વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.18
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૮
104
73706
224473
224440
2026-09-07T16:24:38Z
Amvaishnav
156
224473
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|'''[ ૬ ]''' | | }}

{{gap |9em}}{{મોટો અક્ષર|'''આ'''}} '''પુષ્પની''' કળીને હે સ્વામી ! તું ભલે ચૂંટી લે ! અને એને ભલે વીણી લે ! નહિતર આવતી કાલે એ ધૂળમાં હશે. અને એની પાંદડી રજમાં રખડતી હશે.
{{gap}}ભલે, એ તારા કંઠની માળામાં સ્થાન નહિ પામે. ફિકર નહિં, પણ તારા હાથના સ્પર્શનું એને સુખ મળશે ! એટલે જ હું કહું છું, હે અનંતના સ્વામી !
ભલે એ કળી તારે હાથે ચૂંટાઈ જાય !
{{gap}}હું જાગ્રત બનું તે પહેલાં, વખતે દિનાન્ત આવી પહેાંચશે. અને સમર્પણનો સમય પણ વખતે ચાલ્યો ગયો હશે !
{{gap}}ભલે આ કળીના રંગ હજી ખીલ્યા નથી, અને સુગંધભભક ઊડતી નથી, પણ તારે ચરણે ધરેલ એને, તું તારી ચાકરીમાં લઇ લે, અને હે મારા સ્વામી !
હજી દિનાન્ત નથી દેખાતો પણુ, તું એને ચૂંટી લે !
{{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ| | |[ ૮ }}</noinclude>
b4vrz9c6hzl53964m54uq8xhak98o1k
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૩
104
73716
224478
224406
2026-09-07T16:29:00Z
Amvaishnav
156
224478
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| | | '''[૧]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|તેં}}''' મારા જીવનને અનંતતા આપી છે. તારી એ ઈચ્છા છે. કાચા કુંભ જેવા આ દેહને તું વારંવાર ખાલી કરે છે, અને ફરી ફરીને તું જ એને નવજીવનથી ભરી દે છે.
{{gap}}ડુંગરાઓ ઉપર અને ઊંડી ખીણામાં બની આ નાનકડી દેહવાંસળીને તેં જ સંગાથી કરી છે. અને એમાંથી નિત્ય નવા નવા મધુર સ્વરો, પણ તેં જ ઊભા કર્યાં છે.
{{gap}}તારા હાથનો અમર સ્પર્શ પામતાં મારું આ નાનકડું હૃદય, આાનંદમય બની જાય છે. એની મર્યાદાઓ સરી જાય છે. અને અમર વાણીને એ જન્મ આપે છે.
{{gap}}તારી અનંત બક્ષિસો કેવળ આ મારા નાનકડા હાથ ઉપર આવતી રહે છે. યુગો ચાલતા રહે છે, અને તું તો તારી બક્ષિસો વર્ષાવતો જ રહે છે. અને છતાં હજી પણ એમાં સમાસ માટે અવકાશ છે.
{{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ|'''૩]''' | | }}</noinclude>
16opdfljyggn7knfnzrkcjw056r94or
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૪
104
73717
224477
224407
2026-09-07T16:27:50Z
Amvaishnav
156
224477
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|'''[૨]''' | | }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|જ્યા}}રે''' તું મને ગાન ગાવાની આજ્ઞા આપે છે, ત્યારે લાગે છે કે જાણે મારું હૃદય હમણાં એ ઉત્સાહ ગર્વને લીધે તૂટી જશે. હુ તારા ચહેરા તરફ જોઉં છું અને મારી આંખમાં આંસુ આવી જાય છે !
{{gap}}મારા જીવનમાં જે કાંઈ કર્કશ અને અસંગત છે, એ બધું એક મધુર સ્વરમેળમાં પરિણમે છે — અને સમુદ્ર પાર કરવા નીકળેલા આનંદમગ્ન પંખીની જેમ, મારી પ્રેમભક્તિ પોતાની પાંખ વિસ્તારે છે.
