વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.20 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૭ 104 73761 224784 224608 2026-09-20T14:51:17Z Snehrashmi 2103 /* Validated */ 224784 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''૩૫]''' }}
પ્રકાશ !
{{gap |9em}}'''{{મોટો અક્ષર|આ}}ખા''' વિશ્વને છાઇ દેતો, આંખ માત્રને ચુંબન આપતો, હૃદય તમામને આહ્‌લાદથી ભરી દેતો એ પ્રકાશ ! {{gap}}આહ ! હે મારી મધુર મૂર્તિ ! આ પ્રકાશ જ મારા હૃદયના કેન્દ્રમાં બેસીને નૃત્ય કરે છે: આ પ્રકાશ જ, પ્રેમસારંગીના તારને સ્પર્શીને એમને સ્વર આપે છે: આ પ્રકાશ જ, આકાશને પ્રગટાવે છે: પવનને ઉત્સાહથી ભરી દે છે: આખી પૃથ્વીને હાસ્ય આનંદથી રેલાવી દે છે ! {{gap}}પ્રકાશના સમુદ્ર ઉપર જ પતંગિયાં પોતાની જીવનનૌકાના સઢ ફેલાવે છે. પ્રકાશના અનેક તરંગોની શિખરમાલા ઉપર બેસીને જ, જૂઈનાં ફૂલ, કમળ પુષ્પોને સજનજૂની પ્રેમની વાર્તા કહેવા માંડે છે ! {{gap}}દરેક વાદળના સોનેરી હૃદયમાં, આ પ્રકાશની કવિતા રમી રહી છે. અને આકાશમાં દેખાતાં અનેક રત્નો, આ પ્રકાશની જ જાણે વેરાયેલી કુસુમકલિકાઓ છે ! {{nop}}<noinclude>{{સ-મ|૪૭] | | }}</noinclude> e97oevbziiz0alokap8gu2b4g7rk0kl પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૮ 104 73762 224785 224609 2026-09-20T14:53:07Z Snehrashmi 2103 /* Validated */ 224785 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>{{gap}}પાંદડે પાંદડે આનંદ વહે છે, અને આ આનંદની કોઈ સીમા નથી. {{gap}}સ્વર્ગની સરિતાએ આનંદના કિનારાઓને છલકાવી દીધા છે. અને આનંદનું મહાપુર જાણે પૃથ્વીની મુસાફરીએ નીકળી પડ્યું છે ! {{gap}}આ બધો જ પ્રતાપ–પ્રકાશનો, હૃદયમાં જન્મેલા પ્રકાશનો ! {{gap}}હે મારી મધુરમૂર્તિ ! પ્રકાશ જ, મારા હૃદયમાં કેન્દ્રસ્થાને બિરાજીને, એનું નૃત્ય આરંભે છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૪૮ }}</noinclude> fwvvhnnzo706lwiw8hxru831j66igip પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૯ 104 73763 224786 224616 2026-09-20T14:57:32Z Snehrashmi 2103 /* Validated */ 224786 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[ ૩૬ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|અ}}નંત''' દુનિયાઓના આ સાગરકિનારા ઉપર શિશુઓનો મેળો ભરાયો છે. {{gap}}માથે મૌનભરેલું સ્થિર વિસ્તીર્ણ આકાશ પથરાયેલું છે. સામે સાગરના જળનું અનંત ગાન ચાલે છે. અને આ તરફ, કિનારે શિશુઓ ભેગાં થયાં છે. નાચે છે, કૂદે છે, બૂમાબૂમ કરે છે. {{gap}}તેમણે રેતીનાં ઘર કરવા માંડ્યાં છે. અને ખાલી શંખલાં છીપલાંની રમ્મત માંડી છે. સુક્કાં પાન ભેગાં કરીને એમણે નૌકાઓ કરી છે; અને હસતાં રમતાં એઓને મહાન જલસાગરની મુસાફરીએ મોકલી છે ! {{gap}}જગતના સમુદ્રકિનારા ઉપર શિશુઓનો