વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.21 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૮ 104 73806 224956 224806 2026-09-28T16:45:06Z Snehrashmi 2103 /* Validated */ 224956 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૬૪]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જી}}વનના''' હે અંતિમ ધ્યેય ! હે મૃત્યુદેવ ! તું આવીને, તારો પ્રેમભર્યો મૃદુ શબ્દ હવે મારા કાન પાસે ગુંજી જા ! {{gap}}દિવસેાના દિવસો સુધી મેં તારા ઉપર નજર રાખી છે. તને મળવા માટે જ મેં, જીવનના આનંદો અને જીવનની વેદનાઓ વહ્યાં છે ! {{gap}}અંતર્ગુહાના ગૂઢમાં ગૂઢ ખૂણેથી પણ, તારી તરફ જ મારું પ્રેમજીવન વહ્યું છે. મારી પાસે જે કાંઈ છે, જે કાંઈ હું છું, જે કાંઇ મારા આશાસમુદ્રમાં દેખા દે છે, અને જે કાંઈ મારા પ્રેમસાગરમાં વહે છે, હે અંતિમ દેવ ! એ સઘળું જ, તારે ચરણે ધરવા માટે છે. {{gap}}તારા પ્રેમભર્યાં ચક્ષુની એક જ છેલ્લી નજર—અને મારું જીવન જીવન તારું બની જશે ! પુષ્પની માળા મેં ગૂંથી રાખી છે. અને જીવનસંધ્યાના લગ્નમહોત્સવને વધાવવા માટે બધી તૈયારી રાખી છે. રાત્રિના એકાંત નીરવમાં, પોતાના પ્રિયતમને મળવા માટે, જીવનસંધ્યાના દ્વારે બેઠેલી નવવધૂ, ક્યારની પ્રતીક્ષા કરી રહી છે ! હે જીવનના સ્વામી ! એ પોતાના પ્રિયતમને મળવા માટે પોતાનું ઘર છોડી દેશે, અને રાત્રિના એકાંતમાં અકેલી એને મળશે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૮૮ }}</noinclude> 9rb5vj7iwsc8yikxo5y0bfvcsgtbjyz પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૯ 104 73807 224957 224807 2026-09-28T16:46:20Z Snehrashmi 2103 /* Validated */ 224957 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[૬૫]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મ}}ને''' ખબર છે કે જીવનનાટકનો પડદો એક દિવસ પડવાનો છે, અને આ ધરતીનું દર્શન બંધ થવાનું છે. નીરવ એકાંતમાં, જીવન, પોતાની નવી મુસાફરી શરૂ કરશે, અને આ આંખોને જોવાનાં દૃશ્યો ઉપર છેલ્લો પડદો પડી જશે ! {{gap}}અને છતાં નીલ નિરભ્ર આકાશમાંથી રજનીને નિહાળવા, તારા જેમ આવતા હતા, તેમ આવ્યા કરશે. પ્રભાતની મનોહારી રંગલીલા, પ્રગટતી હતી તેમ પ્રગટશે. અને આનંદસાગરનાં અને વેદનાના સાગરનાં સંખ્યાતીત તરંગોથી, ધરતી જેમ રેલાતી હતી, તેમ રેલાયા કરશે ! {{gap}}મારા ક્ષણિક જેવા જીવનને, જ્યારે હું આ અનંતને આરે ઊભેલું નિહાળું છું, ત્યારે મારી જીવન ક્ષણિકતાને વળગેલી તમામ મર્યાદાઓ અદશ્ય થઈ જાય છે, અને મૃત્યુદીપના પ્રકાશમાં, તારી અનંત સૃષ્ટિમાં રહેલ અનંત વૈભવને નિહાળીને, હું મુગ્ધ બની રહું છું ! એ વૈભવી સૃષ્ટિના છેલ્લામાં છેલ્લા સ્થાનનું, છેલ્લામાં છેલ્લું જીવન પણ, આંહીના વૈભવીમાં વૈભવી<noinclude>{{સ-મ|૮૯ ] | | }}</noinclude> q9pomj3manoh1ubh6mk0t7eowoxkklo પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૦ 104 73808 224958 224808 2026-09-28T16:47:27Z Snehrashmi 2103 /* Validated */ 224958 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>જીવનને હિસાબે કેટલું ઉન્નત, કેટલું અદ્‌ભુત વિરલ છે ! અને મને નવો જ વિચાર આવી જાય છે. જે મૂલ્યવાન પદાર્થાને, હું તૃષ્ણાથી, નિષ્ફળતાથી, ઇચ્છી રહ્યો હતો, અને જે મૂલ્યવાન પદાર્થો મને મળી ગયા હતા—એ તમામ ભલે ચાલ્યા જાય ! પણ જે ખરા મૂલ્યવાન પદાર્થાની મેં ઉપેક્ષા કરી હતી, અને જેમને મેં જીવનમાંથી જવા દીધા હતા—એ પદાર્થો હવે મને મળતા રહો, એવી અદમ્ય ઇચ્છા ઉદ્‌ભવો. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૯૦ }}</noinclude> sz71lyk6e4ttpjoc71zob2oqdzhzsvd પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૧ 104 73809 224959 224857 2026-09-28T16:48:19Z Snehrashmi 2103 /* Validated */ 224959 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[૬૬]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મિ}}ત્રો !''' પ્રેમીજનો ! સ્વજનો ! મારે હવે તમારી સૌની વિદાયની રજા માગવાની છે ! {{gap}}હું તમને સૌને પ્રણમીને વિદાયની રજા લઉં છું ! {{gap}}મારા જીવનદ્વારની આ કૂંચીઓ હું પાછી સોંપી દઉં છું. અને આ ઘર ઉપરના તમામ હક્કો જતા કરું છું ! {{gap}}તમારી પાસેથી છેલ્લી વિદાય વેળાએ થોડાક પ્રેમભર્યાં શબ્દો માત્ર માગું છું ! {{gap}}આપણે પાડાશીઓ તરીકે ઘણો લાંબો સમય ગાળ્યો. હું તમને આપી શક્યો હોઉં તેના કરતાં બદલામાં વધારે મેળવી ગયો છું ! {{gap}}આજે હવે નવું પ્રભાત ઉઘડે છે. મારા અંધારા ખૂણાને પ્રગટાવનાર જીવનદીપ વિદાય લે છે. આજ્ઞા આવી છે, નવી મુસાફરી માટે હું તૈયાર છું ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૯૧ ] | | }}</noinclude> 63o8s240g88vsk7deb3il3gxqfmxkzv પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૨ 104 73810 224951 224863 2026-09-28T16:39:27Z Snehrashmi 2103 /* Validated */ 224951 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૬૭]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|આ}}''' વિદાય ઘડીએ મિત્રો ! મને શુભેચ્છાઓ પાઠવજો. આકાશ, પ્રભાતીરંગોની સુરખીથી છવાઈ રહ્યું છે. મારો માર્ગ સુંદર સુંદર બની રહ્યો છે ! {{gap}}મારી સાથે ત્યાં લઈ જવા માટે મેં શું લીધું છે, એ પૂછતા નહિ. મેં ખાલી હાથે, પણ આશાભરેલા હૃદયે આ મુસાફરી શરૂ કરી છે ! {{gap}}હું તો જાણે લગ્નમહોત્સવની વરમાળા ધારણ કરવા ઉત્સુક છું. રસ્તે ભય છે, પણ મને અંતરમાં ક્યાંય ભય નથી. મુસાફરીને આખે પંથે શુક્રતારાનું તેજ પથરાતું હશે, અને વિશ્વના નાથના દ્વાર પાસેથી વહેતી સંગીત સૂરાવલિ પવનની પાંખે આવતી હશે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૯૨ }}</noinclude> dyw77nejwsb5ee6flvxw8uonilb36f3 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૩ 104 73811 224952 224868 2026-09-28T16:40:26Z Snehrashmi 2103 /* Validated */ 224952 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[૬૮]''' }}
{{gap |9em}}''' {{મોટો અક્ષર|તા}}રાં''' ચરણ, એ જગ્યાએ, આસન ઉપર ઠરે છે, જે જગ્યાએ, ગરીબમાં ગરીબ, અને નીચામાં નીચા થરનાં, અને તજાયેલાં વસે છે ને રહે છે. {{gap}}હું તને મારું નમન મોકલવાનો યત્ન કરું છું. પણ એ નમન જ્યાં તારાં ચરણ છે, ત્યાં કદાપિ પહોંચી શકતું નથી. તારાં ચરણ તો ત્યાં ગરીબમાં ગરીબ, અને નીચામાં નીચા ઘરના, અને ખોવાયેલાં અને તજાયેલાં લોક વચ્ચે વિરમી રહ્યાં છે. {{gap}}તું જ્યાં, તારા વિનીત ગરીબ નમ્ર અંચળામાં, ગરીબમાં ગરીબની વચ્ચે ચાલી રહ્યો છે, ત્યાં અભિમાન પહોંચી શકતું નથી. {{gap}}તું જયાં સ્વજનવિહાણાઓનો સ્વજન બનીને રહ્યો છે, ત્યાં મારું દિલ પોતાનો માર્ગ શોધી શકે તેમ નથી. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૯૩ ] | | }}</noinclude> 852ple7cpan1p9mngfvwwbxkvf62hpm પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૪ 104 73827 224954 224876 2026-09-28T16:41:59Z Snehrashmi 2103 /* Validated */ 224954 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[ ૬૯ ]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જી}}વનયાત્રાનો''' પંથ લાંબો છે. અને એ માટેનો સમય પણ લાંબો છે. {{gap}}પ્રકાશના પ્રથમકિરણ સાથે હું આ પંથે નીકળ્યો. અનેક તારાઓ અને ગ્રહોમાં પોતાના પંથનાં ચિહ્ન મૂકતી મારી આ દીર્ઘ યાત્રા, અનેક દુનિયાનાં અરણ્યમાં થઈ ને ચાલતી રહી છે. {{gap}}પણ છેક તારા ચરણ પાસે પહોંચવાનો માર્ગ દીર્ઘ—સુદીર્ઘ છે. અકૃત્રિમ, સરલ સુંદરતા તરફ લઈ જતી, સ્વરસાધના, જેમ ઘણી–ઘણી વિકટ છે, તેમ તારા ચરણ પાસે અકૃત્રિમ શિશુભાવે આવવાનો પંથ, ઘણો ઘણો દીર્ઘ અને વિકટ છે. {{gap}}પથિકે, પોતાને દ્વાર પહોંચવાને માટે, અનેક પારકે દ્વારે ઊભા રહીને, ટકોરા આપીને, તપાસ કરવી પડે છે, અને અંદરના છેવટના દ્વારે પહોંચવા માટે તો, એને બહારની અનેક દુનિયામાં રખડવું પડે છે. {{gap}}મારાં ચક્ષુઓ બંધ થયાં અને આખરે હું એમ બોલી ઊઠયો કે ‘આહ ! આંહી તું<noinclude>{{સ-મ| | |[૯૪ }}</noinclude> hh54ecm8p7d7n88kx9f0vpwbb5vayxa પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૫ 104 73828 224955 224881 2026-09-28T16:42:54Z Snehrashmi 2103 /* Validated */ 224955 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>છે !’ ... પણ એટલું બોલતાં પહેલાં તો, મારાં બે ચક્ષુઓ, કેટલે કેટલે દૂર, અને ક્યાંયનાં ક્ચાંય, ભટકી આવ્યાં હતાં ! {{gap}}એ વખતે અંતરમાં ઊઠતો પ્રશ્ન અને વેદના, ‘આહ ! ક્યાં ?’—આ યાત્રાનો અંત ક્ચાં ? અને એની ઝાંખી ક્યારે?—એ પ્રશ્ન અને આંતર વેદના, આંસુઓનાં હજારો ઝરણાં રૂપે બની ગયાં હતાં. અને ‘હું છું !’ એટલી સાચી પ્રતીતિ માટે તો, બધી દુનિયાને ડુબાડી રહ્યાં હતાં ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૯૫ ] | | }}</noinclude> 4ybqrubuu14vb87mbnfmz6tf5yxtr0f પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૧ 104 73834 224946 224884 2026-09-28T16:33:34Z Snehrashmi 2103 /* Validated */ 224946 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>{{gap}}આસમાની ગગનમાંથી કોઈ એક આંખ મને નિહાળશે. અને શાંત નિઃશબ્દ સંકેત આપીને, જાણે મને બોલાવશે. {{gap}}એ વખતે, કાંઈ કહેતાં કાંઈ, મારે માટે નહિ રહે. કાંઈ જ નહિ રહે. કાંઈ કહેતાં કાંઈ. દુનિયાની તમામ વસ્તુ, મારે માટે અ વસ્તુ બની જશે. અને એ રીતે હું તારે ચરણે સંપૂર્ણ મૃત્યુ પામીશ. સંપૂર્ણ મૃત્યુ,જેમાં આંહીંનું કાંઈ જ, મારે માટે