{{gap}}હું જાણું છું કે તુ મારા ગીતમાં આનંદ લે છે. તારી સમક્ષ હું એક ગીતગાયક તરીકે જ આવી શકું, એ પણ હું જાણું છું.
{{gap}}મારા ગાનની વિસ્તીર્ણ પાંખની એક કોરથી તારા પાદનો સ્પર્શ હું પામું છું—એ પાદ, કે જેને પહોંચવાની આકાંક્ષા તો હું કદાપિ રાખી પણ ન શકુંં.
{{gap}}ગાનની આનંદ મસ્તીમાં હું મારી જાતને ભૂલી જાઉ છું. અને તને ‘સખા ! ' કહી બેસું છું ! ભૂલી જાઉં છું, કે તુ તો મારો સ્વામી છે !
{{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ| | | '''[૪''' }}</noinclude>
0mlhnxklohufum9rx99n50cq4ecez5u
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૫
104
73718
224476
224437
2026-09-07T16:27:05Z
Amvaishnav
156
224476
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| | | '''[૩]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|મા}}રા''' સ્વામી ! તારા ગાનની કઇ રીત છે તે હું કળી શકતો નથી.
{{gap}}આશ્ચર્ય સ્તબ્ધથઈ ને હું મૂંગો મૂંગો હંમેશાં સાંભળ્યા કરું છું.
{{gap}}તારા ગાનનો પ્રકાશ જગતને અજવાળી દે છે. આકાશે આકાશને ભરી દેતો તારા ગાનનો પ્રાણવાયુ વહે છે. તારા ગાનનું પવિત્ર ઝરણું પથ્થર જેવા કઠણ
પદાર્થોને પણ ભેદીને આરપાર નીકળી જાય છે.
{{gap}}તારા ગાન સાથે ગાણું ગાવા માટે મારું અત:કરણ તલસી રહ્યું છે. પણ ગાન તો બાજુએ રહ્યું, એને અવાજ માટે પણ ફાંફાં મારવાં પડે છે ! મને
ઇચ્છા થાય છે કે હું બોલું. પણ બોલમાંથી કાંઇ ગાન પ્રગટતું નથી. અને ગભરાઈ જઈ ને હું રડી પડું છું.
{{gap}}આહા ! સમજાયું, મારા સ્વામી ! તેં મારા અંત:કરણને તારા અનંત ગાનની જાળમાં કેદ કર્યું છે.
{{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ|૫] | | }}</noinclude>
a0moy34qbcvyi27jjm3w283v5h1f3y7
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૬
104
73719
224475
224438
2026-09-07T16:26:25Z
Amvaishnav
156
224475
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|'''[ ૪ ]''' | | }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|હે}} જીવનના જીવન !''' હું મારું શરીર પવિત્ર રાખવા યત્ન કરીશ, કારણ કે હું જાણું છું કે એ રોમરોમમાં તારો સ્પર્શ છે.
{{gap}}મારા મનમાંથી ને વિચારમાંથી હરેક અસત્યને હું દૂર રાખીશ. કારણ કે હું જાણુ છું કે મારા મનના બુદ્ધિદીપને પ્રકાશ તું આપી રહેલ છે.
{{gap}}મારા અંતઃકરણમાંથી હું દરેક પ્રકારના અસદ્ને અહાર કાઢવા યત્ન કરતો રહીશ, કારણ કે અંત:કરણના ગુપ્તતમ મંદિરમાં તુ બેઠો છે, એ હું જાણુ છું.
{{gap}}અને મારા કર્માંમાં, પણ હું તને જ પ્રગટ કરતો રહીશ, કારણ, હું જાણું છું કે મારામાં એક પાંદડુ પણ ફેરવવાની તાકાત નથી.
{{gap}}જે કાંઈ શક્તિ છે, તે તારી છે.