મેળો ભરાયો છે ! {{gap}}શી રીતે તરવું તે એ જાણતા નથી. કેમ જાળ નાખવી, એનું એમને જ્ઞાન નથી. મોતી શોધનારા મરજીવા મોક્તિકો માટે જળમાં ડૂબકી મારે છે. વેપારીઓ એમનાં વહાણોમાં સફર કરે છે. પણ આ શિશુઓ તો કિનારે કાંકરા ભેગા કરતાં કરતાં કિલ્લોલ કરે છે. અને એમને પાછા ફેંકી દે છે. એમને છાનો ખજાનો શોધવાની કોઈ તાલાવેલી નથી, જાળ નાખવાની કાંઈ પડી નથી. એ તો એમનાં રેતીઘર બાંધે છે ને પાડે છે ! {{nop}}<noinclude>{{સ-મ| | |[ ૪૯ }}</noinclude> qmf60tr3xpfhkwfcmqi5ub2enub2hkm પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૦ 104 73764 224787 224617 2026-09-20T15:02:27Z Snehrashmi 2103 /* Validated */ 224787 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>{{gap}}સમુદ્રના તરંગો ઉપર હાસ્યનાં મોજાં સંભળાય છે. ને કિનારે આવેલા સમુદ્રફેનમાં છાનું સ્મિત ફરકી રહેલ દેખાય છે. મૃત્યુનું મહાગાન ગાતા સમુદ્રનાં જલતરંગો, શિશુઓના કાન પાસે હજારો બેત બોલે છે, જાણે કે ઘોડિયામાં બાળકને હિંચોળતી મા, હાલરડાં ગાઈ રહી હોય ! પણ સમુદ્ર સામે શિશુઓએ રમ્મત માંડી છે—અને સમુદ્રકિનારા ઉપર છાનું સ્મિત ફરકી રહ્યું છે. {{gap}}સમુદ્રકિનારે શિશુઓનો મેલો ભરાયો છે. {{gap}}પગદંડી વિહીન આકાશમાં વંટાળિયાએ દોડાદોડ માંડી છે. રેખાવિહીન જલનિધિમાં વહાણો ભાંગવા માંડ્યાં છે. મૃત્યુ જાણે મહોત્સવ ઉજવવા બહાર પડ્યું છે. પણ શિશુઓએ રમ્મત માંડી છે, અને અનંત દુનિયાઓના સમુદ્રકિનારે આજે શિશુઓનો મેળો ભરાયો છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૫૦ }}</noinclude> 26o67a8fyj17jccpwyvja9tk0juc3cl પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૪ 104 73770 224789 224619 2026-09-20T15:15:58Z Snehrashmi 2103 /* Validated */ 224789 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>{{gap}}અને હે મારા પ્રિય શિશુ ! તારું એકાદ સ્મિત નિરખવા માટે, હું તને પ્રેમભર્યું ચુંબન આપું છું, ત્યારે જ મને સમજાય છે કે, પ્રભાતનું પહેલું કિરણ, પેલા જુગજુગ જૂના હિમાદ્રિના શિખરની ટોચને સ્પર્શતાં, સૌન્દર્યમહાસાગરના, કલ્પના શિશુ જેવું, રૂપ રૂપભર્યું કેમ બની જાય છે ! અને નિતનિત આવતા સૂર્યકિરણને નીરખીને પૃથ્વીની કાયાને કેમ આનંદ આનંદ લાગે છે ! અને ગ્રીષ્મની અનિલ લેરખીને સ્પર્શતાં, મને શા માટે રોમ રોમમાં હર્ષ આવે છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૫૪ }}</noinclude> pbronjd18h6leufb6rnt2kyqgr10v1n પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૫ 104 73771 224790 224620 2026-09-20T15:18:03Z Snehrashmi 2103 /* Validated */ 224790 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | | '''[ ૩૯ ]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''જે'''}}મિત્રોને હું ઓળખતો જ ન હતો, તે મિત્રોની સાથે તેં મારી પિછાન કરાવી દીધી. મારું પોતાનું ન હતું, એવુ ઘરેઘર મારું સ્થાન બની ગયું છે. {{gap}}તેં દૂરનાને નજીક આણ્યા. અને {{SIC|અણઓળખતીઓને|અણઓળખતાઓને}} મારા ભાઈઓ બનાવ્યા ! {{gap}}એટલે જ્યારે, આ મારો વસવાટ, મારે છોડવાનો છે, ત્યારે મને મનમાં કૈં કૈં થઈ જાય છે ! {{gap}}મને એ પણ ધ્યાનમાં નથી રહેતું કે નવીનોમાં વસે છે તો જૂનું જ. અને ત્યાં એ જૂનામાં પણ ખરી રીતે તે તું જ વસી રહ્યો છે ! {{gap}}આ દુનિયામાં અને બીજી પણ અનેક દુનિયાઓમાં, જ્યાં જ્યાં જન્મ અને મૃત્યુ દ્વારા હું જાઉં છું, ત્યાં ત્યાં દોરનારો તો તું જ છે ! તું જ મારી અનંત જીવનયાત્રાનો મિત્ર છે ! તું જ મારા હૃદયને<noinclude>{{સ-મ|૫૫ ] | | }}</noinclude> t7xviretfc8cxtry9vof39x6l50mkyl પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૬ 104 73772 224791 224659 2026-09-20T15:28:16Z Snehrashmi 2103 /* Validated */ 224791 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>આનંદના બંધનોથી અપરિચિતો જોડે જોડે છે ! જ્યારે તારી ઝાંખી થાય છે, ત્યારે કોઈ જ અપરિચિત અને અણજાણ રહેતું નથી ! ત્યારે કોઈ દ્વાર, બંધનરૂપ રહેતું નથી ! {{gap}}અનેકોની સાથેની આનંદભરી રંગરમતમાં તને એકને, કોઈ દિવસ ખોઉં નહિ એટલે બસ ! હે અનંતના સ્વામી ! તારી પાસે, મારી માત્ર એ એક જ પ્રાર્થના છે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૫૬ }}</noinclude> ajl9wdd7gb6o1nbsrixhq7v6leezdra પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૭ 104 73773 224792 224660 2026-09-20T15:30:42Z Snehrashmi 2103 /* Validated */ 224792 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | | '''[ ૪૦ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|એ}}કાકી,''' નીર વહન કરતી સરિતાના કિનારે ઊગેલાં માથાબૂડ ઘાસના બીડમાં ઊભેલી એ કુમારિકાને મેં કહ્યું: ‘હે કુમારિકા ! તું આ તારા દીપને, વસ્ત્રવડે રક્ષીને ક્યાં લઈ જવા નીકળી છે ? મારું ઘર અંધકારમય છે. અને એકલું નિર્જીવ પડ્યું છે. તારો દીપ મને થોડીવાર આપે તો હું એને પ્રકાશમય કરું !’ {{gap}}કુમારિકાએ પોતાની કાળી ભમ્મર જેવી આંખો ઊંચી કરીને મારી સામે એક પળભર જોયું અને કહ્યું: ‘હું તો નદીના વહેતા પાણીમાં સંધ્યા ટાણે મારો દીપ વહેતો મૂકવા આવી છું !’ {{gap}}ત્યાંનાં ઊંચાં ઘાસમાં હું એકલો ઊભો રહ્યો અને તેના દીપને નિરર્થક જલપ્રવાહમાં વહેતો જોઈ રહ્યો ! {{gap}}મધરાતના ગાઢ અંધકાર સમયે મેં ફરીને કુમારિકાને પૂછ્યું: ‘તમારા ઘરના બધા દીવા પ્રગટી ઊઠ્યા છે, હવે આ દીપને લઈને ક્યાં ઉપડ્યાં છો? મારા ઘરમાં હજી ક્યાંય પ્રકાશ નથી, એકલું એકાંતમાં એ નિર્જીવ જેવું ઊભું છે. તમારો દીપ મને થોડીવાર આપો !’ {{nop}}<noinclude>{{સ-મ|૫૭ ] | | }}</noinclude> 4alm6fdnw032fr5a7mqdjtl3adf57ya પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૮ 104 73774 224793 224661 2026-09-20T15:32:55Z Snehrashmi 2103 /* Validated */ 224793 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>{{gap}}તેણે પોતાની કાળી ભમ્મર આંખોને મારા તરફ ઊંચી કરી અને થોડીવાર શંકામાં હોય તેમ એ ઊભી રહી. પછી તેણે કહ્યું: ‘હું તો આ આકાશને ધરવા માટે મારો દીપ લઈને આવી છું !’ {{gap}}હું ત્યાં ઊભો રહ્યો અને અવકાશમાં નિરર્થક જલતા દીપને જોઈ રહ્યો ! {{gap}}પછી ચંદ્રઆથમ્યા મધરાતના શૂન્ય અંધકાર સમયે, મેં એક વખત ફરીને એને પૂછ્યું: ‘હે કુમારિકા ! તારા હૃદય સમક્ષ ધારેલો આ દીપ, હવે કઈ શોધ માટે તેં ધરી રાખ્યો છે? મારું ઘર હજી અંધકારમય છે, અને એકાકી શૂન્ય જેવું ઊભું છે. તારો આ દ્વીપ થોડો વખત મને આપ !’ {{gap}}તે એક પળ માટે ત્યાં ઊભી રહી. જરા વિચાર કરતી જણાઈ. અંધારામાં મારા મોં તરફ જોઈ રહી. અને પછી બોલી: ‘મેં તો મારો દીવડો, દીપમાલાના મહોત્સવમાં વહેતો મૂકવા માટે આણ્યો હતો !’ {{gap}}હું ત્યાં ઊભો રહ્યો, અને તેના દીપને અનેક દીવડાઓની સાથે ભળી જઈને, જાત ખોઈ બેઠેલો હોય તેવો થતો, જોઈ રહ્યો ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૫૮ }}</noinclude> jrvuwok4ls7v1ih31nxcyqbkkailufh પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૯ 104 73775 224794 224662 2026-09-20T15:48:36Z Snehrashmi 2103 /* Validated */ 224794 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[ ૪૧ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મા}}રા''' જીવનકુંભના છલકાતા રસપ્રવાહમાંથી, હે મારા પ્રભુ ! તને કેવું દૈવી પેય ધરું કે જે તને ગમે ? {{gap}}હે મારા કવિરાજ ! તારા સર્જનને, મારા ચક્ષુમાંથી નિહાળવાનું તને મન છે? કે મારા કર્ણદ્વારને આંગણે ઊભા રહીને, તારા પોતાના અનંત સંવાદગાનને શ્રવણ કરવાની તારી ઈચ્છા છે? {{gap}}તારા જગતમાંથી મારા મનને આંગણે શબ્દો વણાતા આવે છે અને તારો જ આનંદ એ શબ્દોને સંગીતના સ્વરો આપે છે ! તેં તારી જ જાત મને પ્રેમથી આપી, અને પછી એ સંપૂર્ણ બનેલી મધુરતાને મારા દ્વારા તું અનુભવવા બેઠો ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૫૯ ] | | }}</noinclude> jnc8akbfz2k91u7uco7ja6pqrcrv6em પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૦ 104 73776 224795 224663 2026-09-20T15:49:54Z Snehrashmi 2103 /* Validated */ 224795 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[ ૪૨ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મા}}રા''' છેલ્લા ગીતમાં હું તને એની ભેટ ધરીશ, જે હંમેશાં મારી સાથે રહેવા છતાં કોઇ દિવસ પ્રગટ થઈ ન હતી. જેણે પ્રભાતના પ્રકાશમાં કોઈ દિવસ પોતાનો ઘૂંઘટ ખોલ્યો જ ન હતો. હે મારા પ્રભુ ! મારી છેલ્લી ભેટ એ હશે. {{gap}}શબ્દોએ, એને