કાંઈજ નહિ હોય ! {{સ-મ||🙖|}}<noinclude>{{સ-મ|૧૦૧]||}}</noinclude> gj6bknb74uckfr1y43cuphah3at44tr પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૨ 104 73835 224947 224888 2026-09-28T16:34:51Z Snehrashmi 2103 /* Validated */ 224947 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૭૩]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જ્યા}}રે''' હુ સુકાન છોડી દઉ છું—મારી હાર કબૂલી લઈને—ત્યારે હું જાણું છું કે, તું તારે હાથે એ સુકાનને લઇ લે છે. એવી પળ, ત્યારે આવી પહોંચે છે. {{gap}}તે વખતે, જે કરવા યોગ્ય હશે, તે થશે જ. એ વાત નિઃસંદેહ છે. પછી આ ગડમથલ નિરર્થક છે. {{gap}}તો હે મારા હૃદય ! તું તારો હાથ, સુકાન ઉપરથી ઉઠાવી લે. તારો પરાજય, મૂંગો મૂંગો શાંતિથી સહી લે. {{gap}}જે સ્થાને તું મુકાયેલું છે, ત્યાં શાંતિથી બેઠું રહેવું, એ પણ મહા ભાગ્ય છે, એમ તું સમજી લે. {{gap}}પવનને એક એક નાને ઝપાટે, મારા દીપકો બૂઝાઈ જાય છે, અને એમને પ્રગટાવવાના યત્નમાં જ, હું બીજું બધું વારંવાર ભૂલી જાઉં છું. {{gap}}પણ હવે, આ વખતે, હું ડહાપણ વાપરીશ. અને મારી સાદડીને જમીન ઉપર પાથરીને, ત્યાં અંધારામાં જ તેની રાહ જોઇશ. તો હે મારા સ્વામી ! જ્યારે જ્યારે તારી ઈચ્છા થાય ત્યારે ત્યારે, તું છાને પગલે આવી, આંહીં તારી જગ્યા લેજે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[૧૦૨ }}</noinclude> 7p5o623gwxc3tygyyyjr8l6js19pwaj પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૩ 104 73836 224949 224892 2026-09-28T16:37:04Z Snehrashmi 2103 /* Validated */ 224949 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | | '''[૭૪]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''મેં'''}} લોકમાં ગર્વ કર્યો હતો કે તને હું જાણું છું. {{gap}}અને લોકો મારી કૃતિએમાં તારો હાથ જોતા હતા. {{gap}}અને મને આવીને પૂછતા હતાઃ ‘એ કોણ છે?’ એમને કેમ જવાબ આપવો તેની મને તો ગતાગમ ન હતી. હું કહેતો : ‘ખરેખર, હું કહી શકું તેમ નથી.’ એ મને નિંદતા અને તિરસ્કાર કરીને પાછા ફરી જતા. અને એ બધો વખત તું તો તારું સ્મિત ફેલાવતો ત્યાં હાજરાહજૂર બેઠો હતો ! {{gap}}તારી વાતોને હું મારા અમર્ત્ય ગીતોમાં ગાઉં છું. મારા હૃદયમાંથી આ ગુપ્ત વાત દોડતી બહાર ધસી આવે છે. એ બધા આવે છે ને મને કહે છે: ‘કવિ ! આ બધાના અર્થો તુ અમને કહે !’ {{gap}}પણ હું તો તેમને શું જવાબ આપવો એ જાણતો નથી, અને કહું છું કે ‘આ હ! એમનો શું અર્થ છે એ કોણ જાણે છે?’ {{gap}}તે બધા મર્મમાં સરકે છે, ને તિરસ્કાર કરીને ચાલ્યા જાય છે. {{gap}}અને એ બધો વખત તુ ત્યાં બેઠો તારું સ્મિત કરતો રહે છે ! {{સ-મ| | 🙖| }}<noinclude>{{સ-મ|૧૦૩ ] | | }}</noinclude> oq3f0x2pvgwcm1zbeqbg0u46sw06qhe પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૪ 104 73837 224950 224895 2026-09-28T16:38:07Z Snehrashmi 2103 /* Validated */ 224950 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૭૫]''' | | }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''મેં'''}} મારા જીવનમાં હે મારા સ્વામી ! મારા ગીતો વડે તને જ શોધો છે. {{gap}}આ ગીતો જ મને એક દ્વારથી બીજે દ્વાર લઈ ગયાં છે. મેં એમના વડે જ, મારી આસપાસની દુનિયાને સ્પર્શ કર્યો છે. અને આસપાસની દુનિયા અનુભવી છે. {{gap}}જે કાંઈ જીવનના મહાન પાઠો મને મળ્યા છે, તે બધાજ મને મારા ગીતો મારફત મળ્યા છે. એમણે મને ગુપ્તપંથો બતાવ્યા છે. એમણે જ મને મારા હૃદયક્ષિતિજના કિનારે બેઠેલા અનેક શુક્રતારકો દેખાડ્યા છે. {{gap}}જીવનપંથને આખે રસ્તે, એ મને દોરતાં રહ્યાં છે. આનંદની અને શોકની દુનિયામાં રહેલી રહસ્ય કથાઓ તરફ, એ જ મને દોરી ગયાં છે. {{gap}}અને એમ ને એમ, છેવટે મારા જીવનપથની સંધ્યા ટાણે, મને એ કયા મહાલયને દ્વારે લઈ જવા આવ્યાં છે? {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૧૦૪ }}</noinclude> ggujvg0hrq45cow6r2eas06vl0rqzm5 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૫ 104 73838 224938 224901 2026-09-28T16:16:51Z Snehrashmi 2103 /* Validated */ 224938 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[૭૬]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''હું'''}} પ્રેમસાગરના એક મોજાંની રાહ જોઉં છું. એ આવતાં જ હું મારી જાતને એના હાથમાં સમર્પી દઉં ! મોડું થયું છે, પણ તેનું આ કારણ છે. એની રાહ જોવામાં જ, આ કરવા જેવી વસ્તુ રહી ગઈ છે. {{gap}}એ લોકો પોતાનાં શાસ્ત્રસત્યો લઈ ને, અને નીતિસૂત્રોની રજ્જુઓને લઈને, મને ધનથી બાંધી દેવા આવે છે, પણ હું તેમની પાસેથી સરકી જાઉંં છું, કારણ કે હું તો પેલા પ્રેમસાગરના એ મોજાંની રાહ જોઉં છુ, જેના ઉપર બેસીને