{{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ| | | [૬ }}</noinclude>
euqv79h54kmbl918h72g0tihasvhw5u
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૭
104
73720
224474
224439
2026-09-07T16:25:42Z
Amvaishnav
156
224474
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| | |'''[ ૫ ]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|તા}}રા''' સાન્નિધ્યમાં બેસવા માટેની હું જરા છૂટ માગું છું. હાથમાં રહેલું કામ તો પછી પૂરું થશે.
{{gap}} તારા દષ્ટિપથથી દૂર જતાં જ મારું અંતર પોતાની શાંતિ ખોઈ બેસે છે, પોતાનો આરામ ગુમાવી દે છે. તારી નજર બહારનું મારું દરેક કામ, જાણે એક
રસહીન, છેડો ન આવે તેવી મજૂરી હોય—અને કોઈ અનંત સાગરને ઉલેચવાનું વ્યર્થ વૈતરું હું લઈને બેઠો હોઉં, તેવું બની રહે છે !
{{gap}} એટલે જ હું મારા સ્વામી ! તારા સાન્નિધ્યમાં હું થોડીવાર બેસવા માગું છું.
{{gap}} હાથમાં રહેલુ કામ તો પછી થઈ રહેશે !
{{gap}} આજે જ મારી મારી પાસે ગ્રીષ્મૠતુની પવનલેરખી, પોતાનાં રુદન અને કલરવ લઈને આવી હતી. અને પુષ્પોના રાજદરબારમાં કાવ્યગુંજન કરવા માટે
સંગીતમર્મજ્ઞ ભ્રમરો પણ આવ્યા હતા !
{{gap}} એટલે જ મને લાગ્યું કે કામ તો પછી થશે, પણ કોઈ અનંતની હાજરી સૂચવતાં આ દશ્ય ફરીને જોવા નહિ મળે ! તારા સાન્નિધ્યમાં શાન્તિથી સન્મુખ
બેસવાનો આ અવસર છે. શાંત, ભરી ભરી આ આરામ પળોમાં, જીવન સમર્પણનુ ગીત ગાઈ લેવાનો સમો છે,
{{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ|૭ ] | | }}</noinclude>
ekr5lrizi28r7lf8zohj4ppisskxzdm
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૯
104
73721
224472
224441
2026-09-07T16:23:50Z
Amvaishnav
156
224472
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| | |'''[૭]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|હ}}વે તો''' મારાં ગીતે પોતાનાં આભૂષણો છોડી દીધાં છે. એને આભૂષણનો મોહ નથી. ભભકાનું અભિમાન નથી.
{{gap}}આભૂષણો તો વચ્ચે દખલ ઊભી કરે છે. આભૂષણો છે, તો મારું હૃદય તારા હૃદય સાથે એક થઈ શકતું નથી.
{{gap}}તારી પ્રેમભરી ધીમી સુધાવાણી આભૂષણોના ઝંકારમાં ડૂબી જાય છે !
{{gap}}હું કવિ રહ્યો. મારી પાસે આભૂષણોનો ભંડાર છે, પણ મારું એ કવિઅભિમાન તારો એક દૃષ્ટિપાત થતાં સરી જાય છે ! હે કવિના પણ કવિ ! હે કવિરાજ ! હું તેા વિનમ્રપણે તારા ચરણ પાસે માત્ર લોટી પડું છું.
{{gap}}મને બીજી કોઈ ઈચ્છા નથી. વનમાં ચાલ્યા જતા કોઈ સાદા ઝરણાની માફ્ક, મારો જીવનસ્રોત શાંત વહ્યા કરે, તારા ગાનને વહન કરનારી સીધી સાદી
બરુની વાંસળી એ થઇ રહે, હે સ્વામી ! એટલું જ મારે બસ છે!
