વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.21 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૦ 104 73843 224911 224909 2026-09-26T16:09:14Z Snehrashmi 2103 /* Validated */ 224911 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૮૦]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|આ}}ષાઢી''' મેઘછાયા ઘેરા અંધકારી વર્ષાના દિવસોમાં તું એવાં છાનાં ધીમાં પગલે ચાલે છે, જાણે રાત્રિ, શાંત રીતે ચાલી રહી હોય. કોઈ ચોકીદાર તને જોઈ શકતો નથી. કોઈ તારી હાજરી જાણી શકતો નથી. {{gap}}આજે જાણે પૂર્વ દિશામાં પ્રભાતે પોતાનાં નયન બંધ કરી દીધાં છે, અને પૂર્વના અવાજ કરતા પવનને પણ જાણે સાંભળવાની દરકાર કરી નથી. હંમેશના જાગૃત રહેતા આસ્માની આભ ઉપર એક ગાઢ અંધકાર પડદો પડી ગયો છે ! {{gap}}જંગલે એનાં ગીતો બંધ કર્યાં છે. ઘરઘરનાં દ્વાર પણ બંધ થઈ ગયાં છે. આવા શૂન્ય, માણસતજ્યા રસ્તામાં માત્ર તું એકલો એક મુસાફર ચાલી રહ્યો છે ! {{gap}}આહા ! મારા એક જ જીવનમિત્ર ! આહા મારા પ્રીતમ ! મારા ઘરનાં દ્વાર ખુલ્લાં છે—આવીને ઊડી જતા કોઈ રમણીય સ્વપ્નની જેમ, જો જે, મારા એ દ્વાર પાસેથી, તું એમ ને એમ છાનોમાનો પસાર થઈ જતો નહિ ! {{સ-મ| | 🙖 | }}<noinclude>{{સ-મ| | | [૧૧૦ }}</noinclude> dcbl3o7mlc0e5otrvgtzhecvxukys98 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૧ 104 73873 224912 224727 2026-09-26T16:18:42Z Amvaishnav 156 /* Proofread */ 224912 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૮૧]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર| મા}}રા''' દોસ્ત ! આવી તુફાન ભરી રાત્રે તું કોઈ પ્રેમપંથની મુસાફરી કરવા નીકળ્યો છે કે શું? {{gap}}નિરાશામાં ઘેરાયલો, ટુટિયું વાળીને પડેલો આદમી, જેમ દુ:ખમાં કણકણે, તેમ આકાશ દુ:ખમાં કણકણી રહ્યુ છે ! {{gap}}આજ રાત્રે મને નિદ્રા નથી. ઘડીએ ઘડીએ હું મારું દ્વાર ઉઘાડીને અંધારામાં કોઈ આવે છે કે નહિ તે જોવા માટે નજર નાખુ છું. {{gap}}મારી નજરે કાંઈ દેખાતું નથી. મને નવાઇ લાગે છે કે તારો રસ્તો કઈ તરફ છે? {{gap}}રે મારા દોસ્ત ! તું તો આ રાત્રિમાં, કજ્જલ કાળી શ્યામ નદીના ઝાંખા, ન દેખાતા, કિનારા તરફથી મારી તરફ આવી રહ્યો છે, કે રોષભર્યાં ભયંકર જંગલની કોઈ કેડીએથી આવી રહ્યો છે, કે વાંકાચૂકા અધારભર્યા કોઈ રસ્તેથી તારો માર્ગ લઈ રહ્યો છે ? કયે રસ્તેથી તું આવી રહ્યો છે મારા મિત્ર?<noinclude>{{સ-મ|૧૧૧ ] | | }}</noinclude> sxykr7o3l6ha5fmfq0nshl325w9c3p1 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૨ 104 73874 224913 224728 2026-09-26T16:31:47Z Amvaishnav 156 /* Proofread */ 224913 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap}}તારા આવવાના કોઈ રસ્તાની મને જાણ નથી, કોઇક વખત તુ વીજળીના, ડુંગર ફાટે તેવા કડકડાટ દ્વારા, મારી ઝૂંપડીને અજવાળી દે છે, તો કોઈ વખત, છાનું સ્મિત કરતા શિશુ જેવાં, પ્રભાત કિરણો દ્વારા, મારે ત્યાં ગુપચુપ પ્રકાશ રેલાવી રહે છે. {{gap}}હે તો મારા જીવનદોસ્ત ! તારો રસ્તો જાણું છું, જાણુ છું, ને નથી જાણતો ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૧૧૨ }}</noinclude> f8de3xljkle6xj36tb9uejqd3e9wifw પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૩ 104 73875 224914 224729 2026-09-26T16:41:43Z Amvaishnav 156 /* Proofread */ 224914 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૮૨]''' }}