હું મારી જાતને એના હાથમાં સીધેસીધી સમર્પી દઉં ! {{gap}}લોકો મને નિંદે છે, મને બેદરકાર ગણે છે. એમનો એ ઠપકો ખરેખર સાચો છે, એ વિષે તો મને પોતાને પણ કાંઇ શંકા નથી. {{gap}}આખા દિવસનું ધમાલિયું બજાર પૂરું થવા આવ્યું છે. બધા ઉદ્યોગી માણસોએ તે પોતપોતાનાં કામ આટોપી લીધાં છે. જેઓ મને બોલાવવા આવ્યા<noinclude>{{સ-મ|૧૦૫ ] | | }}</noinclude> i5di0t681jl4byj53a1mkjz9w1o0sdl પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૬ 104 73839 224939 224905 2026-09-28T16:19:27Z Snehrashmi 2103 /* Validated */ 224939 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>હતા, અને એમાં નિષ્ફળ નીવડ્યા હતા, તે લોકો પણ ગુસ્સામાં પાછા ચાલી ગયા છે. {{gap}}હું તો હજી પણ—આ ઉદ્યોગ બજાર ઊઠી ગયું ને ઉદ્યોગીઓ કામ આટોપીને પાછા વળી ગયા તો પણ—રાહ જોતો બેસી રહ્યો છું ! {{gap}}પ્રેમસાગરનું એક અનોખું મોજું આવે, અને મને ઉઠાવીને તેના હાથમાં સમર્પી દે ! હું તો હજી એ પ્રેમદુનિયાની રાહ જોતો આંહીં બેઠો છું ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૧૦૬ }}</noinclude> qw36gfrq52uzess3lctcnl6fisw21t6 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૭ 104 73840 224943 224906 2026-09-28T16:30:51Z Snehrashmi 2103 /* Validated */ 224943 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[૭૭]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|સા}}ત''' સાત આસ્માનને ઢાંકી દે તેવા વાદળો ઉપર વાદળોના થર ખડકાયા છે અને ઘોર અંધારું જામ્યું છે. {{gap}}ઓ મારા પ્રીતમ ! દ્વારની બહાર, મને તદ્દન એકલો મૂકીને, તું મને શા માટે રાહ જોવરાવે છે? {{gap}}મધ્યાહ્ન સમયે તો, ઉદ્યોગપરાયણ પળોમાં, હું લોકટોળામાં હોઉં છું, પણ આજના, અંધારઘેરા નિર્જન એકાંત દિવસે તો, માત્ર તારી અને તારી જ હે પ્રીતમ ! હું આશા રાખી રહું છું. {{gap}}જો તું તારી મુખમુદ્રા મને નહિ બતાવે, અને મને તદ્દન એકલો તજી દેશે, તો આ લાંબા લાંબા વરસાદના દિવસો શી રીતે જશે એની મને કાંઈ જ ખબર પડતી નથી. {{gap}}દૂર દૂરના અંધારઘેરા આકાશને હું જોયા કરું છું. અને અસ્થિર પવનની ગતિ સાથે, પોતાનું હૃદયવિદારી વિલાપ ગાન કરતું મારું દિલ પણ, આંહીંતહીંં ભટકે છે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૦૭ ] | | }}</noinclude> 5zvdi5sdp3mtqqml0l4145j17k4iukh પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૮ 104 73841 224944 224907 2026-09-28T16:31:44Z Snehrashmi 2103 /* Validated */ 224944 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૭૮]''' | | }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''જો'''}} તું નહિ બોલે, તો હું મારા હૃદયને તારા મૌનથી ભરી દઇશ. અને સહન થાય તે સહન કરીશ. તારાંકિત રાત્રિ પોતાનું મસ્તક નમાવીને જેમ શાંત રાહ જોતી બેઠી હોય, તેમ શાંત બેસીને તારી રાહ જોઈશ. {{gap}}પ્રભાત, ચોક્કસ આવશે. અંધારું, અદૃશ્ય થશે. અને આકાશને ભેદીને તારો અવાજ, અવશ્ય સોનેરી કિરણોમાં આવશે જ આવશે. {{gap}}ત્યારે મારાં પંખીઓના, દરેકે દરેક માળામાંથી, ઊઠતાંં ગીતોમાં તારા શબ્દો પાંખ બનીને ઉડ્ડયન આપશે. અને તારા જ સંગીતસ્વરો, મારા વનકુંજનાં પુષ્પો બનીને ખીલી નીકળશે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૧૦૮ }}</noinclude> er9wxzsmqto15jdbsdiy1gyzu1419rt પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૯ 104 73842 224945 224908 2026-09-28T16:32:39Z Snehrashmi 2103 /* Validated */ 224945 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[ ૭૯ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મા}}રે''' મારી નૌકાને હવે ઝુકાવવી જોઈએ. કિનારા ઉપર બેઠાં બેઠાં, આળસુ સમય ઘણો વીતી જાય છે. રે ! મારી આળસુ અવસ્થા ! {{gap}}વસંત ઋતુએ કુસુમોના શૃંગાર ધરી દીધા અને વિદાય પણ લઈ લીધી. અને હું એ જ કરમાયેલાં કુસુમોને હાથમાં રાખીને હજી આળસમાં બેસી રહ્યો છું. {{gap}}સમુદ્રનાં મોજાઓએ કોલાહલ માંડ્યો છે, અને છાયાભરી પગદંડીને કિનારે, પીળાં પર્ણ ફરફેર કરતાં ખરે છે ! {{gap}}તમે કઈ શૂન્યતા ભણી દૃષ્ટિ માંડી રહ્યા છો ? શું સામેને બીજે કિનારેથી, પૃથ્વી તરફ તરતા આવતા, દૂર દૂરના મધુર સ્વરની સાથે, તમે હવામાં પસાર થઈ રહેલી, એક ઉલ્લાસહેલી અનુભવતા નથી ? {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૦૯ ] | | }}</noinclude> 6vjiv81kavhy10kaglbbgvlwckr6bm7 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૧ 104 73873 224933 224912 2026-09-28T15:50:41Z Snehrashmi 2103 /* Validated */ 224933 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[૮૧]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર| મા}}રા''' દોસ્ત ! આવી તુફાન ભરી રાત્રે તું કોઈ પ્રેમપંથની મુસાફરી કરવા નીકળ્યો છે કે શું? {{gap}}નિરાશામાં ઘેરાયલો, ટુંટિયું વાળીને પડેલો આદમી, જેમ દુઃખમાં કણકણે, તેમ આકાશ દુઃખમાં કણકણી રહ્યું છે ! {{gap}}આજ રાત્રે મને નિદ્રા નથી. ઘડીએ ઘડીએ હું મારું દ્વાર ઉઘાડીને અંધારામાં કોઈ આવે છે કે નહિ તે જોવા માટે નજર નાખું છું. {{gap}}મારી નજરે કાંઈ દેખાતું નથી. મને નવાઇ લાગે છે કે તારો રસ્તો કઈ તરફ છે? {{gap}}રે મારા દોસ્ત ! તું તો આ રાત્રિમાં, કજ્જલ કાળી શ્યામ નદીના ઝાંખા, ન દેખાતા, કિનારા તરફથી મારી તરફ આવી રહ્યો છે, કે રોષભર્યા ભયંકર જંગલની કોઈ કેડીએથી આવી રહ્યો છે, કે વાંકાચૂકા અધારભર્યા કોઈ રસ્તેથી તારો માર્ગ લઈ રહ્યો છે ? કયે રસ્તેથી તું આવી રહ્યો છે મારા મિત્ર? {{nop}}<noinclude>{{સ-મ|૧૧૧ ] | | }}</noinclude> nvraa9r91hbu2oa6x02pdk4lp5z7tx4 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૨ 104 73874 224934 224913 2026-09-28T15:56:40Z Snehrashmi 2103 /* Validated */ 224934 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>{{gap}}તારા આવવાના કોઈ રસ્તાની મને જાણ નથી, કોઇક વખત તું વીજળીના, ડુંગર ફાટે તેવા કડકડાટ દ્વારા, મારી ઝૂંપડીને અજવાળી દે છે, તો કોઈ વખત, છાનું સ્મિત કરતા શિશુ જેવાં, પ્રભાત કિરણો દ્વારા, મારે ત્યાં ગુપચુપ પ્રકાશ રેલાવી રહે છે. {{gap}}હું તો મારા જીવનદોસ્ત ! તારો રસ્તો જાણું છું, જાણું છું, ને નથી જાણતો ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૧૧૨ }}</noinclude> fjc7vhedk10k9zjloi2nookemx3obz9 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૩ 104 73875 224935 224914 2026-09-28T15:59:48Z Snehrashmi 2103 /* Validated */ 224935 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[૮૨]''' }}
. {{gap |9em}}'''{{મોટો અક્ષર|થા}}કેભરેલી''' રાત્રિ વખતે, તારા ઉપર વિશ્વાસ મૂકીને, મનઉચાટ કર્યા વિના, હું મારી જાતને નિદ્રાને જ ખોળે સોંપી દઉં ! {{gap}}મારા નાનકડા દિલને, નવી નવી ભાંજગડમાં મનઉચાટથી થકવી નાખું. એવો થાકેલો પ્રાણ, વિશ્વાસની ભૂમિ ઉપર કેટલીકવાર ટકી શકે? અને પછીથી, તારી પૂજાની નિર્માલ્ય તૈયારીમાં રોકવા માટે, હું મારા હિમ્મત હારી બેઠેલા પ્રાણની ઉપર જોરશૂલમ ન કરું ! {{gap}}દિવસ જ્યારે થાકે છે, ત્યારે તેના થાકેલાં પોપચાં ઉપર નિદ્રાનો પડદો નાખનારો તું છે, એ નિદ્રાનો પડદો દિવસને, જાગૃતિની આનંદભરી હવામાં, નવી જ દૃષ્ટિ આપવાનો છે ! {{gap}}મારી નિદ્રા પણ, તારા ઉપરની નિઃસીમ વિશ્વાસની હવામાંથી મને એવી જ જાગ્રતિ પ્રાપ્ત કરાવનાર બની રહો ! {{gap}}થાકેભરેલી રાત્રિ વખતે, તારા ઉપર વિશ્વાસ મૂકીને, હું નિરર્થક મનઉચાટમાં મારા પ્રાણને થાક ન આપતાં, એને નિદ્રાને ખોળે જ મૂકી દઉં ! {{gap}}રે મારા સ્વામી ! તું દિવસના પોપચાને જેમ નિદ્રા આપે છે, તેમ જ માણસની થાકઘેરી આંખને માટે પણ તું જ નિદ્રા મોકલે છે. {{nop}}<noinclude>{{સ-મ|૧૧૩ ] | | }}</noinclude> qxxpg5k3rjfe3z66i6mcom9ba2tnx7n પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૪ 104 73876 224936 224916 2026-09-28T16:00:47Z Snehrashmi 2103 /* Validated */ 224936 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>{{gap}}જાગૃતિ માટે, નવી તાજગીભરી હવા માટે, અભિનવ દૃષ્ટિ માટે, નવા પ્રાણ માટે, માણસને આપવાનું આ તારું પરમ ઔષધ છે, રે વિશ્વસ્વામી ! એ નિઃસીમ વિશ્વાસમાં હું મારા પ્રાણને નિદ્રાને ખોળે સોંપી દઉં. અને મનઉચાટમાંથી મુક્ત રહું ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૧૧૪ }}</noinclude> iezr03epgln5809b05jso5ufzl6y9gp પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૫ 104 73877 224937 224917 2026-09-28T16:03:00Z Snehrashmi 2103 /* Validated */ 224937 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[૮૩]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર | પ્ર}}કાશ''' રે ! પ્રકાશ ક્યાં છે? {{gap}}અદમ્ય કામનાના અગ્નિથી એને પ્રગટાવો ! દીપક આંહી છે, પણ એની જ્યોતિની એક શિખા દેખાતી નથી ! {{gap}}મારા હૃદય ! શું તારી પણ આ દીપક જેવી અવસ્થા છે? {{gap}}તો તો દુઃખભરી આપત્તિ તારે જ દ્વારે આવીને ઊભી રહી છે એમ સમજ. અને એનો સંદેશો પણ એ લાવી છે. “તારો સ્વામી તો જાગૃત બેઠો છે અને તે તને રાત્રિના અંધકારમાં થઈને, પ્રેમ મિલન માટે આવવાનુ કહેવરાવે છે.” {{gap}}એઓ આ સંદેશો છે. {{gap}}આકાશ વાદળાંથી ઘેરાયેલું છે, અને અખંડ વરસાદધારા પડી રહી છે. મારા હૃદયમાં આ શું સંચરે છે તે હું જાણતો નથી. એનો અર્થ પણ સમજાતો નથી. {{gap}}વીજળીનો એક ક્ષણનો ઝગઝગાટ, મારી નજરને આંજી દે