટે તો આપણા રસ્તા આંહી જ મળવાના છે ! ’
{{gap}}એલેક્ઝાંડર સાધુની આ નિસ્પૃહતા જોઈને છક્ક થઈ ગયો. તેને લાગ્યું કે સામ્રાજ્ય સ્થાપનારાઓ મહાન હશે; પણ તેને તજી દેનારા તો વિરલ છે. તેણે અભિમાન છોડીને તેને કહ્યું : ‘તમારા રસ્તાનું મને કાંઈ જ જ્ઞાન નથી. એ તો કેવળ ઈશ્વરના જ્ઞાનનો વિષય છે. પણ એમ ન બને, રાજ, વૈભવ, કર્તવ્ય બધું કર્યા પછી આ રસ્તો વધારે સ્વચ્છ રીતે ન દેખાય ?'
{{gap}}‘આ રસ્તો હમેશના જુવાન માટે છે, રાજા ! થાકેલા માટેની આ કાંઈ ધર્મશાળા નથી ! જેણે મૃત્યુની શોધ માંડી છે, એણે તો આ જોવું રહ્યું. આપણી દરેક પળ મૃત્યુ પામે

CC-0. In Public Domain Gurukul Kangri Collection, Haridiar<noinclude></noinclude>
c7b6htipn64zlonoj0uq2vy5jsnt8cq
224285
224284
2026-08-29T17:01:25Z
Amvaishnav
156
224285
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|રાજાધિરાજ !||૨૨૧}}
'''</noinclude>વાણી જીવનમાં કાંઈ ઉપયોગી કામ કરી શકે નહિ !’
{{gap}}સાધુએ કહ્યું: ‘હે રાજા ! હું પણ એ જ જાણવા મથી રહ્યો છું. દુનિયાનાં સેંકડો ભવ્ય નગરોને, આપણાં એવાં ઉપયોગી નગરોને, કોનો હાથ, જાણે એ કેવળ નિરુપયોગી હોય તેમ વારંવાર ફેંદી રહેલ છે? મેં ભવ્ય નગરો વિષે ઘણું જ સાંભળ્યું છે. તમે જાણો છો એ નગરી ક્યાં છે? મને ઘણી વખત થાય છે કે સોનેરી ઇંટોથી બંધાયલી ભવ્ય ઇમારતો જો છેવટે ધૂળમાં જ મળવાની હોય, તેા ધૂળની જ મૈત્રી વધુ સારી નહિ ? જેમાંથી પછી આપણને, કોઈ, બીજે ક્યાં ફેંકી દેશે ? આ મારી હાડકાંની વાટિકાને ફેંદી ફેદી ને કોઈ શું ફેંદી શકશે ? તમને મારા વિજયયાત્રાના પંથનું કાંઈ જ્ઞાન હોય તો એ મને આપો. મારું આ ખોપરીનું પાત્ર એવા જ્ઞાન માટે હર પળે તલસે છે ! અને જો એવું કાંઈ જ જ્ઞાન તમારી પાસે ન હોય, તો મારું સૈન્ય આગળ ધપી રહ્યું છે, ને હું પાછળ પડી જાઉં છું, માટે તમે તમારે પંથે વળો. અને મને મારે રસ્તે જવા દો. છેવટે તો આપણા રસ્તા આંહી જ મળવાના છે ! ’
{{gap}}એલેક્ઝાંડર સાધુની આ નિસ્પૃહતા જોઈને છક્ક થઈ ગયો. તેને લાગ્યું કે સામ્રાજ્ય સ્થાપનારાઓ મહાન હશે; પણ તેને તજી દેનારા તો વિરલ છે. તેણે અભિમાન છોડીને તેને કહ્યું : ‘તમારા રસ્તાનું મને કાંઈ જ જ્ઞાન નથી. એ તો કેવળ ઈશ્વરના જ્ઞાનનો વિષય છે. પણ એમ ન બને, રાજ, વૈભવ, કર્તવ્ય બધું કર્યા પછી આ રસ્તો વધારે સ્વચ્છ રીતે ન દેખાય ?'
{{gap}}‘આ રસ્તો હમેશના જુવાન માટે છે, રાજા ! થાકેલા માટેની આ કાંઈ ધર્મશાળા નથી ! જેણે મૃત્યુની શોધ માંડી છે, એણે તો આ જોવું રહ્યું. આપણી દરેક પળ મૃત્યુ પામે

CC-0. In Public Domain Gurukul Kangri Collection, Haridiar<noinclude></noinclude>
rxgpiedo9pirszw747zyf9pjwugsfkv
સભ્યની ચર્ચા:Patel payal rajeshbhai
3
73686
224286
2026-08-30T07:36:06Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
224286
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Patel payal rajeshbhai}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૩:૦૬, ૩૦ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
1zcu20vjm1fodm8u47k1nbjrq2yctem
સભ્યની ચર્ચા:દિવ્યેશ પરીખ
3
73687
224287
2026-08-30T07:54:10Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
224287
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=દિવ્યેશ પરીખ}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૩:૨૪, ૩૦ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
0jszh5icj8r29n0l567chr6sqa1rxu0