કોઈ હજારો વાર પ્રેમ કર્યો હશે અને છતાં એને એક પળવાર પણ મેળવી શકવા એ સમર્થ બન્યો ન હતો. સમજણશક્તિએ પોતાના આતુર હાથ લંબાવીને એને મેળવવા યત્ન કર્યો હતો—પણ નિષ્ફળ ! {{gap}}હું મારા અંતરની એક ગુહામાં એને સાચવીને દેશદેશ ભટક્યો છું. એની આસપાસ મારા જીવનયુગના કૈંક સામ્રાજ્યો ઊભાં થયાં છે અને ખરી પડ્યાં છે ! {{gap}}મારા વિચારો ઉપર, કાર્ય ઉપર, સ્વપ્નાં ઉપર, નિદ્રા ઉપર, આશા આકાંક્ષા અને મહત્તા ઉપર, રાજ એણે કર્યું છે, છતાં એ તો જુદી જ બેઠી રહી છે, જુદી જ જાણે વસી રહી છે ! {{gap}}સેંકડો માણસોએ મારાં દ્વાર ખખડાવ્યાં હતાં, એની માગણી કરવા, પણ એ દરેક નિરાશ થઇને પાછા ફર્યા હતા. {{nop}}<noinclude>{{સ-મ| | |[ ૬૦ }}</noinclude> njcm35k4errgtc640ntm7s0h4cc9lte પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૩ 104 73777 224788 224618 2026-09-20T15:14:57Z Snehrashmi 2103 /* Validated */ 224788 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[ ૩૮ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મ}}ને''' તો હે મારા શિશુ ! દુનિયામાં રહેલા રંગની મોહિની ત્યારે સમજાણી, જ્યારે મેળામાંથી તારે માટે રંગબેરંગી રમકડાં મેં લીધાં ! ત્યારે જ મને ખબર પડી કે, જલબિંદુમાં, પુષ્પોમાં, પ્રભાતમાં, વાદળોમાં ને સરિતા સાગરના અગાધ પાણીમાં, શા માટે આટલા બધા રંગ છુપાયા છે ! {{gap}}મારી એકાદ રસળતી કવિતાપંક્તિએ તારા પગમાં નૃત્ય પ્રેર્યું, ત્યારે જ મને ખખર પડી કે હરપળે, વૃક્ષનાં પાંદડાં શા માટે નૃત્ય કરે છે અને એમાંથી શા માટે સંગીત ઊભું થાય છે ! ત્યારે જ મને સમજાયું કે જલરાશિના અનેકાનેક તરંગો, શા માટે પળે પળે પૃથ્વીના હૃદય ભણી સંગીત હેલીને મોકલી રહ્યાં છે ! {{gap}}તારા તલસી રહેલા હાથમાં આપવા માટે, મેં મધમઘતી મીઠાઇઓ આણી, ત્યારે જ મને સમજાયું કે ફૂલની પ્યાલીમાં શા માટે મધ બેઠું છે, અને ફળોમાં કેમ મધુરસનો ભંડાર છલકાઈ રહ્યો છે ! {{nop}}<noinclude>{{સ-મ|૫૩ ] | | }}</noinclude> q3p0wmnkk9f9t1c91698gjarnr8neww પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૧ 104 73778 224796 224712 2026-09-20T15:50:34Z Snehrashmi 2103 /* Validated */ 224796 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>{{gap}}એને પ્રત્યક્ષ જોનારો એક પણ માણસ આ આખી દુનિયામાં ક્ચાંય કોઇ દિવસ નજરે ચડ્યો નથી, અને એ પોતે તો એકલી, પોતાના અનોખા ભવનમાં, તું એને ઓળખે માટે, હજી રાહ જેતી બેઠી જ છે ! {{gap}}મારા નાથ ! મારી છેલ્લી ભેટ તારે માટે એની હો ! એ પ્રાણના પણ પ્રાણની ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૬૧ ] | | }}</noinclude> r6iphg5okt5ila2gkw39vaqvah86all પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૨ 104 73779 224797 224713 2026-09-20T15:53:38Z Snehrashmi 