છે, અને વધારે ગાઢ અંધકાર લાવે છે. આ રાત્રિમાંથી ચાલ્યું આવતું સંગીત જ્યાં મને બોલાવે છે, તે માર્ગ તરફ જવા માટે, મારું હૃદય ફાંફાં મારતું રહે છે ! {{gap}}પ્રકાશ ! રે પ્રકાશ ક્યાં છે? ઝગઝગાટે આપેલો<noinclude>{{સ-મ|૧૧૫ ] | | }}</noinclude> lj7rtcweetua7shcyq4jgj7umpszlrh પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૬ 104 73878 224928 224918 2026-09-28T15:36:22Z Snehrashmi 2103 /* Validated */ 224928 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>અંધકાર એના વિના કોણ દૂર કરશે ? અદમ્ય કામનાના અગ્નિ વડે એ પ્રકાશને પ્રગટાવો ! {{gap}}મેઘ ગાજે છે. અને આકાશમાં જાણે ચીસો પાડતો પવન ઘૂમાઘૂમ કરે છે. {{gap}}કાળા પથ્થર કરતાં પણ વધારે કાળી કજ્જલશ્યામ રાત્રિ છે. અંધારામાં ને અંધારામાં સમયને ચાલ્યો જવા ન દો. {{gap}}પ્રેમદીપને હે માનવ ! તારા જીવનદીપ વડે પ્રગટાવ. {{gap}}જ્યોતિનાં દર્શન તો થશે, અંધારામાં માર્ગ તો મળશે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૧૧૬ }}</noinclude> llk0773zabs98mchjlkix25m5gg2m0m પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૭ 104 73879 224929 224919 2026-09-28T15:37:36Z Snehrashmi 2103 /* Validated */ 224929 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[૮૪]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મા}}રો''' દેશ હે પરમ પિતા ! સ્વાતંત્ર્યના એ સ્વર્ગમાં જાગ્રત બની રહો, કે જે સ્વર્ગમાં, {{gap}}મન નિર્ભય છે. મસ્તક ગૌરવથી ઉન્નત રહે છે. {{gap}}જ્યાં જ્ઞાન મુક્ત છે. બધાને માટે છે. {{gap}}જ્યાં નાની નાની દીવાલોના, નાનાં નાનાં ઘરોથી દુનિયા નાની બની નથી. {{gap}}જ્યાં સત્યની ગંભીરપ્રતીતિ આપવા માટે જ શબ્દો બોલાય છે. {{gap}}જ્યાં સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે, અથાક પ્રયત્ન કરતાં, શ્રમ માટે લંબાતા હાથને થાક જણાતો નથી. {{gap}}જ્યાં સ્વચ્છ વિચારધારા, નિસ્તેજ, નિષ્પ્રાણ યાંત્રિક ટેવની રણરેતીમાં ખોવાઈ ગઈ નથી; જ્યાં નિત્ય વિકાસ પામતી વિચારસરણી તરફ, અને કર્મ યુગ તરફ, તું મનને, આગળ ને આગળ દોરે છે—એવા સ્વાતંત્ર્ય સ્વર્ગ માટે, મારો દેશ જાગ્રત હો, પિતા ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૧૭ ] | | }}</noinclude> c4x330euphv19wzbde1t74m8ow7w3xs પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૮ 104 73880 224930 224920 2026-09-28T15:39:49Z Snehrashmi 2103 /* Validated */ 224930 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૮૫]''' | | }}
{{gap |9em}}''' {{મોટો અક્ષર|અ}}રણ્યસમા''' મારા સુક્કા હૃદયને વૃષ્ટિનું એક પણ ઝાપટું, હે મારા પ્રભુ ! દિવસોના દિવસો સુધી જોવા મળ્યું નથી. ક્ષિતિજમાં દૃષ્ટિ પહોંચે ત્યાંસુધી બધું કોરુંં ધાક દેખાય છે. આછી સરખી વાદળીની એક રેખા પણ ક્યાંય દૃષ્ટિગોચર થતી નથી. ક્યાંક દૂર દૂરમાં થયેલા, એકાદ ઠંડા ઝાપટાની પણ ક્ચાંય નિશાની જોવા મળતી નથી. {{gap}}તારી ઇચ્છા હોય તો, મૃત્યુ જેવું કાળું, ભલે એક રોષભર્યું તોફાન આવે, અને વીજળીના ચાબૂક ચમકારાથી, ભલે આકાશને, આ છેડેથી પેલા છેડા સુધી, સંક્ષુબ્ધ બનાવી દે. {{gap}}પણ મારા પ્રભુ ! આ વ્યાપક જડ જેવી મૂંગી આગને તો કોઈ રીતે તું પાછી બોલાવી લે. પાછી બોલાવી લે. આ શાંત, ક્રૂર, ઠંડી તીવ્ર આગ, એ તો હૃદયને, ભયંકર નિરાશાથી બાળી નાખે છે. {{gap}}પિતાના ક્રોધભર્યાં ગુસ્સાને દિવસે, જેમ માતાના નયનમાંથી, દયા પ્રેમનાં અશ્રુ વહે છે, તેમ તારા પ્રેમવાદળને ઉપરથી નીચે આવવા દે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[૧૧૮ }}</noinclude> 29j2zfa8pe83cxaatgnlhbuyjbklj2y પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૯ 104 73881 224931 224921 2026-09-28T15:41:11Z Snehrashmi 2103 /* Validated */ 224931 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[૮૬]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|કો}}ણ''' જાણે કેટલા દૂર દૂરના કાલમહોદધિને કિનારેથી, તું મને મળવાને માટે, હમેશાં વધારે પાસે ને પાસે આવી રહ્યો છે, એ વિષેની મને કાંઈ જ ખબર નથી. {{gap}}સૂરજ અને તારાઓ, તને હમેશને માટે મારી દૃષ્ટિથી છુપાવી રાખી શકે નહિ. {{gap}}કેટલાયે પ્રભાતના સમયે, અને કેટલીય સંધ્યાના વખતે, તારો પદરવ સંભળાયો છે, અને તારો સંદેશવાહક, મારા હૃદયની અંદર આવી પહોંચેલ છે. અને મને છાની ગોષ્ટિ માટે પણ બોલાવેલ છે. {{gap}}હું જાણતો નથી કે શા માટે મારું જીવન આજે હાલી ઊઠ્યું છે, અને શા માટે, મારા હૃદય સોંસરવી એક આનંદહેલી પસાર થઇ રહી છે. {{gap}}મારું કામ આટોપી લેવાની જાણે પળ આવી પહોંચી હોય, તેમ હવામાંથી તારા મધુર સાન્નિધ્યનો પરિમલ આવી રહ્યો જણાય છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૧૯] | | }}</noinclude> fqf7iafrxxl9wgt2boeyssfuzw72oxr પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૦ 104 73882 224932 224922 2026-09-28T15:42:32Z Snehrashmi 2103 /* Validated */ 224932 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૮૭]''' | | }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''ઓ'''}} મારા હૃદયના પ્રીતમ ! હું જાણું છું કે આ બીજું કાંઈ નથી, એ તો તારા પ્રેમની નિશાની છે—આ પર્ણો ઉપર નાચી રહેલ સોનેરી તેજ, આ આળસુ, સ્વચ્છંદી આકાશમાં વિહરતી વાદળીઓ, અંગે અંગને મોહક શીત સ્પર્શથી તાજગી બક્ષતી આ અનિલલહરીઓ—એ બીજું કાંઇ નથી, મારા પ્રીતમ ! તારા નિરવધિ પ્રેમની એ પાદ રેખાઓ છે. {{gap}}પ્રભાતના પ્રકાશે મારા નયનને જાણે અંજન આંજ્યું છે—પણ એ તો જાણે મારા હૃદય પ્રતિ તારો મોકલેલો એક દિવ્ય સંદેશો છે. પ્રકાશ—એ બીજું શું છે—? ઊંચે આસમાનમાંથી નીચે પૃથ્વીઢળતો તારો ચહેરો ! મારી આંખ ઉપર નજર કરતી તારી આંખો—અને આ હું જાણું છું, અને મારું હૃદય જાણે તારા ચરણને સ્પર્શે છે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[૧૨૦ }}</noinclude> hwo94fb6wb8an26060fv8qvq3x5z5j5 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૧ 104 73883 224940 224738 2026-09-28T16:23:02Z Amvaishnav 156 /* Proofread */ 224940 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૮૮]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''આ'''}} અનંત તાલનર્તનના આનંદથી આનદિત થવું એ શું તારી શક્તિ બહારની વાત છે? આ ભયભર્યાં આનંદ સાગરના ઘુમ્મરી મોજામાં ઉછળવું, લુપ્ત થવું, ભાંગી જવું, એ શું તારી શક્તિ બહારની વાત છે ? {{gap}}બધી જ વસ્તુઓ પ્રગતિ કરે છે. આગળ જાય છે. તે સ્થિર થોભી રહેતી નથી. પાછળ જોવા રોકાતી નથી. કોઈ જ શક્તિ એમને પાછળ રાખી શકે નહિ. તે આગળ ને આગળ ને આગળ વધે છે. {{gap}}ત્વરિત ગીતલહરીઓની ગતિની સાથે ગતિ મિલાવતી ઋતુઓ આવે છે, જાણે એમની સાથે નૃત્ય કરી, અને વહી જાય છે, એ પણ જાણે નૃત્ય કરતી; આ કાંઇ જ—સ્થિર, જડ નથી. રંગો, ગીતો, સુગંધીઓ બધાં જ, અનંત ધોધમાં જાણે ઉલ્લાસભર્યાં આનંદ રેલાવતાં આવે છે, અને આનદરેલીમાં જ નૃત્ય કરતાં કરતાં ચાલ્યાં જાય છે. {{gap}}તે ક્ષણે ક્ષણે નર્તન કરે છે. ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે—ને ક્ષણે ક્ષણે નવજીવન વહાવતાં, આનંદમાં આગળ વધે છે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |૧૨૧] }}</noinclude> je0kfzdizb2ck0aioodipx8bt4igrrk 224941 224940 2026-09-28T16:25:12Z Amvaishnav 156 224941 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૮૮]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''આ'''}} અનંત તાલનર્તનના આનંદથી આનદિત થવું એ શું તારી શક્તિ બહારની વાત છે? આ ભયભર્યાં આનંદ સાગરના ઘુમ્મરી મોજામાં ઉછળવું, લુપ્ત થવું, ભાંગી જવું, એ શું તારી શક્તિ બહારની વાત છે ? {{gap}}બધી જ વસ્તુઓ પ્રગતિ કરે છે. આગળ જાય છે. તે સ્થિર થોભી રહેતી નથી. પાછળ જોવા રોકાતી નથી. કોઈ જ શક્તિ એમને પાછળ રાખી શકે નહિ. તે આગળ ને આગળ ને આગળ વધે છે. {{gap}}ત્વરિત ગીતલહરીઓની ગતિની સાથે ગતિ મિલાવતી ઋતુઓ આવે છે, જાણે એમની સાથે નૃત્ય કરી, અને વહી જાય છે, એ પણ જાણે નૃત્ય કરતી; આ કાંઇ જ—સ્થિર, જડ નથી. રંગો, ગીતો, સુગંધીઓ બધાં જ, અનંત ધોધમાં જાણે ઉલ્લાસભર્યાં આનંદ રેલાવતાં આવે છે, અને આનદરેલીમાં જ નૃત્ય કરતાં કરતાં ચાલ્યાં જાય છે. {{gap}}તે ક્ષણે ક્ષણે નર્તન કરે છે. ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે—ને ક્ષણે ક્ષણે નવજીવન વહાવતાં, આનંદમાં આગળ વધે છે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૨૧ | |] }}</noinclude> peb7dfm2lacxe8db26k94hxtyyzmper 224942 224941 2026-09-28T16:25:48Z Amvaishnav 156 224942 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૮૮]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''આ'''}} અનંત તાલનર્તનના આનંદથી આનદિત થવું એ શું તારી શક્તિ બહારની વાત છે? આ ભયભર્યાં આનંદ સાગરના ઘુમ્મરી મોજામાં ઉછળવું, લુપ્ત થવું, ભાંગી જવું, એ શું તારી શક્તિ બહારની વાત છે ? {{gap}}બધી જ વસ્તુઓ પ્રગતિ કરે છે. આગળ જાય છે. તે સ્થિર થોભી રહેતી નથી. પાછળ જોવા રોકાતી નથી. કોઈ જ શક્તિ એમને પાછળ રાખી શકે નહિ. તે આગળ ને આગળ ને આગળ વધે છે. {{gap}}ત્વરિત ગીતલહરીઓની ગતિની સાથે ગતિ મિલાવતી ઋતુઓ આવે છે, જાણે એમની સાથે નૃત્ય કરી, અને વહી જાય છે, એ પણ જાણે નૃત્ય કરતી; આ કાંઇ જ—સ્થિર, જડ નથી. રંગો, ગીતો, સુગંધીઓ બધાં જ, અનંત ધોધમાં જાણે ઉલ્લાસભર્યાં આનંદ રેલાવતાં આવે છે, અને આનદરેલીમાં જ નૃત્ય કરતાં કરતાં ચાલ્યાં જાય છે. {{gap}}તે ક્ષણે ક્ષણે નર્તન કરે છે. ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે—ને ક્ષણે ક્ષણે નવજીવન વહાવતાં, આનંદમાં આગળ વધે છે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૨૧] | | }}</noinclude> hom2l72xfdxmbt5cc0wqyfhz5p2y2oy પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૨ 104 73884 224948 224739 2026-09-28T16:35:04Z Amvaishnav 156 /* Proofread */ 224948 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[૮૯]''' | | }}
