વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.22 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૧ 104 73883 224974 224942 2026-09-30T03:30:07Z Snehrashmi 2103 /* Validated */ 224974 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[૮૮]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''આ'''}} અનંત તાલનર્તનના આનંદથી આનંદિત થવું એ શું તારી શક્તિ બહારની વાત છે? આ ભયભર્યા આનંદ સાગરના ઘુમ્મરી મોજામાં ઉછળવું, લુપ્ત થવું, ભાંગી જવું, એ શું તારી શક્તિ બહારની વાત છે ? {{gap}}બધી જ વસ્તુઓ પ્રગતિ કરે છે. આગળ જાય છે. તે સ્થિર થોભી રહેતી નથી. પાછળ જોવા રોકાતી નથી. કોઈ જ શક્તિ એમને પાછળ રાખી શકે નહિ. તે આગળ ને આગળ ને આગળ વધે છે. {{gap}}ત્વરિત ગીતલહરીઓની ગતિની સાથે ગતિ મિલાવતી ઋતુઓ આવે છે, જાણે એમની સાથે નૃત્ય કરી, અને વહી જાય છે, એ પણ જાણે નૃત્ય કરતી; આ કાંઇ જ—સ્થિર, જડ નથી. રંગો, ગીતો, સુગંધીઓ બધાં જ, અનંત ધોધમાં જાણે ઉલ્લાસભર્યાં આનંદ રેલાવતાં આવે છે, અને આનંદરેલીમાં જ નૃત્ય કરતાં કરતાં ચાલ્યાં જાય છે. {{gap}}તે ક્ષણે ક્ષણે નર્તન કરે છે. ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે—ને ક્ષણે ક્ષણે નવજીવન વહાવતાં, આનંદમાં આગળ વધે છે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૨૧] | | }}</noinclude> ow47peyi6asdi40v6y18dm1m7sfrs0k પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૨ 104 73884 224975 224948 2026-09-30T03:31:14Z Snehrashmi 2103 /* Validated */ 224975 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૮૯]''' | | }}
{{gap |9em}}''' {{મોટો અક્ષર|મા}}રી''' જાતને ઘણી જ ઘણી જ મહત્તા હું આપી બેસું, એ મહત્તાને ચારે તરફ પ્રસરાવું, એ મહત્તાના રંગોથી જ તારી તેજ દુનિયાને પણ હું રંગી દઉં—આનું નામ માયા. તારી માયા એવી છે. {{gap}}જાણે તું કાંઈ નથી, ને હું બધું છું. તું તારી જાતને એક અવરોધમાં પૂરી દે છે, અને પછી તારાં જ, પરિવર્તન પામતાં પ્રકાશિકરણો જેવાં, એ અનંત રૂપોને તું અનેક નામો આપી બેસે છે. તારા રૂપે, નામ ધર્યું, અને માયા ઊભી થઇ ! {{gap}}તું તારી જાતે તારાથી જુદો પડ્ચો, અને મારે ત્યાં આવીને શરીર ધર્યું. {{gap}}એ જુદાઈનું એક વિરહ ગીત થયું. {{gap}}તારું એ વેધક વિરહ ગીત, આકાશમાં પડઘા પાડતું ફરે છે. અનેકરંગી આંસુઓમાં, સ્મિતોમાં, ભયમાં, અને આશામાં, આકાશમાં બધે એના પડઘા પડે છે. આનંદ તરંગો ઊભા થાય છે તે ગમે છે; સ્વપ્નાંઓ, મહેલો બાંધે છે ને મહેલો પાસે છે; આ બધી<noinclude>{{સ-મ| | |[૧૨૨ }}</noinclude> 6y9cdwilx3xgmbuegdvmgyib9tga7sc પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૩ 104 73885 224976 224953 2026-09-30T03:32:24Z Snehrashmi 2103 /* Validated */ 224976 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>તારી જ માયા છે. મારામાં રહેલો તું, તારો પરાજયદુર્ગં રચે છે. {{gap}}આ માયાપડદો તેં જ ઊભો કર્યો છે. તે પડદા ઉપર તુંજ તારી રાત્રિદિવસની પીંછી વડે, અનેક ચિત્રો ચિતરે છે. અને એ બધાની પાછળ તારી બેઠક છે. પણ તારી એ બેઠકની ગૂંથણીમાં એક પણ સીધી રેખા જોવા નહિ મળે. સેંકડો ને હજારો ને લાખો, અદ્‌ભુત નવાઈભરી વક્ર રેખાઓમાં તારી બેઠક વણાયલી છે !–જાણે કે એમાં એક પણ સીધી રેખાને સ્થાનજ ન હોય ! {{gap}}તારી અને મારી પણ આ તમાસા જેવી માયાસૃષ્ટિએ આકાશ આખાને ભરી દીધું છે. તારા અને મારા સ્વરોનાં ગુંજન હવામાં રેલાઈ રહ્યાં છે. અને યુગોનાં યુગો ચાલતાં રહે છે—જેમાં તું મને શોધે છે, અને હું તને શોધું છું. આપણી આ સંતાકૂકડીની રમત રમતાં રમતાં, કોણ જાણે કેટલા યુગો ચાલ્યા ગયા—અને કોણ જાણે કેટલા યુગો હજી ચાલ્યા જશે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૨૩] | | }}</noinclude> t0nq3mua88ocvmxspysldz7d7062it4 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૪ 104 73886 224967 224960 2026-09-30T03:19:56Z Snehrashmi 2103 /* Validated */ 224967 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૯૦]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મા}}રે''' માટે મુક્તિ—મુક્તિ ત્યાગમાં છે જ નહિ. {{gap}}હું તો મારી જાતને, પ્રેમ આનંદનાં હજારો બંધનોનાં આલિંગનમાં જ, મુક્ત દેખું છું. મુક્તિ—મુક્તિ મારે માટે ત્યાગમાં છે જ નહિ. {{gap}}તારી રંગરંગ ભરેલી પ્યાલીઓમાં તું મારે માટે નિતનિત, નવીન રંગરંગનો, સુગંધી આસવ ભરી ભરીને મોકલે છે, અને મારો આ ધરતીનો દેહ તો છેક ટોચ સુધી ઉલ્લાસ ઉલ્લાસ માણતો, ભરાઈ જાય છે. {{gap}}મારી નાની સરખી દુનિયાના શત શત, જુદા જુદા દીપકને, હું તારા જ્યોતિ વડે પ્રકાશિત કરી દઇશ, અને પછી તેમને તારા મંદિરના દ્વારે વેદી આગળ જ મૂકી જઈશ. {{gap}}ના ના ના, મારે મારા ઇંદ્રિયોનાં દ્વાર બંધ કરીને જડસુ વેરાગી બનવું નથી. દૃષ્ટિનો આનંદ, શ્રુતિનો આનંદ, અને રે ! સ્પર્શનો આનંદ—એ બધાં જ તારો આનંદ વ્યક્ત કરતાં, મને ઉલ્લાસમાં ઉલ્લસિત કરી દેશે. મારે જડસુ વેરાગી બનવું જ નથી. હું તો તારા<noinclude>{{સ-મ| | |[૧૨૪ }}</noinclude> 5jemaf9exmf9kdhtpx4k8tjg5syw7zu પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૫ 104 73887 224968 224961 2026-09-30T03:20:47Z Snehrashmi 2103 /* Validated */ 224968 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>આનંદનો