{{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ|૯ ] | | }}</noinclude>
ada4asv9pjl7bxf49irh9lidohuo7c3
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૦
104
73722
224471
224447
2026-09-07T16:23:16Z
Amvaishnav
156
224471
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|'''[૮]''' | | }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|આ}} બધી''' માળા ને પ્રાર્થના ને ‘રઘુપતિ રાઘવ’ની ભજનધૂનો હવે બંધ કરો. આંહીં આ એકાંત ખૂણામાં બારણાં અંધ કરીને તમે કયા ઈશ્વરને શોધી રહ્યા છે? કહેશો જરા ? તમારાં આંતરચક્ષુ ઉઘાડો. ખબર પડશે કે જે ઇશ્વરના સાન્નિધ્યની તમે વાતા કરો છે, તે તો ત્યાં નથી.
{{gap}}એ ઇશ્વર તો ત્યાં છે, જ્યાં પેલો ખેડૂત પરસેવો પાડીને હળ ખેડે છે, જ્યાં પેલો માળી ઝાડ રોપે છે, જ્યાં પેલો મજૂર રસ્તો સુધારે છે. ઈશ્વર ત્યાં બેઠો
છે અને તમે એને આંહીં શોધો છો ! એ તો ત્યાં એમની સાથે તડકામાં અને વરસાદમાં બેઠો છે. એ ઇશ્વરનાં વસ્ત્રો પણ ધૂળથી ભરેલાં છે. એને ધરતી અને
ધૂળ વહાલાં છે !
{{gap}}આ પૂજાના અંચળાને એક બાજુ મૂકો. ધરતીની પૂજા શરૂ કરો, એટલે ઈશ્વરની પૂજા થાશે !<noinclude>{{સ-મ| | |[ ૧૦ }}</noinclude>
aze8wpc26vjv3wwygpvea1no3z18mh4
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૨
104
73724
224469
224449
2026-09-07T16:21:56Z
Amvaishnav
156
224469
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|'''[ ૯ ]''' | | }}

{{gap |9em}}{{મોટો અક્ષર|'''હું'''}} જે''' ગીત ગાવા આવ્યો હતો તે મારું ગીત તો હજી ગાવાનુ રહી ગયું છે !
{{gap}}મારો ઘણો સમય તો મારા વાજિંત્રના તાર મેળવવામાં જ ચાલ્યો ગયો. હજી ગીતની એ પળ મને આવી મળી નથી. હજી એ શબ્દો હૈયામાં ઊગ્યા નથી. માત્ર હૃદયમાં ઊંડું ઊંડું દર્દ છે, – પણ ન ગવાયલા ગીતનું !
{{gap}}પરિમલનો ભંડાર તો અણઉઘડયો રહ્યો છે : માત્ર પવનની એકાદ બે લેરખીના નિ:શ્વાસ જ આવ્યા છે !
{{gap}}મે એ સૌન્દર્તસાગરની તો ઝાંખી પણ ક્ચાં કરી છે? કે એના શબ્દો—એમને પણ ક્યાં સાંભળ્યા છે ? કેવળ મારા ઘર પાસેથી પસાર થતા એના આછા પદદ્વનિને જ મે કયારેક સાંભળ્યો છે !
{{gap}}સારો દિવસ પસાર થવા આવ્યો છે. સંધ્યાનાં આછાં અંધારાં આ બાજુ ઢળે છે. માત્ર એની બેઠકની તૈયારીમાં જ આટલો બધા વખત વીતી ગયો ! પણ
હજી મારું કોડિયું પ્રગટ્યું નથી. ઘરમાં અજવાળુ આવ્યું નથી. એને અંદર આવવાનુ કયે મોંએ હું કહું?
{{gap}}કોઇક દિવસ, અનંતતાને પંથે કોઈક દિવસ, હું એને મળીશ, એ દૂર દૂરની આશામાં હું જીવું છું. પણ હજી એ ઝાંખીની પળ દેખાતી નથી !<noinclude>{{સ-મ| | | [ ૧૨ }}</noinclude>
qswtajso3e4xlb0tfjbsypvoi7bv8vl
224470
224469
2026-09-07T16:22:21Z
Amvaishnav
156
224470
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|'''[ ૯ ]''' | | }}

{{gap |9em}}{{મોટો અક્ષર|'''હું'''}} જે ગીત ગાવા આવ્યો હતો તે મારું ગીત તો હજી ગાવાનુ રહી ગયું છે !
{{gap}}મારો ઘણો સમય તો મારા વાજિંત્રના તાર મેળવવામાં જ ચાલ્યો ગયો. હજી ગીતની એ પળ મને આવી મળી નથી. હજી એ શબ્દો હૈયામાં ઊગ્યા નથી. માત્ર હૃદયમાં ઊંડું ઊંડું દર્દ છે, – પણ ન ગવાયલા ગીતનું !
{{gap}}પરિમલનો ભંડાર તો અણઉઘડયો રહ્યો છે : માત્ર પવનની એકાદ બે લેરખીના નિ:શ્વાસ જ આવ્યા છે !
{{gap}}મે એ સૌન્દર્તસાગરની તો ઝાંખી પણ ક્ચાં કરી છે? કે એના શબ્દો—એમને પણ ક્યાં સાંભળ્યા છે ? કેવળ મારા ઘર પાસેથી પસાર થતા એના આછા પદદ્વનિને જ મે કયારેક સાંભળ્યો છે !
{{gap}}સારો દિવસ પસાર થવા આવ્યો છે. સંધ્યાનાં આછાં અંધારાં આ બાજુ ઢળે છે. માત્ર એની બેઠકની તૈયારીમાં જ આટલો બધા વખત વીતી ગયો ! પણ
હજી મારું કોડિયું પ્રગટ્યું નથી. ઘરમાં અજવાળુ આવ્યું નથી. એને અંદર આવવાનુ કયે મોંએ હું કહું?
{{gap}}કોઇક દિવસ, અનંતતાને પંથે કોઈક દિવસ, હું એને મળીશ, એ દૂર દૂરની આશામાં હું જીવું છું. પણ હજી એ ઝાંખીની પળ દેખાતી નથી !<noinclude>{{સ-મ| | | [ ૧૨ }}</noinclude>
guz9cwdutptd7n2u5h2r9jchnr7yyv0
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૩
104
73725
224468
224450
2026-09-07T16:21:13Z
Amvaishnav
156
224468
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| | |'''[ ૧૦ ]''' }}

{{gap |9em}}''' {{મોટો અક્ષર|'બં}}દીવાન !''' તને કોણ બંધનમાં નાખી ગયુ એ તો તું મને કહે !'
{{gap}}'બંધનમાં બીજું કોણ નાખે? મારો સ્વામી. મારો માલિક. એણે મને બંધનમાં નાખ્યો. એક વિચાર મને આવ્યો હતો. દુનિયાના તમામ લોકોને પૈસામાં ને સત્તામાં મારી પછવાડે રાખી દઉં તો હું ખરો ! એ વિચારની ધૂનમાં મે ધનના ઢગલેઢગલા ભેગા કરવા માંડ્યા ! રાતદી જોયા વિના, આડું અવળું નિહાળ્યા વિના. એ રીતે જે મારા સ્વામીનું હતું, તે પણ મારા ખજાના ભેગું કર્યું ! પછી થાકીને જ્યારે હું નિદ્રામાં પડ્યો, ત્યારે શય્યા પણ મારા સ્વામીની હતી, તેમાં જ હું લેટી ગયો ! પછી હું જાગ્યો, અને જાગીને જોઉં છું, તો મારા પોતાના જ લક્ષ્મીગૃહમાં હું બંદીવાન હતો !'
{{gap}}'પણ બંદીવાન! તને બંધનમાં નાખ્યો એ તો ઠીક, પરંતુ આવું ન છૂટે કે ન તૂટે, એવું બંધન તને કોણે બાંધ્યુ ?'