{{gap |9em}}''' {{મોટો અક્ષર|મા}}રી''' જાતને ઘણી જ ઘણી જ મહત્તા હું આપી બેસું, એ મહત્તાને ચારે તરફ પ્રસરાવું, એ મહત્તાના રંગોથી જ તારી તેજ દુનિયાને પણ હું રંગી દૌં—આનું નામ માયા. તારી માયા એવી છે. {{gap}}જાણે તું કાંઈ નથી, ને હું બધું છું. તું તારી જાતને એક અવરોધમાં પૂરી દે છે, અને પછી તારાં જ, પરિવર્તન પામતાં પ્રકાશિકરણો જેવાં, એ અનંત રૂપોને તું અનેક નામો આપી બેસે છે. તારા રૂપે, નામ ધર્યું, અને માયા ઊભી થઇ ! {{gap}}તું તારી જાતે તારાથી જુદો પડ્ચો, અને મારે ત્યાં આવીને શરીર ધર્યું. {{gap}}એ જુદાઈનું એક વિરહ ગીત થયું. {{gap}}તારું એ વેધક વિરહ ગીત, આકાશમાં પડઘા પાડતું ફરે છે. અનેકરંગી આંસુઓમાં, સ્મિતોમાં, ભયમાં, અને આશામાં, આકાશમાં બધે એના પડઘા પડે છે. આનંદ તરંગો ઊભા થાય છે તે ગમે છે; સ્વપ્નાંઓ, મહેલો બાંધે છે ને મહેલો પાસે છે; આ બધી<noinclude>{{સ-મ| | |[૧૨૨ }}</noinclude> iko2abdq8sx3n81mjrweigsxuy6rhhc પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૩ 104 73885 224953 224740 2026-09-28T16:41:06Z Amvaishnav 156 /* Proofread */ 224953 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>તારી જ માયા છે. મારામાં રહેલો તું, તારો પરાજયદુર્ગં રચે છે. {{gap}}આ માયાપડદો તેં જ ઊભો કર્યો છે. તે પડદા ઉપર તુંજ તારી રાત્રિદિવસની પીછી વડે, અનેક ચિત્રો ચિતરે છે. અને એ બધાની પાછળ તારી બેઠક છે. પણ તારી એ બેઠકની ગૂંથણીમાં એક પણ સીધી રેખા જોવા નહિ મળે. સેંકડો ને હજારો ને લાખો, અદ્ભુત નવાઈભરી વક્ર રેખાઓમાં તારી બેઠક વણાયલી છે !–જાણે કે એમાં એક પણ સીધી રેખાને સ્થાનજ ન હોય ! {{gap}}તારી અને મારી પણ આ તમાસા જેવી માયાસૃષ્ટિએ આકાશ આખાને ભરી દીધુ છે. તારા અને મારા સ્વરોનાં ગુંજન હવામાં રેલાઈ રહ્યાં છે. અને યુગોનાં યુગો ચાલતાં રહે છે—જેમાં તુ મને શોધે છે, અને હું તને શોધું છું. આપણી આ સંતાકૂકડીની રમત રમતાં રમતાં, કોણ જાણે કેટલા યુગો ચાલ્યા ગયા—અને કોણ જાણે કેટલા યુગો હજી ચાલ્યા જશે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૨૩] | | }}</noinclude> 7he8vqsb37uew32n2v6xrcvnwdrbiib પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૪ 104 73886 224960 224741 2026-09-28T17:03:48Z Amvaishnav 156 /* Proofread */ 224960 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[૯૦]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મા}}રે''' માટે મુક્તિ—મુક્તિ ત્યાગમાં છે જ નહિ. {{gap}}હું તો મારી જાતને, પ્રેમ આનદનાં હજારો બંધનોનાં આલિંગનમાં જ, મુક્ત દેખું છું. મુક્તિ—મુક્તિ મારે માટે ત્યાગમાં છે જ નહિ. {{gap}}તારી રંગરંગ ભરેલી પ્યાલીઓમાં તું મારે માટે નિતનિત, નવીન રંગરંગના, સુગંધી આસવ ભરી ભરીને મોકલે છે, અને મારો આ ધરતીનો દેહ તો છેક ટોચ સુધી ઉલ્લાસ ઉલ્લાસ માણતો, ભરાઈ જાય છે. {{gap}}મારી નાની સરખી દુનિયાના શત શત, જુદા જુદા દીપકને, હું તારા જ્યોતિ વડે પ્રકાશિત કરી દઇશ, અને પછી તેમને તારા મંદિરના દ્વારે વેદી આગળ જ મૂકી જઈશ. {{gap}}ના ના ના, મારે મારા ઇંદ્રિયોનાં દ્વાર બંધ કરીને જડસુ વેરાગી બનવું નથી. દૃષ્ટિનો આનંદ, શ્રુતિનો આનંદ, અને રે ! સ્પર્શનો આનંદ—એ બધાં જ તારો આનંદ વ્યક્ત કરતાં, મને ઉલ્લાસમાં ઉલ્લસિત કરી દેશે. મારે જડસુ વેરાગી બનવું જ નથી. હું તો તારા<noinclude>{{સ-મ| | |[૧૨૪ }}</noinclude> gu46tw0mh8ubhku35kgijpi7109c9e1 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૫ 104 73887 224961 224742 2026-09-28T17:08:01Z Amvaishnav 156 /* Proofread */ 224961 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>આનંદનો સ્પર્શ, મારું અંગઅંગ અનુભવે, એને જ મારી મુક્તિનું દ્વાર સમજું છું. {{gap}}હા, મારા બધા જ મિથ્યા માયાભ્રમો, બળીને ખાખ થઇ જશે, અને એમાંથી આનદનો જ્યોતિ પ્રગટશે. {{gap}}અને મારી બધી કામનાએ! મારાં બંધન નહિ, મારા પ્રેમ આનદનાં મોતીઓ બની જશે. કામનાઓ જાણે પ્રેમકળામાં પરિણમશે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૨૫] | | }}</noinclude> mn18gesz7jihtaho9660jnya90hxboy