વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.21 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૩ 104 73801 224923 224801 2026-09-27T17:00:12Z Meghdhanu 3380 /* Validated */ 224923 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
{{સ-મ| | |'''[૬૦]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જ્યા}}રે''' સૈનિકો પહેલવહેલા સેનાપતિના દ્વારમાંથી બહાર આવ્યા, ત્યારે એમની આ બધી શક્તિઓ ક્યાં છૂપાઈ ગઈ હતી? {{gap}}એમનાં હથિયાર ક્યાં હતાં? એમનાં બખ્તર ક્યાં હતાં? {{gap}}એ દીન અને નિરાધાર દેખાતા હતા. અને સેનાપતિના દ્વારમાંથી નીકળ્યા, ત્યારે એમના ઉપર તીરો વરસતાં હતાં! {{gap}}જ્યારે એ જ સૈનિકો, સ્વામીના શિબિર ધામે જવા નીકળ્યા, ત્યારે પણ એમની શક્તિઓ ક્યા સંતાઈ ગઈ હતી? {{gap}}એમણે તલવાર છોડી દીધી હતી. હથિયાર મૂકી દીધાં હતાં. તીર અને બાણ તજી દીધાં હતાં. એમની મુખમુદ્રામાં શાંતિનો ઉલ્લેખ હતો. અને જીવનનાં બધાં ફળ એમણે પાછળ છોડ્યાં હતાં. સ્વામીના શિબિરે જવાનો વખત થયો, અને બધાં જ ફળો એમણે પાછળ મૂકી દીધાં હતાં! {{gap}}લડવૈયાઓ, પોતાના રાજેન્દ્રની શિબિરે પાછા ફરી રહ્યા હતા! {{સ-મ| | 🙖| }}<noinclude>{{સ-મ|૮૩ ] | | }}</noinclude> n0ssvfic06l1xo5izordr6k7gxpyb4q પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૪ 104 73802 224924 224802 2026-09-27T17:02:28Z Meghdhanu 3380 /* Validated */ 224924 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
{{સ-મ|'''[૬૧]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|અ}}ને''' મેં તો ભારે સાહસ કરીને પણ તેની શોધખેાળ કરવા માંડી. ઘરનો ખૂણે ખૂણો જોઇ વળ્યેા. મને એનો ક્યાંય પત્તો લાગ્યો નહિ! {{gap}}મારું ઘર નાનકડું છે, પણ એમાંથી જે કાંઈ જાય છે, તે પાછું ફરી પ્રાપ્ત કરી શકાતું નથી. {{gap}}પણ તારો મહાલય તો અનંત દિશાઓમાં વિસ્તરેલો પડ્યો છે. એટલે હું એને શોધવા જતાં તારે દ્વારે આવીને ઊભો રહ્યો છું! સાંધ્ય આકાશી રંગોની તારી ઘુમ્મટમાળા નીચે હું ઊભો રહ્યો છું. આતુર નેત્રોએ મુખમુદ્રા ઉપર નજર કરી રહ્યો છું. {{gap}}જ્યાંથી કાંઈ જ હવે લુપ્ત થઈ શકવાની સંભાવના નથી, એવા અનંત સમયસાગરના કિનારા ઉપર હું આવીને ઊભો રહી ગયો છું. કાંઈ જ આંહીંથી લુપ્ત થવાનું નહિ! આશા નહિ, કોઈ આનંદ નહિ, અશ્રુપૂર્ણ નેત્રો દ્વારા જોવાની મુખમુદ્રાનું સ્વચ્છ દર્શન પણ નહિ. આંહીથી કાંઈ જ અદૃશ્ય થવાનું નહિ! {{gap}}આ મહાસાગરમાં, મારા ખાલીખમ થયેલા જીવનને એકવાર તું ડૂબકી મરાવ. એને ઊંડામાં ઊંડા જલમાં સંપૂર્ણપણે ડુબાડી દે. એક વખત વિશ્વવ્યાપી એ મધુર સ્પર્શનો સુખાનુભવ મને થવા દે! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૮૪ }}</noinclude> bbf40phvx0f0sxmd165he2nhp20891g પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૫ 104 73803 224925 224870 2026-09-27T17:05:37Z Meghdhanu 3380 /* Validated */ 224925 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