. {{gap |9em}}'''{{મોટો અક્ષર|થા}}કેભરેલી''' રાત્રિ વખતે, તારા ઉપર વિશ્વાસ મૂકીને, મનઉચાટ કર્યા વિના, હું મારી જાતને નિદ્રાને જ ખોળે સોંપી દઉં ! {{gap}}મારા નાનકડા દિલને, નવી નવી ભાંજગડમાં મનઉચાટથી થકવી નાખું. એવો થાકેલો પ્રાણ, વિશ્વાસની ભૂમિ ઉપર કેટલીકવાર ટકી શકે? અને પછીથી, તારી પૂજાની નિર્માલ્ય તૈયારીમાં રોકવા માટે, હું મારા હિમ્મત હારી બેઠેલા પ્રાણની ઉપર જોરશૂલમ ન કરું ! {{gap}}દિવસ જ્યારે થાકે છે, ત્યારે તેના થાકેલાં પોપચાં ઉપર નિદ્રાનો પડદો નાખનારો તું છે, એ નિદ્રાનો પડદો દિવસને, જાગૃતિની આનંદભરી હવામાં, નવી જ દૃષ્ટિ આપવાનો છે ! {{gap}}મારી નિદ્રા પણ, તારા ઉપરની નિ:સીમ વિશ્વાસની હવામાંથી મને એવી જ જાગ્રતિ પ્રાપ્ત કરાવનાર બની રહો ! {{gap}}થાકેભરેલી રાત્રિ વખતે, તારા ઉપર વિશ્વાસ મૂકીને, હું નિરર્થક નઉચાટમાં મારા પ્રાણને થાક ન આપતાં, એને નિદ્રાને ખોળે જ મૂકી ૪ઉં ! {{gap}}રે મારા સ્વામી ! તુ દિવસના પોપચાને નિદ્રા આપે છે, તેમ જ માણસની થાકઘેરી આંખને માટે પણ તું જ નિદ્રા મોકલે છે.<noinclude>{{સ-મ|૧૧૩ ] | | }}</noinclude> biep4o3arak0l883d4tg9h5tlzi4qm5 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૪ 104 73876 224915 224730 2026-09-26T16:44:13Z Amvaishnav 156 /* Proofread */ 224915 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap}}જાગૃતિ માટે, નવી તાજગીભરી હવા માટે, અભિનવ સૃષ્ટિ માટે, નવા પ્રાણ માટે, માણસને આપવાનું આ તારું પરમ ઔષધ છે, રે વિશ્વસ્વામી ! એ નિ:સીમ વિશ્વાસમાં હું મારા પ્રાણને નિદ્રાને ખોળે સોંપી દઉં. અને મનઉચાટમાંથી મુક્ત રહું ! {{સ-મ| | | }}<noinclude>{{સ-મ| | | [ ૧૧૪ }}</noinclude> nu6i9r4gzx1ov88cz8baxii6ttuy4wa 224916 224915 2026-09-26T16:44:54Z Amvaishnav 156 224916 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap}}જાગૃતિ માટે, નવી તાજગીભરી હવા માટે, અભિનવ સૃષ્ટિ માટે, નવા પ્રાણ માટે, માણસને આપવાનું આ તારું પરમ ઔષધ છે, રે વિશ્વસ્વામી ! એ નિ:સીમ વિશ્વાસમાં હું મારા પ્રાણને નિદ્રાને ખોળે સોંપી દઉં. અને મનઉચાટમાંથી મુક્ત રહું ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૧૧૪ }}</noinclude> 8vu0x1gq7cd1e9wqwtzrmdj08ps6g1k પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૫ 104 73877 224917 224731 2026-09-26T16:56:05Z Amvaishnav 156 /* Proofread */ 224917 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૮૩]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર | પ્ર}}કાશ''' રે ! પ્રકાશ ક્યાં છે? {{gap}}અદમ્ય કામનાના અગ્નિથી એને પ્રગટાવો ! દીપક આંહી છે, પણ એની જ્યોતિની એક શિખા દેખાતી નથી ! {{gap}}મારા હૃદય ! શું તારી પણ આ દીપક જેવી અવસ્થા છે? {{gap}}તો તો દુ:ખભરી આપત્તિ તારે જ દ્વારે આવીને ઊભી રહી છે એમ સમજ. અને એનો સદેશો પણ એ લાવી છે. “તારો સ્વામી તોતે જાગૃત બેઠો છે અને તે તને રાત્રિના અંધકારમાં થઈ ને, પ્રેમ મિલન માટે આવવાનુ કહેવરાવે છે.” {{gap}}એઓ આ સદેશો છે. {{gap}}આકાશ વાદળાંથી ઘેરાયેલુ છે, અને અખંડ વરસાદધારા પડી રહી છે. મારા હૃદયમાં આ શું સંચરે છે તે હું જાણતો નથી. એનો અર્થ પણ સમજાતો નથી. {{gap}}વીજળીનો એક ક્ષણનો ઝગઝગાટ, મારી નજરને આંજી દે છે, અને વધારે ગાઢ અંધકાર લાવે છે. આ રાત્રિમાંથી ચાલ્યું આવતું સંગીત જ્યાં મને બોલાવે છે, તે માર્ગ તરફ જવા માટે, મારું હૃદય ફાંફાં મારતું રહે છે ! {{gap}}પ્રકાશ ! રે પ્રકાશ ક્યાં છે? ઝગઝગાટે આપેલો<noinclude>{{સ-મ|૧૧૫ ] | | }}</noinclude> humqxqv6t6ddwpw8l6r7zvcqxb58tlq સભ્યની ચર્ચા:Leeza Bhagat 3 73949 224910 2026-09-26T13:55:24Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 224910 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=Leeza Bhagat}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૯:૨૫, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) 0axvys4ao7p4ekckslmqpqd0txzmbh7