સ્પર્શ, મારું અંગઅંગ અનુભવે, એને જ મારી મુક્તિનું દ્વાર સમજું છું. {{gap}}હા, મારા બધા જ મિથ્યા માયાભ્રમો, બળીને ખાખ થઇ જશે, અને એમાંથી આનંદનો જ્યોતિ પ્રગટશે. {{gap}}અને મારી બધી કામનાઓ મારાં બંધન નહિ, મારા પ્રેમ આનંદનાં મોતીઓ બની જશે. કામનાઓ જાણે પ્રેમકળામાં પરિણમશે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૨૫] | | }}</noinclude> g1oj0mwxajsh0juvncl91jo1zydspk8 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૬ 104 73893 224962 224754 2026-09-29T16:37:52Z Amvaishnav 156 /* Proofread */ 224962 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[૯૧]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|હ}}રેકે ''' હરેક દિવસે, હે મારા જીવનસ્વામી ! હું તને તારી નજરોનજર નિહાળતો તારી સમક્ષ ઊભો રહીશ ? દુનિયાના હે સ્વામી ! હું શું દરરોજ તારી સમક્ષ વિનમ્ર અદબવાળીને ઊભો રહીશ? {{gap}}મહાન આકાશની નીચે, શાંતિમાં જ એકાંતમાં, વિનમ્રહૃદયે હું તારી સામે ઊભો રહીશ ? {{gap}}શ્રમ, યત્ન, મહેનત, અને મજૂરીથી ભરપૂર એવી તારી આ ગડમથલભરી દુનિયામાં, ઉતાવળા ઉતાવળા ચાલ્યા જતા ટોળાઓની વચ્ચે પણ હું તારી સમક્ષ હંમેશ હમેશ ઊભો રહી શકીશ ? {{gap}}સવાલનો સવાલ તો આ છે. મારાથી એ બનશે? {{gap}}જ્યારે આ દુનિયામાં મારું કામ પૂરું થશે, ત્યારે ઓ રાજાના રાજા ! એકલો મૂંગો, હું તારા સાન્નિધ્યમાં આવીને ઊભો રહીશ? {{gap}}જીવનના પ્રભાતે એ બન્યું હશે, મધ્યાન્હે બન્યું હશે, જીવનસંધ્યાએ જો એ નિહાળ્યું હશે તો જીવન પછી પણ એ જ નહિ હશે ?<noinclude>{{સ-મ| | |[૧૨૬ }}</noinclude> tm54hq3t7ndh0jj2o107ckm41zm0rrh 224969 224962 2026-09-30T03:22:30Z Snehrashmi 2103 /* Validated */ 224969 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૯૧]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|હ}}રેકે ''' હરેક દિવસે, હે મારા જીવનસ્વામી ! હું તને તારી નજરોનજર નિહાળતો તારી સમક્ષ ઊભો રહીશ ? દુનિયાના હે સ્વામી ! હું શું દરરોજ તારી સમક્ષ વિનમ્ર અદબવાળીને ઊભો રહીશ? {{gap}}મહાન આકાશની નીચે, શાંતિમાં જ એકાંતમાં, વિનમ્રહૃદયે હું તારી સામે ઊભો રહીશ ? {{gap}}શ્રમ, યત્ન, મહેનત, અને મજૂરીથી ભરપૂર એવી તારી આ ગડમથલભરી દુનિયામાં, ઉતાવળા ઉતાવળા ચાલ્યા જતા ટોળાઓની વચ્ચે પણ હું તારી સમક્ષ હમેશ હમેશ ઊભો રહી શકીશ ? {{gap}}સવાલનો સવાલ તો આ છે. મારાથી એ બનશે? {{gap}}જ્યારે આ દુનિયામાં મારું કામ પૂરું થશે, ત્યારે ઓ રાજાના રાજા ! એકલો મૂંગો, હું તારા સાન્નિધ્યમાં આવીને ઊભો રહીશ? {{gap}}જીવનના પ્રભાતે એ બન્યું હશે, મધ્યાન્હે બન્યું હશે, જીવનસંધ્યાએ જો એ નિહાળ્યું હશે તો જીવન પછી પણ એ જ નહિ હશે ? {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[૧૨૬ }}</noinclude> 2ln720ulf65k2mcsjb7yj4c7z8k7if1 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૭ 104 73894 224963 224755 2026-09-29T16:47:48Z Amvaishnav 156 /* Proofread */ 224963 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | | '''[૯૨]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''ઓ'''}} મારા નિત્યપ્રકાશિત સૂરજરાજ ! હું તો, પાનખર ઋતુની નિરર્થક, સ્વચ્છન્દ વિહાર કરતી, એક વાદળી જેવો છું ! {{gap}} તારા સ્પર્શે હજી એમાંથી મારી અહં વરાળને ઉડાડી દીધી નથી. તારા સ્પર્શે, તારા પ્રકાશમાં મને હજી સમાવી લીધેલ નથી. અને તેથી તારાથી થયેલી જુદાઈના દિવસો અને મહિનાઓ અને વર્ષો હું ગણી રહ્યો છું. {{gap}} આ જો તારી ઈચ્છા હોય અને આ જો તારી રમ્મત હોય, તો આ મારા અસ્થિર શૂન્ય જીવનને તું તારા હાથમાં લે, અને રંગભરી સોનેરી ભભકથી રંગીને એને સ્વચ્છન્દી પવનની પાંખે રખડવા મોકલી દે, અને એને જુદા જુદા અનેક આશ્ચર્યોનાં આશ્ચર્યોમાં મુસાફરી કરવા મોકલી દે ! {{gap}} અને વળી જ્યારે ફરીને તારી ઈચ્છા થાય, કે તને આ અંધાર રમ્મતનો અંત લાવવાનું મન થાય, ત્યારે હું વેરવિખેર થઈને, રાત્રિના અંધકારમાં અંધકાર જેમ લુપ્ત થઈ જઇશ કે પ્રભાતના શુભ્ર સ્મિતમાં ભળી જઈશ, કે સ્વચ્છ પારદર્શક શીતળતામાં વિલીન થઈ ને અદૃશ્ય જઈશ.<noinclude>{{સ-મ|૧૨૭ ] | | }}</noinclude> ds4x4i56d316vorm39owgcn9234urt8 224970 224963 2026-09-30T03:23:56Z Snehrashmi 2103 /* Validated */ 224970 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | | '''[૯૨]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''ઓ'''}} મારા નિત્યપ્રકાશિત સૂરજરાજ ! હું તો, પાનખર ઋતુની નિરર્થક, સ્વચ્છન્દ વિહાર કરતી, એક વાદળી જેવો છું ! {{gap}}તારા સ્પર્શે હજી એમાંથી મારી અહં વરાળને ઉડાડી દીધી નથી. તારા સ્પર્શે, તારા પ્રકાશમાં મને હજી સમાવી લીધેલ નથી. અને તેથી તારાથી થયેલી જુદાઈના દિવસો અને મહિનાઓ અને વર્ષો હું ગણી રહ્યો છું. {{gap}}આ જો તારી ઈચ્છા હોય અને આ જો તારી રમ્મત હોય, તો આ મારા અસ્થિર શૂન્ય જીવનને તું તારા હાથમાં લે, અને રંગભરી સોનેરી ભભકથી રંગીને એને સ્વચ્છન્દી પવનની પાંખે રખડવા મોકલી દે, અને એને જુદા જુદા અનેક આશ્ચર્યોનાં આશ્ચર્યોમાં મુસાફરી કરવા મોકલી દે ! {{gap}}અને વળી જ્યારે ફરીને તારી ઈચ્છા થાય, કે તને આ અંધાર રમ્મતનો અંત લાવવાનું મન થાય, ત્યારે હું વેરવિખેર થઈને, રાત્રિના અંધકારમાં અંધકાર જેમ લુપ્ત થઈ જઇશ કે પ્રભાતના શુભ્ર સ્મિતમાં ભળી જઈશ, કે સ્વચ્છ પારદર્શક શીતળતામાં વિલીન થઈ ને અદૃશ્ય જઈશ. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૨૭ ] | | }}</noinclude> pie7tq47zkclc13clhdt71litbjwgci પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૮ 104 73895 224964 224756 2026-09-29T16:56:21Z Amvaishnav 156 /* Proofread */ 224964 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[૯3]''' | | }}
{{gap |9em}} {{મોટો અક્ષર|'''આ'''}} વિયોગની વેદના જ સમસ્ત દુનિયામાં ફેલાઇ જાય છે, અને અનંત આકાશમાં અનેક રૂપમૂર્તિઓને જન્મ આપે છે. {{gap}}આ જુદાઈની ગમગીની જ, રાતભર બેઠી બેઠી, એકલી એકલી, મૂંગી મૂંગી, અંધારામાં નિહાળે છે અને એક તારાથી બીજા તારા તરફ નજર કરે છે. અને છેવટે વર્ષાઋતુની અંધારી રાતનાં ખડખડતાં પાંદડાંઓમાં કવિતાની પંક્તિ બનીને ગીત વહે છે ! {{gap}}આ જુદાઈની, ‘જુદાઈ જિંદગી ભરની, કરી રો રો બધી કાઢી' એની જ, આ બધી સૃષ્ટિ છે. {{gap}}પ્રેમની સૃષ્ટિમાં, અને કામનાઓના સમુદ્રમાં, અને આનંદમહોધિમાં અને શોકસાગરમાં, માણસના ઘરઘરમાં વસતાં આ બધાં રૂપોમાં, બીજું કોઈ નહિ, આ વિયોગની વેદના જ દેખા દે છે ! {{gap}}અને આ વેદના જ, મારા કવિના અંતરમાં બેસીને પીગળી જઈ, ગીતપંક્તિ રૂપે વહેવા માંડે છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૧૨૮ }}</noinclude> 4gedhph9tx9m8cyiqad1lysiczo89hi 224971 224964 2026-09-30T03:25:43Z Snehrashmi 2103 /* Validated */ 224971 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૯3]''' | | }}
{{gap |9em}} {{મોટો અક્ષર|'''આ'''}} વિયોગની વેદના જ સમસ્ત દુનિયામાં ફેલાઇ જાય છે, અને અનંત આકાશમાં અનેક રૂપમૂર્તિઓને જન્મ આપે છે. {{gap}}આ જુદાઈની ગમગીની જ, રાતભર બેઠી બેઠી, એકલી એકલી, મૂંગી મૂંગી, અંધારામાં નિહાળે છે અને એક તારાથી બીજા તારા તરફ નજર કરે છે. અને છેવટે વર્ષાઋતુની અંધારી રાતનાં ખડખડતાં પાંદડાંઓમાં કવિતાની પંક્તિ બનીને ગીત વહે છે ! {{gap}}આ જુદાઈની, ‘જુદાઈ જિંદગી ભરની, કરી રો રો બધી કાઢી’ એની જ, આ બધી સૃષ્ટિ છે. {{gap}}પ્રેમની સૃષ્ટિમાં, અને કામનાઓના સમુદ્રમાં, અને આનંદમહોધિમાં અને શોકસાગરમાં, માણસના ઘરઘરમાં વસતાં આ બધાં રૂપોમાં, બીજું કોઈ નહિ, આ વિયોગની વેદના જ દેખા દે છે ! {{gap}}અને આ વેદના જ, મારા કવિના અંતરમાં બેસીને પીગળી જઈ, ગીતપંક્તિ રૂપે વહેવા {{SIC|માડે|માંડે}} છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૧૨૮ }}</noinclude> 9vk30u6hbql290x9inez197oh01wsyc પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૯ 104 73896 224965 224757 2026-09-29T17:06:32Z Amvaishnav 156 /* Proofread */ 224965 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | | '''[૯૪]''' }}