{{સ-મ| | |'''[૬૨]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''રે'''}} મારા ભંગાર બનેલા મંદિરના દેવ! મારી ભગ્નવીણામાંથી તારી પ્રશસ્તિનું કોઈ ગાન હવે નીકળતું નથી. {{gap}}સાંજનો ઘંટારવ તારી પૂજાનો સાદ આપતો નથી. હવા શાંત છે. મૌન વ્યાપી ગયું છે. {{gap}}તારા એકાંત વસ્તીગૃહમાં કોઇ કોઈ વખત રખડુ, સ્વચ્છંદી, વસંતની લેરખી ભૂલી પડી જાય છે. પુષ્પના પરિમલનો એ સંદેશો આણે છે. એ જ પુષ્પો, જે હવે તારી પૂજામાં વપરાતાં નથી! {{gap}}તારો પૂજારી, એની હજી અતૃપ્ત રહેલી આશાનો દોર પકડીને આંહીંતહી રખડે છે. સંધ્યા સમયે, જ્યારે તેજ અને પડછાયા સાંજની ધૂમસમાં ભળી જાય છે, ત્યારે એ તારો થાકેલો પૂજારી, આ ભગ્ન મંદિરે પાછો ફરે છે—એના અંતરમાં અતૃપ્ત ઈચ્છાની ક્ષુધા લઈ ને! હવે તો શાંત મૌનમાં બેઠેલો તારી પાસે, હે મારા મંદિરના દેવ! અનેક ઉત્સવ દિનો આવીને ચાલ્યા જાય છે! કેટલીયે રાત્રિઓ પૂજાદીપનો પ્રકાશ પણ દેખ્યા વિના પસાર થઈ જાય છે! {{nop}}<noinclude>{{સ-મ|૮૫ ] | | }}</noinclude> f4ervxga0o0hz1ielu757g6z54egcnc પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૬ 104 73804 224926 224804 2026-09-27T17:06:14Z Meghdhanu 3380 /* Validated */ 224926 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>{{gap}}અનુપમ સુંદર આકૃતિઓના સર્જક શિલ્પીઓ, અનેક નવી મૂર્તિઓ રચે છે, પણ એમનો સમય આવતાં એ સઘળીને વિલુપ્તિના મહાસાગરમાં તેઓ લઈ જાય છે. {{gap}}હે ભંગાર મંદિરના દેવ! માત્ર તું એક જ, અપૂજાયલો અને ઉપેક્ષિત છતાં, અમર્ત્ય રહે છે! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૮૬ }}</noinclude> gri6eht01ky6qektzml42buweia0i98 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૭ 104 73805 224927 224805 2026-09-27T17:07:47Z Meghdhanu 3380 /* Validated */ 224927 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
{{સ-મ| | | '''[૬૩]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''જે'''}} દિવસે મૃત્યુદેવ તારે બારણે ટકોરા મારશે, ત્યારે તું દ્વાર ખોલીને એને ચરણે શી ભેટ ધરશે, હે માનવ? {{gap}}જીવનથી ભરેલું આખું જ વાસણ હું મારા અતિથિને ચરણે મૂકી દઈશ; એને કદાપિ પણ ખાલી હાથે પાછા જવા દઈશ નહિ. {{gap}}યૌવનની વસંતવાડીનાં મારાં મધુર પુષ્પો, અને ગ્રીષ્મની ચાંદની ભરેલી રાત્રિનાં મારાં મીઠાં સંસ્મરણો, મારા વ્યવસાયી જીવનની બધી જ મારી કમાણી, અને વીણણી, મારા આ અતિથિને ચરણે હું ધરી દઈશ. અને પછી પ્રાર્થીશ કે મારી જીવનસંધ્યાના દ્વારે આવીને ઊભેલા હે અતિથિદેવ! મારી આ ભેટ સ્વીકારો, અને મને આંગળીએ વળગાડીને તમારી સાથે લઈ ચાલો! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૮૭ ] | | }}</noinclude> nwpehmqm34do330wphjs9k03ix3rlz4 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૬ 104 73878 224918 224732 2026-09-27T16:03:15Z Amvaishnav 156 /* Proofread */ 224918 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>અધકાર એના વિના કોણ દૂર કરશે ? અદમ્ય કામનાના અગ્નિ વડે એ પ્રકાશને પ્રગટાવો ! {{gap}}મેઘ ગાજે છે. અને આકાશમાં જાણે ચીસો પાડતો પવન ઘૂમાઘૂમ કરે છે. {{gap}}કાળા પથ્થર કરતાં પણ વધારે કાળી કજ્જલશ્યામ રાત્રિ છે. અધારામાં ને અંધારામાં સમયને ચાલ્યો જવા ન દો. {{gap}}પ્રેમદીપને હે માનવ ! તારા જીવનદીપ વડે પ્રગટાવ. {{gap}}જ્યોતિનાં દર્શન તો થશે, અંધારામાં માર્ગ તો મળશે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૧૧૬ }}</noinclude> fhbvujo7d7ag55twypb6rq6u1c9xtl7 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૭ 104 73879 224919 224733 2026-09-27T16:12:01Z Amvaishnav 156 /* Proofread */ 224919 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૮૪]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મા}}રો''' દેશ હે પરમ પિતા ! સ્વાતંત્ર્યના એ સ્વર્ગમાં જાગ્રત બની રહેા, કે જે સ્વર્ગમાં, {{gap}}મન નિર્ભય છે. મસ્તક ગૌરવથી ઉન્નત રહે છે. {{gap}}જ્યાં જ્ઞાન મુક્ત છે. બધાને માટે છે. {{gap}}જ્યાં નાની નાની દીવાલોના, નાનાં નાનાં ઘરોથી દુનિયા નાની બની નથી. {{gap}}જ્યાં સત્યની ગંભીરપ્રતીતિ આપવા માટે જ શબ્દો બોલાય છે. {{gap}}જ્યાં સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે, અથાક પ્રયત્ન કરતાં, શ્રમ માટે લખાતા હાથને થાક જણાતો નથી. {{gap}}જ્યાં સ્વચ્છ વિચારધારા, નિસ્તેજ, નિષ્પ્રાણ યાંત્રિક ટેવની રણરેતીમાં ખોવાઈ ગઈ નથી; જ્યાં નિત્ય વિકાસ પામતી વિચારસરણી તરફ, અને કર્મ યુગ તરફ, તું મનને, આગળ ને આગળ દોરે છે—એવા સ્વાતંત્ર્ય સ્વર્ગ માટે, મારો દેશ જાગ્રત હો, પિતા ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૧૭ ] | | }}</noinclude> cys0q1nt9rqx0i5vmanqwrgv0av2udr પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૮ 104 73880 224920 224734 2026-09-27T16:20:34Z Amvaishnav 156 /* Proofread */ 224920 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[૮૫]''' | | }}
{{gap |9em}}''' {{મોટો અક્ષર|અ}}રણ્યસમા''' મારા સુક્કા હૃદયને વૃષ્ટિનું એક પણ ઝાપટું, હે મારા પ્રભુ ! દિવસોના દિવસો સુધી જોવા મળ્યુ નથી. ક્ષિતિજમાં દૃષ્ટિ પહોંચે ત્યાંસુધી બધુ કોરુંં ધાક દેખાય છે. આછી સરખી વાદળીની એક રેખા પણ ક્યાં ય દૃષ્ટિગોચર થતી નથી. ક્યાંક દૂર દૂરમાં થયેલા, એકાદ ઠંડા ઝાપટાની પણ ક્ચાંચ નિશાની જોવા મળતી નથી. {{gap}}તારી ઇચ્છા હોય તો, મૃત્યુ જેવું કાળુ, ભલે એક રોષભર્યું તોફાન આવે, અને વીજળીના ચાબૂક