{{gap}}'એ તો મેં પોતે જ બાંધ્યુ છે ! મેં જ મારું બંધન સંભાળપૂર્વક ઘડી કાઢ્ંયુ છે. મને મારી શક્તિનો<noinclude>{{સ-મ|૧૩ ] | | }}</noinclude>
76mxrolpw0glq00f6ml1jl8wvv1c6c3
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૫
104
73727
224466
224371
2026-09-07T16:10:20Z
Amvaishnav
156
/* Proofread */
224466
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| | | '''[ ૧૧ ]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|જી}}વનદિનની''' સંધ્યાનો જો સમય થયો હોય, કુંજનિકુંજનાં પક્ષીઓનાં ગાન જો બંધ પડ્યાં હોય, હવાની લહરીઓને જો થાક લાગ્યો હોય તો હે નાથ ! ધરતીને તું જેમ નિદ્રાની ચાદર ઓઢાડે છે, કમળપત્રોને નમતી સધ્યા સમયે જેમ સ્વપ્ન મધુર આરામ આપે છે, તેમ મારા જીવનપંથ ઉપર અંધારપછેડો નાખીને, બે ઘડીની નિદ્રા મને પણ લેવા દે !
{{gap}}પ્રવાસ પૂરી થયા પહેલાં જે મુસાફરનું જીવનભાથું ખૂટી ગયું હોય,વસ્ત્ર ફાટી ગયુ હોય, શક્તિ ખર્ચાઇ ગઇ હોય, એને શરમમાંથી ને દીનતામાંથી ઉગારી લેવા ઘટે. તારી પ્રેમ–રજનીની ચાદર નીચે, જેમ તું પુષ્પોને નવજીવન આપવા સારુ થોડીવાર નિદ્રાધીન કરે છે, તેમ એ થાક્યા પ્રવાસીને પણ, પ્રેમભીની ચાદરનો એક છેડો આપવો ઘટે છે, મારા પ્રભુ !
{{સ-મ| |🙖 | }<noinclude>{{સ-મ|૧૫] | | }}</noinclude>
g0nf9vuh8vfjs1fmpn6ikcaicdp47uy
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૬
104
73728
224467
224372
2026-09-07T16:19:19Z
Amvaishnav
156
/* Proofread */
224467
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|'''[ ૧૨ ]''' | | }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|તે}} મારા''' સાન્નિધ્યમાં આવીને, મને અડીને જ બેઠો, પણ હું જાગ્યો નહિ !
{{gap}}અરેરે ! એ તે કેવી ઘોર કાલનિદ્રા મને આવી ગઈ હતી !
{{gap}}રાત્રિનો પડછાયા પણ શાંત થઈ ગયો, ત્યારે એવી નીરવ રાત્રિમાં એ ફરીને ચાલ્યો આવ્યો. એના હાથમાં આ વખતે એનો તારતંબુ હતો. એની મધુર સ્વરાવલિ પ્રતિધ્વનિ આપતી હોય તેમ, આખી સ્વપ્નસૃષ્ટિ જાગ્રત બની બેઠી !
{{gap}}પણ અરે રે ! કોણ જાણે કેમ, હું પોતે તો ન જાગ્યો તે ન જ જાગ્યો ! એ આવ્યો છતાં મારે માટે ન આવ્યો !
{{gap}}મને આ નવાઈ લાગતી જ રહી છે-જેનો શ્વાસ મારી નિદ્રામાં પણ મને રાતદી સ્પર્શ્યા કરે છે, એટલું નિકટ જેનું સાન્નિધ્ય છે તેને, કોણ જાણે કેમ કોઈ
દિવસ દેખી જ શકતો નથી ! નહિતર એ આવે છે હંમેશાં !
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[૧૬ }}</noinclude>
oyc1zethsga5xa3l6u7q243jutzy7zj