2103 /* Validated */ 224797 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[ ૪૩ ]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''તું'''}}જ અનંત આકાશ છે મારા પ્રભુ ! અને તું જ નાનકડો માળો પણ છે. {{gap}}હે સૌન્દર્ય ના સ્વામી ! આ માળામાં તારો જ પ્રેમ આવીને આત્માને, રંગની અને શબ્દની, અને સુગંધની ભેટ આપી જાય છે ! {{gap}}હાથમાં સોનેરી માળા રાખીને પૃથ્વીના મુગટને શણગારવા માટે દરરોજ, પ્રભાત, આવે છે. {{gap}}પશ્ચિમના જલનિધિના અંતરમાંથી, સોનેરી કુંભમાં, શાંત આરામની પળોને ભરતી હરેક સંધ્યા, એ જ પ્રમાણે દરરોજ સાંજે, ઘાસનાં બીડને, સોનાની રજથી છાઈ દે છે ! {{gap}}પણ જ્યાં આત્માના ઉડ્ડયન માટે અગાધ વિસ્તીર્ણ આકાશ પથરાયલું પડ્યું છે, ત્યાં નિષ્કલંક શુચિતા જેવી કેવળ શુભ્રતા વિરાજે છે ! ત્યાં નથી દિવસ, નથી રાત્રિ, નથી રૂપ, રંગ, આકાર, કે રેખા, અને ત્યાં નથી શબ્દ ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૬૨ }}</noinclude> g0qmftylmekp0z5y9qktuybcqeqthdd પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૩ 104 73780 224799 224714 2026-09-20T15:58:44Z Snehrashmi 2103 /* Validated */ 224799 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[ ૪૪ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|સૂ}}રજ''' આથમી ગયો છે. સંધ્યાના પડછાયા પૃથ્વીને ભેટવા આવ્યા છે. મારા કુંભને ભરી લેવા માટે નદીએ જવાનો વખત થઈ ગયો છે. {{gap}}જલસંગીતની કરુણ સ્વરોની બાનીથી સાંધ્ય હવાનું અંતર સભર ભર્યું છે. આ હા ! એ સંધ્યાનો આછો અંધકાર જાણે મને બોલાવી રહ્યો છે ! {{gap}}એકાંત નીરવ પંથમાં કોઈ મુસાફર દેખાતો નથી. પવન શાંત થઇ ગયો છે. જલતરંગો નદીના તીરપ્રદેશમાં બેસી ગયા છે. {{gap}}મને ખબર નથી, હું પાછો આ ઘેરે આવીશ કે નહિ. કોણ મળશે ને કોણ નહિ મળે, એની પણ મને જાણ નથી. પેલા ઘાટ ઉપર એક નાનકડી જલનૌકા ઉપર બેસીને કોઈ અજાણ્યો માણસ ગજબની વેદનાભરી આકર્ષક બંસી બજાવી રહ્યો છે—જાણે કે મને બોલાવી રહ્યો છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૬૩ ] | | }}</noinclude> 7aczozj4mpwj0zn4iciecnrgjm1now0 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૧ 104 73799 224798 224577 2026-09-20T15:58:14Z Amvaishnav 156 /* Proofread */ 224798 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | | '''[૫૮]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|હે}} મા !''' મારી અશ્રુવેદનામાંથી હું તારા માટે મોતી માળા ગૂંથીશ. મારી પાસે એ છે. {{gap}}આકાશ તો, હે મા ! તારે ચરણે ધરવાને, રાત્રિ દિવસની ફૂલગૂંથણી ગૂંથે છે. તારાઓ, એમના આછા પ્રકાશથી, તારે માટે સોનેરી રૂપેરી નૂપુર ગૂંથે છે. પણ એ તમામ તો તારા ચરણમાં રહેશે. તારી છાતી ઉપર તો, મારી શોકઅશ્રુભીની મૌક્તિક માલા