ચમકારાથી, ભલે આકાશને, આ છેડેથી પેલા છેડા સુધી, સંક્ષુબ્ધ બનાવી દે. {{gap}}પણ મારા પ્રભુ ! આ વ્યાપક જડ જેવી મૂંગી આગને તો કોઈ રીતે તુ પાછી બોલાવી લે. પાછી બોલાવી લે. આ શાંત, ક્રૂર, ઠંડી તીવ્ર આગ, એ તો હૃદયને, ભયંકર નિરાશાથી બાળી નાખે છે. {{gap}}પિતાના ક્રોધભર્યાં ગુસ્સાને દિવસે, જેમ માતાના નયનમાંથી, દયા પ્રેમનાં અશ્રુ વહે છે, તેમ તારા પ્રેમવાદળને ઉપરથી નીચે આવવા દે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[૧૧૮ }}</noinclude> e7hj3u9m1wpwrqstytlx0goe3spvmn7 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૯ 104 73881 224921 224735 2026-09-27T16:36:54Z Amvaishnav 156 /* Proofread */ 224921 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૮૬]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|કો}}ણ''' જાણે કેટલા દૂર દૂરના કાલમહોદધિને કિનારેથી, તું મને મળવાને માટે, હમેશાં વધારે પાસે ને પાસે આવી રહ્યો છે, એ વિષેની મને કાંઈ જ ખબર નથી. {{gap}}સૂરજ અને તારાઓ, તને હંમેશને માટે મારી દૃષ્ટિથી છુપાવી રાખી શકે નહિ. {{gap}}કેટલાયે પ્રભાતના સમયે, અને કેટલીય સંધ્યાના વખતે, તારો પદરવ સંભળાયો છે, અને તારો સંદેશવાહક, મારા હૃદયની અંદર આવી પહોંચેલ છે. અને મને છાની ગોષ્ટિ માટે પણ બોલાવેલ છે. {{gap}}હું જાણતો નથી કે શા માટે મારું જીવન આજે હાલી ઊઠ્યું છે, અને શા માટે, મારા હૃદય સોંસરવી એક આનદહેલી પસાર થઇ રહી છે. {{gap}}મારું કામ આટોપી લેવાની જાણે પળ આવી પહોંચી હોય, તેમ હવામાંથી તારા મધુર સાન્નિધ્યનો પરિમલ આવી રહ્યો જણાય છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૧૯] | | }}</noinclude> 3d2r4y0ti2a262yrsbjfe4vcvq6zx4t પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૦ 104 73882 224922 224736 2026-09-27T16:47:42Z Amvaishnav 156 /* Proofread */ 224922 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[૮૭]''' | | }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''ઓ'''}} મારા હૃદયના પ્રીતમ ! હું જાણું છું કે આ બીજું કાંઈ નથી, એ તો તારા પ્રેમની નિશાની છે—આ પર્ણો ઉપર નાચી રહેલ સોનેરી તેજ, આ આળસુ, સ્વચ્છંદી આકાશમાં વિહરતી વાદળીઓ, અંગે અંગને મોહક શીત સ્પર્શથી તાજગી બક્ષતી આ અનિલલહરીઓ—એ બીજું કાંઇ નથી, મારા પ્રીતમ ! તારા નિરવધિ પ્રેમની એ પાદ રેખાઓ છે. {{gap}}પ્રભાતના પ્રકાશે મારા નયનને જાણે અંજન આંજ્યું છે—પણ એ તો જાણે મારા હૃદય પ્રતિ તારો મોકલેલા એક દિવ્ય સંદેશો છે. પ્રકાશ—એ બીજું શું છે-? ઊંચે આસમાનમાંથી નીચે પૃથ્વીઢળતો તારો ચહેરો ! મારી આંખ ઉપર નજર કરતી તારી આંખો—અને આ હું જાણુ છું, અને મારું હૃદય જાણે તારા ચરણને સ્પર્શે છે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[૧૨૦ }}</noinclude> jy7icrru1y60punilp5skl0uutd42lv