{{gap |9em}} '''{{મોટો અક્ષર|મા}}રી''' વાસનાનો કોઈ છેડો નથી. એમને મેળવવા માટેની મારી ભિખાર જેવી કાકલૂદીભરી આજીજીઓનો પોકાર પણ દયાજનક છે. પરંતુ તેં મને હમેશાં ઉગારી લીધો છે — શી રીતે ? એમાંની એક પણ ભિખારવાસનાની તૃપ્તિ માટે, તક ન આપીને ! એમાંની કોઈની હલકટ તૃપ્તિ માટે, કાંઈ પણ આપવાની કઠોરતાથી, ચોખ્ખી ના પાડીને ! {{gap}}અને તારી આ પ્રમળ દયા, મારા જીવનના અણુએ અણુમાં ઓતપ્રોત વણાઈ ગયેલી છે. {{gap}}તારી સાદી, પણ મહાન ભેટોના અધિકારી બનાવવા માટે, તું મને રોજ ને રોજ જાણે, આ રીતે તૈયાર કરી રહ્યો છે. {{gap}}આ મહાન ભેટો, તો તુ મને વગર માગ્યે આપે છે-આ આકાશ, આ પ્રકાશ, આ દેહ, આ મન-આ બધી મહાન વસ્તુઓ, વગર માગ્યે તેં આપી છે. અતિ દુર્દમ્ય વાસનાની ભયંકરતામાંથી મને ઉગારી લેવા માટે, આ કેટલી સાદી, સુંદર, મહાન વસ્તુઓ તેં તૈયાર રાખી છે ! {{gap}}એવો સમય આવે છે કે જ્યારે, કેટલીક વાર હું નિષ્પ્રાણ આળસુ જેમ પડ્યો રહું છું, તો કેટલીક વાર<noinclude>{{સ-મ|૧૨૯] | | }}</noinclude> hb0hg757ix6sent7loteqevuiz4cso1 224972 224965 2026-09-30T03:27:12Z Snehrashmi 2103 /* Validated */ 224972 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | | '''[૯૪]''' }}
{{gap |9em}} '''{{મોટો અક્ષર|મા}}રી''' વાસનાનો કોઈ છેડો નથી. એમને મેળવવા માટેની મારી ભિખાર જેવી કાકલૂદીભરી આજીજીઓનો પોકાર પણ દયાજનક છે. પરંતુ તેં મને હમેશાં ઉગારી લીધો છે — શી રીતે ? એમાંની એક પણ ભિખારવાસનાની તૃપ્તિ માટે, તક ન આપીને ! એમાંની કોઈની હલકટ તૃપ્તિ માટે, કાંઈ પણ આપવાની કઠોરતાથી, ચોખ્ખી ના પાડીને ! {{gap}}અને તારી આ પ્રબળ દયા, મારા જીવનના અણુએ અણુમાં ઓતપ્રોત વણાઈ ગયેલી છે. {{gap}}તારી સાદી, પણ મહાન ભેટોના અધિકારી બનાવવા માટે, તું મને રોજ ને રોજ જાણે, આ રીતે તૈયાર કરી રહ્યો છે. {{gap}}આ મહાન ભેટો, તો તું મને વગર માગ્યે આપે છે—આ આકાશ, આ પ્રકાશ, આ દેહ, આ મન—આ બધી મહાન વસ્તુઓ, વગર માગ્યે તેં આપી છે. અતિ દુર્દમ્ય વાસનાની ભયંકરતામાંથી મને ઉગારી લેવા માટે, આ કેટલી સાદી, સુંદર, મહાન વસ્તુઓ તેં તૈયાર રાખી છે ! {{gap}}એવો સમય આવે છે કે જ્યારે, કેટલીક વાર હું નિષ્પ્રાણ આળસુ જેમ પડ્યો રહું છું, તો કેટલીક વાર<noinclude>{{સ-મ|૧૨૯] | | }}</noinclude> gjmkvrufwc3g55jo9env8rufjwczlvt પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૫૦ 104 73897 224966 224758 2026-09-29T17:12:50Z Amvaishnav 156 /* Proofread */ 224966 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>જાગી જાઉં