પડી હશે ! {{gap}}સમૃદ્ધિ અને યશ, તારા ચરણોમાંથી નીકળે છે. એમને આપવાં કે ન આપવાં, એ તારી ઇચ્છાનો વિષય છે. તેં એ ન આપ્યાં હાય, તો હું, એ ક્યાંથી લાવી શકું? પણ આ શોકનાં આંસુ, એ તો મારી પોતાની મોંધી મિલકત છે. અને જ્યારે એ હું તારી પાસે લાવું છું, ત્યારે તું તારા દયામય નેત્રથી મને નવાજે છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૮૧ ] | | }}</noinclude> d6rkcnrjv7fm4kvuqopm17jeom627fp પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૨ 104 73800 224800 224578 2026-09-20T16:06:43Z Amvaishnav 156 /* Proofread */ 224800 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[૫૯]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|દુ}}નિયામાં''' જે કંઈ સુંદર છે, તે વિયેાગના અગ્નિમાંથી બહાર આવે છે. અનંત આકાશમાં વિહરતી અનેક રૂપમૂર્તિ એ બીજું કાંઈ નથી, આવી વિયોગ અવસ્થાની, કલ્પનાની પાંખે ચડી ગયેલી પરીઓ છે. {{gap}}આકાશી તારાઓ, આખી રાત, આવી મૂંગી વેદનાનાં કરુણ કાવ્યો, એક બીજા પ્રત્યે નેત્રસંકેતથી બોલ્યા કરે છે, અને એ જ કરુણ કાવ્યો, અંધારી રાતે વરસાદભીજ્યાં પાંદડાંમાં આવીને, દુનિયાની કવિતાપંક્તિ થઈ જાય છે ! {{gap}}આકાશથી ધરતી સુધી પથરાઈ ગયેલી આ વેદના, એ જ, નિરવધિ પ્રેમમાં રૂપાંતર પામે છે. એ જ અદૃશ્ય વાસના બને છે. એ જ દુ:ખના ખેલ ખેલે છે. અને એ જ માણસના ઘરઘરની, આનંદ રેલાવતી, સૌન્દર્યકવિતા બને છે ! {{gap}}અને એ જ મારા કવિની અંતરગુહામાં બેસીને મારી અબોલ વીણામાંથી, કરુણ મધુર ગાન વહાવે છે ! {{gap}}એ જ વિયોગવેદના ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૮૨ }}</noinclude> ibief1z8uo0yfu09uh4cdmfkh6sqt35 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૩ 104 73801 224801 224579 2026-09-20T16:15:01Z Amvaishnav 156 /* Proofread */ 224801 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૬૦]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જ્યા}}રે''' સૈનિકો પહેલવહેલા સેનાપતિના દ્વારમાંથી અહાર આવ્યા, ત્યારે એમની આ બધી શક્તિઓ ક્યાં છૂપાઈ ગઈ હતી? {{gap}}એમનાં હથિયાર ક્યાં હતાં? એમનાં બખ્તર ક્યાં હતાં? {{gap}}એ દીન અને નિરાધાર દેખાતા હતા. અને સેનાપતિના દ્વારમાંથી નીકળ્યા, ત્યારે એમના ઉપર તીરો વરસતાં હતાં ! {{gap}}જ્યારે એ જ સનિકા, સ્વામીના શિબિર ધામે જવા નીકળ્યા, ત્યારે પણ એમની શક્તિઓ ક્યા સંતાઈ ગઈ હતી ? {{gap}}એમણે તલવાર છોડી દીધી હતી. હથિયાર મૂકી દીધાં હતાં. તીર અને બાણ તજી દીધાં હતાં. એમની મુખમુદ્રામાં શાંતિનો ઉલ્લેખ હતો. અને જીવનનાં બધાં ફળ એમણે પાછળ છોડ્યાં હતાં. સ્વામીના શિબિરે જવાનો વખત થયો, અને બધાં જ ફળો એમણે પાછળ મૂકી દીધાં હતાં ! {{gap}}લડવૈયાઓ, પોતાના રાજેન્દ્રની શિબિરે પાછા ફરી રહ્યા હતા ! {{સ-મ| | 🙖| }}<noinclude>{{સ-મ|૮૩ ] | | }}</noinclude> swwh3oyulsqenzx5dows5vs3aqpv3wm પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૪ 104 73802 224802 224580 2026-09-20T16:29:21Z Amvaishnav 156 /* Proofread */ 224802 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[૬૧]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|અ}}ને''' મેં તો ભારે સાહસ કરીને પણ તેની શોધખેાળ કરવા માંડી. ઘરનો ખૂણે ખૂણો જોઇ વળ્યેા. મને એનો ક્યાંય પત્તો લાગ્ય્ નહિ ! {{gap}}મારું ઘર નાનકડું છે, પણ એમાંથી જે કાંઈ જાય છે, તે પાછું ફરી પ્રાપ્ત કરી શકાતું નથી. {{gap}}પણ તારો મહાલય તો અનંત દિશાઓમાં વિસ્તરેલો પદ્યો છે. એટલે હું એને શોધવા જતાં તારે દ્વારે આવીને ઊભો રહ્યો છું ! સાંધ્ય આકાશી રંગોની તારી ઘુમ્મટમાળા નીચે હું ઊભો રહ્યો છું. આતુર નેત્રોએ મુખમુદ્રા ઉપર નજર કરી રહ્યો છું. {{gap}}જ્યાંથી કાંઈ જ હવે લુપ્ત થઈ શકવાની સંભાવના નથી, એવા અનંત સમયસાગરના કિનારા ઉપર હું આવીને ઊભો રહી ગયો છું. કાંઈ જ આંહીંથી લુપ્ત થવાનું નહિ ! આશા નહિ, કોઇ આનંદ નહિ, અશ્રુપૂર્ણ નેત્રો દ્વારા જોવાની મુખમુદ્રાનું સ્વચ્છ દર્શન પણ નહિ. આંહીથી કાંઇ જ અદૃશ્ય થવાનું નહિ ! {{gap}}આ મહાસાગરમાં, મારા ખાલીખમ થયેલા જીવનને એકવાર તું ડૂબકી મરાવ. એને ઊંડામાં ઊંડા જલમાં સપૂર્ણપણે ડુખાડી દે. એક વખત વિશ્વવ્યાપી એ મધુર સ્પર્શનો સુખાનુભવ મને થવા દે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૮૪ }}</noinclude> ryu7qx0sx5hlr76g4wewxfueteplo91 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૫ 104 73803 224803 224581 2026-09-20T16:37:41Z Amvaishnav 156 /* Proofread */ 224803 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૬૨]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''રે'''}} મારા ભંગાર બનેલા મંદિરના દેવ ! મારી ભગ્નવીણામાંથી તારી પ્રશસ્તિનું કોઈ ગાન હવે નીકળતું નથી. {{gap}}સાંજનો ઘંટારવ તારી પૂજાનો સાદ આપતો નથી. હવા શાંત છે. મૌન વ્યાપી ગયું છે. {{gap}}તારા એકાંત વસ્તીગૃહમાં કોઇ કોઈ વખત રખડુ, સ્વચ્છંદી, વસંતની લેરખી ભૂલી પડી જાય છે. પુષ્પના પરિમલનો એ સદેશો આણે છે. એ જ પુસ્પો, જે હવે તારી પૂજામાં વપરાતાં નથી ! {{gap}}તારો પૂજારી, એની હજી અતૃપ્ત રહેલી આશાનો દોર પકડીને આંહીંતહી રખડે છે. સધ્યા સમયે, જ્યારે તેજ અને પડછાયા સાંજની ધૂમસમાં ભળી જાય છે, ત્યારે એ તારો થાકેલો પૂજારી, આ ભગ્ન મંદિરે પાછો ફરે છે—એના અંતરમાં અતૃપ્ત ઈચ્છાની ક્ષુધા લઈ ને ! હવે તો શાંત મૌનમાં બેઠેલો તારી પાસે, હે મારા મંદિરના દેવ ! અનેક ઉત્સવ દિનો આવીને ચાલ્યા જાય છે ! કેટલીયે રાત્રિઓ પૂજાદીપનો પ્રકાશ પણ દેખ્યા વિના પસાર થઈ જાય છે !<noinclude>{{સ-મ|૮૫ ] | | }}</noinclude> hhagjl4ucsp6xq88d78b6fmils58e80