છું, ને મારા ધ્યેયની શોધ માટે ઉતાવળો બની જાઉં છું. {{gap}}પણ તું તે વખતે, નિષ્ઠુરતાથી તારી જાતને મારી આગળથી છુપાવી દે છે ! {{gap}}તારી એ નિષ્ઠુરતા, એ જ મારા પ્રત્યેના તારા મહાન પ્રેમની નિશાની છે ! અધિકાર વિના હું કાંઈક મેળવી લઈ ને, વધુ નિર્બળ બનું, ને વાસનાનો વધુ મોટો ગુલામ થઇ ન બેસું, એ માટે આ કેટલો જાગ્રત પ્રેમ ! {{gap}}દિન પ્રતિદન તું મને તૈયાર કરી રહ્યો છે, અધિકારી બનાવી રહ્યો છે, તારા સંપૂર્ણ સ્વીકાર માટે જે યોગ્યતા જોઈએ, તે યોગ્યતા મારામાં લાવી રહ્યો છે: અને એ માટે તારી સમર્થ દયાદૃષ્ટિ આવી રીતે વાત વણે છે— વારંવાર ના પાડીને—નિમંળ, નિર્માલ્ય, અનિશ્ચિત, ચંચળ એવી વાસનાઓની તૃપ્તિ માટે કાંઈ પણ આપવાની નિષ્ઠુરતાથી ના પાડીને ! {{gap}}તારી પાસે વેવલી નહિ, સમર્થ દયા છે. {{gap}}જ્યાં અન્યનો પ્રેમ એ નિષ્ઠુરતા હોય છે, ત્યાં તારી તો નિષ્ઠુરતા એ જ સમર્થ પ્રેમ હોય છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૧૩૦ }}</noinclude> md3wedihsfqsd2w73rkbuiitl1e5qfx 224973 224966 2026-09-30T03:28:44Z Snehrashmi 2103 /* Validated */ 224973 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>જાગી જાઉં છું, ને મારા ધ્યેયની શોધ માટે ઉતાવળો બની જાઉં છું. {{gap}}પણ તું તે વખતે, નિષ્ઠુરતાથી તારી જાતને મારી આગળથી છુપાવી દે છે ! {{gap}}તારી એ નિષ્ઠુરતા, એ જ મારા પ્રત્યેના તારા મહાન પ્રેમની નિશાની છે ! અધિકાર વિના હું કાંઈક મેળવી લઈ ને, વધુ નિર્બળ બનું, ને વાસનાનો વધુ મોટો ગુલામ થઇ ન બેસું, એ માટે આ કેટલો જાગ્રત પ્રેમ ! {{gap}}દિન પ્રતિદન તું મને તૈયાર કરી રહ્યો છે, અધિકારી બનાવી રહ્યો છે, તારા સંપૂર્ણ સ્વીકાર માટે જે યોગ્યતા જોઈએ, તે યોગ્યતા મારામાં લાવી રહ્યો છે: અને એ માટે તારી સમર્થ દયાદૃષ્ટિ આવી રીતે વાત વણે છે—વારંવાર ના પાડીને—નિર્બળ, નિર્માલ્ય, અનિશ્ચિત, ચંચળ એવી વાસનાઓની તૃપ્તિ માટે કાંઈ પણ આપવાની નિષ્ઠુરતાથી ના પાડીને ! {{gap}}તારી પાસે વેવલી નહિ, સમર્થ દયા છે. {{gap}}જ્યાં અન્યનો પ્રેમ એ નિષ્ઠુરતા હોય છે, ત્યાં તારી તો નિષ્ઠુરતા એ જ સમર્થ પ્રેમ હોય છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૧૩૦ }}</noinclude> 39q7k9hyalcjr1qlyt42scunz77gm6o સભ્યની ચર્ચા:RAHUL BAMBHANIYA 3 73950 224977 2026-09-30T08:43:02Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 224977 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=RAHUL BAMBHANIYA}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૪:૧૩, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) p7ok6xf2tu5sf2l4su4aw7f8inpkv30